Saturday, January 12, 2019

અમારે ત્યાં પુષ્પક વીમાન હતાં.

અમારે ત્યાં પુષ્પક વીમાન હતાં.

 રાજા દશરથના સમયે અયોધ્યામાં વીમાનોને માટે એરોડ્રામ હતા. આ બધા વીમાનોની અવરજવર શ્રીલંકા અને અયોધ્યા વચ્ચે નીયમીત ચાલતી હતી.સદર વીમાનો આગળ અને પાછળ બંને દીશામાં ગતી કરી શકતા હતા. રામના પત્ની સીતાદેવી હળ ખેડતાં જમીનમાં રહેલા એક ચરૂ અથવા ઘડામાંથી નીકળ્યા હતા. તે ખરેખર સ્ટેમસેલ–ટેસ્ટ ટયુબ ટેકનોલોજીની પરીણામ હતું. તેવીજ રીતે એક સો કૌરવોનો જન્મ પણ સ્ટેમસેલ ટેકનોલોજીનું જ પરીણામ હતું. હાથીના શરીર પર ગણેશજીનું માથું બેસાડવાની અદ્ભુતપ્લાસ્ટીક સર્જરી આપણા પૌરાણીક વારસાની દેન હતી. જીવવૈજ્ઞાનીક ડાર્વીનની શોધમુજબ જો માનવીની ઉત્ક્રાંતી વાંદરામાંથી થઇ હોય તો હવે કેમ વાંદરામાંથી કોઇ માનવી બનતો નથી.

 જીવ માત્રનું સર્જન ઇશ્વરી સર્જન જ છે.આ વીશ્વના બીજા ધર્મો સીવાય, માત્ર દરેક હીંદુ જ કર્મના સીધ્ધાંત પ્રમાણે પુર્વજન્મ, વર્તમાન જન્મ અને પુન;જન્મ ને આધારે અવીનાશી આત્માને લઇને ભારત દેશમાં જડબેસલાક એવી વર્ણવ્યવસ્થામાં પોતાના પાછલા જન્મના કર્મો પ્રમાણે જન્મે છે.પોતાના જન્મોનું ઉપર જણાવ્યું તે પ્રમાણેના ચક્ર કે વર્તળ પ્રમાણે  હસ્તાંતર કરતો રહે છે.

 આ બધી દલીલો વડાપ્રધાન મોદીજી સહીત ઘણા બધા ટોચના રાજકારણીઓએ સને ૨૦૧૪માં બીજેપીની સરકાર સત્તાપર આવી ત્યાર બાદ વારંવાર કરી આવી છે.તેમાંય ખુબજ આઘાતજનક અને દેશનું વીશ્વકક્ષાના વૈજ્ઞાનીક જગતના તજજ્ઞોની હાજરીમાં લાંછન લાગે તેવી હકીકત ત્યારે બની જયારે એકસો વર્ષ કરતાં વધારે જુની ' ઇન્ડીયન સાયન્સ કોંગ્રેસ' ના મંચ પરથી દેશ વીદેશના હાજર રહેલા વૈજ્ઞાનીકો સમક્ષ સંસ્થાના ૧૦૬વર્ષના વાર્ષીક અધીવેશનમાં તાજેતરમાં ઉપર મુજબની રજુઆતો કરવામાં આવી.

 જે ઇન્ડીયન સાયન્સ કોગ્રેંસના ૧૦૬માં અધીવેશન વીશ્વભરના વૈજ્ઞાનીકો પોતાના સંશોધન નીબંધો ( રીસર્ચ પેપરો) અધીકૃત પુરાવા સાથે રજુ કરતા હતા; તે બધાની સમક્ષ દક્ષીણભારતની એક યુનીર્વસીટીના વાઇસ ચાન્સેલરે પોતાના સંશોધન પેપરમાં રજુ કર્યુ કે મહાભારતના એકસો કૌરવો સ્ટમસેલ રીસર્ચથી તૈયાર થયેલી ટેસ્ટટયુબ બેબીનું પરીણામ હતા. આવાજ એક બંડલબાજ ભારતીય વૈજ્ઞાનીકે છેલ્લા પાંચસો છસો સાલની વૈજ્ઞાનીક શોધોને બાજુપર મુકીને આ મંચપરથી જણાવ્યું કે " સર આઇઝેક ન્યુટનનો ગુરૂત્વાકર્ષનો નીયમ અસ્વીકાર્ય છે. ( જાણેકે! ભારતમાં આંબાના વૃક્ષપરથી કેરી કે નારંગીના વૃક્ષપરથી નારંગી નીચે પડવાને બદલે આકાશમાં જાય છે.!) ઉપરાંત ભારતમાતાના સપુતે કોઇપણ જાતના પુરાવા રજુ કર્યા સીવાય બહાદુરીથી જણાવી દીધું કે આલબર્ટ આઇનસ્ટાઇનનો રીલેટીવીટીનો સીધ્ધાંત અને સ્ટીફન હોકગીંસની બ્લેકહોલની થીયરી હમબંગ છે.(Another speaker confidently rejected Newton's gravity, Einstein's relativity, and Hawking's black holes without offering any proof thereof.)

 ભારત સરકારના વૈજ્ઞાનીક ક્ષેત્રના મુખ્ય સલાહકાર કે.વીજયરાઘવને પોતાનો અસહ્ય ગુસ્સો ઠાલવતાં આક્રમકરીતે જણાવ્યું હતું કે " આ બધા દંભી કે કૃતક વૈજ્ઞાનીકો જે માથાભારે ગોરીલા બની ગયા છે તે બધાને કચરાટોપલીમાં ફેંકીદેવાની જરૂર છે. તે બધા દેશમાં અસંખ્યની સંખ્યામાં ફુટી નીકળ્યા છે,જેથી બેકાબુ બનીને રખડતા અટકે! ("The gorillas that really deserve to be in the #pseudoscience bin are huge, numerous and freely roaming the landscape,") VijayRaghavan wrote. આ દંભી વૈજ્ઞાનીકોએ તો સરકારની વીજ્ઞાનની નીતીના અમલને અને વીકાસને અમાપ નુકશાન છેલ્લા ચારેક વર્ષોમાં કર્યું છે.

    કમનસીબે આ બધા પરીબળો ધાર્મીક અને અવૈજ્ઞાનીક પુન;ઉધ્ધારના વાહકો બની ગયા છે. યુનાઇટેડ નેશનલ સાયન્સ ફાઉન્ડેશના સંશોધન મુજબ આપણા પડોશી ચીને સને ૨૦૧૬ની સાલમાં વીજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં, તેઓના વૈજ્ઞાનીકોએ આપણા દેશના વૈજ્ઞાનીકો કરતાં ચાર ઘણા સંશોધન પેપરો વૈશ્વીક કક્ષાએ રજુ કર્યા હતા. મોદી સરકારના રાજયમાં તે બધા રાષ્ટ્રભક્તીના પ્રેમ માટે નવા સુત્રો અને પ્રતીકોના સંશોધનમાં ખુબજ ગળા ડુબ ખુંપી ગયા હતા! કારણકે આ દંભી વૈજ્ઞાનીકોને મે–માસ ૨૦૧૯ પહેલાં કામ પુરુ કરવાની અંતીમ તારીખ આપવામાં આવેલ છે.

ટાઇમ્સ ઓફ ઇંડીયા એ તેના ૮મી જાન્યુઆરીના તંત્રી લેખમાં લખ્યું છે કે પુરાણવીધ્યાને વીજ્ઞાન નું સ્વરૂપ આપીને  અંધશ્રધ્ધાઓ જાણે વીજ્ઞાન હોય તે મુજબ વીજ્ઞાનની વાર્તાઓને (ISC puts even science fiction to shame.) ઝંખવણી બનાવી દીધી છે.

 

Bipin Shroff


http://bipinshroff.blogspot.com/
shroffbipin@gmail.com

 


--