Tuesday, February 21, 2017

પાકીસ્તાનમાં લાલ શાહબાઝ કલંદરની સુફી–મઝાર પર મુસ્લીમ આતંકીવાદીઓનો હુમલો.


પાકીસ્તાનમાં લાલ શાહબાઝ કલંદરની સુફી–મઝાર પર મુસ્લીમ આતંકીવાદીઓનો હુમલો.

   આપણું વીશ્વ હવે તાલેબાની કે ધર્મ આધારીત આતંકી હુમલાઓથી જાણે ટેવાતું જતું હોય એમ સતત અહેસાસ થાય છે. આવા આતંકી હુમલોઓ મોટાભાગે જુદી જુદી આતંકી સંસ્થાઓ કે જુથો દ્રારા હુમલાઓ કરીને તેની જવાબદારી પણ લેવામાં આવે છે. અલ–કાયદા, ઇસ્લામી બ્રધરહુડ, જૈસે મહંમદ, તાલીબાની પાકીસ્તાન, ISIS વી. નામો આતંકી હુમલાઓ કરનાર અને હુમલો કર્યા પછી જવાબદારી લેનાર સંસ્થાઓ તરીકે વધુ પ્રચલીત છે. આ બધા આતંકી જુથો દાવો એમ કરે છે કે તે કાંતો ઇસ્લામ ધર્મના સંરક્ષણ માટે અથવા– અને ઇસ્લામ ધર્મના સ્થાપક મહંમદ સાહેબની માનહાની થાય તેવી પ્રવૃત્તીઓ કરનારા પર આતંકી હુમલા કરે છે. તેવા હુમલાઓની જવાબદારી પણ લે છે. ઇસ્લામ સીવાયના ધર્મો સામે પણ તેઓ જેહાદી યુધ્ધો કે આતંકી હુમલાઓ કરે– કરાવે છે.

 પાકીસ્તાનમાં સુફી– મઝારો પર તથા સુફીવાદને સમજાવતી કવાલી ગાનારા પર તાજેતરમાં નીયમીત નીશાન બનાવીને હુમલા કરવામાં આવે છે. સુફી મઝાર પર બીન મુસ્લીમ ખાસ કરીને સીંધી હીંદુઓ, લઘુમતી શીયા અને સુન્ની મુસલમાનો મોટા પ્રમાણમાં ગુરૂવારે ભેગા થાય છે.તેથી આ ૧૬મી ફેબ્રુઆરી ને ગુરૂવારે સીંધ પ્રાંતમાં આવેલા શેહવાન ગામમાં લાલ શાહબાઝ કલંદરની સુફી–મઝાર પર મુસ્લીમ આતંકીવાદીઓએ હુમલો કરીને ૭૦ માણસોને મારી નાંખ્યા અને ૧૫૦ ઉપરને ઘાયલ કર્યા છે. આ હુમલા પહેલાં ૧૨મી નવેંબર ૨૦૧૬ના રોજ  દક્ષીણ–પશ્ચીમ પર્વતીય હારમાળામાં આવેલી સુફી મઝાર પર ISISએ (ઇસ્લામીક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરીયા) હુમલાની જવાબદારી લઇને આત્મઘાતી હુમલામાં બાવન નીર્દોષ માણસોને  મારી નાંખ્યા હતા. ૨૨મી જુન ૨૦૧૬ના રોજ પાકીસ્તાનના કેટલાકમાંથી વધુ સારા ગણાતા કવ્વાલી ગાયક અમજદ સાબ્રરીને કરાંચી શહેરમાં તેની મોટરમાં જ બે મોટરસાયક્લીસ્ટોએ ખુની હુમલો કરીને મારી નાખ્યો હતો. તેનો ગુનો એટલો જ હતો કે તે ઝુલેલાલ ઉપર સરસ કવ્વાલીઓ બનાવીને ગાતો અને ગવડાવતો હતો. તેને મારનાર ગ્રુપ 'પાકીસ્તાની તાલેબાને' જાહેર કર્યું હતું કે તે ઇસ્લામમાં જેને ધાર્મીક નીંદા (blasphemy) ગણાય છે તેવુ કામ કરતો હતો. એટલે કે ઇસ્લામ સીવાયના કોઇની બંદગી કે ભક્તી કરવી  જેનો ન્યાય ઇસ્લામ મુજબ  સજા યે મોતથી ઓછો હોતો નથી.

 

આ ઐતીહાસીક તારણોને આધારે ' લાલ શાહબાઝ કલંદરની સુફી મઝાર ઉપરના હુમલાનું મુલ્યાંકન  કરીએ. સૌ પ્રથમ આપણે એ સમજવું જરૂરી છે કે  સુફીવાદ કે સુફીઝમ એ ઇસ્લામનો એક ભાગ હોવા છતાં તે કઇ રીતે અને કેટલે અંશે ઇસ્લામના મુળ સીધ્ધાંતોથી ( Basic Tenets of Islam) જુદો છે. ઇસ્લામ એટલે કોઇપણ પ્રકારની મુર્તી, મઝાર ( કોઇપીરની કબર) કે વ્યક્તી પુજાનો વીરોધી. ઇસ્લામમાં અલ્લાહનો ખ્યાલ નીરાકાર અને અમુર્ત છે. સુફીવાદીઓ વારંવાર ' ધમા ધમ મસ્તકલંદર જેવો શબ્દ બોલીને પોતે સંમોહીત થઇને બોલ્યા કરે છે અને સાંભળનારાઓને સંમોહીત કરીને ધુણાવે છે, નચાવે છે.. તેમાં તે અલ્લાહ, પયગંબર, સુફી સંત વી.ની નામ બોલીને  તેની સાથે પોતાની એકરૂપતા જોડવા પ્રયત્ન કરતો હોય છે. શહેવાન ગામમાં લાલ શાહબાઝ કલંદરની સુફી સંતની દરગાહ નજીક એક તાજેતરમાં સાઉદી એરેબીયાની ખુબજ મોટી નાણાંકીય મદદ લઇને ચકચકતા આરસપાણ પથ્થરોનો ખુબજ વીશાળ મદરસો બનાવવામાં આવ્યો છે. તેના સંચાલક સલીમુલ્લાહ જે એક સારો શીક્ષીત યુવાન છે, તેણે' વીલીયમ ડેલરીમ્પ્લ 'ને ( William Dalrymple જે બ્રીટીશ ઇતીહાસકાર છે અને સુફી તત્વજ્ઞાન પર વીશ્વ વીખ્યાત પુસ્તકો લખ્યા છે) મુલાકાતમાં જણાવ્યું હતું કે 'અમે  રોજા કે મકબરાની પુજા બંદગીના વીરોધીઓ છીએ. ( We do not like tomb- worship. The Koran is quite clear about this. We must not pray dead man and asking things from them even from Aoliya Saint. In Islam we believe there is no power but God Allah.) વીલીયમે તેને વધુ પુછયું કે તારા ગામમાં આ તારી વાતો કોઇ સાંભળે છે  કે ટેકો આપે છે ખરા? સલીમુલ્લાહે જવાબ આખા ગામના લોકો આ સુફી મઝારને જ માને છે. તેથી બધાજ કાફર છે, નાસ્તીક છે અને કબરના ભક્તો બની બેઠા છે. મારા મદરસાનું મીશન ઇસ્લામમાંથી માર્ગ ભુલેલા લોકોને પાછા મુળ માર્ગે વાળવાનું છે.

 સુફીવાદ,સલાફીઝમ અને વહાબીઝમ–

ઇસ્લામમાં સુફીવાદ જે ખરેખર તત્વજ્ઞાનની દ્રષ્ટીએ ગુઢવાદ ( મીસ્ટીસીઝમ)અને એક અંધશ્રધ્ધા થી વધારે કાંઇ નથી .પણ તેની સામે ઇસ્લામના જન્મથી સલફીઝમ અને તેના ઉગ્ર ફાંટા વહાબીઝમનો સંદેશો એક જ છે કે આપણા પવીત્ર વડવાઓકે પુર્વજોએ આપણા માટે જે મુળ ઇસ્લામમાં ઉપદેશો બક્ષેલા છે તેમાં લેશ માત્ર ફેરફાર થવો જોઇએ નહી. અને તેમાં ફેરફાર કરનારાઓને ઇસ્લામના દુશ્મનો ગણીને તે બધાને મારી નાંખવામાં કોઇ વાંધો નથી.સલાફીવાદમાં ત્રણ માર્ગો છે જેવાકે શુધ્ધ ઇસ્લામી, બીજા તેને અમલમાં મુકનારા કર્મનીષ્ઠો અને ત્રીજા જેહાદી જે ધાર્મીક યુધ્ધોમાં માને છે જેના દ્રારા આતંકી હુમલા કરાવવામાં આવે છે.

ધાર્મીક અસહીષ્ણુતા (ઇનટોલરન્સ) આધારીત યુધ્ધો જેને માનવજાત ' રીલીજીયસ વોર' તરીકે ઓળખાવે છે તે કાંઇ ફક્ત ઇસ્લામ ધર્મનો ઇજારો નથી. આ ધરતી ઉપરનો કોઇ સંગઠીત ધર્મ બાકી નથી જેણે બીજા ધર્મોના અનુયાઇઓ પર 'વીધર્મી' હોવાને કારણે ધાર્મીક યુધ્ધો ન કર્યા હોય! એટલું જ નહી પણ એકજ ધર્મમાંથી વીભાજીત થયેલા જુદા જુદા તેજ ધર્મના ફાંટાઓએ પણ ગળાકાપ યુધ્ધો કર્યા છે. આ સુફી મઝારપર હુમલો કરનારા ઇસ્લામ ધર્મી જ હતા.


યુ ટયુબ જોવા વીનંતી છે.https://www.youtube.com/watch?v=OPLHEkHXRwg&sns=em

 

 

 

--