Saturday, August 15, 2026

માનવવાદી ચિંતન અને અભિગમ.

 રોય સ્પેકહાર્ટ - અમેરિકન હ્યુમનિસ્ટ એસોસિએશન (AHA) ના ભૂતપૂર્વ લાંબા સમયથી એક્ઝિક્યુટિવ ડિરેક્ટર - ધર્મનિરપેક્ષ વ્યક્તિઓ માટે એક મેનિફેસ્ટો અને વ્યવહારુ માર્ગદર્શિકા આપે છે.


મુખ્ય આધાર સ્પેકહાર્ટની માનવવાદની વ્યાખ્યા પર કેન્દ્રિત છે: "ભગવાન વિના તમે સારા બની શકો છો તે આમૂલ વિચાર." છે. તે દલીલ કરે છે કે પરંપરાગત ધર્મને પાછળ છોડી દેવો એ ફક્ત પહેલું પગલું છે; મહત્વપૂર્ણ આગળનું પગલું માનવ સ્થિતિ સુધારવા માટે કારણ, સહાનુભૂતિ અને સામાજિક ક્રિયાનો સક્રિયપણે ઉપયોગ કરવાનું છે.

મુખ્ય બાબતો

૧. નૈતિકતા જન્મજાત છે, દૈવી નથી

 નૈતિકતાને દૈવી આદેશ અથવા પવિત્ર ગ્રંથોની જરૂર નથી. છે. મનોવિજ્ઞાન, ઉત્ક્રાંતિ, જીવવિજ્ઞાન અને ફિલસૂફીના તારણો મુજબ માનવ સહાનુભૂતિ, સહકાર અને નૈતિક વિચારસરણી કુદરતી માનવ લક્ષણો છે. દૈવી સજાનો ડર નહીં, કરુણા અને કારણ - નૈતિકતા માટે મજબૂત પાયો પૂરો પાડે છે.


2. "નાસ્તિકતા" થી "માનવવાદ" તરફ આગળ વધવું

નાસ્તિકતાનો સીધો સાદો અર્થ  ઇશ્વરના અસ્તિત્વનો ઇન્કાર. તે તેની સમજ આધારિત જે કાર્ય છે તેને તે વર્ણવે છે, જે કોઈ માનતો નથી, માનવવાદ વ્યક્તિ જે માને છે તેના પર હકારાત્મક, સકારાત્મક જીવન પ્રદાન કરે છે. ફક્ત શ્રદ્ધાનો ત્યાગ કરવો પૂરતો નથી; બિન-ઈશ્વરવાદી તરીકે ખુલ્લમ ખુલ્લા બહાર આવવાની જરૂરિયાત છે.

એક મુખ્ય થીમ માનવ વિરોધી પૂર્વગ્રહ અને કલંકને દૂર કરવાનો છે. બિન-ઈશ્વરવાદીઓ, અજ્ઞેયવાદીઓ અને નાસ્તિકોને પરિવાર, મિત્રો અને સહકાર્યકરો સાથે તેમની માન્યતાઓ (અથવા તેના અભાવ) વિશે ખુલ્લા રહેવા માટે પ્રોત્સાહિત કરે છે. બિન-ઈશ્વરવાદી ઓળખને સામાન્ય બનાવવાથી ધાર્મિક અધિકાર દ્વારા ફેલાવવામાં આવતા રાજકીય અને સાંસ્કૃતિક પૂર્વગ્રહને દૂર કરવામાં મદદ મળે છે.


4. ચર્ચ(ધર્મ) અને રાજ્યના અલગતાનું રક્ષણ–

 સ્વસ્થ લોકશાહી માટે બિન-ઈશ્વરવાદ મહત્વપૂર્ણ છે. ચર્ચ-રાજ્ય અલગતા સરકારને ધાર્મિક રીતે તટસ્થ કેવી રીતે રાખે છે, ધર્મની સ્વતંત્રતા અને મુક્તિ સુનિશ્ચિત કરે છે તે દર્શાવે છે. તેઓ ધાર્મિક ધર્મશાહી દ્વારા જાહેર નીતિ અને જાહેર શાળાઓમાં કટ્ટરતા લાદવાના પ્રયાસોના ભય સામે સતત  ચેતવણી આપ્યા કરે છે.


૫. સામાજિક ન્યાય અને નાગરિક સક્રિયતા

 માનવવાદ એ શાંત ચિંતન માટે બનાવાયેલ અમૂર્ત ફિલસૂફી નથી; તે ક્રિયા માટેનું આહ્વાન છે. કારણ કે માનવવાદીઓ માને છે કે આ જીવન જ આપણને મળે છે, તેથી હવે વ્યક્તિ અને સમાજને જ્ઞાન–વિજ્ઞાન આધારિત સુધારવાની તાત્કાલિક નૈતિક ફરજ છે. તેઓ માનવવાદી ચળવળના ઐતિહાસિક અને ચાલુ હિમાયત પર પ્રકાશ પાડે છે.


નાગરિક અધિકારો અને વંશીય સમાનતા– LGBTQ અધિકારો, લિંગ સમાનતા અને પ્રજનન સ્વતંત્રતા,પર્યાવરણીય ટકાઉપણું અને પુરાવા-આધારિત નીતિ – આવી રાજ્ય સંચાલનની નીતિને ટેકો આપે છે.


૬. સંગઠન અને હિમાયત માટેનો રોડ મેપ–

ફિલસૂફી ઉપરાંત, પુસ્તક સમુદાય નિર્માણ માટે વ્યવહારુ માર્ગદર્શિકા તરીકે સેવા આપે છે. સ્થાનિક ધર્મનિરપેક્ષ જૂથ કેવી રીતે બનાવવા, સમુદાય સેવા પ્રોજેક્ટ્સનું આયોજન કરવા, કાયદાકીય ફેરફારો માટે દબાણ કરવા અને પ્રગતિશીલ ધાર્મિક સાથીઓ સાથે સહિયારા લક્ષ્યો પર સહયોગ કેવી રીતે કરવો તેની રૂપરેખા આપે છે.


માનવવાદીઓનો મુખ્ય અભિગમ– કટ્ટરતા પર વિજ્ઞાન, ભય પર સહાનુભૂતિ, રહસ્યવાદ પર કારણ અને કાલ્પનિક દેવતાઓ પર વાસ્તવિક માનવ સુખાકારી અમારા માર્ગદર્શક સિધ્ધાંતો બની રહેશે.



--
Uploaded Image

Friday, August 14, 2026

૧૧મી જુલાઇનો અમદાવાદ મુકામે યોજાયેલ સંમેલનનો રીપોર્ટ.


મિત્રો, 
આ સાથે પીડીએફ થી રીપોર્ટ તૈયાર કરી મોકલ્યો છે.
--

Thursday, August 13, 2026

રેનેસાં એટલે શું?



    ૧. રેનેસાં એટલે શું? (વ્યાખ્યા અને મૂળભૂત તફાવત)

‘રેનેસાં’ એ ફ્રેંચ ભાષાનો શબ્દ છે, જેનો અર્થ "પુનર્જાગૃતિ" કે "નવજાગૃતિ" થાય છે.


  • માનસિક અને બૌદ્ધિક પરિવર્તન: ૧૪મી થી ૧૭મી સદી દરમિયાન યુરોપના લોકોની વિચારસરણી અને માનસિક વલણોમાં પાયાનો ફેરફાર આવ્યો.


  • માનવ કેન્દ્રિત સમાજ તરફ પ્રયાણ: મધ્યયુગનો સમાજ માત્ર ધર્મગ્રંથો અને ચર્ચના આદેશો પર આંધળો વિશ્વાસ રાખતો હતો. રેનેસાંના કારણે સમાજ આ અંધશ્રદ્ધાળુ વલણમાંથી બહાર આવીને જ્ઞાન, વિજ્ઞાન, તર્ક અને વિવેકબુદ્ધિ આધારિત આધુનિક માનવ કેન્દ્રિત સમાજ તરફ આગળ વધ્યો.

૨. ઈશ્વર કેન્દ્રિતમાંથી માનવ કેન્દ્રિત વલણ (Theocentric to Anthropocentric)

  • મધ્યયુગીન વિચારસરણી (Theocentric): આ સમયગાળામાં જીવનનો મુખ્ય હેતુ માત્ર ઈશ્વરની ભક્તિ અને મૃત્યુ પછીના જીવન (પરલોક)ની સુધારણા માનવામાં આવતો હતો.

  • નવજાગૃતિની વિચારસરણી (Anthropocentric): રેનેસાંએ મનુષ્યની પોતાની સર્જનશક્તિ અને ક્ષમતામાં વિશ્વાસ પ્રગટ કર્યો. આ યુગમાં પરલોકના બદલે આ પૃથ્વી પરના માનવજીવનને મહત્વ આપવામાં આવ્યું. સત્યને સ્વીકારવા માટે ધાર્મિક કથનોને બદલે તર્ક, વિવેક અને પ્રત્યક્ષ અનુભવ/પુરાવાઓને પ્રાથમિકતા મળવાની શરૂઆત થઈ.

૩. પ્રાચીન ગ્રીક-રોમન જ્ઞાનનું પુનર્જાગરણ

  • શાસ્ત્રોનું તાર્કિક મૂલ્યાંકન: રેનેસાંના વિદ્વાનોએ એરિસ્ટોટલ, પ્લેટો અને સિસેરો જેવા પ્રાચીન ગ્રીક અને રોમન તત્વચિંતકોના સાહિત્યનો માત્ર અનુવાદ જ ન કર્યો, પરંતુ તેનું તાર્કિક અને વૈજ્ઞાનિક મૂલ્યાંકન પણ કર્યું.

  • પ્રાચીન જ્ઞાન-વિજ્ઞાનની આ પુનઃ શોધ અને જાગૃતિના કારણે યુરોપમાં એક નવો બૌદ્ધિક ઉત્સાહ પેદા થયો.

૪. રાજકીય અને સામાજિક વ્યવસ્થામાં પરિવર્તન

  • વ્યક્તિગત સ્વતંત્રતાનો વિકાસ: સામૂહિક સામંતશાહી (Feudalism), અમર્યાદ રાજાશાહી અને ધર્મસત્તાના વર્ચસ્વ સામે વ્યક્તિને કેન્દ્રમાં રાખતી નવી અર્થવ્યવસ્થા, રાજ્ય અને સામાજિક વ્યવસ્થાનો વિકાસ થયો.

  • પ્રજાસત્તાકનો ઉદય: ઈશ્વર કે ચર્ચના નામે ચાલતી સત્તા અને નિરંકુશ રાજાશાહીના સ્થાને નાગરિક-સત્તાક, લોકશાહી અને પ્રજાસત્તાક રાજ્ય વ્યવસ્થાના બીજ રોપાયા.

૫. ‘રેનેસાં મેન’ (બહુમુખી પ્રતિભા)ની વિભાવના

  • આ યુગમાં "રેનેસાં મેન" (Renaissance Man) નો વિચાર જન્મ્યો, એટલે કે એવી વ્યક્તિ જે કોઈ એક ક્ષેત્ર પૂરતી સીમિત ન રહેતાં બહુમુખી પ્રતિભા (Multitalented) ધરાવતી હોય.

  • આ યુગના લોકો વિજ્ઞાન, કવિતા, ચિત્રકળા, સ્થાપત્ય, મેડિસીન (વૈદકશાસ્ત્ર) જેવા અનેક ક્ષેત્રોમાં એકસાથે નિપુણતા મેળવતા હતા. (દા.ત. લિયોનાર્દો દા વિંચી, જેઓ એક જ સમયે મહાન ચિત્રકાર, વૈજ્ઞાનિક, એન્જિનિયર અને શોધક હતા.)

૬. વૈજ્ઞાનિક અભિગમ અને કુદરતી નિયમોની સમજ

  • અંધશ્રદ્ધા પર પ્રહાર: કોઈપણ ચકાસણી કે પુરાવા વિના સ્વીકારી લેવાયેલી જૂની માન્યતાઓ અને અંધશ્રદ્ધાને વૈજ્ઞાનિક અભિગમથી પડકારવામાં આવી.

  • બહેતર જીવન: પ્રશ્નો પૂછવાની અને પ્રયોગો કરવાની પદ્ધતિના કારણે કુદરતના નિયમોને વૈજ્ઞાનિક રીતે સમજવામાં મદદ મળી, જેના આધારે માનવજીવનને વધુ સુખી અને બહેતર બનાવવાના પ્રયાસો શરૂ થયા.

૭. ખગોળશાસ્ત્ર અને તબીબી વિજ્ઞાનમાં અદ્ભુત શોધો

  • આ યુગ દરમિયાન ખગોળશાસ્ત્ર (Astronomy) અને તબીબી વિજ્ઞાન (Medical Science)માં ક્રાંતિકારી શોધો થઈ.

  • કોપરનિકસ અને ગેલિલિયો જેવા વૈજ્ઞાનિકોએ પૃથ્વી અને બ્રહ્માંડ વિશેની જૂની ધાર્મિક માન્યતાઓને તોડીને સૂર્યકેન્દ્રી સિદ્ધાંતો આપ્યા. તેમજ માનવ શરીરની રચના (Anatomy) અંગે સચોટ વૈજ્ઞાનિક સમજ કેળવાઈ.

૮. ભૌતિકવાદી અને સુખકારી અભિગમ

  • ઈશ્વર કેન્દ્રી અને "સંસાર ત્યાગ" કે દુઃખ સહન કરવાની જૂની વૈરાગ્યપૂર્ણ વિચારસરણીને બદલે ભૌતિકવાદી (Materialistic)પણ ભોગવાદી નહી, અને જીવનને આનંદથી જીવવાના અભિગમનો સ્વીકાર થયો.

  • કળા, સંગીત, સાહિત્ય અને ભૌતિક સમૃદ્ધિ દ્વારા આ લોકનું જીવન સુખી બનાવવાની ભાવના પ્રબળ બની.

૯. લોકભોગ્ય ભાષામાં જ્ઞાનનો પ્રસાર અને પ્રિન્ટિંગ પ્રેસનો ફાળો

  • પ્રાદેશિક ભાષાઓનો વિકાસ: જ્ઞાન માત્ર સંસ્કૃત કે લેટિન જેવી કઠિન કે વિશિષ્ટ વર્ગની ભાષાઓ સુધી સીમિત ન રહેતાં, સામાન્ય લોકોની સ્થાનિક અને પ્રાદેશિક ભાષાઓ (ઈટાલિયન, ફ્રેંચ, અંગ્રેજી વગેરે) માં લખાવવા લાગ્યું.

  • ગ્યુટેનબર્ગની પ્રિન્ટિંગ પ્રેસ: ગુટેનબર્ગ (Gutenberg) દ્વારા છાપકામ યંત્ર (Printing Press)ની શોધ થવાથી પુસ્તકોનું મોટા પાયે ઉત્પાદન શક્ય બન્યું. પરિણામે, જ્ઞાન અને નવા વિચારો સમાજના નીચલા સ્તર સુધી અને ખૂણે-ખૂણા સુધી ઝડપથી પહોંચી શક્યા.

–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––


--

Thursday, August 6, 2026

રેનેસાં એટલે શું?

          રેનેસાં એટલે શું?

  • રેનેસાં એટલે શું? ૧૪મી થી ૧૭મી સદીની યુરોપના દેશોની ઘટના–લોકોના માનસિક અને બૌધ્ધીક વલણોમાં પાયાનો કે મુળભુત તફાવત..ધર્મપુસ્તકો પરસ્ત માનસિક વલણ ધરાવતા સમાજમાંથી માનવ કેન્દ્રિત આધુનિક સમાજ તરફનું જ્ઞાન–વિજ્ઞાન અને તર્ક આધારિત સ્થળાંતર.

  • ઈશ્વર કેન્દ્રિત અને મૃત્યુ પછીના જીવનની જીવન પદ્ધતિ ( Theocentric )માંથી માનવની સર્જન શક્તિમાં વિશ્વાસ ( Anthropocentric) અને તર્ક વિવેક અને ઈન્દ્રિયજન્ય પુરાવા આધિન સત્યોને પ્રાથમિકતા,.

  • ગ્રીક તત્વજ્ઞાનીઓ જેવા કે એરિસ્ટોટલ, પ્લેટો અને સીસેરોના પુસ્તકોનો અનુવાદ જ નહિ પણ તાર્કીક મુલ્યાંકન,, પુરાતન જ્ઞાનનો પુનર્જાગૃતિ

  • સામુહિક સામંતશાહી, રાજાશાહી અને ધર્મશાહીમાંથી વ્યક્તિ કેન્દ્રિત અર્થતંત્ર, રાજ્ય અને સમાજ વ્યવસ્થાનો ક્રમશ વિકાસ.

  • “ રેનેસાં મેન” બહુમુખી પ્રતિભાશાળી વ્યક્તિ” નું સર્જન..વિજ્ઞાન, કવિતા, મેડીસીન વિ. ક્ષેત્રોમાં.

  • અંધશ્રદ્ધા, અને તપાસ વિનાની માન્યતાઓનો વૈજ્ઞાનિક અભિગમનો પડકાર.તેની મદદથી કુદરતી નિયમોને સમજવામાં મદદ, તેના આધારિત જીવન બહેતર બનાવવાના પ્રયત્નો..

  •  ખગોળશાસ્ત્ર અને તબીબી વિજ્ઞાનની અદ્ભુત શોધખોળો..

  • ઈશ્વર કેન્દ્રીત ચિંતન ને બદલે ભૌતિકવાદી, સુખકારી અભિગમ.

  • સ્થાનિક અને પ્રાદેશિક ભાષા–લોકભોગ્ય ભાષામાં જ્ઞાનનો પ્રચાર
    ને પ્રસાર. ગટનબર્ગની પ્રિન્ટીંગ પ્રેસ નો મોટો ફાળો.. 

—--------------------------------------------------------------------------------------

                                      રેનેસાં મેન અને હિંદુ મેન વચ્ચે તફાવત શું?

  • રેનેસાં મેન અને હિંદુ મેન વચ્ચે પાયાના તફાવતો–

  1.  રેનેસાં મેન– કુદરત નિયમબધ્ધ છે. તેના નિયમો સમજી શકાય છે. તેના આધારે માનવ સમસ્યાઓ ઉકેલી શકાય છે. હિંદુ મેન– કુદરતને ભજવાની હોય સમજવાની નહી. તે પરિબળોને  આજીજી, અર્ચના, પૂજા, મંત્ર, યજ્ઞ વિ. કરવાથી માનવ પ્રશ્નો ઉકેલી શકાય. તર્ક, ઈન્દ્રિયજન્ય અનુભવ, વૈજ્ઞાનિક અભિગમ થી માનવ પ્રશ્નોને ઉકેલાય જ નહિ!

  2. રેનેસાં મેન–માનવવાદી માનસિકતા– માનવકેન્દ્રીત સમાજ રચનાનું સર્જન– ૧૭૭૬– થોમસ જેફરસન– દરેક માનવી જન્મથી સમાન છે. કોઇ ઉંચો નથી કે કોઇ નીચે નથી.સ્વતંત્રતા, ઉન્ન્ત જીવન અને સંતોષ મળે તેવું ભૌતિક સુખ, તે ત્રણ દરેક માનવીના કુદરતી સહજ અધિકારો છે. All men are born equal  with unalienable rights- life , liberty & pursuit of Happiness..જ્હોન લોક–ઇગ્લેંડનો તત્વચિંતક– રાજ્યના સર્જન પહેલાં તમામ માનવીઓ સમાન જ હતા.

હિંદુ મેન– ઈશ્વર કેન્દ્રિત અને મૃત્યુ પછીના જીવન ના પ્રશ્નો ઉકેલવામાં સમર્પિત જીવન– વર્ણવ્યવસ્થા આધારિત અસમાન સમાજ રચના ઈશ્વર સર્જીત છે. વર્ણ પ્રમાણે ફરજ નિષ્કામ કર્મ કરી બજાવવાની.

(C-)રેનેસાં મેન– ગ્રીક ચિંતક– પ્રોટોગોરસ– માનવીજ તેના ભાગ્યનો વિધાતા છે.તેનું ભાગ્ય  પૂર્વ નિર્ણિત નથી. કુદરતી નિયમોને સમજીને, અન્યના સહકારથી, માનવને આજ જીંદગીમાં સુખ પ્રાપ્ત થઇ શકે છે. હિંદુ મેન– માનવનું ભાગ્ય પુર્વનિર્ણિત છે. ગયા જન્મોના કર્મોના ફળો તો ભોગવવાજ પડે!  વિધાતાના લેખ, જન્મ કુંડળી,ફળ જ્યોતિષ,.તેને શ્રદ્ધા છે કે  માનવી ઇશ્વરી સર્જન છે. માનવ માનવ અને સ્રી–પુરુષ અસમાનતા– પિતૃસત્તાક આધિપત્યવાળી સમાજ વ્યવસ્થા ઇશ્વરદત્ત છે.

(D) રેનેસાં મેન– કુદરત નિયમબધ્ધ છે. માનવી કુદરતનો એક ભાગ છે, માટે માનવીના શરીરનું તમામ સંચાલન નિયમબધ્ધ છે. Human biology is the extension of the law governess of nature or universe. Human freedom is not a political right but a biological urge to exist & develop.માનવ શરીરને બહારના કોઇ પરિબળો તેનું નિયમન કરી શકે નહી!

 હિંદુ મેન– જન્મની સાથેના ગ્રહો, નક્ષત્રો અને રાશિ, કુંડળી વિ. માનવ શરીરનું નિયમન કરે છે. તેવી દ્રઢ માન્યતા. તે બધા આકાશી પરિબળો જ માનવ શરીરનું સંચાલન કરે છે. તે બધા આકાશી દેવોની પૂજા અર્ચના કરવાથી જ આપણું શરીર તંદુરસ્ત રહે!

(E) રેનેસાં મેન– સતત ધાર્મિક, રાજકીય,આર્થીક, માનસિક નિયમનો જે તેના સ્વતંત્ર વિકાસની આડે આવે છે તેમાંથી જ્ઞાન આધારિત ક્રમશ મુક્તિ મેળવતો જાય છે. હિંદુ મેન– આધુનિક ઉપકરણો, સાધનોનો ઉપયોગ કરીને પોતાની અંધશ્રદ્ધાઓ અને અવૈજ્ઞાનિક માન્યતાઓ અને રેશનાલાઇઝ કરે છે. મજબૂત કરે છે.

(F) રેનેસાં મેન– માનવવાદી ક્રાંતિ સત્તા, બંદુક કે રાજ્ય દમન અને ભયથી આવી શકતી નથી. કારણ કે માણસ જન્મથી જ ઉત્કાંત થઇને  આ પૃથ્વી પર આવ્યો છે. જન્મ્યો ત્યારે હથોડી અને દાતરડું લઇને જન્મયો ન હતો. મજુર કે માલિક તરીકે પણ વર્ગીય વહેંચણીનું સર્જન  ન હતો. તે ફક્ત બે હાથ અને પગવાળા માનવ તરીકે આ જગતમાં આવ્યો હતો. ત્યારે બાઇબલ, ગીતા કે  કુરાન તેના હાથમાં નહતું. પૃથ્વી પરના તમામ માનવો કોઇ એક વિશિષ્ટ ધર્મનું પસંદગી પામેલું સર્જન પણ નથી.

રાજકીય ક્રાંતિ ઘણીવાર "સામૂહિક," "રાષ્ટ્ર" અથવા "વર્ગ" ખાતર વ્યક્તિગત સ્વતંત્રતાનું બલિદાન આપે છે. એમ. એન.રોયે દલીલ કરી હતી કે સાચી ક્રાંતિ વ્યક્તિની પોતાની સર્જનાત્મક ક્ષમતા, કારણ અને નૈતિક સ્વાયત્તતા સાકાર કરવાથી શરૂ થવી જોઈએ.તે સમજથી આવે છે અને વ્યકતિગત કેળવવી પડે છે.

   હિંદુ મેન– હિંદુનું તમામ જીવન જન્મથી માંડીને મૃત્યુ સુધી એક પુર્વનિર્ણત સંસારચક્રનો અનિવાર્ય ભાગ છે. તેમાંથી તે બહાર નીકળી શકતો નથી તેમજ પોતાના વંશવારસોને તે અપરિવર્તનશીલ વ્યવસ્થા હોંશે હોંશે વારસામાં ભેટ તરીકે આપીને જાય છે.

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––





--

વૈશ્વીક કક્ષાએ હિંદુ ધર્મીઓની સંખ્યા ૧ અબજને ૨૦ કરોડ છે. તેટલી જ સંખ્યા વૈશ્વિક કક્ષાએ નિરીશ્વરવાદીઓની છે.  

         વિશ્વની કુલ વસ્તી આશરે આઠ અબજ છે. તેમાંથી ૮૫ ટકા વસ્તી ધાર્મીક છે.  

પ્રથમ નંબરે ઇસાઇ ધર્મ ૨ અબજ ૪૦ કરોડ, ઇસ્લામ ૨ અબજ ૧૦કરોડ, નિરઇશ્વરવાદીઓ ૧અબજ ૧૦ કરોડ,હિંદુધર્મ ૧અબજને ૧૦ કરોડ.અન્ય ધર્મો જેવા કેેેે બૌધ્ધ, જૈન વિ ની ઉપરના ચાર ધર્મની વ્યક્તિગત વસ્તી કરતાં ઘણી ઓછી છે.

(૧)ઇસાઇધર્મ–સ્થાપના વર્ષઆજથી ૨૦૨૬ વર્ષ પહેલાં.

 ઈસાઈ ધર્મની વસ્તી યુરોપ અને યુએસએમાં ઘટતી જાય છે.બે ખંડોમાં નિરીશ્વરવાદી કે કોઈપણ ધર્મમાં નહી માનનારા ની સંખ્યા સતત વધતી જાય છે. યુએસએમાં છેલ્લા ૨૫ વર્ષોમાં ૩ કરોડ નાગરીકોએ ઇસાઇ ધર્મ છોડી દીધો. ગયા વર્ષે તે દેશમાં ૧૫૦૦૦ ચર્ચ આર્થીક નિભાવ ન કરી શકવાને કારણે કાયમ માટે બંધ કરી દેવામાં આવ્યા હતા. અમેરિકાના કેથોલિક ચર્ચ ના સંચાલકોએ દક્ષિણ અમેરિકા ના મેક્સીકો, પેરુ, વિ. દેશોમાં તથા આફ્રિકા નાઇજીરીયા જેવા અનેક દેશોમાં પોતાની ધર્માંતર ની પ્રવૃતિઓ મોટે પાયે શરૂ કરી દીધી છે.

એશિયા,મધ્યપૂર્વ અને આફ્રિકા જેવા દેશોમાંથી યુવા વસ્તીનું સ્થળાંતર યુરોપ, યુએસએ, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ જેવા દેશોમાં થાય છે. જ્યારે ખાસ કરીને અમેરીકા જેવા સંપન્ન દેશ માંથી ઈસાઈ ધર્મનું સ્થળાંતર પૂર્વના દેશો તરફ થાય છે.

ઇસાઇ ધર્મીઓની સંખ્યા યુએસએમાં ૨૩ કરોડ છે જ્યારે તે ધર્મના પ્રચારકો તરફથી દક્ષિણ અમેેરીકાના બ્રાઝીલમાં ૧૭ કરોડ, મેક્સીકોમાં ૧૦–૫ કરોડ, આફ્રીકાના નાઇજીરીયામાં ૮ કરોડ ઇસાઇઓની વસ્તી ઉભી કરવામાં આવી છે.નોંધનીય છે કે, ખ્રિસ્તી ધર્મનું વસ્તી વિષયક કેન્દ્ર પાછલી સદીમાં પશ્ચિમી દેશોની વૈશ્વિક દક્ષિણ તરફ, ખાસ કરીને સબ-સહારા આફ્રિકા અને લેટિન અમેરિકા તરફ નાટકીય રીતે સ્થળાંતરિત થયું છે.

(૨) ઇસ્લામ ધર્મ–  સ્થાપના વર્ષ ઇ.સ ૬૧૦.

વૈશ્વિક કક્ષાએ વસ્તી વધારા ની દ્રષ્ટિએ સૌથી ઝડપથી વિકસતો ધર્મ છે. સને ૨૦૨૬માં તે ધર્મની વસ્તી બે અબજને ૧૦ કરોડની છે..સને ૨૦૫૦માં આ ધર્મની વસ્તી ઇસાઇ ધર્મ જેટલી બે અબજ ને ૪૦ કરોડ જેટલી થઇ જશે.તેમાં સુન્ની પંથની વસ્તી એક અબજને ૬૦ કરોડ છે. જેમાં ઇન્ડોનેશીયા ૨૪ કરોડ,પાકિસ્તાન ૨૩ કરોડ, ભારત ૨૦ કરોડ, અને બંગલા દેશ ૧૫ કરોડની વસ્તી છે. જ્યારે શિયાપંથની વસ્તી આશરે ૨૫ કરોડ છે. શિયા પંથ ના દેશો ઇરાન, ઇરાક,અઝરબૈજાન અને બહેરીન છે.


૩. ધાર્મિક રીતે બિનસંબંધિત - ધર્મનિરપેક્ષ, અજ્ઞેયવાદી અને નાસ્તિક– ઈસાઈ ધર્મની સ્થાપના પહેલા ઘણી સદીઓ પહેલા નું અસ્તિત્વ ધરાવે છે.

અંદાજિત અનુયાયીઓ: ~એક અબજ વીસ કરોડ.–વૈશ્વિક વસ્તીની ટકાવારી:  ૧૬.૦%.

વૈશ્વિક સ્તરે ત્રીજા ક્રમનો સૌથી મોટો "સમૂહ" એવા લોકોનો સમાવેશ કરે છે જે કોઈપણ ઔપચારિક ધર્મ સાથે ઓળખાતા નથી. આ શ્રેણી - જેને ઘણીવાર સમાજશાસ્ત્રીય અભ્યાસોમાં "NONES નોન્સ" તરીકે ઓળખવામાં આવે છે - ખૂબ જ વૈવિધ્યસભર છે અને તેમાં શામેલ છે:

નાસ્તિક: એવા લોકો જે ઈશ્વરના અસ્તિત્વ માં માનતા નથી.

અજ્ઞેયવાદી( Agnostic): એવા લોકો જે ભગવાનનું અસ્તિત્વ અથવા અંતિમ વાસ્તવિકતાથી અજાણ છે.


ધર્મનિરપેક્ષ / માનવતાવાદી: એવા વ્યક્તિ જે ધાર્મિક પાલન વિના જીવે છે, આધ્યાત્મિક સિદ્ધાંત કરતાં માનવ તર્ક અને નીતિશાસ્ત્ર ને પ્રાથમિકતા આપે છે.

વિશ્વની ૬૦%  જેટલીનિરઇશ્વરવાદી વસ્તી ચીનમાં છે.પછી, જાપાન, પશ્ચિમ યુરોપ (દા.ત., યુકે, ફ્રાન્સના, સ્કેન્ડિનેવિયન) અને ઉત્તર અમેરિકામાં પણ નોંધપાત્ર વસ્તી જોવા મળે છે, ત્યારે યુવા પેઢીમાં ધર્મનિરપેક્ષતા સતત વધી રહી છે.



૪. હિન્દુ ધર્મ - સૌથી જૂનો જીવંત મુખ્ય ધર્મ– ઈસાઈ ધર્મના જન્મ પહેલાં આશરે ૧૫૦૦ વર્ષ પહેલાં–

અંદાજિત અનુયાયીઓ: એક અબજને ૨૦ કરોડ. વૈશ્વિક વસ્તીની ટકાવારી: ~૧૫.૦%

મૂળ: લગભગ ૧૫૦૦–૫૦૦ બીસી (સિંધુ ખીણ / ભારતીય ઉપખંડ)

હિન્દુ ધર્મ એ વિશ્વનો ત્રીજો સૌથી મોટો ધર્મ છે અને તેને વ્યાપકપણે સૌથી જૂની જીવંત મુખ્ય ધાર્મિક પરંપરા માનવામાં આવે છે. બંને અબ્રાહમિક ધર્મોથી વિપરીત, હિન્દુ ધર્મનો કોઈ એક સ્થાપક, એક જ પવિત્ર ગ્રંથ અથવા કેન્દ્રીય સત્તા નથી. તેના બદલે, તે દાર્શનિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓના સમૃદ્ધ પરિવારનું પ્રતિનિધિત્વ કરે છે જેમ કે: ધર્મ: ફરજ, નીતિશાસ્ત્ર અને વ્યવસ્થા.–કર્મ: ક્રિયાઓ અને પરિણામોનું સંચાલન કરતા કારણ અને અસર નો કાયદો.–સંસાર: પુનર્જન્મ અને પુનર્જન્મનું ચક્ર.–મોક્ષ: પુનર્જન્મના ચક્ર માંથી મુક્તિ.

હિન્દુ ધર્મ તેની તીવ્ર ભૌગોલિક રહેઠાણ માટે મુખ્ય વૈશ્વિક ધર્મોમાં અનન્ય છે: 95% થી વધુ

હિન્દુઓ એક જ રાષ્ટ્રમાં રહે છે: ભારત. નેપાળ એકમાત્ર એવો દેશ છે જ્યાં હિન્દુ બહુમતી વસ્તી છે, બાંગ્લાદેશ, મોરેશિયસ, ફીજી, ગુયાના, મધ્ય પૂર્વ, ઉત્તર અમેરિકા અને યુરોપમાં મોટી સંખ્યામાં ડાયસ્પોરા વસ્તી સાથે.

અન્ય ધર્મોમાં બૌદ્ધ, જૈન, શીખ, યહુદી,બહાઇ વિ નાના નાના ધર્મની ચર્ચા કરી નથી.


2026 માં વૈશ્વિક ધર્મના આકાર આપતા મુખ્ય વસ્તી વિષયક વલણો:


ધર્મ અને માન્યતા

1. ઇસ્લામનો ઝડપી વિકાસ

વિકાસશીલ દેશોમાં યુવા વસ્તી અને ઉચ્ચ પ્રજનન દર દ્વારા સંચાલિત, ઇસ્લામ અન્ય કોઈપણ મુખ્ય વૈશ્વિક ધર્મ કરતાં ઝડપથી વિસ્તરી રહ્યો છે. વસ્તી વિષયક મોડેલો સૂચવે છે કે 2050 સુધીમાં, વૈશ્વિક મુસ્લિમ વસ્તી રેકોર્ડ ઇતિહાસમાં પ્રથમ વખત ખ્રિસ્તી વસ્તી લગભગ બરાબર થઈ જશે.

2. વૈશ્વિક દક્ષિણ તરફ નું પરિવર્તન

ખ્રિસ્તી ધર્મનું ગુરુત્વાકર્ષણ કેન્દ્ર પશ્ચિમ યુરોપ અને ઉત્તર અમેરિકાથી કાયમ માટે દૂર સ્થળાંતરિત થઈ ગયું છે. આજે, સબ-સહારા આફ્રિકા, લેટિન અમેરિકા અને એશિયાના ભાગો મોટાભાગે સક્રિય ચર્ચ જોડાણ અને વૃદ્ધિ માટે જવાબદાર છે. તેનાથી વિપરીત, ઘણા પશ્ચિમી રાષ્ટ્રો ચર્ચમાં હાજરીમાં ઘટાડો અને ધર્મનિરપેક્ષતા કે બિનસાંપ્રદાયિકતા માં વધારો અનુભવી રહ્યા છે.

3. વિકસિત અર્થતંત્ર માં "નોન્સ" ની વૃદ્ધિ

ઉત્તર અમેરિકા અને યુરોપમાં, ધાર્મિક રીતે અસંબંધિત તરીકે ઓળખાતા યુવાનોની ટકાવારી સતત વધી રહી છે. જો કે, વૈશ્વિક સ્તરે, વિશ્વની વસ્તી કુલ હિસ્સા તરીકે અસંબંધિત ટકાવારી થોડી ઘટવાનો અંદાજ છે, મુખ્યત્વે કારણ કે બિનસાંપ્રદાયિક રાષ્ટ્રો (જેમ કે પૂર્વ એશિયા અને યુરોપિયન દેશો) અત્યંત ધાર્મિક પ્રદેશો કરતાં ઓછો જન્મ દર ધરાવે છે.

સારાંશ

2026 માં, કુલ અનુયાયીઓ (~2.4 અબજ) દ્વારા ખ્રિસ્તી ધર્મ વિશ્વનો સૌથી લોકપ્રિય ધર્મ રહ્યો છે, ત્યારબાદ ઇસ્લામ (~1.91–2.1 અબજ) આવે છે. એક સાથે,બંને અબ્રાહમિક ધર્મો વિશ્વની વસ્તી નો અડધાથી વધુ હિસ્સો ધરાવે છે. જે સદીઓથી તેના દેશો એક બીજા સાથે લડતા જ રહ્યા છે.ધર્મનિરપેક્ષતા (~૧.૨ અબજ), હિન્દુ ધર્મ (~૧.૨ અબજ) અને બૌદ્ધ ધર્મ (~૫૦૦ મિલિયન) સાથે જોડાયેલા, આ મુખ્ય વિશ્વ દૃષ્ટિકોણ પૃથ્વીની ૮૫% થી વધુ વસ્તીની માન્યતાઓ અને ઓળખને સમાવે છે. ૨૧મી સદી દરમિયાન વૈશ્વિક વસ્તી વિષયક વિકાસ થતાં, વિશ્વ ધર્મો નું વિતરણ અનુકૂલન કરવાનું ચાલુ રાખશે - જે વિશ્વભરમાં જન્મ દર, સ્થળાંતર, શહેરીકરણ અને સાંસ્કૃતિક પરિવર્તન માં પ્રતિબિંબિત કરે.

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––










--
Uploaded Image

Monday, July 13, 2026

_"Philosophical revolution is pre-conditioning to social reformation"_ _— M. N. Roy_




_"Philosophical revolution is pre-conditioning to social reformation"_  

_— M. N. Roy_


બીપીનભાઈ શ્રોફ સાહેબે તેમના વ્યાખ્યાનની પૂર્ણાહુતિ એમ. એન. રોયના ઉપરોક્ત વિધાન દ્વારા કરી હતી. તેમણે વ્યક્તિ સ્વાતંત્ર્ય ના સંદર્ભમાં એમ. એન. રોયના વિચારો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી. 


ત્યારબાદ મેં AI ને વિનંતી ( prompt ) કરી કે ઉપરોક્ત તમામ મુદ્દાઓને એક સુંદર કવિતામાં વણી લે. મેં એમ કહ્યું કે "માની લો કે તમે એમ. એન. રોય છો, તો આ તમામ મુદ્દાઓને તમે કવિતાના સ્વરૂપે કેવી રીતે રજૂ કરશો?" 


ત્યારે AI દ્વારા નીચે મુજબની કવિતા રચવામાં આવી:


*"पहले मन का विद्रोह"*


*सुनो, ओ साथी!*  

एम. एन. रॉय के स्वर में एक कविता — 


*"पहले मन का विद्रोह"*


कानून बदल दो, तख़्त पलट दो,  

पर मन वही पुराना रहा,  

तो राजा जाएगा, दूसरा आएगा,  

ज़ंजीर का नाम बस नया होगा।


पहले सोच की ज़ंजीर तोड़ो,  

पहले बुद्धि का दिया जलाओ।  

जब तक इंसान गुलाम है मन से,  

आजादी कागज़ पर ही रह जाएगी।


*दर्शन का क्रांति* — यही नींव है,  

समाज-सुधार की पहली सीढ़ी है।  

ईश्वर के नाम पर डर बेचते हैं,  

जाति के नाम पर फाँस बाँटते हैं,  

रूढ़ि की राख में स्वप्न जलाते हैं —  

इन सबको तर्क की आँधी चाहिए।


जब इंसान खुद को इंसान मानेगा,  

न पुजारी, न सत्ता तय करेगी भाग्य,  

जब विज्ञान आँख बनेगा, और विवेक पाँव,  

तभी घर की दीवारें सच में हिलेंगी।


मार्क्स ने कहा — पहले अर्थ बदलो,  

गांधी ने कहा — पहले आत्मा बदलो,  

रॉय ने कहा — *पहले विचार बदलो,*  

क्योंकि बिना विचार के बदला समाज,  

रेत पर बना महल है।


तो उठो, सवाल करो,  

शास्त्र से नहीं, स्व-विवेक से जियो।  

पहले अपने भीतर क्रांति लाओ,  

फिर बाहर दुनिया अपने आप बदल जाएगी।


*_क्योंकि समाज नहीं बदलता कानून से,  

समाज बदलता है सोच से।_*  

*और सोच बदलती है — दर्शन की क्रांति से।

 ––––––––––––––––––––––––––––––––

Philosophical Revolution is the precondition for any revolution, 

social, political, economical. etc.. M.N. Roy.

 By Prof Mihir Dave- Assist Prof English- Palanpur Commerce College.



--

Friday, June 12, 2026

Fwd: Suggestion on Southern India's four states.



---------- Forwarded message ---------
From: Bipin Shroff <shroffbipin@gmail.com>
Date: Fri, Jun 12, 2026 at 2:23 AM
Subject: Suggestion on Southern India's four states.
To: Sam Pitroda <Sam@sampitroda.com>




Satubhai and friends, – “ ENLIGHTENMENT NOW “

Yesterday, our study group had a study-filled discussion for the empowerment of the people of four states of South India.

My personal opinion is that in all these four states, public life is not disturbed by emotional issues like Hindu-Muslim conflict and other temples-mosques. Apart from this, since there have been people-centric governments for years, elected governments have been working focusing on education, health and public development. Even communist or leftist governments have given priority to the material happiness of the people by accepting the possibility of individual and social change through ballot and democratic means as a means.

Before we prepare any agenda in such states as a group, let us know and understand the actual situation of each state based on the “human development criteria”. Based on this, the challenges that have been faced on the basis of the “Human Development Index” at the global level in the last 80 years after the Second World War and the use of rational reasoning as a method of finding truth, and the use of scientific knowledge, methods and evidence to achieve anthropocentric well-being and prosperity instead of religion-centered or God-centered, and the collaborative human march in that direction, setting aside national boundaries, is very commendable.

Therefore, my conclusion is that we as a group should realistically assess the “Human Development Index” of all the four southern states and, taking the areas where human empowerment has taken place based on the “Human Development Index” of those eight decades at the world level, as the polar star, suggest a realistic model of development.

In this context, Prof Jason Crawford has prepared a study note of about 8 to 10 pages of American humanist psychologist Dr Steven Pinker's book "ENLIGHTENMENT NOW". Taking it as a basis, let us prepare our ground and real project. The link to the PDA is attached herewith.

This matter and Prof Jason Crawford "s Summary are requested to be sent to the members of the Study Circle.

With best wishes

Bipin Shroff. 12–06–26.


--


--

Monday, June 1, 2026

ભૂતકાળ ને ભજતા ગુલામો ક્યારેય ભવિષ્યના માલિક ન બની શકે!


ભૂતકાળ ને ભજતા ગુલામો ક્યારેય ભવિષ્યના માલિક ન બની શકે!

 કેમ? શા માટે? કેવી રીતે?

 આજે આપણે જેને વિશ્વના કોઈપણ ખૂણે મનુષ્ય તરીકે ઓળખીએ છીએ, તેનો જૈવિક ઉત્ક્રાંતિ નો ઇતિહાસ પ્રમાણે “ હોમો સેપિય્નસ” નામની જાતિ તરીકે વિકાસ ફક્ત ત્રણ લાખ વર્ષ જુનો છે. તેમાં ૨,૯૦,૦૦૦ વર્ષો શિકારી જીવનમાં જ પસાર થઇ ગયા છે. પૃથ્વી પર માનવ ઇતિહાસ કૃષિ સંસ્કૃતિ સાથે ફક્ત ૧૦,૦૦૦ વર્ષ જુનો છે.

 બીજુ, જૈવિક ઉત્ક્રાંતિ કારણે ડીએનએ ( આનુવંશિક લક્ષણો દર્શાવતું જૈવિક રાસાયણિક તત્વો)ની શોધે સાબિત કરી દીધું છે કે  પૃથ્વી પરના તમામ માનવી જૈવીક રીતે એક જ છે. એટલું જ નહી પણ આપણા ડીએનએ અને ચિમ્પાનઝી ડીએનએમાં ૯૮ ટકા સંપૂર્ણ એકરુપતા છે. ઉંદરના ડીએનએ સાથે એકરુપતા ૮૫ ટકા છે, સૌથી સસ્તા અને મબલખ મળતા પૌષ્ટિક ફળ કેળાના ડીએનએ સાથે ૫૦ ટકા જેટલી ડીએનએમાં સામ્યતા છે.

ડી એન એ ની શોધ ના વૈજ્ઞાનીક તારણો.

વિશ્વના તમામ માનવ સમાન છે. એક છે.અને તે તમામ ઇશ્વર સર્જીત નથી.દરેક સજીવ જીવોની માફક માનવી પણ જૈવિક ઉત્ક્રાંતિ નું પરિણામ છે. કૃષિ સંસ્કૃતિના દસહજાર વર્ષોમાં આજથી આશરે ૪૦૦૦ હજાર પહેલાં વેદવ્યાસે ચાર વેદોનું સર્જન કર્યુ. બાયબલની રચના આજથી ૨૦૨૬ વર્ષ જુની છે. અને ઇસ્લામના સ્થાપક મહંમદ સાહેબના અવસાન પછી બસો વર્ષ બાદ પ્રથમ કુરાનની પ્રત બહાર પડી. 

હવે આપણે ફક્ત આપણા દેશના જ પૌરાણિક ભુતકાળ ની વાત કરીએ! 

(૧) ચારેય વેદ અનુક્રમે રુગવેદ, સામવેદ,યર્જુવેદ અને અથર્વવેદનો પિરામિડ એ સત્ય પર ઉભો છે કે તમામ માનવીય સમસ્યાઓ ઊંચે આકાશમાં બેઠા ઇશ્વરી સીઇઓ (Universal -CEO) કે રોગ પ્રમાણે પૃથ્વી પરના એજન્ટો ( પરોપજીવીઓ) જે બુમો બુમો પાડીને બેસૂરા રાગડા તાણી તાણી ને જે મંત્ર  બોલે છે અને કપાળમાં રંગબેરંગી ટીલાં ટપકાં કરે છે તેનાથી ઉકેલી શકાય તેમ છે.

(૨)  ફક્ત દરેક જન્મે હિંદુ( ?)  ભગવદ ગીતામાં જણાવ્યા પ્રમાણે ‘  કર્મના સિદ્ધાંત પ્રમાણે “ પુર્વજન્મ, વર્તમાન જન્મ અને પુનર્જન્મ વિષચક્રમાંથી ફક્ત ‘ કૃષ્ણ કૃપા‘ કે સ્વાર્થ હોય તો તેમાંથી બહાર નીકળી શકે! જન્મ સાથે જ દરેક હિંદુ તેનું ભાગ્ય નક્કી કરીને ( ગયા જન્મના કર્મ નો હિસાબ પ્રમાણે) જન્મે છે.

(૩) દરેક હિંદુનું ભાગ્ય પુર્વનિર્ણિત હોવાથીઆશરે છેલ્લા પાંચ હજાર વર્ષથી હિંદુ સમાજમાં જેને સમુળી ક્રાંતિ કહીએ તેવો કોઇ ફેરફાર થતો નથી. બુદ્ધ,ચાર્વક, જ્યોતિબા ફુલે, વિ. ના કુદરતી નિયમબધ્ધતા ના કારણો સમજીને માનવીય દુ:ખો દુર કરી શકાય તેવી જ્ઞાન–વિજ્ઞાન આધારિત પ્રવૃત્તિઓ સમજપૂર્વક કસુવાડ કરી નાખવામાં આવી છે. અને હજુ ચાલુ છે.

(૪) સનાતનવાદીઓ, બ્રાહ્મણવાદીઓ, અને મનુસ્મૃતિવાદીઓની આધુનીક કોર્પરેટ કાર્ટેલ જેવી સદીઓની જુગલબંધીએ હિંદુ સમાજને અન્ય ધાર્મિક સમાજ ની માફક બૌધ્ધીક રીતે બંધીયાર બનાવી દીધો છે. હિંદુ માનસિકતાએ સદીઓથી ચાલી આવતી તેના સમાજ જીવનની તમામ સંસ્થાના એકહથ્થુ સત્તાવાદ કે અધિનાયકવાદ( Authoritarianism)ને બળવત્તર બનાવવાનું કામ કર્યું છે. હિંદુ ધર્મના તમામ ફિરકાઓ નું, (નામી–અનામી) સ્થાપિત હિત “ ભવ્ય ભુતકાળ” ની આરતી ઉતારવા સિવાય નું બીજું કશું નથી.

(૫) સદીઓથી દેશને માનસીક અને પછી તમામ ક્ષેત્રોમાં ગુલામ બનાવાનુ કામ સદર ધાર્મિક વૈચારિક માનસિકતાએ કરેલું છે.આ આપણો મૃત કે  મરી ચુકેલો ભૂતકાળ છે. આપણા સ્વજન આપણને ગમે તેટલા અનિવાર્ય અને પ્રેમાળ હોય પણ તેના મૃતશરીરને સંઘરી રાખીએ તો શું થાય? કહેવાતા ભવ્ય ભુતકાળના ઢગલામાંથી શોધી કાઢો કે આ દેખાતા ઘઉના ઢગલામાં કેટલા ઘઉ છે કેટલા ફોતરાં છે?

(૬) ૨૧મી સદીના ત્રીજા દસકાના મધ્યભાગમાં ચલો થોડું ચિંતન કરીએ.  વ્યક્તિ માટે કુટુંબ કે  કુટુંબ માટે વ્યક્તિ? તમામ સંસ્થાઓ વ્યક્તિ હિત કેન્દ્રી કે સત્તાના કેન્દ્રીકરણ માટે? ડીએનએ ના સંશોધીત તારણોની સામે હિંદુ વર્ણવ્યવસ્થા, તેના આધારિત સામાજિક ભેદભાવ, પૌરાણિક વારસાના ઢગલાના ફોતરાં છે કે ઘઉં? શું રાખશો અને શું ફેંકી દેશો? ક્યારે?

(૭) કૃષિ સમાજવ્યવસ્થાને ટકાવી રાખવા પેદાકરવામાં આવેલા સમાજ, નૈતિકતા,ધર્મોના ધંધા અને વ્યવહારમાંથી આપણી આજની અને ભવિષ્યની પેઢી કેવી બનાવીશું? આધુનિક સમાજ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા અને સતત વિકસાવવા  માનવ કેન્દ્રી અને તેનું સશક્તિકરણ કરતી અમાપ અને અનેક સંસ્થાઓમાં સતત નવસર્જન કરતી રહી છે. દેશી ગુરુકુળ માનસિકતા પેલી “વર્ક ફ્રોમ હોમ”ની નવી અર્થવ્યવસ્થા સામે ક્યાં ઉભી છે?

(૮) ભૂતકાળના કેદીઓ ક્યારેય ભવિષ્યના માલિક ન હોઈ શકે. ઉઠો! જાગો! પુનરુત્થાનની લકવાગ્રસ્ત ભાવનાને ફેંકી દો, જેથી તમે ભારતને મુક્ત, સમૃદ્ધ અને પ્રગતિશીલ લોકોની ભૂમિ માં પરિવર્તિત કરવા માટે નિર્ધારિત ચળવળના નેતા તરીકે દેખાઈ શકો.... એમ.એન. રોય 



--

--

Saturday, May 30, 2026

હૈ , દેશવાસીઓ!

હૈ ! દેશવાસીઓ, 

 હજારો વર્ષોથી ભુતકાળની ધાર્મિક દંતકથાને ભજવા– પુજવા બદલે જ્ઞાન આધારિત મૂલ્યાંકન કરવાનું શીખીએ.

એક સમાચાર.

“ ભારત– શ્રી લંકા વચ્ચે હિન્દ મહાસાગરમાં ૫૭ હજાર વર્ષ પહેલાં પણ રામસેતુ હતો.” ગુજ–સમાચાર દૈનિક–પાનું ૧ ( આજની તારીખ– ૨૯ મે ૨૦૨૬. સંશોધક– બનારસ હિંદુ(?) યુની અને કોલંબો યુની– સંયુક્ત સંશોધન.

બિન વૈજ્ઞાનિક તથ્યો– રજુ કરેલ સમાચારોને આધારે. 

(૧) ગપ્પુ નં એક– “હવે ડીએનએના આધારે માનવ અસ્તિત્વના જે પુરાવા એકઠા થયા છે એમાં પણ રામસેતુના અસ્તિત્વ નો સ્વીકાર થયો છે.

 જવાબ–” વર્તમાન આફ્રિકા ખંડના મધ્યમાં આવેલા “સવાના” જંગલ મા  “હોમો સેપીયન્સ” તરીકે ઓળખાતી માનવ ઉત્ક્રાંતિ માનવ– જાતી ફક્ત ત્રણ લાખ વર્ષ જૂની જૈવિક રીતે ઉત્ક્રાંત થયેલી હતી. એટલે કે ત્રણ લાખ વર્ષોના ભૂતકાળ થી શરુ કરીને આજ દિન સુધી એટલે કે સને ૨૦૨૬ સુધી સમગ્ર માનવજાતનો  ૯૬ થી ૯૭ ટકા સમય ફક્ત અને ફક્ત ખોરાક માટે શિકાર કરવામાં અને જંગલની વનસ્પતિની પેદાશો ભેગી કરીને ભૌતિક જીવન ટકાવી રાખવામાં ભટકતા પસાર થયો છે.( For the vast majority of our existence, hunting and gathering was the only way humans lived.If we look specifically at Homo sapiens (anatomically modern humans), our species live exclusively as hunter-gatherers for roughly 290,000 years before the very first agricultural societies began to emerge.)

 સમગ્ર વિશ્વમાં જુદા જુદા સ્થળે કૃષિ ક્રાંતિ ની શરુઆત ફક્ત ૧૦,૦૦૦ વર્ષ જુની છે. ૫૭૦૦૦ વર્ષ પહેલા જે કોઇ સ્થળે ભટકતી–રખડતી માનવ ટોળીઓ કે સમૂહોને “ રામસેતુ” બાંધવાની જરુર જ શા માટે હોય! 

(૨) બીજુ  ગપ્પુ– ભારતમાથી  શ્રી લંકા જવા ‘રામસેતુ”નો ઉપયોગ  ૫૭૦૦૦ વર્ષ પહેલાં કર્યો હતો.  સમાચારની છેલ્લી લીટી– આજથી રામનો સમયગાળો સાડા સાત હજાર થી દસ હજાર વર્ષો પૂર્વે નો હોય એવું કહેવામાં આવે છે.  રામે રામ સેતુ પોતાના વાનર લશ્કરની મદદથી બાંધ્યો હતો કે પછી ૫૭૦૦૦ વર્ષો જુના પેલા  હિન્દ મહાસાગરના ઢાંચાને આપણે રામસેતુ નો ઉપયોગ કર્યો હતો?

(૩) ત્રીજુ ગપ્પુ–  દક્ષિણભારતના લોકો અને શ્રી લંકાના ડીએનએમાં ઘણું સામ્ય શોધી કાઢયું છે.

જવાબ– સમગ્ર માનવજાતની એકતા–ડીએનએ સિક્વન્સિંગ દ્વારા પ્રગટ થયેલ સૌથી ગહન જૈવિક સત્યોમાંનું એક એ છે કે બધા માનવીઓ 99.9% આનુવંશિક રીતે સમાન છે. * જાતિનો ભ્રમ: આનુવંશિક વિજ્ઞાને સાબિત કર્યું છે કે "જાતિ" ની પરંપરાગત વિભાવનાઓનો કોઈ કડક જૈવિક આધાર નથી. કૃષ્ણે ગીતામાં કહ્યું છે કે “ ચાર વર્ણ નું સર્જન મેં કરેલું છે.”


What scientific truths are derived from Human DNA? The Unity of All Mankind –One of the most profound biological truths revealed by DNA sequencing is that all humans are 99.9% genetically identical. * The Illusion of Race: Genetic science has proven that traditional concepts of "race" have no strict biological basis. 

 હવે મુખ્ય પ્રશ્ન– આવી પુરાતન ધાર્મિક દંતકથાનો અત્યારે કયા  કયા હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવે છે? આવા પ્રછન્ન ઐતિહાસિક તથ્યો ના ગુણગાન ગાવાથી કોને ફાયદો? કોને મદહોશ દશામાં રાખીને બિહામણી વાસ્તવિકતાઓ જેવી કે  બેકારી, ભાવ વધારો, નીટ અને સીબીએસી ની પરીક્ષા ના વિધ્યાર્થીઓની પેપર લીક થી બેહાલી, આર્થીક ક્ષેત્રે સરિયામ નિષ્ફળતા વિ.થી બીજે ધ્યાન ભટકાવું છે? ક્યાં સુધી છેતર્યા કરશો?

 બધા નાગરિકોને બધા સમય સુધી મૂર્ખ બનાવી શકતા નથી.( વૈજ્ઞાનિક તારણો શોધવા AI નો ઉપયોગ કર્યો છે.)



--