Monday, December 28, 2020

આપણાદેશના સૌ વીધ્યાર્થી યુવાનો અને યુવતીઓ માટે

આપણા દેશના સૌ વીધ્યાર્થી યુવાનો અને યુવતીઓ માટે  અને અન્ય પ્રેમલા – પ્રેમીઓ માટે  જ અગત્યની જાહેરાત––

(૧) ભારત છોડો આંદોલનમાં તાત્કાલીક જોડાઇ જાવ.

(૨)  ભારતના ધર્મ–જ્ઞાતી–જાતી અને ઉંચ–નીચના ટેકાવાળી વર્ણવ્યવસ્થા,વી.ના  જાળાંબાવાં દેશમાં એવાં દાટી, ડુબાડીને કે ભસ્મીભુત કરીને જાવ અથવા પેલા લવ–જેહાદવાળાના સપ્રેમ અર્પણ કરીને જાવ.

(૩) વીશ્વના કોઇપણ દેશની યુનીવર્સીટીમાં જઇને ખુબજ અભ્યાસ કરી તમારા સ્વપ્નાં સાકાર કરો.

(૪) લગ્ન અથવા મેરજ પણ ત્યાંજ કરી ને બને ત્યાંજ સ્થાયી થઇ જાવ.

(૫) બે– ત્રણ દાયકાઓ પછી તમારા દિકરા – દિકરીઓને  તમારી માતૃભુમીના નવા મોહન–જો ડેરોના અભ્યાસ કરવા માટે મોકલજો.



--

Saturday, December 26, 2020

મોદીજી,

 

મોદીજી,

ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરાવીને કોઇ ઉપકાર કરતા નથી. દાન  કે પરોપકાર એ એક સામાજિક સદ્ગુણ ભલે હશે પણ તે સામાજીક ન્યાયનો વિક્લપ નથી. એ તો ખેડુતોનું હળાહળ અપમાન છે. તમારી સરકારે ખેડુતો વિરોધી ત્રણ કાળા કાયદાઓ પેલા  અંબાણી– અદાણીવાળી જે કોર્પોરેટ સંસ્કૃતી લાવવા પેદા કર્યા છે. તેનાથી ખેડૂતોના દિલોદમાગમાં જે લોહીયાળ ઉઝરડાથી ઘા પડયા છે તેના પર આ તમારો ઉપકાર તો પડેલા ઘા પર મીઠુ ભભરાવે છે.

મોદીજી,  તમારી આ કોર્પોરેટ સંસ્કૃતી અને સામાજીક હિંદુત્વવાદે તો દેશની ૮૦ ટકા વસ્તી માટે ફરીથી મનુવાદી ઉપકારવાદી–નસીબવાદી સમાજ બનાવવાના પાયા પેલા રામમંદીરના શીલાન્યાસ સાથે શરૂ કરી  દીધા છે. મહેનતકશ અને દેશના અન્ય ઉત્પાદકો પાસેથી તેમની બચત લુંટી લઇને તેમાંથી બનાવેલી ઇમારતોનું ભવિષ્ય ૨૧મી સદીમાં પુરુ થઇ ગયું છે. વર્તમાન કિસાન ચળવળનો જો કોઇ સંદેશો  હોય તો તે આ દેશની દિવાલો પર લખેલો છે. તમે બધા સાનમાં સમજી જઇને સામાજીક, રાજકીય, આર્થીક  ન્યાયના અને સમાનતાના આધારે પ્રજા લક્ષી રાજ્ય ચલાવો.ભારતના ઇતીહાસમાં મોદી યુગ ફક્ત અને ફક્ત માનવપ્રગતીના ઘડીયાળના કાંટા પાછા ફેરવનારા તરીકે  દેશની આગામી પેઢીઓ જાણશે અને સમજશે. તમારા લલાટે અને દેશના નસીબે  આનાથી બીજું કાંઇ દેખાતું નથી. સિવાય કે  તમારી સરકાર સામેનો કિસાન વિદ્રોહ પેલા અન્ના હજારેના આંદોલને  કોગ્રેસ સત્તાને જમીનદોસ્ત કરી તેવું જ પરીણામ દેશની ક્ષિતિજો પર તમારી સત્તા માટે અમને દેખાઇ રહ્યું છે.

દેશના પ્રથમ વડાપ્રધાને  નહેરૂજીએ  પોતાના પ્રથમ પ્રવચનમાં એક સદાબહાર  એક નાનકડો  શબ્દસમુહ કે માર્મીક વચન રજુ કરેલું.

" Our Tryst with Destiny".

મોદીજી , એ ભારતભાગ્ય વિધાતા તમારા હાથે કઇ દિશામાં જશે તે તો સમય કહેશે જ .પણ તમે તમારા પડછાયાથી કેટલે દુર જઇ શકશો?



--

Sunday, December 20, 2020

ચાર્વાક દર્શન ટુંકમાં


ચાર્વાક દર્શન ટુંકમાં.

ચાર્વાકના વિચારોનું સંકલન કરીને અત્રે ટુંકમાં અને સરળ ભાષામાં મુકવાની કોશીષ કરેલ છે. તેને આપણે ચાર્વાક દર્શન તરીકે પણ ઓળખી શકીએ.

 (૧) આ જગત અને બ્રહ્માંડની દરેક વસ્તુઓ પદાર્થ ( મેટર) છે. કે પદાર્થની બનેલી છે. કુદરતના તમામ પરિબળો પણ ભૌતીક કે પદાર્થમય જ છે.

(૨) માનવી કુદરતનો એક ભાગ છે. તેથી માનવી પણ એક ભૌતીક એકમ અથવા પદાર્થ છે.

(૩) માનવીનું શરીર જુદા જુદા ભૌતીક પદાર્થોનું બનેલું છે પરંતુ તે બધા પદાર્થોનું મુળ એકમ ફક્ત એક જ પદાર્થ છે.

(૪) માનવ શરીર અને માનવ મન ( હ્યુમન બ્રેઇન) બે કોઇ જુદા જુદા સ્વતંત્ર એકમો નથી. માનવ મન તે માનવના ભૌતીક શરીરનો એક ભાગ જ છે. તેથી ભૌતીક શરીરના અંત સાથે માનવ મનનો પણ નાશ થાય છે. આપણા શરીરના મૃત્યુ સાથે  જેમ શરીરના જુદા જુદા અંગો ક્રમશ; કામ કરતા બંધ થઇ જાય છે તેવું જ માનવ મગજ કે મન પણ કામ કરતું બંધ થઇ જાય છે.

(૫)  ભૌતીક શરીરમાં અશરીરી કે આધ્યાત્મીક આત્માનું અસ્તીત્વ શક્ય જ નથી. મનની ચેતના ( Conscience or conscientious) જેને ધાર્મીક લોકો આત્મા તરીકે ઓળખે છે તે ખરેખર જૈવીક ઉત્ક્રાંતીમાંથી વિકસેલી સદ્વીવેકબુધ્ધી છે. જે માનવીને સારુ શું ખોટું શું, નૈતીક શું અને અનૈતીક શું તેનો નિર્ણય કરતાં શીખવાડે છે. આવી સદ્વીવેકબુધ્ધી અન્ય સજીવોમાં પણ તેમના જૈવીક વીકાસની કક્ષાના પ્રમાણમાં વિકસેલી હોય છે.

(૬) માનસીક ચેતના તે માનવીના ઇન્દ્રીયજન્ય અનુભવોનું સર્જન છે. આપણી પાંચ ઇન્દ્રીયો, જેવીકે આંખ, નાક, કાન, જીભ અને ત્વચા અથવા ચામડી દ્રારા માનવ મનને સંદેશા મલે છે. જે સંદેશાઓને અંગ્રેજીમાં " Human Perception" તરીકે  ઓળખવામાં આવે છે. તેને આપણે ઇન્દ્રીયોદ્રારા માનવ મનમાં ગ્રહણ થતા જ્ઞાન તરીકે પણ ઓળખી શકીએ. તેથી ચાર્વાક દ્રઢતાપુર્વક જણાવે છે કે માનવ મનને કોઇ અનુભવ માનવ શરીરની પાંચ ઇન્દ્રીયો સિવાય મલવો અસંભવ છે. ઇન્દ્રીયાતીત અનુભવ ક્યારેય ભૌતીક ન હોઇ શકે. જે અનુભવને ઇન્દ્રીયોથી અનુભવી શકાય નહી તેનું કોઇ મહત્વ ચાર્વકને મને એટલા માટે ન હતું કારણકે તે ઇન્દ્રીયાતીત અનુભવને માનવ ઇન્દ્રીયોથી તપાસી શકાય નહી. તે સાચો છે કે ખોટો તે તેના કોઇ પુરાવા માનવ સદ્વીવેકબુધ્ધીથી ( Conscientious) મેળવી શકાતા નથી.

(૭) માનવી એક ભૌતીક એકમ હોવાથી ચાર્વાકનું તારણ હતું કે માનવીને તેની પાંચેય ઇન્દ્રીયો દ્ર્રારા મળતું સુખ જ સાચુ સુખ છે. સુખ ભૌતીક હોવાથી તે જયાં સુધી આપણે જીવીએ છીએ  ત્યાંસુધી જ તેનો અનુભવ કરી શકીએ. મૃતશરીર કોઇ સુખ એટલા માટે ન ભોગવી શકે કારણકે  તેની બધીજ ઇન્દ્રીયો પણ શરીરના મૃત્યુ  સાથે મૃત થઇ ગઇ હોય છે.

(૮) ચાર્વાકનું આગળનું તારણ હતું કે શરીરને સુખ આપવા માટે તેના પર ઉપવાસ, શારીરક દમન, અન્ય પાયાની મુળભુત જરૂરીયાતોથી વંચિત રહેવાની જરૂર નથી. તપ, જપ, સાધના, અને ઇન્દ્રીયાતીત અનુભવોના દાવા બિલકુલ પોકળ છે. તેમાંથી માનવીને ક્યારે સુખ મલી શકે નહી. તે બધા દાવાઓ કરનારા દાવાઓ પોતાની ઇન્દ્રીયોની મદદથી જ કરે છે પણ તેમના દાવા ઇન્દ્રીયાતીત હોય છે. જે દાવો કરનાર સિવાય અન્ય કોઇ માનવી પોતાના ઇન્દ્રીયજન્ય અનુભવથી તપાસી શકે નહી. માટે ચાર્વાકને મન તેનું કોઇ મહત્વ ન હતું.

(૯) ચાર્વાકનું ઉપરના વિચારોને આધારે તારણ હતું કે  બધા જ ધર્મોએ જે સ્વર્ગ, નર્ક, પાપ પુન્ય, મોક્ષ, પુર્વજન્મ, પુનર્જન્મ વગેરે કપોળકલ્પનાઓ કરેલી છે તમામને ઇન્દ્રીયજન્ય અનુભવોથી તપાસી શકાય તેમ ન હોવાથી સત્યથી વેગળી છે. અને સમાજના સત્તા ભોગવનારા રાજા, પુરોહિત અને સંપન્ન વર્ગના હિતો સાચવવા તે બધી કપોળકલ્પના કે દંતકથાઓનું સર્જન કરવામાં આવ્યું છે.

(૧૦) માટે યજ્ઞો અને કર્મકાંડો કરવાથી ફક્ત તે કરાવનાર પુરોહિતો સિવાય કોઇનું કલ્યાણ તેમાંથી થતું નથી. યજ્ઞમાં અબોલ પશુઓનો બલી તો ન જ  અપાય.

ટુંકમાં ચાર્વાકે  મનુવાદી, બ્રાહ્મણવાદી વિચારસરણી " જગત મીથ્યા બ્રહ્મ સત્ય" ના વિચારો વિરૂધ્ધ સમગ્ર જગત માનવ સહિત ભૌતીક  પદાર્થનું જ બનેલું  છે. કુદરતના તમામ પરિબળો જેવા કે આકાશ, સુર્ય, પૃથ્વી, નદી, પર્વત જેવા તમામ પરિબળો ભજવાના એકમો નથી. પણ માનવ અસ્તીત્વને ટકાવી રાખવા અને વિકસાવવા માનવીના ઇન્દ્રીયજન્ય અનુભવથી તે બધા પરિબળો ને તેના નિયમોને સમજી શકાય તેમ છે. ( The nature is not an object of worship but of knowledge).

ખાસ નોંધ– આજના મારા જન્મ દિવસ નીમીત્તે  ફેસબુક, મેસેજંર અને વોટસઅપ દ્રારા શુભેચ્છા મોકલનારા સૌ મીત્રોનો આભાર.)


--

Wednesday, December 16, 2020

About CharvakDarshan


ચાર્વક દર્શન ના અનુસંધાનમાં–

ભાઇશ્રી મિહરભાઇ દવે એ ૧૧મી ડીસેમ્બરે પોતાના વેબિનાર ના પ્રવચનમાં ચાર્વકના ભૌતીકવાદના વિચારો બને તેટલી સરળતાથી સમજાવ્યા હતા. તેના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે.

(૧) આ જગત અને બ્રહ્માંડની દરેક વસ્તુઓ પદાર્થ ( મેટર) છે. કે પદાર્થની બનેલી છે. કુદરતના તમામ પરિબળો પણ ભૌતીક કે પદાર્થમય જ છે.

(૨) માનવી કુદરતનો એક ભાગ છે. તેથી માનવી પણ એક ભૌતીક એકમ અથવા પદાર્થ છે.

(૩) માનવીનું શરીર જુદા જુદા ભૌતીક પદાર્થોનું બનેલું છે પરંતુ તે બધા પદાર્થોનું મુળ એકમ ફક્ત એક જ પદાર્થ છે.

(૪) માનવ શરીર અને માનવ મન ( હ્યુમન બ્રેઇન) બે કોઇ જુદા જુદા સ્વતંત્ર એકમો નથી. માનવ મન તે માનવના ભૌતીક શરીરનો એક ભાગ જ છે. તેથી ભૌતીક શરીરના અંત સાથે માનવ મનનો પણ નાશ થાય છે. આપણા શરીરના મૃત્યુ સાથે  જેમ શરીરના જુદા જુદા અંગો ક્રમશ; કામ કરતા બંધ થઇ જાય છે તેવું જ માનવ મગજ કે મન પણ કામ કરતું બંધ થઇ જાય છે.

(૫)  ભૌતીક શરીરમાં અશરીરી કે આધ્યાત્મીક આત્માનું અસ્તીત્વ શક્ય જ નથી. મનની ચેતના ( Conscience or conscientious) જેને ધાર્મીક લોકો આત્મા તરીકે ઓળખે છે તે ખરેખર જૈવીક ઉત્ક્રાંતીમાંથી વિકસેલી સદ્વીવેકબુધ્ધી છે. જે માનવીને સારુ શું ખોટું શું, નૈતીક શું અને અનૈતીક શું તેનો નિર્ણય કરતાં શીખવાડે છે. આવી સદ્વીવેકબુધ્ધી અન્ય સજીવોમાં પણ તેમના જૈવીક વીકાસની કક્ષાના પ્રમાણમાં વિકસેલી હોય છે.

(૬) માનસીક ચેતના તે માનવીના ઇન્દ્રીયજન્ય અનુભવોનું સર્જન છે. આપણી પાંચ ઇન્દ્રીયો, જેવીકે આંખ, નાક, કાન, જીભ અને ત્વચા અથવા ચામડી દ્રારા માનવ મનને સંદેશા મલે છે. જે સંદેશાઓને અંગ્રજીમાં " Human Perception" ઓળખવામાં આવે છે. તેને આપણે ઇન્દ્રીયોદ્રારા માનવ મનમાં ગ્રહણ થતા જ્ઞાન તરીકે પણ ઓળખી શકીએ. તેથી ચાર્વાક દ્રઢતાપુર્વક જણાવે છે કે માનવ મનને કોઇ અનુભવ માનવ શરીરની પાંચ ઇન્દ્રીયો સિવાય મલવો અસંભવ છે. ઇન્દ્રીયાતીત અનુભવ ક્યારેય ભૌતીક ન હોઇ શકે. જે અનુભવને ઇન્દ્રીયોથી અનુભવી શકાય નહી તેનું કોઇ મહત્વ ચાર્વકને મને એટલા માટે ન હતું કારણકે તે ઇન્દ્રીયાતીત અનુભવને માનવ ઇન્દ્ર્યોથી તપાસી શકાય નહી. તે સાચો છે કે ખોટો તે તેના કોઇ પુરાવા માનવ સદ્વીવેકબુધ્ધીથી ( Conscientious) મેળવી શકાતા નથી.

(૭) માનવી એક ભૌતીક એકમ હોવાથી ચાર્વાકનું તારણ હતું કે માનવીને તેની પાંચેય ઇન્દ્રીયો દ્ર્રારા મળતું સુખ જ સાચુ સુખ છે. સુખ ભૌતીક હોવાથી તે જયાં સુધી આપણે જીવીએ છીએ  ત્યાંસુધી જ તેનો અનુભવ કરી શકીએ. મૃતશરીર કોઇ સુખ એટલા માટે ન ભોગવી શકે કારણકે  તેની બધીજ ઇન્દ્રીયો પણ શરીરના મૃત્યુ  સાથે મૃત થઇ ગઇ હોય છે.

(૮) ચાર્વાકનું આગળનું તારણ હતું કે શરીરને સુખ આપવા માટે તેના પર ઉપવાસ, શારીરક દમન, અન્ય પાયાની મુળભુત જરૂરીયાતોથી વંચિત રહેવાની જરૂર નથી. તપ, જપ, સાધના, અને ઇન્દ્રીયાતીત અનુભવોના દાવા બિલકુલ પોકળ છે. તેમાંથી માનવીને ક્યારે સુખ મલી શકે નહી. તે બધા દાવાઓ કરનારા દાવાઓ પોતાની ઇન્દ્રીયોની મદદથી જ કરે છે પણ તેમના દાવા ઇન્દ્રીયાતીત હોય છે. જે દાવો કરનાર સિવાય અન્ય કોઇ માનવી પોતાના ઇન્દ્રીયજન્ય અનુભવથી તપાસી શકે નહી. માટે ચાર્વાક ને મન તેનું કોઇ મહત્વ ન હતું.

(૯) ચાર્વાકનું ઉપરના વિચારોને આધારે તારણ હતું કે  બધા જ ધર્મોએ જે સ્વર્ગ, નર્ક, પાપ પુન્ય, મોક્ષ, પુર્વજન્મ, પુનર્જન્મ વગેરે કપોળકલ્પનાઓ કરેલી છે તમામને ઇન્દ્રીયજન્ય અનુભવોથી તપાસી શકાય તેમ ન હોવાથી સત્યથી વેગળી છે. અને સમાજના સત્તા ભોગવનારા રાજા, પુરોહિત અને સંપન્ન વર્ગના હિતો સાચવવા માટે છે .

(૧૦) માટે યજ્ઞો અને કર્મકાંડો કરવાથી ફક્ત તે કરાવનાર પુરોહિતો સિવાય કોઇનું કલ્યાણ તેમાંથી થતું નથી. યજ્ઞમાં અબોલ પશુઓનો બલી તો ન જ  અપાય.


--

Sunday, December 6, 2020

સમરથ કો દોષ ન કોઇ ગોંસાઇ


સમરથ કો દોષ ન કોઇ ગોંસાઇ

 કેનેડાના પ્રધાન મંત્રી જસ્ટીન ટ્રુડેઉ શાંતીથી આંદોલન કરવાના પંજાબ કિસાનોના હક્કને ટેકો આપે તો તેને ભારતના આંતરીક મામલામાં હસ્તક્ષેપ કે દખલગીરી કહેવાય. દિલ્હીના કેનેડીયન દુતાવાસને સમન્સ મોકલાય!

 પણ ભારતના વડાપ્રધાન મોદી અમેરીકાના ટેક્ષસાસ રાજ્યના હ્યૂસ્ટન શહેરમાં જઇને " હાઉ ડી મોદી" ના કાર્યક્રમમાં ભાગ લઇને "અબકી બાર ટ્રમ્પ સરકાર" નો નારો તે પણ ડોલાન્ડ ટ્રમ્પના હાથ પકડીને  આખા સ્ટેડીયમાં ફરે તેને અમેરીકાના રાજકારણમાં દખલગીરી નહી તો બીજુ શું કહેવાય?

સમરથ કો દોષ ન ગોંસાઇ કે પછી હાથીના દાંત ચાવવાના જુદા ને બતાવવાના જુદા!


--