Saturday, January 19, 2019

મોદી સરકારનું તે પગલું બીલકુલ જુલ્મી છે


મોદી સરકારનું તે પગલું બીલકુલ જુલ્મી છે !–પ્રતાપ ભાનુ મહેતા. ઇન્ડીયન એકપ્રેસના કોલમનીસ્ટ અને જાણીતા જાહેર જીવનના બૌધ્ધીક.

 

તે કૃત્યથી દેશની લોકશાહી ભયમાં મુકાઇ ગઇ છે. આ સરકારના છેલ્લા સાડાચાર વર્ષોના બધા કૃત્યોની સરખામણામાં સૌથી રાષ્ટ્રવીરોધી કોઇ કૃત્ય હોય તો તે કનૈયાકુમાર અને અન્ય જેએનયુના વીધ્યાર્થીઓ સામે રાષ્ટ્રદ્રોહનો કેસ કરવો તે છે. દેશના લોકશાહી માળખાને જેટલો ભય જેએનયુના વીધ્યાર્થીઓએ ઉભો કર્યો નથી તેનાથી અનેક ગણો ભય મોદી સરકારે સ્વતંત્રતા કે આઝાદીના ખ્યાલને  ઉંધો કરી

મોદી સરકારનો જવાહરલાલ નહેરૂ યુની.ના એક સમયના વીધ્યાર્થી યુનીયનના પ્રમુખ કનૈયાકુમાર સામે  રાષ્ટ્રદ્રોહની કલમો લગાવીને ધરપકડ કરવાનો હુકમ અને  આ વીશ્વવીધ્યાલયના પટાંગણમાં પોતાનાથી વીરોધી રાજકીય સુર રજુ કરવા માટે તે સંસ્થાને જાણે ખલાસ કરવાના હેતુ સાથે તુટી પડવાની(crackdown)વૃત્તી  વીવેકવીહોણી,બેલગામ, નીરંકુશ અને દુષ્ટ (malign) છે. રાજકીય રીતે તે પગલું બીલકુલ રાજકર્તાની સંપુર્ણ અપરીપક્વતાની ચાડી ખાય છે. તે તો સત્તાકીય પક્ષ રાષ્ટ્રવાદના હથીયારનો ઉપયોગ કરીને બંધારણીય દેશભક્તી કે દેશદાઝને કચડી નાંખવા માંગે છે.  આ કૃત્યતો વીરોધી અવાજને કચડી નાંખવા માટે  કાયદાકીય જુલ્મી કે આપખુદ પગલું છે. જાણે કે આ સરકાર તો પ્રજાપીડન માટે પોતાની મળેલી સત્તાનો બેલગામ નીસંકોચ અને અસહીષ્ણુ રીતે ઉપયોગ કરવા માંડયો છે. ફાલતુ, દમ વીનાના કે ક્ષુલ્લક મુદ્દાઓના નીરાકરણ માટે  પોતાની રાજકીય સત્તાનો ઉપયોગ કરવા માંડયો છે. દેશમાં, દાયકોઓથી  પોતાના જુદા જુદા ઉદ્દેશોને ધ્યાનમાં રાખીને અસ્તીત્વમાં આવેલી અનેક સ્વાયત્ત અને બીનસરકારી સંસ્થાઓને વ્યવસ્થીત રીતે નામશેષ કરવાનો તેઓએ એજન્ડા શરૂ કરી દીધો છે.(દા;ત જેમાં દેશનું ન્યાયતંત્ર કે સીબીઆઇ,ચુંટણી પંચ, યુનિર્વસીટી ગ્રાંટ કમીશન, રીઝર્વ બેંક ઓફ ઇંડીયા વી. બાકાત નથી.)

જેએનયુ પર સત્તાકીય રીતે તુટી પડવાની દલીલ એ હતી કે  તેના વીધ્યાર્થીઓએ  ફઝલ ગુરૂના વાર્ષીક મૃત્યુ દીવસે યુનીર્વસીટીના પટાગણમાં રાષ્ટ્ર–વીરોધી સુત્રો પોકાર્યા હતા. સરકાર તરફથી તેની સામે અપ્રમાણસરની (disproportionate response) સત્તાના ઉપયોગના પડઘા પડયા છે. દેશની સર્વોચ્ચ વડી સત્તા(સરકારને)ને પોતાનો જુલ્મ સાબીત કરવો હોય તેવી બદબુ તેમના કાર્યમાં નીહીત દેખાઇ આવે છે. તે સમયે  સદર સત્તાએ હુકમ કર્યો કે કનૈયાકુમારની ધરપકડ કરવામાં આવે પરંતુ તેની સ્પીચમાં કશું જ રાષ્ટ્રવીરોધી નહતું.( It ordered the arrest of Kanhaiya Kumar, whose speech had nothing anti-national about it.)

 

સત્તાપક્ષમાં આ મુદ્દાપર જુદા જુદા પ્રધાનો તરફથી જાણે લોલમાં લોલ પુરાવની હરીફાઇ ઉત્પન્ન થઇ હોય તેવો વ્યવસ્થીત રીતે  માહોલ પેદા કરવામાં આવ્યો છે. ભારતમાતાને બચાવો! અને દેશમાંથી રાષ્ટ્રવીરોધીઓને( તેમની વ્યાખ્યા પ્રમાણેના રાષ્ટ્રવીરોધીઓને) દેશમાંથી હાંકી કાઢો! તે બધાના આવા વીવેકહીન ઉન્માદના ઘણા બધા સુચીતાર્થો નીકળે છે.

   કનૈયાકુમાર અને જેએનયુના અન્ય વીધ્યાર્થીઓ પર રાષ્ટ્રદ્રોહનો આરોપ લગાવીને ચાર્જશીટ દાખલ કરવી, તેવો નીર્ણય સરકારની ટોચની કક્ષાએ બેઠેલા તંત્રનો જ છે. તે વીષે મારે મન કોઇ બે મત નથી. સરકારની ખુલ્લી જાહેરાત છે કે તે પોતાની સામેના કોઇપણ વીરોધને સહન કરશે નહી. મોદી સરકારે મનસ્વી રીતે આપખુદશાહીથી કે અહંકારભર્યુ સ્પષ્ટ જાહેર કરી દીધું છે કે રાષ્ટ્રવાદ કોને કહેવાય અને કોને નહી તે નક્કી કરવાની સત્તા આ દેશમાં તેમના સીવાય કોઇને નથી. 'અમે નક્કી કરેલો અમારો તે અબાધીત અધીકાર છે. કોઇએ અમને સમજાવવાની કે શીખવાડવાની જરૂર નથી કે રાષ્ટ્રવાદ કોને કહેવાય અને કોને નહી! '

કનૈયાકમાર અને તેની સાથેના બીજાઓના એવા કોઇ ભાષણો ન હતા કે જેનાથી દેશમાં તાત્કાલીક રાષ્ટ્રીય કક્ષાની હીંસા ફેલાઇ જાય. સરકારનું કૃત્ય તો આયોજનપુર્વક,જાણે દેશદ્રોહના કાયદાની સમજ જ ન હોય તે મુજબ ' ખાઇ પીને મોજ મજા' કરતાં કરતાં તોફાન મચાવવા લીધેલા પગલાથી સહેજ માત્ર વધારે નથી.

. (The crackdown was an act designed to revel in ignorance of the law of sedition.) ખરેખર તે કનૈયાકુમાર વી. સામેનું દગાબાજ, કપટી કાવતરાથી વધારે કશું જ નથી. સરકાર ફક્ત પોતાની સામેનો કોઇપણ પ્રકારના વીરોધ ને કચડી નાંખવા માંગે છે. આ દેશમાં અમારા સીવાય દેશ માટે સારૂ શું છે કે ખરાબ શું છે તેને તાર્કીક રીતે મુલ્યાંકન કરવાનો કોઇને અધીકાર નથી. સમગ્ર દેશ અને દુનીયામાં શાંતીથી, અભ્યાસપુર્ણ રીતે, જ્ઞાન–વીજ્ઞાનના ભૌતીક સત્યો આધારીત વીચાર કરવાના કોઇ સ્થળો હોય તો તે યુનીર્વસીટીઓ છે. જેને આયોજનબધ્ધ રીતે કચડી નાંખવાનો કારસો મોદી સરકાર અને તેની સહયોગી ભગીની સંસ્થાઓઓએ માથે લીધેલ છે.

    રાષ્ટ્રવાદના મુદ્દે પોતાના પ્રમાણપત્ર સીવાય બીજાઓને (Others not we) તે કોને કહેવાય તેની ચર્ચામાં જ ગુંચવી નાંખવા. જેથી તે અંગે અથવા તો રાષ્ટ્રના હીતના બીજા મુદ્દાઓ પર ખાસ કરીને દેશના બૌધ્ધીકો વીચાર કરવાનું જ બંધ કરી દે! ખરેખર તો બધા મુદ્દાઓમાં ગુંચાઇ જવાની જરૂર જ નથી. કદાચ કેટલાક વીધ્યાર્થીઓની માન્યતાઓ અથવા સમજ, જ્ઞાન કે માહીતીદોષ હોવાને કારણે ગેરમાર્ગે દોરાયેલી પણ હોય! પણ તે  બધી માન્યતાઓને તર્કવીવેક આધારીત સમજવાની કે શીખવા માટેનું કોઇ સ્થળ હોય તો તે યુનીવર્સીટી જ હોય છે. જ્યાં તમે અફઝલગુરૂને ફાંસી આપવી કે નહી તે અંગેની બૌધ્ધીક ચર્ચાઓ  ચોક્ક્સ કરી શકો. ઉદારમતવાળી લોકશાહીને માટે તે ચર્ચા કરવામાં કશું ગેરકાયદેસર કે રાષ્ટ્ર વીરોધી સ્વંય બની જતું નથી. સત્તાધીશ પક્ષ કે સરકારની લોલે લોલમાં જે બધા હાજી હા ન પુરાવે કે તેમના નીર્ણય સામે અસંમતીનો અવાજ ઉઠાવે તે બધા જ આપોઆપ રાષ્ટ્રવીરોધી બની જાય તેવું સમીકરણ બીલકુલ અન્યાઇ અને ગેરકાયદેસર છે. વીવેકહીન ને બૌધ્ધીક રીતે પ્રમાણભાન વીનાનું છે. સમાજે પણ આ બધા વંટોળમાં પોતાની વીવેકશક્તી કે ન્યાયીવલણને સમજવાની શક્તી કુંઠીત કરી દેવી જોઇએ નહી. સરકાર, ક્યારે પોતાની પાશવી સત્તા વાપરી શકે (the coercive power of the state) તે પણ સ્પષ્ટ રીતે નક્કી હોવું જોઇએ. કોઇ સરકારી કે પક્ષીય માન્યતાઓ વીરૂધ્ધ અસંમતી દર્શાવે એટલે તે બધાની સામે શાસન જુલ્મી કે આપખુદ કદાપી બની શકે નહી. આપણે દેશના નાગરીકો તરીકે સ્પષ્ટ રીતે સમજી લેવાની જરૂર છે કે કનૈયાકુમાર અને જેએનયુની બાબતમાં રાષ્ટ્રપ્રેમ કોને કહેવાય અને કોને નહી તેની વ્યાખ્યાના મુદ્દે કે કોણ રાષ્ટ્રવીરોધી (anti-national) કોણ નહી તેવી કોઇ ગડભાંજ બીલકુલ હતી જ નહી. દેશમાં કમનસીબે ટી વી,પ્રેસ મીડીયા અને ખરીદાઇ ગયેલા બૌધ્ધીકોએ ઇરાદાપુર્વક કનૈયાકુમાર વી. ના, મુદ્દાને રાષ્ટ્રવાદની ચર્ચા સાથે જોડીને ભારે નુકશાન લોકશાહી પ્રથાને પહોંચાડયું છે. મારા મત પ્રમાણે ભલે કોઇને અતીશ્યોક્તી લાગે પણ હું જવાબદારીપુર્વક કહું છે આવા મુદ્દે પોતાને રાષ્ટ્ર વીરોધી જાહેર કરવામાં કોઇ ગુનો બનતો નથી. જો સામાવાળાની રાષ્ટ્રવાદની વ્યાખ્યામાં જુલ્મની ગંધ આવતી હોય તો તેનો સ્વીકાર કેવી રીતે થઇ શકે?

તમે કેન્દ્રની બીજેપીવાળી સરકારને તમારા અને પ્રજા સુખના ભોગે ઓળખવામાં ભુલ કરજો. કારણકે જો મોદી સરકાર બધાજ લોકશાહીના સંરક્ષકો સામે રાજ્યના જુલ્મ,સીતમ અને ડંડાનો ઉપયોગ કરવા માંગતી હોય તો તે બધા જ લોકોને તમે બચાવ ની સ્થીતીમાં લાવી દીધા છે. તે સત્તાધીશોનો હેતુ તો આપણને બધાને દેશદ્રોહી જાહેર કરવાનો છે.

વર્તમાન સરકારના પગલાં ફક્ત કીન્નાખોરીથી ગળાડુબ જ નથી; તે ઉપરાંત રાજકીય રીતે અપરીપક્વ અને મુર્ખતાથી ભરેલાં છે.પોતાના રાજકીય વીરોધીઓ પર યેનકેન પ્રકારે તુટીપડવાનો એજન્ડા મોદી સરકારનો મુખ્ય પણ મર્યાદીત હેતુ છે. સતત રાષ્ટ્રવાદના ઉપર ચર્ચા કર્યા કરાવવાની, જેથી દેશના નાગરીકોને સતત ધાર્મીક રીતે વીભાજીત કરી શકાય અને દીશાહીન સ્થીતીમાં મુકી દેવાય.રાજકારણના ધીક્કાર અને તીરસ્કારના વાતાવરણને મુક્ત હાથે બેલગામ બનાવીને બચી ગયેલી દેશની સ્વાયત્ત સંસ્થાઓને ખલાસ કરી શકાય છે. આ બેલગામ અને કાયદાના શાસનની ઠેકડી ઉડાવનારા પોતાના વફાદાર શેરી સૈનીકોના( Street soldiers) રોજબરોજના સીતમોથી નાગરીકાના મનમાં સરકારની વીશ્વાસનીયતા પર લાંબે ગાળે શું છાપ ઉભી થશે તેની તે બધાનો તોપોના ફળો તરીકે ઉપયોગ થાય છે ( Cannon's Fodders) તેવી ખબર જ નથી.

 પહેલાંમાં પહેલું જે રાજકીય વીરોધ પક્ષો સત્તાના સમીકરણમાં વીકેન્દ્રીત, અસંગઠીત અને વેરવીખેર હતા તે બધાજ હવે એક થઇ જશે.જે રાજકીય સત્તા સતત કોઇપણ પ્રકારના એટલે કે રાજકીય, આર્થીક, સામાજીક, ધાર્મીક, શૈક્ષણીક, બૌધ્ધીક, વીગેરે રીતે વીરોધ કરનારાઓની સામે બદલાની ભાવનાથી જ સતત પોતાની સત્તાનો ઉપયોગ કર્યા કરતી હોય, જે સરકારનો આ સીવાય રાજ્ય કરવાનો કોઇ એજન્ડા બીજો ન રહ્યો હોય તે નાગરીકોના કલ્યાણનું શું કામ કરવાની હતી? સરકાર પોતાના આ સત્તાકાળ દરમ્યાન લોકસભાનું બીજુ સેશન બોલાવશે તો પણ તે  ધાંધલ–ધમાલમાંજ પુરૂ થઇ જશે. લોકશાહી રાજ્યપ્રથામાં  સત્તા પક્ષ સામે વીરોધ કરવો તે તો વીરોધપક્ષોથી માંડીને અખબારી આલમ અને સોસીઅલ મીડીઆ વગેરેનો મુળભુત અધીકાર છે. જેનો ભરપેટ ઉપયોગ કરીને તો વર્તમાન સત્તા પક્ષે સને ૨૦૧૪માં સત્તા કબજે કરી હતી. આ બોધપાઠ જેમ મોદી સરકાર અને તેઓના રાજકીય પક્ષ ભાજપે હાલમાં લેવાનો છે. તેટલા જ પ્રમાણમાં વીરોધ પક્ષોએ પણ એવું શાણપણ ભલે ભુતકાળમાં ન દાખવ્યું હોય પણ ભવીષ્યમાં સત્તા પ્રાપ્ત કરે તો દાખવવું પડશે. રાજકીય વીરોધને (The politics of dissent) રાજકીય તકવાદની નાગચુડ પકડમાંથી છોડાવ્યા સીવાય અન્ય કોઇ માર્ગ તંદુરસ્ત લોકશાહી પ્રથામાં નાગરીકોનો વીશ્વાસ ચાલુ રાખી શકાય તેમ નથી. બહુ બહુ તો જેને નાનામાં નાનો દેખાડો કરવા જેવો લાગે, તેવા જેએનયુના વીધ્યાર્થી રાજકારણના સંઘર્ષને આ મોદી સરકારની પ્રધાનોની ટોળકીએ, કોઇપણ જાતના પરીપકવ કે શાણપણ ભરેલા લાંબાગાળાના પરીણામોનો વીચાર કર્યા વીના કયાંનો ક્યાં લઇ ગયા?તેમના કૃત્રીમ રીતે સર્જન કરેલા રાષ્ટ્રીય સંક્રમણ (manufacture a national crisis)ને આખરે ક્યાં લાવીને મુકી દીધો !.

 ભાજપની રાજકીય વીધ્યાર્થી પાંખ ' અખીલ ભારતીય વીધ્યાર્થી પરીષદ' ની દેશની યુનીવર્સીટીના રોજબરોજના વહીવટમાં પોતાની સરકારની સત્તાનો બેલગામ ઉપયોગ કરવાની અપેક્ષા સૌ માટે અને ખાસ કરીને દેશના ઉચ્ચશીક્ષણના ભવીષ્ય માટે સારો સંકેત બીલકુલ નથી. ( The ABVP's constantly seeking government interference in university affairs on ideological grounds does not portend well for the future.) ખરેખર તો આ શાણપણ વીહોણા જેએનયુના વીરોધે, દેશ અને દુનીયમાં જે ડાબેરી કે સામ્યવાદી વીચારસરણીનો બૌધ્ધીક જગતમાં જ્ઞાન અને વાસ્તવીકતા આધારીત પરીઘ સંકોચાતો જતો હતો; તેથી જેએનયુના આવા વીચારોનું મહત્વ દેશના બૌધ્ધીક્ જગતમાં ઘટતું જતું હતું તેને જીવતદાન બક્ષ્યું છે. (JNU's importance to national intellectual life had been waning; the BJP has just resurrected it.) ભાજપે પોતે જ પોતાના લાંબાગાળાના વૈચારીક્ ધ્યેયને આવા ક્ષુલ્લક વીચારોના વમળમાં ફસાઇ જઇને પોતાને જ અપરંપાર નુકશાન પોતાના હાથેજ પહોંચાડ્યું છે.

 

સામાના વીચારો, તમારા વીચારોની વીરૂધ્ધના વીચારો હોવાથી તે બધા પ્રત્યેની અસહીષ્ણુતાએ તમને ક્યાં લાવીને મુકી દે છે. તમારી આર એસ એસ ની વીચારસરણીમાં સ્વતંત્રતાનું સંરક્ષણ જેનો સાદો સીધો અર્થ લોકશાહીમાં, બીજાના આપણા વીચારો  સામેનો ભીન્ન મત સામે અહીંસક સહીષ્ણુતામય વાણી અને વર્તન અભીપ્રેત કે નીહીત છે ખરૂ? ભાઇઓ! સ્વતંત્રતાનું રક્ષણ એ તો ફક્ત લોકશાહી રાજકારણનો જ નહી પણ સાથે સાથે  લોકશાહી જીવન પધ્ધતીના હ્રદયનો ધબકતો આત્મા છે. શું તમે બધા લોકશાહી રાજયપ્રથાનો ઉપયોગ કરીને તેના ધબકતા આત્માને કાયમ માટે ઘરબી દેવા માંગો છો? વૈશ્વીક રાજકારણનો એ બોધપાઠ છે કે પોતાના દેશમાંના રાષ્ટ્રવીરોધી પરીબળોને જો  કોઇ પરીબળોએ શીકસ્ત આપી હોય તો તે પ્રજાની લોકશાહી મુલ્યોમાંની સતત જાગૃત નીષ્ઠા અને વ્યવહારોએ આપી છે. તેમાં અભીવ્યક્તીના સ્વાતંત્રનું મુલ્ય(Freedom of expression) લેશમાત્ર કમ નથી બલ્કે સર્વોચ્ચ છે.

મારા મતે તો જેએનયુ વીધ્યાર્થીઓથી પ્રવૃત્તીઓથી જેટલો ભય લોકશાહી કે તેના મુલ્યો આધારીત આપણી વર્તમાન રાજય વ્યવસ્થાને નથી, તેના કરતાં અનેક ગણો ભય મોદી રાજય સત્તા તરફથી  છે. ભાવાનુવાદ– બીપીન શ્રોફ. સૌ. ઇન્ડીયન એકપ્રેસ તા. ૧૬–૦૧–૨૦૧૯.

 

--