Thursday, May 4, 2017

(1) આપણા લોકશાહી મુલ્યો (2)ધર્મનીરપેતા એક બંધારણીય મુલ્ય

આપણા લોકશાહી મુલ્યો – ઉત્તમ પરમાર.

મારા મત મુજબ જે રાજ્ય ધર્મનીરપેક્ષ ન હોય તે રાજ્યવ્યવસ્થા લોકશાહી હોઇ જ ન શકે.માનવ તરીકે મારા વીકાસ માટે રાજ્યનું ધર્મનીરપેક્ષ હોવું અનીવાર્ય છે. આપણા સત્યનો આધાર રેશનલ અભીગમ હોવો જોઇએ. તેમાં નીત નવી માહીતી મળતાં તેમાં પણ ફેરફારો થવા જોઇએ.ધાર્મીક સત્યનો આધાર કાંતો કોઇ દૈવી કે પયગંબરી સંદેશ હોય છે . ઘણીવાર તેનો આધાર જે તે ધર્મના અનુયાઇના ધર્મપુસ્તકનો આધાર હોય છે.ધાર્મીક સત્યમાં ચર્ચા અસ્થાને છે. ધાર્મીક સત્યો નવા જ્ઞાન કે માહીતીને અવગણે છે. મારા મત મુજબ એક પ્રજા તરીકે ભારતીય સંસ્કૃતીના આજે તેના ખરાબમાં ખરાબ કાળમાંથી પસાર થઇ રહી છે. રેશનલ સત્યશોધન પ્રવૃત્તી મારા મત મુજબ એ વ્યક્તીગત પ્રવૃત્તી છે. રેશનાલીઝમ, ધર્મનીરપેક્ષતા અને લોકશાહી મુલ્યો આધારીત માનવીય સંઘર્ષ કરવાનો સમય આવ્યો હોય તો તે વર્તમાન સમય છે. કારણકે વર્તમાન  સત્તાકીય રાજ્યશાસન વ્યવસ્થાએ આપણને સરસ રીતે સમજાવી દીધુ છે કે દેશમાં કાયદાનું શાસન ન હોય તો શું થાય કે ધર્મનીરપેક્ષતા ન હોય તો શું થાય? આજની કટોકટીના સંદર્ભમાં ઉપર જણાવેલા મુલ્યો માટે ઝઝુમવું એજ જીવનની સાર્થકતા છે.

ગુજરાતની મહાજન સંસ્કૃતીના બહુગાન ગવાય છે ત્યારે આપણે સમજવું જોઇએ કે આ આખી કહેવાતી સંસ્કૃતીના બેવડા ધોરણો છે.તેમનું પોતાના કર્મચારી અને અન્ય વર્ગ સાથેનો વ્યવહાર બીલકુલ દંભી ને સંપુર્ણ શોષણખોર જ હોય છે. આ મહાજનો વાતો ઇશ્વરની કરે અને વર્તન બીલકુલ તેની વીરૂધ્ધનું કરે. આ મહાજનો ધર્મગુરૂઓ અને સરકારો સાથે એમ ઓ યુ કરે અને વ્યક્તીગત જીવન સંપુર્ણ શોષણખોર જીવન જીવે. પોતાના નોકરોને લઘુતમ વેતનધારો નહી ચુકવે. તે તો આપણા મહાજનોનું ચારીત્રય છે. આવું તો આ મહાજનોના લક્ષણો છે. ' આ દેશ મહાદંભીઓનો દેશ છે.' આ બધાની કાર્યશૈલી તો જુઓ. સંવેદનાવીહીન માનવીય શોષણ કરીને સંવેદનાવીહીન સંપત્તી ભેગી કરવાની. અને પછી આવી રીતે ભેગી કરેલી સંપત્તીમાંથી કટકો– બટકો દાન કરીને વાહવાહ  કરવી અને કરાવવી. મારી દ્રઢ માન્યતા થઇ ગઇ છે કે માનવ મુલ્યો આ બધા કહેવાતા ધર્મધુરંધરોમાંથી પેદા થતી નથી. પણ રેશનલ અભીગમમાંથી પેદા થયેલી માનવીય અનુકંપામાંથી જ પેદા થાય છે.

આપણા ગુજરાતમાં જ્યારે જ્યારે લોકશાહી મુલ્યો જેવાકે સમાનતા, બંધુતા અને વંચીતોએ પોતાના બંધારણીય અધીકારોને અમલમાં મુકવાના પ્રયત્નો કર્યા છે ત્યારે ત્યારે સ્થાપીત હીતોએ તેને દબાવી દેવા પ્રત્યાઘાતી આંદોલનો ઇરાદપુર્વક ઉભા કરીને વ્યાપક લોકહીતની ચળવળોનો ખાત્મો બોલાવી દીધો છે.

બીનસાંપ્રદાયીકતા– આપણું એક બંધારણીય મુલ્ય– વક્તા અશ્વીન કારીઆ.

બીનસાંપ્રદાયક્તા શબ્દ માટે બંધારણમાં અંગ્રેજીમાં શબ્દ વપરાયો છે ' Secularism'.   જેનું કાયદાકીય ભાષામાં તરજુમો થાય  છે. ' ધર્મનીરપેક્ષતા' આ શબ્દના ત્રણ અર્થ થાય છે. એક અધાર્મીક્તા જેને અંગ્રેજીમાં કહે છે ' Non- religious'. બીજો અર્થ થાય છે રાજ્ય અને ધર્મ વચ્ચે સંપુર્ણ વીયોજન, અંગ્રેજીમાં કહે છે ' Complete separation between the state & religion.  ત્રીજો અર્થ છે આ જગતને લગતું અથવા દુન્યવી અંગ્રેજીમાં કહે છે ' This worldly' ( the state affairs related to people's welfare).

  આધુનીક લોકશાહી રાજ્યની રચના બંધારણના ઉદ્દેશ મુજબ લોકકલ્યાણ માટે કરવામાં આવી છે. રાજ્યનું સંચાલન કાયદાના શાસન( રૂલ ઓફ લો) મુજબ કરવામાં આવે છે. રાજ્યને પોતાનો કોઇ ધર્મ હોતો નથી. વધુમાં રાજ્ય કોઇ ધર્મનું પ્રતીનીધીત્વ કરતું નથી. રાજ્ય પોતાની વસ્તીના દરેક સભ્યને નાગરીક ગણે છે. રાજ્યના મતમુજબ તેના પ્રજાજનની ઓળખ માત્ર ને માત્ર નાગરીક તરીકેની જ છે. તે સીવાયની કોઇ ઓળખ ન હોઇ શકે. રાજ્ય ધર્મનીરપેક્ષ હોવાથી રાજ્યનો કોઇપણ પ્રતીનીધી રાષ્ટ્રપ્રમુખથી માંડીને કોઇપણ ચુંટાયેલો પ્રતીનીધી અને રાજ્યનો કર્મચારી હોદ્દાની રૂએ કોઇ ધાર્મીક પ્રવૃત્તીમાં ભાગ ન લઇ શકે. તેમજ તેવી ધાર્મીક પ્રવૃત્તીઓને ટેકો કે સમર્થન પણ ન આપી શકે.

સામાન્યરીતે બંધારણ મુજબ આવું રાજ્ય જ ધર્મનીરપેક્ષ રાજ્ય હોઇ શકે. આપણા રાજ્યની આ મુલ્યને આધારે મુલવણી કરીએ તો એમ સતત  અનુભવાય છે કે દેશમાં બંધારણના આ બીનસાંપ્રદાયીક મુલ્યનો ઉઘાડો અથવા છડેચોક સતત ભંગ થતો આવ્યો છે. દેશમાં એવું વાતવરણ વ્યવસ્થીત રીતે પેદા કરવામાં આવ્યું છે કે જે લોકો ધાર્મીક હોય તે જ નૈતીક હોય અને જે બીનસાંપ્રદાયીક હોય તે અનૈતીક. આની સામે એક શાયરે પોતાની ગઝલમાં લખ્યું છે કે સરકારી કચેરીમાં 'ટેબલે ટેબલે માતાજી તોય મફતનું ખાતાજી.'

 કારીઆ સાહેબે વધુમાં જણાવ્યું હતું કે રાજ્ય દેશના કોઇપણ નાગરીક્ને પોતાનો ધર્મ કયો છે તે જણાવવાની ફરજ ન પડાવી શકે નહી.તે અંગે તેઓએ દેશની કેટલીક હાઇકોર્ટના ચુકાદાઓ જણાવ્યા હતા.

 

 


--

Wednesday, May 3, 2017

ભૌતીક્વાદની ચર્ચામાં પ્રશ્નોતરી અનેવક્તાઓના જવાબો–

ભૌતીક્વાદની ચર્ચામાં પ્રશ્નોતરી અનેવક્તાઓના જવાબો–

ઉપરની બે વક્તાઓની ચર્ચાને આધારે સભામાંથી કેટલાક મીત્રોએ પ્રશ્નો રજુ કર્યા હતા.

(૧) પ્રો મકરંદ મહેતા (અમદાવાદ)– બંને વક્તઓના મંતવ્ય પ્રમાણે ' પાંદડુ ઇશ્વરની ઇચ્છાથી હલે છે અને પાંદડુ ઇશ્વરની ઇચ્છા વીનાજ હલે છે' તે બે વચ્ચેનો જાણે કોઇ મધ્યમ કે સમન્વયકારી માર્ગ જ નથી. ઇતીહાસની પ્રકીયા તેને સ્વીકારતી નથી. રાજારામ મોહન રાય અને ગાંધીજીની વ્યક્તી અને સમાજ પરીવર્તન પ્રવૃતીઓ તેઓની ધાર્મીક આસ્થીકતા સાથે જ ચાલુ રહી હતી.મારા મત મુજબ બાબાસાહેબ આંબેડકરનો અભીગમ સંઘર્ષ સાથે સમન્વયનો પણ હતો.

(૨)વીજય પુરોહીત( અમદાવાદ)– ભુતપુર્વ રાષ્ટ્રપતી અબ્દુલકલામ જેઓ અંગત રીતે સ્વામીનારાયણ સંપ્રદાયના પ્રમુખ સ્વામીને દંડવત પ્રણામ કરે અને અલ્લાહ કે ઇશ્વરમાં શ્રધ્ધા રાખે તેને આપણે વૈજ્ઞાનીકોની વ્યાખ્યામાં મુકી શકીએ ખરા?

 

(૩) ડૉ–પ્રો પરેશ પુરોહીત( મહેસાણા) આપના વીચારો અને તારણો સાંભળ્યા ને સમજયા પછી હવે શું?

(૪) પ્રો–હરપાલ રાણા (ભાવનગર) મારા મત મુજબ ગૌતમબુધ્ધની ચળવળ સાર્વત્રીક રીતે ભૌતીકવાદી હતી. ભૌતીકવાદમાં મૃત્યુ પછીના જીવન કે પુર્નજન્મને સ્વીકારવામાં ન જ આવે. બીજુ  તથાગત બુધ્ધનું અગત્યનું વાક્ય હતું કે મારા તારણો કાયમી, શાશ્વત કે અપરીવર્તનશીલ ન હોઇ શકે. તેમાં નવા જ્ઞાન અને નવી માહીતી મળતાં તેમાં ફેરફાર કે સુધારો–વધારો શક્ય છે, અને આવકાર્ય પણ છે.

(૫) એન આર મલીક( અમદાવાદ) ધાર્મકીતા અને રેશનાલીઝમ બંને વચ્ચે વૈચારીક સ્પષ્ટતાની તાતી જરૂરીયાત છે. શું બંને વચ્ચે સમનવ્ય શક્ય છે ખરો?

(૬)મુકેશ એડનવાલા(નીવૃત્ત બેંક અધીકારી, અમદાવાદ.) આ પરીસંવાદે લીધેલા અભીગમ સાથે  સંપુર્ણ સંમત થવાય તેમ છે જ નહી. જીવનની કેટલીક સમસ્યાઓના ઉકેલ(દા;ત સેન્સપરસેપ્શેનને કોગનીઝન્સ સાથે કેવો સંબંધ છે.) રેશનાલીઝમમાં ન પણ મળે.

 ઉપરના સવાલોના જવાબો બંને વક્તાઓએ ક્રમશ આપેલા છે. જે ટુંકમાં રજુ કરીએ છીએ.

મનીષી જાની;(૧) મારૂ સ્પષ્ટ કહેવું હતું કે રેશનાલીઝમ એક દુન્યવી સત્ય શોધવાની પધ્ધતી તરીકે માનવમુલ્ય ધરાવે છે. તે એક સત્ય શોધવાનું સાધન છે પણ તે સ્વંય સીધ્ધી કે ગોલ ન હોઇ શકે. રેશનાલીઝમની મદદથી વીકસેલો વૈજ્ઞાનીક અભીગમ દરેક પ્રશ્નને સત્યની નજીક લઇ જવામાં મદદ કરે છે. (૨) આપણે, રેશનાલીસ્ટ તરીકે સમજી લેવું જોઇએ કે કાંતો પાંદડુ ઇશ્વરની ઇસ્છા થી હલે છે અથવા કે પાંદડુ ઇશ્વરની ઇચ્છાથી હલતું નથી. બે માંથી કોઇ વચ્ચેની સ્થીતી કે સમાધાનકારી કે સમનવ્ય વાળી સ્થીતી ન હોઇ. કાંતો તમે સંપુર્ણ ભૌતીકવાદ સ્વીકારો અથવા સંપુર્ણ આધ્યાત્મીકવાદ સ્વીકારો.તેનો કોઇ ત્રીજો માર્ગ ક્યારે ન હોઇ શકે! (૩)ભુતપુર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્દુલ કલામ તે એક ટેકનોક્રેટ હતા જેણે પોતાના વૈજ્ઞાનીકજ્ઞાનનો મીસાઇલ જેવા યુધ્ધમાં ઉપયોગી શસ્રો બનાવવા કરેલો હતો. પણ આપણે તેને વૈજ્ઞાનીક કહી શકીએ નહી કારણકે પોતાના નીજી જીવનમાં વૈજ્ઞાનીક અભીગમને આધારે નીર્ણય કરતા ન હતા.(૪)   કાર્લ માર્કસ મારા મત મુજબતે એક સ્વપ્ન સેવનારો ભૌતીકવાદી ક્રાંતીકારી હતો. જેણે કયા કયા ભૌતીક પરીબળો દ્રારા સમાજ એક સામાજીક સ્થીતીમાંથી બીજી વધારે બહેતર સામાજીક સ્થીતીમાં પ્રવેશ કરે છે તેના ચાલક બળો શોધી કાઢયા હતા.

ધવલ મહેતાના પ્રત્યુત્તરો– (૧) આ બે દીવસનો પરીસંવાદ કોઇ ટ્રેઇનીંગ પ્રોગ્રામ નથી. આ એક પ્રોફેશનલ પરીસંવાદ સંસ્થાના સભ્યો માટે છે. રેશનાલીસ્ટ તરીકે અમારે સમજવું છે  જ્ઞાન–વીજ્ઞાનની દુનીયામાં નવા સંશોધનો કેવા પ્રકારના થઇ રહ્યા છે. (૨) બુધ્ધે પોતાના સમયગાળામાં ખુબજ મોટી ભૌતીકવાદી ચળવળ ઉપાડી હતી. રેશનાલીસ્ટો તરીકે આપણા માટે તે જ મહત્વનું છે. તે પુનર્જન્મમાં માનતા હતા કે નહી તે વીવાદમાં પડવાની જરૂર નથી. (૩) આધ્યાત્મીકતા અને ભૌતીકવાદ વચ્ચે સમનવ્ય બીલકુલ અસ્થાને છે. કોઇને આધ્યાત્મીકતાથી શાંતી મળતી હોય તો તે ભલે કરે. પણ તેની ઉપયોગીતા મુલ્ય હોઇ શકે પણ સત્ય મુલ્ય નથી. ( Instrumental Value  but no truth value).  આધ્યાત્મીકતાથી કોઇ દુન્યવી પ્રશ્નો ઉકેલવાનું શક્ય નથી. આધ્યાત્મનો અર્થ છે આત્માથી પર કે ઉપરની વસ્તુ. હવે જો આત્માનો અસ્તીત્વ માટેનો કોઇ ભૌતીક પુરાવો કે સાબીતી જ ન હોય તો તેને આપણે ફક્ત પુરાવા વીનાનું સત્ય (Unproven Truth) ગણાય. આત્મા અમર, અજરામર,અવીનાશી છે તે બધી દલીલો મનોરંજકથી વધારે કાંઇ નથી. રેશનાલીસ્ટ જીવન જીવવા આધ્યત્મનો સહારો લેવાની કોઇ જરૂર નથી. તે ખ્યાલ જ કાલ્પનીક છે.(૪) મારા મત મુજબ ડૉ કલામ સાહેબને સમજવા આપણે રીચાર્ડ ડોકીન્સના આ તારણને મહત્વ આપવાની જરૂર છે. "  કોઇપણ વૈજ્ઞાનીક જ્યારે વૈજ્ઞાનીક સીધ્ધાંત ને આધારે સંશોધન કરતો હોય ત્યારે તેની ધાર્મીક માન્યતાનું તત્વ વચ્ચે ન આવવું જોઇએ." જો કોઇ વૈજ્ઞાનીક સંશોધનમાં ધર્મ લાવે ત્યારે તે વીજ્ઞાનની બાદબાકી કરે છે તેમજ સમજવું.(૫) સંવેદના કે માનસીક આવેગ( સેન્સેશન) શું છે તે મનોવીજ્ઞાન ખુબજ સરળતાથી સમજાવી છે.એટલું જ નહી તે કેવો જૈવીક–રસાયણીક ફેરફાર ( બાયોકેમીકલ ચેંજ) તેને દર્દીમાં એલએસડી કે મેરેજુઆના જેવી ડ્રગ્સની મદદથી મનોઆવેગોને કૃત્રીમ રીતે પેદા પણ કરી શકાય છે.ટુકમાં મનોઆવેગ (સેન્સેશન)માં કશું દૈવીકે ઇશ્વરી જેવું તત્વ શરીરમાં બહારથી પ્રવેશતું નથી તે જાણી કે સમજાવી(પરસીવ) શકાય છે.

માનવજાતે શરૂ કરેલી વીજ્ઞાન યાત્રા તો હજુ ફક્ત આશરે ૪૫૦ વર્ષ જ પુરાની છે.જ્યારે ધર્મની ઉત્પતી તો માનવજાત જેટલી પુરાણી છે.ક્યાં પેલા લાખો વરસ અને ક્યાં ફક્ત ૪૫૦ વર્ષ. વીજ્ઞાનને હજુ વીકસવાની મોકળાશ તો આપો? હે ધાર્મીકો! તમે વીજ્ઞાનની શોધખોળોથી કેમ આટલા બધા ગભરાઇ ગયા છો?  પ્લીઝ, ગીવ સમ સ્પેસ ટુ સાયન્સ. આપણા બાળપણના ઉછેર સાથે દૈવીશ્રધ્ધાનું અનુકુલન ( કન્ડીશનીંગ) થઇ ગયું છે. જે સહેલાઇથી નીકળી શકે તેમ નથી.

સત્ર અધ્યક્ષ સ્વરૂપ ધ્રુવ–– આજના સેશનમાં મનીષીભાઇ અને ધવલભાઇએ ભૌતીકવાદ અને વૈજ્ઞાનીક નીયમોની વાત વીગતે કરી છે.પરંતુ આપણા દેશમાં તો હજુ ભૌતીક્વાદને એક ગાળ અને સામાજીક રીતે એક હલકુ વલણ ગણવામાં આવે છે. આપણી સમક્ષ સતત દલીલ કરવામાં આવે છે કે કેમ તમે વીજ્ઞાન અને ધર્મના સમનવ્યની વાત કરતા નથી. આપણી સંસ્કૃતીને ઓળખવી સરળ છે. જે રેશનાલીઝમ, ભૌતીકવાદ અને આધુનીકતાનો વીરોધ કરે તે ભારતીય સંસ્કૃતી. આવો વારસો આપણને સૌને ભૌતીકવાદ અને વૈજ્ઞાનીક અભીગમ આધારીત જીવન વીકસાવવાની આડે આવે છે. આ બંને પરીબળોને વ્યક્તી અને સામાજીક પરીવર્તનના મહત્વના એકમો તરીકે સ્વીકારીને આપણે રેશનાલીસ્ટો તરીકે આગળ નહી વધીએ ત્યાંસુધી ઇશ્વરના અસ્તીત્વનો ઇન્કાર કરવાથી કોઇ દરદર ફીટવાનું નથી. આપણા સમાજ અને રાજકારણના પ્રત્યાઘાતી પ્રવાહો સામે વ્યક્તીગત અને સામુહીક રીતે સંગઠીત થઇને  ભૌતીકવાદી અને વૈજ્ઞાનીક અભીગમના ટેકામાં સંઘર્ષાત્મક ચળવળની જરૂર છે તેવું મારૂ નમ્ર તારણ છે.

 

 

 

 

 


--

Tuesday, May 2, 2017

ભૌતીક્વાદની ચર્ચામાં પ્રશ્નોતરી અનેવક્તાઓના જવાબો–

ભૌતીક્વાદની ચર્ચામાં પ્રશ્નોતરી અનેવક્તાઓના જવાબો–

ઉપરની બે વક્તાઓની ચર્ચાને આધારે સભામાંથી કેટલાક મીત્રોએ પ્રશ્નો રજુ કર્યા હતા.

(૧) પ્રો મકરંદ મહેતા (અમદાવાદ)– બંને વક્તઓના મંતવ્ય પ્રમાણે ' પાંદડુ ઇશ્વરની ઇચ્છાથી હલે છે અને પાંદડુ ઇશ્વરની ઇચ્છા વીનાજ હલે છે' તે બે વચ્ચેનો જાણે કોઇ મધ્યમ કે સમન્વયકારી માર્ગ જ નથી. ઇતીહાસની પ્રકીયા તેને સ્વીકારતી નથી. રાજારામ મોહન રાય અને ગાંધીજીની વ્યક્તી અને સમાજ પરીવર્તન પ્રવૃતીઓ તેઓની ધાર્મીક આસ્થીકતા સાથે જ ચાલુ રહી હતી.મારા મત મુજબ બાબાસાહેબ આંબેડકરનો અભીગમ સંઘર્ષ સાથે સમન્વયનો પણ હતો.

(૨)વીજય પુરોહીત( અમદાવાદ)– ભુતપુર્વ રાષ્ટ્રપતી અબ્દુલકલામ જેઓ અંગત રીતે સ્વામીનારાયણ સંપ્રદાયના પ્રમુખ સ્વામીને દંડવત પ્રણામ કરે અને અલ્લાહ કે ઇશ્વરમાં શ્રધ્ધા રાખે તેને આપણે વૈજ્ઞાનીકોની વ્યાખ્યામાં મુકી શકીએ ખરા?

(૩) ડૉ–પ્રો પરેશ પુરોહીત( મહેસાણા) આપના વીચારો અને તારણો સાંભળ્યા ને સમજયા પછી હવે શું?

(૪) પ્રો–હરપાલ રાણા (ભાવનગર) મારા મત મુજબ ગૌતમબુધ્ધની ચળવળ સાર્વત્રીક રીતે ભૌતીકવાદી હતી. ભૌતીકવાદમાં મૃત્યુ પછીના જીવન કે પુર્નજન્મને સ્વીકારવામાં ન જ આવે. બીજુ  તથાગત બુધ્ધનું અગત્યનું વાક્ય હતું કે મારા તારણો કાયમી, શાશ્વત કે અપરીવર્તનશીલ ન હોઇ શકે. તેમાં નવા જ્ઞાન અને નવી માહીતી મળતાં તેમાં ફેરફાર કે સુધારો–વધારો શક્ય છે, અને આવકાર્ય પણ છે.

(૫) એન આર મલીક( અમદાવાદ) ધાર્મકીતા અને રેશનાલીઝમ બંને વચ્ચે વૈચારીક સ્પષ્ટતાની તાતી જરૂરીયાત છે. શું બંને વચ્ચે સમનવ્ય શક્ય છે ખરો?

(૬)મુકેશ એડનવાલા(નીવૃત્ત બેંક અધીકારી, અમદાવાદ.) આ પરીસંવાદે લીધેલા અભીગમ સાથે  સંપુર્ણ સંમત થવાય તેમ છે જ નહી. જીવનની કેટલીક સમસ્યાઓના ઉકેલ(દા;ત સેન્સપરસેપ્શેનને કોગનીઝન્સ સાથે કેવો સંબંધ છે.) રેશનાલીઝમમાં ન પણ મળે.

 ઉપરના સવાલોના જવાબો બંને વક્તાઓએ ક્રમશ આપેલા છે. જે ટુંકમાં રજુ કરીએ છીએ.

મનીષી જાની;  (૧) મારૂ સ્પષ્ટ કહેવું હતું કે રેશનાલીઝમ એક દુન્યવી સત્ય શોધવાની પધ્ધતી તરીકે માનવમુલ્ય ધરાવે છે. તે એક સત્ય શોધવાનું સાધન છે પણ તે સ્વંય સીધ્ધી કે ગોલ ન હોઇ શકે. રેશનાલીઝમની મદદથી વીકસેલો વૈજ્ઞાનીક અભીગમ દરેક પ્રશ્નને સત્યની નજીક લઇ જવામાં મદદ કરે છે. (૨) આપણે, રેશનાલીસ્ટ તરીકે સમજી લેવું જોઇએ કે કાંતો પાંદડુ ઇશ્વરની ઇસ્છા થી હલે છે અથવા કે પાંદડુ ઇશ્વરની ઇચ્છાથી હલતું નથી. બે માંથી કોઇ વચ્ચેની સ્થીતી કે સમાધાનકારી કે સમનવ્ય વાળી સ્થીતી ન હોઇ. કાંતો તમે સંપુર્ણ ભૌતીકવાદ સ્વીકારો અથવા સંપુર્ણ આધ્યાત્મીકવાદ સ્વીકારો.તેનો કોઇ ત્રીજો માર્ગ ક્યારે ન હોઇ શકે! (૩)ભુતપુર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્દુલ કલામ તે એક ટેકનોક્રેટ હતા જેણે પોતાના વૈજ્ઞાનીકજ્ઞાનનો મીસાઇલ જેવા યુધ્ધમાં ઉપયોગી શસ્રો બનાવવા કરેલો હતો. પણ આપણે તેને વૈજ્ઞાનીક કહી શકીએ નહી કારણકે પોતાના નીજી જીવનમાં વૈજ્ઞાનીક અભીગમને આધારે નીર્ણય કરતા ન હતા.(૪)   કાર્લ માર્કસ મારા મત મુજબતે એક સ્વપ્ન સેવનારો ભૌતીકવાદી ક્રાંતીકારી હતો. જેણે કયા કયા ભૌતીક પરીબળો દ્રારા સમાજ એક સામાજીક સ્થીતીમાંથી બીજી વધારે બહેતર સામાજીક સ્થીતીમાં પ્રવેશ કરે છે તેના ચાલક બળો શોધી કાઢયા હતા.

ધવલ મહેતાના પ્રત્યુત્તરો– (૧) આ બે દીવસનો પરીસંવાદ કોઇ ટ્રેઇનીંગ પ્રોગ્રામ નથી. આ એક પ્રોફેશનલ પરીસંવાદ સંસ્થાના સભ્યો માટે છે. રેશનાલીસ્ટ તરીકે અમારે સમજવું છે  જ્ઞાન–વીજ્ઞાનની દુનીયામાં નવા સંશોધનો કેવા પ્રકારના થઇ રહ્યા છે. (૨) બુધ્ધે પોતાના સમયગાળામાં ખુબજ મોટી ભૌતીકવાદી ચળવળ ઉપાડી હતી. રેશનાલીસ્ટો તરીકે આપણા માટે તે જ મહત્વનું છે. તે પુનર્જન્મમાં માનતા હતા કે નહી તે વીવાદમાં પડવાની જરૂર નથી. (૩) આધ્યાત્મીકતા અને ભૌતીકવાદ વચ્ચે સમનવ્ય બીલકુલ અસ્થાને છે. કોઇને આધ્યાત્મીકતાથી શાંતી મળતી હોય તો તે ભલે કરે. પણ તેની ઉપયોગીતા મુલ્ય હોઇ શકે પણ સત્ય મુલ્ય નથી. ( Instrumental Value  but no truth value).  આધ્યાત્મીકતાથી કોઇ દુન્યવી પ્રશ્નો ઉકેલવાનું શક્ય નથી. આધ્યાત્મનો અર્થ છે આત્માથી પર કે ઉપરની વસ્તુ. હવે જો આત્માનો અસ્તીત્વ માટેનો કોઇ ભૌતીક પુરાવો કે સાબીતી જ ન હોય તો તેને આપણે ફક્ત પુરાવા વીનાનું સત્ય (Unproven Truth) ગણાય. આત્મા અમર, અજરામર,અવીનાશી છે તે બધી દલીલો મનોરંજકથી વધારે કાંઇ નથી. રેશનાલીસ્ટ જીવન જીવવા આધ્યત્મનો સહારો લેવાની કોઇ જરૂર નથી. તે ખ્યાલ જ કાલ્પનીક છે.(૪) મારા મત મુજબ ડૉ કલામ સાહેબને સમજવા આપણે રીચાર્ડ ડોકીન્સના આ તારણને મહત્વ આપવાની જરૂર છે. "  કોઇપણ વૈજ્ઞાનીક જ્યારે વૈજ્ઞાનીક સીધ્ધાંત ને આધારે સંશોધન કરતો હોય ત્યારે તેની ધાર્મીક માન્યતાનું તત્વ વચ્ચે ન આવવું જોઇએ." જો કોઇ વૈજ્ઞાનીક સંશોધનમાં ધર્મ લાવે ત્યારે તે વીજ્ઞાનની બાદબાકી કરે છે તેમજ સમજવું.(૫) સંવેદના કે માનસીક આવેગ( સેન્સેશન) શું છે તે મનોવીજ્ઞાન ખુબજ સરળતાથી સમજાવી છે.એટલું જ નહી તે કેવો જૈવીક–રસાયણીક ફેરફાર ( બાયોકેમીકલ ચેંજ) તેને દર્દીમાં એલએસડી કે મેરેજુઆના જેવી ડ્રગ્સની મદદથી મનોઆવેગોને કૃત્રીમ રીતે પેદા પણ કરી શકાય છે.ટુકમાં મનોઆવેગ (સેન્સેશન)માં કશું દૈવીકે ઇશ્વરી જેવું તત્વ શરીરમાં બહારથી પ્રવેશતું નથી તે જાણી કે સમજાવી(પરસીવ) શકાય છે.

માનવજાતે શરૂ કરેલી વીજ્ઞાન યાત્રા તો હજુ ફક્ત આશરે ૪૫૦ વર્ષ જ પુરાની છે.જ્યારે ધર્મની ઉત્પતી તો માનવજાત જેટલી પુરાણી છે.ક્યાં પેલા લાખો વરસ અને ક્યાં ફક્ત ૪૫૦ વર્ષ. વીજ્ઞાનને હજુ વીકસવાની મોકળાશ તો આપો? હે ધાર્મીકો! તમે વીજ્ઞાનની શોધખોળોથી કેમ આટલા બધા ગભરાઇ ગયા છો?  પ્લીઝ, ગીવ સમ સ્પેસ ટુ સાયન્સ. આપણા બાળપણના ઉછેર સાથે દૈવીશ્રધ્ધાનું અનુકુલન ( કન્ડીશનીંગ) થઇ ગયું છે. જે સહેલાઇથી નીકળી શકે તેમ નથી.

સત્ર અધ્યક્ષ સ્વરૂપ ધ્રુવ–– આજના સેશનમાં મનીષીભાઇ અને ધવલભાઇએ ભૌતીકવાદ અને વૈજ્ઞાનીક નીયમોની વાત વીગતે કરી છે.પરંતુ આપણા દેશમાં તો હજુ ભૌતીક્વાદને એક ગાળ અને સામાજીક રીતે એક હલકુ વલણ ગણવામાં આવે છે. આપણી સમક્ષ સતત દલીલ કરવામાં આવે છે કે કેમ તમે વીજ્ઞાન અને ધર્મના સમનવ્યની વાત કરતા નથી. આપણી સંસ્કૃતીને ઓળખવી સરળ છે. જે રેશનાલીઝમ, ભૌતીકવાદ અને આધુનીકતાનો વીરોધ કરે તે ભારતીય સંસ્કૃતી. આવો વારસો આપણને સૌને ભૌતીકવાદ અને વૈજ્ઞાનીક અભીગમ આધારીત જીવન વીકસાવવાની આડે આવે છે. આ બંને પરીબળોને વ્યક્તી અને સામાજીક પરીવર્તનના મહત્વના એકમો તરીકે સ્વીકારીને આપણે રેશનાલીસ્ટો તરીકે આગળ નહી વધીએ ત્યાંસુધી ઇશ્વરના અસ્તીત્વનો ઇન્કાર કરવાથી કોઇ દરદર ફીટવાનું નથી. આપણા સમાજ અને રાજકારણના પ્રત્યાઘાતી પ્રવાહો સામે વ્યક્તીગત અને સામુહીક રીતે સંગઠીત થઇને  ભૌતીકવાદી અને વૈજ્ઞાનીક અભીગમના ટેકામાં સંઘર્ષાત્મક ચળવળની જરૂર છે તેવું મારૂ નમ્ર તારણ છે.

 

 

 


--

Thoughts of DR. Sarup Dhruv.

From the Chair (Dr Sarup Dhruv Social activist)

The word materialism is not accepted by our traditional society normally. It considers it as something against the Hindu way of life particularity against spirituality. There are many social forces which want some compromise and co-ordination between religion and science. They do not accept that the role of scientific method is to reveal truth from the established religious beliefs. It is easy to understand the Hindu society. The society which opposes rationalism, materialism and modernism is definitely the Hindu society. This traditional Hindu legacy comes in the way of developing scientific approach and materialist way of life for the individual in particular and society in general. The present national polity is governed by these reactionary forces. They are at helm of affairs in the country.  We have to start an organized movement in favour of materialism and scientific way of life to combat rampant religious and anti-human forces in the country. .


--

Materialism, Rationalism and The universe is law governed

Materialism  ( Speaker Manishi Jani, once the  key leader of Gujarat Navnirman movement 1974)

Our mankind has long trends of materialism in Eastern and western civilization of the world. We had many materialists cum atheist schools of philosophical thoughts in ancient India. Lokayan, Buddha and Brahaspati were the main promoters of this philosophy. But these materialist thoughts were failed to strengthen its roots in ancient India. Shankara's Adweth philosophy of Mayavad was able to wipe out the early Indian materialist philosophy. Our nation has not come out of its devastating effects even in 21st century. The present militant Hindu backlash gets its strength and grows by leaps and bound from this Shankar's philosophy. It has not allowed and developed modern scientific methods to find out truth in the various fields of knowledge. It is really a very tragic reality that counter- revolutionary forces are everywhere at helm of affairs in our Indian life.

There had been very specific materialist trends in early western society particularity in Greek Society.  Their period of emerging materialist thoughts was same like India about 2500 years ago. Early Greek thinkers like Socrates, Aristotle, Protagoras, Diogenes and many others were also materialist in their thinking and outlook. Local established order was against them and their thoughts were prematurely dried up.

The whole mankind had remained in Dark Age for more than 1000 years. But the base of modern materialism was created in the beginning of the 15th century and onwards. Newton, Copernicus, Galileo, Bruno and many others were able to find out the nature of universe and rules governing movements of heavenly bodies. Erasmus Darwin ( Grandfather of Charles Darwin) Lamarck and others  early biologists prepared theoretical grounds for Darwin and Karl Marx. Both derived the same conclusion from their scientific analysis that the whole world is made up of matter. The mater is the only physical reality.

The scientific method and approach based on human rational sense perception is the key for finding out truth in any branch of knowledge. This discovery about the nature of matter finds out that there is only matter. There is nothing like matter and soul or spirit.  That age old religion based truth was challenged and was find out that it does not hold any ground. The dichotomy between matter and spirit were destroyed once and for all. And the castle of religious based truth was fall like a house of cards.

The Universe is law governed (Speaker- Prof. Dhawal Mehta).

Our purpose of this seminar is to provide an alternative humanist philosophy of life against religious way of life. This universe is law governed. Its laws are independent of any external authority. No external authority like God can change the laws of nature by his whims or desires. So everything has a cause. Nothing happens in this world without any cause. The cause and effect is interrelated.  By knowing the laws of nature the man and other species survived and developed. More he is capable of knowing the nature he becomes more rational. He virtually revolted against God's agents on the earth. Rationalism and scientific approach have helped the man to come out from the religious fetters.

 There is a revolutionary romance to live life on the basis of scientific approach and rationalism. The main purpose of the religious order is to perpetuate the existing order. While the rational order is truth finding order which takes the society from one's stage of development to a higher social development on the basis of scientific inventions and discoveries.

 


--

ભૌતીકવાદ રેશનાલીઝમ અને કુદરતનીયમબધ્ધ છે.

ભૌતીકવાદ અને રેશનાલીઝમ– ( વક્તા –મનીષી જાની)

  સમગ્ર માનવજાતને લક્ષમાં લેતાં મનીષીભાઇએ જણાવ્યું હતું કે આપણા દેશની જેમ પશ્ચીમના ગ્રીકસમાજમાં પણ ભૌતીકવાદી વીચારસરણીના પ્રાથમીક પ્રવાહો આશરે ૨૫૦૦ વર્ષ પહેલાં જોવા મળે છે. ભારતમાં ચાર્વાક, ગૌતમબુધ્ધ અને તત્વજ્ઞાનની છ શાખાઓમાંથી મોટા ભાગની શાખાનું વૈચારીક દર્શન ભૌતીકવાદી હતું. શંકરાચાર્યના બ્રાહ્મણવાદી તત્વજ્ઞાન " જગત મીથ્યા અને બ્રહ્મ સત્ય" ની વીચારસરણીને કારણે બૌધ્ધધર્મનો દેશનીકાલ કરવામાં આવ્યો હતો. ચાર્વકના ભૌતીકવાદી સાહીત્યને નામશેષ કરી નાંખવામાં આવ્યું હતું. બૌધ્ધધર્મ અંગીકાર કરનારાઓ માટે બે વીકલ્પો હતા. કાંતો દેશમાંથી ભાગી જવું  અથવા પાછા બ્રાહ્મણધર્મ પ્રેરીત વર્ણવ્યવસ્થામાં ધર્મપરીવર્તન કરીને અછુત તરીકે દરેક ગામની બહાર મીલકત વીહોણા 'બ્રોકન મેન' તરીકે દાસત્વ સ્વીકારીને જીવવું.

 ગ્રીક સમાજમાં ભૌતીકવાદી અને નીરઇશ્વરવાદી વીચારોના પ્રસાર માટે ફક્ત સોક્રેટીસને ઝેર પીવું પડયું ન હતું. સોક્રેટીસ જેવી પરીસ્થીતીમાંથી જાન બચવવવા એરીસ્ટોટલને એથેન્સમાંથી છાનામાના નાસી જવું પડયું હતું. બીજા ગ્રીકચીંતક પ્રોટોગોરસ જેણે ઇશ્વરની જગ્યાએ માનવીને કેન્દ્રમાં મુકીને જાહેર કર્યું કે કોઇપણ પ્રવૃતી માનવીને કેટલું ભૌતીક સુખ આપશે તે જ તેનો માપદંડ હોવો જોઇએ. ( The man is the measure of everything.) પ્રોટાગોરસના બધાજ સાહીત્યને સળગાવી દેવામાં આવ્યું હતું અને તે પણપોતાનો જીવ બચાવવા એથેન્સ છોડીને ભાગી ગયો હતો. ડાયોજીનસ જેવા નીરઇશ્વરવાદી હોવાને કારણે સતત રંજાડી અને પછી ત્રાસ આપીને (PERSECUTED) મારી નાંખવામાં આવ્યો હતો.

વીશ્વમાં બંને સ્થળોએ ભૌતીકવાદી ક્રાંતીનો આધાર મર્યાદીત વૈજ્ઞાનીક જ્ઞાનને કારણે આગળ વધી શકયો નહી. પરંતુ બીજા અનેક કારણોસર આશરે એક હજાર વર્ષના અંધારયુગ પછી પશ્ચીમના દેશોમાં તેનું પુન;ઉત્થાન થઇ  શક્યું. જ્યારે ભારત તે અંધકાર–  અ–જ્ઞાન યુગને જ હજુ ભજતુ ને પુજતું રહ્યું છે.

આધુનીક ભૌતીકવાદનો પાયો લગભગ ૧૫મી સદીથી શરૂ થયો કહેવાય. ન્યુટન, કોપરનીકસ, બ્રુનો, ગેલેલીયો થી શરૂ થયેલી જ્ઞાન–વીજ્ઞાનની અવીરત શોધોએ ૧૯મી સદીમાં ચાર્લસ ડાર્વીન અને કાર્લ માર્કસ સુધીમાં તે ચરમસીમાએ પહોંચી ગઇ. બંને એ સાબીત કરીદીધું કે આ પૃથ્વીનું અંતીમ તત્વ ફક્ત એક જ છે. તે ભૌતીક પદાર્થ (મેટર) છે. બધાજ ધર્મોએ જડ અને ચેતન, આત્મા અને શરીર, માનવ શરીર અને માનવ મગજ કે મન આવા જે બે ભાગો પાડયા હતા તેનો આધાર ડાર્વીનના ઉત્કાંતીવાદ અને માર્કસ ભૌતીકવાદે તોડી નાંખ્યો. આ વીશ્વ, બ્રહ્માંડ, પૃથ્વી અને માનવ શરીર બધું જ ભૌતીક છે. જે સ્પર્શી શકાય છે, અનુભવી શકાય છે. ઇન્દ્રીયજન્ય અનુભવ( એટલે જે આંખ, નાક,કાન ચામડી અને જીભથી અનુભવી શકાય) અને બાહ્ય નીરીક્ષણની મદદથી માનવ મનને સંદેશા પહોંચાડીને સત્ય શોધી શકાય. પુરાવાવીહીન કોઇ સત્ય હોઇ શકે જ નહી. જે જ્ઞાન હોય તે વસ્તુનીષ્ઠ અને પ્રત્યક્ષ જ હોઇ શકે. કોઇપણ જ્ઞાન કાલ્પનીક કે ધારણાઓ પર અવલંબીત ન હોઇ શકે. આ રીતે રેશનાલીઝમનો આધાર ઇન્દ્રીયજન્ય અનુભવ, બાહ્ય જગતનું નીરીક્ષણ અને તે બંનેના સંયોજનથી મને(HUMAN BRAIN) કાઢેલું સત્ય છે. કોઇપણ સજીવને તેની જીજીવીષા ટકાવી રાખવાનું  જ્ઞાન તેની ઇન્દ્રીયો સીવાય મળે નહી. ઇન્દ્રીયો સીવાય જ્ઞાન પ્રાપ્તીના અનુભવો કાંતો છેતરપીંડી જ હોય છે અથવા માનસીક ભ્રમણા સીવાય બીજું કશું હોતું નથી.

કુદરત નીયમબધ્ધ છે. (વક્તા ધવલ મહેતા.)

   ભાઇશ્રી ધવલ મહેતાના આ વીષય પર વીચારો સમજીએ તે પહેલાં આ પરીસંવાદના હાર્દને સમજીએ. તે છે " ઇશ્વરની ઇચ્છા વીના જ પાંદડુ હલે છે." આજના પરીસંવાદનો હેતુ ધર્મ અને ઇશ્વર આધારીત વીચારસરણીનો વીકલ્પ આપણે પુરો પાડવાનો છે. કુદરત નીયમબધ્ધ છે. તેના નીયમો ઇશ્વરથી માંડીને કોઇના પણ બાહ્ય નીયમન( રેગ્યુલેટર)થી પર છે. તે બધા નીયમોને માણસ પોતાના જૈવીક અને સાંસ્કૃતીક સંઘર્ષમાંથી સતત સમજીને પોતાનું અસ્તીત્વ વીકસાવતો આવ્યો છે. માનવી તરીકે આપણે કુદરતી પરીબળો જેવાકે સુર્ય, વરસાદ,નદી, સમુદ્ર, પવન, આકાશ, દીવસ–રાત વગેરેના અસ્તીત્વમાં કોઇ ફેરફાર કરી શકીએ નહી. પણ તેના સંચાલનના નીયમો સમજીને, તે બધાનો ઉપયોગ માનવીય હીત માટે કરી શકીએ. આવા કુદરતી પરીબળોને સમજવાની પ્રક્રીયામાંથીજ માનવી વીવેકબુધ્ધીવાળો કે રેશનલીસ્ટ બનતો ગયો છે. આ રેશનાલીટીએ માનવીને કુદરતી પરીબળોની અત્યંત ક્રુર અને જુલ્મી અસરોમાંથી ઇશ્વર અને તેના પૃથ્વીપરના પ્રતીનીધીઓની મદદ સીવાય મુક્ત બનાવ્યો છે.આ બધા ઇશ્વરના પ્રતીનીધીઓનું મુખ્ય કાર્ય તો માનવીને તેની વીવેકબુધ્ધી વાપર્યા સીવાય કુદરતી પરીબળો ઇશ્વર નીર્મીત છે એમ સમજાવવાનો છે. તેમનો હેતુ જુદા જુદા તરંગો અને તુક્કાઓનો ઉપયોગ કરીને માનવીને તેની કુદરત સામે ની;સહાયતાનો પોતાના આર્થીક હીત માટે ઉપયોગ કરવાનો હતો. અને આજે પણ છે. આ પરીબળો સામે માનવીને નાચીઝ અને બીનઅસરકારક બનાવીને તે બધાની પુજા–અર્ચનાથી જ તે પણ 'ગોડ્સ એજંટસ ' દ્રારા જ તેમનું કલ્યાણ થઇ શકે. આમ વીશ્વના તમામ ધર્મોએ માનવીને પોતાની બધી સમસ્યાઓના ઉકેલ માટે સંપુર્ણ ઇશ્વર પર આધાર રાખતો કરી દીધો. જેને રેશનાલીઝમ, વીજ્ઞાનઅભીગમની મદદથી બહાર કાઢી સ્વતંત્ર બનાવે છે. " પાંદડુ હલવા પાછળ  ઇશ્વરની મરજી સીવાય કયા કયા કારણો જવાબદાર છે તે શોધી બતાવે છે."

ધવલ મહેતા– આમ વૈજ્ઞાનીક રીતે કુદરતના નીયમો શોધી કાઢી તે પ્રમાણે માનવી તરીકે જીવવાનો આનંદ 'રોમાન્સ' ખુબજ અવર્ણીનીય હોય છે. આમ વીજ્ઞાન કે રેશનાલીઝમનું કામ સત્ય શોધવાનું છે. જયારે ધર્મનું કામ માનવીની વીજ્ઞાનના આધાર સીવાયની શ્રધ્ધાઓને ( અંધશ્રધ્ધા) જકડી રાખીને સમાજની સદીઓથી ચાલુ રહેલી સ્થગીતતા ને ટકાવી રાખવાનું છે. જેમાં કશું નવું શોધાય કે વીચારાય જ નહી.  વૈજ્ઞાનીક સત્ય નવી માહીતી અને પુરાવા મળતાં બદલાતુ રહે છે.

સમગ્ર બ્રહ્માંડ ફક્ત ચાર મુળભુત તત્વોનું બનેલું છે, વાયુ, પ્રવાહી, ઘન અને સજીવ જીવન રસ (પ્લાઝમા). કોઇપણ પદાર્થ ( મેટર)ની અવસ્થા ગમેતે ચારમાંથી એક અથવા એકથી વધારે તત્વોના સંયોજનથી બને છે. વીજ્ઞાન તો રેશનાલીઝમની સર્વોત્તમ સ્થીતી છે. સાથે સાથે રેશનાલીઝમએ માનવીય ઉત્ક્રાંતીનું આખરી સ્વરૂપ છે. હવે આપણી માનવીય ભૌતીક ઉત્ક્રાંતી એ સાંસ્કૃતીક ઉત્ક્રાંતી બની ગઇ છે.

પદાર્થનું સૌથી નાનું એકમ અણુ (એટમ) હતું તે નવા સંશોધનો પ્રમાણે પરમાણું ( સબએટોમીક) થઇ ગયું છે. તેના પણ નાના કણો જેવાકે ઇલોકટ્રોન, પ્લુટોન અને ન્યુટ્રોનમાં વીભાજન થઇ ગયું છે તે હકીકત બની ગઇ છે. વીજ્ઞાને સાબીત કરી દીધુ છે કે  દરેક બનાવની પાછળ કારણ જવાબદાર હોય છે. વીજ્ઞાને દરેક બનતી ઘટનાના કારણો શોધીને " કાર્યકારણ" નો સીધ્ધાંત શોધી કાઢયો છે. જે સાર્વત્રીક રીતે  કોઇપણ બનતી ઘટના અથવા પ્રસંગને લાગુ પડે છે. તેને આધારે વૈજ્ઞાનીક પધ્ધતી પ્રમાણે સમજાવી શકાય છે. 


--

Monday, May 1, 2017

Second speaker on Evolution- Bipin Shroff.


Second speaker on Evolution - Bipin Parikh ( Shroff).

Let us understand the basic tenets of evolution. The evolution of the all living organism including the animals and human being is not a special creation of God. It's a very long and random but gradual process.  Darwin's theory of evolution is based on the principal of natural selection. All living organism has common descent. It means all living species have originated from the one cell. He also explained biological relation of the specie with other genetically. He explained that there are genetically linkages among each other species. His theory of evolution paved the way for the search of DNA. Actually DNA is the heart of evolution.

 Darwin's theory of evolution gave moral boost to the secular way of life. Our human life has material existence; no spiritual or Godly purpose. Secondly our life is not predestined. AS people got confidence that there is no religious purpose of human life, they started to find out solution of all worldly problems by human efforts. This theory helped the man to regenerate faith in him. It has put the man in the centre of universe.

It has abolished all wrong beliefs regarding the origin of the man. It has proved beyond doubt that all men are equal by birth. The apparent differences of caste, creed, colour, nations etc are holding no truth.

Thus the man is not the special creation of God for any special divine purpose. He published another book namely "The descent of man" in the year 1871. He explained in details how the man as the biological specie developed intelligent superiority in relation to other animals in this book.

Darwin found out the independent biological origin of the concept of morality. The man lived with other fellow human beings peacefully and cooperatively not to please God but to please himself. The man became moral (to live cooperatively with other fellow human beings) out of his basic urge to exist. This is the secular source of human morality. All social, political and economic institutions are the creation of the man's need of morality. AS the man secular moral needs changes he creates new institutions to satisfy his changed needs. Thus according Darwin's theory evolution what is permanent is the man's biological urge to exist not this or that institution. The institution may be created, changed or destroyed according to the moral -rational needs of the man. He had provided the basic ground for the humanist revolution of thought.

What is social Darwinism? The concept social Darwinism is not the creation of Darwin's theory of evolution. Actually Darwin has specifically explained in his theory of evolution that "It is not the strongest of the species that survives, nor the most intelligent that survives. It is the one that is most adaptable to change." The concept survival of the fittest does not mean that only the physically strongest survives in his biological struggle of existence but who fits himself with the change. The social Darwinism concept allows rule of jungle not moral –rational cooperative way human living. We as the humanist cannot endorse that concept of Social Darwinism.

 

 

 From the chair Indukumar Jani ( Editior Naya Marg fortnightly.)

I congratulate the organizer of the seminar for selecting very important subjects of the seminar. Generally we discuss currents topics like communal problems, fascism, Nazism etc. But our nation is passing through a great crisis. Now the committed mob decides what things should be kept in one's house or retail shops etc. There is no rule of law in the nation. This is the crisis of collapsing of the Indian state. It is an ideological as well as real crisis. So there is importance this seminar. Our human values mentioned in the banner of the institution namely Freedom, Rationality and secular morality are beacon of light for us. I am absolutely hopeful that through discussion on the topics of seminar and action on their conclusion will definitely guide us against the falling Indian State.

  

--

ઉત્ક્રાંતીવાદ ભાગ–૨ બીપીન શ્રોફ.


 

ઉત્ક્રાંતીવાદ– વક્તા બીપીન શ્રોફ.

ઉત્ક્રાંતીવાદના આધ્યસ્થાપક ચાર્લસ ડાર્વીનનો જન્મ સને ૧૮૦૯ના ૧૨મી ફેબ્રુઆરી ના રોજ થયેલો હતો. તે  દીવસ આકસ્મીક રીતે અમેરીકામાં ગુલામી નાબુદી કરનાર ક્રાંતીકારી રાષ્ટ્રપ્રમુખ અબ્રહામ લીંકનનો પણ જન્મ દીવસ છે.

ઉત્કાંતીવાદ શું છે? તે સમજાવે છે કે કોઇપણ પ્રાણી વર્ગ, જાતી વીશેષ માનવજાત સમેતનું કોઇ ખાસ સર્જનના ફળસ્વરૂપે અસ્તીત્વમાં આવેલ નથી. કીંતુ તે કોઇને કોઇ પ્રકારના આગોતરા–પ્રાથમીક કે સાદા સ્વરૂપમાં થયેલ ક્રમીક વીકાસને પરીણામે આજની વર્તમાન સ્થીતીએ પહોંચી શક્યો છે– એવો સીધ્ધાંત કે વાદ એટલે ઉત્ક્રાંતીવાદ. ઉપરના વાક્યો એમ સુચવે છે કે  સમગ્ર સજીવ સૃષ્ટીનું સર્જન કોઇ ઇશ્વરી પરીબળની ખાસ ઇચ્છા કે હેતુ નું પરીણામ નથી. દરેક સજીવનું અસ્તીત્વ અને વીકાસ ક્રમશ, તબક્કાવાર થયેલ છે. ડાર્વીન વીશ્વનો એવો પ્રથમ જીવવૈજ્ઞાનીક હતો કે જેણે જૈવીક ઉત્કાંતીના નીયમો શોધી કાઢયા છે. જેને કુદરતી પસંદગીના સીધ્ધાંત તરીકે(Natural Selection) ઓળખવામાં આવે છે.

કુદરતી પસંદગીના નીયમો એટલે શું? ડાર્વીનના મત મુજબ આ નીયમો પાંચ છે.

(૧) સજીવ ઉત્ક્રાંતી એ હકીકત છે. દરેક જૈવીક સજીવોનો જન્મ અને વીકાસ કોઇ ગણીતના ચતુષ્કોણ,વર્તુળ, કાટખુણો કે ત્રીકોણની માફક બીબાઢાળ થયો નથી. પણ તે એક સજીવ જાતીમાંથી બીજી જાતીમાં ફેરફાર થઇને થયેલ છે.

(૨)સજીવ જાતીઓમાં ગણીતક વૃધ્ધી માતૃ સજાતીમાંથી વીભાજન ફુલની કળી કે મા– દીકરીની માફક વારસાગત લક્ષણો ચાલુ રાખીને થાય છે.

(૩) કુદરતી પસંદગી; દરેક માદા જૈવીક અસ્તીત્વના સંઘર્ષમાં ટકી શકે તેના કરતાં ઘણા વધારે પોતાના બચ્ચા પેદા કરે છે. તેથી દરેક પેઢીમાં ખુબજ ઓછા સજીવો,જે વારસાગત આનુવંશીક લક્ષણો સાથે બહારના વાતવરણમાં ટકી શકે તેવા ફેરફારો કરીને બીજી પેઢીને જન્મ આપે છે. નવી પેઢીના વીશીષ્ટ લક્ષણો પોતાની જુની પેઢીના સામાન્ય લક્ષણોથી જુદા હોય છે.

(૪) જૈવીક ઉત્ક્રાંતીમાં સજીવ જાતીઓ– પ્રજાતીઓમાં ફેરફારો ક્રમશ આપણે વીચારી પણ ન શકીએ તેટલા લાંબા સમય બાદ થતા હોય છે. જૈવીક ફેરફારો ક્યારેય એકાએક,આકસ્મીક કે પ્રાસંગીક બનતા નથી.

(૫) સમાન વારસો(Common descent) –તેથી દરેક વર્તમાન સજીવોનો વારસો એક જ છે. તે બધાજ સજીવો એક જ પુર્વજ કે વડવાઓમાંથી ઉતરી આવેલા છે.

   ચાર્લસ ડાર્વીને જૈવીક ઉત્ક્રાંતીના જુદા જુદા ફાંટાઓ– વીભાગો શોધી કાઢયા. એટલું જ નહી પણ દરેક સજીવ જાતીને બીજી સજીવ જાતીની ઉત્ક્રાંતીના સીધ્ધાંત મુજબ શું સંબંધ તે શોધી કાઢયું છે. આ વીભાગીય સજીવ જૈવીક જાતીઓના દરેક ફાંટા એક બીજાની સાથે કેવી રીતે જોડાયેલા છે તે પણ શોધી કાઢયું. છેલ્લે તેણે આ પૃથ્વી પરની દરેક સજીવ જાતીનું મુળ એક કોષી જીવમાં હતું તે શોધી કાઢયું. આમ ડાર્વીને જીવવીજ્ઞાનમાં જૈવીક ઉત્કાંતી નામની નવી જ્ઞાનશાખાની શોધ કરી.આ જ્ઞાનની નવી શાખાની શોધની વ્યાપક અસરો જીવવીજ્ઞાનના ક્ષેત્રની બહાર પણ ઘણીજ અસરકારક પેદા થઇ છે.

ડાર્વીને વીજ્ઞાનમાં એતીહાસીક સંશોધનોને આધારે ભૌતીકશાસ્ર કે રસાયણશાસ્રની પ્રયોગશાળાની બહાર પણ વૈજ્ઞાનીક સત્ય શોધી શકાય છે તેવા નવા જ્ઞાનનો વીષય શોધી કાઢયો છે. ઉત્ક્રાંતીવાદે જે પ્રસંગો, બનાવો, હકીકતો કે પ્રક્રીયાઓ હજારો લાખો વર્ષો પહેલાં બની ગયા છે તે સમજાવવાની કોશીષ વૈજ્ઞાનીક પ્રયોગશાળાની બહાર પણ આધારભુત જૈવીક પણ ભૌતીક નમુના એકત્ર કરીને સાબીત કરી.

     આ કુદરતી પસંદગીના સીધ્ધાંતની ક્ષમતા (પોટેન્સાયાલીટી) એટલી બધી છે કે  જો કુદરતી વાતાવરણમાં  ફેરફારો થાય ( દા;ત ઠંડા પ્રદેશોના સજીવોને ગરમ પ્રદેશોમાં જીવવું પડે તેવા સંજોગો પેદા થાય) તો એક પેઢીની જાત તેની બીજી નવી આવનારી પેઢીથી પણ જુદી પડે અથવા તો તે નવી પેઢી નવા વાતવરણને અનુકુળ આનુવંશીક (જેનેટીકલ)જરૂરી નવા ફેરફારો સાથે જ જન્મે. પૃથ્વી પર જે જૈવીક જાતીઓમાં ફેરફારો થયા છે તે કોઇ પુર્વઆયોજીત નથી. પરંતુ તે બધા ફેરફારો આડાઅવળા(રેન્ડમ), કે જૈવીક જરૂરીયાતમાંથી અથવા બંનેના સંમીશ્રણની સંયુક્ત પેદાશ છે.અ બધી હકીકતો ડાર્વીને સને ૧૮૫૯માં પ્રકાશીત કરેલા પુસ્તક 'ઓરીજનઓફ સ્પીસીસ' માં વીગતે કરી છે.સદર સીધ્ધાંતની સત્યતાને આધારે આશરે ૮૦ વર્ષ પછી સને ૧૯૪૦માં આપણે ડી એન એ શોધી શક્યા છીએ. ઉત્ક્રાંતવાદના નીયમોનું કોઇ હ્રદય હોય તો તે ડી એન એ છે.

    ડાર્વીનના જીવ ઉત્પતીના આ ધર્મનીરપેક્ષ ખ્યાલે (સીક્યુલર વે ઓફ લાઇફ) બધાજ ધર્મોએ પોતાના ધર્મપુસ્તકોમાં લખેલા જીવઉત્પતીના અને માનવીય સર્જનના દાવાઓને બીલકુલ ખોટા, વાહીયાત અને પોકળ એટલે કે વાસ્તવીક પુરાવા વીનાના સાબીત કરી દીધા.તેના ઉત્ક્રાંતીવાદે પૃથ્વી પરની સમગ્ર સજીવ ઉત્પતીને વૈજ્ઞાનીક આધાર આપ્યો. ટુંકમાં એક જૈવીક વંશમાંથી સમગ્ર જગત પેદા થયું છે તેવો ધર્મના આધાર સીવાયનો સીધ્ધાંત શોધનાર ડાર્વીન પ્રથમ વૈજ્ઞાનીક હતો.આ ઉત્ક્રાંતી પ્રક્રીયાનો વીકાસ ક્રમશ; હજારો નહી પણ લાખો વરસથી થતો આવ્યો છે. આ જીવવીકાસની સાંકળ કોઇ જગ્યાએથી તુટેલી કે વેરણછેરણ થયેલી નથી. આ ઉત્ક્રાંતીનું કારણ ઉપર ચર્ચા કર્યા મુજબનો ડાર્વીનનો કુદરતી પસંદગીનો સીધ્ધાંત છે.

વૈજ્ઞાનીક તત્વજ્ઞાનની મુડીમાં ઉત્ક્રાંતીવાદનો ક્રાંતીકારી અપરીવર્તનશીલ પ્રદાન–

ડાર્વીનના આ કુદરતી પસંદગીના સીધ્ધાંતની શોધ પહેલાં આશરે ૨૦૦૦ વર્ષ સુધી ગ્રીક, ભારતીય તત્વજ્ઞાન અને૧૮મી સદીના સ્કોટલેંડના ફીલોસોફર ડેવીડ હ્યુમ(૧૭૧૧–૧૭૭૬) સુધી માનવજાત તમામ જૈવીક સર્જનનોને ઇશ્વરી દેન સમજીને દરેક કુદરતી ઘટનાઓનું મુલ્યાંકન કરતી હતી. આ વીશ્વની માનવ જીવન સાથેની દરેક ઘટનાઓ પુર્વનીર્ણીત છે( Predetermine) તે સત્યને ચાર્લસ ડાર્વીને પોતાના ઉત્ક્રાંતીવાદના નીયમોના આધારે પડકાર્યું. ડાર્વીનના સંશોધનોએ સાબીત કર્યુ કે હવે આ પૃથ્વી પર કોઇ સર્જનહાર કે ઇશ્વરની જરૂર નથી. ખરેખરતો તે પહેલાં પણ ન હતી. સમગ્ર સજીવ સૃષ્ટીનું સર્જન ઇશ્વરી શક્તીનું પરીણામ છે તેવા ખ્યાલની બાદબાકી થતાં જ જ્ઞાન–વીજ્ઞાનના દરેક ક્ષેત્રોમાં હકારાત્મક રીતે કુદરતી પરીબળોને સમજવાનું અને તે જ્ઞાન આધારીત  સંશોધનાત્મક પ્રવૃત્તીઓ દુનીયાના ખુણે ખુણે વીસ્તરતી ગઇ. ડાર્વીનના તત્વજ્ઞાને વીશ્વના સર્જનમાંથી ઇશ્વરની બાદબાકી કરીને માનવીને તેના કેન્દ્રમાં મુકી દીધો.

     આધુનીક સમયકાળ પર ડાર્વીના વીચારોની અસર–

૧૮મી અને ૧૯મી સદીના માનવીની આ વીશ્વને સમજવાની દ્રષ્ટી કરતાં ૨૧મી સદીના માનવીની જગતને સમજવાની દ્રષ્ટી બીલકુલ જુદી છે. સામાન્ય રીતે તેનું કારણ ટેકનોલોજી અને ડીજીટલ શોધોની અસરો જવાબદાર છે. પરંતુ આ ફેરફારો ડાર્વીનના વીચારો અને વૈજ્ઞાનીક તારણોનું પરીણામ છે તેવું બહુ ઓછા માણસોને ખબર છે.ડાર્વીનના ઉત્ક્રાંતીવાદના વીચારોની અસરે માનવીને જ પોતાના ભાગ્યનો વીધાતા બનાવી દીધો છે.માનવ માત્રની જાતી(સ્પીસી) એક જ છે. કોઇ આફ્રીકન, અમેરીકન, યુરોપીયન,એશીયન વંશીય રીતે જુદા જુદા છે તે માન્યાતાને આધાર વીહીન સાબીત કરી દીધી. કાળા, ગોરા, ઉંચાઇમાં લાંબા કે ટુંકા, સ્રી કે પુરુષ બધાજ જૈવીક રીતે બીલકુલ જુદા નથી તેથી એક છે તે સત્યને બહાર લાવવાનું કામ ડાર્વીનના ઉત્ક્રાતીવાદે કર્યું છે. માનવીય વંશીતા તે એક જેવીક ઉત્ક્રાંતીની સામાન્ય વંશીતાનો એક ભાગ છે તેવું સાબીત થતાં જ ધર્મોએ માનવીને બીજા પ્રાણીઓની સરખામણીમાં આપેલા વીશીષ્ટ્ટ સ્થાનની અપ્રસતુતા સાબીત થઇ ગઇ.

ડાર્વીને તેનું બીજુ જગવીખ્યાત પુસ્તક'ડીસેન્ટ ઓફ મેન'સને ૧૮૭૧માં પ્રકાશીત કરેલું. તેમાં ડાર્વીને  માનવ ઉત્ક્રાંતી અન્ય સજીવ પ્રાણીઓની સરખામણીમાં સમાન હોવા છતાં કેવી રીતે વીશીષ્ટ છે તે સમજાયું છે. તેમાં કશું દૈવી કે અલૌકીક નથી.પણ જૈવીક જગતના અન્ય પ્રાણીઓની સરખામણીમાં માનવીની બુધ્ધીમતા ( ઇન્ટેલીજન્સ) સર્વશ્રૈષ્ઠ છે તે સાબીત કર્યુ છે.માનવી ફક્ત એક એવું જૈવીક એકમ છે જે ભાષા,વ્યાકરણ અને વાક્ય રચના બનાવવાની કળા શોધી શક્યું છે. ઉંચી બુધ્ધીશક્તી, ભાષા અને લાંબા સમય સુધી પોતાના બાળકોની મા–બાપ તરીકે સારસંભાળ લેવાના જૈવીક લક્ષણોને કારણે માનવજાતે તેની સમગ્ર સંસ્કૃતી પેદા કરી   છે. તેને કારણે માનવ જાતે સમગ્ર વીશ્વ પર બીજા અન્ય શારીરીક રીતે શક્તીશાળી સજીવો કરતાં પોતાનું  પ્રભુત્વ મેળવેલું છે અને ટકાવી રાખ્યું છે.

ઉપરના કારણોને લીધે ડાર્વીને માનવીય નૈતીકતાના આધારને ધર્મનીરપેક્ષ કે નીરઇશ્વરવાદી બનાવી દીધો. જો માનવ ઉત્ક્રાંતીવાદ પ્રમાણે ઇશ્વરી સર્જન ન હોય તો સમાજમાં એકબીજા સાથે માનવીયસંબંધો વીકસાવવા કે ટકાવવા માટેની નૈતીકતા કેવી રીતે ઇશ્વરી કે ધાર્મીક હોઇ શકે? અન્ય સજીવોની માફક માનવીએ પોતાના માટે સારૂ શું કે ખોટું શું (વીવેકબુધ્ધી) તે અસ્તીત્વ ટકાવી રાખવાના સંઘર્ષમાંથી (સ્ટ્રગલ ફોર એક્સીસ્ટન્સ) શીખ્યો છે. તેના જેવા બીજા અન્ય માનવીઓના સહકારથી તે વીઘાતક કુદરતી પરીબળો તેમજ તેના કરતાં બાહુબળમાં વધુ શક્તીશાળી પ્રાણીઓ સામે કેવી રીતે જીવવું તે પણ શીખી ગયો હતો. કુટુંબ, ટોળી, કબીલો,સમાજ અને રાજ્ય– રાષ્ટ્ર માનવીના અસ્તીત્વ ટકાવી રાખવા માટેના નૈતીક વલણો કે નીર્ણયોનું જ સર્જન છે. અસ્તીત્વ ટકાવી રાખવાની જીજીવીષા (અર્જ ટુ એક્સીસ્ટ) એ તેને પોતાના સ્વાર્થનું ઉર્ધ્વગમન(ઉચ્ચ સામાજીકસ્વાર્થમાં રૂપાંતર) કરી બીજા સાથી માનવો સાથે સહકાર ભર્યુ વર્તન કરવા મજબુર કર્યો. આવા કુટુંબોની રચના અન્ય સજીવો જેવાકે હાથી, સીંહ, કીડી, મધમાખી વગેરે પણ પેઢી દર પેઢી કરતા આવ્યાજ છે. તે ફક્ત ઉત્ક્રાંતીની માનવી માટેની દેન નથી.  ડાર્વીને આવા માનવીના નૈતીક વલણ માટે શબ્દ વાપર્યો છે' પ્રબુધ્ધ સ્વાર્થ' (એનલાઇટેડ સેલ્ફ ઇન્ટરેસ્ટ).

અંતમાં આપણે કહી શકીએ કે ડાર્વીનના ઉત્ક્રાંતીવાદે બધાજ સજીવોનો સામાન્ય જૈવીક વારસો, ક્રમશ: ઉત્ક્રાંતી, કુદરતી પસંદગીનો સીધ્ધાંત જગત સમક્ષ મુકી, નવી રીતે વીચારવા આપણને સક્ષમ કર્યા છે. તેણે ઉત્ક્રાંતીનો સીધ્ધાંત આપી જગતના સર્જનને ઇશ્વરની મદદ વીના આપણને સમજાવ્યું છે. સમગ્ર વીશ્વ અને તેમાં વસતી માનવજાત  કાયમ માટે ચાર્લસ ડાર્વીનનું જ રૂણી રહેશે..

      ઉપરની બે વક્તાઓની ચર્ચાને આધારે સભામાંથી એક સામાન્ય પ્રશ્ન પુછવામાં વ્યો હતો. સામાજીક ડાર્વીનઝમ( social Darwinisim) એટલે શું? તેને ડાર્વીનના ઉત્ક્રાંતીવાદ સાથે શું સંબંધ છે? ડાર્વીને પોતાના સજીવ ઉત્ક્રાતીવાદના સીધ્ધાંતમાં એ સમજાયું હતું કે સજીવોના જૈવીક સંઘર્ષમાં એવી સજીવ જાતીઓ ટકી રહે છે જે કુદરતી વાતાવરણ સાથે અનુકુલન સાધી શકે છે.  તે અનુકુલન સાધવા બાહુબળ કે  બુધ્ધીમાં સર્વોપરીતા જરૂરી નથી.જ્યારે સામાજીક ડાર્વીનઝમમાં સામાજીક કે આર્થીક હરીફાઇમાં 'શામ ,દામ,દંડ કે ભયનો ઉપયોગ કરીને પોતાના હરીફોને પરાસ્ત કરવા. સામાજીક ડાર્વીનવાદમાં કોઇ નૈતીક મુલ્યો હોઇ શકે નહી. સામાજીક ડાર્વીનવાદના વીચારને અમલમાં મુકીને, તમે કોઇ સામાજીક કે આર્થીકરીતે રીતે નબળા વર્ગોને યેન કેન પ્રકારે સંપન્ન વર્ગના હીતો માટે નેસ્તનાબુદ કરી શકો નહી.

સત્ર અધ્યક્ષ શ્રી ઇન્દુકુમાર જાની.

મારા મત મુજબ આ બંને દીવસના પરીસંવાદના વીષયો ખુબજ અગત્યના છે. દેશ અને દુનીયાના આ મોહોલમાં ખુબજ  ઉંડાણથી ચર્ચા થાય તે જરૂરી છે. પહેલાં આપણે જાતીવાદ અને કોમવાદની ચર્ચા કરતા હતા.  આજે ધર્મ ધારીત ફાસીવાદ આપણા બારણે ટકોરા મારી રહ્યો છે. આપણે શું ખાવું– પીવું, દુકાનમાં કયો માલ રાખવો અને કયો માલ ન રાખવો તે ટોળાશાહી નક્કી કરે છે. દેશમાં કાયદાનું શાસન જ પડી ભાંગયું છે. આવા સંજોગોમાં સૌથી વધારે કોઇ વીચારસરણીની હોય તો તે રેશનાલીઝમ કે વીવેકબુધ્ધીવાદની છે. દેશમાં દરેક ક્ષેત્રોમાં નીર્ણય કરવામાં લાગણીઓનો ઉન્માદ જ દેખાય છે. આપણે પ્રજા તરીકે રેશનલ રીતે વર્તીએ તો મારા મત મુજબ દેશના ઘણા પ્રશ્નોનો નીવેડો આવી જાય.

ઉત્કાંતીવાદનો સીધ્ધાંત સતત પરીવર્તનશીલ અને વીકાસીલ છે. તે આપણને શીખ આપે છે કે ગમે તેવુ વર્તમાન જીવન ધુધળું કે નીરાશાજનક હોય તેમ છતાં માનવજાતનું ભવીષ્ય ચોક્ક્સ આશાવાદી છે.નવી શોધખાળો અને સંશોધનનો જેવાકે  ટીસ્યુ કલ્ચર, ક્લોનીંગ અને આર્ટીફીસીલ ઇન્ટલીજન્ટ થી માનવજાતનું ભાવી આશાસ્પદ છે. ડાર્વીનના ઉત્ક્રાંતીવાદે દરેક સજીવ ઇશ્વરી સર્જન છે તેવા જુદા જુદા ધર્મોના દાવાઓને પોકળ સાબીત કરી દીધા. 

--

Sunday, April 30, 2017

Humanist perspective of Contemporary world

                            Humanist perspective of Contemporary world

 

Gujarat Mumbai Rationalist Association, (State Unit) organized the seminar for two days 25th –26th March 2017 at Ahmadabad in Gujarat Vidyapith. (Report).

             "A LEAF OF THE TREE MOVES WITHOUT THE CONCENT OF GOD".

 Topics were (A) Charles Darwin theory of Evolution (B) Materialism and the universe is law governed(C) Rationalism & Democratic way of life (D)  Concept of Secularism (E) Militant Nationalism of Donald Trump & Emerging such nationalist trends in other countries of the world( particularly in Indian context also) (F) Concept fraternity as given in the preamble of our constitution.

The president of the state unit Bipin Parikh ( Shroff ) veteran Radical Humanist gladly  narrated  that  delegates came from all the corners of the state. They came from urban as well as semi urban towns and small villages of the state. There were delegates from trade unions, news papers columnists, editors of prominent Gujarati monthlies, professors of different universities, advocates, and many members of our local rationalist centers of the state. . Total strength of our delegates was about more than 100.

The main purpose of the seminar was to create intellectual clarity on different humanist subjects among the members of the institution. We consider rationalism as the tool to derive objective truth. No movement worth the name can sustain without its intellectual – philosophical roots. The rational attitude of the human being is developed during his biological struggle of the existence like other living species. Secondly the law governess of the universe has helped the man, to understand the forces of nature for making his life sustainable on this earth.

(1) Charles Darwin's theory of evolution ( Pro. Nitin Prjapati)

 To-day's world is totally different from the world of last five hundred years. They did not know the laws of motion as well as laws related to the movement of heavenly bodies. Religious authorities were not ready to accept discoveries of Galileo and others related to astronomy and laws of physics. There was a coalition of interest between the state power and the power of the religious authorities. They persecuted the pioneer of the modern science because they challenged the established age –old truth mentioned in Bible.

There were others scientists who were working on the other worldly subjects like geography, biology and natural sciences. They moved round the earth via sea expedition in different parts of the world. They met different people; saw different living species and living plants. They found out various metals like coal, gold, silver from the different part of the world. Again this new information's challenged the truths of existing order of the day.

 The French Revolution took place in this era which challenged the existing social order of feudalism, political order of the princely state of kingship and religious order of Christianity. It gave birth to three human values Liberty, Equality and Fraternity.  It paved the way for the democratic way of life against the religious way of life.

All these above combined forces created conditions to think about the evolution of living species including the origin of the man. The sea voyage of C. Darwin and Arthur Wallace derived laws of science outside the laboratory of physics and chemistry. They collected thousands of physical specimens of plants, fossils and living organism etc during their sea voyages. They found out continuous change of evolution of living species independent of God's creation. Darwin published the book on evolution in the year of 1859. Its name was "Origin of species by the principal of natural selection." This book gave the independent existence of living species without any religious authorities. He derived the conclusion that matter is the final and only physical reality.  He was the first biologist who found out that the present day complicated and complex living life was generated from the single   cell.

The Christianity challenged the Darwin's theory of evolution by all means at its command. It gave an alternative theory of evolution known as the theory of           "Intelligent Design".


--

ગુ મુ રે એસો નો રીપોર્ટ

                 ગુજરાત મુંબઇ રેશનાલીસ્ટ એસોસીયેશન આયોજીત( ૨૫–૨૬ માર્ચ) પરીસંવાદનો રીપોર્ટ.

                        ઇશ્વરની ઇચ્છા વીનાજ  પાંદડુ હલે છે. 

બીપીન શ્રોફ( પ્રમુખ ગુ મુ રે એસો)– આપ સૌને જણાવતાં આનંદ થાયછે કે આ પરીસંવાદમાં ગુજરાતના લગભગ બધાજ ભૌગોલીક વીસ્તારોમાંથી પ્રતીનીધીઓ આવ્યા હતા.અન્ય દ્રષ્ટીએ જોઇએ તો પરીસંવાદમાં ભાગ લેનાર પ્રતીનીધીઓમાં જુદા જુદા ટ્રેડ યુનીયન પ્રતીનીધીઓ, અખબારી કૉલમ્નીસ્ટ અને પત્રકારો, નીરીક્ષક, નયા માર્ગ , દલીત અધીકાર જેવા ગુજરાતી બૌધ્ધીક પખવાડીકોના તંત્રીઓ, ગુજરાતની જુદી જુદી યુનીર્વસીટીઓના પ્રોફેસરો, શીક્ષકો, વકીલો, ડૉક્ટર્સ, કર્મનીષ્ઠો અને અમારી સંસ્થાના રેશનાલીસ્ટ સભ્યશ્રીઓ સાથે કુલ પ્રતીનીધીઓની સંખ્યા બંને દીવસ માટે આશરે ૯૦ ઉપર હતી.

 સંસ્થાના પ્રમુખે પરીસંવાદનો હેતુ સમજાવતાં જણાવ્યું હતું કે રેશનાલીસ્ટ પ્રવૃતીનો વ્યાપ એક ચળવળ રૂપે વધારવા માટે સંસ્થાના સાથીઓમાં વૈચારીક સ્પષ્ટતાની ખાસ જરૂર છે. વધુમાં આ અંગે વીગતે છણાવટ કરતાં તેઓએ જણાવ્યું હતું કે રેશનાલીઝમ અન્ય માનવવાદી મુલ્યો જેવા કે સ્વતંત્રતા,ધર્મનીરપેક્ષ નીતી, સમાનતા અને બંધુતા જેવું જ એક માનવવાદી મુલ્ય છે. રેશનાલીઝમનું એક માનવમુલ્ય તરીકે સર્જન જૈવીકઉત્ક્રાંતી(  Biological Evolution) અને કુદરતી નીયમબધ્ધતા( Universe is law governed)ના સંયોજનમાંથી વીકસેલું છે. જેણે માનવીને કુદરતી પરીબળોને સમજવાની તક પુરી પાડી છે. તેથી તેનું જૈવીક અને સાંસ્કૃતીક અસ્તીત્વ ટકી રહ્યું છે અને વીકસ્યું છે. રેશનાલીઝમનું મુખ્ય કાર્ય સત્યશોધન જ છે.

  અમારા એક અગ્રણી સાથી અને સુરત સત્ય શોધક સભાના માજીપ્રમુખ બાબુભાઇ દેસાઇ, જેઓનું નજીકના ભુતકાળમાં અવસાન થયું છે; તે બાબુભાઇની દ્રઢ પ્રતીતી હતી કે રેશનાલીસ્ટ મીત્રોમાં માનવવાદી મુલ્યો આધારીત બૌધ્ધીક સજજતા કેળવાય તો જ રેશનાલીસ્ટ ચળવળ વીકસી શકે. તેમની યાદ કે સ્મરણ સાથે અમારી સંસ્થાએ, આ હકીકતને ધ્યાનમાં રાખીને બે દીવસના પરીસંવાદના વીષયો અને વક્તાઓનું આયોજન કરેલ છે. પરીસંવાદના વીષયો (૧) ઉત્ક્રાંતીવાદ (૨) ભૌતીકવાદ (૩) કુદરત નીયમબધ્ધ છે. (૪) રેશનાલીઝમ અને લોકશાહી જીવન પધ્ધતી,(૫)અમેરીકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો ઉગ્રરાષ્ટ્રવાદ અને તેવા જ અન્યદેશોમાં ઉભરતા ઉગ્રરાષ્ટ્રવાદી પ્રવાહોનું મુલ્યાંકન (૬) ભારતીય બંધારણના મુલ્ય બંધુતા ( concept of Fraternity)  ઉપર ચર્ચા.                   

  ચાર્લસ ડાર્વીનનો ઉત્ક્રાંતીવાદ–વક્તા પ્રો. નીતીન પ્રજાપતી.

આજે આપણે સરળતાથી ઘણી બધી જે ખરેખર વૈજ્ઞાનીક અને કુદરતી ઘટનાઓ છે  જેવીકે સુર્ય ઉગે છે, તે આથમે છે,પૃથ્વી પોતાની ધરી પર ફરે છે, તે બધી ઘટનાઓને આજથી ૫૦૦ વર્ષ પહેલાં તે રીતે સ્વીકારવામાં આવતી નહતી. તે જમાનામાં પ્રવર્તમાન ધાર્મીક–રાજકીય માળખું વીજ્ઞાન વીરોધી હતું. તે જમાનાની ધાર્મીક માન્યતા હતી કે આપણી પૃથ્વી બ્રહ્માંડનું કેન્દ્ર છે. અને સુર્યથી માંડીને તમામ અવકાશી પદાર્થો પૃથ્વીની આજુબાજુ ફરે છે. આ ધાર્મીક માન્યાતાને ખ્રીસ્તી ધર્મગુરૂઓ અને તેમના ધાર્મીક પુસ્તક બાયબલનો આધાર હતો. ગેલેલીયો, કોપનીકસ અને બ્રુનો જેવા તે સમયના વૈજ્ઞાનીકોએ આ બધા ધાર્મીક સત્યોને પડકાર્યા હતા. તે બધાએ ખગોળવીધ્યા અને ભૌતીકશાસ્રની મદદથી શોધી કાઢયું કે " પૃથ્વી બ્રહ્માંડનું કેન્દ્ર નથી. પૃથ્વી સુર્યમંડળના બીજા ગ્રહોની માફક તે પણ સુર્યની આસપાસ ભ્રમણ કરતો એક ગ્રહ જ છે. પૃથ્વીતો સુર્યમંડળના એક ગ્રહથી વધારે કાંઇ નથી. અને અવકાશમાં સુર્ય જેવા હજારો કે લાખો નહી પણ ગણયા ગણાય નહી તેટલી સંખ્યામાં સુર્યથી પણ અનેક ગણા મોટા તારાઓ છે."  આવા વૈજ્ઞાનીક સત્યને પ્રજા સમક્ષ મુકવા માટે, તથા સમાજના ચીલાચાલુ ધાર્મીક માન્યતાઓને પડકારવા માટે, ચર્ચના ટેકાવાળી રોમની ધાર્મીક સત્તાએ બ્રુનોને જીવતો સળગાવી દીધો, ગેલેલીયોને આજીવન એકાંતવાસની સજા ફરમાવી  અને કોપરનીકસે ચર્ચસત્તાના ભયને કારણે પોતાના મૃત્યુબાદ પોતાની શોધખોળો આધારીત પુસ્તકો બહાર પાડવાનું નક્કી કર્યુ હતું.

બરાબર આ અવકાશી સંશોધનોની સાથે સાથે પૃથ્વીપરની સજીવસૃષ્ટીના સર્જનને માટે પણ જે તે ક્ષેત્રોના વૈજ્ઞાનીકોએ સંશોધન કરવાનું ચાલુ કર્યું. આવા બધા વૈજ્ઞાનીક ક્ષેત્રોમાં તે સમયે કામ કરનારા ઘણા બધા ધાર્મીક ખ્રીસ્ર્તી પાદરીઓ પણ હતા.આ ઉપરાંત યુરોપીયન પ્રજાએ વીશાળ દરીયાને ખેડીને જુદા જુદા ભૌગોલીક પ્રદેશો, લોકો,તેમની અલગ સંસ્કૃતીઓ જોઇ અને ક્યારેય ન જોયા તેવી વનસ્પતી,  પ્રાણી સુષ્ટી અને સોના– ચાંદી અને કોલસા વી.ની ખાણો શોધી કાઢી. અત્યાર સુધી બાયબલ અને અન્ય રીતે પૃથ્વી વીશેની જે માહીતીઓ રજુ કરવામાં આવી હતી તેનાં કરતાં બીલકુલ જુદી જ દુનીયા જોવા મળી. જેમ ગેલેલીયો, કોપરનીકસ અને ન્યુટને  ભૌતીકશાસ્ર અને ખગોળશાસ્રની નવી શોધખોળોની મદદથી ધાર્મીક સત્તાને પડકારી તેજ રીતે નવી દુનીયા જાણવા–જોવા માટેના દરીયાઇ સાહસોએ સજીવસૃષ્ટીના સર્જન માટેની ધાર્મીક માન્યતાઓને પડકારવા માટેની પુર્વભુમીકા પેદા કરી.

આ બધાની સાથે ફ્રાંસની ક્રાંતી થઇ. રાજાશાહી, સામંતશાહી અને ધાર્મીક સત્તાઓને  પડકારવામાં આવી. તે બધાનો વીકલ્પ નાગરીક કેન્દ્રી મુલ્યો 'સ્વતંત્રતા, સમાનતા અને બંધુતામાં દેખાયો. લોકશાહી રાજ્યવ્યવસ્થાનો જન્મ થયો.

ચાર્લસ ડાર્વીનના દાદા ઇરેમસ ડાર્વીન(૧૭૩૧–૧૮૦૨) અને ઉત્ક્રાતીવાદી ફ્રાન્સના વૈજ્ઞાનીક જે.બી.લામાર્કે (૧૭૪૪–૧૮૨૯) ચાર્લસ ડાર્વીન માટેની જીવવીજ્ઞનની ભુમીકા તૈયાર કરી આપી. આર્થર વોલેસ અને ચાર્લસ ડાર્વીને કુદરતી પસંદગીનો સીધ્ધાંત શોધી કાઢયો. આ ઉત્ક્રાંતીવાદી સંશોધનોએ સજીવસૃષ્ટી અને માનવ સર્જનનો ઇશ્વરની મદદ સીવાયનો આધાર બતાવ્યો. તેને કારણે યુરોપના ધાર્મીક અને રાજકીય  જગતમાં મોડો ખડભડાટ મચી ગયો હતો. આવા પાયાના, જમીની વૈજ્ઞાનીક સત્યો આધારીત તારણો સામે ખ્રીસ્તી અને અન્ય ધર્મોના રૂઢીચુસ્તોએ ડાર્વીના સીધ્ધાંતોનું ખોટું અર્થઘટન કરીને ' ઇન્ટલીજન્ટ ડીઝાઇન અને ક્રીએટીવીની થીયેરી' બહાર પાડી. અને તે પ્રમાણે શાળા કોલેજોમાં શીક્ષણ આપવાનું શરૂ કરી દીધુ.આ ઉપરાંત ડાર્વીનના સીધ્ધાંત જૈવીક સંઘર્ષનું ખોટું અર્થઘટન કરીને સોસીઅલ ડાર્વીનીઝમનો વીચાર પણ વીકસાવ્યો છે.

 


--

Tuesday, April 4, 2017

To Indian Muslims “Perish or Prosperous.” Farhan Rahman:

 

 

To Indian Muslims "Perish or Prosperous." Farhan Rahman:

  નાશ પામો અથવા પ્રગતી કરો.

It is not the strongest of the species that survives, nor the most intelligent that survives. It is the one that is most adaptable to change.- Charles Darwin.

જૈવીક ઉત્ક્રાંતીવાદી વૈજ્ઞાનીક ચાર્લસ ડાર્વીનનું તારણ હતું કે જીંદગી ટકાવી રાખવાના સંઘર્ષમાં જે જૈવીક જાતીઓ શરીરે સૌથી મજબુત હોય તે ટકી શકતી નથી. સૌથી વધારે જે જાતી બુધ્ધીશાળી હોય તે પણ ટકી શકતી નથી.જે જાતી જીવન ટકાવી રાખવાના માટે કુદરતી વાતાવરણ સાથે પોતાના શરીરને અનુકુળ બનાવે છે તે જ ટકી રહે છે.

 

An extremely rare and intriguing perspective on Muslims in Modi-fied India by Farhan Rahman:

( નીચે કરેલ તેમના વીચારોનો ભાવાનુવાદ છે.)

"મોદીના મુસ્લીમ તીરસ્કૃત ભારતમાં ભાગ્યેજ ધ્યાનમાં આવતું બૌધ્ધીક ચીંતન–

મુસલમાનોએ દેશના રાજકારણમાંથી સંપુર્ણ બૌધ્ધીક પીછેહઠ કરવાની જરૂરત છે." "Time for U-Turn from Indian Politics"

ભારતના રાજકારણમાં મુસ્લીમ રાજકારણે મારા મત મુજબ તેના વીનાશ માટેનો રસ્તો સરળ બનાવ્યો છે. જેના વીશે શાંતી અને સ્વસ્થતાથી ઠંડા દીમાગથી વીચાર કરવાની જરૂર છે.

 જે પ્રમાણમાં ઉત્તરપ્રદેશની ચુંટણીમાં બીજેપીએ અભુતપુર્વ જીત પ્રાપ્ત કરી છે તેનાથી આપણે સભાન થઇ જવાની જરૂર છે. તે આપણા સૌની આંખ ખુલ્લી કરવાની બીના બની જવી જોઇએ. ઉત્તરપ્રદેશ રાજ્યના ૧૫ ટકા મુસ્લીમ મતોની લેશમાત્ર ચીંતા કર્યા વીના બીજેપી ૭૫ ટકા જેટલી સીટો જીતી હીંદુમતોનું એક તરફી ધ્રુવીકરણ કરીને લાવી શકી છે. આ પરીણામોએ ઘણા બધા મુસ્લીમોના મનમાં આ દેશમાં પોતાના ભવીષ્ય માટે ગંભીર ચીંતા ઉભી કરી દીધી છે. બીજેપીના આ વીજયથી દેશ એક હીંદુરાષ્ટ્ર સહેલાઇથી બની જશે તેવી દહેશત મોટા પ્રમાણમાં ઉભી થઇ છે.

 મારૂ આપ સૌ નીસ્બત ધરાવનારાઓને ઉપરની વાસ્તવીકતાનો કડવો ઘુંટડો પી જઇને શું થઇ શકે તેનું પૃથ્થકરણ કરવાની જરૂર છે. ચાલો, આપણે હળવાશથી મુસ્લીમ રાજકારણના ભુતકાળનું બૌધ્ધીક પૃથ્થકરણ આપણી વીવેકબુધ્ધીને ( Rationality) આધારે કરીએ. ભારતીય જનતા પાર્ટીએ કયા કયા મુખ્ય મુદ્દાઓની મદદથી ( Issues) રાજકીય મતોનું  હીંદુ તરફી ધ્રુવીકરણ થાય તેવી તાકાત મેળવી.

(1) Beef (ગો માંસ)

(2) Uniform civil code ( સમાન નાગરીક ધારો)

(3) Triple Talaq ( ત્રણ તલાક)

(4)  Ram Mandir ( રામ મંદીર)

(5)  Haij Subsidy ( હજ સબસીડી)

 

હવે આપણે એ વીચારવું જોઇએ કે  ઉપર જણાવેલા મુદ્દાઓથી ભાજપ આસાનીથી રાજકીય સત્તા સ્થાને પહોંચી ગયો છે. તે અંગે સામાન્ય મુસ્લીમ કેવો પ્રતીભાવ ધરાવે છે?

આર એસ એસ, ભાજપ અને તેની માતૃસંસ્થાઓ આ બધા મુદ્દાઓના અમલથી મુસ્લીમ નાગરીકોની તેમની મુસ્લીમ ઓળખ ખલાસ થઇ જશે તેવો હાઉ કે ભય ઉભો કરવામાં પુરેપુરા સફળ થયા છે.(a threat to their identity). આમુદ્દાઓના આયોજનપુર્વકના માર્કેટીંગથી મુસ્લીમ સમાજનો વાંક કાઢવા, ફરીયાદ કરવાનું સાધન બનાવવા, સતાવવા, ત્રાસ આપવા અને તે બધાને ઉશ્કેરવામાં સફળ થયા છે.બીજેપી અને તેની ભગની સંસ્થાઓએ જેવી અપેક્ષા મુસ્લીમ સમાજના પ્રત્યાઘાતની રાખી હતી તે પ્રમાણેનો જ પેદા થયો.( What is the Muslim reaction? It is on the lines of expectation of BJP Vehement Protest.)

      ભાજપ પાર્ટીના આયોજન(Well Planned) મુજબ જ દેશનો મુસ્લીમ સમાજ દોરવાયો. ભાજપે પોતાની અદભુત વ્યુહરચનાનો મુસ્લીમ સમાજને શાંતીથી પણ બુધ્ધીથી ભોગ બનાવી શકયો. આ ઉપર જણાવેલ બધા મુદ્દાઓ ઉત્તરપ્રદેશની ચુંટણી દરમ્યાન તેમજ દેશના સત્તાકીય રાજકારણમાં વર્ષોથી પ્રસાર પ્રચારના માધ્યમો દ્રારા રમતા મુકાયા હતા. જેનો મુસ્લીમો ભોગ બનતા રહ્યા અને છેક છેલ્લી ઘડી સુધી વીરોધ કરતા રહ્યા. બીજેપી હીંદુ મતદારોના ધ્રુવીકરણથી એવું સાબીત કરી શકી કે મુસ્લીમ પ્રજાનો વીરોધ બીજેપી સામે નથી પણ હીંદુ સમાજ સામે છે. જેનું અમે રક્ષણ કરવા તમારા મતોથી સક્ષમ બનીશું.

    આ રીતે મુસ્લીમ પ્રજા દેશમાં કોમવાદી રાજકારણનો ભોગ બની ગઇ. આપણે               જીવવૈજ્ઞાનીક ડાર્વીનનાલેખની શરૂઆતમાં મુકેલા તે ખુબજ મહત્વના વાક્યમાંથી બોધપાઠ લેવાનો છે.(Muslims, you need to take a clue from that.)

      આર એસ એસ અને ભાજપે તમારી સામે રમતા મુકેલા મુદ્દાઓ જેવાકે ( Beef (ગો માંસ),Uniform civil code ( સમાન નાગરીક ધારો),Triple Talaq ( ત્રણ તલાક) Ram Mandir ( રામ મંદીર) અને Haij Subsidy ( હજ સબસીડી) તે બધાનું સાચા અર્થમાં શીર્ષાસન કરવી દો! તે આર એસએસ અને ભાજપના ફુગ્ગામાંથી બીલકુલ હવા જ કાઢી નાંખશે. કેવી રીતે? ચાલો,એક પછી તે બધા મુદ્દાઓ અંગે શાંત દીમાગથી વીચારીએ! જે આપણા સમાજને ખુબજ લાભદારી બની શકે તેમ છે.

    (૧)  Beef-ગૌ માંસ–

 મુસ્લીમ સમાજ એક અવાજે સંગઠીત સંદેશો મોકલે કે આવતી કાલથી દેશમાં કોઇ અમારો મુસ્લીમ બીરાદર ગાય અને તેના વંશ સાથે જોડાયેલી પહેલાં કે મૃત્યુ પછીની કોઇ આર્થીક પ્રવૃતી નહી કરે. તે સીવાયના પ્રાણીઓની આવી આર્થીક પ્રવૃતીઓમાં જોડાવવામાં આ હીંદુત્વવાદીઓને મતનું રાજકારણ કે બંધારણના ધ્યેય નડે તેમ નથી.અને પેલા લોકોને ફળે તેમ નથી. આ ગૌ–માંસના ધંધા અને તેની પેદાશોની નીકાસમાંથી સૌથી વધારે આર્થીક નફો આ ઉધ્યોગો ચલાવતા ઔધ્યોગીક ગૃહો તેમજ તેની નીકાસની આવકમાંથી કેન્દ્ર અને રાજ્ય સરકારોને કરોડો રૂપીયાનો કરવેરો અને હુંડીયામણ ડોલરના ચલણમાં મળે છે. વીશ્વમાં સૌથી વધારે ગાયનું માંસ અને તેની પેદાશો નીકાસ કરતો એક નંબરનો દેશ કોઇ હોય તો તે ભારત છે. જુઓ તમારા આ સંદેશાથીજ કેવી આ પરોપજીવી ઉધ્યોગ જગતની અને રાજ્ય સરકારોની કરોડરજજુ ધ્રુજવા માંડે છે.

(૨) સમાન નાગરીકધારો (યુનીફોર્મ સીવીલ કોડ)

 મુસ્લીમ સમાજ જ ચળવળ ચલાવે કે અમારે સમાન નાગરીક ધારો જોઇએ છે. આ તો તમારા દીવાનખાનાના સુશોભીત કબાટમાં પ્રર્દશનમાં મુકેલી એક ચીજથી વધારે કાંઇ નથી. તમે લેશમાત્ર ચીંતા ન કરશો ને મારામાં વીશ્વાસ રાખો કે આ કાયદો ક્યારે તમારૂ અહીત કરશે નહી. પણ સામાવાળાના ફુગ્ગામાંથી હવા કાઢવા જબ્બરજસ્ત સ્ફોટક આતંકવાદી કરતાં પણ જોરદાર હથીયાર સાબીત થશે. કેવી રીતે તે જોઇએ. હીંદુસમાજ, આદીવાદી પ્રજા, દેવીપુજક સમાજતથા જૈન, પારસી,શીખ ધર્મ અને અન્ય હીદું સમાજના ફીરકાઓમા લગ્ન, તલાક, ભરણપોષણ,દત્તવીધાન અને વારસાઇની અનેક રૂઢીઓ અને રીવાજો આજેય પ્રભાવશાળી છે. તે સંદર્ભમાં પોતાના સમાજની લગ્નનોત્તર સમસ્યઓ ઉકેલે છે.શા માટે આ બધાજ સમાજોને દઝાડે તેવી સમસ્યામાં મુસલમાનો જ ફક્ત વીરોધ કરે છે. તેવા બલીના બકરા બનવાની આપણે શું જરૂર છે?

( "મદ્રાસ હાઇકોર્ટના નામાંકીત એડવોકેટ એ. જે. જાવેદે જણાવ્યું છે કે દેશમાં સમાન નાગરીકધારા માટે દેશના સર્વોચ્ચ કાયદા પંચે જે પ્રશ્નોતરી બહાર પાડી છે તેનો ઓલ ઇંડીયા મુસ્લીમ પર્સનલ લો બોર્ડે સંપુર્ણ બહીષ્કાર કરવાની જે  જાહેરાત કરી છે તે આપણા સમાજ માટે બીલકુલ આત્મઘાતી સાબીત થવાની છે. પ્રશ્નોત્તરીના જવાબો જ બીલકુલ નહી આપવાના કે પોતાને ઠીક લાગે તે સુધારા પણ નહી સુચવવાના તે અભીગમ તો કેવી રીતે ચાલે? આવા નીર્ણયથી કોણ કોની ચાલમાં ફસાય છે. વધારામાં દેશભરમાંથી જ મુસ્લીમ મહીલા સંગઠનોએ મુસ્લીમ પર્સનલ લોમાંસુધારા કરવાની પીટીશન હજુ સુપ્રીમ કોર્ટમાં પેન્ડીંગ છે. ત્યારે મુસ્લીમ સમાજના બની બેઠેલા સેલ્ફ એપોંઇન્ટેડ રક્ષકો 'ઇસ્લામ ખતરે મેં હૈ ની ગુલબાંગો પોકારવાથી શું મેળવશે." સૌ. રેડીકલ હ્યુમેનીસ્ટ નવેંબર ૨૦૧૬  લેખનું મથાળું–" Choice before Indian Muslim; Reform   now or repent later" A.J.  Jawad. page no 24.)

 અખીલહીંદ મુસ્લીમ પર્સનલ લો બોર્ડના અભણ મૌલાનાઓ સમાન નાગરીક ધારાના વીચારને મહત્વ આપીને પેલા સંઘવાળાની સુવ્યવસ્થીત આયોજીત કાવતરાનો ભોગ બને છે. પણ સાથે સાથે મુસ્લીમોને પણ જેનું પ્રતીનીધીત્વ કરવાનો દાવો કરે છે તે સમાજને પણ બરબાદ કરે છે.

      તમે દેશની બીજેપીની સરકાર ને પુછો તો ખરાકે આ સમાન નાગરીકધારો શું છે તે બતાવો તો ખરા? તેનો મુસદ્દો પ્રજા સમક્ષ મુકો તો ખરા? સરકાર કે ભાજપ પક્ષ તરફથી તેની કોઇ કોપી મળે તેમ છે ખરી? અત્યારસુધી કેમ એક, બે ત્રણ, ચાર વી. તેના નીયમો લોકો સમક્ષ મુકવામાં કેમ આવતા નથી? આર એસ એસ અને બીજેપીને પુછો તો ખરા કે આ સમાન નાગરીક ધારો કોને કહેવાય? તેની વ્યાખ્યા શું? તેનું કાર્યક્ષેત્ર શું? તે દેશના સમાન નાગરીક એટલે દેશના બધાજ ધાર્મીક ફીરાકઓને લાગુ પડે કે કોઇ એક ને? તે બધુ તો અમને જણાવો તો ખરા? ખરેખર જે વસ્તુ કે બીલ હજુ સુધી કાયદો પણ બન્યું નથી તેનો ભોગ વ્યવસ્થીત રીતે મતોના ધ્રુવીકરણ માટે કેવો ઉપયોગ કરવામાં આવે છે તે આપણેને કોણ સમજાવશે? પેલા મુસ્લીમ પર્સનલ બોર્ડવાળાને તે તેમની દાલ રોટી જ પકાવવાની લાગેછે. (We are fighting over something which does not even exist. Dear Maulanas, first ask the government to come up with a draft policy over UCC.) જે વસ્તુ કે નીયમનું અસ્તીત્વ જ નથી તેના પર લાગણીઓને ઉશ્કેરવાથી તો તમારી અ–જ્ઞાનતા જ સાબીત થાય છે.અથવા તે મુદ્દે તમારા જ્ઞાનનો અભાવ છે.

(૩) ત્રણ તલાક–

      આપણે જ ત્રણ તલાક અને બહુપત્નીત્વનીપ્રથાની નાબુદી માટેની ચળવળ ચલાવવાની છે. અમે તે બંધ કરવા માંગીએ છીએ. આ મુદ્દાઓનો સૌથી વધારે વીરોધ કાળગ્રસ્ત, જીર્ણ,અને મરવાનેવાંકે ડચકાં ખાતી 'મુસ્લીમ પર્સનલ બોર્ડ' જે વાસ્તવીકમાં મુસ્લીમ સમાજનું કોઇ પ્રતીનીધત્વ કરતી નથી તે જ વીરોધ કરે છે.

"मानो न मानो मुसलमानों, जितना नुकसान तुम्हे (और इस्लाम को) इन दाढ़ी वाले AIMPLB के मौलानाओं ने पहुँचाया है, शायद ही किसी और संगठन ने पहुँचाया हो! " ખરેખર અસાદુદ્દીન ઓવેસી જે ખરેખર પોતાની જાતને ઇસ્લામીક ન્યાયવીદ માને છે તે ખરેખર તેટલા ન્યાયવીદ છે ખરા? અખીલહીંદ મુસ્લીમ પર્સનલ લો બોર્ડના અભણ મૌલાનાઓ પેલા સંઘવાળાના સુવ્યવસ્થીત આયોજીત કાવતરાનો ભોગ બને છે. પણ સાથે સાથે મુસ્લીમ સમાજનું, જેનું પ્રતીનીધીત્વ કરવાનો દાવો કરે છે તે સમાજને પણ બરબાદ કરે છે.

(૪)  રામમંદીર–

 અયોધ્યાની અંદર રામમંદીર બનાવવા માટે આપણે મોટુ મન અને બાંધકામમાં મોટા પાયે મદદ કરવાની જરૂર છે. અત્યારસુધીમાં આ મુદ્દે ઘણી જાનફેસાની નીર્દોષ લોકોની થઇ છે. આપણે માટે સમગ્ર વીશ્વમાં કોઇપણ સ્થળ પર નમાઝ અદા કરવા મસ્જીદ છે. કોઇપણ દેશ દુનીયા કે શહેરનો કે રેલ્વેગાડીના ડબ્બામાં કે ઘરમાં ખુણો શોધી કાઢીને આપણે નમાઝ પડી શકીએ છીએ. અલ્લાહ તો નીરાકાર છે. તેની બંદગી માટે સ્થળ તો આપણે માનવોએ બનાવ્યા છે. આપણી ઔરતો કે દીકરીઓ નમાઝ અદા કરવા ક્યાં મસ્જીદમાં આવે છે? પરવરદીગાર શું ફક્ત મસ્જીદમાં જનારાનીજ બંદગી સ્વીકારે અને ઘરમાં નમાઝ પડનારાની નહી? જો આપણે અયોધ્યાના મુદ્દે તુટેલા મનને સાંધી શકીશું તો કશું ગુમાવવાનું નથી? જ્યાં આપણે કે આપણા ફરજંદ ક્યારેય પોતાની જીંદગીમાં નમાઝ પડવા જવાના નથી તે ટુકડા માટે જંગે ચઢવા કરતાં આપણા ઘરની નજીકમાં આવેલ મસ્જીદમાં  નમાઝ પડીશું તો વધારે યોગ્ય સાબીત થશે. ઇસ્લામ પણ આપણને સંદેશ આપે છે કે જેની સાથે સંબંધ બગડયો છે તેની સાથે સુધારવામાં જ આપણું ક્લ્યાણ છે. જે ખુદાને પણ પ્યારૂ  એટલા માટે છે કે તેનાથી બંને ને અમન મળે છે.

  (૫) હજ સબસીડી–

મુસ્લીમ સમાજે પોતેજ હજ સબસીડીની નાબુદી માટે જાહેરાત કરવી જોઇએ કે અમારે હજ પડવા સરકારી સબસીડીની જરૂર નથી. ખરેખર દરેક હજ પડવા જતા બીરાદરને ખબર છે કે આ સબસીડી તો સીધી "એર ઇંડીયા" ના ખાતામાં જ જમા થાય છે.જે વીમાની કુંપની ભારત સરકાર દ્રારા ચલાવવામાં આવે છે. તેની બદનામી આખો મુસ્લીમ સમાજ ભોગવે છે. આપણે હજ સબસીડી સાથે હજ કમીટીની નાબુદ કરવાની માંગ પણ કરવાની જરૂર છે. જેની પાસે કાયદેસરનો ભારતીય પાસપોર્ટ અને સાઉદી એરેબીયાનો વીસા હશે તે કોઇની પણ મદદ વીના પોતાની મન પસંદ વીમાની કુંપની પસંદ કરી હજ પડવા જઇ શકશે. વીશ્વભરમાં બધા વીમાની મુસાફરો પોતાને પસંદ હોય, જેમાં સુવીધા સારી હોય અને અન્ય વીમાની કુંપનીની હરીફાઇમાં વ્યાજબી ભાડુ લેતી હોય તેવી વીમાની કુંપનીની સેવા લઇને સાઉદી એરબીયામાં હજ પડવા આવે છે. સાઉદી એરેબીયામાં દુનીયાભરમાંથી હજ પડવા આવતા કોઇ બંદાઓ "એર ઇંડીયા" ના વીમાનોમાં આવતા નથી. આ તો ભારત સરકારની વીમાની કુપની છે જે આપણને માથે મારે છે! એર ઇડીંયાને જગતમાં કોઇવીમાની સેવા માટે પસંદ કરતું નથી માટે જ તે સબસીડીનો ઉપકાર બતાવી આપણને તેમાં મુસાફરી કરવા મજબુર કરે છે. સબસીડી કાઢી નાંખો પછી તમારી વીમાની સેવાનો ખર્ચ આંતરરાષ્ટ્રીય બહુવીધ કુપનીઓની હરીફાઇ નક્કી કરશે. જે સબસીડી વીના પણ સસ્તો થઇ જશે. અત્યારે દરેક હાજી પોતાની હજયાત્રાની વીમાની મુસાફરીના ખર્ચ પેટે બે થી અઢી લાખ રૂપીયા તો ખર્ચ કરે જ છે ને?

આપણે ફક્ત ઉપરના રાજકારણમાંથી ફક્ત પીછેમુઢ (યુટર્ન) કરવાની જરૂર છે. ખરેખર બીજેપી સામેના આપણા અભીગમને બદલવાની જરૂર છે. આપણા પ્રતીસ્પર્ધીને સૌથી વધારે આપણું અક્ક્ડ કે જડવલણ જ સતત માથાનો દુખાવો બની ગયું છે.જેટલું આપણે મોદી વિરૂધ્ધ બોલીશું તેનો અર્થ એવો જોડી દેવાશે કે આપણે હીંદુ લોકોના વીરોધીઓ છીએ.. જ્યારે દેશની મોટાભાગની પ્રજાએ ગમે તે કારણોસર પોતાની વીવેકબુધ્ધી, સમજશક્તી કે સુઝબુઝ ગુમાવી દીધી હોય, પેલા વાંસળી વગાડનારાની માફક (Pied Piper) મોદીએ બતાવેલા કાલ્પનીક સ્વર્ગ તરફ આંધળીયુકીંયા કરીને દોડતા હોય તો તમારે શા માટે તે બધાને તેમના ઘેનમાંથી જગાડવાની તસ્દી લેવી છે?

રાજકારણથી બીલકુલ અલીપ્ત, નીસ્પૃહ્ય થઇ જાવ.(Turn apolitical.) ફેસબુક ટવીટર પર મોદી વીરૂધ્ધ કોમેન્ટ લખવાની મોકુફ રાખો. તેવું લખવાથી હજુ સુધી કોઇ ફેર પડયો નથી. જેટલું મોદી વીરૂધ્ધ લખવામાં આવ્યું તેનાથી મોદીની પોપ્યુલારીટી વધી છે ઘટી નથી. માનસીક રીતે મગજ પર બરફ મુકી દીધો હોય તેટલા ઠંડા થઇ જાવ. કોઇ સર્વનાશ થવાનો નથી. દેશના લોકશાહી કે બીન–સાપ્રંદાયીક (સેક્યુલર) માળખાને પણ કાંઇ થવાનું નથી. આપણે આપણા હીદુંભાઇની બૌધ્ધીકતા પર વીશ્વાસ ગુમાવવાની જરૂર એટલા માટે નથી કે તે બધાએ જ ઇંદીરા ગાંધીની કટોકટી સામે જાનફેસાનીની બાજી લડાવીને હજારો લોકો મીસી હેઠળ જેલમાં ગયા હતા.( Trust your secular Hindu brothers.) ખરેખર તે બધા આજે પણ આપણા દેશમાં સૌના લોકશાહી અધીકારોને બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.( In fact, it is they who are fighting for you, trying to protect your democratic rights.) બાબરી દ્રંસ કે બીજા અન્ય મુસ્લીમ વીરોધી દંગા ફસાદ સામે કયા મુસ્લીમ ધારાસભ્યે કે સંસદસભ્યે પોતાનું રાજીનામું આપ્યું  હતું? મહેરબાની કરીને તમારા પોતાના કે અન્ય રાજકારણીઓ કે તેવા ધાર્મીક નેતાઓના રાજકારણથી બીલકુલ નીસ્પહ્યુ બની જાવ. તેમના હાથા બનાવાનું બંધ કરી દો. તાજેતરની જ યુપીની ચુંટણીમાં કેટલી બધી સીટોપર મુસ્લીમ ઉમેદવારો એકબીજાની સામે ઉભા રહીને કયા પક્ષના ઉમેદવારને જીતવાનો માર્ગ સરળ કરી આપ્યો હતો?

   આપણા અને આપણી આવનારી પેઢીઓ માટે રાજકીય, સામાજીક,શૈક્ષણીક, આર્થીક અને ધાર્મીક રીતે પીછે મુઢ કે 'યુ ટર્ન કરીને વીચારીને જીવવાની તાતી જરૂર છે. ઉપર જણાવેલા વીચારોને આધારે નવો સમય પેદા કરીને કેવીરીતે આપણા કુટુંબ અને સમાજનું શૈક્ષણીક અને આર્થીક સશક્તીકરણ (એમપાવરમેંટ) સત્વરે થાય તે માટે પ્રયત્નો કરવાની જરૂર છે.ઓલવીન ટોફલર નામના વીચારકે કહ્યું છે કે "૨૧મા સદીમાં અભણ એ છે કે જે જુનું ભુલતો નથી અને નવું શીખતો નથી." વર્તમાન રાજકારણથી બીલકુલ વેગળા થઇ જાવ. શીખ અને જૈન ધર્મી લોકોએ આવું સશક્તીકરણ લઘુમતીમાં હોવા છતાં કોઇપણ રાજકીય પક્ષોની કે રાજ્યની મદદ વીના પોતાના સમાજ માટે મેળવી શક્યા છે. તો આપણે તેજ પ્રકારનું સશક્તીકરણ કેમ પ્રાપ્ત ન કરી શકીએ? વીચારો કે તે બધા લઘુમતી ધર્મોમાં તે પ્રજાના ઉત્થાનમાં તેમના ધર્મગરૂઓનો ફાળો નકારાત્મક કે હકારાત્મક હતો? રોજબરોજના જીવનમાં આ ધર્મગુરૂઓની દખલગીરી વધારે હતી કે ઓછી? ઉપરના વીચારો ફક્ત આપણા કુટુંબ કે સમાજ માટે  નહી પણ આપણા રાષ્ટ્રને મજબુત કરવા પણ ખુબજ જરૂરના છે.( Not just for your betterment, but for the betterment of this country as well.")

 


--