આપણા દેશના સૌ વીધ્યાર્થી યુવાનો અને યુવતીઓ માટે અને અન્ય પ્રેમલા – પ્રેમીઓ માટે જ અગત્યની જાહેરાત––
(૧) ભારત છોડો આંદોલનમાં તાત્કાલીક જોડાઇ જાવ.
(૨) ભારતના ધર્મ–જ્ઞાતી–જાતી અને ઉંચ–નીચના ટેકાવાળી વર્ણવ્યવસ્થા,વી.ના જાળાંબાવાં દેશમાં એવાં દાટી, ડુબાડીને કે ભસ્મીભુત કરીને જાવ અથવા પેલા લવ–જેહાદવાળાના સપ્રેમ અર્પણ કરીને જાવ.
(૩) વીશ્વના કોઇપણ દેશની યુનીવર્સીટીમાં જઇને ખુબજ અભ્યાસ કરી તમારા સ્વપ્નાં સાકાર કરો.
(૪) લગ્ન અથવા મેરજ પણ ત્યાંજ કરી ને બને ત્યાંજ સ્થાયી થઇ જાવ.
(૫) બે– ત્રણ દાયકાઓ પછી તમારા દિકરા – દિકરીઓને તમારી માતૃભુમીના નવા મોહન–જો ડેરોના અભ્યાસ કરવા માટે મોકલજો.
--