Monday, July 16, 2018

સમાચારો પોતે બોલે છે.

                                 સમાચારો પોતે બોલે છે.

             અમે કોઇ ટીકા ટીપ્પણ વીના જેમ પ્રકાશીત થયા છે તેમજ રજુ કર્યા છે

(1)    પશ્ચીમના દેશોમાં ચર્ચો વેચાય છે અને આપણા લોકો ખરીદે છે.– માનવવાદ માસીક જુન ૨૦૧૮ના તંત્રી લેખનું મથાળુ.

(2)     સ્વામીનારાયણ ગાદી સંસ્થાને ઓસ્ટ્રેલીયાના પર્થમાં ૨૦ વર્ષ જુનું ચર્ચ ૧૮ કરોડમાં ખરીદ્યું, હવે મંદીર બનાવાશે. " વીદેશમાં ભારતીય સંસ્કૃતીનું જતન કરવા માટે મંદીરના નીર્માણ કરવાનો નીર્ણય  કરાયો. .... શીખરબંધ મંદીર બનાવવા કળશ અને ધજાની આખરી મંજુરી માટે ઓસ્ટ્રેલીયન સરકાર સાથે પરામર્શ ચાલે છે.".....ઓસ્ટ્રેલીયા ખાતે ભણવા માટે એક તરફ મોટી સંખ્યામાં ગુજરાતી કે ભારતીય યુવકોનો ધસારો ચાલી રહ્યો છે ત્યારે તેમને પોતાની સંસ્કુતીથી જોડી રાખવા  માટે આ મંદીરનું નીર્માણ કરવામાં આવ્યું છે. સૌજન્ય દીવ્ય ભાસ્કર ૨–૦૭ ૨૦૧૮ પાન નં ૨.( ધર્મધુરંધરો એવી ચીંતા કરતા નથી કે શા માટે દેશના યુવાનો કેમ ઉચ્ચ અભ્યાસ કરવા દેશ છોડી રહ્યા છે. પછી કાયમ માટે પાછા દેશમાં નહી આવવાનો નીર્ણય કરે છે?)

(3)    સ્વામીનારાયણ સાધુઓના મોબાઇલ, લેપટોપ,આઇપેડ જપ્ત કરો. " કેન્યા અને લંડનના સ્ટેનમોર મંદીરના પ્રમુખનો ભુજ સ્વામીનારાયણ મંદીરના સાધુ– સંતો અને ટ્રસ્ટીમંડળને પત્ર.–– સદર પત્રમાંની કેટલીક અગત્યની વીગતો.––

(અ) ભુજ મંદીરના સાધુઓના બનાવથી મંદીર અને સ્વામીનારાયણ સંપ્રદાયની છબી ખરડાઇ છે.જે શરમજનક છે.

(બ) સાધુનો ધર્મ સત્સંગ છે. તે કરવું અને કરાવવું જોઇએ હરીભક્તો પહેલે થી જ કહે છે કે  સાધુઓ મોબાઇલ વી. રાખે છે તે અયોગ્ય છે. સદર ટ્રસ્ટી મંડળનો અનુરોધ છે કે તેઓ મોપબાઇલ વાપરે નહી. જો કોઇની પાસે હોય તો તાત્કાલીક જપ્ત  કરવા.

(ક) સંતો–પાર્ષદો, સાંખ્યયોગી બહેનો જે સ્માર્ટફોન વાપરેછે તેનાથી નીયમધર્મમાં રહેવું કઠણ બને છે. અને ત્યાગીના નીયમધર્મોમાંથી લપસી જવાય છે,

(ડ) ગાયોના ચારા માટે એકઠું થતું ફંડ જમા રહે છે તે યોગ્ય નથી. તેનો યોગ્ય ઉપયોગ કરો.

(ઇ) ભુજ મંદીર હેઠળ ચાલતા ગુરૂકુળોમાં લેવાતી ઉંચી ફી યોગ્ય નથી. .... તે મધ્યમ વર્ગને આ ફી પોષાતી નથી. સૌજન્ય  દીવ્ય ભાસ્કર ૧૨– ૦૭ – ૨૦૧૮. પાન નં ૧.

(૪)  વડતાલ વીવાદ; જે ચુકાદાની શક્યતા– " છેલ્લા અનેક વર્ષોથી ચાલી રહેલા સ્વામીનારાયણ વડતાલ ગાદી પ્રકરણના વીવાદનો આજે સોમવારે તા. ૧૬મી જુલાઇએ નડીયાદ કોર્ટનો ચુકાદો આવવાની શક્યતાઓ લઇને રવીવારે સાંજથી વડતાલ ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. વડતાલમાં રવીવાર સાંજથી ૫ ડીવાયએસપી,, ૧૧ પોલીસઇન્સપેક્ટર, ૪૦ પોલીસ સબઇન્સપેક્ટર,  ૩૭૫ પોલીસકર્મીઓ અને એક એસ આર પી ની કંપનીને કાયદો અને વ્યવસ્થા સાચવવા બંદોબસ્ત તૈનાત કરવામાં વ્યો છે.

(૫) રવીવારે મોડી સાંજે મહંત સ્વામીનું આણંદમાં આગમન– તેમના સ્વાગતમાં રાજ્યસભાના સાંસદ લાલસીંહ વડોદીયા, પુર્વમંત્રી રોહીતભાઇ પટેલ, યુની.ના કુલપતી ડૉ શીરીષ કુલકર્ણી, વીધ્યાનગરપાલીકા પ્રમુખ સોનલબેન પટેલ વગેરે ઉપસ્થીત રહ્યા હતા. ( મેટર ૪અને ૫ બંને નું સૌ. દીવ્યભાસ્કર ૧૬– ૦૭– ૨૦૧૮ને સોમવાર.



--