પ્રશ્ન તમારા જવાબ અમારા નં ૪.
ગઇકાલના વિષયની ચર્ચાને આધારે તથા અન્ય જીગ્નાસુ મિત્રોએ જે પ્રશ્નો પુછયા છે તેને અત્રે ટુંકાવીને રજુ કરેલ છે તથા બીજુ કેટલાક પ્રશ્નોનું વિષયવસ્તુ એક હોવાથી જુથમાં સાથે ગોઠવ્યા છે.
પ્રશ્ન –૧. ભારતના બંધારણમાં ધાર્મીક સ્વતંત્રતા અંગે જોગવાઇ છે. નાસ્તીકતા અંગે કોઇ ખાસ કાયદાકીય જોગવાઇ છે? (બ) માનવવાદ ઇશ્વરના અસ્તીત્વનો અસ્વીકાર કરે છે. તો શું આ વિચારસરણી નાસ્તીકતાના પ્રચાર અને સંવર્ધનું કામ કરે છે?
જવાબ–(અ) સ્વતંત્રતા એક અધિકાર તરીકે અન્ય તમામ અધિકારોની માફક ( સિવાય અનુચ્છેદ ૨૧ જીંદગી જીવવાના અધિકાર) તેના બે પાસા છે. " Freedom to believe & not to believe in it." કોઇ પણ ધર્મમાં માનવાની સ્વતંત્રતા અને તમામ ધર્મોમાં નહી માનવાની પણ સ્વતંત્રતા.નાસ્તીકતા કે નિરઈશ્વરવાદ આ અધિકારમાં સમાયેલો જ છે.
(બ) માનવવાદ માનવ કેન્દ્રી વિચારસરણી છે.તેનો આધાર વૈગ્નાનીક સત્યો પર છે.તથા માનવી કુદરતનો એક ભાગ હોવાથી અને કુદરત નિયમબધ્ધ હોવાથી માનવીનું સંપુર્ણ જીવન પણ નિયમબધ્ધ છે. જેમ કુદરતી પરિબળો નિયમબધ્ધ હોવાથી તે કોઇ દેવી કે ઇશ્વરી સર્જન નથી. તેવી જ રીતે માનવી પણ દૈવી કે ઇશ્વરી સર્જન નથી. જેમ કુદરતી પરીબળોના સંચાલનના નિયમો માનવ તર્કવિવેક બુધ્ધીથી સમજી શકે છે; તેવું જ માનવ શરીરના સંચાલનની બાબતમાં છે. માનવકેન્દ્રી વિચારસરણી ઇશ્વરના અસ્તિત્વનો અસ્વીકાર એટલા માટે કરે છે કે તેના અસ્તીત્વના કોઇ પુરાવા માનવીય ઇન્દ્રીયજન્ય અનુભવથી( આંખ,કાન, નાક, જીભ અને ચામડી) પ્રાપ્ત કરવા જ અસંભવ છે.અશક્ય છે. અને ઇન્દ્રીયાતીત અનુભવના દાવા માનવ ઇન્દ્રીયોથી તપાસવા અશક્ય છે.તેથી માનવવાદ માનવકેન્દ્રી, આ જન્મમાં અને અહીંયાં જ ઐહીક કે દુન્યવી ભૌતીક સુખ,(ભોગવાદી કે અકારાંતીયું ભોગવાદી જીવન બિલકુલ નહી) અન્ય તેના જેવા માનવીઓના સહકારથી પ્રાપ્ત કરવામાં પથદર્શક બને છે. તેમાં તાર્કીક રીતે નાસ્તીકતા કે નિરઇશ્વરવાદ જેવા વિચારો આવી જતા હોય તો તેનું લેશમાત્ર દુ:ખ માનવાદીઓને કેવી રીતે હોઇ શકે!
પ્રશ્ન–૨. દરિયો ભરીને લુંટ કરીને ખોબો ભરીને દાન કરવાથી કોઇ અર્થ સરે ખરો?
જવાબ. લગભગ દરેક ધાર્મીક પ્રવૃત્તીઓના ટેકા કે દાનમાં મળતાં નાણાં બિનહિસાબી હોય છે. દાનની રકમની નોંધ ભલે બિનહિસાબી હોય પણ પેલા સ્વર્ગ નિવાસી ચિત્રગુપ્તના ચોપડામાં તે કાયદેસરની બની જાય છે તેવો પેલા દાન આપનારને વિશ્વાસ હોય છે. માટે તે મંદિરોમાં દાન ખુશી ખુશીથી આપે છે, અપાવે છે. દાનવીર તરીકે પોતાનો મોભો સતત વધતો જાય છે તેનું ગૌરવ અનુભવે છે. આવકવેરાની કલમ ૮૦–જી મુજબ સંસ્થાએ મુક્તિ મેળવી હોવા છતાં દાન કરનાર અને લેનાર બંને જાણે છે કે આ બધા દાનના નાણાં કેવી રીતે ભેગા થાય છે. અરે! દેશની સંસદમાં ચુંટાયેલા તમામ રાજકીય પક્ષોના સાંસદોએ સર્વાનુમતે કાયદો પસાર કર્યો છે કે " તે બધાને ઇલેકશન બોન્ડ દ્રારા નાણાં મળે તો તેનો અધિકૃત આધાર બતાવવાની જરૂર નથી."
પ્રશ્ન– ૩. શુ ખરેખર સરદાર સરોવર અને બુલેટ ટે્ઇન જેવા પ્રોજેકટથી બહુમતી પ્રજાજનનું કલ્યાણ થાય છે ખરૂ?
જવાબ–કોઇપણ જાહેર હિતના પ્રોજેક્ટનો માપદંડ માનવવાદની દ્ર્ષટીએ એટલો જ છે કે તેના લાભાર્થીઓની કુદરતી પરિબળો સામેની અસલામતી કેટલી ઓછી થાય છે.
પ્રશ્ન–૪. માનવવાદી દ્ર્ષટીએ સર્વમત અને બહુમત કેવી રીતે પારીભાષિત કરવામાં આવે છે.
જવાબ– માનવવાદ માટે કદાચ બંને સર્વાનુમતે અને બહુમતીની પાસે માનવીના સશક્તીકરણ કરતાં વિપરીત ખ્યાલોવાળા હિતો હોય! જે જોખમકારક હોય છે. દા:ત બાઇબલનો પૃથ્વી ગોળ નથી તેવી માન્યતાની સામે ગેલેલીયોની એકલો મત કે પૃથ્વી ગોળ છે તેવી સાબિતીવાળું સત્ય. દા:ત કોરોના વાયરસને ભગાડવા માટે થાળી વગાડો, દીયા – મશાલ જલાઓ વિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ખ્યાલ અને તેના ટેકામાં રાષટ્વ્યાપી પ્રચાર. અને હવે ૧૦૦ કરોડ વેક્સીનના ડોઝ નાગરીકોએ લીધા તે પણ વડાપ્રધાનની વ્યક્તીગત સિધ્ધી !
પ્રશ્ન–૫. પુખ્ત ઉંમરના વિજાતીય સ્વતંત્ર સંબંધો અંગે માનવવાદી અભિગમ કેવો? તેના સાથે જ મળેલો બીજો પ્રશ્ન– માનવવાદ ગર્ભપાત કે એબોર્શનને નૈતીક માને છે કે અનૈતીક?
જવાબ– માનવવાદી ઉદ્ઘોષણાઓ ( Humanist Manifesto published in 1933, 1973 & 2003,)માં પુખ્ત ઉંમરના સ્રી–પુરૂષોને જાતીય પસંદગીની સ્વતંત્રતા અને તે પ્રમાણે જીવન જીવવાની સ્વતંત્રતાઓ એક અનીવાર્ય ભાગ તરીકે આમેજ કરેલ છે. સ્રી માટે ગર્ભપાતને નૈતીક અને કાયદેસરના અધિકાર તરીકે માનવવાદીઓ સ્વીકારે છે. અને જ્યાં તે અધિકાર નથી તે સંઘર્ષમાં તેમનો ટેકો હોય છે.
પ્રશ્ન–૬. માનવ જીવનના ઘડતરમાં ધર્મની ભુમીકા શું? તેને મજબુત કરવામાં કયા કયા પરિબળોની પ્રમુખ ભુમીકા છે? શું ધર્મો માનવીને ગેરમાર્ગે ( મીસ ગાઇડ) દોરનારુ પરિબળ નથી ? રી. ડોકીન્સ.
જવાબ– માનવ સંસ્કૃતીના વિકાસના શરૂઆતના તબક્કાઓમાં ધર્મનો ફાળો હકારાત્મક હતો. પણ સમય જતાં તે સ્થાપિત હિત બની ગયો. અને અંધશ્રધ્ધાળુ, વિગ્નાન વિરોધી અને જે સે થે વાદી બની ગયો છે. પોતાનું સ્થાપિત હિત ટકાવવા તેણે રાજકીય, આર્થીક અને સામાજીક પરિબળો સાથે મીલી ભગતના સક્રીય સંબંધો બનાવેલા છે.
પ્રશ્ન–૭. માનવવાદ લગ્નોત્તર સંબંધો ( Extramarital relationship, & LGBT )તથા સમલૈગીંક સંબંધો અને ટા્ન્સજેન્ડર) સંબંધો અંગે કેવા વલણો ધરાવે છે? સ્વતંત્ર જાતીય મુક્ત વિહાર માનવવાદની વિચારસરણી સાથે સુસંગત છે કે વિરોધાભાસી?
જવાબ–
રૂઢીચુસ્ત ધર્મો અને તેના આધારીત મર્જાદીપણું કુદરતી જાતિયવૃત્તીઓનું જબ્બ્રજસ્ત દમન કરે છે. ખરેખર કુટુંબ નિયોજન, ગર્ભપાત અને છુટાછેડાને માનવ અધિકારનો દરજજો બિલકુલ સરળતાથી મળવો જોઇએ. અસહિષણુ અને શોષણખોર જાતીય સંબંધોને કોઇ કાળે પણ માનવવાદનો ટેકો ન હોય! પરંતુ બે પુખ્ત ઉંમરના સ્રી–પુરૂષની ઇચ્છા મુજબના જાતીય સંબંધોને કાયદાનું કે સામાજીક રૂઢીઓનું નિયંત્રણ ન હોવું જોઇએ. ( We do not approve of explottive and denigrating forms of sexual expression, neither do we wish to probhit, by law or social sanction, sexual behaviour between consenting adults. Rule 6 of Second Humanist manifestos)
maxium indivudual autonomy with consonant social responsibilities) અસહિષણુ વલણ જાતીય સંબંધોમાં નહી, નો એપ્રુવલ ઓફ એક્ષસપ્લોટેટીવ વર્તણુક.
સમલૈગીંક સંબંધોને અને ત્રીજી જાતી થર્ડ જેન્ડર (ટા્ન્સજેન્ડર)ને દરેક દેશમાં તમામ પ્રકારના કાયદેસરના હક્કો મલવા જોઇએે.અમેરીકામાં થર્ડજેન્ડરને પોતાના પાસપોર્ટમાં Special " X" sign કરીને એક અઠવાડીયા પહેલાંજ તમામ કાયદેસરની સુવિધાઓ લશ્કરમાં જોડાવા સુધીના તમામ અધિકારો આપી દેવામાં આવ્યા છે. જેમાં અમેરીકન હ્યુમેનીસ્ટ એસો અને અમેરીકન સીવીલ લીબર્ટીઝ એસો ની લડતનો મોટો ફાળો છે. વિશ્વના તમામ ધર્મોએ ત્રીજી જાતીને માનવ તરીકે ક્યારે સ્વીકારી નથી. ફક્ત હડદુત જ કરેલી છે. હકીકતમાં ત્રીજી જાતી તરીકે જન્મ એ રંગસુત્રો ( ક્રોમોઝોમ્સ અને ડીએનએના અસાધારણ કે એબનોરમલ સંયોજનનું પરિણામ છે.)
પ્રશ્ન–૮– માનવવાદી તરીકે ભારત દેશમાં પ્રવર્તમાન અંધશ્રધ્ધાળુ, ધાર્મીક અને ઇરેશનલ વાતાવરણમાં સ્ંઘર્ષ કર્યા સિવાય જીવવું કેવી રીતે? પ્રતિ દિવસે માનવવાદી મુલ્યોના પ્રચાર પ્રસારના ક્ષેત્રો મર્યાદિત થતા જતા હોય તો વ્યક્તિ અને સમાજ પરિવર્તન માટે કેવી રીતે કામ કરવું?
જવાબ– શાંતિપુર્વકના શક્ય હોય તેટલા ગ્નાન–વિગ્નાન અને શિક્ષણ આધારીત સંવાદ અને પ્રચાર સિવાય બીજો માર્ગ નથી.
….………………………………………………………………………The end………………………………………………………..