ચુંટણીના દિવસે મતદાન અને ટપાલ પેટી દ્રારા મતદાનની શુધ્ધતા, પારદર્શકતા (Transparency)
અમેરીકામાં વર્તમાન રાષ્ટ્રપ્રમુખની ચુંટણીમાં દેશના દસ કરોડ નાગરીકોએ ટપાલ પેટી દ્રારા ( મેઇલ બોક્ષ) મતદાન કર્યું છે. આ પ્રકારનું મતદાન થઇ શકે છે કે તે માટે અમેરીકાની કોર્ટે પરવાનગી આપેલી હતી. તેથી ચુંટણી તંત્રે તે પ્રકારની સુઆયોજીત વ્યવસ્થા કરી હતી. બીજું કે મેઇલ બોક્ષ દ્રારા મોકલેલો દરેક મત, જે કોઇ મતદારે આપ્યો છે તેનું આ મતપત્રવાળું ટપાલ કવર સુઆયોજીત નકકી કરેલ ચુંટણી ઓફીસમાં પહોંચ્યું છે કે નહી તે પોતાને ઘરેથી ઇન્ટરનેટની મદદથી સરતળાથી તપાસી શકે છે. લાખો અમેરીકન મતદારોએ ( કદાચ ફક્ત વર્તમાન રાષ્ટ્રપ્રમુખ સિવાય) પોતાના મોબાઇલ પરથી પોતે મોકલેલો મેઇલબોક્ષનો મત મતગણતરીની સક્ષમ ઓફીસે પહોંચ્યો છે કે નહી તેની પારદર્શકતા તપાસેલી છે. આજદિનસુધી આ મુદ્દે કોઇ રાજકીય પક્ષોએ તેમાં લેશમાત્ર ગેરરીતી દેખાઇ કે જોઇ નથી.
પ્રમુખ ટ્રમ્પને અહેસાસ થઇ ગયો છે કે તા. ત્રણ નવેંબરમાં સીધા મતદાન વાળી ચુંટણીમાં હું જીતી ગયો છં પણ આ મેઇલબોક્ષ દ્રારા જે મતો ગણાશે તે મને હરાવી દેશે. તેથી તેઓએ ઘણા અયોગ્ય શબ્દો અને મેઇલબોક્ષ દ્રારા ગણાતી મતગણતરીની કાયદેસરતા અંગે કોર્ટમાં જવાના પ્રયત્નો કરેલા છે. જે સફળ થયા નથી.
--