Sunday, September 22, 2019

એેબીસી ઓફ રેશનાલીઝમ ભાગ–૧૩ તા ૨૨–૦૯–૧૯.

એેબીસી ઓફ રેશનાલીઝમ ભાગ–૧૩ તા ૨૨–૦૯–૧૯. kindly go to link. 
--

Sunday, September 15, 2019

Thursday, September 12, 2019

તુ ભી ઇન્સાન હોતા, મેં ભી ઇન્સાન હોતા!


તુ ભી ઇન્સાન હોતા,   મેં ભી ઇન્સાન હોતા!

 ના દિવાલી હોતી, ઔર ના ફટાખેં બજતે,

 ના ઇદકી અલામત, ના બકરે શહીદ હોતે,

 તુ ભી ઇન્સાન હોતા, મેં ભી ઇન્સાન હોતા.

..... કાશ કોઈ ધર્મ ના હોતા ..

.... કાશ કોઇ મજહબ ના હોતા…

નાઅર્ધ્ય દેતે, ના સ્નાન હોતા,

 ના મુર્દે બહાએ જાતે, ના વિસર્જન હોતા..

 જબભી પ્યાસ લગતી, નદીઓ કા પાની,

 પૈડો કી છાંવ હોતી, નદીઓકા ગર્જન હોતા ,

 ના ભગવાનોકી લીલા હોતી, ના અવતારોંકા નાટક હોતા,

 ના દેશોં કી સીમા હોતી, ના દિલોંકા ફાટક હોતા,

 ના કોઇ જુઠા કાજી હોતા, ના લફંગા સાધુ હોતા,

 ઇન્સાનિયત કે દરબાર મેં  સબકા ભલા હોતા,

 કોઇ મસ્જીદ ના હોતી, કોઇ મંદિર ન હોતા,

કોઇ દલિત ન હોતા, કોઇ કાફીર ન હોતા.

 કોઈ બેબસ ના હોતા, કોઈ બેઘર ના હોતા,

 કિસી કે દર્દ સે કોઇ બેખબર ન હોતા.

 ના હી ગીતા હોતી, ઔર ના કુરાન હોતી,

ના હી અલ્લાહ હોતા, ના ભગવાન હોતા,

 તુજકો જો જખ્મ હોતા , મેરા દિલ તડપતા .

 ના મેં હિદું હોતા , ના તૂ ભી મુસલમાન હોતા,

 તુ ભી ઇન્સાન હોતા , મેં ભી ઇન્સાન હોતા...

કવિ–હરિવંશરાય બચ્ચન.

સૌ સદ્ભાવના ફોરમ– અંક જુલાઇ–ઓગસ્ટ 2019.

--

Wednesday, September 11, 2019

આ નીલકંઠ શબ્દની પેટન્ટકોની? મોરારીબાપુની કે સ્વામીનારાયણ સંપ્રદાયની ?


 

 

આ નીલકંઠ શબ્દની પેટન્ટ કોની? મોરારીબાપુની કે સ્વામીનારાયણ સંપ્રદાયની ?

નીલકંઠ ,શબ્દના નામે ગુજરાતના હીંદુ ધાર્મીક સમાજમાં એક બળવો શરૂ થયો છે ક્રાંતી નહી.  આ નીલકંઠ શબ્દની પેટન્ટ કોની? મોરારીબાપુની કે સ્વામીનારાયણ સંપ્રદાયની ? સામાન્ય હકીકત છે શીવજીને  નીલકંઠ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે એક ધાર્મીક કથામાં એવું જણાવવામાં આવે છે કે કોઇ કારણસર સમુદ્ર મંથન કરવું પડયું હશે. તેમાં દેવો અને દાનવોની લાલચોને પોષે તેવું આ સમુદ્ર મંથનમાં નીકળયું તે ભાગ પાડીને તે બધા લઇ ગયા. પણ ઝેર નીકળતાં કોઇ પીવા તૈયાર ન થયું. અને ભોલેનાથ શીવજી તે ઝેર પીવાની કોશીષ કરી પણ તે તેમના ગળાની અંદર જ અટકી ગયું. શરીર કે પેટમાં ન ગયું. તેદિવસથી  શીવજી "નીલકંઠ"  તરીકે ઓળખાયા. નીલકંઠનો સામાન્ય અર્થ એટલોજ છે કે જેનું ગળું નીલા રંગનું છે.

 હવે સ્વામીનારાયણ સંપ્રદાયમાં "નીલકંઠ" નામનો ઉપયોગ પોતાના કોઇ સન્માનીય વ્યક્તી માટે કરવામાં આવે છે. હવે મોરારીબાપુએ આ મુદ્દે એવી કોમેન્ટ કરીકે " જે લાડુડી ખાય તેને નીલકંઠ ના કહેવાય પણ જેણે ઝેર પીધુ છે તેને નીલકંઠ કહેવાય. વધુમાં તેમની કોમેન્ટમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે સ્મશાનમાં લાકડા સાથે બળી જાય તેને નીલકંઠ ના કહેવાય! " હવે આ મુદ્દે બંને પક્ષો સામસામી આવી ગયા છે.  સ્વામીનારાયણ સંપ્રદાયના બધાજ પંથો એક થઇને  બાપુની કોમેન્ટથી નારાજ થઇને ' લાગણી દુભાવાના મુદ્દે'  બાપુની સામે પડી ગયા છે. પેપરમાં આવતા સમાચારોનો અભ્યાસ કરતાં તે બંનેના મતભેદોમાં પાયાના તફાવતો આંખે ઉડીને વળગે તેવા છે.

દા.ત "  (1)  ' લાડુડી ખાવાથી નીલકંઠ ન બનાય'  કહેતા વિવાદ... સ્વામીનારાયણ સંપ્રદાયની માગ––––મોરારીબાપુ જાહેરમાં માફી માગે.... બાપુ બે દિવસ મૌન પર....મોરારીબાપુ સાચા હ્રદયે માફી માંગે …BAP. આતો કાંઇ માફી માગવાની રીત છે. બાપુએ જે રીતે  માફી માંગી તે જોઇને એવું થાય છે કે આ તો માફી માંગવાના ચાળા છે. માફી માંગવી જ હોય તો સ્વામીનારાયણ ભગવાન અને કરોડો હરીભક્તોની સાચા દિલથી માફી માંગવી જોઇએ. જેમનું તેમને દિલ દુભાવ્યું છે.... વિવેક સાગર સ્વામી વડતાલ સંપ્રદાય....સ્વામિનારાયણ સંપ્રદાયના નામથી માફી માંગે...પ્રેમવત્સલદાસજી, કુમકુમ મંદિર... ગંભીરપણે સમાજની માફી માંગવી જોઇએ.....નિત્યસ્વરૂપદાસ સ્વામી સરાધર ધામ.. સંસ્કૃતિને ઠેસ ન પહોંચાવી જોઇએ.. ભારતીય સંસ્કૃતિની આન– બાન– શાનને ઠેસ ન પહોંચે તેવું કાર્ય કરવું જોઇએ. નહિં કે બીજા કોઇ ધર્મ કે સમુદાયનું અપમાન કરવું જોઇએ.... મણીનગર ગાદી સંસ્થા. સૌજન્ય–દીવ્ય ભાસ્કર તા– ૦૭–૦૯–૧૯. પાન નં ૨૨.અમદાવાદની આવૃત્તી.

.…(2) મોરારીબાપુ સનાતન ધર્મના પ્રચારક છે. ત્યારે ધર્મની ટીકા કરનારને કોઇ કાળે સાંખી નહી લેવાય ! તુચ્છ માણસો માફી માંગવાનું કહે તે કેટલે અંશે યોગ્ય છે? સામાન્ય રીતે  જમણા હાથે આશીર્વાદ આપવાના હોય છે.જ્યારે સ્વામીનારાયણ મંદીરમાં મુર્તીઓ  ડાબા હાથે આશીર્વાદ આપે છે. ડાબા હાથે આશીર્વાદ અપાય? તમે દુકાનો ખોલીને બેઠા છો, તમારી દુકાનો પણ સારી ચાલે છે. પરંતુ ધર્મનું ગ્નાન ન  હોય તેની માફી કેવી રીતે મંગાય? તમે બાપુ પાસે માફી મંગાવશો તો પણ અમે બાપુને માફી માંગવા નહી દઇએ!......વીશ્વંભર ભારતી બાપુ, ભારતી આશ્રમ જુનાગઢ. સૌજન્ય. દીવ્યભાસ્કર તા. ૧૦–૦૯–૧૯ પાન નંબર ૧૬ અમદાવાદ આવૃત્તી.

છેલ્લા ઘણા વર્ષોથી  ' લાગણી દુભાવવાના મુદ્દે' જાણે એક પ્રકારના સંગઠીત આયોજનથી  કોઇ ચલચીત્ર દા. ત પધ્માવતી ફીલ્મ અથવા તો પછી કોઇ રાજકીય સામસામી નેતાઓના નિવેદનો કે પછી કોઇએક નાગરીકની ધર્મ કે સંપ્રદાય અંગેની કોમેન્ટસ અંગે જાત જાતના વિરોધો આપણને જોવા મલે છે. હવે આ લાગણી દુભાવવાની વૃત્તીએ એવું સામુહીક સંગઠીત સ્વરૂપ વિકસાવ્યું છે કે તે જરૂર પડે સરળતાથી હીંસક ન્યાય પણ તોલી નાંખે છે. જે ખુબજ ખતરનાક, ગંભીર અને અસહીસ્ણુ પરીણામ તરફ આપણા સમાજને ઝડપથી ઢસડી જવાની ક્ષમતા ધરાવે છે.  તાજેતરમાં રેમ્ન મેગસેસ એવોર્ડ વિજેતા એનડીટીવીના પત્રકાર માનનીય રવીશ કુમાર સાથે  જે સત્તાપક્ષના ટેકેદારોએ સામુહીક ધિક્કારનું વાતાવરણ પેદા કર્યું હતું તે અત્યંત હીન કક્ષાનું કૃત્ય છે.  લોકશાહી સમાજના વિકાસની કોઇ પુર્વશરત હોય તો તે સ્થાપિત પુરાપર્વથી આવતા વિચારો કે રૂઢીઓ સામે  અન્યના વિચારો રજુ કરવા પ્રત્યે સહીષણુતા. કે તેવા સત્યોને પાંગરવા માટેનું મુક્ત વાતાવરણ. સીધી કે આડકતરી અથવા પ્રત્યક્ષ કે પરોક્ષ નાગરિક અભીવ્યક્તીના સ્વાતંત્રયની તરાપ કોઇપણ આધુનીક દેશના વિકાસ માટે સંપુર્ણ નિંદનીય છે....

તા.ક.તા ૧૧–૦૯–૧૯, આજના દીવ્યભાસ્કરના સમાચાર પ્રમાણે બંને પક્ષો વચ્ચે સમાધાન થઇ ગયુ છે. બંને ધાર્મીક પરિબળોને બદલે એક પક્ષે સામાન્ય બૌધ્ધીક નાગરીક હોય તો જેની લાગણી દુભાઇ હતી તે પરીબળોએ કેવો ઉહાપોહ જમાવ્યો હોત! ને રાજ્યસરકાર અને પોલીસ તંત્રે જે તે નાગરીક સામે શું કરવાનું બાકી રાખ્યું હોત!

--