ભારતને સ્વતંત્ર દેશ રહેવા દો ! સરકાર કે તેના નેતાઓની ટીકાઓને ( Let India remain a free country. Don't treat criticism as crime) ગુનો ગણાય નહી. સર્વોચ્ચ અદાલતનો સંદેશો.
(૨) વિદેશી શાસનની ધુંસરીને ફગાવીને આઝાદ બનેલા દેશના નાગરીકોના અભિવ્યક્તી સ્વાતંત્રયને રૂધવાનો પ્રયાસ અને પ્રવૃત્તીઓ જે તે સરકારો માટે આત્મઘાતી નીવડે છે. ટા ઓફ ઇ ના સુવાક્યનો ભાવાનુવાદ.
(૩) "You want freedom of speech, we will teach you a lesson" શું તારે અભિવ્યક્તિની સ્વતંત્રતા જોઇએ છીએ, અમે તને બરાબર પાઠ ભણાવીછું. વર્તમાન કેન્દ્ર સરકાર અને રાજ્યોની સરકારો અને તેના પોલીસતંત્રની માનસીકતા. સર્વોચ્ચ અદાલતનું નિરિક્ષણ.
(૪) દેશની સર્વોચ્ચ અદાલતે જુદા જુદા શહેરોમાં પોલીસ અને સત્તાધારીઓની મીલીભગતને કારણે આઇપીસી ની કલમ ૧૨૪–એ (રાજદ્રોહ કે સરકાર સામે બળવો) નો બેફામ ઉપયોગ કરવા માંડયો છે તેની સામે સર્વોચ્ચ અદાલતે સખત પાઠ ભણાવતો સંદેશો ( Chilling Message) જાહેર કર્યો છે. કોઇ દીલ્હીના બહેને (સ્રી) પોતાની ફેસબુકપર કોઇ પોસ્ટ લખી હશે. તેને કોલકત્તાની પોલીસને વાંધાજનક લાગવાથી આ પોલીસ દીલ્હીમાં આવીને તેણીની સામે એફ આઇ આર દાખલ કરી.
બહુ રંજ સાથે સર્વોચ્ચ અદાલતે આગળ જણાવ્યું છે કે દેશની આઝાદી માટે સંઘર્ષ કરતા આપણા સ્વતંત્રતાના લડવૈયાઓએ (Freedom Fighters) તથા બંધારણના સર્જકોના મનમાં સ્વપ્ને પણ એવો ખ્યાલ ન હતો કે સરકારી નીતીરીતીઓ સામે અભિવ્યક્તીની આઝાદી વ્યક્ત કર્તા નાગરીકોને પ્રજાના મતોથી ચુંટાયેલા સત્તાધારીઓ પાઠ ભણાવવા રાજ્યના દંડાનો ઉપયોગ રાજ્યદ્રોહની કલમ દ્ર્રારા કરશે. આ બધી સરકારોએ તો રાજકીય વિરોધીઓ તથા કર્મનીષ્ઠો સામે IPC, NSA, UAPA ના ખુબજ મોટાપ્રમાણમાં કેસો દાખલ કરી દીધા છે. જે બીલકુલ દેશને અવળેરસ્તે દોરનારુ ( Misguided ) અને મુર્ખતા ભરેલું કૃત્ય છે.
આ કેસમાં સર્વોચ્ચ અદાલત જણાવે છે કે દીલ્હીની બહેને પોતાની સોસીઅલ મીડીયાની સાઇટ પર એટલું જ પોસ્ટ કર્યું હતું કે પશ્ચીમ બંગાળની સરકારે કોલકત્તાની એ કોમને લોકડાઉનના નિયમોનું તે પાલન કરતી ન હતી તેમ છતાં સરકાર પગલાં લેતી નથી. બોલો કેટલો મોટો ફોજદારી ગુનો બહેને કરી દીધો. જેથી ત્યાંની પોલિસને દીલ્હીમાં આવીને બેન સામે એફ આઇ આર દાખલ કરવી પડી. શું દેશના નાગરીકો આવી ટીકા પણ સરકારોની ના કરી શકે!
તાજેતરમાં ઉ.પ્રદેશના મુખ્યમંત્રી ' લવ જેહાદ' કાયદાની વિરૂધ્ધ વર્તનાર માટે પ્રેસમાં એવું રીલીઝ કર્યું છે ' તેનું રામ નામ સત્ય છે ' કરી નાંખીશું.
ઉત્તરાખંડની હાઇકોર્ટે એક પ્રત્રકારે તે રાજ્યના મુખ્યમંત્રી પર ભ્રષ્ટાચારનો આરોપ મુક્યો હતો , તેના પર રાજ્યદ્રોહનો આરોપ મુકેલ હતો, તે કેસની સુનવણી કરતાં જે નિરિક્ષણો કોર્ટે કર્યા છે તે નીચે મુજબ છે.
જ્યાંસુધી જાહેર પ્રજાના વહીવટકર્તઓના કાર્યોની ટીકાઓ ન થાય, તેમના નીતિવિષયક પગલાંનું મુલ્યાંકન ન થાય ત્યાં સુધી લોકશાહી મજબુત ન થાય. જો રાજ્યકર્તાઓ દેશદ્રોહના કાયદાની (૧૨૪–એ) મદદ લઇને પોતાની સામેના વિરોધને દબાવી દે તે લોકશાહીનું પોતા જ નબળુ પડી જશે. સરકારની ટીકા કરવી તે ક્યારેય રાજ્યદ્રોહ કે રાષ્ટ્રદ્રોહ બની શકે નહી.(" Criticsing the government can never be sedition.")
દેશ માટે સમય આવી ગયો છે કે બ્રીટીશ ગુલામીના વારસા તરીકે નો આ રાજયદ્રોહનો કાયદો બંધારેણે બક્ષેલી સ્વતંત્રતાની વિરૂધ્ધનો હોવાથી તેને ફગાવી દેવામાં આવે. ખુદ બ્રીટને પોતે આ રાજ્યદ્રોહના કાયદાને પોતાના દેશમાંથી ઘણા સમયથી રદ બાતલ કરેલ છે. નાગરીક સ્વાતંત્ર્ય વિરોધનો આ કાયદો કોના હિતોને સાચવવા અને સંવર્ધન કરવા ચાલુ રાખવામાં આવે છે.? મોદી સરકાર પાસે તો સંસદના બે ગૃહોમાં તે પસાર કરવા સ્પષ્ટ બહુમતી તો છે જ !
( સૌ. ઇ. એકસપ્રેસ તંત્રી લેખ તા ૩૦–૧૦–૨૦નો મુક્ત ભાવાનુવાદ)
--