Tuesday, August 30, 2022

આદરણીય એન. વી. રમણા સાહેબ,

 

આદરણીય એન. વી. રમણા સાહેબ,(હવે નીવૃત ચીફ જસ્ટીસ ઓફ ઇંડીયા), આપના તરફથી મળેલ બંધારણીય વારસાને યથાસ્થીતીમાં ચાલુ રાખવો અને આગળ લઇ જવો તે ખુબજ મુશ્કેલ કામ છે. " નેવા નાં પાણીને મોભે ચઢાવવા" જેટલું કપરૂ કામ છે. કેમ?

આપ સાહેબે, સુપ્રીમ કોર્ટ બાર એસોસીયેશન આયોજીત આપના વીદાય સમારંભમાં જણાવેલ કે ' જે દીવસે હું સર્વોચ્ચ અદાલતમાં ન્યાયમુર્તી બન્યો, તે દીવસથી મારા અને મારા તમામ કુટુંબીજનો ઉપર ' બીગ બ્રધર' ની વોચ શરૂ થઇ ગઇ હતી. જે  હું મુખ્ય ન્યાયધીશ બન્યો ત્યાં સુધી ચાલુ રહી હતી. મારા કુટુંબે અને મેં પોતે એક મુક પ્રેક્ષક તરીકે તે સહન કર્યું હતું. પણ આખરે સત્યનો વીજય થાય છે.'

(OUTGOING CHIEF Justice of India N V Ramana said on Friday that he "was subjected to conspiratorial scrutinies" from the day he joined the bench till he reached "the highest possible position in the judiciary". "My family and I suffered in silence. But ultimately, the truth will always prevail," he said.)

 સાહેબ! આ 'બીગ બ્રધર વોચ' કરે છે જો તેટલું જ ખબર પડે તો પેલા બંધારણીય મુલ્યો આધારીત બનેલી ' ન્યાયની દેવી' ની શું હાલત થતી હશે? તેની આંખે તો કાળી પટ્ટી બાંધેલી છે. શું તેની અંદરની વ્યથાના આંસુઓ કોઇને દેખાતા હશે?

   દેશની સંસદ અને તેના સંચાલકોને તો છેલ્લા ઘણા સમયથી તેમાં પોતાની ભાગીદારી હોવાને કારણે ન્યાયીક વ્યથાની લાગણી જ બહેર મારી ગઇ છે. અરે! કહી દો ને કે તે બુઠ્ઠી બનાવીને તો દેશમાં સત્તાધીશો સત્તા ચલાવે રાખે છે.

 

     આશરે ૧૬ માસનો સમયગાળો, સર્વોચ્ચ અદાલતના વડા ન્યાયધીશ તરીકેનો આપના અને દેશના ન્યાયતંત્રના માટે ખુબજ ટુંકો સાબીત થયો છે. આપ સાહેબ તો જાણે પેલી ક્રીકેટની 20 x 20 મેચ રમીને દેશના ન્યાયતંત્રના ઇતીહાસમાં ઘણા રેકોર્ડ બનાવીને ભાવભીની વીદાય લઇને  બસ જતા જ રહ્યા છો. આપના બંધારણીય મુલ્યો આધારીત નીરીક્ષણોમાં અને ચુકાદાઓમાં પણ દેશના નાગરીકોની ન્યાયીક અપેક્ષાઓના ધબકાર સંભળાતા હતા.

      તેનો પુરાવો તો આપના વીદાય સમારંભમાં સર્વોચ્ચ અદાલતના એક સીનીયર એડવોકેટ શ્રી દુષ્યંત દવેના નીખાલસ તારણોમાં દેશને મલ્યા.સદર એડવોકટે જે દિવસે આપશ્રીએ વડા ન્યાયાધીશ તરીકે સોંગદ લીધા ત્યારે એવી ભવીષ્યવાણી ભાખી હતી કે બસ! હવે દેશના ન્યાયતંત્રનું ધનોતપનોત નીકળી જશે!

  તે દીવસે he had written an article in The Indian Express that "everything was lost". આજે વિદાય સમારંભના દીવસે  આપના માટે પોતાના વીચારો રજુ કરતાં એડવોકેટ શ્રી દવે સાહેબને ગળે ડુમો ભરાઇ ગયો. આંખમાં આંસુ આવી ગયા. ફક્ત એટલું બોલી શક્યા કે ' માનનીય રમણા સાહેબ, આપતો લોકોના ન્યાયાધીશ હતા. તમે જે વાતાવરણ,સંસ્કૃતી, સત્તા સાબીત કરીને ન્યાયતંત્રનું ગૌરવ વધાર્યું છે, તે સમય જતાં ચોક્કસ વધુ મજબુત થશે.' "Your Lordship exceeded our expectations".

    આપની વીદાયના એક દીવસ પહેલાં ૨૫મી ઓગસ્ટને ગુરૂવાર ને દિવસે સમગ્ર દેશ અને ન્યાયતંત્રના ઇતીહાસમાં જેને ' પથદર્શક  ચુકાદા' માટેની મેટર  કહેવાય તેવા ત્રણ કેસ હતા. એક બીલક્સ બાનુ, બે પેગાસસ સ્પાયવેર ને ત્રણ એનફોર્સમેંટ ડાયરેક્ટરની સત્તા અંગે નો કેસ.

(૧) આપની બેંચે ગુજરાત સરકારને નોટીસ આપીને જવાબ આપવા જણાવ્યું છે કે બીલક્સ બાનુના કેસમાં પેલા ૧૧ખુન અને બળાત્કારમાં સંડોવાયેલા જે આજીવન જેલની સજા ભોગવતા હતા તેને મુક્ત કરવાના નીર્ણયને કેમ રદ બાતલ ન કરવો?

(૨) નાણાંકીય હેરાફેરીના કેસ( PMLA)માં  સર્વોચ્ચ અદાલતે પોતે જે કેસમાં એનફોર્સમેંટ ડાયરેક્ટરને(E D) એવી બેફામ અને અનીયંત્રીત સત્તા આપતો ચુકાદો એક માસ પહેલાં જુલાઇ માસમાં આપેલો હતો. દેશના કોઇપણ નાગરીકની ધરપકડ, તેના ઘર અને અન્ય સ્થળો પર દરોડા પાડવાની તેમજ તેના કારણો પણ નહી આપવાના, તેની એફ આઇ આરની નકલપણ નહી આપવાની, અને નીર્દોષ છે તે સાબીત કરવાની જવાબદારી પેલા આરોપીની, ઉપરાંત તે નીર્ણયથી કરેલ કેસનો ચુકાદો ન આવે ત્યાં સુધી જામીન પણ ન મલે તેવો ચુકાદો આપ્યો હતો.  આજે માનનીય રમણા સાહેબની બેંચે એફઆઇ આર ની નકલ આપવાનું અને જ્યાંસુધી સાબીત ન થાય ત્યાં સુધી ગુનેગાર નથી તેમ સ્વીકારી કાયદા મુજબ તેની સાથે વર્તન કરવું તેવો ચુકાદો આપ્યો છે.

(૩) પેગાસસ સ્પાયવેર અંગે મોદી સરકારે  દેશની સર્વોચ્ચ અદાલત દ્રારા નીમાયેલ કમીટીને સહકાર નહી આપવાના વલણની સખત ટીકા કરી હતી. ઉપરાંત સરકાર રાષ્ટ્રીય સલામતી(નેશનલ સ્કીયોરીટી)નું કારણ બતાવીને છટકી ન શકે તેવી લેખીત નોંધ લીધી હતી.પરંતુ આખરે નાગરીકોના અંગત મોબાઇલ ફોનનું પેગાસસ સ્પાયવેર દ્રારા જાસુસી ના આક્ષેપનો કોઇ ઉકેલ કોર્ટ લાવી શકી નથી. જે દુ;ખદ અને આઘાતજનક છે.

(૪) પોતાના સમયકાળ દરમ્યાન રમણા સાહેબે દેશદ્રોહ( Sedition)

કાયદાના સરકારો દ્રારા થતા દુર ઉપયોગ ને અટકાવવા તાત્કાલીક મનાઇહુકમ આપ્યો હતો. સરકાર દ્રારા સંસદને, ગોરીસરકારના સદર કાયદાને રદબાતલ કરી બંધારણીય મુલ્યોને સુસંગત હોય તેવો નવો કાયદો ન ઘડાય ત્યાંસુધી સદર કાયદાના અમલ પર મનાઇ ફરમાવેલ છે.

(૫) પોતાના ૧૬માસના સમય દરમ્યાન દેશની જુદી જુદી હાઈકોર્ટમાં ૨૨૪ ન્યાયાધીશોની તથા સુપ્રીમ કોર્ટમાં ૧૧ ન્યાયાધીશો નીમુણકો કરી હતી. જેમાં ત્રણ સ્રી ન્યાયાધીશોની પણ નીમણુક કરી છે. જેમાંથી એક ભવીષ્યમાં ચોક્કસ સ્રી ન્યાયાધીશ પણ સર્વોચ્ચ અદાલતના સીનયોરીટીના કારણે મુખ્ય ન્યાયાધીશ બની શકશે.

(૬)  વધુમાંશ્રી રમણા સાહેબ જણાવે છે દેશનું ન્યાયતંત્ર સંપુર્ણ સ્વાયત્ત સંસ્થા છે જે ફક્ત બંધારણને વફાદાર છે. કોઇ રાજકીય પક્ષ ને નહી. "Judiciary is an independent organ which is answerable to the Constitution alone, and not to any political party".

(૭) દેશનું સમગ્ર ન્યાયતંત્ર આધુનીક ટેકનોલોજી ખાસ કરીને 'આર્ટીફીસીઅલ ઇન્ટેલિજીન્સ' ના ઉપયોગ કરતું સત્વરે થઇ જવું જોઇએ.

 


--

Friday, August 26, 2022

આમ આદમી પાર્ટીની શીક્ષણનીતીને ન્યુયોર્ક ટાઇમ્સે પ્રથમ પાનાના સમાચાર આપી બીરદાવી

આમ આદમી પાર્ટીની શીક્ષણ નીતીને ન્યુયોર્ક ટાઇમ્સે પ્રથમ પાનાના સમાચાર આપી બીરદાવી અને મહત્વ આપ્યું– પણ તેની પેટમાં ચુંક ભાજપ ને આવી!

 (દીલ્હી સ્કુલનો ન્યુયોર્ક ટાઇમ્સમાં રીપોર્ટ તા. ૧૬મી ઓગસ્ટ.રીપોર્ટર કરણદીપ સીંગ.)

    સદર સમાચારનો ટુંકમાં ભાવાનવાદ મુદ્દાસર અત્રે રજુ કરેલ છે.

(1)     ગયા વર્ષે ધો. ૧૦ અને ૧ર ની પરીક્ષામાં બેઠેલા તમામ વીધ્યાર્થીઓ( ૧૦૦ ટકા પરીણામ) પાસ થયા. સને ૨૦૧૫માં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી અરવીંદ કેજરીવાલની દ્રઢ ઇચ્છા હતી કે અમારા વહીવટમાં રાજધાની દીલ્હીમાં શીક્ષણનું સ્તર એટલું મુળભુત રીતે સુધારવું છે કે કેન્દ્ર સરકારના પ્રધાનોના બાળકો અમારી પબ્લીક સ્કુલોમાં ભણવાનું પસંદ કરે! દીલ્હીમાં સત્તા પર બેઠેલી આમ આદમી પાર્ટીએ સદર શહેરના લાખો કુટુંબોને ગરીબાઇના વીષચક્રમાંથી તેમના બાળકોને શ્રૈષ્ઠ શીક્ષણની સુવીધા પુરી પાડીને કાયમ માટે બહાર કાઢયા છે.

(2)    ટાટા ઇન્સ્ટીટયુટ ઓફ સોસીઅલ સાયન્સ, મુંબઇના શીક્ષણ નિષ્ણાત (જે ત્યાં પોતાની કીંમતી સેવા આપી રહ્યા છે) પ્રો.પદ્મા સારંગાપાનીનું તારણ છે કે અમારી સ્કુલના બાળકો, સ્કુલો અને શીક્ષકો ત્રણેય શ્રૈષ્ડ છે. છેલ્લા પાંચ વર્ષોમાં દીલ્હીની ખાનગી સ્કુલોમાંથી અઢી લાખ વીધ્યાર્થીઓ ખાનગી સ્કુલોમાં છોડીને અમારી સરકારી સ્કુલોમાં દાખલ થયા છે.

(3)  આમ આદમી પાર્ટીએ દીલ્હીમાં જે પાણી, વીજળી, આરોગ્ય ને શીક્ષણના ક્ષેત્રે જે કામ કરીને સફળતા મેળવી છે તેને કારણે દીલ્હીમાં ફરી ભાજપના, પક્ષ તરીકે સુપડાં સાફ કરીને સત્તા મેળવ્યા પ્રાપ્ત કરી. બીજા એક રાજ્ય પંજાબમાં માર્ચ ૨૦૨૨ની વીધાનસભામાં યશસ્વી જીત મેળવી છે. હવે તે પક્ષ દેશના ગુજરાત અને હીમાચલ પ્રદેશમાં પણ ' પાની, બીજલી, શીક્ષા અને આરોગ્ય' ના મુદ્દાને આધારે આગામી વીધાનસભાની ચુંટણીમાં પોતાનો પ્રચાર કરી રહી છે. (The party is taking its approach countrywide, campaigning on an education and basic-services platform in state elections this year in Himachal Pradesh and Gujarat.)

(4)   દીલ્હીની સરકારે સને ૨૦૧૫થી ૨૦૨૧ના છ વર્ષના સમયગાળામાં કુલ રૂપીયા ૭૭૦ લાખ કરોડ( About $ 10 billion) પોતાના વીસ્તારની ૧૦૩૭ સ્કુલોના સંપુર્ણ સંચાલન માટે વાપર્યા હતા. જેમાં આશરે ૧ કરોડ ૮૦ લાખ બાળકોએ શીક્ષણ લીધું હતું. દીલ્હી સરકારના કુલ બજેટના ૨૫ ટકા ઉપર નાણાં તેણે શીક્ષણ પાછળ મુડી રોકાણ કર્યું હતું. જેમાં નવા ઓરડાઓ,પ્રયોગશાળાઓ, રમતના મેદાનો વી. પાછળ નાણાંનું મુડી રોકાણ થયું છે દરેક સ્કુલમાંથી(૧૦૩૭ શાળાઓમાંથી) એક શીક્ષકને  દીલ્હી સરકારે કેમબ્રીજ, લંડન અને સીંગાપુર ઉચ્ચ શીક્ષણની તાલીમ લેવા મોકલ્યા હતા.અતુલ કુમાર (જે લંડન ગયા હતા) કરીને એક શીક્ષકે ન્યુયોર્ક ટાઇમ્સના રીપોર્ટરને જણાવ્યું હતું કે સદર શૈક્ષણીક તાલીમથી અમારામાં આત્મવીશ્વાસ પેદા થયો છે, તેમજ અમારી બૌધ્ધીક ક્ષીતીજોમાં નવા પ્રકાશનું સીંચન થયું હતું. ( કોઇ આપણા સાહેબને પુછી શકે ખરા કે સાહેબ, તમારા ગુજરાત મોડેલમાં ૨૭ વર્ષની સત્તા પછી આ ક્ષેત્રની શી હાલત છે?)

(5)  શીક્ષણ નીષ્ણાતોના મતે દીલ્હીના ૧૦ અને ૧રમા ધોરણના વીધ્યાર્થીઓએ સમગ્ર દેશની ખ્યાતનામ સ્કુલોના વીધ્યાર્થોની સરખામણીમાં મેથ્સ, સાયન્સ, અંગ્રેજી અને સોસીઅલ સાયન્સમાં સને ૨૦૧૭ ને ૨૦૨૧સાલમાં અર્થપુર્ણ રીતે ઘણા ઉંચા ગ્રેડ મેળવ્યા હતા. સદર રીપોર્ટ ભારતની કેન્દ્ર સરકારના શીક્ષણ ખાતાનો છે.

(6)  પાસવાન કરીને એક દલીત વીધ્યાર્થી પોતાની આર્થીક મજબુરીને કારણે ૨૦ વર્ષની ઉંમરે સ્કુલમાં ભણે છે. તેણે જણાવ્યું હતું કે હું વહેલી સવારે નહી પણ અડધી રાત્રે એક વાગે તેની સાયકલ– ગાડીમાં દીલ્હીના સબવે સ્ટેશન, હજામની દુકાનો અને અન્ય દુકાનોનો કુડુ કચરો, ગંદવાડ ' તમામ પ્રકારનો ગારબેજ' છ કલાક સુધી ફરીને ભેગો કરૂ છું. પછી ઘેર આવીને  મારી લાકડા જેવી પથારીમાં સુવાને બદલે ઘેરાયેલી લાલચોળ આંખો સાથે હું મારી સંસ્કૃતની ચોપડી વાંચવાનું શરૂ કરું છે. મને મારી સ્કુલ મદદ કરે છે. ભલે હું મારી મજબુરીને કે ગેર હાજરીને કારણે મારૂ એક વરસ  બગડયુ છે. પણ મને વીશ્વાસ છે કે આ સ્કુલની મદદથી  ભવીષ્યમાં મને ગૌરવમય જોબ મલશે.(. "I can dream of doing something big, a job of respect.")

આ ઉપર્યુક્ત સમાચાર વિગતે અનેક ફોટોઓ સાથે ન્યુયોર્ક ટાઇમ્સમાં તારીખ ૧૬મી ઓગસ્ટના રોજ પ્રકાશીત થયા હતા. તારીખ ૧૯મી ઓગસ્ટના રોજ દુબાઇના Khaleej Times, ન્યુયોર્ક ટાઇમ્સ સાથે થયેલા 'સીન્ડીકેટ કોન્ટ્રાક્ટ ' મુજબ શબ્દસ;હ( Ditto) પ્રકાશીત કર્યા હતા.

 હવે ભાજપના હોદ્દ્દારોએ આ વૈશ્વીકક્ષાના દૈનીકની હકીકતો સામે જે કાદવ ઉછાળી ને પોતાની બૌધ્ધીક પરીપક્વતા(Intellectual Maturity) સાબીત કરી તે નીચે મુજબ છે.

()  દીલ્હીની જનતા પાર્ટીએ પ્રથમ હાનીકારક, ચારીત્રય હનન ને અતીકટુ હુમલો કર્યો કે આમ આદમી પાર્ટીએ ન્યુયોર્ક ટાઇમ્સમાં જાહેરાત આપીને આ ન્યુઝ છપાવ્યા છે.પ્રજાના કરવેરાના નાણાંનો દુરઉપયોગ કર્યો છે. તેના ટેકામાં દલીલ કરી છે કે આજ ન્યુઝ બરાબર એજ દીવસે દુબાઇના દૈનીક ' ખાલીજ ટાઇમ્સ' માં શબ્સસ;હ (Ditto)ફોટા સાથે પ્રકાશીત થયેલ છે. બંને પેપરોમાં એકી સાથે એક જ મેટર, એક જ દીવસે  પ્રકાશીત થાય તેનો અર્થ દેખીતો છે આ સમાચાર પેઇડ ન્યુઝ જ છે.( અમારો તો વર્ષોથી આવી જાહેરાતો પેઇડ ન્યુઝ તરીકે આપવાનો ધંધો જ છે ને?)

(બ) ભાજપના બીજા એક બૌધ્ધીક નેતા કપીલ મીશ્રાએ હીંદીમાં ટ્વીટ કરીને લખ્યું કે કેજરીવાલ અને સીસોદીયા દેશ ને દુનીયામાં ' જુઠ્ઠાણું વેચનારા' સોદાગરો છે. લોકોના નાણાં વેચીને જુઠ બોલવાની તેઓ બંનેની ટેવ ઓછી થઇ નથી. જે ફોટો મુકવામાં આવ્યો છે  તે દીલ્હીની આપ સરકારની કોઇ સ્કુલનો નથી પણ ' મધર મેરી સ્કુલ' મયુર વિહાર દીલ્હીનો છે.

(ક)  દીલ્હી બીજેપીના સ્પોકપર્શન હરીષ ખોરાનાએ પોતાના પક્ષના અગાઉના ટીકાકરોની વાતને દોહરાવતાં વધુમાં કહ્યું કે આ બે જણા તો ' વીજ્ઞાપન જીવી' છે.( વાઘ ને કોણ કહે કે ભાઇ, તારૂ મોઢું મારા કરતાં ઓછું ગંધાતુ નથી.)

() !https://pbs.twimg.com/profile_images/1554300873320177664/JjZtWWbq_mini.jpg@KapilMishra_IND

न्यू यॉर्क टाइम्स और ख़लीज़ टाइम्स में पैसे देकर ख़बर तो छपवा ली , पर झूठ और चोरी की आदत नहीं गयी ये फ़ोटो दिल्ली के सरकारी स्कूल की नहीं बल्कि मयूर विहार के मदर मैरी स्कूल के बच्चों की हैं केजरीवाल और सिसोदिया देश में भी झूठ बेच रहे हैं और विदेश में भी

झूठे आरोप लगाने के लिए भी कुछ होमवर्क करना पड़ता है! झूठ बोलने की जल्दी में  चेक करना भूल गए कि मदर मैरी स्कूल सिर्फ़ लड़कियों का स्कूल है! यह फ़ोटो सर्वोदय विद्यालय ककरोला का है। सोशल मीडिया पर झूठी खबरें

 

 

હવે ન્યુયોર્ક ટાઇમ્સ આ મુદ્દે પોતાની કાયદેસરની રજુઆત નીચે મુજબ કરે છે.

(૧) દીલ્હી એજ્યુકેશન સીસ્ટીમ પરનો અમારો રિપોર્ટ જમીની વાસ્તવીક્તા પર જ આધારીત છે.ખાલીજ ટાઇમ્સ બૈરુત પણ વીશ્વના અન્યદેશોની માફક જ અમારા કરાર મુજબ શબ્દશ;હ સમાચાર પ્રકાશીત કરે છે. જેમાં સંપુર્ણ એકસરખાપણુ હોય તેનો અર્થ એ નથી કે તે પેઇડન્યુઝ' છે.જાહેરાત નથી(The New York Times has refuted allegations of 'paid news', hours after it published a positive story in its front page about the Delhi model of education system is based on impartial, on-groundreporting. Journalism from The New York Times is independent, free from political or advertiser influence.)

(૨) However, New York times published it on 16 August 2022 (online) and Khaleej times on 19 August 2022. Also, on Khaleej times, at the end of the article it says, "©2022 The New York Times", બંને દૈનીકોમાં એક જ દીવસે પ્રકાશીત થયેલ પણ નથી.ઉપરાંત ખાલીજ ટાઇમ્સે લેખના અંતમાં લખ્યું છે કે કોપીરાઇટસ ૨૦૨૨ ધી ન્યુયોર્ક ટાઇમ્સ.

(૩) ન્યુયોર્ક ટાઇમ્સમાં આવેલ ફોટો મયુરવીહાર મેરી મધર સ્કુલનો નથી. તે તો ફક્ત લેડીઝ સ્કુલ છે.  જેથી તે ફોટામાં વર્ગમાં બહેનો જ દેખાય છે.જ્યારે ન્યુયોર્ક ટાઇમ્સે પ્રકાશીત કરેલો ફોટો ' સર્વોદય વીધ્યાલય' નો છે જેમાં સહશીક્ષણ, ભાઇઓ – બહેનો સાથે ફોટામાં દેખાય છે.

વધુ વિગતો ને ફોટા તમે આ લીંકથી જોઇવાંચી શકશો.બે ન્યુઝ પેપરના ફોટા તથા સર્વોદય વીધ્યાલયના ફોટા પર ક્લીક કરશો તો મોટી સાઇઝમાં પણ દેખાશે.

How India's Capital Is Fixing Its Schools –The New York Times (nytimes.com)

 

 

 

 

 

 

 

 

EnglishFake News

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

--

Tuesday, August 23, 2022

ટોળુ એટલે માનવ સમુહ– દિશા હીન માનવ સમુહ.

 ટોળુ એટલે માનવ સમુહ–  દિશા હીન માનવ સમુહ.પણ માનવી એટલે ટોળા બહાર  નક્કી કરેલી દિશામાં જીવન જીવતો એકાકી માનવી.

થોડાક દિવસ પહેલાં એક વિચાર પ્રેરક બનાવ બની ગયો. મહેમદાવાદમાં મારી લુહારવાડા પોળમાં એક મીત્રનો દિકરો  બહારથી(!) એક હટ્ટોકટ્ટો ખુબજ આકર્ષક જર્મનશેપર્ડ એલસેશીયન ડોગ લઇ આવ્યો.  હું મારા ઘર પાસે ઉભો રહીને તેને જોતો હતો. મને તે ડોગને જોવામાં આનંદ આવતો હતો. કારણકે તે પ્રમાણમાં પેલા શેરીના કુતરા કરતાં વધારે બૌધ્ધીક અને જ્ઞાન આધારીત તેના માલીકના હુકમ મળતાં થોડું વિચારીને પછી પોતે નીર્ણય કરતો હતો! પછી તે પ્રમાણે કામ કરતો હતો.

પણ એકાએક અમારી પોળના બધાજ શેરી કુતરાઓ ભેગા થઇ ગયા. પેલા નવા મહેમાનનો દેખાવ જોઇને અમારી શેરીની તેમની છેલ્લા હદ( બીજી પોળના શેરીના કુતરાની શરૂ થતી સરહદ.) પાસે ઉભા રહીને જોર જોરથી ભસવા માંડયા. અમારી બાજુની પોળમાં રહેતા મારા મીત્ર હરીભાઇને મેં ફોન કર્યો કે તમારી પોળના પણ કુતરાઓ ભેગા થઇને અમારી પોળ બાજુ મોઢું રાખીને કેમ ભસે છે ? અરે ! યાર સાલી! સમજણ નથી પડી તે બધા જ કુતરાઓ મારી શેરી ને નાકે આવીને તમારી પોળ બાજુ તેમનાં ' ડાચાં' રાખીને ભસવા માંડ્ડયા છે. પણ તેમના ભસવામાં એકબીજાનો સહકાર વધારે દેખાય છે, સુસંગતા અને ભયની પ્રીતી દેખાય છે. શત્રુતા કે દુશ્મનાવટ ને બદલે સખાભાવ કે  'હમ સબ એક હૈ' ની લાગણી દેખાય છે.

    પણ હું ફોન મુકુ તે પહેલાં મને કહે કે શ્રોફ સાહેબ બાબત કાંઇ ગંભીર લાગે છે ! મેં પુછયું કેમ? અરે મારા મોબાઇલ પર સાંભળો તો ખરા ! પંડયાપોળના ચકલાની પાંચેય પોળના કુતરાઓએ પોતાની પોળની બહાર નીકળી સમુહમાં રડવાનું જ શરૂ કરી દીધુ છે!.

 આ વીસ્તારથી થોડે દુર આવેલા માલવાફળી વિસ્તારમાંથી મારા સ્કુલ સમયના વ્યાયામશાળાના સાથી શૌકતઅલીનો ફોન આવ્યો કે ' હમારે વહાં સબ કુત્તે બહાર નીકલ કર ' આજાન' કા અવાજ સુન કર ભોંકને લગે હૈ'

 છેલ્લે જ્યાં થી શરૂઆત થઇ હતી તે મારી શેરીની એક સરસ, મઝાની શરીરે પહેલી નજરે આકર્ષક લાગી તેવી ' લાલી' કુતરી પોતાના ટોળામાંથી બહાર નીકળીને પેલા અમારી પોળના નવા વરરાજા પાસે જઇને પુછડી પટપટાવતી તેના મોઢાને ચુમવા લાગી અને તેની આગળ પાછળ ગોળ ગોળ ફરવા લાગી. અમારી શેરીના કુતરાઓએ ' સમુહ ગાન' બંધ કરી દીધું.

બધા જ મીત્રોના ફોન આવવા માંડયા– " તમને ખબર પડી બીપીનભાઇ ! આ બધા જ કુતરાઓએ એકએક ભસવાનું બંધ કરી દીધું! "

 ૨૧મી સદીમાં માનવ જાત માટે એક પાયાનો પ્રશ્ન પેદા થઇ ગયો છે. માનવી ટોળા સિવાય સલામતીથી જીવી શકે? શું માનવીને સ્વતંત્રતાથી પેદા થતા વાતાવરણનો ભય ( FEAR OF FREEDOM) લાગે છે?

 બીજુ સદીઓથી જે ટોળાઓએ માનવીને આભાસી સલામતી રાષ્ટ્ર– રાજ્ય, ધર્મ. સંપ્રદાય, સામાજીક સમુહો, રાજકીય પક્ષો વિગેરેએ આપીને તેમની સોનેરી જંજીરોમાં ગુલામ બનાવી જે જુદા જુદા સ્થાપીત હીતોની નાગચુડ પકડ જમાવી છે તેમાંથી કાળા માથાનો માનવી બહાર નીકળી શકશે ખરો?

એક માનવીનું બીજા માનવી સાથે તુમુલ યુધ્ધ ચાલી રહ્યું છે. પેલા ટોળાઓએ પોતાના ટોળાના સભ્યની( ખરેખર કંઠીબંધુ અસભ્યની) પાકી ઓળખ પેદા કરી દીધી છે. ટોળાની વફાદારી માનવ અસ્તીત્વ કરતાં સર્વોપરી બનાવી દીધી છે. માનવ અસ્તીત્વ એટલે ટોળાની વફાદારી સાથે જ જીવન પસાર કરવું!

     છેલ્લા આશરે ૫૦૦ વર્ષ કરતાં વધુ સમયથી થયેલ માનવી કેન્દ્રી– ઇશ્વર કેન્દ્રીય નહી, પ્રગતીએ તમામ ટોળા આધારીત સત્યોને પડકારી અપ્રસતુત અને બીનાસરકારક બનાવવાનો અવીરત સંઘર્ષ શરૂ કરી દીધો છે. ટોળા કેન્દ્રી જ્ઞાન, રૂઢી, રીવાજો, માન્યતાઓ અને સંસ્થાઓના વીકલ્પે  માનવ કેન્દ્રી જ્ઞાન, વિજ્ઞાન અને સંસ્થાઓનું નીર્માણ મોટાપાયે  કરવા માંડયું છે.

પરંતુ ટોળાના સ્વરચીત માળખામાંથી મુક્ત થઇ જીવવું સરળ નથી. મુક્તી જે જવાબદારી અને સાથે સાથે એકાકીપણું, એકલતા, અસલામતી અને ભય પેદા કરે છે તેને કારણે સદીઓથી ટોળામાં જીવનારો માનવી જ્યાં જાય ત્યાં નવા ટોળા બનાવતો જાય છે. પણ માનવકેન્દ્રી સલામતી બક્ષે તેવી આધુનીક સંસ્થાઓનું નીર્માણ તેના બસની વાત જ નથી.

પશ્ચીમી દેશોની પ્રજા પોતાના સ્વાર્થી હીતો માટે જ્યાં ગઇ ત્યાં બાઇબલ, ચર્ચ અને જીસસને સાથે લઇ ગઇ. આરબો જ્યાં ગયા ત્યાં ઇસ્લામ, કુરાન અને મસ્જીદને પણ સાથે લઇ ગયા. હવે હીંદુઓ જ્યાં જાય છે ત્યાં મંદીરો, હવેલી, ગોકુલધામ, ગીતા, રામાયણ, શીક્ષા– પત્રીકા અને દેવ દેવીઓ ને સાથે લઇને જાય છે.

 કારણકે અમે બધા જ ટોળા સીવાય અને ટોળાની નીજી ઓળખ સીવાય, જીવી શકીએ તેમ નથી. આધુનીક ઔધ્યોગીક જીવન નીરંતર પરીવર્તનશીલ છે. તેના ચાલકબળો વીશ્વવીધ્યાલયો,વૈજ્ઞાનીક પ્રયોગશાળાઓ, ક્મ્પ્ય્ટુર, ઇન્ટરનેટ, ઓનલાઇન, અને કૃત્રીમ બૌધ્ધીક્તા (Artificial Intelligence) દ્રારા સર્જન થયેલ આર્થીક, રાજકીય અને સામાજીક સંસ્થાઓ છે. તે બધા ૨૧મીસદીમાં રોટલો, ઓટલો વી આપે છે પણ તેમાંથી અમારી કોઇ સામુહીક ઓળખ પેદા નહી થવાથી તે બધા સાધનો છે. સાધ્ય તો સામુહીક ઓળખમાં ઓગળી જવું એ જ રહેવાનું છે.!

 


--

Sunday, August 21, 2022

તમે અમને સાચા સ્વરૂપે કે રંગે ન ઓળખો તો ભોગ તમારા !

તમે અમને સાચા સ્વરૂપે કે રંગે ન ઓળખો તો ભોગ તમારા ! અમે જેવા છીએ તેવા, અમને અમારી ઓળખ પર ગૌરવ છે.તમને ખબર છે ખરી! અમે તો ભવીષ્યમાં મનુસ્મૃતી આધારીત હીંદુરાષ્ટ્ર બનશે ત્યારે તેના પાયાની ઇંટો તરીકે અમારા ૨૦૦૨ના બલીદાનોના ગૌરવ – શૌર્ય ગીતો ગવાતા હશે!.શહીદ સ્મારકો રચાશે!

 ખુબજ ટુંકમાં 'બીલ્કીશ બાનુ' ના કેસની વીગત ૨૧મીસદીમાં જીવન જીવતા એક માનવી તરીકે માત્ર માહીતી માટે પણ કદાચ ભલે ન સમજવાની પ્રતીજ્ઞા લીધી હોય પણ ફક્ત અને ફક્ત જાણીએ!

(1)    સને ૨૦૦૨ના ગોધરાકાંડના ઉન્માદમાં ત્રીજી માર્ચના રોજ મુસ્લીમ હોવાને કારણે બીલ્કીશ બાનુ

( રે. રણધીરપુર, તા. લીમખેડા જીં પંચમહાલ.) જીવ બચાવવા પોતાના કુટુંબ સાથે એક ટ્રકમાં ભાગી નીકળી હતી. ટ્રકને તોફાનીઓએ ઘેરી લઇ, તેના ૧૪ સગવહાલા કુટુંબી જનોને મારી નાંખ્યા હતા. તેના હાથમાંથી ત્રણ વરસની દીકરીને ખુંચવી લઇને તેની સામેજ પછાડી પછાડીને મારી નાંખી. તે સમયે તેના પેટમાં પાંચમાસનો ગર્ભ હતો. પેલા તોફાનીઓમાંથી (જે બધા જ તેના ગામના જ હતા)ત્રણ માણસોએ તેના પર વારાફરતી બળાત્કાર કર્યો અને તે જ સમયે તેની નજર સામે તેની ઘરડી માતા ઉપર પણ બળાત્કાર કરવામાં આવ્યો હતો. કુલ ૧૪માણસોને મારી નાંખ્યા હતા. તેને મૃત પામેલી સમજીને નગ્ન અવસ્થામાં ચુથી નાંખીને ફેંકી દીધી હતી. તેવી જ સ્થિતીમાં જંગલમાં રાતભર રખડી સવારે એક આદીવાસીની ઝુંપડી પાસે પાણીની ડમકીમાંથી ખોબે ખોબે પાણી પીતી હતી. ઝુંપડીમાં રહેનાર સ્રીએ તેના શરીર પર ઓઢવાનું ફાટલુતુટલું કપડું ફેક્યું હતું.

(2)    સુપ્રીમ કોર્ટની સુચનાથી સદર કેસ મુંબઇમાં ચાલ્યો અને કુલ ૧૧ પેલા બળાત્કારીવત્તા ખુનીઓને આજીવન કેદની સજા થઇ. સુપ્રીમ કોર્ટે વળતરરૂપે પચાસલાખ રૂપીયા ચુકાવવા ગુજરાત સરકારને હુકમ પણ કર્યો હતો. આજે આપણે કલ્પના પણ કરી શકીએ છીએ ખરા કે બીલ્કીસબાનુએ ગુજરાતના તે સમયના પોલીસતંત્ર અને સરકારના સંપુર્ણ અસહકારભર્યા વર્તન સામે કેટલો સંઘર્ષ કર્યો હશે?

(3)     "One who suffers knows it better, says Justice Salvi."  બુટ ક્યાં ડંખે છે તે બુટ પહેરનાર ને ખબર પડે! જોનાર ને નહી.  જે તે સમયની મુંબઇની સેસન્સ કોર્ટમાં ચુકાદો આપનાર ન્યાયાધીશ સાલ્વી સાહેબ જે હાલ નિવૃત છે તેઓએ ઇન્ડીયન એક્સપ્રેસને ' રેમીસ્નસ' ૧૧ ગુનેગારોને મુક્તી આપનારા ગુજરાત સરકારના નીર્ણય અંગે પ્રથમ પ્રત્યાઘાત આપતાં જણાવ્યું હતું કે ' જેણે સહન કર્યુ છે અને હજુ સહન કરે છે તેને ખબર પડે કે તે પીડાની તીવ્રતા કેવી અને કેટલી હોય છે? વધુમાં સાલ્વી સાહેબે અખબારને જણાવ્યું હતું કે ' બીલ્કીશ બાનુ ખુબજ હીંમતવાન સ્રી છે'. "Bilkis's deposition was "courageous". સને ૨૦૦૪માં ગુજરાતના મુખ્યમંત્રી મોદી હતા ત્યારે સર્વોચ્ચ અદાલતે એ હકીકતને સ્વીકારી હતી કે સદર કેસની સુનવણી ગુજરાતમાં,ઔચીત્ય અને ન્યાયસુસંગત નહીં થઇ શકે અને બીલ્કીસબાનુના જાનનું જોખમ પણ છે, માટે સદર કેસ ગુજરાત બહાર ચલાવવો. આ બધી કેસની વિગતો તથા સાક્ષીઓની જુબાનીઓ જે હજારો પાનામાં છે તેમાં બધો ઉલ્લેખ છે.

(4)                          ઉપરની ટુંકી નોંધ સાથે તા ૧૯મી ઓગસ્ટના ઇન્ડીયન એકપ્રેસમાં પ્રકાશીત થયેલા પ્રતાપભાનુ મહેતાના લેખના કેટલાક તારણોને સમજવાની કોશીષ કરીએ.

(5)                        લેખનું મથાળું છે "'Is this how justice ends?' શું આવી રીતે ન્યાયનો અંત આવશે?

(6)                        શું બીલ્કીસ બાનુના કેસમાં જે ૧૧ બળત્કારી તથા ખુની ગુનેગારોને આજીવન ઉમ્રભર કેદની સજા થઇ હતી તે બધાને ગુજરાત સરકારે સજામુક્તી ફરમાવીને બીલ્કીશ બાનુની હીંમત અને ધૈર્યને આધારે જીવના જોખમે સંઘર્ષ કરીને જે ન્યાય મેળવ્યો હતો તે ખરેખર આભાસી ન્યાય હતો? હા! તે ન્યાય ખરેખર આભાસી જ હતો. તેનાથી બીજુ સમજશો તો આ સરકારો અને તેના કૃત્યોને સમજવામાં આપણે થાપ ખાઇ જઇશું. દેશના નાગરીકોને વર્તમાન સત્તાધીશોએ પોતાનો રાજકીય સંદેશો આપી દીધો છે.

(7)    કદાચ નીર્ણય લેનાર અને તે લેવડાનાર સરકારો પોતાના નીર્ણય અંગે પુન;વીચાર કરે અને કદાચ દેશની સર્વોચ્ચ અદાલત સમક્ષ રજુ કરવાથી સદર નીર્ણયને ગેરકાયદેસર સાબીત કરે તો પણ ' જે બુદંથી ગઇ તે હોજ ભરવાથી પણ મેળવી શકાશે નહી." But the damage has already been done." દેશમાં જે ઉગ્રધાર્મીક કોમવાદી ધ્રુવીકરણ થયું છે તેની ચામડીને તો આ નીર્ણય સહેજ પણ સ્પર્શી શક્યો જ નથી. દેશનું પ્રજાસત્તાક જ બહેરૂ કે અસંવેદનશીલ બની ગયું છે.

(8)    દેશના કમભાગ્યે જામીન, સજા અને સજામુક્તી ત્રણેય ક્રમશ; સત્તાધીશોની મનસુબીપર આધારીત બની ગયા છે.

(9)    આ નરાધમો, જે બીલ્ક્શ બાનુના ઘરના પડોશીઓ થાય છે તે બધાએ સમુહમાં ભેગા થઇને ગર્ભવતી સ્રી સાથે બળાત્કાર, તેના બાળકને તેની સામે જ પછાડી પછાડીને મારી નાંખ્યું હોય ,અને તેના કુટુંબના જ ૧૪ માણસોના ખુન કરી નાંખવાથી પેદા થયેલી નફરત, ઘૃણા અને માનસીક આધાતમાંથી હજુ બહાર નીકળ્યા જ નથી. ત્યાંતો આ બધા બીજા જ દીવસથી ફરી પડોશીઓ બની અને રહેવા માંડે તે સ્થીતી ઉભી કરનાર સરકારોને શું કહીશું?

(10)આજે બીલ્કીસ બાનુની સ્થીતી શું છે તે હું અને તમે વીચારી શકીએ છીએ ખરા? એક, ઉપરથી નીચે સુધી રાજકીય નફરતનું વાતવરણ, બે,પોતાનું ખુબજ ઓછી વસ્તીસંખ્યા ધરાવતા રણધીરપુર જેવા ગામડામાં લઘુમતી તરીકે જીવવાનું, ત્રણ,આર્થીક વંચીતતાઓ અને ચાર, ભાંગી ગયેલી ન્યાય વ્યવસ્થાના પરિણામો સાથે દિવસો પસાર કરવાનું ભયાનક વાતાવરણ રાતોરાત પેદા થઇ ગયું છે.

(11) પોતે કેટલાય જોખમોમાંથી પસાર થઇને જે ન્યાય મેળવ્યો હતો તેનો આ રીતે અંત આવી જશે? ન્યાય મેળવવામાં કાયદાકીય પક્ષકાર સરકાર પેલા બધાની સજામુક્તીનો નીર્ણય લે છે જે આવતીકાલથી તમારા પડોશી બની જવાના છે તેની માહીતી મોકલવાનો કે અભીપ્રાય લેવાનું ઔચીત્ય પણ બતાવ્યું નથી?

(12) હીંદુત્વાદી સત્તાધીશોને તો સંદેશ મોકલવો હતો. શું સંદેશ મોકલવો હતો? "હીંદુઓ ટેરેરીસ્ટ કદાપી હોઇ શકે જ નહી!. તે બધા તો પેલા એનજીઓ,કર્મનીષ્ઠો, માનવ અધિકારવાળાઓ(સીવીલ લીબર્ટીઝવાળાઓ)અને પરદેશી નાણાં ફરેફેરીના કાવતરાના બલી બનેલા છે.

(13) કોમવાદી, રાજકીય, દલીત– આદીવાસી અને સ્રીનું સ્રી હોવાને કારણે જાતીય હીંસાવાદી કૃત્યો ભારતીય સમાજમાં મતો–એકત્રીકરણના જાણે યુનીટો બની ગયા છે.

(14) આપણા દેશમાં એક નવી સંસ્કૃતી છેલ્લા દશકામાં પેદા કરવામાં આવી છે. જેમાં મનસ્વી હીંસા કરનારા (Lynchers- Lynching),બળાત્કારી ગુનેગાર સાબીત થયેલા વી,નું મીઠાઇ ખવડાવી બહુમાન કરવામાં આવે છે. તે બધાની રેલીઓ કાઢવામાં આવે છે. કદાચ આવતી કાલે તે બધાને પ્રધાન બનાવવામાં આવે તો નવાઇ ન પામવું. ધાર્મીક ધ્રુવીકરણે ભારતીય સમાજમાં ન્યાય,મનસ્વી હીંસા, બળાત્કાર વી.ની નવી વ્યાખ્યા બનાવી દીધી છે. પોતાની કેડરમાં તે રીતે પ્રસ્થાપીત કરી દીધી છે.

(15) ૨૦ વર્ષ પછીના જીવનમરણ વચ્ચેના સંઘર્ષમાથી બીલ્ક્સ બાનુને અહેસાસ થઇ ગયો કે મેળવેલા ન્યાયનો અંત પણ આ રીતે આવી શકે છે!.— "Is this how justice ends?"—

(16) લેખક અંતમાં લખે છે કે બીલ્કીસ બાનુ ભુલી ગયા હતા કે "ખરેખર તેના માટે ન્યાય શરૂ થયો જ નહતો.!"

--

Thursday, August 18, 2022

લોકશાહી અંધારામાં ડુબી જાય છે.”



--લોકશાહી અંધારામાં ડુબી જાય છે." Democracy dies in Darkness"

૧૫મી ઓગસ્ટે જ્યારે વડાપ્રધાન મોદી આઝાદીનો અમૃતમહોત્સવ સાથે ધ્વજવંદન કરતા હતા ત્યારે લેખકો, કવીઓ, નવલકથાકારો અને સાહીત્યકારોની વૈશ્વીક સંસ્થા " PEN International"  ભારતમાં ' અભિવ્યક્તીની સ્વતંત્રતા' જોખમમાં છે તે અંગે ગંભીર ચીંતા વ્યક્ત કરે છે. જુદા જુદા દેશોના આંતરરાષ્ટ્રીય ખ્યાતી ધરાવનારા ૧૦૨ લેખકો, કલાકારો વીગેરેની સહીથી 'પેન' સંસ્થા ભારત દેશના માનનીય રાષ્ટ્રપતી દ્રોપદી મુર્મુને એક પત્ર લખે છે. જેમાં બે મુદ્દાઓ મુખ્ય છે. એક દેશમાં સતત મોદી સરકારની સત્તામાં ક્રમશ અભીવ્યક્તીની સ્વતંત્રતાનો વ્યાપ ક્રમશ ઘટતો જાય છે. બીજુ આ સરકારમાં જે લેખકો. સત્તા સામે વીરોધી સુર રજુ કરનારા તથા સરકારની નીતીઓનું તાર્કીક મુલ્યાંકન કરનારાઓને જેલમાં પુરી દેવામાં આવ્યા છે; તે બધાને તાત્કાલીક મુક્ત કરો.

 (NEW YORK—As India marks 75 years of independence today, 102 notable U.S. and international writers and creative artists, including Marina Abramovic, Paul Auster, J.M. Coetzee, Jennifer Egan, Jonathan Franzen, Azar Nafisi, and Orhan Pamuk, joined PEN America and PEN International in signing a letter to Indian President Droupadi Murmu, raising concern over the deterioration of free expression and calling for the release of imprisoned writers and dissident and critical voices.)

આજે દેશમાં ૭૫ વર્ષની સ્વતંત્રતા બાદ જે અભીવ્યક્તીની આઝાદીની જે સ્થીતી છે તે એટલી બધી ગંભીર અને ચીંતાજનક છે કે તેથી ઉજવવાનું મન કેવી રીતે થાય? આ અઠવાડીયામાં કવી વરાવરા રાઉની મેડીકલ કારણોસર ૮૨ વર્ષની ઉંમરે શરતી જામીન મુક્તી થઇ છે તેનાથી અમો નીચે સહી કરનારાઓને થોડી રાહત થઇ છે. પરંતુ જાહેર જીવનના રાષ્ટ્રીય કક્ષાના બૌધ્ધીકો – લેખકો જેવા કે હનીબાબુ,આનંદ તેલતુમ્બદે ( બાબાસાહેબ આંબેડકરના પૌત્ર) જે છેલ્લા વર્ષોથી જેલમાં છે. ઘણા બધા લેખકો,પત્રકારો, વિ. સતત રાજકીય સત્તાધીશોના સતત ભય, પરેશાની ને પજવણીના રેડાર નીચે જીંદગી પસાર કરે છે. અમે રાષ્ટ્રપતીજીને  વીનંતી કરીએ છીએ કે તમારા દેશના સત્તાધીશો સામેના વિરોધી અવાજોને ડુબાડી ન દેશો.

 અમે માનનીય રાષ્ટ્રપ્રમુખ મર્મુજીને વીનંતી કરીએ છીએ કે આપશ્રી, ભારતીની આઝાદીના સંઘર્ષના જે લોકશાહી મુલ્યો છે, આદર્શો છે તેને મુજબુત બનાવવામાં ટેકો આપો.ભારતનો આ વારસો સમાવેશક, બીનસાંપ્રદાયીક, બહુંવંશીય અને વીવીધ ધાર્મીક જીવન જીવતી લોકશાહી પ્રજાનો છે. " તેમાંય અભીવ્યક્તીની આઝાદી એ તો લોકશાહીના હ્રદયના ધબકારાને જીવતું રાખતું અત્યંત મહત્વનું અંગ છે. તેનો મૃત્યુઘંટની સાથે જે તે દેશની લોકશાહી વ્યવસ્થા જ મૃતપામે છે." (The letter states: "Free expression is the cornerstone of a robust democracy. By weakening this core right, all other rights are at risk and the promises made at India's birth as an independent republic are severely compromised.")

 PEN અમેરીકાના માપદંડ 'વૈશ્વીક સ્વતંત્રતા આંક માં વીશ્વના લોકશાહી દેશમાં ભારત સૌથી તળીયે– નીચે આવી ગયું છે. વીશ્વ વીખ્યાત ખ્યાતી ધરાવતા આશરે ૧૦ બૌધ્ધીકોને જેલમાં પુરી, અન્ય સેંકડો લેખકોને ટવીટર વિ. પર ટ્રોલ કરી, શારીરીક હુમલા કરીને, જુદા જુદા કાયદાકીય કેસો દાખલ કરીને ઉપરાંત શક્ય તેવા તમામ સત્તાકીય સાધનોનો ઉપયોગ કરીને તે બધાના અવાજને રૂધવાના જે કાર્યો કરી રહી છે તેનો અમે સખત વિરોધ કરીએ છીએ. આજે પણ સમગ્ર કાશ્મીર ખીણપ્રદેશમાં ઇન્ટરનેટ સેવાઓ પર નિયંત્રણ છે. તેવું જ થોડાક સમય પહેલાં કીસાન આંદોલનના સમયે પણ અભીવ્યક્તીના અધીકાર પર નિયંત્રણ મુકવામાં આવેલું હતું. સમગ્ર પત્રમાં જે મુખ્યમુદ્દાઓ છે તેને મેં ટુંકમાં રજુ કરવાનો પ્રયત્ન કરેલ છે.

(1)     સદર પત્રમાં ગાંધીજીના કોમી એકતા રાષ્ટ્રીય એકતાની પુર્વશરત તથા અન્યના મત સામે સહનશીલતા (અસહીષ્ણુતા નહી) જેવા મુલ્યો, પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂના સને ૧૯૪૭ના પંદરમી ઓગસ્ટના વીધાતા સામે નો પડકાર 'tryst with destiny,' અને નોબેલ વિજેતા કવી રવીબાબુની પેલી વીશ્વપ્રચલીત કવીતાની પંક્તીઓ મારા દેશનું સ્વપ્ન – જ્યાં મન બીલકુલ ભયમુક્ત હોય, જ્યાં સ્વતંત્રતાનું સ્વર્ગ હોય, તેવો જાગૃત થયેલો મારો દેશ હોય! "Where the mind is without fear, into that heaven of freedom, let my country awake." વી. સદર પત્રમાં આમેજ કરેલ છે.

(2)      માનનીય પ્રમુખ સાહેબ, ભારત તો વીશ્વભરમાં અન્ય દેશો માટે લોકશાહીની દીવાદાંડી સમાન હતો.( India has for decades been seen as the world's most populous democracy, a beacon and model for other countries to emulate.)

(3)       ભારતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તાપર આવ્યા પછી,અભીવ્યક્તીની સ્વતંત્રતા સહીતના તમામ બંધારણીય મુલ્યો પર વારંવાર તવાઇ આવી ગઇ છે. તે બધા માનવ મુલ્યો, સતત લોકજીવનમાંથી જાણે હોંશીયામાં કાયમી ધકેલાઇ ગયા છે.

(4)     ઘણાબધા જાહેર જીવનના બૌધ્ધીકોને પોતાની પ્રવૃત્તીઓના સંદર્ભમાં અને એક લોકશાહી અધીકાર તરીકે વિદેશ યાત્રા પર પ્રતીબંધ મુકવામાં આવેલ છે.

(5)     પ્રખ્યાત પત્રકારો, વીચારકો, લેખકો અને રેશનાલીસ્ટના જેવા કે ગોવિંદ પાનસરે, પ્રો એમ એમ કલબુર્ગી, ગૌરી લંકેશ અને નરેન્દ્ર દાભોલકરના ખુનીઓ સામે ગુનાઓની કાર્યવાહી સંપુર્ણ ક્યારે પુરી થશે એ કોને ખબર છે?

(6)      સને ૨૦૧૮માં ભીમા–કોરેગાંવ કેસમાં અટકાયતમાં રખાયેલા આઠ લેખકોને યુએપીએ કલમો હેઠળ બીનજામીનપાત્ર ગુનામાંથી કેસ ચલાવી ક્યારે મુક્તી મળશે કે નહી તે ચીંતા અમો સહી કરનારાઓની છે. જે પુરાવા લઇને તમે આ બધાને જેલમાં ગોંધી રાખ્યા છે તેની વીશ્વાસપાત્રતા અને પ્રમાણભૂતતા સાથે અમને શંકા છે.  હનીબાબુ, અરૂણ ફેરારા, વેરનોન જી, ગૌતમ નવલખા, આનંદ તેલતુમ્બદે વી જેલમાં છે. તે બધાની શારીરીક તબીયત અંગે સુવીધાઓનો અભાવ છે. તે બધાના જેલમાં આવતા પત્રો – જેલમાંથી મોકલવામાં આવતા પત્રો અને વાંચવાની સામગ્રી પર પણ સખત સેન્સરશીપ લાદવા આવેલ છે.

(7)      આ કેસો ઉપરાંત અમને માહીતી છે કે  તમે મહંમદ ઝુબેર, સીદ્દીકી કપ્પાન, તીસ્તા સેતલવાડ,અવીનાશ દાસ, ફાહદ શાહ, ઉપરાંત, જે લોકો તમારી સત્તાનો વીરોધ  કરનારા કોલમનીસ્ટ, તંત્રીઓ, જર્નાલીસ્ટસ અને કલાકારોને પણ ટ્રોલીંગ કરવામાં,સતાવવામાં, પરેશાન કરવામાંઅને પજવવામાં બાકી રાખતા નથી. તેના બે પુરાવાતો આંખે ઉડીને વળગે તેવા છે. એક તો રાના ઐયુબ અને બીજો આતીષ તાસીર નો છે. તાસીરનો કેસ એવો છે કે વડાપ્રધાન મોદી વીરૂધ તાર્કીક મુલ્યાંકન કરતો લેખ લખેલો જેને કારણે તેનું OCI Status ((Overseas Citizen of India) કેન્સલ કરલું છે. આ તો રાજ્યસત્તા પોતાના વિરોધ સામે કેટલી અસહીષ્ણુ બની ગઇ છે તેની સાબીતીઓ છે.       

(8)     આ પત્રથી માનનીય રાષ્ટ્રપ્રમુખજી, આપશ્રી ભારતમાં લોકશાહીના તમામ મુલ્યોનું સંપુર્ણ પુન;સ્થાપના થાય તે માટે યથાયોગ્ય કરવા અમો સૌ સહી કરનારાની આપશ્રી ને અરજ છે.

 એજ લી. આપના વીશ્વાસુ,

૧૦૫ લેખકો, વી, ની સહીઓ છે.

તા.ક. આ ઉપરાંત ભારત અને વીશ્વના જુદા જુદા દેશોના વીશ્વધ્યાલયોમાં કામ કરતા ૧૧૩ ભારતીય બૌધ્ધીકોએ ૨૦૦ શબ્દોમાં દેશમાં અભીવ્યક્તીની સ્થીતી ઉપર ' પેન અમેરીકા' સંસ્થાની વીનંતીને માન આપીને જે વીચારો રજુ કર્યા છે તેમાંથી મેં પસંદ કરેલા લેખો હવે પછીની પોસ્ટમાં મુકીશ.

 

 

 

 

Monday, August 15, 2022

વીવાદાસ્પદ નવલકથા ‘ સેતાનીક વર્સીસ‘ ના લેખક( જન્મે ભારતીય) સલમાન રશદી પરન્યુયોર્કમાં જીવલેણ હુમલો!

વીવાદાસ્પદ નવલકથા ' સેતાનીક વર્સીસ' ના લેખક( જન્મે ભારતીય) સલમાન રશદી પર ન્યુયોર્કમાં જીવલેણ હુમલો!

 પીઇએન(PEN America)નામની સાહીત્ય સંસ્થા જે વીશ્વભરમાંથી પોતાના દેશમાં અભીવ્યક્તીના સ્વાતંત્રય માટે રાજ્યસત્તાઓના નિર્ણયોનો ભોગ બને છે તેને રાજકીય આશ્રય આપવાનું કામ કરે છે; તેણે રશદીને પ્રવચન આપવા બોલાયા હતા. તાજેતરમાં યુક્રેન અને સોવીયેત રશીયા સાથે જે યુધ્ધ ચાલી રહ્યું છે, તેમાં યુક્રેનના લેખકો, સાહિત્યકારો અને બૌધ્ધીકોને  અમેરીકા રાજકીય આશ્રય પુરો પાડે તેની વિગતો શુક્રવારે સવારે ૧૧ વાગ્યે ૧૨મી ઓગસ્ટના પ્રવચનમાં રશદી રજુ કરવાના હતા.

રશદી સ્ટેજ પર આવીને પોતાની સીટ પર હજુ બેઠા પણ ન હતા ત્યાં જ ૨૪ વર્ષના જન્મે અમેરીકન મુસ્લીમ, હાલ રહેવાસી ન્યુ જર્સી સ્ટેટ, મા– બાપ લેબેનીઝ જેનું નામ હદી મતાર( Hadi Matar) નામના યુવાને હુમલો કર્યો. જમણીબાજુના ગળાપર અને પેટમાં કુલ ૧૦ ઘા ચપ્પાથી કર્યા હતા. જેની પોલીસે ધરપકડ કરી લીધી છે. શનીવારના ન્યુયોર્ક ટાઇમ્સના ન્યુઝ પ્રમાણે રશદીએ પોતાની એક આંખ, એક હાથ સંપુર્ણ લકવાગ્રસ્ત અને લીવરમાં સખત નુકશાન થયું છે. તે વેન્ટીલેટર પર છે. હોસ્પીટલ અને પોલીસતંત્ર બંને રશદીની તબીયત અંગે મૌન સેવે છે.

સલમાન રશદી એક વીશ્વ ગજાના મોટા સાહીત્યકાર અને લેખક છે.સને ૧૯૮૧માં રશદીની પ્રકાશીત જગપ્રસીધ્ધ નવલકથા ' મીડનાઇટ'સ ચીલ્ડ્રન'ને બુકર પ્રાઇઝથી નવાજીત કરવામાં આવી હતી.રશદીએ કુલ આઠ નવલકથાઓ લખી અને પ્રકાશીત કરેલ છે.સને ૧૯૮૮માં રશદીએ વીવાદસ્પદ નવલકથા 'સેતાનીક વર્સીસ' પ્રકાશીત કરેલી હતી.સદર નવલકથામાં લેખકે ઇસ્લામના સ્થાપક મહંમદ પયગંબરનું વ્યંગાત્મક– વક્રોક્તીરૂપે નીરૂપણ (With its satirical depictions of the Prophet Muhammad)કર્યું હતું. તે નવલકથા પ્રકાશીત કરીને સલમાન રશદીએ વીશ્વભરના મુસ્લીમ ધર્મીઓનો ખોફ વહોરી લીધો હતો. ઇરાનના સર્વાચ્ચ નેતા આયેતૌલ્લા ખોમાનીએ 'સેતાનીક વર્સીસ' પુસ્તકને અધાર્મીક, અપવિત્ર અને ઇશનીંદા જાહેર કરીને તેની સામે એક ફતવો વીશ્વભરના મુસ્લીમો માટે બહાર પાડીને લેખક સલમાન રશદીને મારી નાંખવાનું એલાન કર્યું હતું. સને ૧૯૮૮માં સલમાન રશદીના શિરચ્છેદ માટે લાખ્ખો મીલીયન ડોલરના ઇનામની પણ જાહેરાત કરી હતી.

ખોમાનીએ રશદી સામેનો સદર ફતવો ૧૪ મી ફેબ્રુઆરી ૧૯૮૯માં બહાર પાડયો હતો. તે સમયે રશદી લંડનમાં રહેતા હતા. સદર ફતવા સામે બ્રીટને રશદીને ૧૦ વર્ષો સુધી લંડનમાં તેઓના નિવાસસ્થાને કીલ્લેબંધી પોલીસ સંરક્ષણ પુરું પાડયું હતું.

 તે પહેલાં ભારતમાં, કોગ્રેસપક્ષની રાજીવ ગાંધી સરકારે ' સેતાનીક વર્સીસ' પુસ્તક ઉપર દેશવ્યાપી પ્રતીબંધ મુકી દીધો હતો. જે તે સમયની સંસદીય કાર્યવાહીનો અભ્યાસ કરતાં સત્ય એ નીકળે છે કે પ્રતીબંધ નાગરીકોની 'અભીવ્યક્તીની સ્વતંત્રતા' ના સંરક્ષણ માટે ન હતો પરંતુ મુસ્લીમ લઘુમતીના તૃષ્ટીકરણ માટે રાજકીય હતો. કરૂણતા તો એ હતી કે સંસદમાં સદર પુસ્તકના પ્રતીબંધની તરફેણ કરનારા અને વીરોધ કરનારા બે માંથી કોઇએ રશદીનું પુસ્તક વાંચ્યા વિના ચર્ચા કરી હતી તેવી સંસદીય નોંધ છે. (At the time of the ban, there were no copies available in India," Rushdie said.) સદર પુસ્તકના કુલ ૫૫૦ પાના છે. સને ૧૯૯૦માં આ પુસ્તક મેં મારી અમેરીકાની પ્રથમ મુલાકતમાં ન્યુજર્સી સ્ટેટની એક કાઉન્ટી લાયબ્રરીની મદદથી વાંચેલું હતું.

PEN Americaસંસ્થાનું આખું નામ Poets, Essayists, Novelists અમેરીકા થાય છે. સને ૧૯૨૨માં તેની સ્થાપના થઇ હતી. તેના મુળ સ્થાપકોમાં નોબેલ વીજેતા યુજેન ઓનીલ અને કવી રોબર્ટ ફ્રોસ્ટ હતા. તેનો મુખ્ય હેતુ અમેરીકામાં અભીવ્યક્તીના સ્વાતંત્રયનો પ્રચાર પ્રસાર કરવો, સંરક્ષણ કરવું, ઉજવણી કરવી અને વીશ્વવ્યાપી આવી સાહીત્યીક પ્રવૃત્તીઓ તથા માનવ અધીકારોના સંરક્ષણ માટે પ્રોત્સાહન આપવું.

(1)  ચીફ ઓફીસર ઓફ ' પેન અમેરીકા' સંસ્થાના શ્રીમતી સુઝેન નોસેલ ખુબજ વ્યગ્રતા સાથે જણાવે છે કે 'અમે વિચારી પણ શકતા નથી કે અમેરીકાની ધરતી પર એક સાહીત્યકારને જાહેરમાં હુમલો કરવાનો પ્રસંગ બને! આ હુમલાના થોડા કલાકો પહેલાં શુક્રવારની સવારે મને રશદીએ ઇ–મેઇલ કરીને જણાવ્યું હતું કે " યુધ્ધગ્રસ્ત યુક્રેન દેશના નીચે જણાવેલ લેખકોના જાનનું ગંભીર જોખમ છે તેને આપણે સહીસલામત રીતે તાત્કાલીક રાજ્યાશ્રય આપીને મુક્ત કરવા જોઇએ.( The United States is as a safe haven for exiled writers and other artists who are under the threat of persecution.)સલમાન રશદી છેલ્લા દસકાઓથી પોતાના વિચારોની અભીવ્યક્તી માટે ઇસ્લામીક ઉગ્રવાદીઓના નીશાને પર છે, પણ તેણે તે વૈચારીક અભીવ્યક્તી માટે ક્યારેય પાછીપાની કરી નથી, કે ક્યારે ડગમગુ થયા નથી."

(2)  ન્યુયોર્કના ગવર્નર કેથી જણાવે છે આ અત્યંત હ્રદયદ્રાવક અને આઘાતજનક પ્રસંગે હું સલમાન રશદી અને તેના કુટુંબીજનો સાથે છું.તેણી વધુમાં જણાવે છે કે સલમાન રશદી પરનો હુમલો તો અમારા દેશના ખુબજ મુળભુત અને પવીત્ર મુલ્ય 'અભીવ્યક્તીની સ્વતંત્રતા' પરનો હુમલો છે.  

(3)  જ્યાં સેતાનીક વર્સીસ એક પુસ્તક તરીકે પ્રકાશીત થઇ હતી તે પ્રકાશક  સંસ્થા 'પેનગીન રેન્ડમ હાઉસ' ના સંચાલક જણાવે છે કે સદર હુમલાથી અમને ખબુજ આઘાત લાગ્યો છે.

(4)   બ્રીટનના વડાપ્રધાન બોરીસ જ્હોનસન ઉંડા આઘાત સાથે હુમલાનો વીરોધ કરતાં જણાવે છે કે રશદી અભીવ્યક્તી સ્વાતંત્રયના અધીકારની રક્ષા કરતાં કરતાં ઘાયલ થયા છે તેવા અધીકારના રક્ષણ માટે આપણે બધું જ કરી છુટવું જોઇએ.(We are all hoping he is okay.)

(5)  " અભીવ્યક્તીના સ્વાતંત્રય માટે લખેલા કે બોલાયેલા શબ્દોનો વીકલ્પ હીંસા ક્યારે હોઇ શકે નહી." –સેક્રેટરી જનરલ યુનાઇટેડ નેશન્સ.

(6)  અમેરીકાના રાષ્ટ્રપ્રમુખ બાઇડન અને શ્રીમતી જીલ બાઇડને સખ્ત આઘાત અને દુ;ખ સાથે જણાવ્યું છે કે અમારી પોતાની સંપુર્ણ વફાદારી અને એકતા લેખક રશદીના ભયમુક્ત રીતે વીચારો વ્યક્ત કરવાની સ્વતંત્રતા સાથે છે.

(7)  ભારતમાંથી સામ્યવાદી પક્ષના જનરલ સેક્રેટરી સીતારામ યેચુરી, કોગ્રેસ એમ પી શશી થરુર, કોગ્રેસ મીડીયા ચીફ પવન ખેરા, અને શીવ સેનાના પ્રીયંકા ચતુર્વેદીએ સખત વીરોધ કર્યો છે. કદાચ ભાજપના નેતાઓ નુપુર શર્માના પ્રકરણ પછી કદાચ છાશ પણ ફુંકી ફુંકીને પીવામાં પોતાની સલામતી અનુભવતા હશે. 

(8)  સને ૧૯૯૧માં જપાનના નવલકથાકાર હિતોશી ઇગારાશીને ' સેતાનીક વર્સીસ'નું તેની ભાષામાં અનુવાદ કરવા માટે મારી નાંખવામાં આવ્યા હતા. તેવીજ રીતે ઇટાલી ભાષામાં ભાષાંતર કરનારને પણ મારી નાંખવામાં આવ્યા હતા.સને ૧૯૯૩ના ઓકટોબરમાં નોર્વે ભાષામાં પુસ્તક પ્રકાશન કરનાર વીલીયમ નોગાર્ડને તેની રાજધાની ઓસ્લોમાં ત્રણ ગોળી મારીને મારી નાંખ્યા હતા.

(9)  ઇરાનના હાલના રાજ્યકર્તાના શબ્દો છે " અમારો ફતવો એક બંદુકમાંથી નીકળી ગયેલી ગોળી છે જ્યાંસુધી તે તેના નિશ્ચીત નીશાનને શિકાર નહી બનાવે ત્યાં સુધી ઝંપીને બેઠશે નહી. ઇરાનના દૈનીકો અને પ્રજાએ રશદીપરના હુમલાને ખુબજ આનંદથી આવકાર્યો છે.અને હુમલાખોરનેપોતાના સન્માનીય હીરો તરીકે બીરદાવે છે.

(10)                સલમાન રશદીની તબીયત સુધારા પર છે. વેન્ટીલેટર કાઢી નાંખવામાં આવ્યું છે. વાતચીત કરી શકે છે.૧૫મી ઓગસ્ટ ન્યુયોર્ક ટાઇમ્સ.

 

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––