વીધ્યાર્થીઓના (છાત્રાઓના)નારાની તાકાતને ઓછી ન આંકવી જોઇએ. પ્રીતેશ નંદી–
(લેખકે શરૂઆતમાં ફૈઝ અહેમદ ફૈઝ સાહેબની ક્રાંતીકારી નઝમ " હમ દેખેંગે" ની વીગતે વાત કરી છે. જે નઝમ અંગે મેં ફેસબુક પર આખો લેખ લખ્યો છે. તેથી તે હકીકતોનું પુનરાવર્તન ન થાય તે ધ્યાનમાં રાખીને, પ્રીતેશભાઇ નંદીના લેખમાં જે લેખના મથાળાને સંબંધીત છે તે અત્રે ટુંકમાં રજુ કર્યું છે.)
" મેં ઢાકામાં સને ૧૯૭૧ના સ્વતંત્રતાના સંગ્રામ દરમિયાન પણ જ્યારે પાકિસ્તાની સૈન્યએ જ્યારે યુવાન વીધ્યાર્થીઓના અવાજને દબાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે તે વીધ્યાથીઓએ પોતાના બંગલા દેશના ક્રાંતીકારી પ્રીય કવિ શમસુ રહેમાનની કવિતાઓને કેમ્પસમાં ગાવાનું શરૂ કર્યું હતું. પાકિસ્તાન દેશના વડા જનરલ યાહ્યાખાનના લશ્કરના સૈનીકોના બંદુકોની એકપણ ગોળી પેલા બંગલાદેશના વિધ્યાર્થીઓના બંગાળી ભાષાના શબ્દ સ્વતંત્રતા અને ઉર્દુ ભાષાના શબ્દ ' આઝાદી' ના નારાને બંધ કરવામાં સફળ થઇ નહતી."
આ એક શબ્દ છે, જેને દુનિયાભરના કવીઓએ અનેક અર્થો આપ્યા છે. આથી, મને તેના પર જરા પણ આશ્ચર્ય થયું નથી, જ્યારે ગયા મહિને દેશની ટોચની શૈક્ષણિક સંસ્થાઓમાંથી અનેક વિધ્યાર્થીઓ પર પોલીસના હુમલાના વીરોધમાં વિધ્યાર્થીઓને 'હમ દેખેંગે' ગીતને ગાતા જોયા હતા.
ફૈઝની આ કવિતા આજે લલકાર ગીત છે. એવું ગીત, જેને અધિનાયકવાદી શાસન સામે લડી રહેલા બધા જ લોકો ઠેર ઠેર ગાઇ રહ્યા છે. દુનિયાભરના યુવા વિધ્યાર્થીઓ માટે પોતાનાદેશના જુલ્મી શાસન સામે પોતાની અભિવ્યક્તિ રજુ કરવા માટેનું આ લલકાર ગીત છે. જ્યારે કેટલાક મૂર્ખલોકો (જે આજે ઘણા બધા છે) તે આ કવીતાને હિન્દુ વિરોધી કે દેશ વિરોધી સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ આ કવિતા સત્તા વિરોધી, ક્રૂરતા વિરોધી અને ફાસીસ્ટ વિરોધી છે. વિદ્રોહના બીજ તો દમનની રાજનીતિની ફળદ્રુપ જમીન પર જ અંકુરિત થાય છે. અને આજ કારણે દુનિયાની સર્વશ્રૈષ્ઠ કવિતાઓ એ દેશમાં જ બની છે જે મુશ્કેલીમાંથી પસાર થયા છે. ચિલીના પાબ્લો નરૂદા તેનું ઉદાહરણ છે. જોકે, વિરોધ કરનારા બધા જ કવિ ડાબેરીઓ હોતા નથી. સાહિત્યમાં નોબેલ પ્રાઇઝ મેળવનારા મેક્સિકોના ઓક્ટોવિયા પાલે કમ્યુનિસ્ટ શાસનના દમન સામે એટલો જ મજબુત અવાજ ઉઠાવ્યો હતો. બંગાળના શ્રૈષ્ઠ કવિઓમાંના એક સુભાષ મુખોપધ્યાયે યુવાનોને લગતું કવિતાઓનું એક પુસ્તક લખ્યું હતું. આ કવિ પોતે પોતાનો અભ્યાસ છોડીને નકસલબાડી આંદોલનમાં જોડાયા હતા. મુખોપાધ્યાય યુવાનોના આદર્શ કવિ બની ગયા હતા.
આજે ખેડુતોની આત્મહત્યામાં અનેક ઘણો વધારો થયો છે. ત્યારે આપણે નક્સલબાડી જનારા યુવાનોને યાદ કરવા જોઇએ. જેમણે પ્રથમ વખત બતાવ્યું હતું કે કૃષિની હાલત કેટલી ખરાબ છે. મેં વર્ષોથી વિદ્રોહી વિધ્યાર્થીઓને પ્રેરણા આપનારા આંદોલનો જોયા છે. આજ તે આઝાદી છે, જે તેઓ માંગી રહ્યા છે. પાખંડથી આઝાદી, જુઠથી આઝાદી, રાજકીય ખોટી દલીલોથી અને બે મોંઢાની વાતોથી આઝાદી. તે આઝાદી. રાષ્ટ્રવાદ પરના પોકળ ભાષણોમાંથી આઝાદી, તેઓ આ બાબતને જ આઝાદી કહે છે.
જે એનયુના યુવાનો આ આઝાદી માટે જ નારા લગાવે છે. તેની તાકાતને ઓછી ન આંકવી જોઇએ.તેણે જ એક સમયે આપણાં આઝાદીના આંદોલનનું સ્વરૂપ ધારણ કર્યું હતું. આજ તાકાત આજે આપણાં એ શાસન વિરૂધ્ધ સંઘર્ષને પરિભાષિત કરે છે, જે એ સમજાતું નથી કે દેશના લોકો શું ઇચ્છી રહ્યા છે.
સૌ. દીવ્ય ભાસ્કર તા.૧૭–૦૧–૨૦૨૦. પાન નં –૮ લેં પ્રિતેશ નંદી.