મોદીજી,
ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરાવીને કોઇ ઉપકાર કરતા નથી. દાન કે પરોપકાર એ એક સામાજિક સદ્ગુણ ભલે હશે પણ તે સામાજીક ન્યાયનો વિક્લપ નથી. એ તો ખેડુતોનું હળાહળ અપમાન છે. તમારી સરકારે ખેડુતો વિરોધી ત્રણ કાળા કાયદાઓ પેલા અંબાણી– અદાણીવાળી જે કોર્પોરેટ સંસ્કૃતી લાવવા પેદા કર્યા છે. તેનાથી ખેડૂતોના દિલોદમાગમાં જે લોહીયાળ ઉઝરડાથી ઘા પડયા છે તેના પર આ તમારો ઉપકાર તો પડેલા ઘા પર મીઠુ ભભરાવે છે.
મોદીજી, તમારી આ કોર્પોરેટ સંસ્કૃતી અને સામાજીક હિંદુત્વવાદે તો દેશની ૮૦ ટકા વસ્તી માટે ફરીથી મનુવાદી ઉપકારવાદી–નસીબવાદી સમાજ બનાવવાના પાયા પેલા રામમંદીરના શીલાન્યાસ સાથે શરૂ કરી દીધા છે. મહેનતકશ અને દેશના અન્ય ઉત્પાદકો પાસેથી તેમની બચત લુંટી લઇને તેમાંથી બનાવેલી ઇમારતોનું ભવિષ્ય ૨૧મી સદીમાં પુરુ થઇ ગયું છે. વર્તમાન કિસાન ચળવળનો જો કોઇ સંદેશો હોય તો તે આ દેશની દિવાલો પર લખેલો છે. તમે બધા સાનમાં સમજી જઇને સામાજીક, રાજકીય, આર્થીક ન્યાયના અને સમાનતાના આધારે પ્રજા લક્ષી રાજ્ય ચલાવો.ભારતના ઇતીહાસમાં મોદી યુગ ફક્ત અને ફક્ત માનવપ્રગતીના ઘડીયાળના કાંટા પાછા ફેરવનારા તરીકે દેશની આગામી પેઢીઓ જાણશે અને સમજશે. તમારા લલાટે અને દેશના નસીબે આનાથી બીજું કાંઇ દેખાતું નથી. સિવાય કે તમારી સરકાર સામેનો કિસાન વિદ્રોહ પેલા અન્ના હજારેના આંદોલને કોગ્રેસ સત્તાને જમીનદોસ્ત કરી તેવું જ પરીણામ દેશની ક્ષિતિજો પર તમારી સત્તા માટે અમને દેખાઇ રહ્યું છે.
દેશના પ્રથમ વડાપ્રધાને નહેરૂજીએ પોતાના પ્રથમ પ્રવચનમાં એક સદાબહાર એક નાનકડો શબ્દસમુહ કે માર્મીક વચન રજુ કરેલું.
" Our Tryst with Destiny".
મોદીજી , એ ભારતભાગ્ય વિધાતા તમારા હાથે કઇ દિશામાં જશે તે તો સમય કહેશે જ .પણ તમે તમારા પડછાયાથી કેટલે દુર જઇ શકશો?
--