Wednesday, December 16, 2020

About CharvakDarshan


ચાર્વક દર્શન ના અનુસંધાનમાં–

ભાઇશ્રી મિહરભાઇ દવે એ ૧૧મી ડીસેમ્બરે પોતાના વેબિનાર ના પ્રવચનમાં ચાર્વકના ભૌતીકવાદના વિચારો બને તેટલી સરળતાથી સમજાવ્યા હતા. તેના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે.

(૧) આ જગત અને બ્રહ્માંડની દરેક વસ્તુઓ પદાર્થ ( મેટર) છે. કે પદાર્થની બનેલી છે. કુદરતના તમામ પરિબળો પણ ભૌતીક કે પદાર્થમય જ છે.

(૨) માનવી કુદરતનો એક ભાગ છે. તેથી માનવી પણ એક ભૌતીક એકમ અથવા પદાર્થ છે.

(૩) માનવીનું શરીર જુદા જુદા ભૌતીક પદાર્થોનું બનેલું છે પરંતુ તે બધા પદાર્થોનું મુળ એકમ ફક્ત એક જ પદાર્થ છે.

(૪) માનવ શરીર અને માનવ મન ( હ્યુમન બ્રેઇન) બે કોઇ જુદા જુદા સ્વતંત્ર એકમો નથી. માનવ મન તે માનવના ભૌતીક શરીરનો એક ભાગ જ છે. તેથી ભૌતીક શરીરના અંત સાથે માનવ મનનો પણ નાશ થાય છે. આપણા શરીરના મૃત્યુ સાથે  જેમ શરીરના જુદા જુદા અંગો ક્રમશ; કામ કરતા બંધ થઇ જાય છે તેવું જ માનવ મગજ કે મન પણ કામ કરતું બંધ થઇ જાય છે.

(૫)  ભૌતીક શરીરમાં અશરીરી કે આધ્યાત્મીક આત્માનું અસ્તીત્વ શક્ય જ નથી. મનની ચેતના ( Conscience or conscientious) જેને ધાર્મીક લોકો આત્મા તરીકે ઓળખે છે તે ખરેખર જૈવીક ઉત્ક્રાંતીમાંથી વિકસેલી સદ્વીવેકબુધ્ધી છે. જે માનવીને સારુ શું ખોટું શું, નૈતીક શું અને અનૈતીક શું તેનો નિર્ણય કરતાં શીખવાડે છે. આવી સદ્વીવેકબુધ્ધી અન્ય સજીવોમાં પણ તેમના જૈવીક વીકાસની કક્ષાના પ્રમાણમાં વિકસેલી હોય છે.

(૬) માનસીક ચેતના તે માનવીના ઇન્દ્રીયજન્ય અનુભવોનું સર્જન છે. આપણી પાંચ ઇન્દ્રીયો, જેવીકે આંખ, નાક, કાન, જીભ અને ત્વચા અથવા ચામડી દ્રારા માનવ મનને સંદેશા મલે છે. જે સંદેશાઓને અંગ્રજીમાં " Human Perception" ઓળખવામાં આવે છે. તેને આપણે ઇન્દ્રીયોદ્રારા માનવ મનમાં ગ્રહણ થતા જ્ઞાન તરીકે પણ ઓળખી શકીએ. તેથી ચાર્વાક દ્રઢતાપુર્વક જણાવે છે કે માનવ મનને કોઇ અનુભવ માનવ શરીરની પાંચ ઇન્દ્રીયો સિવાય મલવો અસંભવ છે. ઇન્દ્રીયાતીત અનુભવ ક્યારેય ભૌતીક ન હોઇ શકે. જે અનુભવને ઇન્દ્રીયોથી અનુભવી શકાય નહી તેનું કોઇ મહત્વ ચાર્વકને મને એટલા માટે ન હતું કારણકે તે ઇન્દ્રીયાતીત અનુભવને માનવ ઇન્દ્ર્યોથી તપાસી શકાય નહી. તે સાચો છે કે ખોટો તે તેના કોઇ પુરાવા માનવ સદ્વીવેકબુધ્ધીથી ( Conscientious) મેળવી શકાતા નથી.

(૭) માનવી એક ભૌતીક એકમ હોવાથી ચાર્વાકનું તારણ હતું કે માનવીને તેની પાંચેય ઇન્દ્રીયો દ્ર્રારા મળતું સુખ જ સાચુ સુખ છે. સુખ ભૌતીક હોવાથી તે જયાં સુધી આપણે જીવીએ છીએ  ત્યાંસુધી જ તેનો અનુભવ કરી શકીએ. મૃતશરીર કોઇ સુખ એટલા માટે ન ભોગવી શકે કારણકે  તેની બધીજ ઇન્દ્રીયો પણ શરીરના મૃત્યુ  સાથે મૃત થઇ ગઇ હોય છે.

(૮) ચાર્વાકનું આગળનું તારણ હતું કે શરીરને સુખ આપવા માટે તેના પર ઉપવાસ, શારીરક દમન, અન્ય પાયાની મુળભુત જરૂરીયાતોથી વંચિત રહેવાની જરૂર નથી. તપ, જપ, સાધના, અને ઇન્દ્રીયાતીત અનુભવોના દાવા બિલકુલ પોકળ છે. તેમાંથી માનવીને ક્યારે સુખ મલી શકે નહી. તે બધા દાવાઓ કરનારા દાવાઓ પોતાની ઇન્દ્રીયોની મદદથી જ કરે છે પણ તેમના દાવા ઇન્દ્રીયાતીત હોય છે. જે દાવો કરનાર સિવાય અન્ય કોઇ માનવી પોતાના ઇન્દ્રીયજન્ય અનુભવથી તપાસી શકે નહી. માટે ચાર્વાક ને મન તેનું કોઇ મહત્વ ન હતું.

(૯) ચાર્વાકનું ઉપરના વિચારોને આધારે તારણ હતું કે  બધા જ ધર્મોએ જે સ્વર્ગ, નર્ક, પાપ પુન્ય, મોક્ષ, પુર્વજન્મ, પુનર્જન્મ વગેરે કપોળકલ્પનાઓ કરેલી છે તમામને ઇન્દ્રીયજન્ય અનુભવોથી તપાસી શકાય તેમ ન હોવાથી સત્યથી વેગળી છે. અને સમાજના સત્તા ભોગવનારા રાજા, પુરોહિત અને સંપન્ન વર્ગના હિતો સાચવવા માટે છે .

(૧૦) માટે યજ્ઞો અને કર્મકાંડો કરવાથી ફક્ત તે કરાવનાર પુરોહિતો સિવાય કોઇનું કલ્યાણ તેમાંથી થતું નથી. યજ્ઞમાં અબોલ પશુઓનો બલી તો ન જ  અપાય.


--