Friday, February 10, 2017

ચાર્લસ ડાર્વીનના જન્મ(૧૨–૨–૧૮૦૯) દીવસ ૧૨મી ફેબ્રુઆરીની વીશ્વ વ્યાપી ઉજવણી.



ચાર્લસ ડાર્વીનના જન્મ(૧૨–૨–૧૮૦૯) દીવસ ૧૨મી ફેબ્રુઆરીની વીશ્વ વ્યાપી ઉજવણી.

૧૨મી ફેબ્રુઆરી સને ૧૯૦૯માં જગતે ડાર્વીનની એકસોમી જન્મ શતાબ્દી તથા તેના પુસ્તક' ઓરીજન ઓફ સ્પીસીસ'(પ્રકાશીત વર્ષ ૧૮૫૯)પચાસમી જન્મ જયંતી ઉજવી હતી. ત્યાર બાદ આ દીવસને સમગ્ર વીશ્વમાં ડાર્વીનના વીજ્ઞાનના વીકાસમાં ફાળા તરીકે ' ડાર્વીન્સ ડે' તરીકે ઉજવવામાં આવે છે.સને ૧૯૦૯માં વીશ્વના ૧૬૭ દેશોના ૪૦૦ વૈજ્ઞાનીકો ઇગ્લેંડમાં લંડનમાં આવેલી ક્રેમબ્રીજ યુનીર્વસીટીમાં ડાર્વીનના ઉત્ક્રાંતીવાદના સીધ્ધાંતોને આધારે થયેલી તાજેતરની વૈજ્ઞાનીક શોધખોળોનું મુલ્યાંકન કરવા એકત્ર થયા હતા.તે જ દીવસે અમેરીકામાં'ન્યુયોર્ક શહેરમાં આવેલા અમેરીકન મ્યુઝીયમ ઓફ નેચરલ હીસ્ટ્રીમાં અમેરીકન એકેડેમી ઓફ સાયન્સ તરફથી ડાર્વીનની કાંસાની અર્ધપ્રતીમા(હાફબસ્ટ સ્ટેચ્યુ )મુકવામાં આવી હતી. આ બંને સ્થળોએ ખુબજ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. ત્યારબાદ સને ૧૯૫૯માં પુસ્તક " ઓરીજન ઓફ સ્પીસીસ" એકસોમી જન્મ જયંતી વીશ્વભરમાં ઉજવવામાં આવી હતી. છેલ્લે સને ૨૦૦૯માં વીશ્વમાં ઠેર ઠેર ડાર્વીનના ૨૦૦મા જન્મ દીવસ અને 'ઓરીજીન ઓફ સ્પીસીસ' પુસ્તકની ૧૫૦મી જન્મ્ જયંતી ઉજવવામાં આવી હતી. વીશ્વ ફલક પર આવી ઉજવણી ભાગ્યેજ કોઇ વીશ્વ વીભુતીની અને તે પણ આંતરરાષ્ટ્રીય સ્તર પર નીયમીત રીતે પ્રતીવર્ષે ભાગ્યેજ ઉજવાતી હશે.

 હજુ ચાર્લસ ડાર્વીનના જન્મ દીવસ ૧૨મી ફેબ્રુઆરી ને આવવાની ચારેક દીવસની વાર છે. તેમ છતાં તારીખ ૬ઠ્ઠી ફેબ્રુઆરીથી વીશ્વના બૌધ્ધીક જગતે આખું અઠવાડીયું ૧૨મી ફેબ્રઆરી સુધી કેવી રીતે ઉજવવા માંડયું છે તે જોઇએ.

(૧) ન્યુયોર્ક અમેરીકામાં કોએલીશન ઓફ રીઝન નામની નીરશ્વ્રરવાદી સંસ્થાએ તારીખ ૮મી ફેબ્રુઆરીના રોજ ' બૌધ્ધીક જ્ઞાન સાથે ગમ્મત– ઉત્ક્રાંતીનો દેવ ડાર્વીન' (Evolution of God) રાખી હતી.એક અઠવાડીયા સુધી ઉત્ક્રાંતીના વીષય પર પ્રવચનો ને વીડીયો ફીલ્મ બતાવવાનું આયોજન કરેલું છે.

(૨) કેલીફોર્નીયા–અમેરીકામાં આવેલ લારન્સા શહેરમાં' કીટીઓન પ્લેનીટોરીયમ કમ ઓબર્સવેટરીમાં ડાર્વીનના કુદરતી પસંદગીના સીધ્ધાંત ( Laws of Natural selection) પર એક ડોક્યુમેન્ટરી ફીલ્મ તથા આકાશદર્શન તથા અવકાશમાં કેવીરીતે ચાલી શકાય,વી. કાર્યક્રમો રાખવામાં આવેલા છે.

 (૩) યુનાઇટેડ કીંગ્ડમ (બ્રીટન)માં શ્રેવસબરી ( Shrewsbury) શહેરમાં તારીખ ૯મીથી ૨૩મી ફેબ્રુઆરી સુધી જે શહેરની સાથે ડાર્વીનના ભુતકાળની યાદો જોડાયેલી છે ત્યાં ખુલ્લા મેદાનમાં ડાર્વીનના ઉત્ક્રાંતીવાદના ઐતીહાસીક વારસાના વીશાળ ૪૦ ફોટોગ્રાફ્સ પ્રજાશીક્ષણ માટે મુકવામાં આવ્યા છે.જેમાં માનવીને આધુનીક મંઝીલ સુધી લઇ જનાર ટેકનોલોજી, સામાજીક ફેરફારો, વેજ્ઞાનીક શોધખોળો અને ઐતીહાસીક ઘટનાઓ પ્રદર્શીત કરવામાં આવી છે.

 

(૪) રશીયન ફેડરેશનના શહેર , Ulyanovsk, 432027 Russian Federation

     ૯ અને ૧૦ ફેબ્રુઆરીના રોજ શૈક્ષણીક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. ડાર્વીનના પુસ્તક 'ઓરીજન ઓફ સ્પીસીસ' ની બીજા અન્ય શૈક્ષણીક વીષયો પર શું અસર પડી છે તેના ચર્ચા રાખી છે.ગ્લોબલ સાયન્સ સોસાયટી દ્ર્રારા ડાર્વીનના તત્વજ્ઞાનથી ઇતીહાસની પુ;ન રચના કેવીરીતે થઇ તે વીષે પ્રદર્શન સહીત સેમીનારનું આયોજન  કરેલ છે.

બીજારશીયન શહેરમાં Тольятти, Russian Federation " Who was the grandmother of a crocodile?" Hour of knowledge «In the footsteps of Charles Darwin»/ . આ બે વીષયોપર સેમીનારનું આયોજન કરેલ છે.

(૫) યુનીવર્સીટી ઓફ ટેક્ષાસ(અમેરીકા)માં ૯મીઅને ૧૧મી ફેબ્રુઆરીના રોજ 'ડાર્વીન ડે સેલીબ્રેશન રાખવામાં આવ્યું છે.

(૬) L.I.T.C. Russian-English Private School

340-342 Agiou Andreou str.,, Limassol , Limassol 3035 Cyprus

ઉપરની સ્કુલમાં ૯મી ફેબ્રુઆરીના રોજ પૃથ્વી સીવાયના બ્રહ્માંડમાં આપણા જેવું જીવન શક્ય છે? તે વીષય પર પરીસંવાદ રાખવામાં આવ્યો છે.કેવા વીષયો પસંદ કર્યા છે તે માણવા ભાવાનુવાદને બદલે અંગ્રેજીમાં સમજીએ.

(1)   Weight and pressure conditions on celestial bodies suitable for the existence of life.

 

     (2) Thermal conditions on celestial bodies suitable for life.

 

     (3)Detecting of life and extraterrestrial mind with the help of electro-       magnetic .

 

    (4) BBC Documentary "  Charles Darwin and the tree of life".

 

(૭) દુરહામ રીસર્ચ સેન્ટર, ઓમાહા શહેર નેબ્રાસ્કા, યુએસએ, પોતાનો ૧૮મો 'રીઝન ડે' ઉજવે છે.૯મી ફેબ્રુઆરીએ તેઓ, જેમાં દસ લાખ વર્ષો પહેલાં ડીનોસર જેવા પ્રાણીઓના નાશ કેવી રીતે થયો અને તેના પરીણામો કેવા આવ્યા તેની ચર્ચા ૯મી ફેબ્રુઆરીએ રાખી છે. વીષયનું નામ અંગ્રેજીમાં ' Our lost world ; The causes and consequences of the loss of  Dinosaurs before one million years.

 

(૮) બ્રીજવોટર સ્ટેટ યુનીવર્સીટી, મેસેચ્યુટસ સ્ટેટ યુએસએમાં ડાર્વીન ડે– ૧૦મી ફેબ્રુઆરીને દીવસે વીધ્યાર્થીઓ અને સ્ટાફ નેચરલ હીસ્ટ્રી અને એનથ્રોપોલોજીના ( માનવશાસ્ર)  તૈયાર કરેલ જુદા જુદા નમુના યુનીવર્સીટી કેમ્પસમાં દરેક ફેકલ્ટી નજીક તૈયાર કરેલ જુદા જુદા બુથો દ્રારા વીધ્યાર્થીઓને સમજાવશે.

(૯) એલેકઝેંડ્રીયા ફ્રી થીંકરર્સ, લુઝીયાના સ્ટેટ યુની, લુઝીયાનાસ્ટેટ યુએસએમાં ડાર્વીન ડે ૧૦મી ફેબ્રુઅઅરીના રોજ ઉજવશે. જુનીયર–સીનીયર હાઇસ્કુલના વીધ્યાર્થીઓને અશ્મીઓના નમુનાને આધારે ઉત્ક્રાંતીવાદ સમજાવશે.

(૧૦) ૧૦મી ફેબ્રુઆરીના રોજ ઓસ્ટ્રલીયામાં આવેલ ચાર્લસ ડાર્વીન યુની. માં ' થીયેરી ઓફ ઇવોલ્યુશન' પર આધુનીક જ્ઞાન આધારીત નવેસરથી વીચાર કયા કયા મુદ્દા ઉપર થઇ શકે તેની ચર્ચા કરવામાં આવશે.

(૧૧)  નેચરલએન્ડ કલચરલ હીષ્ટ્રી–યુજેન ઓરગાઉન સ્ટેટ યુએસએમાં ૧૦મી ફેબ્રુઆરીના રોજ જ્વાળામુખીની નીચે દબાઇ ગયેલ પ્રાણીઓના જાતીઓના અશ્મીઓની, તે સમયનું ભૌગોલીક અને કુદરતી વાતવરણ વી.ની સ્લાઇડો બતાવીને ઉત્ક્રાંતીવાદની સમજ આપવામાં આવશે.

(૧૨)  બ્રીટીશ હ્યુમેનીસ્ટ એસો. દ્રારા પ્રતીવર્ષે સને ૨૦૦૩થી લંડનમાં ૧૨મી ફેબ્રઆરીના રોજ ચાર્લસ ડાર્વીનના જીવન તથા કુદરતી પસંદગીના સીધ્ધાંતને આધારે ઉત્ક્રાંતીવાદની ઉજવણી થાય છે. વીશ્વભરમાંથી આશરે ૧૦૦૦ કરતાં પણ વધારે માણસો ૧૫ પાઉન્ડની ટીકીટ( જે બધી જ અગાઉથી વેચાઇ જાય છે) વેચાતી લઇને સાંભળવા તથા જોવા આવે છે.આ વીષય પર યુ કેમાં આ મોટી ઘટના ગણાય છે.

ડાર્વીન્સ ડે લગભગ વીશ્વના દરેક વીકસીત દેશના જુદા જુદા શહેરોની યુનીવર્સીટીઓ અને નેચરલ હીસ્ટોરીકલ મ્યુઝીયમો ઉજવાય છે. ટોકીયો, જપાન, ટોરંટો કેનેડા, સ્ટોકહોમ સ્વીડન, નેધરલેંડ, જર્મની, ન્યુઝીલેંડ, બ્રાઝીલ વગેરે દેશોમાં નીયમીત રીતે ઉજવાય છે. અમેરીકાના તો બાવન રાજ્યોમાંના દરેક મુખ્ય શહેરોમાં આ દીવસ નીયમીત રીતે ઉજવાય છે.

ફક્ત ભારત, બંગ્લા દેશ, પાકીસ્તાન અને બધાજ આરબ દેશોમાંથી કોઇપણ દેશમાં ડાર્વીન કોણ હતો, તેની ઉત્ક્રાતીવાદ અને કુદરતી પસંદગીના સીધ્ધાંતની થીયેરી શું છે વી. બાબતે સામાન્ય માણસતો ઠીક પણ યુનીવર્સીટી કક્ષાએ પણ શું મહત્વ છે તે ખબર પડતી નથી. શું તેમાં આપણા વૈજ્ઞાનીક પછાતપણાનો જવાબ નથી?( તા.ક. પરમ દીવસે,૧૨મી ફેબ્રુઆરી ને રવીવારે મેં ચાર્લસ ડાર્વીન અને તેના ઉત્ક્રાંતીવાદને ગુજરાતીમાં સમજાવવા માટે એક લેખ તૈયાર કર્યો છે. જે ફેસબુક પર ડાર્વીનને સ્મ્રણાંજલી તરીકે અર્પણ કરીશ.)

 

--