Saturday, January 22, 2022

ઇ – બુકને આવકાર. “ શોષણ અને વૈશ્વીક પ્રવાહો”

 બુકને આવકાર. " શોષણ અને વૈશ્વીક પ્રવાહો" મુરજી ગડા. (1944-2021)

 અભિવ્યક્તી બ્લોગના સાથી ગોવિંદ મારુએ પોતાના ઇબુકના ખજાનામાં એક ખુબજ વિચારપ્રેરક પુસ્તક ઉમેરવાનું પસંદ કર્યુ છે. આ પુસ્તક આપણી હ્યુમેનીસ્ટરેશનાલીસ્ટ પ્રવૃત્તીના ઉદ્દીપક, મુરજભાઇ ગડા દ્રારા સને ૨૦૧૬માં તૈયાર કરીને પ્રકાશિત કરવામાં આવેલં હતું. આ પુસ્તકને વાંચતા નહી પણ તેનો અભ્યાસ કરતાં લેખકની ખુબજ મુશ્કેલ અને તત્વગ્નાનથી ભરેલા સિધ્ધાંતો ને ગુજરાતી ભાષામાં સરળમાં સરળ રીતે  મુકવાની કળા કેટલી હસ્તગત કરેલી છે તે આપણને સદર ચોપડીનો અભ્યાસ કરતાં આંખે ઉડીને વળગે છે. લગભગ પોતાની મોટાભાગની જીંદગી અમેરીકામાં ગાળી અને તે પણ ટેકનોલીજી અને વિગ્નાન ક્ષેત્રમાં , અંગ્રેજી ભાષામાં. તેમ છતાં તળપદી અને સરળ ગુજરાતી ભાષામાં પોતાના વિચારો રજુ કરવાની કાબેલીયાત પ્રાપ્ત કરવી તે મુરજીભાઇની એક અનોખી સિધ્ધી હતી.

 જુદા જુદા માનવ સંબંધી પ્રશ્નોને ઉકેલવા, વૈચારીક તત્વગ્નાનના તારણોનો બોજ ઉભા કર્યા સિવાય પણ તે બધા સિધ્ધાંતો સાધન તરીકે ઉપયોગ કરીને પોતાની વાત રજુ કરવામાં મુરજીભાઇએ સર્વોપરીતા કેળવી હતી. તેમના માટે આવી વાત કરવામાં કશી અતિશયોક્તિ નથી.

સદર પુસ્તકમાંથી પસંદ કરેલા કેટલાક પેરાગ્રાફ આપની જાણ માટે

 ()  પરિવર્તનનો ખ્યાલ" આ ઝડપી સામાજીક, સાંકૃતિક અને આર્થીક પરિવર્તન પાછળનું સોથી મોટું પરિબળ રહ્યું છે શહેરીકરણ અને ઘેરબેઠાં મળતી માહિતી... પરિવર્તન મોટા શહેરોથી શરૂ થાય છે, ... જે લોકો ગામડામાં રહે છે એમના માટે સ્વતંત્રતા અને આબાદી ઘણા ધીમા હોય  છે............. ભુતકાળમાં ધાર્મીક, સામાજીક, રાજકીય  વિચારધારા આધારિત પરિવર્તનોએ  લોકોને વિભાજીત કર્યા હતા. વર્તમાન પરિવર્તન પહેલાં કરતાં જુદુ છે. તેની દિશા અને ધ્યેય દુનિયાના એકત્રીકરણ તરફ છે......  કુદરતી વાવાઝોડા સામે જે ઝાડ ઝુકતુ નથી તે મોટા ભાગે  સમુળગુ નાશ પામે છે. પરિવર્તનના આ જબરજસ્ત વાવાઝોડા સામે  જડ અંધશ્રધ્ધા અને અગ્નાન  ટકી રહેશે, ઝુકશે કે સમુળગુ નાશ પામશે તે તો સમય જ બતાવશે........" પાનુથી .

() " અસ્પૃશ્યતા નિવારવામાં ગાંધીજી અને આંબેડકર કે અન્ય કોઇએ જેટલો ભાગ ભજવ્યો છે  તેના કરતાં ઘણો વધારે ફાળો શહેરીકરણનો છે. ગામડાઓમાં હજી મોજુદ અસ્પુશ્યતા, શહેરોમાં ઝડપથી ભુંસાઇ રહી છે. વધતું શહેરીકરણ એ વર્ણવ્યવસ્થા અને અસ્પૃશ્યતાના અંતની શરૂઆત છે. વધારે પડતા શહેરીકરણના ગેરફાયદા એ જુદો વિષય છે." પાનુ૧૫.

() આ શોષણને અટકાવવાની શરૂઆત પણ નોંધનીય છે. એના માટે શોષણ કરતા વર્ગેના એક ભાગે (કાળા માલીકોના એક ભાગે) પોતાના જ વર્ગના બીજા ભાગ સાથે લોહીયાળ યુધ્ધ કર્યું હતું. અમેરીકન તત્કાલીન પ્રમુખ અબ્રહામ લિંકનની આગેવાનીમાં થયેલા આંતરવિગ્રહમાં ત્રણલાખ કરતાં વધારે અમેરીકન લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા.

() દુનિયાનું દરેક સામ્રાજ્ય, હારેલી પ્રજાના ગુલામો વડે રચાયુ છે અને વિકસ્યુ છે. પ્રાચીન ઇજીપ્તના ફેરો અને રોમન સામ્રાજ્યથી લઇને હાલના સરમુખત્યારી દેશોની લઘુમતી પ્રજાનું શોષણ આના દાખલા છે. ધીરે ધીરે સરમુખત્યારોનો પણ અંત આવી રહ્યો છે... પાનુ.૧૬.

()  સામાજીક અન્યાયના બે કીસ્સા એવા છે કે જે કોઇ વ્યવસ્થાનું સર્જન નથી. પણ માનવ પ્રકૃતિનો જન્મજાત દુર્ગુણ છે. એક વર્ગ વિગ્રહ અને બીજો છે કૌટુંબિક સ્થળે માળખાકીય અન્યાય અને શોષણ. પુરૂષ પ્રધાન સમાજમાં સ્રીનું નીચું સ્થાન. સ્રીને ત્યાગ અને ક્ષમાની મુર્તિ તરીકે બિરદાવીને તેણીની જરૂરીયાતો અને હક્કોને સિફતથી ઝુંટવી લેવામાં આવ્યા છે. સ્રીઓ માટે નાનપણમાં પિતા,પછી પતિ, અને છેલ્લે દિકરાના આશરે રહેવાનું.......પાનુ૧૭.

() કૌટુંબિક સ્તરે જોવા મળતો એક અન્યાય છે ભારતિય સંસ્કૃતિમાં જયેષઠ પુત્રને મળતું મહત્વ. આને કારણે સંયુક્ત કુટુંબનો બધો કારભાર મોટાભાઇના હાથમાં આવતાં ઘણા વિખવાદ સર્જાયા છે...... મોટાભાઇથી ઉંમરમાં  બે કે ત્રણ વર્ષ નાનો એટલે હંમેશ માટે "નાનો" ગણવો યોગ્ય નથી..... કુંટુંબના સ્તરે જોવા મળતો બીજો અન્યાય છે;  કુટુંબમાં જન્મેલ પ્રત્યે આંધળો વિશ્વાસ અને કુટુંબમાં પરણીને આવતી વ્યક્તિ પ્રત્યેનો અવિશ્વાસ. કુટુંબના તમામ સભ્યોની પ્રમાણિકતા નક્કી કરવા લોહીની સગાઇનો માપ દંડ ભયંકર શોષણખોર અને નિંદનીય છે. ભલે તે અન્યાય સુક્ષમ લાગે પણ તે અન્યાય માળખાગત છે..... પાનું ૧૯.

() ધર્મ અને શાસ્રોને નામે ,દરેક પ્રકારની શોષણ વ્યવસ્થાને વાજબી ઠરાવીને એમને દ્રઢ બનાવવામાં કેટલાક ધર્મોના રખેવાળોએ મોટો ભાગ ભજવ્યો છે. ધર્મે વર્ણવ્યવસ્થાને પોષી છે; પુરુષ પ્રધાન સમાજ વ્યવસ્થાએ તેને ટેકો આપ્યો છે. ઉંચનીચના ભેદોને સમર્થન આપ્યું છે. પુર્વ જન્મના કર્મફળની વાતો કરીને, ભય બતાવીને  એમનું શોષણ કરેલ છે..... જ્યાં સુધી કોઇપણ શોષણવ્યવસ્થાને ધર્મની ઓથ છે ત્યાં તેનો અંત લાવવો સરળ નથી. ધાર્મીક નૈતીકતાને નામશેષ કરાવ્યા વિના સામાજીક ક્ષેત્રે માળખાગત શોષણનો અંત લાવવો અશક્ય કહી શકાય તેટલો મુશ્કેલ છે.

ઉપર મુજબના તારણો મુરજીભાઇના સદર પુસ્તકના જુદા જુદા પ્રકરણોના લેખોમાં  આવે છે.

 હું, સૌ મિત્રો, રેશનાલીસ્ટ અને અન્ય વાંચક મિત્રોને પણ વિનંતી કરુ છું કે ઇબુક " શોષણ અને વૈશ્વીક પ્રવાહો " નો વાંચે ને વંચાવે નહી પરંતુ અભ્યાસ કરે ને કરાવે. મુરજીભાઇએ લખેલા આ સિવાયના ત્રણ પુસ્તકો, વિચારવા જેવી વાતો અને માન્યતાની બીજી બાજુ (પ્રકાશિત વર્ષ૨૦૧૫) અને કુદરતને સમજીએ અને છેલ્લુ પુસ્તક શોષણ અને વૈશ્વીક પ્રવાહો (પ્રકાશિત વર્ષ૨૦૧૬) આપણા સૌ માટે એક રેશનાલીસ્ટ વિચારજગત ની રચના કરવા માટે બૌધ્ધીક પાયાની ઇંટ સમાન છે તેટલું ભુલીયે નહી.

ઇ બુકની લીંકથી તમે આ પુસ્તક ડાઉનલોડ કરી શકશો.
https://govindmaru.files.wordpress.com/2022/01/ebook_56_murji_gada_shoshan_ane_vaishvik_pravaaho_2022-01-22.pdf


--

Saturday, January 8, 2022

અમારી સંસ્થા હ્યુમેનીસ્ટ એકેડેમીના પ્રબુધ્ધ મિત્રો વિક્રમસુર


  અમારી સંસ્થા હ્યુમેનીસ્ટ એકેડેમીના પ્રબુધ્ધ મિત્રો  વિક્રમસુર પાલનપુર, જાગૃતિબેન ઠક્ક્રર, એડવોકેટ તથા નરેન્દ્ર્ભાઇ શાસ્રી(અમદાવાદ) વિ, એક ચર્ચા શરૂ કરી છેસ. તેના મુદ્દાઓ નીચે મુજબ છે.

વિક્રમ સુરલોકોમાં  ત્યાગ અને સમર્પણ ભાવના અંગે જુદા જુદા ખ્યાલો પ્રવર્તમાન છે. તેની સાથે  સામુહિક સામાજીક કાર્ય ( Collective Welfare) અંગે માનવવાદનો ખ્યાલ પણ સમજાવો.

 નરેન્દ્ર્ શાસ્રીઆ મારો પણ પ્રશ્ન છે. હું આપણા માર્ગદર્શક બીપીન સરને વિનંતી કરૂ છું કે તે સમજાવે.

 જાગૃતિબેન ઠક્ક્રરમાનવવાદના અભ્યાસ ક્રમમાં આપણે જોઇ ગયા છે કે માનવવાદ, માનવકેન્દ્રી વિકાસને  અને માનવ પ્રશ્નોના ઉકેલ લાવી માનવ જીવનને સુખી બનાવવાને મહત્વ આપે છે. એટલે ત્યાગ, સમર્પણ, બલિદાન જેવા ખ્યાલોની વાતો માનવવાદમાં આવતી નથી. કેમ? સામે પક્ષે માનવવાદ કોઇનું પણ શોષણ ન થાય અને સૌ ને સમાન અધિકાર મળે  તેવી વ્યવસ્થા કરે છે. વધારે બીપીન સરને વિનંતી છે તે વિગતે સમજાવે.

ત્યાગ અને સમર્પણના ખ્યાલોને માનવવાદી મુલ્યોને આધારે સમજાવો.

 ઉપરના બંને શબ્દોના અર્થ સામાન્ય માણસની  દ્ર્ષટીએ ધાર્મીક છે. તે વધારે સાચુ છે. તેનો સામાજીક રણકો, માનવ માનવ વચ્ચે મદદ કરવાનો ખ્યાલ કદાચ હોય તો તે મર્યાદિત છે. બીજુ માનવ સહકારથી માનવ જાતનું કલ્યાણ થાય, વિકાસ થાય તે માટેનો આ ત્યાગ કે સમર્પણે બદલે તેમાં વ્યક્તીએ પોતાની સાધન સંપત્તિ કે અન્ય સુખોનુ બલિદાન આપવાનું નિહીત હોય છે. વધુમાં તેમાં જે સંતોષ મળે છે તે વધારે મૃત્યુ પછીના સંદર્ભના કપોળકલ્પિત અંધશ્રધ્ધાઓને પોષનારા છે.

 વ્યક્તિનો કોઇ સામુહિક હિત જેમ કે દેશ, ગ્નાતિ, જાતિ, ગામ કે પ્રદેશ, સંયુક્ત કુટુંબ, કબીલો, ખાનદાન જેવા સામુહિક સામાજીક એકમો માટે ત્યાગ કે સમર્પણને બિરદાવવામાં આવે છે. તમામ રૂઢીચુસ્ત અને પ્રાથમિક અવસ્થામાં જીવન પસાર કરતી સંસ્કૃતીઓમાં વ્યક્તિ સમુહ માટે છે  પણ સમુહ વ્યક્તિ માટે નથી. તેવી માનવ વિરોધી નૈતીક્તા આ ત્યાગ અને સમર્પણના ખ્યાલે આપણને વારસામાં આપેલી છે. જેનું ગૌરવ સાચવવામાં માનવીનો સતત બલી જ લેવાય છે. ઐતીહાસીક સત્ય એ છે કે જે સમાજ માનવના ત્યાગ અને સમર્પણ પર ટકી રહે છે તે સમાજ, દેશ કે પછૌ કોઇપણ સમુહ વિશેષ નિર્બળ, પછાત અને અંધશ્રધ્ધાળુ બની રહે છે. જ્યારે જે સમુહો દા:ત દેશ, સમાજ, શૈક્ષણીક સંસ્થાઓ , ટેકનોલોજીના સંશોધનો વિ, વિ, પોતાના વ્યક્તિગત નાગરીકોને  સર્વાંગી રીતે વિકસાવવા પોતાની સાધન સંપત્તિનો ઉપયોગ કરે છે તે જ દેશ કે સમુહ સતત ગતિશીલ બની રહે છે. જેનાથી વ્યક્તિ અને સમષટીનું બંનેનું ક્લ્યાણ થાય છે.

 મહાન ગ્રીક તત્વગ્નાની એપીક્યુરસનું એક સરસ વાક્ય  માનવીય નૈતીક્તાને વ્યાખ્યાતીત કરતું યાદ રાખવું જેવુ છે. હું બીજાને મદદ  કરું છું પણ તે દેવોને રીઝવવા નહી પણ તેમ કાર્ય કરવાથી મને આનંદ મળે છે.આવા ત્યાગ કે નૈતીક વર્તનને અંગ્રેજીમાં " Enlightened self interest"  તરીકે ઓળખાય છે જેને ગુજરાતીમાં આપણે તેને પ્રબુધ્ધ સ્વાર્થતરીકે સમજી શકીએ.

--

Wednesday, January 5, 2022

પ્રાર્થના– મીસીસ ટેલર અને વિધ્યાર્થીઓ વચ્ચે સંવાદ– ભાગ–૨

પ્રાર્થનામીસીસ ટેલર અને વિધ્યાર્થીઓ વચ્ચે સંવાદભાગ

મીસીસ ટેલરGood Morning Everybody.

  રીકતમે હ્યુમેનીસ્ટ આઇડીયોલોજી કે માનવવાદી વિચારસરણી ધરાવો છો. આ માનવવાદી વિચારસરણી શું છે? માનવવાદ અને માનવતા વચ્ચે શું તફાવત છે?

ટેલરતમામ માનવવાદી વિચારસરણી ધરાવનારા નિરઇશ્વરવાદી હોય છે. જ્યારે કુદરતી આફાત જેવીકે ધરતીકંપ, પાણીનું પુર, રોગચાળો ફાટી નીકળવો, ગરીબાઇ, ભુખમરો વિ. જેવા કામોમાં કોઇપણ જાતના માનવીય તફાવતો જોયા વિના નિ:સહાય ને સહાય કરનારા માનવતાવાદીઓ હોય છે. તે બધા ગોડ બિલીવર્સ હોય છે. પેલા મારા જેવા માનવવાદીઓ કુદરતી આફતમાં માનવતાવાદીઓ સાથે ખભેખભા મિલાવી સંપુર્ણ સહકાર આપતા હોય છે. તફાવત એટલો હોય છે કે કુદરતી આફતોને માનવતાવાદીઓ ઇશ્વર ઇચ્છાનું કે ગોડના ગુસ્સાનું પરિણામ ગણે છે. કુદરતી પરિબળોને  ભજવાના, પુજવાના, કાકલુદી કરવાના એકમો ગણે છે. તમને માહિતી છે  ખરી કે કયા દેશના વડાપ્રધાને રીવરમાં પ્રે કરતો, કપડાં સાથે બાથ લઇને, ફ્લાવર્સ નાખીને  રીવર વોટરને પોલ્યુટ કરી હતી ?  મેં ઐતીહાસીક રીસર્સ કર્યુ તો લગભગ પંદરમી સદીથી જુદા જુદા દેશોમાં લોકશાહી શાસન વ્યવસ્થા શરૂ થઇ છે. તે ૨૧મી સદી સુધી વિશ્વના લોકશાહી દેશોમાં આ એક જ વડાપ્રધાન તે પણ સૌથી મોટા લોકશાહી દેશનો જે જાતે પોતે રીવરને પોલ્યુટ કરતો વીડયો આખા વિશ્વમાં શેર પણ કરે છે.

સ્ટીવ, રીક, જેફરસન, સીરી, જુલી અને લગભગ બધા જ એકી સાથે બોલી ઉઠયાવેરી વેરી બેડ, અનપાર્ડનેબલ ઇન અવર નેશન. HOW CAN THE  THE NATION'S FIRST PERSON CAN DO SUCH AN ACT?

 ટેલરજ્યારે માનવવાદીઓ કુદરતી પરિબળોની પાછળના નિયમો સમજીને માનવ હાની અને અન્ય નુકશાન ન થાય માટે તેવા ફેરફારો પોતાની જીવન પધ્ધતીમાં લાવે છે.

સીરીઆપણા કેલીફોર્નીયા સ્ટેટમાં ધરતીકંપના આંચકા ઓછા રીચર્ડ સ્કેલના દરરોજ નિયમીત આવે છે. તેથી અહીયાં ન્યુયોર્ક કે શીકાગોની માફક હાઇરાઇઝ બીલ્ડીંગ નથી.આપાણા રાજ્યકર્તાઓએ કુદરતને ભજવાને બદલે તેના નિયમો શોધીનેવિગ્નાન ટેકનોલોજીની મદદ લઇને NO HIGH RISE BUILDING IN OUR STATE નો નિર્ણય કરીને તેના નાગરીકોનું જીવન સલામત બનાવ્યું છે.

રીક અને સ્ટીવ સાથે બોલે છે મધર અર્થના પર્યાવરણને બચાવવા માટે સ્વીડન અને ઇંડીયાની બંને ટીનએજર્સ સ્ટુડન્સ અનુક્રમે ગ્રેટા થુનબર્ગ અને દિશા રવિ સરસ કામ કરે છે.

 ટેલરમાનવવાદીઓ કુદરતી પરિબળોની પાછળના નિયમો સમજીને માનવ હાની અને અન્ય નુકશાન ન થાય માટે તેવા ફેરફારો પોતાની જીવન પધ્ધતીમાં લાવીને પર્યાવરણને બચાવવા માટે વૈશ્વીક પ્રજામત તૈયાર કરે છે. અમે ગ્નાન, વિગ્નાન અને ટેકનોલોજીની મદદથી એવું શોધી કાઢયું છે કે આપણા દેશમાં અર્થ ક્વેક, થંડર સ્ટો્મ, ટોરનીડો, હેવી સ્નો ફોલ વિ. કુદરતી આફતો નિયમીત છે. તે બધાને રોકી શકાય તેમ નથી. આ બધાથી બચવા આપણા નાગરીકોએ ગોડને પ્રે કરવાનો બદલે  તે આફતોની અસરોમાંથી કેવી રીતે નુકશાન ઓછું થાય, જાન હાની ઓછી થાય તેવા તર્કબધ્ધ અને ગ્નાન આધારીત ઉપાયો શોધી કાઢયા છે. We  as the people & the nation never ever bow down against natural or human calamities.

જેફરસનમેડમ ટેલર! આ ચર્ચા પરથી એવું તારણ કાઢી શકીએ ખરા કે  જે પ્રજા અને વિશ્વના દેશો કુદરતી પરીબળોને પુજનારા કે ભજનારા છે તે બધા પ્રમાણમાં માનવ વિકાસની દોડમાં આપણા કરતાં ઘણા પાછળ રહી ગયા છે.

 જુલી–  ટેલર! તમે અમને માનવવાદીઓનો ગોડ અંગેનો ખ્યાલ (Concept)  સમજાવો.

 ટેલરમાનવ જાત જેટલો લગભગ ગોડનો ખ્યાલ જુનો છે. પણ તેની શોધ કરનાર પણ માનવી જ  છે. કુદરતી પરિબળોની વિઘાતક અસરોમાંથી બચવા, પોતાના તૈયાર થયેલા પાક ને બચાવવા, સારો શિકાર સહેલાઇથી મલી જાય,  વિ. માટે કોઇ તેના કરતાં વધુ શક્તીશાળી શક્તી તે કુદરત. તેને ભજો, પુજો, અર્ચના કરો.

 જેફરસનઆવા કયા કયા કુદરતી પરિબળો છે? જે માનવીના નિયંત્રણ બહાર છે?

ટેલરથંડરસ્ટો્મ હરિકેન, ટોર્નીડો, ધરતીકંપ, દુકાળ, રોગચાળો ફાટી નીકળવો, માંદગી વિ. આ બધા વિનાશકારી પરિબળોની અસરોમાંથી મુક્ત થવા આપણા પુર્વજોએ કાલ્પનીક ગોડનો ખ્યાલને વિકસાવ્યો કે જન્મ આપ્યો છે. આપણા દેશમાં  નેશનલ ફુટબોલ લીગની ' સુપરબોલ' મેચમાં પ્રતીવર્ષે બંને આખરી ફાયનલમાં આવેલી ટીમના જે તે રાજ્યોના નાગરીકો ગોડને પ્રે કરે છે કે તેમની ટીમને વિજેતા બનાવેજે. ગોડ હોય તો તે બે માં થી કયા રાજ્યના નાગરીકોની પ્રે સાંભળીને નિર્ણય કરશે? નિર્ણય કરવામાં કયા કયા પરિબળો ધ્યાનમાં લેશે?

સ્ટીવભલે જુદી જુદી માનવ સંસ્કૃતીઓમાં એક કરતા વધારે ગોડને પીપલ પ્રે કે બીલીવ કરતા હોય પણ મારા મત મુજબ ગોડ એક જ છે. પણ તે આકાશમાં રહે છે.

ટેલરસ્ટીવ! તારો આ ગોડ આકાશમાં રહીને કઇ કઇ પ્રવૃતીઓા કરે છે?

 સ્ટીવપૃથ્વી પરના આપણા જેવા લોકો જે પાપો કરે છે તે બધા તે તેના ચોપડામાં લખે છે. ગોડે એવી સીસ્ટીમનું સર્જન કર્યું છે કોઇ પણ પૃથ્વી પર જન્મેલો માનવી પાપ કર્યા વિના રહે જ નહી. જો તમે અહીયાં રહીને ખુબ પાપો કર્યા હોય તો ગોડના પૃથ્વી પરના તેના એજંટ 'પ્રીસ્ટ' દ્રારા માફ ન કરાવો તો તમે મૃત્યુ પછી ક્યારેય 'હેવન' સ્વર્ગમાં જઇ શકો નહી.

 સીરીમારા મત મુજબ પૃથ્વી પરના માનવીના પાપો સાથે આ બધા ગોડ કે એજંલ્સ ને કોઇ સંબંધ નથી. પૃથ્વી પર માનવીના જન્મ પહેલાં હેવનમાં ચુંટણી થયેલી હતી. ગોડ કે એજંલ્સમાંથી બહુમતીથી જે જીત્યા તે સ્વર્ગમાં રાજ કરે છે. અને પૃથ્વી પરના ખાસ 'ચોઝન CHOSEN' પીપલને  તે સ્વર્ગમાં લઇ જાય છે. પૃથ્વી પર આ બધાએ કરેલા પાપોને તે ધ્યાનમાં લીધા વિના સ્વર્ગમાં વિશિષટ સ્થાન આપે છે. ઘણીવાર તે બધાને લેવા સામેથી આ દેવદુતો લેવા આવે છે.

જેફરસનશમારા ચર્ચના મીનીસ્ટર એમ કહે છે કે  લોર્ડ જીસસે આપણા પાપને ધોવા માટે પોતાની જાતનું બલીદાન આપેલું છે. હવે આપણે અહીંયા પાપ કરીશું તો પણ સ્વર્ગમાં જઇશું.

જુલીતમે માનવવાદી જીસસ અને તેના સંદેશાને સમજો છો ખરા?

............................................................................................................

 

 


--

Monday, January 3, 2022

આજે સાવિત્રીબાઇ ફુલેનો જન્મ દિવસ છે.


આજે સાવિત્રીબાઇ ફુલેનો જન્મ દિવસ છે. તેઓની જન્મ તારિખ ૩જી જાન્યુઆરી ૧૮૩૧... મારા સાથી ઉર્વીશ કોઠારીને વાત કરી કે દોસ્ત સાવિત્રીબાઇ ફુલેનો આવતી કાલે  ત્રીજી જાન્યુઆરી જન્મ દિવસ છે. તે મહાન ક્રાંતીકારી બેનની યાદમાં તેં એક લેખ લખ્યો હતો તે મને યાદ છે. શક્ય હોય તો મને બ્લોગ પરથી મોકલી આપ. જે આપ સૌ સમક્ષ  સહેજ પણ ટીકા ટીપ્પ્ણ વિના લેખના મુળ સ્વરૂપે મુકતાં ખુબજ રોમાંચ અનુભવુ છે. અને તે ક્રાંતીકારી બેન ને  મારા નમન સાથે  ભાઇ ઉર્વીશની સંમતી સાથે અત્રે રજુ  કરુ છું. બીપીન શ્રોફ.  

સાવિત્રીબાઇ ફુલેઃ સાક્ષાત્ સ્ત્રીશક્તિ

Share

 

 

સમાજસુધારો- એ શબ્દપ્રયોગ બહુ છેતરામણો છે. ગુજરાત-મહારાષ્ટ્રમાં ઘણા સમાજસુધારકો થઇ ગયા, એવું નાનપણથી પાઠ્યપુસ્તકોમાં ભણાવવામાં આવે છે. પરંતુ રાજ્યશાસ્ત્ર-સમાજશાસ્ત્રના અભ્યાસી ઘનશ્યામ શાહ કહે છે તેમ, ઘણા સુધારકોની સુધારાપ્રવૃત્તિ પોતાના 'સમાજ' - એટલે કે જ્ઞાતિ અથવા ઉજળિયાત જ્ઞાતિઓ- પૂરતી મર્યાદિત હતી. દસ ધોરણ સુધી સમાજશાસ્ત્ર ભણેલો કોઇ પણ વિદ્યાર્થી વિધવાવિવાહની તરફેણને સૌથી મોટો સમાજસુધારો માનતો  હોય તો નવાઇ નહીં, પરંતુ હકીકત એ છે કે સમાજના ઉજળિયાત વર્ગને બાદ કરતાં વ્યાપક સમાજમાં વિધવા સ્ત્રીનું પુનઃલગ્ન ઘોર સામાજિક અપરાધ ગણાતું ન હતું

 

આ પ્રકારની માનસિકતાને કારણે બન્યું એવું કે ઉજળિયાત સમાજમાં સુધારા માટે અવાજ ઉઠાવનારા પાઠ્યપુસ્તકોમાં સ્થાન પામ્યા અને સમાજના અસ્પૃશ્ય-શુદ્ર વર્ગોના હક માટે કે ઉજળિયાતો દ્વારા તેમની પ્રત્યે રખાતા ભેદભાવ સામે લડનારા સુધારકો ફક્ત 'દલિત ચળવળના મહાનુભાવો' તરીકે મુખ્ય ધારાથી બાજુ પર ધકેલાઇ ગયા.

 

ગુજરાતમાં કેવળ અભ્યાસનું વાંચીને ગ્રેજ્યુએટ-પોસ્ટ ગ્રેજ્યુએટ કે ભલું હોય તો પીએચ.ડી. થઇ જનારામાંથી એવા ઘણા નીકળશે, જેમના વિશ્વમાં જોતિબા ફુલે-સાવિત્રી ફુલે/ Jyotiba Phule- Savitri Phule નાં નામ પ્રવેશ્યાં જ ન હોય. ફુલે દંપતિને મુખ્ય ધારાથી દૂર રાખવા માટે ઘણાં લેબલ હાથવગાં છેઃ મહારાષ્ટ્રનાં સમાજસુધારકો ('એટલે આપણને ગુજરાતીઓને ક્યાંથી ખબર હોય?'), દલિત સમાજસુધારકો ('એટલે આપણે ઉજળિયાતોએ ક્યાંથી નામ સાંભળ્યું હોય?')...'દલિત નેતાઓ આ લોકોના નામે બહુ ચરી ખાય છે. એટલે આપણને એમના પ્રત્યે ભાવને બદલે અભાવ જાગે'- આવી દલીલ કરનારા પણ મળી આવે છે

 

 

Savitri- Jyotiba Phule

હકીકત એ છે કે એક વાર ફુલે દંપતિની કામગીરી વિશે જાણ્યા પછી ખુલ્લા મનનો કોઇ પણ માણસ તેમના પ્રત્યે ઊંડો આદર ધરાવતો થઇ જાય. અન્યાય સામે નહીં ઝુકવાનો મક્કમ નિર્ધાર, કોઇ પણ ભોગે પોતાના કામને વળગી રહેવાનું ઝનૂન અને બીજા બધા કરતાં ડરે એવા સમાજસુધારાના કાર્યક્રમો અમલી બનાવવાનું દૃષ્ટિયુક્ત સાહસ- આ બધી ફુલે દંપતિની ખાસિયતો. મહારાષ્ટ્રના રિવાજ પ્રમાણે 'જોતિબા' તરીકે ઓળખાતા જોતિરાવ ફુલે ડો.આંબેડકરના પ્રેરણાસ્રોત અને 'મહાત્મા  (ગાંધી) પહેલાંના મહાત્મા' તરીકે ઓળખાય છે. સમાજસુધારા માટેનો તેમનો સંઘર્ષ અને (બ્રાહ્મણો સામે નહીં પણ) બ્રાહ્મણીયા માનસિકતા સામેનો તેમનો જંગ કોઇ પણ સમયે, કોઇ પણ ક્ષેત્રમાં સામાજિક અન્યાય સામે લડનારાને પ્રેરણા અને હિંમત પૂરી પાડે એવો છે. પરંતુ એ સમયના ઘણા જાણીતા સમાજસુધારકોના ચાવવાના અને બતાવવાના દાંત જુદા જુદા હતા. બીજાને મોટા ઉપદેશ આપનારા પોતે તેનો અમલ કરવાનો આવે ત્યારે ઘણા વાર ફસકી પડતા હતા. તેમની સરખામણીમાં- અને સરખામણી સિવાય પણ - જોતિબા અને સાવિત્રીબાઇનાં ચરિત્રો વેંત ઊંચાં ઉપસી આવે છે

 

જોતિબા-સાવિત્રીબાઇના જમાનામાં (..૧૮૫૦ની આસપાસ) સ્ત્રીઓ અને શુદ્રોની સરખી અવદશા હતી. એમાં પણ સ્ત્રી શુદ્ર સમાજની હોય તો તેની દશા બમણી ખરાબ. સમાનતા જેવો કોઇ શબ્દ તેમની જિંદગીમાં અસ્તિત્ત્વ ધરાવતો ન હતો. બાળલગ્નો સામાન્ય હતાં અને કોઇ પણ સમાજની છોકરીઓના જીવનનું સાર્થક્ય પરણી જવામાં હતું. જોતિબા ફુલે અને સાવિત્રીબાઇનાં બાળલગ્ન જ હતાં. લગ્ન વખતે જોતિબા  ૧૩ વર્ષના અને સાવિત્રી ૮ વર્ષનાં (જન્મઃ ૧૮૩૧). પરંતુ સુધારક મિજાજ ધરાવતા જોતિબાએ સમાજસુધારાની શરૂઆત પોતાના ઘરથી કરી (જે હજુ પણ અસામાન્ય બાબત ગણાય છે.) જોતિરાવે સાવિત્રીબાઇને ઘરકામમાં ગોંધી રાખવાને બદલે જાતે ભણાવ્યાં.  એ ભણતર ડિગ્રી  માટે નહીં, પણ અન્યાય સામેની લડતની તૈયારી માટે હતું. ત્યાર પછી જોતિબાએ ભારે વિરોધ વચ્ચે શરૂ કરેલી શુદ્ર કન્યાઓની નિશાળમાં, શિક્ષિકા તરીકે જવાબદારી સાવિત્રીબાઇએ ઉપાડી

 

મિથ્યાભિમાનમાં રાચતા સમાજના ઉપલા વર્ગની સામે પડીને શુદ્ર કન્યાઓને ભણાવવાનું સહેલું ન હતું. નિશાળે જતાં સાવિત્રીબાઇને ઉજળિયાતોનાં મહેણાંટોણાથી માંડીને કાદવકીચડ અને પથ્થરનો સામનો કરવો પડતો. પરંતુ સાવિત્રીબાઇ મક્કમ હતાં. (આ મક્કમતાને 'સત્યાગ્રહ' જેવું નામ આપવાનું તેમને સૂઝ્યું નહીં એટલું જ.) તેમના સંઘર્ષનો ખ્યાલ એ હકીકત પરથી આવશે કે કન્યાકેળવણીના કામ માટે જોતિરાવે સાવિત્રીબાઇને બે સાડી આપી હતીઃ એક ઘરેથી નિશાળે જતાં સુધી પહેરવાની અને ઉજળિયાતોના શબ્દાર્થમાં ગંદા હુમલાને કારણે એ સાડી ખરાબ થઇ જાય એટલે નિશાળે જઇને એ સાડી બદલીને બીજી સાડી પહેરવાની

 

પોતાની પર હીણા હુમલા કરનારાને સાવિત્રીબાઇ કહેતાં હતાં,'હું તો મારી ફરજ બજાવું છું. ભગવાન તમને માફ કરે.' એક વાર કોઇએ તેમની છેડછાડની કોશિશ કરી ત્યારે સાવિત્રીબાઇએ એક તમાચો ચોડી દીધો. ત્યારથી રસ્તામાં થતી હેરાનગતિ અટકી, પણ સમાજનું દબાણ ચાલુ રહ્યું. જોતિરાવ-સાવિત્રીબાઇ સામે પોતાનું જોર ન ચાલતાં, લોકોએ જોતિરાવના પિતા પર દબાણ કર્યું. તેમણે જોતિરાવને શાળા અથવા ઘર- બેમાંથી એકની પસંદગી કરવા કહ્યું. જોતિરાવે શાળા પસંદ કરી અને ઘર છોડ્યું. એ વખતે સાવિત્રીબાઇને ઘરમાં રહેવું હોય તો છૂટ હતી, પણ જરાસરખા ખચકાટ વિના સમાજસુધારણાના રસ્તે પતિનાં સાથી બનીને તેમણે ઘર છોડી દીઘું. નિશાળે ભણવા આવતાં શુદ્ર બાળકોને જાહેર કૂવા કે જાહેર પરબ પરથી પીવા માટે પાણી પણ ન મળે. એ વખતે સાવિત્રીબાઇ પોતાના ઘરેથી તેમને પાણી આપતાં હતાં

 

 

Savitri-Jyoriba Phule Memorial in Pune

સતીપ્રથા બંધ થઇ અને વિધવાવિવાહ સામેનો વિરોધ ચાલુ થયો, એટલે વિશિષ્ટ સ્થિતિ સર્જાઇ. યુવાન વયે વિધવા થયેલી, ખાસ કરીને ઉજળિયાત સ્ત્રીઓની હાલત દયનીય બની. તેમને અસ્પૃશ્યની જેમ જીવવું પડતું. વયના પ્રભાવને કારણે કોઇ સાથે સંબંધ થાય અને વિધવા સ્ત્રી માતા બનવાની હોય ત્યારે તેની સામે જીવનું જોખમ વેઠીને ગર્ભપાત કરાવવા કે આત્મહત્યા કરવા સિવાય બીજો કોઇ રસ્તો રહેતો ન હતો. આ પરિસ્થિતિ જોતિબાના ઘ્યાન પર આવી. એટલે તેમણે વિધવા સ્ત્રીઓ માટેનું પ્રસુતિગૃહ ઊભું કર્યું. એક બ્રાહ્મણ વિધવાને જોતિબા આપઘાતના રસ્તેથી પાછી વાળીને પોતાના ઘરે (પત્ની તરીકે નહીં, પણ પોતાના ઘરે પ્રસુતિ કરાવવા માટે) લઇ આવ્યા.  એટલું જ નહીં, તેના ભાવિ સંતાનના પિતા તરીકે પોતાનું નામ આપવાની તૈયારી બતાવી. ત્યારે સાવિત્રીબાઇ જોતિબાની સાથે અડીખમ ઊભાં હતાં. એ સ્ત્રીના પુત્રને ફુલે દંપતિએ દત્તક લીધો અને એ પુત્ર યશવંતે જ પહેલાં પિતા જોતિબા અને પછી માતા સાવિત્રીબાઇને અગ્નિદાહ આપ્યો

 

સાવિત્રીબાઇનું મહત્ત્વ કેવળ જોતિબાનાં પત્ની હોવામાં નહીં, પણ સામા પૂરે તરનારા પતિનાં સરખેસરખાં સાથી બની રહેવામાં છે. (સરખામણી વિના ન જ સમજાય, તો વિરોધાભાસ ઉપસાવવા માટે કસ્તુરબા સાથે તેમની સરખામણી કરી શકાય.)  

 

બે કાવ્યસંગ્રહો 'કાવ્યફૂલે' અને 'બાવનકશી સુબોધરત્નાકર' ઉપરાંત જોતિબાને તેમણે લખેલા પત્રોનાં સંકલન પ્રગટ થયાં છે. આજીવન સંઘર્ષ પછી ૧૮૮૮માં જોતિબાનું અવસાન થયું. તેમના ગયા પછી ૧૮૯૩માં પડેલા ભીષણ દુકાળ વખતે અને ૧૮૯૭માં ફાટી નીકળેલા પ્લેગ વખતે સાવિત્રીબાઇએ રાહતકાર્યોમાં જાતને જોતરી દીધી. પ્લેગના દર્દીઓની સેવા કરતાં તેમને પણ ચેપ લાગ્યો અને ૧૦ માર્ચ, ૧૮૯૭ના રોજ ૬૬ વર્ષની વયે તેમનું મૃત્યુ થયું. આજે તમામ ક્ષેત્રોમાં સ્ત્રીશક્તિનો સ્વીકાર થયો છે, ત્યારે એ ક્ષેત્રે સાવિત્રીબાઇનું પ્રદાન આટલાં વર્ષો પછી પણ ધ્રુવના તારાની જેમ અવિચળ ઊભું છે

 

ફ્લડલાઇટની ઝાકઝમાળમાં ધ્રુવનો તારો પણ ન દેખાય તો શું થાય?

Posted by urvish kothari at 1:59 PM 

 

--