Thursday, October 31, 2024
Monday, October 28, 2024
બા- તું બહુ બોલ બોલ કરે છે! તારી જીભ તો બાવાની લંગોટી વળે તેટલી લાંબી છે.
બા- તું બહુ બોલ બોલ કરે છે! તારી જીભ તો બાવાની લંગોટી વળે તેટલી લાંબી છે.
બાબો- બા!- તમને ખબર છે આપણે વિશ્વ ગુરુ બનવા નીકળેલા દેશમાં ઉત્તર,દક્ષિણ , પૂર્વ અને પચ્છિમ એમ ચારે દિશામાં જેના સામ્રાજ્યો છે તે દરેક બાવાઓની લંગોટીઓની રજીસ્ટર્ડ પેટેન્ટ હોય છે. દરેક બાવાની લંગોટીની વિશિષ્ટતા "घायल गत घायल जाणे " તેવી હોય છે.
ઉત્તર હિન્દુસ્તાનમાં એક હરિયાણવી બાબા છે . તેની પેટન્ટ લંગોટીનું માર્કેટ રામ અને રહીમ બંને ધર્મના લોકોમાં હોલસેલ અને રિટેલમાં હતું.તેના ધંધામાં થયેલ હેરાફેરીને કારણે બાકી રહેલી જિંદગી જેલના કારાવાસમાં ચાલુ રાખવાનું રાજ્ય સરકારોની રહેમ નજર નીચે આ બાબાએ સહર્ષ સ્વીકારી લીધેલું છે.
સને 1948 ના દેશના પાકિસ્તાન -હિન્દુસ્તાનના ભાગલા પડ્યા ત્યારે પાકિસ્તાન માં થી ઘણા બધા નિરાશારામ આશારામ બનવા ભારત આવ્યા હતા. હજારો નહીં પણ લાખોની સંખ્યામાં નિર્વાસિતોએ પોતે પોતાના કુનેહ અને કાબેલિયત અને સખત પરિશ્રમ કરીને પોતે આર્થિક રીતે સમૃદ્ધ બન્યા અને દેશને સમૃદ્ધ બનાવ્યો છે.
તેમાંથી એક બાબાએ નિરાશારામથી આશારામ બનવા પોતાની લંગોટીની પેટન્ટ બનાવવા આકાશ પાતાળ એક કર્યું. તેના કાર્યક્ષેત્રની સીમાઓ મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન સુધી લંબાઈ ગઈ. પછી આ ભાઈ ત્રણ રાજ્યોમાંથી છેલ્લે ધંધાના વિકાસની રમઝટમાં રાજસ્થાનની જેલમાંથી મર્યાદિત કામકાજ કરવાનું નક્કી કર્યું. તેનો દીકરો બાપની ગાદી સંભાળવામાં સવાયો થવાની હોડમાં બોમ્બે લંગોટ પેટન્ટ બિઝનેસમાં ફસાઈ ગયો.
એક દિવસ અમારી મામા-ફોઈના દીકરાઓની (ભાઈઓની) તોફાની ટોળકીએ રખડતા રખડતા મણિનગર દક્ષિણ બાજુના રેલવે ફાટક સામે આવેલા એક મંદિર ના વિશાળ મેદાનમાં બઘી જાત જાતની પેટન્ટવાળા લંગોટો (અમે લંગોટિયાઓએ) પણ ભગવા રંગનાંજ પ્લાસ્ટિકની કીલ્પો ભરાવીને સૂકવવા મુકેલા જોયા. દૂરથી દેખ્યા તો જાણે બધા એક્જ દેખાય. પણ નજીકથી જોયું તો દરેકના ભૌગોલિક ક્ષેત્રોમાં ભારત -પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવી ચુસ્ત સીમાઓ (સરહદો) અંકિત કરેલી હતી. અને કોઈપણ સરહદનું ઉલ્લઘન ન થાય માટે પૂરો ચોકી પહેરો -બંદોબસ્ત હતો.
અમારી લંગોટિયા ટોળકીને માથે મસમોટી લાખટન જેવી મુસીબત આવી ગઈ. અમારા નેતાએ એક સંશોધન ટિમ બનાવી દીધી . ચારેયને અર્થશાસ્ત્રી એડમસ્મિથના મુખ્ય સિદ્ધાંત પ્રમાણે શ્રમ -વિભાજન ( ડિવિઝન ઓફ લેબર). કામની વહેચણી કરી આપી.(1) સંશોધન નંબર એક -ભગવા લંગોટના કેન્દ્ર કે મધ્ય બિંદુમાં ચીપીયાનું નિશાન હતું.( ભગતોના કપાળની મધ્યમાં હોય તેવું " કેમ બા ! મારા બાપુજીના કપાળમાં હોય છે તેવું ને ! બેસ સાલા ! મારે તો હવે જોવડાવું પડશે કોઈ જ્યોતિષ પાસે કે તું તો વતિપાતમાં તો જન્મેલો નથી ને.) (2) સંશોધન -બે. પેલા ચીપીયાવાળા લંગોટની મધ્યમાં નટબોલ્ટ (0)જેવી ગોળ નિશાની ઓળખ માટેની વધારામાં તેમાં ખાસ હતી. બાબો! બોલે તે પહેલાં બા ના હાથમાં લાકડી હતી. (3) સંશોધન ત્રણ- લંગોટના કેન્દ્રમાં કોઈએ હાથથી ઉંચકેલો પર્વત હતો. (4) સંશોધન -4 લંગોટ ઉપર ચારેય બાજુ તપાસ કરી તો કોઈ ઓળખની નિશાનીઓ નહતી. મુક્ત બજાર - ભક્તોની શોધમાં -નજીકમાં પડેલું બોર્ડ જોયું તો ખેડા જિલ્લો લખેલું વંચાતું હતું.
ઇતિશ્રી -બાવાની લંગોટી વળે તેટલી જીભની લાયકાત ધરાવતા બાબાએ તે અપમાન અસહ્ય બની જવાથી બા ને કહ્યું કે આજે મારા વિજ્ઞાન શિક્ષકે ભણાવ્યું છે કે
મા-બાપ ના તમામ લક્ષણો પેઢી દર પેઢી વારસાગત તેમના દીકરા-દીકરીમાં ઉતરી આવે છે.અને તેમાં તારા ભગવાનજી પણ પણ ફેરફાર કરી શકતા નથી. બોલ! બા! આપણે બંને એકબીજાની જીભ માપી લઈશું! બાબો દોટ મૂકીને ,કૂદકો મારીને ઘરની બહાર રમવા નાસી ગયો! ,
--