Sunday, January 6, 2019

“ ઇંડીયા અનમેઇડ, કેવી રીતે મોદી સરકારે દેશના અર્થતંત્રને તોડી નાંખ્યું છે? ”

ઇંડીયા અનમેઇડ. "India Unmade" 

અટલવીહારી વાજપાઇના પ્રધાનમંડળમાં નાણાંમંત્રી તરીકે રહી ચુકેલા યશવંત સીંહાએ તાજેતરમાં એક ચોપડી લખી છે. તેનું અંગ્રેજીમાં નામ છે  "India Unmade"  How the Modi Government Broke the Economy?

" ઇંડીયા અનમેઇડ, કેવી રીતે મોદી સરકારે દેશના અર્થતંત્રને તોડી નાંખ્યું છે? "

યશવંત સીંહાએ પોતાના આ ચોપડીમાં શું લખ્યું છે તે વાંચીએ અને સમજીએ તે પહેલાં આપણે એ સમજવું જરૂરી છે કે યશવંત સીંહા કોણ છે? શ્રી સીંહા, બાજપાઇના પ્રધાનમંડળમાં બે વાર નાણાંમંત્રી તેમજ વીદેશમંત્રી તરીકે રહી ચુક્યા છે. સને ૨૦૧૪માં જ્યારે ભાજપના ટોચના મોવડીમંડળમાં વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે કોઇ નામ નક્કી કરવાની ચર્ચા ચાલતી હતી,ત્યારે સૌ પ્રથમ નરેન્દ્ર મોદીનું નામ કોઇએ પસંદ કર્યું હોય તો તે યશવંત સીંહાએપસંદ કર્યું હતું.કારણકે આ પસંદગીમાં પોતાનો જવાબ હતો કે અન્ય ઉમેદવારોની પસંદગીની સરખામણીમાં મોદીનો સ્વભાવ અને વ્યક્તીત્વ વડાપ્રધાનપદના ઉમેદવારને લાયક હતું. પરંતુ શ્રી સીંહાએ તે ચુંટણીમાં સંસદસભ્ય તરીકે ઉભા જ રહ્યા નહતા. સને ૨૦૧૮ના એપ્રીલ માસમાં ભાજપના સભ્યપદેથી રાજીનામું પણ આપી દીધેલું છે. તેમનો પુત્ર હાલમાં નરેન્દ્ર મોદીના પ્રધાન મંડળમાં કેબીનેટ કક્ષાનો મંત્રી છે.

'વાયર' નામની યુ ટયુબ ચેનલમાં તાજેતરમાં યશવંત સીંહાએ આપેલ ઇન્ટરવ્યુમાં જાણીતા પત્રકાર શેખર ગુપ્તા(માજીતંત્રી, ઇન્ડીયન એકપ્રેસ)એ એક વેધક પ્રશ્ન પુછયો હતો કે તમારો પુત્રતો મોદીના પ્રધાન મંડળમાં મંત્રી છે, અને તમે મોદીની આર્થીક નીતીઓ વીરૂધ્ધ ચોપડી બહાર પાડી છે તો તમારા બાપ–દીકરાના સંબંધો કેવા છે? તમે બંને ભેગા મળો છો ત્યારે કયા કયા મુદ્દા તમારી ચર્ચાઓમાં હોય છે? શ્રી સીંહાનો જવાબ હતો કે મોદી સરકાર સીવાયના જ વીશ્વભરના બધાજ મુદ્દાઓની અમે ચર્ચા કરીએ છીએ.શેખર ગુપ્તાનો બીજો અગત્યનો સવાલ હતો કે બીજેપી પ્રમુખ અમીત શાહ એમ કહે છે કે શ્રી સીંહાના આક્ષેપો ' પેલી દ્રાક્ષ ખાટી છે' તેવા છે. શ્રીસીંહાનું કહેવું હતું કે જે બીજેપીના મોવડી મંડળમાં મોદીનું નામ વડાપ્રધાનના ઉમેદવાર તરીકેની મહોર મારવામાં પોતાનું નામ અગ્રેસર હતું અને ત્યારબાદ મેં સંસદ સભ્યના ઉમેદવાર તરીકે સને ૨૦૧૪ની ચુંટણી લડવાનું યોગ્ય નહી માન્યું હતું; તેને હોદ્દાનો કયો મોહ બાકી રહ્યો હતો? મારા વ્યક્તીત્વનું મુલ્યાંકન કરવામાં અમીત શાહનો પનો ટુંકો પડે છે!

' ઇંડીયા અનમેઇડ' ચોપડીમાં યશવંત સીંહાએ લખેલી કેટલીક વાતો નીચે મુજબ છે.

·       જીડીપી ( દેશનું ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડક્શન) માપવાના માપદંડોમાં મોદી સરકારે સમજપુર્વકની ગેરમાહીતી મળે તેવી વ્યવસ્થા કરી છે.

·       રીઝર્વેબેંક ઇંડીયાની દેશના અર્થતંત્રના હીતમાં સ્વાયત્ત નીર્ણય(ઓટોનોમી) લેવાની સત્તા પર મોદી સરકારે ભયંકર ખતરો પેદા કરી દીધોછે.

·       આઝાદી પછી પહેલીવાર બેંકીંગ ક્ષેત્રનો સોથૌ મોટો કોઇ ગોટાળો ( SCAM ) હોય તો તે નોટબંધીનો હતો.

·       વડાપ્રધાન મોદીનો સ્વરોજગારીનો ' પકોડા તળવાનો અને સાયકલનું પંચર વાળો ખ્યાલ' બીલકુલ બેરોજગારી અને અર્ધબેરોજગારીના ગંભીર પ્રશ્નને ઇરાદાપુર્વક વીક્ષેપ કે ખલેલ (distraction)પહોંચાડનારો હતો.

·       શ્રીસીંહાના મત પ્રમાણે ભુતકાળના કોઇપણ વડાપ્રધાનોને જે તકો મળી નહતી તેવી તકો મોદીને અર્થતંત્રને ઝડપથી ગતીમાન કરવાની મળી હતી. જે તેઓએ વેડફી નાંખી.

·       સંસદમાં અર્થતંત્રને લગતા કોઇપણ સુધારા કરવા હોય તો તેનીપાસે સ્પષ્ટ અને સહીસલામત બહુમતી હતી અને છે.

·       સને ૨૦૧૪માં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડઓઇલનો ભાવ પ્રતી બેરલે ફક્ત ૩૦ ડોલર થઇ ગયો હતો. મનમોહનસીંગની સરકારના સમયે તે ભાવ પ્રતી બેરલે ૧૦૦ ડોલર હતો. તેમ છતાં મોદી સરકારે અને તેના નાણાંમંત્રાલયે પેટ્રોલ અને તેના જેવી અન્ય ક્રુડની પેદાશો પર એકસાઇઝ ડયુટી લેશ માત્ર ઘટાડી નહી. તે તફાવતના કરોડો રૂપીયાના નાણાંનું શું કર્યું તે જવાબ મોદી સરકારે આજે નહી તો કાલે પણ આપવો પડશે!

·       પોતાની ચોપડીમાં શ્રી સીંહા લખે છે કે 'હું કંઇ કાયમ માટે મોદીનો ટીકાકાર ન હતો.અથવા તો મને મોદીએ તેમની સરકારમાં કોઇ પોર્ટફોલીયો ન આપ્યો તેની દુશ્મનાવટથી બદલો લેવા હું તેઓની ટીકા કરૂ છું. તે બધા તો ઠંડા પાણીના ગપગોળાથી વધારે કાંઇ નથી. મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે સને ૨૦૧૪માં મોદીના વડાપ્રધાન પદના નામનું સુચન કરનાર હું તે મોવડીમંડળમાં પ્રથમ માણસ હતો. ( Sinha says he has not always been a critic of Modi. Nor do I have a personal vendetta against him for not appointing me minister or giving me some other post, as some people incorrectly speculate....... In fact, the truth is that I recognised his mettle early on and was one of the first senior Bharatiya Janata Party leaders to say he should be made the party's prime ministerial candidate in the 2014 elections,")

·        આવતીકાલના ઇતીહાસકારો દેશના માથે નોટબંધી જેવી ભયાનક આફત કરનારી પ્રથા મોદી સરકારે મારી તેને કદાપી ભુલશે નહી. સદર તરંગી નીર્ણયે કોઇલક્ષ્ય સીધ્ધ કર્યોજ નથી.(But as far as the constantly shifting governance objectives of demonetisation went, it was a big zero," he says.)

·       મેકીંગ ઇન્ડીયાથી ગુજરાતનું સરદાર સાહેબનું ' યુનીટી ઓફ ઇંડીયાનું સ્ટેટ્યુ' કેટલું બન્યું એ કોને ખબર નથી.

·       મોદી સરકારની પોતાના શાસનકાળમાં સર્વશ્રૈષ્ઠ સીધ્ધીઓ હોય તો તે ભપકાદાર સમારંભોનું આયોજન કરવાનું. ગુજરાતના મુખ્ય મંત્રી બન્યા સને ૨૦૦૧થી અત્યારસુધી સારામાં સારી બીજાને સહેજપણ ખ્યાલ ન આવે તેવી બનાવટી 'ઇમેજ' ઉભી કરવામાં મોદીજીએ માસ્ટરી મેળવી છે.( " In summation, the Modi government is just about event management. He is the best in creating false impressions." પોતાની આવી બનાવટી આભા દેશ અને વીશ્વમાં ઉભી કરવામાં તેણે દેશના પાંચ વર્ષો વેડફી નાંખ્યા છે. દેશના મતદારોને આખરી ચેતવણી આપતાં પોતાની ચોપડીમાં લખે છે કે સને ૨૦૧૯માં તેને વડાપ્રધાનપદે ચુંટીને ફરી સને ૨૦૨૪ સુધીના આખા દસકાને વેડફી નાંખવા દેશો નહી..(  In the process, Modi has given India its 'lost half-decade'. Elect him again and by 2024 it will be a lost decade," he warns.) મેં આ પુસ્તક કોઇ આનંદકે રાજકીય ખેવાનાથી લખ્યું નથી પણ મારા બૌધ્ધીક શાણપણે, સદ્રવીવેક શક્તી કે અંતરઆત્માના અવાજે (CONSCIENCE) મને ચેન ન પડવા દીધું માટે મેં લખ્યું છે.  મારી ચોપડી મોદીના કારનામા સામેનો સત્યો છે.( this book be a statement of fact.)

The book, published by Juggernaut, is co-authored by journalist Aditya Sinha.


--