Thursday, January 30, 2020

સંવિધાનશબ્દનું સ્થાન સને ૨૦૧૯માં ઓકસફર્ડ ડિક્શનરીમાં.


સંવિધાન શબ્દનું સ્થાન સને ૨૦૧૯માં ઓકસફર્ડ ડિક્શનરીમાં.

 વર્ષના શ્રૈષ્ઠ શબ્દ તરીકે પસંદગી.

 અંગ્રેજી ઓકસફર્ડ ડિક્શનરીમાં samvidhaan શબ્દ શોધીએ તો તેનો અર્થ અંગ્રેજીમાં સમજાવવામાં આવે–' it has come to mean the rules a society chooses to live by, those basic principles under which politics, society and individuals find themselves.' તેનો ભાવાનુવાદ– જે તે સમાજે પોતાના વ્યક્તીગત ને સામાજીક, રાજકીય અને અન્ય વ્યવહારો માટે પસંદ કરેલા નિયમો–

 સંવિધાન કે બંધારણ હવે આ શબ્દ કાયદો અને તેના નિષ્ણાતો પાસેથી આંદોલન કરનાર હજારો લોકોના મોઢેંથી ગૌરવભેર નીકળતો શબ્દ બની ગયો છે.  નાગરિક સુધારા કાનુન, પછી એન પી આર અને એન સી આરના વિરોધમાં તાજેતરમાં શરૂ થયેલી ચળવળે આ શબ્દને કાયદાના ક્ષેત્રમાંથી એક લોકચળવળને પ્રેરણા આપતો શબ્દ બનાવી દીધો છે.

    જેમ શરીરના અન્ય અંગોને તેનું હાડપિંજર દેખાવ, સુંદરતા (હાડપિંજર) અને અન્ય ગુણો બક્ષે છે. તેવીજ રીતે દેશનું સંવિધાન પણ જે તે રાષ્ટ્ર,દેશ કે તેના સમાજના સંચાલનનું મુળભુત(હાડપિંજર) માળખું આપે છે. આપણું રાષ્ટ્રીય પક્ષી મોર જેમ તેના પીંછાથી રળિયામણો છે તેવીજ રીતે ભારતીય રાષ્ટ્ર અને સમાજ, તેના સંવિધાનમાં આમેજ કરેલા માનવીય મુલ્યોનો કેટલો અમલ કરીને જીવે છે તેના પર જ તે ધબકતો રહે છે. સુશોભિત રહે છે.

    જે દિવસે માનવ શરીરના હાડપિંજરને નુકશાન થતાં જ તેની અનિવાર્યતા જીવન ટકાવી રાખવા માટે સમજાય છે. તેવું જ દેશના સંવિધાન બાબતે છે. જે તે દેશમાં તેના માનવ મુલ્યો આધારિત બંધારણને, તેના મુળભુત માળખામાં કુઠારાઘાત મારવાના શરૂ થાય છે ત્યારે આપણે સમજી લેવાનું કે તે દેશ માટે અને સમાજ તરીકે જીવવું ક્રમશ; અસહ્ય બની જવાનું છે. આવો સમાજ ખુબજ ઝડપથી નાગરીક સમાજમાંથી(સિવિલ સોસાયટી) જંગલી સમાજ(મારે તેની તલવાર અને જીસકી લાઠી ઉસકી ભેંસ) તરફ જઇ રહ્યો છે એમ સ્પષ્ટ જ સમજવું.

છેલ્લા થોડા વર્ષોથી આપણે સૌ નાગરિકો તરીકે અહેસાસ કરી રહ્યા છે કે દેશના સંવિધાનના મુળભુત માળખા( બેઝીક સ્ટ્રક્ચર ઓફ ધી કૉન્સ્ટિટયૂશન) ઉપર ખુબજ આયોજન પુર્વક હુમલા થઇ રહ્યા છે.પરંતુ તેનો અર્થ એ નથી કે આવા હુમલા કરનારા સાચા છે.

આજના સંદર્ભમાં મુખ્ય ચર્ચા ધાર્મીક શ્રધ્ધા અને બંધારણે બક્ષેલી સમાનતા વચ્ચે શું સંબંધ છે? સમનાતાના હિતોના સંરક્ષણ માટે રાજ્ય પેલી શ્રધ્ધાને ક્યાં સુધી નિયંત્રણમાં રાખી શકે છે? રાજ્ય અને કેન્દ્રના સંબંધો એકતરફી રદબાતલ થઇ શકે ખરા? શું અરજદારના ધર્મને ધ્યાન માં રાખીને તેની નાગરિકતા નક્કી કરી શકાય ખરી?

 ઓક્ષફર્ડ ડીક્ષેનરીમાં સંવિધાન(samvidhaan) શબ્દના અર્થમાં આ બધું આવી જાય છે. તેની સાથે એક બીજો પણ શબ્દ ઉમેરવાની જરૂર છે. તે શબ્દ છે સંવાદ(samvaad). કારણકે બંધારણ સભાના સભ્યોએ સને ૧૯૫૦ સુધીમાં ઘણા સંવાદો પછી આપણા સંવિધાનને આખરી વર્તમાન સ્વરૂપ આપ્યું હતું. આજે, આપણા દેશના સી એ એ વિરૂધ્ધ આંદોલન કરતા નાગરિકોએ, બંધારણના મુલ્યોની ચર્ચાને, તેને કાયદાની પુસ્તકાલયની અટારીયેથી ઉતારીને શેરીના આંદોલનોમાં લાવી દીધી છે. તે આંદોલન કરતી નવી પેઢીએ પોતાની રીતે બંધારણના મુલ્યોનું અર્થઘટન કરીને આંદોલન જારી રાખ્યું છે. સૌ.ઇન્ડીયન એક્ષપ્રેસ તા. ૩૦મી જાન્યુઆરીના તંત્રી લેખનો ભાવાનુવાદ. બિપીન શ્રોફ.
http://bipinshroff.blogspot.com/
shroffbipin@gmail.com

 


--

Monday, January 20, 2020

ચાલો, સીએએ, એનપીઆરઅને એનસીઆર અંગે ગંભીરતાથી વિચારીએ.

ચાલો, સીએએ, એનપીઆર અને એનસીઆર અંગે ગંભીરતાથી વિચારીએ.

(૧) સીએએ એટલે શું? સીટીઝન્સ એમેન્ડમેંટ્સ એકટ. નાગરીકતા સંશોધન સુધારેલો કાયદો.

(૨) એનપીઆર એટલે શું ? રાષ્ટ્રીય વસ્તી નોંધણી ( રજીસ્ટ્રેશન).

(૩) એનસીઆર એટલે શું ? રાષ્ટ્રીય નાગરીક નોંધણી( રજીસ્ટ્રેશન).

આ બધા કાયદાઓને સમજીએ તે પહેલાં ટુંકમાં તેના ઇતીહાસ તરફ નજર કરી લઇએ.

 ભારતના આસામ રાજ્યમાં છેલ્લા ત્રણ દાયકા કરતાં પણ વધારે સમયથી આસામ વિધ્યાર્થી ગણ પરીષદ તરફથી ખુબજ મોટા પાયે વિધ્યાર્થી આંદોલન ચાલતું હતું. તેની માંગ હતી કે આસામ રાજ્યની આંતરરાષ્ટ્રીય સીમા બંગલા દેશ સાથે જોડાયેલી છે. તેથી સરળતાથી આસામમાં સતત ઘણા બધા બંગલાદેશી નિર્વાસીતો ગેરકાયદેસર રીતે ઘુસણખોરી કરી આવી જાય છે. આ ઉપરાંત આસામના ચા ના બગીચાઓમાં અને જંગલોમાંથી ઇમારતી લાકડાંના વેપારમાં મજુરોની જરૂરત હોવાથી નજીકના રાજ્યો પશ્ચિમબંગાળ, ઓરિસ્સા, અને બિહારમાંથી નાગરિકો– અકુશળ મજુરો ( અનસ્કીલ્ડ લેબરર્સ) તરીકે સતત બેરોકટોક રોજગારીની શોધમાં અવિરત પ્રવાહની માફક આવ્યા જ કરે છે. આવું મજુરોનું રોજગારી માટેનું સ્થળાંતર બ્રિટીશ હકુમતના દિવસોથી વ્યવસ્થિત આર્થિક પ્રવૃતિ તરીકે સ્વીકારીને ચલાવી લેવામાં આવ્યું હતું.

આ મજુરોના સ્થળાંતરથી આસામની વસ્તીમાં ' આસામ બાહિરે' નું પ્રમાણ એટલું બધું વધી ગયું છે કે તે રાજ્યની સ્થાનીક મુલનિવાસી પ્રજા એક દિવસે લઘુમતીમાં આવી જશે. તેવી લાગણી પેદા થઇ અથવા કેળવવામાં આંદોલનકારો સફળ થયા. એટલું જ નહી પણ સ્થાનીકપ્રજાના, બધાના ધંધારોજગાર પણ જોખમમાં પુરેપરા મુકાઇ ગયા છે. રાજ્યની તમામ સ્થાનીક આર્થિક પ્રવૃતિનો કબજો ક્રમશ; બિનનિવાસી આસામીઓના હાથમાં લગભગ જતો રહ્યો છે.

આ સમસ્યાના ઉકેલ માટે કેન્દ્ર સરકાર, દેશની સર્વૌચ્ચ અદાલત અને આસામની પ્રાદેશિક સરકાર, ત્રણેય કાયદેસર રીતે ભેગા મળીને એક સંમતિ કરાર(આસામ એકોર્ડ) કરવામાં આવ્યો હતો. જેમાં નવેસરથી આ સંમતિ કરારની તપાસના આધારે સને ૧૯૭૧ના વર્ષ પછી જે આસામમાં શરણાર્થીઓ(રેફ્યુજીસ–દેશના ગૃહમંત્રીની ભાષામાં ઘુસપેઠીયા અને સીએએના પ્રમાણપત્ર પછી ધાર્મીક શરણાર્થીઓ) સાબિત થાય તે બધાને ડીટેન્સન કેમ્પમાં, સૌ પ્રથમ પોતાના હાલના નીવાસસ્થાનેથી કાઢી મુકવા.

આ સંમતિ કરાર મજુબ આશરે ૧૬૦૦ કરોડના ખર્ચે આસામની ત્રણ કરોડની વસ્તીની સદર કારણસર જે તપાસ કરવામાં આવી. તે તપાસ આશરે સાડા ચાર વર્ષ ચાલી. તે તપાસના આધારે તેમાં આશરે ૧૯ લાખ લોકો પોતાની ભારતિય નાગરિકતા સાબિત કરવામાં અસમર્થ નીકળ્યા. કુલ ૧૯ લાખમાંથી આશરે ૧૫ લાખ હિંદુ ધર્મી અને ૪ લાખ મુસ્લીમ ધર્મી નીકળ્યા છે. બંગલાદેશના વિદેશ મંત્રીએ ભારત સરકારને લેખિત જણાવ્યું છે કે તમે અમને અમારા નાગરીકોની કાયદેસરની પ્રમાણિત યાદી મોકલી આપો. અમે તેમને પાછા કે પરત સ્વીકારવા તૈયાર છીએ.

આ તપાસ પછી સંસદ અને રાજ્ય સભામાં નાગરીક સંશોધન બીલને( સીએએ) બહુમતીથી પસાર કરીને કાયદો બનાવવામાં આવ્યો છે. તરતજ આ કાયદાની વિરોધમાં ફરી આસામમાં તેની સામે વિદ્રોહ અને અશાંતીની આગ એટલી બધી પ્રસરી ગઇ કે આસામની ભાજપ સરકારના મુખ્યમંત્રીને ગૌહત્તીના વિમાની મથકેથી સચિવાલય સુધી પહોંચવામાં કલાકો નીકળી ગયા. ત્યાંની પરિસ્થતિને રાજ્ય અને કેન્દ્ર સરકારના ગૃહમંત્રાલયોએ કાયદો અને વ્યવસ્થાની દ્ર્ષ્ટિ એટલી ગંભીર ગણી કે તેમની સુચના મુજબ વડા પ્રધાન મોદીને બે વાર આસામની પોતાની મુલાકતો રદ કરવી પડી છે.

હવે આપણે ઉપરની હકિકતોના આધારે નાગરિક સંશોધન કાનુન( C A A)નું મુલ્યાંકન કરીએ.

(૧) આસામની નાગરિકતાની તપાસના અહેવાલ મુજબ ૧૯ લાખ બિનભારતીયોમાંથી ૧૫ લાખની વસ્તી હિંદુ ધર્મી હોવાને કારણે તેમને સીએએ કાયદા મુજબ નાગરિકતા આપવાની ગોઠવણ થશે. કેવી રીતે? જોઇએ !

ઇન્ટરનેશનલ રિલીજીયસ ફ્રીડમ એક્ટ ૧૯૯૮ મુજબ–(In 1998 the International Religious Freedom Act (IRFA) )નીચેની ચાર શરતોએ ધાર્મીક ઉત્પીડન ગણીને અન્યદેશના લોકોને ધાર્મીકશરણ માંગતા હોય તો આપી શકાય.

 

 (A)પરાકાષ્ઠાની શારિરીક અને માનસીક પીડા, અમાનવીય સતામણી. torture or cruel, inhuman, or degrading treatment or punishment;

(B) કોઇપણ જાતના કાયદાકીય પુરાવા અને આક્ષેપો સિવાય અટકાયત–prolonged detention without charges;

(C) ગેરકાયદેસર અપહરણ– ચોરીછુપીથી અટકાયત causing the disappearance of persons by the abduction or clandestine detention of those persons; or

(D)હડહડતી,નફ્ફટઅને નિર્લજ્જતાપુર્વક જીંદગી જીવવાની સ્વતંત્રતા અને સલામતીનું ઉલ્લંઘન.  other flagrant denial of the right to life, liberty, or the security of persons.

આસામના પેલા ૧૫ લાખ બિનભારતિય નાગરિક હિંદુ ધર્મીઓએ સાબિતી આપવી પડે કે કઇ રીતે, ક્યારે ને કયા કારણોસર(પુરાવાઆપો) નવા નાગરિક સંશોધિત કાનુન પ્રમાણે તે બધાને ધાર્મિક રીતે અત્યાચાર  થયો હતો. જેને કારણે તે સને ૧૯૭૧ પહેલાં બંગલાદેશ છોડી ભારતમાં આવ્યા. પણ જો તેમાંથી ઘણા બધા બંગલાદેશ સિવાયના પણ ભારત દેશના જ નજીકના રાજ્યોના કાયદેસરના નાગરિકો હોય તો આ કાયદો તે બધાને કેવી રીતે મદદ કરશે? આસામની પ્રજા તો તેમને કોઇપણ રીતે આસામમાં રાખવા જ તૈયાર જ નથી.

ઉપરાંત પેલા ચાર લાખ મુસ્લીમ કહેવાતા બંગલા દેશીઓને કેવી રીતે આંતર– રાષ્ટ્રીય માનવ અધિકાર કાનુનનું ઉલ્લંઘન કરીને ક્યાં મોકલશો? આ બધા મુસ્લીમ હશે પણ તે બધા શું બંગલાદેશી જ છે તેની શું ખાતરી?

ભારત સરકારે આસામના ૧૫લાખ હિંદુ બિનનાગરિક(મુસ્લીમ સિવાય તમામ ધર્મી જેનો ઉલ્લેખ સીએએમાં કરેલો તે બધા જ ધર્મીઓ આવી જાય) સાબિત થયેલાઓને સીએએ મુજબ, એક સાદુ સોંગદનામું કરાવીને ભારતીય નાગરિક બનવવામાં આવશે.( તેજ રીતે દેશના તમામ રાજ્યોમાં સીએએ પ્રમાણે દરેક હિંદુધર્મી બિનનાગરીક સાબિત થયેલા માટે પણ લાગુ પાડવામાં આવશે.) આજ નિયમનો લાભ સીએએ પ્રમાણે મુસ્લીમ બિનનાગરીકને સદર કાયદા મુજબ ન મળે!

આસામમાં આ કસરત કરવાનો ખર્ચ ૩ કરોડની વસ્તી માટે આશરે ૧૬૦૦ કરોડ થયા. દેશના ૨૮ રાજ્યો અન્ય યુનીયન ટેરીટરી સાથે આશરે ૧૩૦ કરોડની વસ્તીની સીએએ પ્રમાણેનો તપાસ ખર્ચ રૂપિયા ૬૪૦૦૦ કરોડ અંદાજી ટાઇમ્સઓફ ઇંડીયાના કોલમનીસ્ટ રમેશ ઠાકરે પોતાના ૧૮મી જાન્યુઆરીના લેખમાં જણાવ્યો છે."

આજ દિવસના ટાઇમ્સ ઓફ ઇંડીયામાં પત્રકાર ચેતન ભગત એક સમયના મોદી ભક્ત તે જ તારીખના તંત્રી પાનાનં ૧૪માં પોતાના લેખ "  કયા કારણોસર એનઆરસીને અભરાઇ કે છાજલીપર મુકી દેવો જોઇએ" ( WHY NRC MUST BE SHELVED )માં જણાવેછે કે તેનો અમલ ખુબજ ખર્ચાળ હશે; તેનું કદ કે વ્યાપ રાક્ષસી હશે; મારા મત મુજબ આ કાર્ય કરવાનો કોઇ હેતુ દેખાતો નથી; આ નાનું દેખાતું કાર્ય દેશને આંતરીક યુધ્ધ ( સીવીલ વોર)માં ઢસડી જવાની પુરી ક્ષમતા ધરાવે છે. પોતાના લેખના અંતમાં લખે છે કે વર્તમાન સરકારની નંબર એક પ્રાયોરીટી દેશને મંદીમાંથી બહાર કાઢવા સિવાય બીજી કોઇ ન હોઇ શકે. બાકી એન આર સી વી. ને હમણાં આરામ કરવા દો!

આઇ આઇ એમ અમદાવાદની માહિતી અનુસાર ગુજરાત અને દેશમાં આર્થીક મંદીની અસરો ક્રમશ વિકરાળ બનતી જાય છે. મંદીને કારણે ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકારની આવકોમાં જબ્બરજસ્ત સતત ઘટાડો થઇ રહ્યો છે. આપણા રાજ્યે સને ૨૦૧૯ના વર્ષમાં પોતાની વહીવટ નાણાંકીય જવાબદારી પુરી કરવા, વિકાસની વાત તો હમણાં રહેવાદો, સને૨૦૧૯માં પ્રતીમાસે આશરે ૩૦૦૦ કરોડનો સરેરાશ ઓવરડ્રાફ્ટ લીધો છે. પણ ઓકટોબર ૨૦૧૯માં ૧૦૦૦૦ કરોડ રૂપિયાનો ઓવરડ્રાફ્ટ લીધો છે. કેન્દ્ર સરકારને આશરે ૭૦૦૦૦ કરોડ રૂપિયા રાજ્યોને જીએસટીના ફાળા પેટે ચુકવવાના બાકી ઘણા મહીનાઓથી બાકી છે.

દેશમાં દસથી અગીયાર નોન બિજેપી રાજ્યોએ સીએએ વી. કાયદાનો અમલ કોઇપણ હિસાબે નહી કરવાની સખત જાહેરાતો કરી દીધી છે.

સીએએ, એન આર સી અને એનપીઆર સામે દેશવ્યાપી ચાલી રહેલા અહિંસક આંદોલનને મોદી સરકાર પોતાના કાયમી રાજકીય અસ્તીત્વના જોખમે જ નજર અંદાજ કરી શકશે!  


--

Saturday, January 18, 2020

વીધ્યાર્થીઓના(છાત્રાઓના)નારાની તાકાતને ઓછી ન આંકવી જોઇએ. પ્રીતેશ નંદી–

વીધ્યાર્થીઓના (છાત્રાઓના)નારાની તાકાતને ઓછી ન આંકવી જોઇએ. પ્રીતેશ નંદી–

(લેખકે શરૂઆતમાં ફૈઝ અહેમદ ફૈઝ સાહેબની ક્રાંતીકારી નઝમ " હમ દેખેંગે" ની વીગતે વાત કરી છે. જે નઝમ અંગે મેં ફેસબુક પર આખો લેખ લખ્યો છે. તેથી તે હકીકતોનું પુનરાવર્તન ન થાય તે ધ્યાનમાં રાખીને, પ્રીતેશભાઇ નંદીના લેખમાં જે  લેખના મથાળાને સંબંધીત છે તે અત્રે ટુંકમાં રજુ કર્યું છે.)

" મેં ઢાકામાં સને ૧૯૭૧ના સ્વતંત્રતાના સંગ્રામ દરમિયાન પણ જ્યારે પાકિસ્તાની સૈન્યએ જ્યારે યુવાન વીધ્યાર્થીઓના અવાજને દબાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે તે વીધ્યાથીઓએ પોતાના બંગલા દેશના ક્રાંતીકારી પ્રીય કવિ શમસુ રહેમાનની કવિતાઓને કેમ્પસમાં ગાવાનું શરૂ કર્યું હતું. પાકિસ્તાન દેશના વડા જનરલ યાહ્યાખાનના લશ્કરના સૈનીકોના બંદુકોની એકપણ ગોળી પેલા બંગલાદેશના વિધ્યાર્થીઓના બંગાળી ભાષાના શબ્દ સ્વતંત્રતા અને ઉર્દુ ભાષાના શબ્દ ' આઝાદી' ના નારાને બંધ કરવામાં સફળ થઇ નહતી."

આ એક શબ્દ છે, જેને દુનિયાભરના કવીઓએ અનેક અર્થો આપ્યા છે. આથી, મને તેના પર જરા પણ આશ્ચર્ય થયું નથી, જ્યારે ગયા મહિને દેશની ટોચની શૈક્ષણિક સંસ્થાઓમાંથી અનેક વિધ્યાર્થીઓ પર પોલીસના હુમલાના વીરોધમાં વિધ્યાર્થીઓને 'હમ દેખેંગે' ગીતને ગાતા જોયા હતા.

ફૈઝની આ કવિતા આજે લલકાર ગીત છે. એવું ગીત, જેને અધિનાયકવાદી શાસન સામે  લડી રહેલા બધા જ લોકો ઠેર ઠેર ગાઇ રહ્યા છે. દુનિયાભરના યુવા વિધ્યાર્થીઓ માટે પોતાનાદેશના જુલ્મી શાસન સામે પોતાની અભિવ્યક્તિ રજુ કરવા માટેનું આ લલકાર ગીત છે. જ્યારે કેટલાક મૂર્ખલોકો (જે આજે ઘણા બધા છે) તે આ કવીતાને હિન્દુ વિરોધી કે દેશ વિરોધી સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ આ કવિતા સત્તા વિરોધી, ક્રૂરતા વિરોધી અને ફાસીસ્ટ વિરોધી છે. વિદ્રોહના બીજ તો દમનની રાજનીતિની ફળદ્રુપ જમીન પર જ અંકુરિત થાય છે. અને આજ કારણે  દુનિયાની સર્વશ્રૈષ્ઠ કવિતાઓ એ દેશમાં જ બની છે જે મુશ્કેલીમાંથી પસાર થયા છે. ચિલીના પાબ્લો નરૂદા તેનું ઉદાહરણ છે. જોકે, વિરોધ કરનારા બધા જ કવિ ડાબેરીઓ હોતા નથી. સાહિત્યમાં નોબેલ પ્રાઇઝ મેળવનારા મેક્સિકોના ઓક્ટોવિયા પાલે કમ્યુનિસ્ટ શાસનના દમન સામે એટલો જ મજબુત અવાજ ઉઠાવ્યો હતો.  બંગાળના શ્રૈષ્ઠ કવિઓમાંના એક સુભાષ મુખોપધ્યાયે યુવાનોને લગતું કવિતાઓનું એક પુસ્તક લખ્યું હતું. આ કવિ પોતે પોતાનો અભ્યાસ છોડીને નકસલબાડી આંદોલનમાં જોડાયા હતા. મુખોપાધ્યાય યુવાનોના આદર્શ કવિ બની ગયા હતા.

 આજે ખેડુતોની આત્મહત્યામાં અનેક ઘણો વધારો થયો છે. ત્યારે આપણે નક્સલબાડી જનારા યુવાનોને યાદ કરવા જોઇએ. જેમણે પ્રથમ વખત બતાવ્યું હતું કે કૃષિની હાલત કેટલી ખરાબ છે. મેં વર્ષોથી વિદ્રોહી વિધ્યાર્થીઓને પ્રેરણા આપનારા આંદોલનો જોયા છે. આજ તે આઝાદી છે, જે તેઓ માંગી રહ્યા છે. પાખંડથી આઝાદી, જુઠથી આઝાદી, રાજકીય ખોટી દલીલોથી અને બે મોંઢાની વાતોથી આઝાદી. તે આઝાદી. રાષ્ટ્રવાદ પરના પોકળ ભાષણોમાંથી આઝાદી, તેઓ આ બાબતને જ આઝાદી કહે છે.

જે એનયુના યુવાનો આ આઝાદી માટે જ નારા લગાવે છે. તેની તાકાતને ઓછી ન આંકવી જોઇએ.તેણે જ એક સમયે  આપણાં આઝાદીના આંદોલનનું સ્વરૂપ ધારણ કર્યું હતું. આજ તાકાત આજે આપણાં એ શાસન વિરૂધ્ધ સંઘર્ષને પરિભાષિત કરે છે, જે એ સમજાતું નથી કે દેશના લોકો શું ઇચ્છી રહ્યા છે.

સૌ. દીવ્ય ભાસ્કર તા.૧૭–૦૧–૨૦૨૦. પાન નં –૮ લેં પ્રિતેશ નંદી.


--

Monday, January 13, 2020

હમ દેખેગેં , લાજીમ હૈ કી હમ દેખેંગે

            હમ દેખેગેં , લાજીમ હૈ કી હમ દેખેંગે ( A protest Anthem ) ફૈઝ અહેમદ ફૈઝ (૧૯૧૧– ૧૯૮૪)

         આ ગઝલે દેશમાં આપણી સંસદના બંને ગૃહોમાં પસાર કરેલ નાગરીક સંશોધન બીલ(કાયદો) ના વીરોધમાં બૌધ્ધીક જગતમાં ઘણું મહત્વ પેદા કર્યુ છે. સત્તાપક્ષ અને તેના ટેકેદારોને આ ગઝલમાં હીંદુ વીરોધી તેથી દેશ વીરોધી છે તેવી ગંધ આવે છે. ફૈઝ સાહેબની આ ગઝલ દેશમાં શાસનકર્તાઓના વીરોધમાં પ્રથમવાર જ ગાઇને પ્રજામત કેળવવા ઉપયોગ થતો હોય તેવું પણ નથી.

        ગાંધીજીની આઝાદીની ચળવળથી શરૂઆત કરીને, સને ૧૯૭૪થી–૧૯૭૭ સુધી નવનીર્માણ આંદોલન અને કટોકટી સામે જયપ્રકાશ નારાયણના નેતૃત્વ નીચે પ્રજામત કેળવવા માટે તેઓના સાથીદારોએ ફૈઝ સાહેબના જેવી ગુજરાતી, હીંદી ને ઉર્દું ગઝલો અને કવીતાઓ અને પ્રસંગને અનુરૂપ શૌર્ય ગીતોનો ભરપેટ ઉપયોગ કરેલો હતો. તાજેતરના અન્ના હજારેના ' India against Corruption movement ' આંદોલનમાં પણ આ ગઝલનો ખુબજ ઉપયોગ કરવામાં આવેલો હતો. જયપ્રકાશજી તથા અન્ના હજારેના આંદોલનમાં જે લોકો હાલને તબક્કે સત્તામાં છે તે બધાએ પણ આ ગઝલ અને તેની નગમોનો ઉપયોગ કરતાં તેમાં હીંદુ ધર્મ કે દેશવીરોધી કોઇને જે તે સમયે દેખાયું ન હતું.

        સૌ પ્રથમ આ ગઝલના સર્જક ફૈઝ અહેમદ ફૈઝના જીવન અને તેમની વીચારસરણીનો થોડો પરીચય કેળવીએ. જેથી આ સર્જક અને તેના સંઘર્ષનો પરીચય થાય. ત્યારબાદ આપણે તે ગઝલને શબ્શ; રજુ કરીને તેના અર્થ સાથે સમજવાની કોશીષ કરીશું. ફૈઝ અહેમદ ફૈઝના જીવનની આપણા માટે જરૂરી માહીતી ટુંકમાં નીચે મુજબની મેં પસંદ કરી છે.

         સને ૧૯૪૨માં, બીજા વીશ્વયુધ્ધમાં હીટલર અને મુસોલીનીના લશ્કર સામે ફૈઝ સાહેબે બ્રીર્ટીશ લશ્કરમાં સ્વતંત્રતા પહેલાંના હીંદુસ્તાન તરફથી ભાગ લીધો હતો. હીંદુસ્તાનની સ્વતંત્રતા પહેલાંની પ્રોગ્રેસીવ રાયટર્સ મુવમેંટનાતે અગ્રણી હતા. સને ૧૯૪૭ પછી તેઓ પાકીસ્તાની  નાગરીક બનીને ડાબેરી (સામ્યવાદી), નીરીઇશ્વરવાદી અને ઇસ્લામ વીરોધી સક્રીય રાજકારણી પણ બન્યા હતા. તે સમયથી પાકીસ્તાન દેશતો ચુસ્ત ઇસ્લામી દેશ હતો. ૧૯૫૨–૫૩માં ' રાવલપીંડી બળવા 'તરીકે જાણીતા નીષ્ફળ બળવામાં ભાગ લેવા બદલ ઘણા વર્ષો સુધી જેલમાં રહ્યા હતા. સને ૧૯૪૭થી માંડીને ૧૯૮૪ સુધીના તેમના દેહાંત સુધીના જીવનમાંથી પચાસ ટકા ઉપર જીવન ફૈઝ સાફેબે પોતાના વીચારોને કારણે જેલમાં વીતાવ્યું હતું. ફેઝ સાહેબને પાકીસ્તાનમાં અમેરીકન પીઠુ સરકારો સામે ડાબેરી રશીયા તરફી લશ્કરી શાસનની રચના કરવી હતી. તે માટે તેઓને જેલમાં પુરી દેવામાં આવ્યા હતા. ફૈઝ સાહેબને કાયમ માટે પાકીસ્તાન છોડી દેવાની શરતે મુક્ત કરવામાં આવ્યા હતા. તે સમયે સામ્યવાદી રશીયાએ તેઓને આશ્રય આપ્યો હતો. સોવીયત રશીયાએ તેમને મુડીવાદી દેશો સંચાલીત નોબેલ પ્રાઇઝ જેટલું સમકક્ષ સામ્યવાદી દેશોમાં પ્રતીષ્ઠા ધરાવતું લેનીન પીસ પ્રાઇઝ પણ આપ્યું હતું.

         ત્યારબાદ ઝુલ્ફઅલી ભુટ્ટો સાથેની મીત્રતાના કારણે તે ફરી પોતાના દેશમાં આવી શક્યા.પણ સને ૧૯૭૯માં ઝીઆઉલ હક્કની સરમુખ્ત્યારી રાજ્ય સત્તા, જે ફન્ડામેન્ટલીસ્ટ, માનવીય મુલ્યો વીરોધી અને પ્રત્યાઘાતી  હતી. તેની સામે ફરીથી તેઓએ વીદ્રોહ પોકાર્યો હતો. પાકીસ્તાની પ્રજા પણ ઝીઆના જુલ્મી શાસનથી ત્રાહીમ પોકારી ગઇ હતી. તેની સામે " હમે દેખેગેં " ગઝલની રચના સને ૧૯૭૯માં કરી હતી. જે ગઝલ પર ઝીઆ ઉલ હક્ક સરકારે પ્રતીબંધ મુક્યો હતો. તેના વીરોધમાં લાહોરના સ્ટેડીયમમાં ઇકબાલ બાનુ કવીયત્રીએ આ ગઝલના પ્રથમ વાર્ષીક દીવસે  ઝીઆ ઉલ્લ હક્ક સરકારના હુકમોનો અનાદર કરીને  ૫૦,૦૦૦ લોકો ભેગા કરીને આ ગઝલને લલકારી હતી. આમ આ ગઝલનો જન્મ ઝીઆ ઉલ હક્કની જુલ્મી સરકાર સામે, અને પ્રજા વીરોધી શાસન સામેના પ્રતીકાર તરીકે થયો હતો. તેના સંદર્ભમાં હવે આ ગઝલને સમજીશું.

 હમ દેખેંગે, લાજીમ હૈ કી હમ દેખેં ગે;

 જો દિન જીસ કા વાદા હૈ, જો લોહે અજલ મેં લીખા હૈ ;

જબ જુલ્મ–ઓ–સીતમ કે કોહે–એ ગરાં, રૂઇ કી તરહ ઉડ જાયેગેં;

હમ મહેકુમો કે પાંવ તલે, એ ધરતી ધડ ધડ ધડકેગી;

ઔર અહલ–એ –હકમ કે સર પર, જબ બીજલી કડકડ કડકેગી ;

જબ અર્જે ખુદા કે કાબે સે,  સબ બુત ઉડાયે જાયેગેં;

હમ અહલ–એ–સફા– મરદુદે– એ –હરમ મસનદ પે બીઠાએ જાયેગે ;

સબ તાજ ઉછાલે જાયેગેં, સબ તખ્ત ગીરાએ જાયેગેં ; 

બસ નામ રહેંગા અલ્લાહ કા,જો ગાયબ ભી હૈ, હાજીર ભી, જો મંજરભી હૈ, નાજીર ભી;

ઉઠેગા અન–અલ–હક કા નારા, મેં ભી હું ઔર તુમ ભી હૈ;

રાજ કરેગી ખુલ્ક– એ ખુદા, જો મૈ ભી હું ઔર તુમ ભી હો.

હમ દેખેં ગે– લાજીમ હૈ કી હમ દેખેં ગે....

આ ગઝલમાં ઘણા શબ્દો ઉર્દુ છે. આ ગઝલમાં વપરાયેલ રૂપકો, અલંકારો (Metaphor) તે બધાને એક યા બીજા સ્વરૂપે ઇસ્લામી તત્વજ્ઞાનની લાક્ષણીકતા (Ethos)માંથી લઇને ઉપયોગ કર્યો છે. ફક્ત ને ફક્ત પાકીસ્તાની તાનાશાહ ઝીયા ઉલ હક્કના જુલ્મી શાસનને સમજાવવા તે રૂપકો વીગેરે વાપર્યા છે. તેમજ તખ્તને ઉથલાવીને પ્રજાલક્ષી રાજ્ય વ્યવસ્થાના સર્જન માટેના સ્વપ્નાઓ ફૈઝ સાહેબે આ ગઝલમાં સેવ્યા છે.

(૧) સૌ પ્રથમ ફૈઝ સાહેબે, પોતાના માનવજાતના ઇતીહાસના અભ્યાસને આધારે તારણ કાઢયું કે જુલ્મી શાસનોનો બુરો અંત નક્કી જ છે. તે પ્રમાણેનું તે બધાનું ભાવી તેમના જુલ્મી કાર્યોને કારણે નક્કી જ નીર્માણ થયેલું છે.( જો લોહે આજમ મેં લીખા હૈ) પણ હા, એ હકીકત છે કે સવારની પહોરના પહેલાની રાત્રી વધુ અંધકારમય હોય છે.

(૨) દેશમાં જુલ્મી શાસનના જે મોટા મોટા પહાડ( કોહ–એ– ગરાં) બની ગયા છે, તે બધા એક રૂ ના ઢગલાની માફક ક્યાંય ઉડી જશે. ત્યારબાદ જુલ્મી શાસનથી આઝાદ થયેલા નાગરીકોના( મહેકુમો) પગતળે પેલું મૃતપ્રાય થયેલું શાસન થરથર કાંપતું (યે ધરતી ધડધડ ધડકેગી) હશે.

(૩) શાસનકર્તાની માથા ઉપર( અહલ– એ– હકમ) પ્રજાના બળવાની વીદ્રોહ રૂપી વીજળીના કડાકા સતત પડતા હશે. જે શાસનકર્તા લોકો પોતાની જાતને પૃથ્વીપરના ખુદા માની બેઠા છે ( અર્જે–એ–ખુદા કે કાબે સે) તે બધાઓને ફગાવી દેવામાં આવશે.( સબ બુત ઉઠવાએ જાએગેં) મક્કા શરીફમાં જે કાબા છે તેનો ઉલ્લેખ બીલકુલ નથી.

(૪) પછી શું થશે? જે લોકો જુલ્મી શાસનથી સર્વહારા બન્યા છે (અહલ–એ–સફા), ની;સહાય બન્યા છે ( મરદુદે હરમ) પ્રજા, મુસ્લીમ બાદશાહો જે ગોળ તકીયા ( મસનદ્) પર બેસે છે તેના પર બેસીને પ્રજા રાજ્ય કરશે.

(૫) તેમની બધા સત્તાઓને જળમુળથી ફગાવી દેવામાં આવશે. ફક્ત પ્રજા જ રહેશે.( બસ નામ રહેગા અલ્લાહ કા.) જે નીરકાર છે,અને જેનો આકાર પણ છે. જેનાથી હકુમત ચાલેશે.

(૬)  જે દીવસે પ્રજાને અહેસાસ થશે કે ' તે જ સર્વસત્તાધીશ છે ( ઉઠેગા અન–અલ–હક્ક કા નારા),  તે પોતેજ પોતાના ભાગ્યનો વીધાતા છે, તેની પાસે જ પ્રજા તરીકે સત્ય શોધવાની શક્તી છે. માટે આપણે બંને માનવી તરીકે પોતે જ અલ્લાહ, ઇશ્વર,કે ગોડ છે.( મેં ભી હું ઓર તુમ ભી હૈ) તે રીતે સાચા અર્થમાં પ્રજાસત્તાક સરકારનું રાજ્ય આવશે. (ઔર રાજ કરેગી ખુલ્ક– એ–ખુદા). ભાવનુવાદ– બીપીન શ્રોફ.

જાવીદ અખ્તરના નીરીક્ષણની વાત કરવાની.

આ સમગ્ર ગઝલમાં જાવીદ સાહેબને કોઇ શબ્દો સૌથી વિવાદાસ્પદ હોય તો નીચે મુજબના શબ્દો છે.

" ઉઠેગા અન–અલ–હક્ક કા નારા" કેમ?

આ અન–અલ–હક્ક નારા નો અર્થ છે ' અહમ બ્રહ્માસ્મી ' માનવી પોતે જ સર્જનહાર છે. માનવીની સર્જન શક્તી કાલ્પનીક ઇશ્વરની સર્જનશક્તી કરતાં લેશ માત્ર ઓછી નથી. આ તત્વજ્ઞાન વૈદીક, અદ્વૈત તથા સુફી વીચારસરણીમાંથી ઉત્પન્ન થયેલ છે. તેમાં માનવીને ઇશ્વરનો ગુલામ કે તારણહાર છે તેમ સર્વસત્તાધીશ  તરીકે સ્વીકારવામાં આવતો નથી. તેમાં ઇશ્વરી સત્તાને પડકાર છે. તેની સામે ઇસ્લામ, ખ્રીસ્તી અને યહુદી ( સેમેટીક ધર્મો) માં એક જ ઇશ્વરના ખ્યાલને વીકસાવ્યો છે. અને તે ધાર્મીક સત્યને કદાપી પડકારાય નહી. આ આખી ગઝલમાં ફૈઝ અહેમદ ફૈઝ સાહેબે જુલ્મી સરમુખ્તયાર સામે પ્રજાકીય બળવાની જ વાત કરી છે.

 બીજી અગત્યની દલીલ જાવીદ અખ્તરે ' અન–અલ–હક્ક ' શબ્દસમુહને ઇસ્લામી સત્તાધીશોમાં એટલુ બધું મહત્વ છે કે તેને ઉગતું જ ડામીદેવામાં, નીકંદન કાઢી નાંખવામાં અગ્રીમતા આપવામાં આવે છે. જાવીદ અખ્તરે વધુ માહતી આપતાં કહ્યુ હતું કે સને ૯૨૨માં મનસુર અલ હલ્લાજ(Mansur al-Hallaj) નામના સુફી સંતને અન અલ હક્કના પ્રચાર માટે શીરચ્છેદ કરી દીધો હતો.( Mansur al-Hallaj, a Sufi mystic put to death in 922 AD during the reign of the Abbasid caliph Al-Muqtadir bi-llāh.) હીદુસ્તાનમાં મોગલ બાદશાહ ઔરંગઝેબે પણ પોતાની જાતને અન અલ હક્ક કે અહ્મ બ્રહ્માસ્મી કહેવા માટે પણ એક સુફી સંતનો શીરચ્છેદ કરી નાંખ્યો હતો. અંતમા પોતાની દલીલ રજુ કરતાં જાવેદ અખ્તરે ભારપુર્વક જણાવ્યું હતું કે ભારતમાં જે લોકો ' હમ દેખેગેં' ગઝલનો વીરોધ કરે છે તે બધા જાણે અજાણે શું ઔરંગઝેબની માનસીકતાના ટેકેદારો નથી?    સૌ. ગુગલ સર્ચ.   

 

 

                                                                            

 


--

હમ દેખેગેં , લાજિમ હૈ કિ હમ દેખેંગે

            હમ દેખેગેં , લાજિમ હૈ કિ હમ દેખેંગે ( A protest Anthem ) ફૈઝ અહેમદ ફૈઝ (૧૯૧૧– ૧૯૮૪)

         આ ગઝલે દેશમાં આપણી સંસદના બંને ગૃહોમાં પસાર કરેલ નાગરીક સંશોધન બીલ(કાયદો) ના વીરોધમાં બૌધ્ધીક જગતમાં ઘણું મહત્વ પેદા કર્યુ છે. સત્તાપક્ષ અને તેના ટેકેદારોને આ ગઝલમાં હીંદુ વીરોધી તેથી દેશ વીરોધી છે તેવી ગંધ આવે છે. ફૈઝ સાહેબની આ ગઝલ દેશમાં શાસનકર્તાઓના વીરોધમાં પ્રથમવાર જ ગાઇને પ્રજામત કેળવવા ઉપયોગ થતો હોય તેવું પણ નથી.

        ગાંધીજીએ આઝાદીની ચળવળથી શરૂઆત કરીને, સને ૧૯૭૪થી–૧૯૭૭ સુધી નવનીર્માણ આંદોલન અને કટોકટી સામે જયપ્રકાશ નારાયણના નેતૃત્વ નીચે પ્રજામત કેળવવા માટે તેઓના સાથીદારોએ ફૈઝ સાહેબના જેવી ગુજરાતી, હીંદી ને ઉર્દું ગઝલો અને કવીતાઓ અને પ્રસંગને અનુરૂપ શૌર્ય ગીતોનો ભરપેટ ઉપયોગ કરેલો હતો. તાજેતરના અન્ના હજારેના ' India against Corruption movement ' આંદોલનમાં પણ આ ગઝલનો ખુબજ ઉપયોગ કરવામાં આવેલો હતો. જયપ્રકાશજી તથા અન્ના હજારેના આંદોલનમાં જે લોકો હાલને તબક્કે સત્તામાં છે તે બધાએ પણ આ ગઝલ અને તેની નગમોનો ઉપયોગ કરતાં તેમાં હીંદુ ધર્મ કે દેશવીરોધી કોઇને જે તે સમયે દેખાયું ન હતું.

        સૌ પ્રથમ આ ગઝલના સર્જક ફૈઝ અહેમદ ફૈઝના જીવન અને તેમની વીચારસરણીનો થોડો પરીચય કેળવીએ. જેથી આ સર્જક અને તેના સંઘર્ષનો પરીચય થાય. ત્યારબાદ આપણે તે ગઝલને શબ્શ; રજુ કરીને તેના અર્થ સાથે સમજવાની કોશીષ કરીશું. ફૈઝ અહેમદ ફૈઝના જીવનની આપણા માટે જરૂરી માહિતી ટુંકમાં નીચે મુજબની મેં પસંદ કરી છે.

         સને ૧૯૪૨માં, બીજા વીશ્વયુધ્ધમાં હીટલર અને મુસોલીનીના લશ્કર સામે ફૈઝ સાહેબે બ્રીર્ટીશ લશ્કરમાં સ્વતંત્રતા પહેલાંના હીંદુસ્તાન તરફથી ભાગ લીધો હતો. હીંદુસ્તાનની સ્વતંત્રતા પહેલાંની પ્રોગ્રેસીવ રાયટર્સ મુવમેંટનાતે અગ્રણી હતા. સને ૧૯૪૭ પછી તેઓ પાકીસ્તાની  નાગરીક બનીને ડાબેરી (સામ્યવાદી), નીરીઇશ્વરવાદી અને ઇસ્લામ વીરોધી સક્રીય રાજકારણી પણ બન્યા હતા. જ્યારે આ દેશતો ચુસ્ત ઇસ્લામી દેશ હતો. ૧૯૫૨–૫૩માં ' રાવલપીંડી બળવા 'તરીકે જાણીતા નીષ્ફળ બળવામાં ભાગ લેવા બદલ ઘણા વર્ષો સુધી જેલમાં રહ્યા હતા. સને ૧૯૪૭થી માંડીને ૧૯૮૪ સુધીના તેમના દેહાંત સુધીના જીવનમાંથી પચાસ ટકા ઉપર જીવન ફૈઝ સાફેબે પોતાના વીચારોને કારણે જેલમાં વીતાવ્ય્ હતું. ફેઝ સાહેબને પાકીસ્તાનમાં અમેરીકન પીઠુ સરકારો સામે ડાબેરી રશીયા તરફી લશ્કરી શાસનની રચના કરવી હતી. તે માટે તેઓને જેલમાં પુરી દેવામાં આવ્યા હતા. ફૈઝ સાહેબને કાયમ માટે પાકીસ્તાન છોડી દેવાની શરતે મુક્ત કરવામાં આવ્યા હતા. તે સમયે સામ્યવાદી રશીયાએ તેઓને આશ્રય આપ્યો હતો. સોવીયત રશીયાએ તેમને મુડીવાદી દેશો સંચાલીત નોબેલ પ્રાઇઝ જેટલું સમકક્ષ સામ્યવાદી દેશોમાં પ્રતીષ્ઠા ધરાવતું લેનીન પીસ પ્રાઇઝ પણ આપ્યું હતું.

         ત્યારબાદ ઝુલ્ફઅલી ભુટ્ટો સાથેની મીત્રતાના કારણે તે ફરી પોતાના દેશમાં આવી શક્યા.પણ સને ૧૯૭૯માં ઝીઆઉલ હક્કની સરમુખ્ત્યાર રાજ્ય સત્તા, જે ફન્ડામેન્ટલીસ્ટ, માનવીય મુલ્યો વીરોધી અને પ્રત્યાઘાતી  હતી. તેની સામે ફરીથી તેઓએ વીદ્રોહ પોકાર્યો હતો. પાકીસ્તાની પ્રજા પણ ઝીઆના જુલ્મી શાસનથી ત્રાહીમ પોકારી ગઇ હતી. તેની સામે " હમે દેખેગેં " ગઝલની રચના કરી હતી. જે ગઝલ પર ઝીઆઉલ હક્ક સરકારે પ્રતીબંધ મુક્યો હતો. તેના વીરોધમાં લાહોરના સ્ટેડીયમમાં ઇકબાલ બાનુ કવીયત્રીએ આ ગઝલના પ્રથમ વાર્ષીક દીવસે  ઝીઆ ઉલ્લ હક્ક સરકારના હુકમોનો અનાદર કરીને  ૫૦,૦૦૦ લોકો ભેગા કરીને આ ગઝલને લલકારી હતી. આમ આ ગઝલનો જન્મ ઝીઆ ઉલ હક્કની જુલ્મી સરકાર સામે, અને પ્રજા વીરોધી શાસન સામેના પ્રતીકાર તરીકે થયો હતો. તેના સંદર્ભમાં હવે આ ગઝલને સમજીશું.

 હમ દેખેંગે, લાજીમ હૈ કી હમ દેખેં ગે;

 જો દિન જીસ કા વાદા હૈ, જો લોહે અજલ મેં લીખા હૈ ;

જબ જુલ્મ–ઓ–સીતમ કે કોહે–એ ગરાં, રૂઇ કી તરહ ઉડ જાયેગેં;

હમ મહેકુમો કે પાંવ તલે, એ ધરતી ધડ ધડ ધડકેગી;

ઔર અહલ–એ –હકમ કે સર પર, જબ બીજલી કડકડ કડકેગી ;

જબ અર્જે ખુદા કે કાબે સે,  સબ બુત ઉડાયે જાયેગેં;

હમ અહલ–એ–સફા– મરદુદે– એ –હરમ મસનદ પે બિઠાએ જાયેગે ;

સબ તાજ ઉછાલે જાયેગેં, સબ તખ્ત ગિરાએ જાયેગેં ; 

બસ નામ રહેંગા અલ્લાહ કા,જો ગાયબ ભી હૈ, હાજીર ભી, જો મંજરભી હૈ, નાજીર ભી;

ઉઠેગા અન–અલ–હક કા નારા, મેં ભી હું ઔર તુમ ભી હૈ;

રાજ કરેગી ખુલ્ક– એ ખુદા, જો મૈ ભી હું ઔર તુમ ભી હો.

હમ દેખેં ગે– લાજીમ હૈ કી હમ દેખેં ગે....

આ ગઝલમાં ઘણા શબ્દો ઉર્દુ છે. આ ગઝલમાં વપરાયેલ રૂપકો, અલંકારો (Metaphor) તે બધાને એક યા બીજા સ્વરૂપે ઇસ્લામી તત્વજ્ઞાનની લાક્ષણીકતા (Ethos)માંથી લઇને ઉપયોગ કર્યો છે. ફક્ત ને ફક્ત પાકીસ્તાની તાનાશાહ ઝીયા ઉલ હક્કના જુલ્મી શાસનને સમજાવવા વાપર્યા છે. તેમજ તખ્તને ઉથલાવીને પ્રજાલક્ષી રાજ્ય વ્યવસ્થાના સર્જન માટેના સ્વપ્નાઓ આ ગઝલમાં સેવ્યા છે.

(૧) સૌ પ્રથમ ફૈઝ સાહેબે, પોતાના માનવજાતના ઇતીહાસના અભ્યાસને આધારે તારણ કાઢયું કે જુલ્મી શાસનોનો બુરો અંત નક્કી જ છે. તે પ્રમાણેનું તે બધાનું ભાવી તેમના જુલ્મી કાર્યોને કારણે નક્કી જ નીર્માણ થયેલું છે.( જો લોહે આજમ મેં લીખા હૈ) પણ હા, એ હકીકત છે કે સવારની પહોરના પહેલાની રાત્રી વધુ અંધકારમય હોય છે.

(૨) દેશમાં જુલ્મી શાસનના જે મોટા મોટા પહાડ( કોહ–એ– ગરાં) બની ગયા છે, તે બધા એક રૂ ના ઢગલાની માફક ક્યાંય ઉડી જશે. ત્યારબાદ જુલ્મી શાસનથી આઝાદ થયેલા નાગરીકોના( મહેકુમો) પગતળે પેલું મૃતપ્રાય થયેલું શાસન થરથર કાંપતું (યે ધરતી ધડધડ ધડકેગી) હશે.

 

(૩) શાસનકર્તાની માથા ઉપર( અહલ– એ– હકમ) પ્રજાના બળવાની વીદ્રોહ રૂપી વીજળીના કડાકા સતત પડતા હશે. જે શાસનકર્તા લોકો પોતાની જાતને પૃથ્વીપરના ખુદા માની બેઠા છે ( અર્જે–એ–ખુદા કે કાબે સે) તે બધાઓને ફગાવી દેવામાં આવશે.( સબ બુત ઉઠવાએ ' શાસન કર્તાઓ' જાએગેં) મક્કા શરીફમાં જે કાબા છે તેનો ઉલ્લેખ બીલકુલ નથી.

(૪) પછી શું થશે? જે લોકો જુલ્મી શાસનથી સર્વહારા બન્યા છે (અહલ–એ–સફા), ની;સહાય બન્યા છે ( મરદુદે હરમ) પ્રજા, મુસ્લીમ બાદશાહો જે ગોળ તકીયા ( મસનદ્) પર બેસે છે તેના પર બેસીને રાજ્ય કરશે.

(૫) તેમની બધા સત્તાઓને જળમુળથી ફગાવી દેવામાં આવશે. ફક્ત પ્રજા જ રહેશે.( બસ નામ રહેગા અલ્લાહ કા.) જે નીરકાર છે,અને જેનો આકાર પણ છે. જેનાથી હકુમત ચાલે છે.

(૬)  જે દીવસે પ્રજાને અહેસાસ થશે કે ' તે જ સર્વસત્તાધીશ છે ( ઉઠેગા અન–અલ–હક્ક કા નારા),  તે પોતેજ પોતાના ભાગ્યનો વીધાતા છે, તેની પાસે જ પ્રજા તરીકે સત્ય શોધવાની શક્તી છે. માટે આપણે બંને માનવી તરીકે પોતે જ અલ્લાહ, ઇશ્વર,કે ગોડ છે.( મેં ભી હું ઓર તુમ ભી હૈ) તે રીતે સાચા અર્થમાં પ્રજાસત્તાક સરકારનું રાજ્ય આવશે. (ઔર રાજ કરેગી ખુલ્ક– એ–ખુદા). ભાવનુવાદ– બીપીન શ્રોફ.

જાવીદ અખતરના નીરીક્ષણની વાત કરવાની. ઉઠેગા અન–અલ–હક્ક–કા– નારા.

 

 

 

 

 

 

Ham Dekhenge – Faiz Ahmad Faiz

We shall see
it is certain that we will
the day that was promised
the day which is destined

When the mountains of tyranny and oppression
will float away like cotton balls
we the ruled and oppressed will hear
our heartbeats pounding under the earth
and the sky over the heads of our oppressors
will echo with thunder and lightening

When from the home of God
silent spectators and icons of falsehood are dismissed
we who are pure of hearts, and who were denied the holy sanctuary
will be given a high platform
The crowns will be seized
and the thrones will be overturned

There will be only one name that of almighty
the one who can not be seen but is everywhere
He is the spectacle and He is the spectator
A cry of "I am the truth" will rise
Which you are, and so am I
The sons of God will rule this land
which you are, and so am I

We shall see
it is certain that we will.

 

 

                                                                            

5 min read . Updated: 09 Jan 2020, 09:08 PM ISTGirish Shahane

Faiz' Hum D સ્વત ekhenge and a ghazal by Ayatollah Ruhollah Khomeini both place themselves within a tradition stretching back to the 14th century poet Hafez

Topics

Faiz Ahmed FaizCAA

I can only read Urdu with the help of transliterations and translations. As a consequence, my knowledge of Urdu poetry is feeble, restricted largely to the work of Mirza Ghalib. I am, however, familiar with poet and author Faiz Ahmed Faiz's Hum Dekhenge, a protest anthem composed in 1979 and originally aimed at the dictatorship of then Pakistan president Zia-ul-Haq, which has been sung at a few demonstrations against the Citizenship (Amendment) Act. Kanpur's Indian Institute of Technology invited ridicule by setting up a committee to examine if Hum Dekhenge expressed anti-Hindu sentiments, following a complaint by a faculty member named Vashi Mant Sharma. Sharma, who has published rants against Islam and Muslims on his blog and on a revivalist site called Agniveer seemingly without being rebuked by the institution, singled out three non-contiguous lines in the poem that he claimed were offensive to Hindus: Jab arz-e-Khuda ke kaabe se/ Sab but uthwae jaenge…/ Bas naam rahega Allah ka (When, from the Kaaba of god's earth,/ All false idols shall be uprooted… / Only the name of Allah will remain…).

The picture of the Marxist Faiz writing Islamist propaganda is so absurd that most of his admirers disregarded the particulars of Sharma's complaint. I am glad lyricist Javed Akhtar issued a detailed rebuttal in interviews with The Quint and India Today, because people like Sharma are too dangerous to be dismissed without response even if such rejoinders fail to penetrate the right-wing's force field. Akhtar explained how the Kaaba in the poem is not Mecca's Kaaba, but the earth viewed as the humanist equivalent of Islam's holiest spot. The false idols are dictators bound to be swept away by history's tide.

If Hum Dekhenge critiques any religious faith, it is orthodox Islam. The nazm's most contentious lines appear near its end: Utthega an-al-haq ka nara/ Jo mai bhi hoon aur tum bhi ho (The cry will rise, "I am the Truth"/ Which I am, as are you).

The phrase An-al-haq (I am the Truth) has echoed through Islamic history for over a thousand years since it was first pronounced by Mansur al-Hallaj, a Sufi mystic put to death in 922 AD during the reign of the Abbasid caliph Al-Muqtadir bi-llāh. Al-Hallaj thumbed a nose at orthodoxy and authority in numerous ways, but in the popular imagination his fate was sealed by his heretical shath, or ecstatic proclamation, "An-al-haq!" He grew central to the Sufi tradition, and his hanging became an important enough event to be depicted in Persian and Mughal miniatures centuries after it occurred.

Faiz was not the only radical to invoke Mansur al-Hallaj in a late 20th century poem. A ghazal in Farsi written a few years after Hum Dekhenge contains the lines: Farigh az Khud shudam wa koos an-al-haq bezadam./ Hamchu Mansur kharidar sare dar shudam. (No longer myself, I beat the drum of, "I am the Truth"./ Like Mansur, I have become a purchaser of the noose.) The poem continues: The agony of love burns into my being/ My affairs have become the talk of the town./ I say let us spend night and day in the tavern/ I am sick of the mosque and the seminary.../The Mullah's preaching makes me ill./ Give me the honest company of the lewd,/ Or leave me alone with memories of the temple/ Where I was awakened by the sweet touch of the beloved's hand.

 


--