Saturday, July 28, 2018

કુદરત નીયમબધ્ધ છે. ભાગ–૧.

કુદરત નીયમબધ્ધ છે. ભાગ–૧.

માણસ કુદરતનો એક ભાગ છે. તો તે માણસ નીયમબધ્ધ ( રેશનલ) કેમ ન હોય?

કુદરત એટલે શું? (What is the nature?) Nature, in the broadest sense, is the natural, physical, or material world or universe. "Nature" can refer to the phenomena of the physical world, and also to life in general.

(૧) કુદરતને આપણે પ્રકૃતીના નામથી પણ ઓળખીએ છીએ. કુદરત એટલે ભૌતીક જગત, બ્રહ્માંડ જે વાસ્તવીક છે. તે માયા નથી.(  It is not an illusion.) કુદરત કે પ્રકૃતીને આપણે ઘણા નામોથી ઓળખીએ છીએ જેવાકે, ધરતી, કુદરતી વાતવરણ, બધાજ અવકાશી પદાર્થો, બ્રહ્માંડ, કુદરતી પરીબળો જેવાકે પવન,વરસાદ, પ્રકાશ,અગ્ની, ધરતીકંપ વગેરે. આ ઉપરાંત દરેક સજીવ.

 (૨) હવે કુદરત નીયમબધ્ધ છે તેનો અર્થ છે તે નીયમશાસીત છે. (The universe is law governed.) દરેક કુદરતી પરીબળો તેના નીયમો પ્રમાણે ચાલે છે. તે એક સુવ્યવસ્થીત પ્રક્રીયા છે. તેનું કોઇ બાહ્ય પરીબળોથી (દા.ત ઇશ્વર કે તેના જેવા બીજા અલૌકીક પરીબળો)થી સંચાલન ભુતકાળ, વર્તમાન કે ભવીષ્યમા કયારેય થતું નથી. કુદરતી નીયમોને કાળામાથાનો દરેક માનવી સમજી શકે છે. જો તેની ઇચ્છા હોય તો! દરેક કુદરતી ઘટના બને તેની પાછળ તેનું કારણ હોય છે. કારણ વીના કશું ,(શુન્યમાંથી કશું) બની શકે નહી.  કુદરત નીયમ શાસીત છે એટલે શું? દા;ત. દરરોજ સવારે સુર્ય ઉગે છે અને સાજે આથમે છે. પાણી ઉપરથી નીચે તરફ વહે છે. દરેક અવકાશી પદાર્થોને પોતાના ગુરૂત્વાકર્ષણનું બળ હોય છે. જે તે પદાર્થોને અવકાશમાં પોતાના સ્થાન પર ટકાવી રાખે છે. પાણી ૧૦૦ ડીગ્રી સેન્ટીગ્રેડેના ઉષ્ણતામાને ઉકળવા માંડે છે વગેરે. સુર્ય, ચંદ્ર અને પૃથ્વી ત્રણેય સંપુર્ણરીતે એક જ સીધી લીટીમાં આવે તો જ ગ્રહણ થાય  નહી તો ના થાય. તે એક ખગોંળીય ઘટના છે. તેને માનવીય વર્તણુક સાથે કોઇ સંબંધ નથી.

(૩)  આ તત્વજ્ઞાન કે વીચારસરણીને અંગ્રેજીમાં મોનેસ્ટીક નેચરાલીઝમ તરીકે ઓળખવામાં આવે છે.ગુજરાતીમાં તેને આપણે ભૌતીકવાદી એકાત્મવાદ અથવા પ્રકૃતીવાદી એકાત્મવાદ તરીકે ઓળખાવી શકીએ. તેનો સાદો અર્થ એ થાય છે કે સમગ્ર બ્રહ્માંડ કે જેને આપણે કુદરત તરીકે ઓળખીએ છીએ તે બધું એક જ ભૌતીક પદાર્થનું બનેલું છે. તેમાં કશું અભૌતીક, આધ્યાત્મીક, અશરીરી, આત્મા કે પરમાત્મા, ઇશ્વરી કે દૈવી જેવા કોઇ પરીબળ અસ્તીત્વ ધરાવતું નથી. માનવ સહીત કોઇપણ કુદરતી પરીબળને આવા અભૌતીક કે ઇશ્વરી પરીબળો અસર કરી શકે છે  તે માત્ર ને માત્ર અસત્ય છે.સંપુર્ણ જુઠ્ઠાણું છે. તેમાં અંધશ્રધ્ધા સીવાય બીજુ કશું હોતું નથી. તેમાં પુરેપુરી અવૈજ્ઞાનીકતા અને ઇરેશનાલીટી જ સમાયેલી છે.

આમ ભૌતીકવાદી એકાત્મવાદ, પદાર્થ (મેટર) અને આત્મા જેવા ચેતનના દ્વંદને મુળભુત પાયામાંથી જ સ્વીકારતો નથી. પૃથ્વી સહીત દરેક સજીવનું સર્જન ફક્ત અને ફક્ત ભૌતીક છે. તમામ કુદરતી પરીબળોના અસ્તીત્વને આપણે અનુભવી શકીએ છીએ. અનુભવજન્ય છે. હકીકત છે. કદાચ કોઇપણ ઘટનાને વર્તમાન સમયમાં ન સમજાવી શકાય તેનો અર્થ એ નથી કે તેમાં કશું દૈવી કે અકુદરતી છે. પણ તેનું કારણ શોધવા માટેની શોધ થઇ શકે તેમ છે. દરેક કુદરતી બનતી ઘટનાનું કારણ શોધતો શોધતો માનવી શીકાર યુગમાંથી તો ઇન્ટરનેટ અને ર્ટીફીસીઅલ ઇન્ટેલીજન્ટની શોધ કરીને ૨૧મી સદી સુધી આવી શક્યો છે. માનવીએ  કુદરતી પરીબળોના નીયમો જ્ઞાન ,વીજ્ઞાનની મદદથી સમજીને તે બધાની પુજા, અર્ચના કરીને નહી તેનો માનવી તરીકે જીવવા માટેનો સંઘર્ષ સરળ બનાવ્યો છે. જે જે માનવ સંસ્કૃતીઓએ કુદરતી પરીબળોને સંચાલન કરતા નીયમોને પોતાની વીવેકશક્તી આધારીત સમજવાને બદલે તેને આજદીન સુધી ભજવાનું ચાલુ રાખ્યું છે  તે બધીજ માનવ સંસ્કૃતીઓ માનવ જીજીવીષાના સંઘર્ષની દોડના બધાજ માપદંડોમાં પાછળ રહી ગઇ છે. અસહ્ય દુ;ખની વાત તો એ છે કે આવા બૌધ્ધીક પછાતપણાને પોતાની સંસ્કૃતીનું ગૌરવ સમજીને તેને પોષે છે, તેના ગુણગાન ગાયા કરે છે. તેના મીથ્યાઅભીમાનમાં રાચે છે. કોઇપણ કુદરતી ઘટના દૈવી સર્જન છે તેવું જે માનવી કે સંસ્કૃતી સ્વીકારે તો તેમાં માનવીની તર્કબુધ્ધી કે રેશનાલીટીનો ઉપયોગ કરવાની વાત પર જ પડદો પડી જાય છે.

માણસ કુદરતનો એક ભાગ છે. તો તે માણસ નીયમબધ્ધ ( રેશનલ) કેમ ન હોય? હવે પછી ભાગ–૨માં



--