ફ્રાન્સ પ્રમુખ– ઇમેન્યુલ મેકરોનએ ' પેરીસ શહેરના એક ઉપનગરની સ્કુલના શિક્ષક સેમ્યુઅલ પટી ( Samuel Paty)ને શોકાંજલી આપતાં વ્યક્ત કરેલા વિચારો–
તમે બધા, અમારા બંધારણીય ધર્મનીરપેક્ષતાના ( Secularism) ખ્યાલની વિભાવના અને તેના આધારીત વિકસેલી સંસ્કૃતીને ઓળખો, ( French way of life) ને સમજો ! અમારા દેશમાં રહીને તમે તમારી ધાર્મીક અલગ સામાજીક સંસ્કૃતી વિકસાવી શકશો નહી ( Islamic Seperatism) અમારા દેશમાં મુસ્લીમ અલગતાવાદને બદલે ( Islam of Renaissance & Enlightenment) મુસ્લીમોમાં ધર્મકેન્દ્રી નહી પણ માનવકેન્દ્રી વૈજ્ઞાનીક જ્ઞાન આધારીત નવજાગૃતી અને જ્ઞાન–પ્રબોધન યુગના વિચારો અને જીવન પધ્ધતીને વિકસાવો.તેની તાતી જરૂરત તમારે અને અમારે છે. ઇસ્લામનું બીજુ નામ જો ભાઇચારો અને શાંતી હોય તો આટલી બધી અસહિષ્ણુતા અને હીંસા તેમાં ક્યાંથી આવી ગઇ!
ફ્રાન્સમાં મુસ્લીમ વસ્તી ૫૦ લાખ છે જે દેશની કુલ વસ્તીના ૯ ટકા છે.
ભાઇ, સેમ્યુઅલ પેટી, ( જેનો શિરચ્છેદ કરવામાં આવ્યો છે.) આપણા પાયાના મુલ્ય સ્વતંત્રતા અને અભિવ્યક્તીના સ્વાતંત્ર્યના ભાગરૂપે અને રક્ષા કાજે, પયગંબર મહંમદ સાહેબના કાર્ટુન રજુ કરવાના હક્કનું તમારી માફક અમે પણ રક્ષણ કરીશું. બીજુ, આપણા દેશમાં વિશ્વના તમામ ધર્મો, તેમના પુસ્તકો અને તેમના સર્જકોના વિચારોની બંધારણે બક્ષેલી સ્વતંત્રતાને આધારે ટીકા કરવાનો અને તેને અભિવ્યક્ત કરવાનો ( Freedom of Expression)પણ અબાધિત અધિકાર છે. વધુમાં આપણા દેશમાં ઇશ્વર કે તેના વિચારોની નિંદા ના થઇ શકે તે કાયદો ( Law of Bla'sphemy) તો ઘણા સમય પહેલાં જ નાબુદ કે નામશેષ કરી દીધો છે. તે બંધારણીય અધિકારનું પણ રાજ્ય તમામ સત્તા ઉપયોગથી રક્ષણ કરશે જ તેવી બાંહેધરી હું આપુ છું. – ઇમેન્યુલ મેકરોન ફ્રાન્સના પ્રમુખ . સૌ–ઇન્ડીયન એકસપ્રેસ ૧–૧૧–૨૦( A look at France's Complex relationship with Islam.) નો ટુંકમાં ભાવાનુવાદ.
આજ પેપરનો તા. ૩૧મીઓકટોબરના તંત્રી લેખનો પણ ટુંકમાં ભાવાનુવાદ–
ફ્રાન્સ અને વીશ્વને હજુ ઉપરની ઘટનાના આઘાતની કળ નથી વળી ત્યાંતો તે દેશના 'નાઇસ' નામના શહેરના એક ચર્ચમાં ઘુસી જઇને મુસ્લીમ આતંકવાદીએ એક સ્રીનો શિરચ્છેદ કરી નાંખ્યો અને બીજા એક સ્રી અને પુરૂષને મારી નાંખ્યા.
આપણા દેશની મોદી સરકારે ફ્રાન્સની સરકારને આ આઘાતજનક સમયમાં તેની સાથે છે અને પોતાની સહાનુભુતી વ્યક્ત કરી છે તેમજ દિલસોજી પાઠવી છે .
સને ૨૦૧૨થી ફ્રાન્સ સતત આતંકવાદી હુમલાઓનો ભોગ બનતું આવ્યું છે. પેરીસના પેલા ' શાર્લી હેબડો' ( Charlie Habdo) કટાક્ષમય (Satirist) માસિકની ઓફીસ પરના આતંકી હુમલા થી શરૂઆત થઇ હતી..
ઇન્ડીયન એકપ્રેસના તંત્રી વધુમાં લખે છે કે તમારો દેશ લોકશાહી જીવન પધ્ધતીને વળેલો બહુવંશીય– બહુ–સાંસ્કૃતીક ( Multicultural) વસ્તી ધરાવે છે. તે બધાને સાથે રાખીને, તેમની વચ્ચે સંવાદિતા , સુમેળ અને સહકાર રાખીને શાંતીમય રીતે કેવી રીતે સહજીવન જીવાય તે ધ્યેય સાથે જીવવાનું છે. તે પ્રમાણે દેશના નાગરીકોને તૈયાર કરવાના છે.
જે ઇસ્લામી દેશો ફ્રાન્સ પ્રમુખ મેકરોનના વિચારો અને ધર્મ આધારીત ત્રાસવાદનો વિરોધ કરવા નવો કાનુન બનાવવાની વાતનો વિરોધ કરે છે તેની સામે ખાસ કરીને તુર્કી અને મલેશીયાના પ્રમુખો ને જણાવે છે કે તમારા દેશમાંની લશ્કરશાહી સરમુખત્યારશાહી ફગાવી દઇને સ્વતંત્રાતા આપો પછી બીજા લોકશાહી દેશની ટીકા કરજો. વીશ્વના ફલક પર એક મુસ્લીમ દેશ બતાવો જે દેશમાં લોકશાહી આધારીત મુલ્યો અને સેક્યુલર આદર્શો પ્રમાણે પોતાના નાગરીકો સ્વતંત્રતા અને અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય બિનારોકટોક ભોગવતા હોય.
તમે એક વિચારને બીજા વિચારથી મારી શકતા નથી. પરંતુ તમે વિચારથી માણસને ચોક્ક્સ મારી શકશો. માનવ શરીરના ભોગે તમે આ વિચાર સારો કે પેલો તેના માટે લડશો નહી. દરેક માનવીને સ્વતંત્ર રીતે જીવવા દો. તેના પર વિચારો આધારીત ત્રાસ ગુજારશો નહી.
( You cannot kill an idea with another idea. But you can always kill a human being with an idea. Do not fight for this idea or that idea, if it is at the cost of human life. Let it be free to live and not suffer. ) by courtesy- Prof Tabish Khair English Prof in Dept of English Aarhus university, Denmark. I Ex dated 30 th Oct 2020.
અત્રે રજુ કરેલો ફોટો ફ્રાન્સના પ્રમુખ મેકરોનનો છે.
--