Monday, March 27, 2023

ભારતના ધર્મના ટેકાવાળાફાસીવાદના મુળભુત લક્ષણો–


                 ભારતના ધર્મના ટેકાવાળા ફાસીવાદના મુળભુત લક્ષણો–

 ફાસીવાદ અથવા નાઝીવાદનું વિશ્વ સમક્ષ સંગઠિત સ્વરૂપ જર્મનીના હિટલર ને ઇટાલીના મુસોલીનીના રાષ્ટ્રમાં જોવા મલ્યું. ફાસીવાદી વિચારસરણી લોકશાહી અને સામ્યવાદી બંને વિચારસરણોની વિરૂધ્ધમાં છે. ફાસીવાદને મજબુત ટેકો આપનાર સંગઠિત ધર્મ અને મુડીવાદ બંને હોય છે.બીજા વિશ્વ યુધ્ધના અંતપછી જગત સમક્ષ  હજારો દસ્તાવેજી પુરાવા મળ્યા છે જેમાં વેટીકન રોમન કેથોલીક ધર્મના વડા પોપે હીટલર ને મુસોલીની સાથે યહુદીઓના નિકંદન માટે કેવા કેવા પ્રકારનો સહકાર આપ્યો હતો

              ફાસીવાદના મુખ્ય કે પાયાના લક્ષણો–

(૧) એકવ્યક્તીની, એકહથ્થુ અને વ્યક્તીપુજાથી લદબદ સત્તા.

(૨) એક જ પક્ષની સત્તા,

(૩) પોતાના રાજ્ય શાસનમાં યેન કેન પ્રકારે ભય ફેલાવી સત્તાની ધુરા પ્રાપ્ત કરવી ને ટકાવી રાખવી.

(૪) તમામ પ્રકારના પ્રચાર– પ્રસારના સાધનો પર સીધો અને જડબેસલાક કાબુ અથવા નિયંત્રણ,

(૫) સરકારી તમામ સાધનો, સંપત્તી અને કર્મચારી અને લશ્કરનો વ્યક્તી પુજાના પ્રચાર– પ્રસાર માટે એક તરફી બેફામ અને બેરોકટોક ઉપયોગ.

(૬) રાજ્યની ટીકા કે સત્તા સામે વિરોધના અવાજને તમામ ઉપલબ્ધ સાધનોથી રીતસર કચડી નાંખવા કાયમ માટે જાગૃત રહેવું.

(૭) લશ્કરી તંત્રનો વ્યક્તિ પુજા આધારીત નેતૃત્વને સંગઠિત કરવામાં ઉપયોગ.

(૮)  ખાનગી જાસુસી તંત્રનો ( પેગાસસ સ્પાયવેર) પોતાની આંતરિક વફાદાર ટોળકી અને રાજકીય અન્ય હરીફો સામે ઉપયોગ.

(૯) કોઇ એક ખાસ ધર્મની વસ્તી કે વિશેષ સામાજીક સમુહનો મોટા પાયે નરસંહારના( Genocide) પુર્વઆયોજીત કાવતરું કરવું.

(૧૦) પોતાની વિચારધારા પ્રમાણે સમાજના નવઘડતર માટે દેશના નાગરીકોના તમામ ક્ષેત્રોને આવરી લેતી પોતાના પક્ષની સત્તાને એકકેન્દ્રી (Centralize) રાષ્ટ્રીય સર્વસત્તાધીશ પક્ષમાં રૂપાંતર કરવું.

(૧૧) એક હથ્થુ કે એક વ્યક્તીની સરમુખત્યારશાહીમાં રાજકીય સત્તા એક વ્યક્તીમાં કેન્દ્રીત થયેલી હોય છે. તે પોતાના દેશના નાગરીકોના તમામ ખાનગી જીવન પર અબાધિત નિયંત્રણ ધરાવે છે. તમામ ફાસીવાદી રાજ્ય સત્તાઓ ખરેખરતો સર્વસત્તાવાદી જ રાજ્યસત્તા હોય છે.

(૧૨) એક નેતા, એક પક્ષ એક રાષ્ટ્રમાં સંપુર્ણ સત્તાના કેન્દ્રીકરણ માટે ધર્મ સત્તા અને કોર્પોરેટ જગતનો બિનશરતી હિતોનું સક્રીય ગઠબંધન હોય છે.

ખાસ નોંધ– ઉપરના ફાસીવાદી નેતા, પક્ષ ને સરકારના લક્ષણો સંપર્ણ ને આખરી નથી.વાંચક મિત્રોને વિનંતી કે આપ સૌના નિરિક્ષણોને આધારે તેમાં ઉમેરો આવકાર્ય છે.

--

Saturday, March 25, 2023

-ઉગ્રધર્માંધફાસીવાદ અને વિશ્વમાં કોઇ રાષ્ટ્ર કે તેના નાગરિકોએ સંસદમાં હરાવ્યો નથી!

ઉગ્રધર્માંધ ફાસીવાદને વિશ્વમાં કોઇ રાષ્ટ્ર કે તેના નાગરીકોએ સંસદમાં હરાવ્યો નથી!

" Caesar dad is more dangerous than Caesar alive"-  William Shakespeare.

દેશના સત્તાધારીઓ માટે રાહુલ ગાંધી સંસદ કરતાં સંસદ બહાર તેમની સત્તા માટે જ ભયાનક પડકારરૂપ બને રહેશે!. સત્તાનામદ અને ગુમાનમાં સત્તાના સુકાનીઓ હંમેશાં જે ઇતિહાસના ભુતકાળના રાત દિવસ ભજન કરે છે, તે જ ઇતિહાસની ભુલોનું પુરાવર્તન કરીને પોતાની સત્તા સાથે જુગાર ખેલે છે. રામ.કૃષ્ણ, અને શીવના નામે સત્તાની હાટડી ચલાવનારા પોતાના મદમાં ભુલો રાવણ, કંસ અને દુર્યોધન જેવી જ કરે છે. આવા સત્તાધારીઓના કુકર્મોથી કંટાળેલી પ્રજાના વિદ્રોહના સહકારથી તે બધાનો વિનાશ નિશ્ચીત જ હોય છે. આગામી પોસ્ટ ' ઉગ્રધર્માંધ ફાસીવાદના લક્ષણો અંગે.' 


--

Thursday, March 23, 2023

તમે અમને સાચા સ્વરૂપે ન ઓળખો તો


તમે અમને સાચા સ્વરૂપે ન ઓળખો તો– ગુ. વીધાનસભામાં ૧૮૨માંથી ૧૫૬ સીટ આપી હવે ૧૮૨માંથી ૧૮૨ જ અમારી લાયકાત મુજબ મળવી જોઇએ!.

(૧)અખબારી સમાચાર નંબર એક– ગુજરાત સરકારે વિધાન સભામાં આપેલ જવાબ– સમગ્ર અમદાવાદ જીલ્લામાં સને ૨૦૨૨–૨૩માં પ્રધાનમંત્રી આવાસ(ગ્રામીણ)યોજના હેઠળ એકપણ ઘર બાંધવામાં આવેલ નથી.૬૮૫ ઘરો બાંધવાનો લક્ષ્યાંક હતો. તેમાં ૬૬૨ આવાસો મંજુર કરવામાં આવેલા હતા.(The government admitted that no work in constructing these houses is in progress and not a single house was built during the year 2022-'23, as on January 31, 2023. ઇન્ડીયન એક્ષપ્રેસ ન્યુઝ સર્વીસ(ENS.)

(૨) દેવભૂમી દ્રારકામાં દરિયા કિનારે બંધાયેલ ગેરકાયદેસર ઝુપડપટ્ટી પર બુલડોઝર એટલા માટે ફેરવી દીધું કે તેમાં રહેનારા ભૂમીહીનો, વંચીતો, અભણ લોકો નશીલી દવાઓની હેરાફેરીમાં સંડોવાયેલા હતા.( ઇન્યુઝ તા. ૨૨–૦૩– ૨૩.) ભાવાનુવાદકની ટીપ્પણી–પણ તે બધાને ગૌતમ અડાણીના કચ્છના મુદ્રા બંદરેથી થતી અબજો ડોલરની–(રૂપિયાની નહી,) પરદેશથી ગેરકાયદેસર આયાતી નશીલી દવાઓ સાથે કોઇ સંબંધ ન હતો.

(૩) ગુજરાતની બીલ્ડર્સ લોબીના પ્રભુત્વ નીચે તમામ શહેરી વિકાસ સત્તામંડળોમાં થયેલ ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર્સ ફેરવવાને બદલે મામુલી ફી લઇને નિયમીત કરવાની કાયદેસર મંજુરી આપવામાં આવી છે.

(૪) વિશ્વગુરૂ નીકળેલા ભારત દેશની રાજધાની દિલ્હીમાં ૧૦ મી માર્ચે મોડી રાત્રે નિગમબોધ સ્મશાન ઘાટને અડકીને  અસ્તીત્વમાં આવેલ ઝુપડપટ્ટીને બુલડોઝર્સ ફેરવીને નામશેષ કરી નાંખી. કેમ? કારણકે અમારે અમેરીકાના પ્રમુખ ટ્રમ્પ સાહેબ અમદાવાદ આવ્યા ત્યારે શહેરના સૌંદર્યની આબરૂ બચાવવાનો ગંભીર પ્રશ્ન ઉભો થઇ ગયો હતો– અમદાવાદ મ્યુની. ને રાતોરાત શહેરના એરોડ્રામ ની નજીકમાં આવેલ ઝુંપડપટ્ટીને  અમેરીકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની વેધક કાળી અપશુકન નજર() ન લાગે! જી–૨૦ ના નિયમ મુજબ,રૂટીન યંત્રવત મળેલા દેશના પ્રમુખ પદનો અંત આવે છે. તેની વાર્ષીક મીટીંગ આ વર્ષના અંતમાં દિલ્હીમાં મળવાની છે. તે સમયે પેલા બધા મહેમાનોની નજરમાં દિલ્હીની ઝુંપડપટ્ટી દેખાઇ જાય તો?( What appears more than likely is that the homeless shelters were demolished to implement a grandiose plan to "beautify" the national capital for heads of G20 countries who will assemble in Delhi later this year.)

 હર્ષ મંદર નામના સન્માનીય વંચીતોના કર્મનીષ્ઠે તા. ૧૮મી માર્ચના 'Demolition in the dead of night' નામના ઇ.એક્ષ.ના લેખમાં પોતાની અસહ્ય માનવીય અનુકંપા વ્યક્ત કરતાં સરકારી કૃત્ય ને માટે આપ્રમાણે શબ્દો વાપર્યા છે. "This extraordinary official cruelty to the most impoverished residents of the national capital led to be wilderment, fear and grief. The shelters that had been their only home for more than a decade were reduced to rubble in minutes."

 વધુમાં ખુબજ દુ:ખ સાથે લખ્યું છે તેઓએ પોતાના બચાવમાં સુપ્રીમ કોર્ટના એક ચુકાદાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું છે, કે રાજ્યની બંધારણીય ફરજ છે કે  તમામ ઘરવિહોણા લોકોને  માનવીય વસાહત જીવવા માટે મલે!. "the Court ruled that it was the state's constitutional duty to ensure decent shelters for all homeless people." આરાજ્યે તો  સ્મશાનમાં મૃતશરીરમાંથી સતત ભયંકર અગ્નીજ્વાળામાંથી નીકળતી ઝેરી ગેસવાળી ભારે હવા સાથે મજબુરીથી જીવતા હતા તેવા અમાનવીય આશ્રયસ્થાનને અડધી રાત્રે બુલડોઝર્સ સંસ્કૃતીએ નામશેષ કરી નાંખ્યું.  સૌ. ઇન્ડીયન એકપ્રેસના સમાચારોનો ભાવનુવાદ.

 

 

 

--

Wednesday, March 22, 2023

લવજેહાદ, લેન્ડ જેહાદ,ફરજીયાત ધર્માંતર અને આર્થીક બહિષ્કાર(બોયકોટ)

 

 

લવજેહાદ, લેન્ડ જેહાદ, ફરજીયાત ધર્માંતર અને આર્થીક બહિષ્કાર(બોયકોટ)

છેલ્લા પાંચ મહિનાઓમાં, મહારાષ્ટ્રના ૩૬ જીલ્લાઓમાં ૫૦ રેલીઓનું આયોજન ' હિંદુ જન આક્રોશ મોરચા' તરફથી ઉપરના મુદ્દાઓના પ્રચાર પ્રસાર માટે કરવામાં આવ્યું છે. તમામ રેલીઓનું આયોજન એક જ સરખું હતું. દરેક શહેરના મુખ્ય બજારમાંથી સેંકડો ભગવા ઝંડાઓ અને કેસરી ટોપી પહેરેલા કાર્યકરો સુત્રો પોકારતા નીકળે અને પછી નક્કી કરેલા મંચ પર જઇને ઉપરના ચાર મુદ્દાઓના સંદર્ભમાં લઘુમતીઓ પર વૈચારીક આક્રમણ કરવામાં આવે! પોલીસ તંત્રના રેકર્ડ મુજબ ભાજપ એક પક્ષ તરીકે આ બધી રેલીઓમાં કોઇપણ સ્વરૂપે જોડાયેલો નથી. પરંતુ ઉપરની બધી જ રેલીઓમાં ભાજપ પક્ષના અગ્રણી નેતાઓ, સંસદ સભ્યો અને સ્થાનીક ધારાસભ્યો તથા કાર્યકરોની સક્રીય હાજરી મોટા પ્રમાણમાં હતી. ભાજપ તંત્ર જાહેર કરે છે કે 'સકલ હિંદુ સમાજ' સંગઠનને અમારે કોઇ સબંધ નથી.

સદર રેલીઓમાં મુખ્ય વક્તાઓમાં સસપેન્ડ કરેલ તેલંગણાના બીજેપી ધારાસભ્ય રાજાસીંગ, કાલીચરણ મહારાજ અને કાજલ હિંદુસ્તાની હતા. રાજાસીંગ અને કાલીચરણ પર મહારાષ્ટ્ર અને અન્ય સ્થળો પર દ્રેષ ઉપજાવે તેવી સ્પીચ માટે કેસો ચાલુ છે. અકોલાના નેતા અભીજીત સાવંત પણ આ બધી રેલીઓમાં હાજર હતા. મુસ્લીમ સામે એક જ રામબાણ હથીયાર છે જેમાં પોલીસ, કાયદો, સુપ્રીમ કોર્ટ અને મીડીયા કોઇ વચ્ચે આવે તેમ નથી. તે હથીયર છે " આર્થીક બહિષ્કાર".તમામ રેલીઓમાં પોલીસ હાજર હતી, તમામ રેલીઓમાં ભાષણોનું વીડીયો ટેપીંગ કરેલ છે. પણ ઠેર ઠેર આવા ઉશ્કેરણીજનક ભાષણો કરનારા પર કોઇ એફ આઇ આર દાખલ કરવામાં આવી નથી. સર્વોચ્ચ અદાલતનો ૩જી ફેબ્રુઆરી આશરે દોઢ માસ પહેલાં સ્પષ્ટ નિર્દેષ હતો કે ' હિંદુ જન આક્રોશ મોર્ચા'એ પોતાની રેલીઓમાં કોઇ ઉશ્કેરીજનક ભાષણો કરવા કરાવવા નહી. પણ તે સાબિત કરવા બિલાડીને ગળે ઘંટ કોણ બાંધશે?

 

આજના ઇન્ડીયન એક્ષપ્રેસના ઉપરના રીપોર્ટની સાથે નીચેની વિગતવાર નોંધ છે.

·         20-11-2022નારોજ હિંદુ જન આક્રોશ મોર્ચાની પરભણી(મહારાષ્ટ્ર)ની સભામાં શીવસેના ઉધ્ધવ બાલ ઠાકરેના ધારાસભ્ય રાહુલ પાટીલ હાજર હતા.

·         ૨૯મી જાન્યુઆરી ૨૦૨૩ના રોજ મુંબઇ કામગાર મેદાનમાં જ્યાં મસ્જીદ, વક્ફ બોર્ડ અને હલાલ મીટ વિ. મુદ્દાઓ પર ઉશ્કેરણીજનક પ્રવચનો કરવામાં આવ્યા હતા.ભાજપના ધારાસભ્યો આશીષ શેલકર, પ્રવીણ દારેકર, સંસદ સભ્યો ગોપાલ શેટ્ટી અને મનોજ કોટક હાજર હતા.

·         ૨૭મી ફેબ્રુઆરીના રોજ નવી મુંબઇ વશીમાં કાજલ હિંદુસ્તાની એ વક્તા તરીકે સીધા આર્થીક બાયકોટની વાત કરી હતી. ભાજપના ધારાસભ્ય ગણેશ નાઇક સદર મિટીંગમાં હાજર હતા.અન્ય સ્થળો પર ગીતા જૈન અને નીતેશ રાણે જેવા ભાજપના ધારાસભ્યો હાજર હતા.

·         નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસને જ્યારે પ્રશ્ન પુછવામાં આવ્યો કે કેમ તમારા પક્ષના ધારાસભ્યો આ બધી રેલીઓમાં હાજર હોય છે? જવાબ– તે બધા પ્રથમ હિંદુ છે!.(Because they are also Hindus) ભલે મારો પક્ષીય એજન્ડા ન હોય પણ તે બધા પ્રશ્નો તો હિંદુ સમાજના છે ને? માટે આ બધા નેતાઓ તેમાં ભાગ લે તે સ્વાભિવક છે ને?અમારે તો હિંદુ ઉન્માદ પેદા કરીને તેને પછી મતોમાં રૂપાંતર કરવાનો સ્પષ્ટ એજન્ડા છે.મહારાષ્ટ્રમાં ' હિંદુ જનઆક્રોશ મોરચા' ઉપરાંત હિંદુરાષ્ટ્ર જાગૃત્તી સભા અને ગોવાના હિંદુ જનજાગૃતી સમિતિ દ્રારા પણ આવી રેલીઓ આયોજીત કરી હતી.

·         છત્તીસગઢ અખિલ ભારતિય સંત સમિતિ દ્રારા સદર રાજ્યમાં એક માસની પદયાત્રા રાયપુર સંપન્ન થઇ.સંતોએ 'હિંદુ રાષ્ટ્ર' ની માંગણી હતી. સદર સંતોની પદયાત્રાને ભાજપ, વિશ્વ હિંદુ પરિષદ અને આરએસએસનો ખુલ્લો ટેકો હતો.ચુંટણી પહેલાં સદર પદયાત્રાનો ધ્યેય છત્તીસગઢ રાજ્યની વિધાનસભાની ચુંટણીમાં હિંદુ મતોનો ધ્રવીકરણ કરવાનો જ એક માત્ર હેતુ હતો.

·         સંતોએ પોતાના પ્રવચનોમાં હાજર રહેલ મેદનીમાં જણાવ્યું હતું કે ' જે દિવસે હિંદુ કટ્ટર બની જશે ત્યારે તેની તરેફણમાં શાંતિ અને સમાધાનના માર્ગો ખુલ્લા થશે! હિંદુરાષ્ટ્ર સૌ પ્રથમ છત્તીસગઢમાં સ્થપાશે ને ત્યારબાદ તે ફક્ત સમગ્ર દેશમાં નહી પણ વિશ્વમાં ફેલાઇ જશે!.અમે 'ઘરવાપસી' ને પણ ઉત્તેજન આપીને ચાલુ સભાએ હિંદુધર્મમાં ઘરવાપસી કરનારાઓને બહુમાન સાથે આવકાર્યા હતા. દરેક હિંદુ  માટે તે પ્રથમ હિંદુ છે.પછી તેની જ્ઞાતિ.

·         આજના તા. ૨૧મી માર્ચના ઇ એક્ષ– દૈનીકના તંત્રી લેખમાં દુ:ખ સાથે સખત વિરોધ દર્શાવીને જણાવ્યું હતું કે ભાજપ " હિંદુ જન આક્રોશ મોરચા" જેવી ગેરબંધારણીય મુલ્યો વિરોધી ઉગ્ર હિંદુત્વવાદી સંસ્થાઓથી પોતાની જાતને અલગ કેવી રીતે રાખી શકશે? મહારાષ્ટ્રની પચાસ રેલીઓમાં ચાર મહિના સુધી  હિંદુ જનઆક્રોશ મોરચાની રેલીઓમાં લઘુમતી કોમ વિરૂધ્ધ વક્તાઓએ ખાસ કરીને ' લવજેહાદ, લેન્ડ જેહાદ, જબરદસ્તીથી ધર્માંતર અને આર્થીક બાયકોટના ઉશ્કેરણીજનક ભાષણો બેરોક ટોક કર્યા જ કર્યાં છે. આ બધી મીટીંગોમાં મંચ પર ભાજપના સંસદસભ્યો,ધારાસભ્યો ને પક્ષના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મહારાષ્ટ્ર રાજ્યમાં ભાજપની સરકાર છે જેની પાસે ગૃહ ખાતુ છે. તે કેવી રીતે આ બધુ ચલાવી શકે? એકનાથ શીંદાના શીવસેના સામે કરેલા બળવા પછી રાજ્યની અંદર હિંદુ આક્રમક એજન્ડાને સમજ અને ગણત્રી પુર્વક આગળ વધારવામાં આવી રહ્યો છે.

·         મહારાષ્ટ્ર રાજ્યવ્યાપી કિસાનોના પોષણક્ષમ ભાવ અને તેના સંલગ્ન મુદ્દાઓને શીંદે સરકાર લોકમત અને પ્રજા માનસમાંથી ઇરાદાપુર્વક હોંશીયામાં મુકી દેવા માંગે છે. ભાગલા પાડવાનું રાજકારણ લાંબેગાળે રાજ્ય અને દેશના હિતમાં બિલકુલ નથી. રાજ્યની પ્રજાને જોડનારુ નથી પણ  તોડનારુ સાબિત થશે. ઉધ્ધવ ઠાકરેની શીવ સેના અને શીંદેની બીજેપી સરકારે ' હિંદુ જનઆક્રોશ મોરચા' ને તેની મર્યાદા નહી ઓળગંવા સ્પષ્ટ જણાવી દેવું જોઇએ! ( સૌ. ઇ એક્ષ. પ્રેસના સમાચારો વિ નો ટુંકમાં ભાવાનુવાદ.)

 


--

Monday, March 20, 2023

અમેરીકાની સેનેટે તો હદ કરીનાંખી–


અમેરીકાની સેનેટે તો હદ કરી નાંખી–

 ભારતના આંતરિક રાજકારણના સંદર્ભમાં, અમેરીકા જેવા લોકશાહી દેશની સર્વસત્તાધીશ પ્રતિનિધી સંસ્થા સેનેટમાં રજુકરવામાં આવેલા ઠરાવને દખલગીરી નહી તો બીજું શું કહીશું? અમેરીકન સેનેટમાં થોડાક સમય પહેલાં એક ઠરાવ રજુ કરવામાં આવ્યો છે. તે દેશના ઓરગોન, ટેનેસી, ટેક્ષાસ, રાજ્યાના સેનેટરો તરફથી એક ઠરાવ' ફોરેન રીલેશન કમીટી'ને ઉદ્દેશીને દાખલ કરવામાં આવ્યો છે. તે ઠરાવમાં બે મુદ્દા છે.

(1)The US Senate on February16 2023 reaffirming the state of Arunachal Pradesh as Indian Territory and condemning China's provocations in South Asia. એક, અમે ઠરાવીએ છે કે ભારતનું અરૂણાચલ રાજ્ય એ ભારતની રાષ્ટ્રીય સીમાનો(Indian territory)એક અભિન્ન ને અવિભાજ્ય ભાગ છે. આ બાબતમાં ચીનની દખલગીરીનો અમે સખત વિરોધ કરીએ છીએ. સદર ઠરાવમાં વિગતે જણાવ્યું છે કે અરૂણાચલ પ્રદેશની એલઓસી પર જ ચીને પોતાના નવા ગામો વસાવી દીધા છે ચીને ગેરકાયદેસર ૩૮૦૦૦ ચો કીમી ભારતના લડાખ રાજ્યનો વિસ્તાર ગેરકાયદેસર કબજે કરીને પડાવી લીધો છે. ને હાલમાં બિનદાસ ઉપયોગ કરે છે.વધારામાં તાજેતરમાં પાકિસ્તાન સાથે કરાર કરીને ભારત– પાકિસ્તાન વચ્ચેની વિવાદસ્પદ સીમા(Pakistan-Occupied Kashmir (POK)૫૧૮૦ચો કી મી ગેરકાયદેસર કબજો કરીને પચાવી પાડી(has usurped) છે. ઉપરની હકિકતો અમેરીકન સેનેટના ઠરાવમાં નિર્દેષ કરેલ છે.

રાહુલ ગાંધીએ બે અગત્યની વાતો યુકે માં કહી.

(૧) ભારતીય લોકશાહી તેના વર્તમાન સમયમાં ખુબજ દબાણ હેઠળ પસાર થઇ રહી છે. એક, અખબારી મીડીયા અને ન્યાયતંત્ર પર સંપુર્ણ કાબુ અને નિયંત્રણ કરવાના તમામ જાતના પ્રયત્નો– બે,રાજકીય વિરોધીઓ પર જાસુસી, ધાકધમકી અને ઇડી, ઇન્કમટેક્ષ અને સીડી વિ સંસ્થાઓનો સત્તા પક્ષ દ્રારા બે લગામ કિન્નાખોરીપુર્વકનો ઉપયોગ–ત્રણ,આદીવાસી, દલીતો અને લઘુમતીઓ પરના સુઆયોજીત હુમલાઓ– ચાર, સત્તા પક્ષ સામેના તમામ વિરોધી અવાજને કચડી નાખવો.

 (૨) એન્કર–– ભારત ચીનના સંબંધો અંગે તમારો શું અભિપ્રાય છે?

     રાહુલ ગાંધીનો જવાબ–  અમારો ૨૦૦૦ કી મી ના પ્રદેશ ચીને કબજો કરી દીધેલ છે. વડાપ્રધાન વિરોધ પક્ષ સાથેની મીટીંગમાં જાહેર કરે છે ચીને એક તસુય જમીન પર કબજો કરેલ નથી. સદર મિટીંગમાં હું હાજર હતો. પછી ચીને તો જે કબજે કરી લીધું છે તેને પોતાની સરહદનો એક ભાગ ગણીને જ આગળ વધ્યા જ કરવાનું! અમારુ લશ્કર ચીનની આ ઘુસણખોરીની હકીકતથી પુરી વાકેફ છે,અને વડાપ્રધાનના જવાબથી પણ.

(૩) આજના ઇન્ડીયન એકપ્રેસમાં વિદેશમંત્રી(External Affairs Minister) જયશંકરે જણાવ્યું છે, કે લડાખમાં આવેલ સંયુક્ત નિયંત્રણ રેખા પર પરિસ્થિતી ખુબજ નાજુક છે તથા અતિગંભીર છે. LAC situation in eastern Ladakh fragile,નાજુક, dangerous: Jaishankar- NEW DELHI, MARCH 18.

(૪) પશ્ચીમી જગતને સારી રીતે ખબર છે કે રશીયન પ્રમુખ પુટીન ને ભારતના મોદીજી મિત્રો છે. કારણકે ભારત ને રશીયા દસકાઓથી મિત્રો છે. રશિયન મિત્રતાઆપણા માટે ખાસ કરીને પાકિસ્તાન સામે ૧૦૦ ટકા ખરી સાબિત થઇ છે.પશ્ચીમને એ પણ ખબર છે કે ચીન અને રશીયા બંને મિત્રો નથી પણ ભાઇઓ છે. તેમનું સામ્યવાદી ગોત્ર એક છે. આવતી કાલે રશીયાને ભારતની મિત્રતા અને ચીનનું સગોત્ર બંધુત્વ વચ્ચે પસંદ કરવાનું આવે તો રશિયન પ્રમુખ પુટીન કોને લશ્કરી સહકાર આપશે?

 

--

Sunday, March 19, 2023

સેમ પિત્રોડા– રાજદીપ દેસાઇ–બરખા દત્ત ઇન્ટરવ્યુ.

સેમ પિત્રોડા– રાજદીપ દેસાઇ –બરખા દત્ત ઇન્ટરવ્યુ.

બંને ઇન્ટરવ્યુની માહિતિ એકત્ર કરીને અત્રે રજુ કરેલ છે.

રાહુલ ગાંધીની લંડનની મુલાકાત દરમ્યાન સેમ પિત્રોડા ' ઇન્ડીયન ઓવરસીઝ કોંગ્રેસ'ના પ્રમુખ તરીકે લગભગ કેમ્બ્રીજ યુની.માંના પ્રવચન સિવાય ત્રણ દિવસ રાહુલ ગાંધી સાથે જ હતા. ઇન્ડીયા ટુ ડે' ચેનલના ઉપક્રમે ટીવી એન્કર રાજદીપ દેસાઇ તથા બરખા દત્તની ' મોજો– બોટમ લાઇન, ટીવી ચેનલે' સેમ પિત્રોડાનો આ સંદર્ભમાં ટીવી ઇન્ટરવ્યુ લીધો છે. જે બંને ઇન્ટરવ્યુ અંગ્રેજીમાં હોવાથી તેનો મહત્વનો ભાવાનુવાદ અત્રે રજુ કરેલ છે.

રાજ/ બરખા– સેમ પિત્રોડા, ખાસ કરીને દેશના સત્તાપક્ષ ભાજપ, તેના નેતા મોદી તથા તેના પ્રધાન મંડળના અગત્યના પ્રધાનો સહિત મીડીયા વિ.એ રાહુલ ગાંધીના કેમ્બીજ યુની અને લંડનમાંના અન્ય સ્થળો પરના પ્રવચનોમાં ખાસ કરીને ભારતની લોકશાહી અંગે જે વિચારો પ્રદર્શીત કર્યા છે તેનો સખત વિરોધ કર્યો છે. રાહુલ ગાંધીને માફી માંગવાની જોરદાર દલીલો સંસદમાં અને સંસદ બહાર કરે છે. સેમ, તમે તો રાહુલના પ્રવાસ દરમ્યાન સાથે જ હતા. સત્તા પક્ષની ટીકાઓ સામે તમારો શું મત છે?

સેમ પિત્રોડા– રાહુલ ગાંધી એવું લેશમાત્ર બોલ્યા નથી કે જેને કારણે તેઓને માફી માંગવી પડે! ભારત જેવા લોકશાહી દેશમાં જો કોઇને પણ દેશની સરકાત દ્રારા જે કાંઇ ખોટું થઇ રહ્યું હોય તે અંગે પોતાના વિચારો રજુ કરવાનો દેશ– વિદેશમાં અબાધિત અધિકાર છે. ખરેખર રાહુલ ગાંધી તરફથી જે વિચારો રજુ કરવામાં આવ્યા છે તેને તોડમરોડ કરીને એક જુઠ્ઠાણા તરીકે દેશ સમક્ષ મુકવામાં આવ્યા છે.(Lies have been propagated & misinformation is in its main demand. This has become a way of life in India.)કમનસીબે રાહુલ ગાંધી માટે આવું ભાજપે એક સત્તાપક્ષ તરીકે વારંવાર કર્યુ છે. હું આવા ઇરાદાપુર્વકના દુષપ્રચાર સામે એટલા માટે નિસ્બત ધરાવું છે કે રાહુલે તેવું કશું આ પ્રવાસ દરમ્યાન કહ્યુ નથી.

હા! એ હકીકત છે કે રાહુલ ગાંધી બોલ્યા હતા કે " આપણા દેશની લોકશાહી તેના અસ્ત્તીત્વ ટકાવી રાખવાના ભયંકર પડકાર માંથી પસાર થઇ રહી છે." તેઓના તે તારણમાં કશું ખોટું નથી. હું તેઓના એ નિવેદન સાથે ૧૦૦ ટકા પુરેપુરો સંમત છું. વધુમાં આપણા દેશની લોકશાહીનું ભાંગી પડવું સમગ્ર વૈશ્વીક માનવજાત માટે એક શાપરૂપ બની જશે. માટે તે એક વૈશ્વીક નિસ્બત છે.

કારણે કે તમે આપણી તમામ લોકશાહી સંસ્થાઓની સ્વાયત્તા અંગે શુ કહેશો? 24x7 – અઠવાડીયાના સાતેય દિવસો અને ચોવીસ કલાક આપણા દેશની રાજ્યપુરસ્કૃત મીડીયા ચેનોલો કેવું ઝેર ભારતીય સમાજ છિન્નભિન્ન થઇ જાય સિવાયનું કેમ લોકો સમક્ષ રજુ કરતા નથી? બીજા કયા સમાચારો અને વાતો પ્રજા સમક્ષ મુકી રહ્યા છે? રાહુલ ગાંધી સામે આ મીડીયા દ્રારા વ્યક્તિગત ધોરણે જે કાદવ ઉછાળવામાં આવે છે તે કોઇપણ માનવીય માપદંડોથી માપશો તો તેમાં સૌજન્યશીલ, સમપ્રમાણતા,(Out of proportion)જોજન દુર છે.The entire national media "ganged up" ( To join together in a group to hurt, frighten or oppose someone on issues which are just trivial.) જ્યારે દેશમાં મોં ફાડીને ચિત્કાર કરતી સમસ્યાઓ જેવી કે બેકારી, ફુગાવો, આરોગ્ય, શિક્ષણ વિ .ને પાતાળમાં નાંખી દેવામાં આવે છે. સરકારે આ બધા પ્રશ્નોને ઉકેલવા ચુંટણી સમયે મોદીજી અને તેમના પક્ષે વચનો આપ્યા હતા તે કેટલા પ્રમાણમાં સિધ્ધ થયા છે. આ બધા અંગે લોકશાહીમાં સંવાદ, ચર્ચા અને પ્રશ્નો પુછવાથી તમે દેશદ્રોહી, આતંકવાદી અને અર્બનનક્ષલ બની જાવ છો? "But the whole nation was upset for three days on what Rahul Gandhi did not say." રાહુલ ગાંધીએ, યુકેની ટુર દરમ્યાન ક્યારેય કોઇ પરદેશી દેશને આમંત્રણ આપ્યું નથી કે તમે અમારા દેશમાં આવીને અમારી લોકશાહી ને બચાવો.' આવા જુઠ્ઠાણા ફેલાવા અને પછી તેને આધારે માફી મંગાવવાની વાતો કરવી– તે બધાનોશું અર્થ છે? મને તો સત્તાપક્ષની આવી નીતિ–રીતીઓની પાછળનો શું તર્ક, શાણપણ અને પરિપક્વતા છે તે જ સમજણ પડતી નથી?

રાજ/બરખા– સેમ! ક્ષમા કરજો! મને બે મિનિટ માટે રાહુલની ' ઇન્ડીયન ડાયસપોરા'(યુકેના ભારતીય સમાજ સમક્ષ)ની મિટિંગમાં જે ઉચ્ચારણો " Foreign Intervention"ના મુદ્દે તેઓએ કરેલા હતા તે આ પ્રમાણે હતા.સદર ઉચ્ચારણોને કારણે આ ઉહાપોહ સત્તા પક્ષે દેશમાં પેદા કર્યો છે.પ્રથમ અંગ્રેજીમાં "The surprising thing is that so called the defenders of democracy like the United States & European countries seem to be oblivious that you chunks on the democratic model in India have undone which is the real problem. But the opposition is fighting that battle....The battle is used for the democratic people & the opposition has placed its vision on the table." This is interpreted by BJP as the invitation for intervention by Rahul Gandhi.

સેમ– પ્રથમદ્રષ્ટીએ ઉપરના અંગ્રેજી વાક્યનું ખોટું અર્થઘટન છે.મને લાગે વળગે છે ત્યાં સુધી ભારતીય લોકશાહી એક વૈશ્વીક કક્ષાએ પણ જાહેરસુખાકારી(It's a global public good)છે. માટે ભારતીય લોકશાહીએ બધા માટે નિસ્બત ધરાવતી રાજ્યવ્યવસ્થા છે. જો ભારતમાં લોકશાહી રાજ્યસંચાલનનો પ્રયોગ નિષ્ફળ જશે તો તેની અસરો વૈશ્વીક અને ભયાનક હશે.This is not about India, not about Hindutav હિંદુત્વ but about total Humanity માનવતા. ઉપરના સંદર્ભમાં હું વૈશ્વીક નિસ્બત ધરાવું છું. I am more concerned about people & planet ( વિશ્વ), then (political) power and (economic) profit. મારા મત મુજબ આપણે ઐતીહાસીક રીતે વૈશ્વીક કક્ષાએ ત્રિભેટે આવીને ઉભા છીએ.

રાજ/બરખા– રાહુલે પોતાની સ્પીચમાં એવું ન  કહેવું જોઇએ કે ભારતમાં શીખ સમાજ પણ બીજી કક્ષાનો નાગરીક થઇ ગયો છે. તેઓની રીમાર્ક થોડી સૌમ્ય હોવી જોઇએ!

સેમ– મારા મત મુજબ' It is okay'.Raj! What is the problem? It is the democratic country. If one feels that way it is perfectly normal. You can disagree with him.

રાજ/બરખા– પરદેશની ભુમી પર આવા ઉચ્ચારણોથી દેશની આબરૂને લાંછન લાગે!

સેમ–  તમારા બંનેનો શું ખ્યાલ છે? કેમ ભારત વિરૂધ્ધ પરદેશની ભુમીપર બોલાવાથી કયો મારો– તમારો નાગરિક તરીકે ગરાશ લુંટાઇ જવાનો છે? વાસ્તવિક સત્યો પર ઢાંક પિછોડો કરવાથી વર્તમાન સત્તાધીશો કેવી રીતે ને ક્યાંસુધી છટકી શકવાના છે? વસુદેવ કુટુંમ્બકની પોપટની જેમ વાતો કરનારાને કહો કે આ વીશ્વ બધાનું છે.તેથી તેની તમામ પ્રકારની ચિંતા મારી તમારી બધાની છે.શું તમે પરદેશની ભુમી પર જઇને પોતાના દેશ વિષે તમને યોગ્ય લાગે તે કેમ કહી ન શકો? દેશના સત્તાધીશોને પુછો તો ખરા કે તમારા સિવાય દેશના નાગરીકોને લોકશાહી ઢબે પોતાના વિચારો રજુ કરવાની સ્વતંત્રતા છે કે નહી? સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના તમારા ખ્યાલો બંધારણીય છે કે મનુસ્મૃતિ આધારીત છે?

રાજ/ બરખા– કોઇ કહે કે " મારા દેશમાં લોકશાહીના માળખા પર હુમલા થઇ રહ્યા છે, લોકશાહીનો એકરાજ્યપ્રથા તરીકે અંત આવી ગયો છે." હું પોતે તમારી સમક્ષ કહું છું કે મારા દેશમાં ખુબજ પધ્ધતિસર, વ્યવસ્થિત અને સંગઠીત રીતે લોકશાહી મુલ્યો પર હુમલા થઇ રહ્યા છે.તેથી કયું આભ ફાટી જવાનું છે? અને ખરેખર તે હકીકત હોય  તેને દુરસ્ત કરવા પ્રયત્નો કરો! બહુ બહુ તો એમ કહો કે ભાઇ! હું તમારા આવા ઉચ્ચારણો કે તારણો સામે સંમત નથી.સંસદના મુખે તાળા મારવાથી તમે કેવી રીતે લોકશાહી પ્રથાને બચાવી શકવાના છો?.Raj! I do not get your point! What is your logic behind it? Attack after attack on the organized way with media support that is what I am concerned about? Let us be reasonable! Let us be civilised !  તમારી પાસે રાહુલ લંડનમાં જઇને શું બોલ્યો, કોની સમક્ષ બોલ્યો, કેવા ટોનમાં બોલ્યો, ત્યાંની સંસદમાં જઇને કેમ બોલ્યો? You know, Rahul has same freedom what you and I enjoyed! He is the key leader of the prominent opposition party of the country. How many of you respect Rahul like that? At the end of the day we are all human beings.

સેમ– હું અમેરીકામાં રહીને ભારતના લોકોના વિકાસ માટે મને જે અયોગ્ય લાગે તેનો વિરોધ કરૂ છું. તેની વિરૂધ્ધ બોલું છું. તેનો અર્થ એવો નથી કે હું એન્ટીનેશનલ છું. રાહુલે જે વાતો  યુકેમાં કરી છે તે આપણા દેશ વિરૂધ્ધની લેશ માત્ર નથી. પણ મોદી સરકારના વહિવટ વિરૂધ્ધ ચોક્કસ છે. અને તેવી હોય તેમાં શા માટે કોઇના પેટમાં દુ;ખે! આ સિવાય રાજકીય સત્તાધીશો પાસે દેશ સમક્ષના ખુબજ અગત્યના કોઇ મુદ્દાઓ ચર્ચાના બાકી રહ્યા જ નથી? અદાણી, હીડેનબર્ગ,પેલી બીબીસીની ડોક્યુમેન્ટરી, બેકારી, ભાવવધારો, જીડીપીના આંકડાઓ સાથે ખીલવાડ આના વિષે સત્તા પક્ષે શું કહેવાનું છે?

સેમ– હું અમેરીકામાં રહીને તેની સરકારી અને અન્ય નીતીઓની વિરૂધ્ધમાં ઘણું બોલું છુ, તેનો અર્થ એ નથીકે હું 'એન્ટીઅમેરીકન' થઇ ગયો! I have spoken lots of negative things about USA. Nobody has ever asked me or question me ever in USA. After all I first and for most HUMAN BEING. I am more concerned about the humanity first then about nationality.  દોસ્તો હું પ્રથમ માનવવાદી છું. પછી રાષ્ટ્રવાદી. જો મારા દેશની સરકાર માનવ માનવ વચ્ચે અસમાનતા અને વેરઝેરના બીજ વાવનારી હોય તો તેવી સરકારના રાષ્ટ્રવાદના ખ્યાલનો મારા જાનના જોખમે પણ વિરોધ કરીશ અને તે માટે પ્રજામત કેળવવા હું સર્વસ્વને દાવ પર મુકવા તૈયાર છું.

રાજ / બરખા – રાહુલે કોંગ્રેસની હકારાત્મક નીતીઓની વાતો કરવાને બદલે નરેન્દ્ર મોદી સામે સતત( NAMO Bashing) ટીકા કરવાનું શા માટે?

સેમ– ફરી તમને જણાવું છું કે રાહુલે શું બોલવું ને ક્યાં જઇને બોલવું તે આપણે નક્કી કરવાનું નથી. જે બધા રાહુલના અભીવ્યક્તીના સ્વાતંત્રયનો બલી ચઢાવવા મેદાને પડયા છે તે બધાને ખબર નથી કે જે દિવસે રાહુલના મોઢે તાળુ મારી દેવામાં આવશે તે દિવસે દેશના બીજા નાગરીકોના મોઢા પર પહેલાં તાળાવાસી ગયા હશે! તેની ઉજવણી ફક્ત ટોળાં જ કરતાં હશે!

સેમ– નાગરિક સંવાદના ભાગે કશું નહી! Let us have a civil discourse! આ દેશના વડાપ્રધાન તે સમગ્ર દેશના વડાપ્રધાન છે. માટે દેશના દરેક નાગરીકને તેઓની નીતીઓની ટીકા તથા મુલ્યાંકન કરવાના અધિકાર પર લેશ માત્ર નિયંત્રણ ન ચાલે! તેઓ સમગ્ર દેશના વડાપ્રધાન છે. કોઇ પક્ષના, જુથના કે કોઇ ટોળાના પ્રતિનિધી બિલકુલ નથી. મને અંગત રીતે બિલકુલ ગેરવ્યાજબી લાગે છે કે મારા દેશના વડાપ્રધાન અંગત રીતે પોતાના પ્રવચનમાં કોઇ એક વ્યક્તિ વિશેષને ધ્યાનમાં રાખીને ટીકાત્મક રીતે બોલે છે. મને ને તમને દેશના નાગરિક તરીકે વડાપ્રધાનની ટીકા કરવાનો અધિકાર છે. પણ કોઇપણ નાગરિક પર અંગતરીતે ટીકા કરવાનો વડાપ્રધાનને અધીકાર બિલકુલ નથી નથી જ. વડાપ્રધાનના ખભા( Shoulders) ખુબજ મોટા હોવા જોઇએ કે જેના પર ચારેય બાજુથી આવતા ટીકાઓના હુમલાઓ સહન કરી શકે. મારો વડોપ્રધાન ' તુ તુ મેં મેં'ની દલીલબાજુનો શિકાર બનવો ન જોઇએ……………….ચર્ચા સંપુર્ણ. આભાર સૌ નો.


--

Saturday, March 18, 2023

ભાગ–૨રાહુલ ગાંધીની કેમ્બ્રીજયુનીર્વસીટી તથા અન્ય સ્થળો પર ભારતીય લોકશાહી પર રજુ કરેલા વિચારો-

ભાગ–૨

રાહુલ ગાંધીની કેમ્બ્રીજ યુનીર્વસીટી તથા અન્ય સ્થળો પર ભારતીય લોકશાહી પર રજુ કરેલા વિચારો- જે તે ભાવાનુવાદ કરીને ટુંકમાં પસંદ કરીને અત્રે રજુ કરવામાં આવ્યો છે.

સૌ પ્રથમ, આ વિષયમાં રસ ધરાવતા અભ્યાસુઓ માટે શ્રી રાહુલ ગાંધીની ઇગ્લેંડની મુલાકાત દરમ્યાન રજુ કરેલા વિચારોની યુ–ટયુબ લીંક તથા તે અંગે ઇરાદાપુર્વક ઉભા કરવામાં આવેલા વિવાદના જ્ઞાન આધારીત જવાબો ટેકનોક્રેટ  સેમ પિત્રોડાએ રજુ કરેલા છે તે વિચારોની યુ ટયુબની લીંક અત્રે મુકી છે.

(1)   Complete Speech of Rahul Gandhi: Lecture at Cambridge University- https://www.youtube.com/watch?v=IW9UgWl_BTE

(2)   Rahul Gandhi LIVE: India's changing role in the world | Chatham House, London |

 https://www.youtube.com/watch?v=b9tXOMWYK88&t=300s

(3)    Sam Sir's Interview with Ms. Barkha Dutt, here is the link - https://youtu.be/K8rG4J-8PcY

 

United India March- ભારત જોડો યાત્રા કેમ? શા માટે?

(1)  સને ૨૦૦૪–૫માં જ્યારે હું રાજકારણમાં જોડાયો ત્યારે મને સહેજ પણ ખ્યાલ ન હતો કે સત્તાકીય રાજકારણ જે ફક્ત રાજકીય પક્ષો વચ્ચેની હરિફાઇ છે તે સંપુર્ણ બદલાઇ જશે. મને તે સમયે કોઇએ એવી વાત કરી હોત કે " સત્તાલક્ષી રાજકારણ સંપુર્ણ બદલાઇ જઇને એક બહુમતી ધર્મના આધિપત્યવાળુ, આઝાદીના સંઘર્ષની વિચારસરણી અને બંધારણીય મુલ્યોની પુરેપુરી અવગણના કરતું બની જશે" તો તે વાત ને મેં હસી કાઢી હોત!

(2)    વર્તમાનમાં એ સ્થિતિ મારા દેશની થઇ ગઇ છે કે એક સંસ્થા જેનું નામ છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર એસ એસ) છે, તેણે દેશની રાષ્ટ્રનિર્માણ કરતી લોકશાહી માર્ગે સંચાલન કરતી લગભગ તમામ સંસ્થાઓનો કબજો લઇ લીધો છે.આર એસ એસ એક ફાસીવાદી અને ઉગ્રધર્માંધ (Fundamentalist) સંસ્થા છે. તે કાયદા મુજબ અસ્તિત્વમાં આવેલ રજીસ્ટર્ડ સંસ્થા નથી. તેનું તમામ સંચાલન બિનલોકશાહી માર્ગે થાય છે." You can call it a secret society. It is built on the line of Muslim Brotherhood. Its main idea is to use the democratic context to come to power and once acquiring the political power then subvert the democratic context. "

(3)   જે રીતે મારા દેશની મોટાભાગની લોકશાહી સંસ્થાઓને સફળતાપુર્વક કબજે કરીને તે બધાનું પોતાના ધર્માંધ ફાસીવાદી હેતુઓ સિધ્ધ કરવા ઉપયોગ કરવા માંડયો છે તેણે મને સખત માનસીક આધાત પહોંચાડયો છે. દેશની સ્વતંત્ર પ્રેસ, સંસદ, ન્યાયતંત્ર, ઇલેકશન કમીશન, વિ. સંસ્થાઓને પોતાની એડી તળીયે લાવીને સતત ભય ને દબાણ નીચે કામ કરતી કરી દિધી છે. આઝાદ દેશમાં જે મુક્ત અવાજ હતો, સ્વતંત્ર ડીબેટ કે સંવાદનું વાતાવરણ હતું તેને નામશેષ કરી નાંખવામાં આવ્યું છે. સંસદની અંદર અમને દેશના હિતમાં નોટબંધી, કિસાન કાયદા, જીએસટી વિ. બીલો રજુ કર્યા પછી વિરોધ પક્ષોને સંગઠિત રીતે યુક્તિ–પ્રયુક્તિ કરીને ચર્ચા જ કરવા દેવામાં આવતા નથી.( આજે આ લેખ હું તૈયાર કરી રહ્યો છું ત્યારેસંસદમા સ્પીકરે ૨૧મીનીટ સુધી માઇક જ બંધ કરી દીધું છે. તેવા સમાચાર છે.)

(4)  આર એસ એસ સંચાલિત બીજેપી તરફથી ચર્ચાના તમામ સ્રોત્રો બંધ કરી દેવામાં આવે ત્યારે વિરોધ પક્ષ તરીકે અમારે લોકોના પ્રશ્નો ઉકેલવા અને માહિતિ પુરી પાડવા કયા કયા લોકશાહી, શાંતિમય ને અહિંસક સાધનોનો ઉપયોગ કરવો? આ અમારો સતત મુઝવતો ને ગૂંચવતો પ્રશ્ન હતો. અમારા પક્ષે કોંગ્રેસ પાર્ટીંમાં સઘન ચર્ચા પછી કન્યાકુમારીથી કાશ્મીર સુધીની આશરે ૪૦૦૦ કી. મી.ની પદયાત્રા કરવાનો નિર્ણય કર્યો. આ યાત્રામાંથી અમને દેશની તદ્દન નવીજ તાસિર મળી છે.

(5)  મારા માટે આટલા મોટા દેશવ્યાપી ફલક પર હજારો, લાખો લોકોને શાંતી સાંભળવાની કળા વિકસાવી તે ઘણી મોટી સફળતા હતી. રાજકારણી તરીકે મારી એવી ટેવ હતી કે હું શાંતીથી લોકોને સાંભળતો જ ન હતો. મારી રાજકારણી તરીકેની તે સહજવૃત્તી( Instinct) જ યાત્રાથી સંપુર્ણ નાબુદ થઇ ગઇ.

(6)  એન્કર– રાહુલજી, આ યાત્રાની ફલશ્રુતી એક રાજકીય નેતા અને કોંગ્રેસપક્ષના વડા તરીકે તમને કેવી લાગે છે? સૌ પ્રથમ સદર યાત્રાએ અમારા પક્ષના કાર્યકરોમાં ખુબજ નવું જોમ અને શક્તિ પેદા કરી છે. અમારા પક્ષનું લગભગ નવસર્જન થાય તેવી ઉર્જા મારી યાત્રાએ પેદા કરી છે

(7)   અમે ખાસ ધ્યાન યાત્રા દરમ્યાન રાખ્યું હતું કે દરેક મુલાકતીને માટે તેની મુલાકાત લેશ માત્ર રાજકીય ન લાગે પણ કૌટુંબીક, અંગત ને લાગણીસભર માનસિકતા સાથે છુટો પડે તેવો સરળ અહેસાસ કરાવવાની જવાબદારી સૌ યાત્રિકોની છે તે અમે બધા સમજી ગયા હતા. શીખી ગયા હતા. ૨૧મી સદીમાં ફેસબુક,વોટ્ટસઅપ કે ટવીટરથી પણ વધારે અંગત રેપોર્ટ અમે લાખો મુલાકાતીઓ સાથે સાધી શક્યા હતા.

(8)    એન્કર– શું તમને લાગે છે કે તમારા દેશમાં લોકશાહીનો ખતરો એક વૈશ્વીક સ્તર પર લોકશાહી રાજ્ય વ્યવસ્થા સામે અસ્તિત્વ ટકાવી રાખવાનું જોખમ પેદા થયું છે તેનો એક ભાગ છે? જવાબ–દરેક દેશની લોકશાહી સમસ્યા તેના પોતાના ઇતિહાસ, રૂઢીરિવાજો, વિચારસરણી વિ. અંગે કેવી રીતે વિચારે છે તેના પર આધારિત છે.

 મારી દ્ર્ષ્ટી પ્રમાણે આજે વિશ્વ વૈચારીક રીતે બે ભાગમાં વહેંચાઇ ગયું છે. એક મુક્ત, ખુલ્લો,લોકશાહી સમાજ( પશ્ચીમી જગત) અને બીજો સંપુર્ણ નિયંત્રિત સમાજ(ચીન અને રશિયા).

(9)  અમારા દેશમાં લોકશાહીનું જોખમ રાજકીય પક્ષો વચ્ચે નથી પણ બે વિચારસરણીઓ વચ્ચેનું છે.બંને વિચારસરણીઓનું દ્ર્ષ્ટિબીદું એકબીજાથી મુળભુત રીતે સામસામી છે. વિરોધાભાસી છે. એક વિચારસરણીનું મોડેલ આર એસ એસ- બીજેપીનું છે. બીજુ અમારું છે. આ ઉપરાંત અમારા બહુમતી સમાજનું માળખું જ્ઞાતિ આધારીત ઉંચનીંચની સામાજીક અસમાનતામાં વહેંચાયેલું છે. જે પશ્ચીમી સમાજમાં નથી.પણ અમારી લોકશાહીનો પડકાર, અમારા દેશનો છે. અને અમે તે પડકારને પહોંચી વળીશું.

(11) યાત્રા દરમ્યાન અમારી પાસે ચાર સમસ્યાઓ જેવી કે બેરોજગારી, ભાવવધારો, અસમાનતા અને સ્રીઓ સામે હિંસા અંગે વારંવાર રજુઆત કરવામાં આવી હતી. અમારા દેશમાં ખુબજ ઝડપથી ગ્રામીણ જીવનમાંથી મોટા પાયે શહેરીજીવન તરફ વસ્તીનું સ્થળાંતર થવા માંડયું છે. આ પ્રકારના ઉભરાતા સમાજકરણે ભાજપને અમારા પક્ષની સરખામણીમાં શહેરીવિસ્તારમાં વધારે સંગઠિત ને મજબુત બનાવ્યો છે. રાજકીય રીતે અમારો પક્ષીય પાયો ગ્રામીણ ભારતમાં હજુ મજબુત અને સંગઠિત છે. પણ આ બધા સાથે તમે દેશમાં પ્રવાસ કરશો તો ખબર પડશે કે મારે બહુસંખ્યકવાદના લોકો તરફથી દલિત,આદીવાસી ને લઘુમતી સાથેનો વ્યવહાર કેવો છે? આ બધા મુદ્દાઓના સંદર્ભમાં ભારતીય લોકશાહી ઉપર ખતરો છે તેવા ઘણા બધા લેખો પરદેશોની પ્રેસમાં આવે છે.

(12) વિરોધ પક્ષોના તમામ નેતાઓને સારી રીતે ખબર છે કે બીજેપી તરફથી તેમના ફોનથી માંડીને અનેક પ્રવૃત્તીઓ પર કેવી જાસુસી નજર રખાય છે. અને તપાસ એજન્સીઓનો ઉપયોગ વિરોધના અવાજને દબાવી દેવામાં કરવામાં આવે છે.   સદીઓથી અમારા દેશની ૧૪૦ કરોડની વસ્તી વચ્ચે જે સામાજીક તાનાબાના જોડાયેલા હતા, જે સંવાદિતા હતી તેને ખતમ કરવાનું કામ આર એસ એસ અને બીજેપીએ તમામ સત્તાકીય મશીનરી અને સંસ્થaઓનો ઉપયોગ કરીને આયોજનબધ્ધ રીતે  શરૂ કરી દીધેલ છે. તમામ આધુનીક સંસ્થાઓની સ્વાયત્તા આ સરકારે તોડી નાંખી છે. જે મારા અભિપ્રાય પ્રમાણે ખુબજ જોખમકારક સ્થિતી છે. મારો દેશ કાયદાના શાસનમાંથી એકજ માણસના મનસ્વી શાસનમાં ઝડપથી રૂપાંતરીત થઇ ગયો છે. My country is not governed by the rule of law but by the thumb of the one man. વડાપ્રધાનના કાર્યાલયની સત્તાના અસહ્ય કેન્દ્રીકરણે દેશની આર્થીક સંપત્તીને બે કે ત્રણ માણસને વહેંચી આપી છે.(Massive concentration of wealth and power).મારા મત મુજબ આટલી મોટી વસ્તી અને કુદરતી સાધન સંપત્તી ધરાવતા દેશને રાજકીય અને આર્થીક સત્તાના કેન્દ્રીકરણના કારોબારથી બિલકુલ સંચાલન કરી શકાય નહી. શુસાશનનું સંચાલન સંપુર્ણ વિકેન્દ્રીત ને લોકભાગાદારીવાળુ જ જોઇએ. નહિતો લાંબેગાળે રાજ્ય સંચાલન જ લકવાગ્રસ્ત બની જશે!.

એન્કર– ભારત ચીનના સંબંધો અંગે તમારો શું અભિપ્રાય છે? અમારો ૨૦૦૦ કી મી ના પ્રદેશ ચીનને કબજો કરી દીધેલ છે. વડાપ્રધાન વિરોધ પક્ષ સાથેની મીટીંગમાં જાહેર કરે છે ચીને એક તસુ જમીન પર કબજો કરેલ નથી. અમારુ લશ્કર ચીનની આ ઘુસણખોરીની હકીકતથી પુરું વાકેફ છે. સદર મિટીંગમાં હું હાજર હતો. પછી ચીને તો જે કબજે કરી લીધું છે તેને પોતાની સરહદનો એક ભાગ ગણીને જ આગળ વધ્યા જ કરવાનું ને!

તમે જો સંવાદ, ચર્ચા અને વિચારોના આદાનપ્રદાનના તમામ માર્ગો બંધ કરી દેશો તો દેશ ક્યારે એક અંધારી ખીણમાં ગરકાવ થઇ જશે તે જ ખબર નહી પડે. ...........

ભાગ–૩ ટેકનોક્રેટ સેમ પિત્રોડાના વિચારો.

 

 

--

Friday, March 17, 2023

--રાહુલ ગાંધીની કેમ્બ્રીજ યુનીર્વસીટી તથા અન્ય સ્થળો પર ભારતીય લોકશાહી પર રજુકરેલા વિચારો



--રાહુલ ગાંધીની કેમ્બ્રીજ યુનીર્વસીટી તથા અન્ય સ્થળો પર ભારતીય લોકશાહી પર રજુ કરેલા વિચારો- જે તે ભાવાનુવાદ કરીને ટુંકમાં પસંદ કરીને. ભાગ–૧.

      Rahul Gandhi educational qualification- Rollins College (Bachelor of Arts) Trinity College,    Cambridge (Master of Philosophy 1995.)

(1)   એક સમયના વિધ્યાર્થી તરીકે મને મારી આ વિધ્યાદેવીના મંદિરમાં આવવાનો રોમાંચ અવર્ણીનય છે. મને કેમ્બ્રીજે ઘડયો છે, બનાવ્યો છે, તમારી માફક હું આ સ્ટેજ સામેની પેલી બેંચ પર એક સમય વિધ્યાર્થી તરીકે બેસતો હતો. અને મહાનુભાવોને સાંભળતો હતો.

(2)   હું તમારા બધાની સમક્ષ ભારત અંગે ને ખાસ કરીને ' ભારત જોડો' બાબતે વાત કરીશ.જેમાં હું એક વ્યક્તિ તરીકે સાંભળનાર ને બદલે હજારો નહી પણ લાખો લોકોની વાતો અને રજુઆતોને સાંભળનારા તરીકે મારી વિચારો રજુ કરીશ.આ ઉપરાંત પૃથ્વીને એક ગ્રહ તરીકે સમજીને અમેરીકન અને ચીનની એમ બે ભિન્ન વિચારસરણીઓને આધારે વૈશ્વીક સમસ્યાઓ અને તેના ઉકેલ પર હું મારા વિચારો રજુ કરીશ.

(3)   એ સમાચારોથી તમે બધા સારી રીતે પરિચયમાં છો કે ભારતીય લોકશાહી તેના વર્તમાન સમયમાં ખુબજ દબાણ હેઠળ પસાર થઇ રહી છે.તેના મુળભુત મુલ્યો પર સતત કઠુરાઘાત થઇ રહ્યો છે. પછી શ્રોતાઓને એક સ્લાઇડ સ્કીન બતાવવામાં આવે છે. જેમાં જુદા જુદા દેશ–પરદેશના દૈનિક પેપરોના મુખ્ય સમાચારોના મથાળાની ક્લિપ્સમાં નીચે મુજબ બતાવવામાં આવે છે. દા.ત.(A) T Of I-" Attacks on Muslims since Mohmmed Akhlaq's lunching- A time line, (B) News-'Electoral autocracy': The downgrading of India's democracy,(C )Time- Bulldozers have razed my house (D) The Indian express-Explained- What are unparliamentarily words unfit for the house--& how they are compiled? (E) Blatant Censorship- Press Club complains of restrictions on media in Parliament-  વિગતે ફોટાઓ અત્રે લેખના અંતમાં મુકવામાં આવ્યો છે.

(4)   હું વિરોધ પક્ષના નેતા તરીકે સુકાન સંભાળુ છું. આપણા દેશમાં લોકશાહીના આધારસ્તંભની સંસ્થાઓ છે. દા:ત સંસદ, ન્યાયતંત્ર, અખબારી સ્વાતંત્ર્ય રજુ કરતા મીડીયા અને પ્રેસ વિ. જે તેના અવાજને કેવી રીતે દબાવી દેવામાં આવે છે તેને પ્રજા સમક્ષ રજુ કરવાનો સતત કરીએ છીએ. પણ અમારા પ્રયત્નોને સંસદની અંદર અને બહાર બિનઅસરકારક બનાવી દેવામાં આવે છે." Our basic structures of democracy is attacked constantly." ભારત એક જુદા જુદા રાજ્યોનો બનેલો દેશ છે( It is the union of states). જુદી જુદી ભાષા,પહેરવેશ અને સાંસ્કૃતિક ભિન્નતા ધરાવતો લગભગ ભૌગોલીક રીતે સમગ્ર યુરોપ જેટલો મોટો મારો દેશ છે. દેશનું સદર સમવાય માળખું એક પક્ષીય રાજકીયસત્તાના કેન્દ્રીકરણથી જોખમમાં મુકાઇ ગયું છે. રાજ્યો અને કેન્દ્ર સાથેનો સંબંધ એકતરફી ઉપરથી નીચે અમલ કરવા– કરાવવા માટે થાય છે. સંસદ બહાર શાંતિમય માર્ગે વિરોધ કરતા વિરોધ પક્ષના નેતાઓને ત્રણેએક વાર જેલમાં પુરી દેવામાં આવ્યા છે. પ્રેસની આઝાદીને છીનવી લેવામાં આવી છે.

(5)   "  The Indian democracy is a public good. It is the biggest democracy in the world. The preserving and strengthening of Indian democracy are not just about India. But it is actually preserving and strengthening of democracy on the planet."

(6)   ભારતની લોકશાહી ખતરમાં છે તેનો અર્થ શું? તેના કયા કયા એવા લક્ષણો છે કે જેને આધારે રાહુલ ગાંધી દલીલ કરે છે કે દેશની લોકશાહીને માટે ખતરો છે? જવાબ– એક, અખબારી મીડીયા અને ન્યાયતંત્ર પર સંપુર્ણ કાબુ અને નિયંત્રણ કરવાના તમામ જાતના પ્રયત્નો– બે,રાજકીય વિરોધીઓ પર જાસુસી, ધાકધમકી અને ઇડી, ઇન્કમટેક્ષ અને સીડી વિ સંસ્થાઓનો સત્તા પક્ષ દ્રારા બે લગામ કિન્નાખોરીપુર્વકનો ઉપયોગ–ત્રણ,આદીવાસી, દલીતો અને લઘુમતીઓ પરના સુઆયોજીત હુમલાઓ– ચાર, સત્તા પક્ષ સામેના તમામ વિરોધી અવાજને કચડી નાખવો. જે હકીકત રાહુલ ગાંધીએ સ્લાઇડમાં બતાવી છે. પ્રજાના પ્રશ્નો માટે પ્રજા સાથે સંવાદ અને સંપર્કના તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે.

(7)   તો પછી લોકસંપર્કના કયા માધ્યમો શાંતીપ્રીય માર્ગે,અહીંસક સાધનો દ્રારા લોકશાહીમાં વિરોધપક્ષ અને તેના નેતાઓ પાસે બાકી રહે છે? રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સને ૧૯૩૦માં આશરે ૪૫૦ કિલોમીટરની દાંડીયાત્રા પગે ચાલીને કરી હતી. જે દાંડીયાત્રાને કારણે બ્રીટીશ રાજ્ય સત્તાની કમ્મર જ તુટી ગઇ હતી. સદર યાત્રાનો સંદેશો આધ્યાત્મિક,રાજકીય જાહેર જીવન માટેનો હતો. પરંતુ યાત્રા કરનારા માટે તે એક તપસ્યા હતી. ગુમાન, અભિમાન ને હુંકારને બદલે સ્વત્યાગ( Annihilating one's self.)અને સમર્પણનો હતો. જ્યારે સત્તાશાળીઓએ બેલગામ બનીને ને લોકસંપર્કના તમામ અન્ય લોકશાહી માધ્યમો ક્રમશ: ખતમ કરી નાંખ્યા હોત ત્યારે ' नफरत के बाझर में महोबत की दुकान लेकर आया हुं | તે સિવાય કોઇ માર્ગ લોકસંપર્કનો બાકી ન હતો.

(8)    અમારી યાત્રા આશરે ૪૦૦૦ કીલો મીટર લાંબી,પાંચ માસ સુધીની,૧૪ રાજ્યોમાંથી નવ જુદી જુદી ભાષા બોલતી પ્રજા સાથે જીવંત સંપર્ક પેદા કરતી કન્યાકુમારીથી શરૂ કરીને કાશ્મીરમાં પુરી થઇ." We make a personal emotional bonding (affectionate connection) with the people when they left us from the Yatra." Yatra converted from political Yatra to personal emotional Yatra.

 

Second Part of Cambridge University speech- Related to USA & China.

(A)   અમેરીકાની સમૃધ્ધી લોકશાહી માર્ગે થઇ છે. મારા મત પ્રમાણે તે ખુબજ મહત્વની બાબત છે.તે એક સતત વસાહતીઓનો(The Nation of Immigrants)દેશ હોવાથી દેશના નાગરિકોમાં સ્વતંત્રતા એક જીવન મુલ્ય તરીકે અનિવાર્ય ભાગ બની ગયું છે. તમામ માર્ગે અમેરીકન નાગરિકો તે માનવ મુલ્યનું સંરક્ષણ કરે તેમ છે. તે દેશ એક ખુલ્લો સમાજ છે." It is an open society which welcomes people from all the corners of the world."

(B)   But monopoly of production and manufacturing of USA were defeated by China. It has equally become the super power. અમેરીકા જેટલા પ્રમાણમાં વ્યક્તિગત સ્વતંત્રતાને એક મુલ્ય તરીકે મહત્વ આપે છે તેટલા જ પ્રમાણમાં ચીન સંવાદિતા(Harmony)ને મહત્વ આપે છે. કારણકે ચીને પોતાના વિકાસના તબક્કા જેવા કે સાંસ્કૃતિક ક્રાંતી, લોંગ લેબર માર્ચ, કિસાન સંઘર્ષ વિ જેમાં સતત અંધાધુધી ને અરાજકતા ફેલાઇ ગઇ હતી. માટે ચીન સ્વતંત્રતાના મુલ્યને યુએસએ જેટલું મહત્વ આપતું નથી.મારા મત મુજબ ચીનના સામાન્ય નાગરીકના અભિપ્રાય પ્રમાણે પોતાના દેશનો વિકાસ તેની કુદરતી સાધન સંપત્તીના(Infra -structures) અસરકારક ઉપયોગ ને આભારી છે.અમેરીકા કુદરતી સાધન સંપત્તીને પોતાના હિતો સાધવાના એક સાધનથી વધારે મહત્વ આપતું નથી." For USA, nature is for the pursuit of life, liberty and happiness. That's all ". ચીન આધુનીક કોર્પોરેશનનો ઉપયોગ આર્થીક ઉપાર્જન માટે કરે છે પણ તેનું સંચાલન 'કોમ્યુનીસ્ટ પાર્ટી ઓફ ચાઇના' કરે છે. યુએસએમાં કોર્પોરેશનનું સંચાલન જેની પાસે ખાનગી મુડી છે તે કરે છે.

(C)   ભારત અને યુએસએમાં નાગરીકોની અપેક્ષા અને મીડિયાના વર્તન વચ્ચે ખુબ મોટી ખાઇ છે. બંને દેશોમાં આર્થીક અસમાનતા છે. આવક અને સંપત્તીનું મોટા પાયે કેન્દ્રીકરણ થયેલું છે. આપણા દેશમાં બીજીબાજુએ બેરોજગાર યુવાનોનો મોટા પહાડ જેટલો જથ્થો એકત્ર થયેલો છે. જેનાથી લાંબેગાળે સામાજીક અસ્થીરતા પેદા થવાનો ભય છે.

(D)  વીશ્વ એક હાઇપર કનેક્ટીવીટીનો ઉપયોગ કરનારો ગ્રહ બની ગયો છે. તેને કારણે તે સાધનનો દુર ઉપયોગ માનવજાતના સર્વનાશ તરફ પણ ઝડપથી  લઇ જઇ શકે તેમ છે.માટે તેવી વૃત્તી અને પ્રવૃત્તીઓને નિયંત્રણમાં તાત્કાલીક રાખે તેવી સંસ્થાઓનું સર્જન પણ માનવજાતની તાતી જરૂરીયાત છે.

(E)   આપણને ૨૧મીસદીમાં એવું વિશ્વ માન્ય નથી કે જેમાં લોકશાહી શાસન વ્યવસ્થા ટકી ન રહે કે વિકસે નહી!. બીજા શબ્દોમાં કહેવાય કે માનવ જાતનું અસ્તીત્વ લોકશાહી રાજ્ય અને સમાજ વ્યવસ્થા પર સંપુર્ણ આધારીત છે. લોકશાહીએ નાગરીક સમાજનું જાહેર સુખાકારી માટેનું આભુષણ છે.( The democracy is a PUBLIC GOOD) લોકશાહીની અંદર પેદા થતા આર્થીક રાજકીય ને સામાજીક સંઘર્ષોથી જ તેનો નાશ થાય તેમ છે.આર્થીક અસમાનતાઓ અને બેકારોની ફોજ દ્રારા જે અરાજકતા પેદા થવાની પુરી સંભાવના છે.તે જ લોકશાહી જીવન પધ્ધતીનો સર્વનાશ કરી શકે તેમ છે.

(F)    આપણે લોકશાહી વ્યવ્સ્થામાં નવી આર્થીક સંપત્તી સર્જનની વ્યવસ્થા પેદા કરવી પડશે. જેમાં તેના સર્વનાશના બી–બિયારણો જ અસ્તિત્વ ધરાવતા ન હોય.મુડી અને શ્રમના ઉપયોગમાં એકરૂપતા, સંવાદિતા અને સમાન દરજજા આધારિત ઉત્પાદન પ્રક્રીયા હોવી જોઇએ. તેની ગેરહાજરીમાં લોકશાહી શાસન વ્યવસ્થામાં જ તેના અસ્તિત્વ માટેનો જ ભય પેદા થઇ જશે. મારા મત મુજબ તેમાં આધુનિક હાયપર કનેક્ટીવીટી આધારીત ટેકનોલોજી આપણને મદદરૂપ થાય તેમ છે. તે  ટેકનોલોજીથી તમામ આધુનિક સંસ્થા સંચાલનના તંત્રોમાં લોકશાહી વિકેન્દ્રીત, લોકભાગદારીવાળી નિર્ણયપ્રથા વિકસી શકે તેમ છે.(Decentralize democratic participatory decision making process) મારા જેવા રાજકારણી માટે સારા સાંભળનાર બનવું, સારા નિરીક્ષક બનવું અને સતત ઉપર જણાવેલ દિશામાં મથ્યા કરવું તે જ ઉત્તમ ધ્યેય છે. શરૂઆતમાં કહ્યું તે પ્રમાણે આપણે અહંમ ઇગો અને અહાંકારથી મુક્ત બનીને બીજાના મત કે વિચારને પણ મહત્વ આપતાં,સમજતાં તથા ગૌરવ આપવાનું શીખવાની જરૂર છે.

વધુ આવતા ભાગ–૨ માં

Monday, March 13, 2023

ભારતમાં ચાર્વાકનાભૌતીકવાદી દર્શનની સંપુર્ણ પીછે હઠ કેવી રીતે થઇ? ભાગ–૩.(અંતિમ)

ભારતમાં ચાર્વાકના ભૌતીકવાદી દર્શનની સંપુર્ણ પીછે હઠ કેવી રીતે થઇ? ભાગ–૩.(અંતિમ)

ચાર્વાક દર્શન મુળભુત રીતે ભૌતીકવાદી, પ્રત્યક્ષવાદી, સુખવાદી દર્શન હતું. છેલ્લા બે લેખોમાં આપણે એ સમજવાની કોશીષ કરી હતી કે ચાર્વાક દર્શન કેવી રીતે ભૌતીકવાદી, પ્રત્યક્ષવાદી અને સુખવાદી દર્શન છે.એક, માનવ સહિત પૃથ્વી અને બ્રહ્માંડ વિ. ભૌતીક તત્વોના બનેલા છે. બે,જ્ઞાન ફક્ત ઇન્દ્રીયજન્ય છે. ત્રણ, માનવીય સ્તર પર જીવવું એટલે સુખેથી જિવવું. ક્રમશ: જ્ઞાન આધારીત સાધનો દ્રારા કુદરતી પરિબળોની વિઘાતક અસરોમાંથી મુક્તિ મેળવી જીવવું.

ચાર્વાકનું સમગ્ર ચિંતન વ્યક્તિલક્ષી, વ્યક્તિના કલ્યાણ અથવા સશક્તિકરણ માટે તમામ સામાજીક, રાજકીય ને ધાર્મીક સંસ્થાઓનો ઉપયોગ કરવો. તમામ સામુહિક સંસ્થાઓ માનવી માટે છે. માનવી તે બધી સંસ્થાઓના હિતો સિધ્ધ કરવા પૃથ્વી પર જન્મયો નથી.માનવી સાધ્ય છે જ્યારે તમામ માનવસર્જીત સદર સંસ્થાઓ તે સિધ્ધ કરવાના સાધનો છે. સામુહિક સત્તાનું સુકાન કે સંચાલન માનવ કેન્દ્રીત હોવું જોઇએ. તમામ સામુહિક સત્તાઓ માનવ સર્જીત હોવાથી તે લૌકીક, ઐહીક છે. અલૌકીક, ઇશ્વરી નથી. માનવ હિતની વીરૂધ્ધ તેનું સંચાલન થતું હોય તો તેમાં માનવીય પ્રયત્નોથી ફેરફાર ફક્ત શક્ય છે એટલું જ નહી પણ અનિવાર્ય અને આવકાર્ય છે.

(1)    તમામ વેદ અને ઉપનિષદો ઇશ્વર સર્જીત છે. રાજાશાહી અને પુરોહિતશાહી( બ્રાહ્મણવાદી)ના તમામ દુન્યવી હિતો તેમાં સમાયેલા હોવાથી ચાર્વાક દર્શનના તમામ તારણો તેમના સ્થાપિત હિતો વિરૂધ્ધ હતા.

(2)    તે સમયમાં કુદરતી પરિબળોની વિઘાતક અસરોમાંથી મોટાભાગના લોકોની જીજીવીષા ટકાવી રાખવી સરળ નહતી. માટે પ્રજા નસીબવાદનો ભોગ બની હતી અને આજે પણ છે.

(3)    શરીર ને આત્માના દ્વંદનો કોયડો તે સમયના પ્રાપ્ય જ્ઞાન– વિજ્ઞાનથી ઉકેલવો સરળ ન હતો.માટે ચાર–વર્ણવ્યવસ્થા, તેના ટેકામાં કર્મનો સિધ્ધાંત અને પુર્વજન્મ– વર્તમાન જન્મ– પુનર્જન્મ, તેના આધારીત પાપ–પુન્ય, સ્વર્ગ– નર્ક,મોક્ષ વિ. કાલ્પનીક દુકાનોના માલથી પ્રજાનું તમામ પ્રકારનું શોષણ કરવું સરળ હતું. જે હજુ સુધી બંધ થયું નથી.

(4)    છઠ્ઠી સદીમાં શંકરાચાર્યની મદદથી અસ્તિત્વમાં આવેલ 'જગત મિથ્યા બ્રહ્મ સત્ય ' ના ઉપદેશવાળી બ્રાહ્મણવાદી વર્ણવ્યવસ્થાએ ભૌતીક જ્ઞાન આધારીત ચાર્વાકના તત્વજ્ઞાનને મરણતોલ ફટકો માર્યો છે. તેમાંથી આજે પણ તે પ્રારબધ્ધવાળી માનસિકતાએ પેદા કરેલ મનુસ્મૃતિના ટેકાવાળી ગુલામી માનસીકતામાંથી દેશની પ્રજા માલિકો બદલવામાં સફળ થઇ છે. સ્વતંત્ર થઇ નથી.

(5)    ચાર્વાકની ક્રાંતિની કસુવાડ કરતાં બ્રાહ્મણવાદી જીવન પધ્ધતિને આશરે ૧૦૦૦ વર્ષ લાગ્યા હતા. સને ૧૯૪૭ની આઝાદી અને ૧૯૫૦ની બંધારણીય ક્રાંતિની કસુવાડ કરવા સને ૨૦૧૪થી ઢોલનગારા સાથે વાજતે ગાજતે મેદાને પડેલા ' મનુવાદીઓ, ગોડસેવાદીઓ અને બંધારણ વિરોધીઓને કેટલો સમય લાગશે? ૨૧મી સદીમાં આ બધા આધુનિક ટેકનોલોજીથી સુસજ્જ અને સંપન્ન હિંદુત્વવાદી નેતૃત્વ દેશને હિંદુધર્મસત્તાક બનાવી દેશે? ત્યારે હું ક્યાં હોઇશ? ઐતીહાસીક સત્ય તો ફક્ત એટલો બોધપાઠ આપે છે કે " જે લોકો ઇતિહાસની ભુલોમાંથી કશું શીખતા નથી તે બધા ભુલોનું વર્તમાનમાં પુનરાવર્તન કરે છે."


--