પ્રશ્નો તમારા–જવાબ અમારા– તા. ૨૦–૨૧ નવેંબર.
(૧) આત્માનિર્ભર ભારત અંગે માનવવાદનો ખ્યાલ શું છે? સદીઓ જુની રૂઢીચુસ્ત ગ્નાન પધ્ધ્તી, અને સ્વદેશી ટેકનોલોજી શું આપણા દેશને સ્વાવલંબી બનાવશે?
જવાબ– ૨૧મી સદીમાં સમગ્ર વિશ્વના દેશોએ જે આરોગ્ય,પર્યાવરણ, ભુખમરો, કુદરતી પરિબળોનું માનવ કલ્યાણ માટે ઉપયોગ અને બીજા તમામ માનવીય પ્રશ્નો ઉકેલ્યા છે .તે વૈશ્વીક સહકારનું જ પરિણામ છે. દા;ત, કોરોનાની રસીની શોધ એસ્ટો્જેનેકાની પ્રયોગશાળા લંડનમાં થઇ, તેને વિશ્વના ગરીબ દેશોમાં વ્યક્તી દીઠ ફક્ત ત્રણ ડોલરમાં મળે તે માટે અમેરીકાના બીલ ગેટસ–મિલેન્દા ફાઉન્ડેશને કરોડો ડોલર્સ ભારત સ્થિત પુનામાં આવેલી સિરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઇંડીયાને કોમર્શીઅલ હેતુ માટે ઉત્પાદન કરવા માટે દાન કે ભેટમાં આપ્યા. જ્યારે આપણા દેશના વડાપ્રધાન મોદીજીની રૂઢીચુસ્ત કે જડ અને આત્મનિર્ભરતાની વિચારસરણીએ થાળીયાં બજાઓ અને દીયા જલાઓ થી કોરાના ભગાઓનો કાર્યક્રમ દેશવ્યાપી રાખ્યો હતો. આજ નેતા ફરી પાછા ૧૦૦ કરોડ વેકસીનના ડોઝ નાગરીકોને લગાવ્યા તે પોતાના નેતૃત્વની અંગત સિધ્ધી હોય તે પ્રમાણે ગુણગાન બીજાઓ પાસે ગવડાવવા માંડયા.
જ્યારે ગાંધીજીથી માંડીને મોદી સુધીના તમામ નેતાઓ ગ્રામ્ય સ્વરાજ્ય, ગ્રામ્ય સ્વાવલંબન, ગ્રામ્ય સમરસતા અને ભારત આત્મનિર્ભર ની વાતો કરે ત્યારે સમજી લેવાનું કે દેશને ગ્નાન–વિગ્નાન આધારીત આધુનીક બનાવવાના વિરોધી છે. તેને બદલે હિદુંધર્મ આધારીત અસમાન, અમાનવીય અને શોષણખોર વર્ણવ્યવસ્થાને ફક્ત ટકાવી રાખવા નહી પણ ૨૧મી સદીમાં વધુ બળવત્તર બનાવવાના ખુલ્લા નહિતો પ્રછન્ન ટેકેદારો છે એમ જ ભારપુર્વક સમજવું. તે બધા વ્યક્તીગત રીતે અને સામુહિક રીતે માનવકેન્દ્રી સમાજવ્યવસ્થાને બદલે મનુસ્મૃતી આધારીત સમાજ વ્યવસ્થાને પરત લાવવાના હિમાયતી અને ટેકેદારો છે. તેથી આપણા પ્રજાસત્તાક બંધારણના વિરોધી કહેવાય. તેમનાથી સાવધાન રહેજો અને બીજાને સાવધાન કરજો.
સ્વદેશી ટેકનોલોજીના બણગા ફુંકનારા ફ્રાન્સના રાફેલ વિમાનો અને રશિયાના મોંઘાદાટ શસ્રૌ આયાત કરીને તે જ પાછા દશેરાના દિવસે તે બધા શસ્રોનું પુજન કરે છે. શાબાશ મેરા ભારત મહાન! મેરા ભારત વિશ્વ ગુરૂ બનેગા!
(૨) શું નૈતીકતા માનવીય છે કે ધાર્મીક? સ્વસ્વાર્થ અને નૈતીક્તા એક બીજાના પુરક છે કે હરિફ?
જવાબ– ધાર્મીક નૈતીકતા દેશ અને દુનીયાની પ્રજાને ઉપદેશ આપે છે કે તમારા મૃત્યુ પછીના ભવ્ય જીવન માટે વર્તમાન જીવનમાં યેનકેન પ્રકારે સર્જન કરેલી જેટલી વધારે બને તેટલી આવક અને સંપત્તિ ધાર્મિક– નૈતીક બનવા વાપરો. ધાર્મીક ઉપદેશ પ્રમાણે દુન્યવી આવક– સંપત્તિના સર્જન માટે ગાંધીજીનો સાધનશુધ્ધીનો ખ્યાલ જ અવ્યવહારુ છે. ધાર્મીક નૈતીક્તાથી પ્રાપ્ત કરલું તમારૂ પુન્ય ફક્ત સ્વસ્વાર્થી જ હોય છે. સ્વર્ગમાં બેઠેલા પેલા ચિત્રગુપ્તના લેજર કે ચોપડામાં વ્યક્તીગત જ હવાલા અને એન્ટી્ પડે છે!
(૩) વૈગ્નાનીક મિજાજનો આધાર શું?
જવાબ– ઇન્દ્રીયજન્ય અનુભવ, તેમની મદદથી બાહ્ય નિરિક્ષણ, પ્રયોગાત્મક,તટસ્થ અને પુર્વગ્રહ વિનાની તપાસ અને આખરે પોતાની સદ્વિવેકબુધ્ધીથી તાર્કીક મુલ્યાંકન.
(૪) આપણી શિક્ષણપ્રથા અસહીષણુ, અસમાન અને સરમુખત્યારશાહી વલણો ધરાવતી અથવા ઉદારમતવાદની વિરોધી કેમ છે?
જવાબ– કારણ કે તે આપણી પરંપરાગત સંસ્કૃતિની દેન છે. તેના મુળીયાં " ગુરૂ બ્રહ્મા, ગુરૂ વિષણુ, ગુરૂ સાક્ષાત પરં બ્રહ્મં " ની માનસીકતામાં રહેલાં છે. તેની સામે વિદ્રોહ કરવાની ક્ષમતા નહી કેળવીએ ત્યાં સુધીઓ ગુરૂ–દક્ષીણામાં આ ચતુર ગુરૂઓ, બાહોશ એકલવ્યો જેવાના જમણા હાથના અંગુઠા દાનમાં લઇ લેશે. જેથી સ્વપ્રયત્નથી ગ્નાન મેળવી શકાય જ નહિ. ગુરૂ સિવાય ગ્નાન જ નહી. તે ધંધાદારી સુત્ર છે.
(૫) વિપસ્ય– સાધના અંગે તમારો શું મત છે?
જવાબ– પ્રામાણીક રીતે તેમાં મારૂ ઘોર અગ્નાન છે. કારણકે સાલુ,! એંશી વર્ષોની જીંદગીમાં તેના વિષે જાણવાની ઇચ્છા જ કોઇ દિવસ પેદા થઇ નથી.