Saturday, November 20, 2021

Let us go two steps backward for going three steps forward- Lenin.

Let us go two steps backward for going three steps forward- Lenin.

 

   ચાલો!  આપણે બે પગલાં પીછે હઠ કરીએ જેથી ભવિષયમાં ત્રણ પગલાં આગળ જઇ શકીએ!લેનીન (રશિયન ક્રાંતીના આધ્યસ્થાપક).

ભારત દેશમાં ભાજપીય વડાપ્રધાને ત્રણ કૃષીકાનુન રદબાતલ કરવા ગુરૂનાનક જયંતિના દિવસે, લખનૌની પ્રથમ અને પછી ૨૦૨૪ની દિલ્હીની ખુરશી બચાવવા પોતાના આત્માન અવાજને એકવર્ષ બાદ સાંભળીને નિર્ણય કર્યો.

સને ૧૯૧૯૧૯૨૧ સમયમાં રશિયન ક્રાંતીની કસુવાડ થતી બચાવવા માટે તથા રાજ્ય સંચાલિત મુડીવાદને( State Capitalism) જીવતદાન આપવા માટે લેનીને પોતાના ખુબજ ચાવીરૂપ ક્રાંતીના દા;ત ટો્ટસ્કી જેવા અગ્રણી સાથી કોમરેડ નેતાઓની વિરૂધ્ધ બે નિર્ણયો લીધા હતા.

એક નવી આર્થીક નીતી( New Economic policy NEP) દાખલ કરી જેમાં કિસાનોને(કુલક્સને) રાજ્યે સંપાદન કરેલી તેમને જમીન પરત આપી અને ખાનગી વ્યક્તીગત ધોરણે ખેત ઉત્પાદન કરવાની અને તે ઉત્પાદનને મુડીવાદી બજારમાં વેચવાની મંજુરી આપી. જેથી ખેતીના સામુહિકરણને( Collectivization of Agriculture) કારણે પેદા થયેલો ભુખમરો દુર થાય. જેમાં લાખો રશીયન ગરીબો ભુખમરાને કારણે મરી ગયા હતા. આ કટોકટીને રશિયન ક્રાંતીના ઇતિહાસમાં કાતરની કટોકટી ( Scissiors Crisis) તરીકે ઓળખવામાં આવે છે. જેમાં ખેતપેદાશોના ભાવ આસમાને ગયા હતા અને ઔધ્યોગીક ઉત્પાદનના ભાવ તળીયે બેસી ગયા હતાતેવી સ્થિતીમાંથી  રશિયા એક દેશ તરીકે પસાર થઇ રહ્યો હતો. 

બીજુ, જર્મની સામે પહેલા વિશ્વયુધ્ધમાં રશિયા હારી ગયું હોવાથી પોતાના દેશનો જીતેલા પ્રદેશમાંથી જર્મની માંગે તેટલો પ્રદેશ કાયમ માટે આપવાની સંધી(Treaty) લેનીને સાથી ક્રાંતીકારી મિત્ર ટો્ટસ્કી વિરુધ્ધ જઇને કરી .એટલું જ નહી, પરંતુ આ હકીકત લેનીને મોસ્કોના રેડીયો પરથી જાહેરાત કરી દીધી. કારણકે સરહદ પર ટો્ટેસ્કીના નેતૃત્વ નીચે લડતા રશીયન સૈનીકો જેમાં મોટા ભાગના ખેડુતો અને તેમના દિકરા હતા તે બધા જીવ બચાવવા હથીયારો સરહદ પર મુકીને મોટી સંખ્યામાં પરત આવતા રહ્યા હતા. જે લેનીનની બાજ નજરે અનુભવ્યું હતું. લેનીનને રશીયન ક્રાંતી બચાવવી હતી. આાપણા મોદીજીની સત્તા કે ખુરશી બચાવવા પણ બાજ નજર છે જ ને? કારણકે તેમને પોતાની વિચારસરણી આધારીત મળેલી સફળતાને કેવી રીતે હાથમાંથી છટકવા દેવાય!

રશિયાએ પુરી તૈયારી સાથે સને ૧૯૨૪ પછી ફરી ખાનગી માલિકીની જમીન પધ્ધતિ નાબુદ કરી, રાજ્ય સંચાલિત ખેતીનું સામુહિકરણ કર્યું તેનો વિરોધ કરનારા આશરે ૨૦ લાખ કરતા વધુ કિસાનોને સ્ટાલીન યુગમાં વાસ્તવિક રીતે જ મારી નાંખવામાં આવ્યા હતા.રશિયાનો જે પ્રદેશ જર્મનીએ પચાવી પાડયો હતો તેને બીજા વિશ્વ યુધ્ધમાં પોતાની ભુમી પર જ  હિટલરને હરાવીને, લેનીનના રાજકિય વારસદાર જોસેફ સ્ટાલીને  પરત મેળવી લીધો હતો.

 ઐતીહાસ સત્યોનું સમય મળતાં પુનરાવર્તન ચોક્ક્સ થઇ શકે છે. જો આ કૃષી કાયદાને રદબાતલ કરવાથી સને ૨૦૨૨ ની લખનૈની ગાદી યોગીજીને અને સને ૨૦૨૪માં દિલ્હીની ગાદી મોદીજીને પરત મળે તો ! જો કે ઇતિહાસના પરિબળો અને તારણો, કોઇ ભવિષય વાણીને સાચી પાડવામાં ક્યારેય સફળ થયા નથી. તેનું જીવંત ઉદાહરણ કાર્લ માર્કસના માર્કસવાદી તારણોનું છે.


--