Friday, November 23, 2018

કલાનો રંગ ભગવો નથી, નથી લીલો.પણ તેનો રંગ છે સોનેરી.


કલાનો રંગ ભગવો નથી, નથી લીલો.પણ તેનો રંગ છે સોનેરી.

 ટી.એમ.ક્રીશ્ના (કાર્નેટીક મ્યુઝીશયન)

(The Colour of ART is not  SAFFRON. nor GREEN but  GOLD.)

કાર્નેટીક મ્યુઝીક તે દક્ષીણ ભારતમાં કર્ણાટકી સંગીત તરીકે ઓળખાય છે. કર્ણાટકમાં તેની શરૂઆત આશરે ૬૦૦ વર્ષ પહેલાં થઇ હતી. ટી. એન ક્રીશ્ના (રહેવાસી કર્ણાટક ઉંમર વર્ષ ૪૨) આ સંગીતના ખુબજ ઉંચીકક્ષાના ગાયક તરીકે જાણીતા છે. ક્રીશ્નાને કાર્નેટીક સંગીતમાં મેળવેલી અસાધ્ય નીપુણતાને કારણે તેઓને મેગ્નસાસ એવોર્ડથી સન્માનીત પણ કરવામાં આવ્યા છે.

તારીખ ૧૭ અને ૧૮નવેંબરના રોજ દીલ્હીના નહેરૂ પાર્કમાં એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇંડીયા અને સ્પીક મેકે નામની સાંસ્કૃતીક સંસ્થાના સંયુક્ત ઉપક્રમે અન્ય સંગીતના કાર્યક્રમો સાથે સંગીતકાર ક્રીશ્નાનો 'કાર્નેટીક સંગીત' નો કાર્યક્રમ અગાઉથી નક્કી કરી આયોજીત કરવામાં આવ્યો હતો. મોદી સરકારના બે મંત્રીઓ અને ઇન્ટર નેટ પર ધમકીઓ આપનાર ઉગ્રહીંદુવાદીઓ જેને અંગ્રેજીમાં ટ્રોલ તરીકે ઓળખવામાં આવે છે તેમની સંયુક્ત દખલગીરીઓથી એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇંડીયાએ ૧૩મી નવેંબરની રાત્રે જાહેર કરી દીધું કે અમે સદર કાર્યક્રમ મુલતવી રાખેલ છે.

Airports authority scraps T M Krishna concert after trolls call him anti-India સૌ. ઇન્ડીયન એકપ્રેસ.

                

સંગીતકાર ક્રીશ્નાને પોતાનો કાર્યક્મ મુલતવી રહ્યો છે તેવી માહીતી મળતાં તેઓનો પ્રથમ પ્રત્યઘાત હતો કે  દીલ્હીમાં મને કોઇપણ સંસ્થા કાર્યક્રમ કરવા માટે આમંત્રણ આપે તો હું કાર્યક્રમ કરવા તૈયાર છું. હું આવીશ અને ગાઇશ. આવી ધમકીઓથી આપણે ક્યારેય ગભરાવું નહી અને ડરપોક બનવું નહી.

 ક્રીશ્નાનો કાર્યક્રમ મુલતવી રહ્યો છે તેવા સમાચાર મળતાં જ દીલ્હીમાં સત્તાધીશ આમ આદમી પાર્ટીના અગ્રણી મનીષભાઇ સીસોદીયાએ  પોતાની પ્રવૃત્તીના " અવામ કી આવાઝ" ભાગ રૂપે ' ગાર્ડન ઓફ ફાઇવ સેન્સીસ' દક્ષીણ દીલ્હીમાં આવેલા સ્થળે ક્રીષ્નાનો કાર્યક્રમ ગોઠવી દીધો. મુખ્યમંત્રી કેજરીવાલે પોતાના સાથી સીસોદીયાને ચીંતાતુર માનસીકતાથી પુછી લીધું કે શું આ બધું આટલા ટુંકા ગાળામાં ગોઠવાઇ જશે?

" અવામ કી આવાઝ"નો કાર્યક્રમ આમ આદમી પાર્ટી તરફથી પોતાની પ્રવૃત્તીના ભાગરૂપે સને ૨૦૧૭ના ઓકટોબર માસથી શરૂ કરવામાં આવેલ છે. અત્યાર સુધી તેના નેજા હેઠળ ચાર કાર્યક્રમો તો થઇ ગયા હતા. આવા કાર્યક્રમોમાં ખાસ કરીને વીદ્રોહ અને વીરોધના (Protest & Dissent) ગીતો ગાવામાં આવે છે.

મુખ્યમંત્રી અરવીંદ કેજરીવાલે  સદર કાર્યક્રમમાં હાજર રહીને જણાવ્યું કે ' જે લોકો દેશમાં ભાગલા પાડીને દેશનો વીનાશ કરવા મેદાને પડેલા છે તેને ભાઇ ક્રીષ્નાનો કાર્યક્રમ જબ્બર જવાબ આપે છે.' સંગીતકાર ક્રીશ્નાએ ઇન્ડીયન એકપ્રેસમાં આ મુદ્દે મુલાકાત આપતાં જણાવ્યું કે ' આ કાર્યક્રમમાં ઉપસ્થીત થયેલા સૌ દીલ્હીવાસીઓ માટે આજનો દીવસ ખુબજ મહત્વનો દીવસ બની ગયો છે. મારી આપ સૌને નમ્ર અપીલ છે કે  આપણે બધા ભેગા મળીને ધીક્કાર, હીંસા અને ગુસ્સાનું વાતવરણ દેશમાં જે રીતે પેદા કરવામાં આવ્યું છે તેનો મુકાબલો કરીએ.

ટી.એન. ક્રીશ્નાના નક્કી કરલા કાર્યક્રમો સામે હીંદુત્વવાદી  ટેકેદારો તરફથી તેઓના કાર્યક્રમોને બંધ કરાવવા અને ધમકી આપવાનો આ પ્રથમ પ્રસંગ નથી. કારણકે ક્રીશ્નાની દેશના બંધારણીય મુલ્યો, જેવાકે ધર્મનીરપેક્ષતા, સામાજીક ન્યાય અને સમાનતાની તરફેણમાં અને વર્ણવ્યવસ્થાની વીરૂધ્ધના વીચારોથી સામાવાળા પુરેપુરા પરીચીત છે. સને ૨૦૧૮ના ઓગષ્ટ માસમાં અમેરીકાના મેરીલેંડ મંદીરમાં એન આર આઇ, હીંદુત્વવાદી કર્મનીષ્ઠોએ! ભાઇ ક્રીશ્નાનો કાર્યક્રમ એટલા માટે રદ કરાવ્યો હતો કે તે હીંદુ ભજન સાથે ખ્રીસ્તી અને ઇસ્લામના પણ ભજનો ગાય છે. પરંતુ તે જ દીવસે મેરીલેંડની નજીક આવેલા વોશીંગટન સ્ટેટના જયોર્જીયાટાઉનમાં તે કાર્યક્રમ ક્રીશ્નાના સંગીતપ્રેમીઓએ સરસ રીતે સંપન્ન કરેલ હતો.

આ વર્ષે તામીલનાડુના ત્રીચી શહેરમાં હીંદુત્વની જમણેરી પાંખે ક્રીશ્નાના કાર્યક્રમને બંધ રખાવવાના ખુબજ પ્રયત્નો કર્યા હતા. પરંતુ રાજય તરફથી કાયદો અને વ્યવસ્થાનો સખત બંદોબસ્ત પુરો પડાતાં પેલા પરીબળોની મેલી મુરાદો બળ આવી નહી. આ કાર્યક્રમમાં ક્રીશ્નાએ જીસસ, અલ્લાહ અને તમીલ લેખક પેરૂમલ મુગૃન જેના પર જમણેરી હીંદુત્વવાદી પરીબળોએ સખ્ત હુમલો કરીને હવે પછી કશું પણ નહી લખવાની પુરેપરી બાંહેધરી લઇ લીધી હતી તેના ગીતો પણ ગાયા હતા.

" અવામ કી આવાઝ"ની કાર્યક્રમની સફળતા માટે  મુખ્યમંત્રી કેજરીવાલે દૈનીક પેપરમાં જાહેરાતો, ઉપરાંત સોશીઅલ માડીયા અને વોટ્ટસઅપ ગૃપ્સમાં નીચે મુજબનો સંદશો ફરતો કર્યો.

 

 

" આપ સૌને આ કાર્યક્રમમાં પધારવાનું અમારૂ આમંત્રણ છે. જો તમે દેશની અખંડતા અને સર્માવેશક ' એન ઇન્કલુઝીવ ઇંડીયા' માં માનતા હોય તો, તેમજ  ભારતદેશ બધાજ ધર્મો, શ્રધ્ધાઓ, જાતીઓ અને જ્ઞાતીઓનો દેશ છે,તો આપ સૌ ની હાજરીથી જે લોકો આ દેશને ધર્મ અને જાતીના નામે ભાગલા પાડી તોડી નાંખવા માંગે છે તેને યોગ્ય જવાબ મળશે."

" Krishna sings, Krishna is heard"  Curiosity, coincidence and love of Carnatic music draw over 1000 to T.M. Krishna"s consort.

સૌ પ્રથમ તેઓએ ગાંધીજીની સર્વધર્મ સમભાવની ભજનાવલીમાંથી ગીત ગાયું. આ ઉપરાંત મરાઠી સંત તુકારામના ભજનો મરાઠીમાં અને કન્નડના તત્વજ્ઞાની, કવી અને વીચારક બસાવાના ભજનો ગાયા હતા. આ ઉપરાંત સંત કબીર, જીસસ અને નાગુર સીદ્દીકી જેવા મુસ્લીમ સુફી લીખીત ને નાગુર હનીફાએ સ્વરબધ્ધ કરેલ પવીત્ર ઇસ્લામીક ગીત પણ ગાયું.

 

 સાંભળનારાઓથી સ્થળ એટલું બધું ખીચોખીચ ભરાઇ ગેયલું હતું કે ઘણા બધા આમંત્રીતો બે કલાક સુધી ઉભા જ રહ્યા. મુખ્યમંત્રી કેજરીવાલે જણાવ્યું હતું કે આ દેશ હીંદુ,મુસ્લીમ,ખ્રીસ્તી, શીખ, તમીલો,મલાયાલીઝ, હરીયાણીવીઝ, પંજાબી વી નો છે. વીશ્વમાં મને ખબર નથી કે આટલા બધા વૈવીધ્યવાળો બીજો કોઇ દેશ હશે. આ સામાજીક વૈવીધ્યતા આપણો ભવ્ય વારસો છે તેને સહેજ પણ ઉની આંચ આવે તે જાળવવાની આપણા સૌ ની જવાબદારી છે.

મુખ્યમંત્રી શ્રી અરવીંદ કેજરીવાલાની બાજુમાં સીતારામ કેસરી ( જનરલ સેક્રેટરી સી પીએમ માર્કસવાદી) બેઠા હતા. દીલ્હીમાં છેલ્લા આઠવર્ષોથી રહેતા ફ્રેન્ચ આર્ટીસ્ટ જુલીઇન સીગાર્ડ સહીત ક્રીશ્નાના કાર્યક્રમો હાજર રહેનાર મહાનુભાવોમાં નીવૃત સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એ.પી.શાહ, આર ટી આઇ પાયોનીયર અરૂણા રોય, પર્યાવરણસંરક્ષક સુનીલ નરેઇન,સુપ્રીમ કોર્ટના સીનીયર વકીલ ઇંદીરા જેસીંગ, પ્રો ઝોયા હુસેન અને વૈજ્ઞાનીક ગોહર રઝા જેવા ઘણા બધા વીઆઇપી હતા. અને સૌ એ  કર્ણાટકી કાઇનેટીક મ્યુઝીક બે કલાક કરતાં વધારે સમય સુધી માણ્યુ હતું. હાજર રહેલા સંગીત માણવા આવેલા ટોળાના વડીલોનો મત હતો કે " We are here for a quiet evening of pure, divine music."  સવર્ણલાય નામનું સાંસ્કૃતીક કેન્દ્ર ચલાવતા ભાઇ અશોકનનું નીરીક્ષણ હતું કે ' હું ક્રીશ્નને આપણા સમયના શ્રૈષ્ઠ સંગીતકાર તરીકે ગણું છું. તે પોતા 'કાર્નેટીક મ્યુઝીક' માટે આપણા દેશની મહમુલ્યવાન મુડી છે. આપણે ભલે ક્રીશ્નના રાજકીય વીચારો સાથ સહમત ન થઇએ પણ  તેનું સંગીત તો આપણા સૌમાં એકતા પેદા કરનારૂ છે.'

સ્વામીનાથ એ. ઐયર ' સ્વામીનોમીક્સ' નામની દર રવીવારે પ્રકાશીત થતી ટાઇમ્સ ઓફ ઇંડીયાની ૧૮મી નવેંબરની કોલમમાં લખે છે કે ક્યારેય હીંદુ માર્શલ મ્યુઝીકની દાદાગીરીના અવાજ પ્રમાણે નાચશો નહી. મારે દુ;ખ સાથે જણાવવું પડે છે કે બીજેપી પક્ષ અને સરકારમાં એટલા બધા ધાર્મીક ઝનુની વીદુષકો છે કે (so much clout) જેને કારણે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇંડીયાને ક્રીશ્નનો કાર્યક્રમને કેન્સલ કરવો પડયો છે.  આ તો બીલકુલ સાંસ્કૃતીક જંગલીયાત જ છે.( This was cultural barbarism.) આપણો દેશ તો બહુવીધ ભાષાઓ અને વીવીધ ધર્મોનો બનેલો દેશ છે. આ સામાજીક અને સંસ્કૃતીક વીવીધતતા જ આ પણા દેશનું મહામુલ્ય નજરાણું છે. જેને કોઇપણ ભોગે આપણે પ્રજાતરીકે સુરક્ષીત રાખવું પડે અને વીકસાવું પડે!

સ્વામીનાથન વધુમાં લખે છે કે  ભારતીય સંગીતનાં મુળ ઘણાં ભવ્ય છે.તેજ આપણા માટેનું પ્રેરણાસ્રોત છે. દા.ત. આધુનીક સીતારએ મુળ ત્રણ તારવાળી પર્શીયન સીતારનું જ વીકસેલું સ્વરૂપ છે. તે જ રીતે આપણું સંગીત વાજીંત્ર સરોદના જન્મદાતા અફઘાનીસ્તાનનું વાજીંત્ર રૂઆબ છે. હાર્મોનીયમ તે યુરોપીયન એકોર્ડમાંથી વીકસેલું છે. તેથી આ બધા વાજીંત્રો મુસ્લીમ, ક્રીશ્ચન કે પરદેશી બની જતા નથી. તે હીદુસ્તાની સંગીતનો બીલકુલ અંતર્ગત અને અનીવાર્ય ભાગ છે. બીસમીલ્લાખાન, અમજદ અલી ખાન જેટલા ભારતીય સંગીત માટે અનીવાર્ય છે તેટલાજ અનીવાર્ય પંડીત રવીશંકર અને હરીપ્રસાદ ચોરસીયા છે. તે બધાના ધર્મો આ મુદ્દે બીલકુલ અપ્રસતુત છે.  

રામચંદ્ર ગુહા ( જાણીતા ઇતીહાસવીદ્ જેઓને તાજેતરમાં ગુજ.યુનીના એબીવીપીના નેતાઓએ ફોન પર ધમકીઓ આપીને યુનીર્વસીટીમાં જોબ સ્વીકારતા અટકાવ્યા હતા.) ક્રીષ્ના વીષે લખે છે કે તેને મળેલ સંગીત એક કુદરતી દેન છે. સંગીતના ક્ષેત્રમાં તે ખુબજ જાણીતા છે તે ઉપરાંત પણ તે એક જાહેર પ્રજાલક્ષી નીસ્બત ધરાવતા મોટાગજાના બૌધ્ધીક છે. દીલ્હીમાં જે જમણેરી પરીબળોએ ક્રીષ્નાને સંગીતને કારણે નહી પણ વીચારોને કારણે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇંડીયા અને સ્પીક મેકે સંસ્થાના સંયુક્ત ઉપક્રમે તેનો સંગીતનો પોગ્રામ બંધ કરવા મજબુર કરી છે તે બીના દેશના પાટનગરમાં બની છે તે બીલકુલ અસંસ્કૃત, જંગલી ( અનસીવીલાઇઝડ વર્લડ) દુનીયામાં બનેલી ઘટના છે. ગુહા વધુમાં લખે છે કે " હું તો ફક્ત ચોપડીઓ લખું છું જયારે ક્રીષ્નાએતો પોતાના સંગીતમાં ભારતીય સંસ્કૃતીની મહાનતા, વીવીધતા અને સમૃધ્ધીને આમેજ કરેલી છે. તેઓનું સમગ્ર વ્યક્તીત્વ અને કલામાં તો સતત ભારતીય સંસ્કૃતીનો ધબકાર જ સંભળાય છે." Unlike Hindutva barbarians, these musicians know that music and musical instruments have no borders."

 મારા એક સાથી મીત્ર જે હીંદી ફીલ્મ સંગીતના સારા એવા જાણકાર છે તેઓ જણાવે છે કે ભજનને આપણે હીંદુ ધાર્મીક સંગીત ગણવું જોઇએ. તે રીતે જોઇએ તો મુસ્લીમ સંગીત ગાયકોએ આપણા સર્વ શ્રૈષ્ઠ ભજનો ગાયા છે. તેમાં મહંમદ રફી સાહેબ સૌથી મોટાગજના ભજનના ગાયક હતા. દા.ત તરીકે બૈજુ બાવરા ફીલ્મનું અતી પ્રચલીત અને સદા બહાર ગીત ' ઓ દુનીયા કે રખવાલે સુન દર્દ ભરે મોરે...ને લખનાર શકીલ બદાયુની, સંગીતકાર નૌષાદ અને ગાનાર રફી સાહેબ હતા.  આ ભજન ત્રણે મોટા ગજાના મુસ્લીમ બીરાદરોનું સર્જન છે. જે આપણે સૌ હીંદુઓ તે ભજનને ચાહીએ છીએ. કારણકે સંગીતને કોઇ સીમાઓમાં બાંધી શકાતું નથી.

તેવીજ રીતે 'અમર' ( સને ૧૯૫૦) ફીલ્મનું ભજન ' ઇન્સાફ કા મંદીર હૈ યે ભગવાન કા ઘર હૈ' ઉપર જણાવેલે મુસ્લીમ ત્રીપુટીએ જગવીખ્યાત બનાવ્યું છે. પણ આ ફીલ્મની વીશેષતા એ હતી કે તેના પ્રોડયુસર મહેબુબખાન હતા. અને અભીનેતા અને અભીનેત્રીઓમાં 'દીલીપકુમાર (યુસુફખાન) મધુબાલા( મુમતાઝ જેહન દેહલ્વી) અને નીમ્મી ( નવાબ બાનુ). શું આ બધા ફીલ્મ પ્રોડ્યુસરમાંથી અન્ય કલાકારો અને સંગીતકારો મુસ્લીમ હોવાને કારણે શું આ ભજનમાં કોઇ લેશ માત્ર ફેર પડયો હતો? તે તો એક વીજયી અદભુત નીર્દશન હતું જે સંદેશો મુકતું ગયું છે કે સંગીત માનવ સર્જીત બધીજ સીમાઓ ને જીતી શકે છે. ' સારે જહાંસે અચ્છા હીંદુસ્તાં હમારા'ના રચનાર કવી મોહમંદ ઇકબાલ હતા. ટુંકમાં રાષ્ટ્રપ્રેમ અને સંગીત બંનેને ધર્મ સાથે કોઇલેવા દેવા નથી.

 

 

--

Thursday, November 15, 2018

ઇસ્લામના આદર્શો અને વ્યવહાર–

ઇસ્લામના આદર્શો અને વ્યવહાર–

( પાકીસ્તાનની સુપ્રીમ કોર્ટે ધાર્મીક નીંદાના(બ્લેસ્ફમી) ગુના હેઠળ મોતની સજા ભોગવતી એક ખ્રીસ્તી ખેતમજુર નામે " આશીયા બીબીને" ૩૧મી ઓક્ટોબરના રોજ સંપુર્ણ નીર્દોષ જાહેર કરી છે.)

 

 દરેક ધર્મોના આદર્શો (ઉપદેશો) કાંઇક હોય છે અને તેજ ધર્મોનો ખાસ કરીને ધાર્મીક લઘુમતીઓ સામે પોતાનો વ્યવહાર અને વર્તન બીલકુલ કેટલું બધું અમાનવીય. ગેરબંધારણીય, કાયદા વીરૂધ્ધનું  અને ઘાતકી હોય છે તેનાથી આપણે બધા પુરેપરા પરીચીત છીએ. થોડા દીવસ પહેલાં જ મારી પાસે પોસ્ટથી એક નાનકડી પુસ્તીકા મળી છે. જે મુસ્લીમ તહેવાર ' મહોરમનું મહત્વ' સમજાવે છે. પુસ્તીકાના લેખક છે ફાધર વાલેસ અને બીજા છે મોહમદ યાસર.

 માનનીય ફાધર વાલેસ સાહેબ લખે છે કે મને ઇન્ટરનેટમાં હુસેનની ઘણી પ્રેરણાત્મક ઉક્તીઓ વાંચવા મળી. અહીં તેમાંથી એક ઉક્તી નીચે મુજબ છે.

(૧) બીજાની સતામણી કરવામાં આવે ત્યારે ચુપ રહેનાર માણસો પોતેજ  સતામણીના ગુનેગારો છે.

પુસ્તીકાના બીજા લેખક ' મોહમદ યાસર ખલીફાના નીચે મુજબના વાક્યો છે.

(૨) માનવીય ઇતીહાસમાં ઇસ્લામ ધર્મના પયગંબર હજરત મુહમ્મદ (સલ્લે.) સાહેબને  અંતીમ પયગંબર ગણે છે. તેમણે એક ઉદાત્ત અને આદર્શ સમાજની સ્થાપના કરી છે. એ સમાજના અનુયાયીઓ અલ્લાહની આજ્ઞાઓને સમર્પીત હોય. તે સમાજ આર્થીક ન્યાય, સામાજીક સમાનતા અને રાજકીય સ્વતંત્રતાના સીધ્ધાંતો પર રચાયો હોય. તે માનવીના મુળભુત અધીકારોના સંરક્ષણની સંપુર્ણ ખાતરી આપતો હોય.

(૩) ઇસ્લામમાં માનવીને સૌ પ્રથમ માનવી જ ગણવામાં આવે છે. ત્યાં ધર્મ– જાતી, કે વર્ણ આધારીત ઉંચનીચના ભેદભાવ ના હોય, સ્રી કે પુરૂષ પણ એક માનવી તરીકે  સમાન નજરે  જોવાતા હોય, ત્યાં અનાથો, વીધવાઓ, વૃધ્ધો અને લાચારોની સંભાળ અને દરકાર લેવાતી હોય, ત્યાં કાયદાની સમક્ષ સૌ સમાન હોય, દરેક વ્યક્તીને કોઇપણ જાતના ભેદભાવ વગર યોગ્ય અને સાચો ન્યાય મળી રહેતો હોય, અને જ્યાં એક સામાન્ય માનવી પછી ભલે તે મુસ્લીમ ના હોય  તો પણ એક સલામત જીવન  સ્વામાનભેર જીવી શકતો હોય તેવો સમાજ હોય.

 હવે આપણે પાકીસ્તાન નીવાસી આશીયા બીબીના ધાર્મીક નીંદાના ગુના સમજીએ.

આપણો પડોશી દેશ પાકીસ્તાન એક મુસ્લીમ દેશ છે. ઇસ્લામ તેનો બંધારણીય ધર્મ છે.ઉપરના બોધ વચનોનો અમલ વાસ્તીક સમાજજીવન અને રાજય વહીવટમાં કેવો થાય છે તે જાણીએ.

આશીયા બીબી મુળે ધર્મે ખ્રીસ્તી,એવી એક ખેતમજુર હતી. તેણીએ ખેતરમાં કામ કરતાં તરસ લાગી હોવાથી એક જગમાંથી પાણી પીધું. ત્યારબાદ તેની સાથે ખેતરમાં કામ કરતી પણતેની પડોશી મુસ્લીમ ખેતમજુર બહેનોએ તેજ જગમાંથી પછી પાણી પીવા માટે આપ્યું. તેની સામે ધાર્મીક નીંદાની  ફરીયાદ કરવામાં આવી કે તેણીએ ઇરાદપુર્વક પોતાના પાણી પીધેલા જગમાંથી મુસ્લીમ બહેનોને પાણી પીવડાવીને વટલાવી છે. સને ૨૦૧૦માં સદર ધાર્મીક નીંદાના ગુના માટે ફાંસીની સજા જીલ્લા કોર્ટે ફરમાવી હતી. હાઇકોર્ટે તેના કૃત્યને ખુબજ નીંદનીય કૃત્ય ગણીને નીચલી કોર્ટની ફાંસીની સજા માન્ય રાખી. જેને પાકીસ્તાનની સર્વોચ્ચ અદાલતે  તેણીના ગુનાને બેબુનીયાદ ગણીને તેણીને ગુના મુક્ત કરીને પાકીસ્તાનને એક દેશ તરીકે અને વીશ્વને એક આંચકો આપ્યો છે.

On October 31, the Supreme Court of Pakistan took a monumental decision, against the grain of recent history in that country. By acquitting Asia Bibi, a Christian woman convicted of blasphemy on the flimsiest of grounds by a sessions court — a decision that was upheld by the Lahore High Court — the country's apex court showed great courage.

સૌ , ઇન્ડીયન એકપ્રેસ તંત્રી લેખ તા. ૧૨મી નવેંબર ૨૦૧૮.

 આશીયાની તરફેણમાં અને જીલ્લા કોર્ટ અને હાઇકોર્ટના ચુકાદાની વીરૂધ્ધમાં પોતાના અભીપ્રાયો જાહેરમાં જણાવ્યા હતા, તેવા પંજાબના ગવર્નર સલમાન તાસીર અને ભુતપુર્વ માઇનોરીટી એફર્સના પાકીસ્તાન સરકારના મીનીસ્ટર શાહબાઝ ભટટી બંનેના ખુન કરી નાંખવામાં આવ્યા છે.દેશની સર્વોચ્ચ અદાલતના જે ન્યાયધીશોએ (ડીવીઝન બેન્ચ) ચુકાદો આપ્યો છે, તેને મોત ની ધમકીઓ મળી ગઇ છે. સર્વોચ્ચ અદાલતમાં જે એડવોકેટે આશીયા બીબીનો કેસ લડયો તેને પોતાનો જીવ બચાવવા દેશ છોડીને ભાગી જવું પડયું છે.

તા–૩૧મી ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે ચુકાદા આપ્યો જેને પાકીસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને તેને ટેકો આપ્યો. ત્યારબાદ દેશમાં આ મુદ્દા પર  જે ધાર્મીકઉગ્રવાદી રાજકીય પાર્ટી(તેહરીકે લબબીક પાકીસ્તાન) TLP ને  ઇમરાનખાનની પાર્ટી સામે તાજેતરના ઇલેક્શનમાં એક પણ સીટ મળી નહતી તેણે ધાર્મીક કટરવાદીઓની મદદ લઇને સુપ્રીમ કોર્ટના ચુકાદાની સામે દેશ વ્યાપી આંદોલન શરૂ કર્યું. દેશના લશ્કરના વડાઓને ઇમરાનખાન સામે બળવો કરવા હુકમ કર્યો. આશીયાબીબી દેશ છોડીને જઇ ન શકે તેવો ફતવો બહાર પાડવામાં આવ્યો છે. દેશના વડાપ્રધાન ઇમરાન ખાનને આશીયાબીબીની તરફેણમાં અને સદર  ચુકાદા માટે સુપ્રીમ કોર્ટને બીરદાવી ત્રણ દીવસ પહેલાં હતી, તે બધા ઉચ્ચારણો પાછા ખેંચવા માટે મજબુર કરવામાં આવ્યા છે.

વધારામાં આ ટી એલ પી પાર્ટીએ ઇમરાન ખાનની સરકાર પાસેથી બાંહેધરી લઇ લીધી છે કે ટીલીપી આશીયા બીબીના સુપ્રીમ કોર્ટના ચુકાદા વીરૂધ્ધ રીવ્યુ પીટીશન દાખલ કરે તો તેનો વીરોધ નહી કરે.આ ઉપરાંત સખત બહુમતીથી ચુંટાયેલી ઇમરાન સરકારે લેખીત બાંહેધરી આપી છે કે જે લોકો દેશ છોડીને ભાગી જવા માંગતા હોય તેમાં આશીયા બીબીનું નામ ઉમેરવામાં વાંધો નથી.

 

દેશના વડાપ્રધાન બન્યા પછીના ત્રણ માસમાં ઇમરાન ખાન માટે દેશના હીતમા યોગ્ય નીર્ણય લીધા પછી ઇસ્લામીક ધાર્મીક  કટરવાદીઓના દબાણને વશ થઇને પોતાનો નીર્ણય બદલવાનો આ પ્રથમ નીર્ણય નથી.

In his three months in office, this is Imran Khan's second visible cave-in. Earlier, he asked Princeton professor Atif Mian to resign from his Economic Advisory Council when hardline elements, notably the TLP, objected to the latter's Ahmadi heritage.( સૌ.તંત્રી લેખ. ઇ એકપ્રેસ તા.૧૨–૧૧–૧૮.) વડાપ્રધાન ઇમરાન ખાનને સારી રીતે ખબર છે કે આર્થીક રીતે દેશની શું સ્થીતી છે. પાકીસ્તાની નાગરીક અમેરીકાની વીશ્વવીખ્યાત પ્રીન્સટોન યુની.માં અર્થશાસ્રના પ્રોફેસર આતીફ મીયાન  તરીકે કામ કરતા વીદ્ધવાનને  નાણાંકીય સલાહકાર તરીકે આમંત્રણ આપ્યુ.  તે પણ આ ઉગ્રધાર્મીક પરીબળોના વીરોધને કારણે  કેન્સલ કરવું પડયું. કારણકે પેલો અર્થશાસ્રનો પ્રોફેસર પાકીસ્તાની નાગરીક હતો પણ તે મુસ્લીમ નહતો. દેશની લઘુમતી કોમ અહેમદીયા તેનો વારસો હતો.

ઇટાલીના નાયબ વડાપ્રધાન એમ સલવીનીએ આશીયાબીબીના કેસની તરફેણમાં મજબુત લાગણી પ્રદર્શીત કરતાં જણાવ્યું છે કે સને૨૦૧૮માં અને તે પણ ૨૧મી સદીમાં " We cannot allow a situation like this in 2018,, women and children should not be in danger." ( T O I page 9 8th Nov 2018.) આશીયા બીબીના પતિ આશીક મસિહે ખુબજ દુ;ખ સાથે જણાવ્યું છે કે તેની પત્નિ અને તેના બે બાળકો ગમે ત્યારે ધાર્મીક ઉગ્રવાદીઓના હુમલાનો ભોગ બની શકે તેમ છે. તે બધાને રાજકીય આશ્રય આપવા યુકે, યુએસએ અને કેનેડાની સરકારોને વીનંતી કરી છે. યુરોપીયન પાર્લામેંટના પ્રમુખ એનટોનીયોએ આશીયા બીબીના કુટુંબને રાજકીય આશ્રય આપવાની તૈયારી બતાવી છે.વીશ્વગુરૂ અને વારંવાર ' વસુધૈવ કુટુંબની દુહાઇ જુદા જુદા દેશો સમક્ષ પોતાના વીદેશ પ્રવાસોમાં પુકારનાર ભારતના વડાપ્રધાન મોદીજીએ બીજા ઘણા બધા મુદ્દાઓની માફક આ મુદ્દે પણ મૌન સેવવાનું યોગ્ય માન્યું છે.

For Pakistan, and even beyond its borders, the dangers of relying on religion for political ends are becoming starkly clear from the Asia Bibi episode: Sooner or later, such a politics undermines state sovereignty, constitutional morality and the rule of law. સૌ. ઇ એકપ્રેસ ના તંત્રી લેખની છેલ્લી લીટોઓનો ભાવાનુવાદ.

ફક્ત પાકીસ્તાન માટેજ નહી પણ તેની સરહદોની પેલેપાર પણ ' રાજકીય હેતુઓ માટે ધર્મ અને ધાર્મીક લાગણોનો ઉપયોગ આશીયાબીબીના કેસ પરથી કેવાં ગંભીર પરીણામો લાવી શકે છે તેવો બોધ પાઠ આપે છે. આવું રાજકારણ આજે નહીતો કાલે  રાજયના સાર્વભૌમત્વ,બંધારણીય નૈતીકતા અને કાયદાના શાસનને અપ્રસતુત બનાવી દે છે. 


--

Saturday, October 13, 2018

ગુજરાતમાંથી બીહારીમજુરોનું સ્થળાંંતર

દુર્વુત્તીઓ જે જગવે જનોની, તે ખેલ માંડે ભયનો ભરેલો,

ભર્યા તલાવો તણી પાળ ખોદી, રોકી શક્યા છે જળધોધ કોણ!                            

સૌ. પાન ૩૭–રાઇનો પર્વત ( નાટક) પ્રકાશન વર્ષ સન ૧૯૧૩. – રમણભાઇ નીલકંઠ

 ઉત્તર ગુજરાતના કોઇ એક ગામમાં એક નાની ૧૪ માસની બાળકી પર એક બીહાર રાજ્યના મજુરે બળાત્કાર કર્યો અને પછી બુરી હાલતામાં તે માસુમ બાળકીને કોઇ અવાવરી જગ્યાએ ફેંકી દીધી. આવું અમાનવીય,પીશાચી કૃત્ય કરનાર પકડાઇ ગયો. પોલીસ હીરાસતમાં છે. છેલ્લા સમાચાર મુજબ ન્યાયીક પ્રક્રીયા ઝડપી થાય માટે 'Fast Track Courtની રચના કરવામાં આવી છે. આમ તો આ એક અમાનુષી ફોજદારી કાયદાકીય અને સામાજીક ઘટના હતી. પણ સાથે  સાથે તે એક આપણા સામાજીક રીતે બીમાર સમાજનું ચીન્હ પણ છે.

તેને કેવી રીતે એક ભયંકર સામાજીક, આર્થીક અને રાષટ્ીય કક્ષાનો મુદ્દો બનાવી દેવામાં આવ્યો? એક બીહારી મજદુરે આવું અમાનવીય કૃત્ય કર્યું એટલે જાણે બધાજ બીહારી અને ઉત્તર પ્રદેશના મજદુર લોકો બળાત્કારી થઇ ગયા હોય તેમ સોસીઅલ મીડીયા પર સંદેશા મોકલવા માંડયા કે ગુજરાતમાં મજદુરી કરતા નામે બીહારી,– યુપી વી. રાજ્યોના લોકો ૪૮ કલાકમાં ગુજરાત છોડીને પોતાના વતનમાં સ્થળાંતર કરી દેવું.

 આવી ધમકીઓ અને અફવાઓમાં ફેલાવવામાં કાબેલીયાત મેળવેલાને  સારી રીતે ખબર હતી કે પરપ્રાંતીય લોકો કયા કયા સ્થળે નોકરીઓ કરે છે. આ નીષણાતોએ ગુજરાતની જુદી ઔધ્યોગીક વસાહતોના દરવાજે જઇને શોધી શોધીને  બીહારી મજુરોને મારવા માંડયા. અમદાવાદની પુ્ર્વ વીસ્તારના જમીન અને મીલકતો પડાવી લેનારા ' ભાઇ ' લોગને  " અંધે કે હાથ બટેર મીલ ગયા"  જેવી તક મળી ગઇ. સાબરકાંઠા થી શરૂ થયેલી કાયદો હાથમાં લઇને મારપીટ કરવાની બીનાઓ આણંદના અમુલના ચીઝ પ્લાંટના બીહારી મજુરોને મારવાથી માંડીને દક્ષીણ ગુજરાતમાં વાપીની ઔધ્યોગીક વસાહત સુધી પહોંચી ગઇ.

 હજારો બીહારી, રાજસ્થાની અને યુપીના મજુરોને પોતાના વતન તરફ મજબુરીથી પરત જતા  આપણે સૌ ગુજરાતીઓએ ટીવીના પડદે અને દૈનીક પેપરોમાં બસોના છાપરા પર પણ મુસાફરી માટે બેઠેલા જોયા. જે લોકો ગુજરાતને મહાત્મા ગાંધીનું ગુજરાત સમજે છે તે બીચારા દીવા સ્વપ્નોમાં રાચે છે. હવે બાબરીધ્વંસ અને ગોધરા કાંડ પછી આ ગુજરાતને ગાંધીએ નહી પણ નરેન્દ્ર્ મોદી અને તેમની વીચારસરણીએ ઉછેર્યુ છે, સીંચ્યુ છે અને પુખ્ત બનાવ્યું છે.

મુખ્યમંત્રી રૂપાણી અને નીતીન પટેલને દીલ્હીમાં બેઠેલા વડાપ્રધાન શ્રી મોદી સાહેબે અને પક્ષ પ્રમુખ અમીત શાહે  આડે હાથ લીધા. ' એેક નાના સરખા એકલદોકલ બનાવથી' સમગ્ર ગુજરાતમાં આટલા મોટા પાયે બીહાર અને યુપી વી. રાજ્યોના મજુરોને ની:સહાય સ્થીતીમાં ૩૦,૦૦૦થી ૪૦,૦૦૦ ની સંખ્યામાં સ્થળાંતર કરી ગુજરાત છોડવું પડે તો તમે કયો '"રાજ ધર્મ "  નીભાવો છો? આ કેવો ગુજરાતી સમાજ છે કે  જે એકલદોકલ ઘટનાઓને સામુહીક અરાજકતાઓમાં ફેરવી નાંખે છે? દીલ્હીમાં બેઠેલા સાહેબોને કોણ સમજાવે કે ' સાહેબ!  અમે ગુજરાતમાં રાજ્ય કરનારાઓ, અટલ બીહારી બાજપાઇજીએ  આપશ્રી જ્યારે  ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સને ૨૦૦૨ના 'ગોધરાકાંડ' માં 'રાજધર્મ' પાળવાની વીનંતી કરી હતી. તે સલાહને બદલે આપશ્રીએ નક્કી કરેલો 'રાજધર્મ'  પાળ્યો હતો. તો આપને દીલ્હીની ગાદી મળી ! કારણકે આપશ્રીનું નેતૃત્વ ગોધરાની ઘટનાને સ્થાનીકમાંથી રાજ્ય અને રાષટ્ની ઘટના બનાવવામાં સફળ થયું. આજે ભયના માર્યા બીહારી મજુરોએ સ્થળાંતર કર્યું આપના સમયકાળમાં ભયના માર્યા ગજરાતની  લઘુમતી કોમની પ્રજાએ  'ઠેર ઠેર જુહાપુરા ' બનાવ્યા. તે સમયે ગોધરા કાંડની ઘટનાને રાજ્ય વ્યાપી કેમ બની તે માટે આપશ્રીએ વૈગ્નાનીક ન્યુટનનો બીજો નીયમ રમતો મુકેલો કે ' આઘાત અને પ્રત્યાધાત સરખા હોય છે સાથેસાથે તે  વીરોધાભાસી પણ હોય છે. ( Actions and  reactions are equal and opposite.) 

 સાહેબ, અમે તો  આપના ચાતરેલા 'રાજધર્મ' ના માર્ગે ગુજરાતનું રાજ્ય ચલાવીએ છીએ. બાકી  સ્વ. બાજપાઇજીની સ્મૃતીમાં તો ઘણા બધી શૈક્ષણીક અને આરોગ્યની સંસ્થાઓ અને રોડના નામો ની યાદી તો આપને ત્યાં પીએમઓ ઓફીસમાં મોકલાવી દીધી છે.

 સાહેબ! માફ કરજો. અમે પણ પામર રાજકારણી મનુષયો છે, અમને થોડીક આશા છે કે આપ ગુજરાતમાં સ્વ રાજ્ય ધર્મે ચાલ્યા તો દીલ્હીની ગાદી મળી તો  તે માર્ગે અમે ચાલીએ તો ભવીષયમાં દીલ્હીમાં કંઇક તો મળશે ને !

એક અસત્યથી જન્મે અસત્યો બહુ જુજવાં, રોપે અસત્ય જે તેને પડે એ ઝુંડ વેઠવાં'

પાનુ ૫૧ રાઇનો પર્વત.

 આવા ધંધા કરવામાં દેશનો કોઇ રાજકીય પક્ષ બાકાત નથી.


--

Saturday, September 22, 2018

આર એસએસના વડા મોહન ભાગવતજીનું આત્મ પરીવર્તન કે આત્મ છલના.

આર એસએસના વડા મોહન ભાગવતજીનું આત્મ પરીવર્તન કે આત્મ છલના.

      તાજેતરમાં દીલ્હી મુકામે વીજ્ઞાન ભવનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતજીએ ત્રણ દીવસ સુધી પોતાની સંસ્થાની દેશમાટેની દ્ર્ષ્ટી ' આર એસ એસ વીઝન ઓફ ઇંડીયા' દેશમાં બતાવવા માટે ગંભીર પ્રયત્ન કર્યો છે. તે બાબતે તેઓશ્રીએ જે વીધાનો કર્યા છે તે નીચે મુજબ છે.

(1)     અમારી સંસ્થા દેશના બંધારણ અને તેના આમુખમાં (પ્રીએમ્બલ) જણાવેલા મુલ્યોનો આદર કરીને સ્વીકારે છે.( મનુસ્મૃતી દેશના બંધારણાનો અમારો વીક્લ્પ નથી)

(2)    બંધારણમાં આમેજ કરેલા મુલ્યો જેવાકે ધર્મનીરપેક્ષતા (સીક્યુલારીઝમ) અને સમાજવાદ (સોસીયાલીઝમ) તે અમારી સંસ્થાની વીચારસરણીનો એક ભાગ બનશે.તેની સામે અમને વાંધો નથી.( એટલકે રેશનાલીસ્ટો, નીરઇશ્વરવાદીઓ, સામ્યવાદીઓ અને વીજ્ઞાનવાદીઓ અમારા એક નંબરના દુશ્મનો હવે નથી.) અન્ય ધાર્મીકરૂઢીચુસ્તો અંધશ્રધ્ધાઓને ટેકો આપનારાને અમારો હવે ટેકો નથી. આપણે હીંદુત્વવાદી રાષ્ટ્રવાદની ઓળખ, મુલ્યાંકન અને વર્તનમાંથી બહાર નીકળીને બંધારણીય મુલ્યો આધારીત રાષ્ટ્રવાદનો (Constitutional Nationalism)દેશમાં પ્રચાર– પ્રસાર કરવો પડશે.

(3)    આઝાદની ચળવળમાં કોંગ્રસે જે ફાળો આપ્યો હતો તેને અમારી સંસ્થા બીરદાવે છે. અને તેમ ભાગ લીધેલા ટોચના નેતાના ફાળાની નોંધ લે છે. અમે કોંગ્રેસમુક્ત ભારતના ખ્યાલ ને ટેકો આપતા નથી. દેશમાં જુદા જુદા વીચારો, પ્રવૃત્તીઓ , વીવીધતામાં એકતાના ખ્યાલને ટેકો આપીએ છીએ.

(4)     અમે કોંગ્રેસમુક્ત ભારતને બદલે  દેશમાં જુદા જુદા ભીન્ન ભીન્ન વીચારો, રુઢીરીવાજો અને ખાનીપીનીની વીવીધતાની 'યુક્તી' ને ટકો આપીએ છીએ.બધા એકસાથે મળીને વીકાસ કરે તેમાં માનીએ છીએ. હું દેશના નાગરીકોની 'ભારતીય' તરીકેની ઓળખને( હીંદુ તરીકે નહી) ગૌરવ ભેર સ્વીકારૂ છું.

(5)   પોતાની સંસ્થાના હીંદુ રાષ્ટ્રના ખ્યાલની સ્પષ્ટતા કરતાં કહ્યું કે  'આજથી ૯૦ વર્ષ પહેલાં એમ એસ ગોલવેકરજીએ પોતાના પુસ્તક 'બંચ ઓફ થોટ્ટસ' માં દેશના મુસ્લીમ અને ખ્રીસ્તીઓને દુશ્મનો તરીકે ઓળખાવ્યા હતા તેને ૨૧મીસદીના પરીવર્તન પામેલા વીશ્વમાં, તે વીચાર અને તેના આધારીત વર્તનને કોઇ સ્થાન નથી.' હીંદુ રાષ્ટ્રનો અર્થ હવે એ નથી કે આપણા દેશમાં મુસ્લીમોનું કોઇ સ્થાન જ નથી. વધુમાં ભાગવતે જણાવ્યું છે કે  જે દીવસે દેશમાં મુસ્લીમોનું કોઇ સ્થાન રહેશે નહી તે દીવસે હીંદુત્વ પણ મૃતપાય થઇ જશે. ( Bhagwat's clarification that Hindu Rashtra "does not mean there is no place for Muslims" and that Hindutva would stop existing if "Muslims are unwanted") આજે જ્યારે હીંદુત્વવાદી પરીબળો ઉગ્રબનીને મતના રાજકારણપર હાવી ગયા છે ત્યારે ભાગવતનો આ સંદેશો રૂકજાવની બ્રેક માળવામાં સફળ થશે? કોને પુછીશું? વડાપ્રધાન મોદીજીને કે બીજેપી પ્રમુખ અમીત શાહજીને?

(6) વીશ્વના જુદા જુદા દેશોમાં જ્યારે હીંદુઓએ પોતાનું બીજું ઘર બનાવ્યું છે ત્યારે ભાગતવજીનો સ્પષ્ટ સંદેશો છે કે હીંદુત્વ આધારીત જુનો ખ્યાલ ( વીધર્મીઓને દુશ્મન ગણતો વીચાર અને વર્તન) હવે અપ્રસતુત બની ગયો છે. આ બધા દેશોમાં હીંદુઓ પોતે જ લઘુમતીમાં છે. જે રીતે બહુમતી હીંદુત્વવાદી ભારતમાં લઘુમતીઓ અને ખાસ કરીને મુસ્લીમ ધર્મીઓ સાથેનો વ્યવહાર વર્તન કરી રહ્યા છે તેવો વ્યવહાર કે વર્તન જે તે દેશની બહુમતી ધર્મવાળી( ગોરી ખ્રીસ્તી પ્રજા) પ્રજા હીંદુ વસાહતીઓ (ઇમીગ્રંટ્ટસ) સાથે કરવા માંડશે તો તેમને કોણ બચાવશે. ત્યાં લવજેહાદ ( હિંદુ યુવાન છોકરો અને ખ્રીસ્તી ગોરી યુવાન છોકરી), અને તે અંગે 'ઘરવાપસી' ના પરીણામોમાં કોણ કોને બચાવશે! આર એસ એસના વડાને પુરેપુરી ખબર છે કે બીજા દેશોમાં પોતાની સંસ્થાના થયેલા વીકાસને ટકાવી રાખવો હશે અને અન્યત્ર  ફેલાવો હશે તો પોતાના દેશમાં કુપમંડુક જેવા વીચારો અને વર્તનોમાં ધરમુળથી ફેરફારો લાવવા પડશે. આ બધું દીલ્હીમાં  બેઠાબેઠા નહી થાય. દરેક સ્થાનીક શાખા સુધીની કેડરોના વીચારો અને વર્તનોમાં આમુલ પરીવર્તનો કરવા પડશે.

(Bhagwat's message of moderation needs to be heard and practised by the Sangh's different arms to significantly alter perceptions at the grassroots.Editorial Indian express)

બીલાડીને ઘરે કોણ ઘંટ બાંધશે! કોણ પેલી કેડર બેઝ વર્ષોથી તૈયાર કરેલા લશ્કરના જેવા એકમો,(બીજેપી, હીંદ મજદુર સંઘ, વીશ્વહીંદુપરીષદ, બજરંગદળ વી વી) ને સમજાવશે કે હવે લવજેહાદ, ઘરવાપસી, કાઉલીંચીંગ, જેટલા મોદીસરકારના વીરોધીઓ( ડીસેન્ટર્સ)તે બધા દેશદ્રોહીઓ જેવા વીચારો અને વર્તનોના દીવસો પુરા થઇ ગયા છે. અને ભાગવતજીના પ્રમાણે જો સંસ્થાને  વૈશ્વીક બનાવવી હશે તો દેશની સર્વપ્રકારની વીવીધતાઓને વાસ્તવીક ગણીને  તેમના સહઅસ્તિત્વને સ્વીકારીને જીવવું પડશે. નહીતો તમારા કૃત્યોની અસર બીજા દેશોમાંની હીંદુ લઘુમતીઓ પર પણ સામાવાળા પાડશે.

( The Sarsanghachalak (સરસંઘચાલક) is deemed the final word in the RSS. Bhagvat will now have to ensure that  Swayamsevaks( સ્વયંસેવકો) walk his talk. Times of India editorial)

આર એસ એસમાં એક સંસ્થા તરીકે આખરી શબ્દ કે સંદેશો સરસંઘચાલકનો હોય છે. હવે ભાગવતજીએ એવું સાબીત કરવું પડશે કે  તેમની સંસ્થાના સ્વયંસેવકો તેમના વીચારો પ્રમાણે ચાલશે!.

 


--