સૌ પ્રથમ સૌ ફેસબુકના મિત્રોને વર્ષ દરમ્યાન આપેલા સહકાર માટે ખુબજ આભાર. નુતન વર્ષાભિનંદન.
કયાં રાજા ભોજ અને કયાં.....
આપણા દેશના આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ચીન અને પાકિસ્તાન સાથેના સંબંધો તણાવપૂર્ણ રહ્યા છે.સંસદમાં વડાપ્રધાન અને અન્ય પ્રધાનોના નિવેદનોમાં વિરોધાભાસ જણાય છે.વિરોધપક્ષોના આગ્રહ છતાં સંસદમાં તેના પર ચર્ચા થતી નથી અને જો કોઈ સવાલ ઉઠાવે તો તેને પાકિસ્તાન જવાની સલાહ અપાય છે અથવા દેશદ્રોહીની ઉપાધિથી નવાજવામાં આવે છે.
કેટલાક વખતથી સત્તા પક્ષ તરફથી સરદારનું ગૌરવ વધારવાના અને નેહરુનું ગૌરવ હણવાના યોજનાપૂર્વક પ્રયાસો થાય છે.નેહરુ દમદમસાહ્યબી છોડીને 9 વર્ષ જેલમાં રહેલા.જેલમાં બેઠા બેઠા ગુગલની મદદ વિના 'ડિસ્કવરી ઓફ ઇન્ડિયા' જેવું દળદાર પુસ્તક લખ્યું છે,જે ભારતની સંસ્કૃતિ અને ભારતીય લોકોનો મિજાજ સમજવા માટે અઢળક સામગ્રી પૂરી પાડે છે.નેહરુ લોકશાહીના સમર્થક જ નહીં, ચાહક પણ હતા.વિરોધપક્ષોનો અવાજ દબાવવા ક્યારેય પ્રયાસ તેમણે કર્યો નથી.પોતાના વિરોધ કરનારાઓને ત્યાં સી.બી.આઈ કે આવકવેરાના દરોડા પડાવ્યા નથી.ઉલટું તેમને સન્માન્યાછે.સંસદનાગૃહમાંપુરો સમય હાજર રહેતા.1962માં ભારતની સરહદે ચીને કરેલ આક્રમણ બદલ તેમની સામે ઘણો રોષ પ્રગટ થયો હતો.તેમના માથે માછલાં ધોવાયા હતા. 16 ઓગસ્ટ થી 12 ડિસે. 1962 નેહરુએ વિદેશ ખાતાનો હવાલો પણ સંભાળેલ હતો.તેમણે ચીન આક્રમણ પર થયેલ ચર્ચામાં સંસદમાં 32 વખત નિવેદન કરેલ હતા.ભારત-ચીન સરહદ વિવાદ અંગે તેઓ 1.04 લાખ શબ્દો બોલ્યા હતા. એટલે છાપેલા 200 પાનાં જેટલું તેનું કદ થાય.
નેહરુએ સંસદમાં એવી ક્યારેય દલીલ કરી ન હતી ભારત-ચીન સરહદ પર ચર્ચા થવાથી યુધ્ધના પ્રયાસોમાં બાધા ઉત્પન્ન થશે.20 ઓક્ટો. 1962 ચીને આક્રમણ કર્યું.સંસદમાં 12 થી 14 નવે.1962ના દિવસોમાં આ મુદ્દે થયેલ ચર્ચા દરમિયાન 165 સભ્યોએ નેહરુની સખત ટીકા કરી હતી. વિરોધપક્ષનાસભ્યોએ લશ્કરી તૈયારીના અભાવના મુદ્દે નેહરુ સરકારનો રીતસર ઉધડો લીધો હતો.નેહરુ આ પુરા સમય દરમિયાન હાજર રહ્યા હતા.તેમણે સંસદને વારંવાર ખાતરી આપી હતી કે તેઓ સંસદ સમક્ષ ઝીણામાં ઝીણી માહિતી રજૂ કરશે અને સંરક્ષણના નામે કોઈ માહિતી છુપાવશે કે અટકાવશેનહીં.વર્તમાનસંસદની કામગીરી તરફ નજર નાખીએ તો સંસદના શિયાળુ સત્ર દરમ્યાન વિરોધપક્ષોએ લદાખ સરહદે થયેલ અથડામણ મુદ્દે ચર્ચા કરવાની ઉઠાવેલ માગણીનો સરકારે વિરોધ કર્યો હતો. વડાપ્રધાન કે વિદેશ પ્રધાન બેમાંથી કોઈ ગૃહ સમક્ષ હાજર પણ ન થયા.પરિણામે આ વિવાદ સંબંધમાં માત્ર સંરક્ષણ પ્રધાનનું નિવેદન જ એક તરફી રજૂ થયું. તે સમયે નહેરુની સંસદમાં હેમ બરૂઆ,નાથપાઈ,અટલ બિહારી બાજપેયી, એન.જી.રંગા, બલરાજમધોક, એચ.વી.કામથ, આચાર્ય કૃપલાની,ફ્રેન્કએંથની,મહેન્દ્રપ્રતાપસિંહ,મણીરામબાગરી અને મહાવીર ત્યાગી જેવા મહારથીઓ વિરોધ પક્ષે હતા.તે સમયે તેમને સંસદમાં યુધ્ધની તૈયારી અને વિદેશી સરકારો સાથેની વાતચીતની પ્રગતિની વિગતો અપાતી હતી.
ચીનનેયુનોમાં પ્રવેશ આપવાના મુદ્દે ભારતે આપેલ ટેકા સંબંધમાં લોકસભામાં તારીખ 8 નવેમ્બર 1962ના રોજ વિરોધ પક્ષની સખત ટીકાનોનેહરુ ભોગ બન્યા હતા. ટીકાના જવાબમાં નેહરુએ જણાવ્યું "આ આપણા ગમા-અણગમાનો પ્રશ્ન નથી.ચીનના યુનો પ્રવેશથી ચીની આક્રમણ પ્રશ્ન સુલ્ઝાવવામાં અને તેનું ગેરવર્તન રોકવામાં આપણને મદદ થશે." પી.કે.દેવ નામના સંસદસભ્યે ખાત્રી માગી કે ચીની આક્રમણ અટકે નહિ ત્યાં સુધી ચીન સાથે કોઈ મંત્રણા નહીં થાય.નેહરુએ જણાવ્યું પ્રથમ તો ગૃહને માહિતગાર કર્યા સિવાય કોઈ પગલું ભરવામાં આવશે નહીં. બીજું એ બાબતે આપણે બધા સંમત થવા જોઈએ કે દેશના ગૌરવને હાનિ થાય તેવું નાનું કૃત્ય પણ થવું જોઈએ નહીં.બાકીની બાબતોમાં કાર્ય કરવાનું સ્વાતંત્ર મને મળવું જોઈએ.લોકસભામાં ચર્ચા દરમિયાન સભ્યોએપંચવર્ષીય યોજના રદ કરી તેના સંસાધનો યુધ્ધની તૈયારીમાં લગાવવા આગ્રહ કર્યો હતો.નેહરૂએ કહ્યું "જો તમામ ઇજનેરોને હું લદાખ મોકલી આપું,તો તેઓ ત્યાં શું કરશે ? જો આપણે પંચવર્ષીય યોજના રદ કરીશું તો તે ચીનને શરણાગતિ થશે." વર્તમાનમાં વડાપ્રધાનેપંચવર્ષીય યોજના રદ કરેલ છે અને તેના કારણે વિકાસ દર ઘટ્યો છે.
નેહરુ માત્ર ચીની આક્રમણ પ્રશ્ને નહીં,POK પરત લેવાની નિષ્ક્રિયતાનામુદ્દે પણ સંસદનારોષનો ભોગ બન્યા હતા.તે સમયે તેમણે એક ઓછા જાણીતા પ્રસંગનો લોકસભામાં ઉલ્લેખ કર્યો હતો.તેમણેસભ્યોને 14 ઓગસ્ટ 1961ના રોજ જણાવ્યું કે પાકિસ્તાનની આક્રમણખોરો એ લદાખ જવાના રસ્તે ઝોલી લા પાસ ભાગ 1948-'49માં કબજે કરી લીધો છે.તેમણે કહ્યું કે આપણું લશ્કર ટેંકો સાથે ત્યાં ધસી ગયું અને તેમને ત્યાંથી હાંકી કાઢયા છે.
નેહરુએ તારીખ 3 મે 1962ના રોજ રાજ્યસભા સમક્ષ જાહેર કરેલ કે ચીની સરહદ વિવાદ મુદ્દે પાકિસ્તાની પ્રમુખ ઐયુબખાનનું સમર્થન મેળવવા તેમણે અચાનક 1960ના અંત ભાગમાં પાકિસ્તાનની મુલાકાત લીધી હતી.તેમણે કહ્યું કે પાકિસ્તાન સાથે કાશ્મીર મુદ્દે આપણે ભલે મતભેદ હોય,પરંતુ ચીન સાથે સરહદ મુદ્દે બંને પડોશી દેશો સન્માન નીતિ ધરાવે તે જરૂરી છે.નેહરુએ રાજ્યસભામાં આ હકીકત જાહેર કર્યા બાદ બીજા જ દિવસે ચીનથી સમાચાર આવ્યા કે તેઓ સરહદ વિવાદ મુદ્દે મંત્રણા માટે તૈયાર છે.
સંસદીય કાર્યવાહીના છેલ્લા 60 વર્ષો તરફ નજર નાખીએ તો જણાશે કે સંસદીય કાર્યવાહી કેટલી અર્થપૂર્ણ અને જીવંત હતી.ચર્ચાઓ લાંબી અને સળંગ થતી હતી.સરકાર ઉતાવળથી ખરડાઓ પસાર કરાવતી ન હતી.નેહરુ પુરા સમય ગૃહમાં હાજરી આપતા હતા.વર્તમાનમાંસંસદના શિયાળુ સત્રમાં વડાપ્રધાન પ્રથમ અને છેલ્લા દિવસે જ ગૃહમાં ઉપસ્થિત રહ્યા હતા. ભાવાનુવાદક– પ્રો. અશ્વીન કારીઆ.
(માહિતી સ્ત્રોત : પી.રમણ નો તા. 14 નવે. 2020ના Indian Express માં પ્રગટ થયેલ લેખ)
તિખારો– વર્તમાન સત્તાપક્ષના રાજકીય નેતાઓનો સંસદીય લોકશાહી પ્રથા અને લોકશાહીના પાયાના મુલ્યો જેવાકે સ્વતંત્રતા, સમાનતા,બંધુત્વ અને ધર્મનીરપેક્ષતા વગેરે માટે કેટલી વાસ્તવિક નીષ્ઠા કે પ્રતીબધ્ધતા છે તે જાણવા માટે તે બધાનો નાર્કો ટેસ્ટ કરાવવાની તાતી જરૂર છે તેવું તમને નથી લાગતું? નાર્કો ટેસ્ટમાં વ્યક્તિ જે જાગુત અવસ્થામાં જે વિચારો, મુલ્યો, અંગે દંભ કરી શકે અથવા તે અંગે ' કહેણી અને કરણી જુદી હોય તેવું આ ટેસ્ટમાં બતાવી શકતો નથી. તેનાથી ઇચ્છા હોય તો પણ આ ટેસ્ટમાં છુપાવી શકાતું નથી.સિવાય કે ટેસ્ટ કરનાર પોતે ભ્રષ્ટ ન હોય! (પ્રેષક બીપીન શ્રોફ)
--