Friday, November 19, 2021

પ્રશ્નો તમારા–જવાબ અમારા તારીખ– ૧૩–૧૪ નવેંબરના વેબીનારને આધારે.


પ્રશ્નો તમારાજવાબ અમારા  તારીખ૧૩૧૪ નવેંબરના વેબીનારને આધારે.

() રેડીકલ હ્યુમેનીસ્ટોએ સને ૧૯૪૮માં પોતાની સ્થાપેલી ' રેડીકલ ડેમોક્રેટીક પાર્ટી કેમ વિસર્જન (Why Dissolved) કરી નાંખી ? માનવવાદીઓએ સત્તાકીય અને પક્ષીય રાજકારણમાં કેમ સક્રીય ભાગ લેવો  જોઇએ?

જવાબલોકશાહી જીવન પધ્ધ્તી અને પ્રતિનિધિ સ્વરૂપની રાજકીય લોકશાહીની સફળતાની પુર્વ શરત છે કે જે તે દેશમાં લોકો પોતાની ધર્મ, જાતિગ્નાતી, વર્ણ અને તેના જેવી સામાજીક ઓળખમાંથી મુક્ત બને. એકબીજાને લોકો નાગરિક તરીકે જ ઓળખે. આ માટે દેશનો દરેક નાગરિક તે ફક્ત નાગરિક છે તેવી સામાજીક ઓળખ તેનામાં મોટા પાયે વિકસાવવી પડે.

 ચુંટણી લડતા નેતાઓ અને પક્ષો દ્રારા નાગરિકને તેમની રૂઢીગત અને પરંપરાગત ઓળખમાંથી  બહાર કાઢીને  બિનસાંપ્રદાયિક નાગરીક બનાવવાને બદલે પેલા બિનલોકશાહી મુલ્યોના આધારે લોભાવનારા કે લચાવનારા અને લોકરંજક ચુંટણીના વચનો આપીને  તેમનો ઉપયોગ કરીને રાજકીય સત્તા મેળવવામાં આવે છે. જે પક્ષ અને તેનો નેતા સૌથી લોભવનારા વચનો કે હથેળીમાં ચાંદ બતાવી શકે તે આ સત્તાની દોડમાં જીતી શકે.

માનવવાદી મુલ્યો આધારિત રાજકારણ લોકભાગીદારી દ્રારા અસ્તીત્વમાં આવે છે. જેથી સત્તાલક્ષીને બદલે નાગરિકલક્ષી રાજ્ય વ્યવસ્થા અસ્તીત્વમાં આવે . તે માટે માનવવાદીઓ વૈચારીક પ્રરિવર્તન લાવવા પ્રયત્ન કરે છે. માનવ ઇતિહાસમાં હિટલર, મુસોલીની વિ, પોતાના દેશમાં સૌ પ્રથમ લોકશાહી માર્ગે સત્તા મેળવી અને પછી એ જ સત્તાની સીડી તેમની પાછળ બીજો કોઇ તે સીડી પર ચઢી ન આવે તેવી વ્યવસ્થા સત્તા મળ્યાના પહેલા દિવસથી જ શરૂ કરી દે છે. સત્તાલક્ષીને બદલે પ્રજાલક્ષી રાજકારણ વિકસાવવા માટે સત્તાલક્ષી અને બિનલોકશાહી માર્ગો અપ્રસતુત કે નકામા સાબિત થયા હોવાથી માનવવાદીઓએ(The Radical Humanists) સૌ પ્રથમ પ્રજામાં લોકભાગીદારીવાળી જાગૃતતા લાવવા માનવવાદી મુલ્યો અને વિચારો ચળવળ સ્વરૂપે સમાજમાં પ્રસ્થાપિત થાય માટે પોતાના પક્ષનું જ કાયદેસરનો ઠરાવ રજુ કરીને  વિસર્જન કરી નાંખ્યું હતું.

()  માનવ વિકાસ માટે કુદરતી સાધનસંપત્તીના ઉપયોગ અંગે માનવવાદી અભિગમ કેવો?

જવાબમાનવવાદી તમામ કુદરતી પરિબળો અથવા સાધનસંપત્તીને ગ્નાન આધારીત તેના નિયમો સમજીને અન્ય તેના જેવા માનવીઓના સહકારની મદદથી  પોતાના જીવવા માટેના સંઘર્ષને સરળ બનાવવા માટે ઉપયોગ કરવા માંગે છે. કુદરતી પરિબળો માનવી માટે ભજવાના એકમો નથી. નદીઓ, ખાણો, જંગલો વિનો ઉપયોગ કરતાં માનવ વસ્તી વિસ્થાપીત થાય તો તેના પુન;વર્સન માટે તમામ અગ્રતા પ્રથમ આપવી જ જોઇએ. તદ્ઉપરાંત કુદરતી સાધન સંપત્તીનો ઉપયોગ એવો ન કરવો જોઇએ કે તે માનવ જાતના અસ્તિત્વને જ જોખમમાં મુકી દે! દા.ત આપણા વાતાવરણમાં કાર્બન ગેસના મોટા પ્રમાણના ઉતસર્ગથી ઓઝોનના પડમાં ગાબડું પડવું.

() શા માટે માનવવાદીઓએ માનવવાદી મુલ્યો જેવાકે સ્વતંત્રતા,( Frreedom) તર્કવિવેકબુધ્ધી ( Rationality) અને ધર્મનિરપેક્ષ નીતી ( Secular morality) ને આધારે પોતાના ઐહીક કે દુન્યવી પ્રશ્નો ઉકેલવા જોઇએ?

 જવાબમાનવ સમસ્યાઓનો ઉકેલ વર્તમાન જીવન આ પૃથ્વી પર જ ભર્યુભાદરુ સુખી અને સમૃધ્ધ પ્રાપ્ત કરવા માનવવાદી અભિગમથી નિરાકરણ કરવું અનિવાર્ય છે. માનવવાદી અભિગમ વૈગ્નાનિક ગ્નાન પર આધારીત છે. આ અભિગમ નવાગ્નાન. સંશોધનો અને વૈગ્નાનીક શોધોને સતત ખુલ્લા મને આવકારે છે. માનવ સમસ્યાઓ અગાઉ જણાવ્યું તે પ્રમાણે ઐહીક છે. મૃત્યુ પછીના જીવન કે ધર્મ ના ઉપદેશો આધારીત બિલકુલ જ નથી. માટે આજે જે માનવીય સમાસ્યાઓનો ઉકેલ આવ્યો છે દાંત આરોગ્ય, અને કુદરતી પરિબળોની વિઘાતક અસરોમાંથી મુક્તિ તેનું કારણ વિશ્વના તમામ ધર્મોના ઉપદેશ અને આચરણોને બદલે માનવીય પ્રયત્નોનુ જ પરિણામ છે. રણ કે બરફની ગુફાના ગેબી અવાજના સંકતો સાંભળીને માનવ જાતે અવકાશમાં આગે કુચ કરી નથી.

() મારે મારા બાળકોને કેટલી સ્વતંત્રતા આપવી? શું સ્વતંત્રતા આપવાથી તેઓ બગડી નહી જાય? સ્વચ્છંદ નહી બની જાય? મારા ઘરના વડીલોને મારા માનવવાદી અભિગમને કારણે જે મતભેદો આધારીત જે સંઘર્ષો થાય તેનો ઉકેલ કેવી રીતે કરવો? મારા દિકરકે દિકરાના લગ્નમાં માબાપ તરીકે તમામ નિર્ણયોની પ્રક્રીયામાં અમારો શું ફાળો?

જવાબમાનવવાદનું પ્રથમ અને પાયનું મુલ્ય સ્વતંત્રતા છે. માનવીય સ્તર પર આ મુલ્યને રોકનારા તેમાં અવરોધ કરનારા બે પરિબળો છે.એક માનવીને સ્વતંત્રતા આધારીત નિર્ણય નહી કરવા દેવાવાળા પરિબળો. તે બધા, ખાસ કરીને કુંટુંબથી માંડીને ધર્મ સુધી વિસ્તરેલા છે. રેશનાલીટી આધારીત સાચુ શું છે કે ખોટું શું છે, જે માનવી માટે ખરેખર ઉપયોગી હોય તેવા વિચારો આધારીત મુલ્યાંકન કરી નિર્ણય કરવાની ટેવ પાડવાની જરૂર છે. હા. શરૂઆતની શિશુ અવસ્થામાં તે કોઇ જોખમકારક નિર્ણય અણસમજમાં કરી દે તેને રોકવામાં સ્વતંત્રતાનો એક મુલ્ય તરીકે બિલકુલ ભંગ નથી. પણ જેમ જેમ આપણા બાળકો મોટા થતા જાય તેમ તેમ તે યોગ્ય, પરિપક્વ, ગ્નાન આધારીત નિર્ણયો કેવી રીતે કરે તે માટેની મોકળાશ આપણે કુટુંબ તરીકે પુરી પાડવી જોઇશે. માનવ તરીકે ભુલ થવાની, જે સહજ છે. ભુલ થશે,  નુકશાન થશે માટે પેલાને નિર્ણય કરવાની તકમાંથી વંચિત રાખીને વડીલશાહીના હુકમને આધારે બાળકોનો ઉછેર કરવો તેને ક્યારેય ચલાવી લેવાય જ નહી. તે માટે તેના માબાપ તરીકે સંયુક્ત કુટુંબ સામે અથવા તેવી કોઇપણ સામાજીક વડીલશાહી સામે વિદ્રોહ એક જ વાર નહી પણ સતત કરવા તે જ માનવીય સદ્રગુણ છે. માનવ સંસ્કૃતીનો વિકાસ વડીલશાહી, ધર્મશાહી અને રાજકીય સત્તાધારીઓના સ્વીકારેલા સત્યો સામેના વિદ્રોહ કરવાથી જ થતો રહ્યો છે.   

 

--