હ્યુમેનીસ્ટ એકેડેમી આયોજીત નવેંબર માસના વિષયો વિ. ની વિગતો–
વિધ્યાર્થી મીત્રો અને અમારી સદર અભ્યાસ એકેડેમી ભાગ લેનાર અન્ય સાથીઓ અને શુભેચ્છકો,
આપ સૌના સહકારથી ઓકટોબર માસમાં આપણે માનવવાદને સંલગ્ન ૧૦ વિષયોનો અભ્યાસ કર્યો. નવેંબરમાસના વિષયો અને તે રજુ કરનાર વિષય તજગ્નોની વિગતો આ પત્રમાં રજુ કરી છે. અગાઉ આપ સૌ એ સક્રીય સહકાર આપી પ્રોત્સાહીત કર્યા તે પ્રમાણે સહકાર ચાલુ રાખવા વિનંતી છે.
(૧) તા–૧૩–૧૪ નવેંબર.શનિ–રવિ. વિષયો– (અ) માનવવાદી મુલ્યો,(બ) માનવવાદી ઉદ્ઘોષણાઓ, હ્યુમેનીસ્ટ મેનીફેસ્ટો વક્તા– અશ્વિન કારીઆ, નિવૃત પ્રીન્સીપલ, લો કોલેજ. પાલનપુર.
(૨) તા– ૨૦–૨૧. નવેંબર. શનિ–રવિ. વિષયો–(અ) વૈગ્નાનીક અભિગમ એટલે શું? અને તેની વ્યક્તિગત અને સમાજ જીવનમાં અનિવાર્યતા, (બ) વૈગ્નાનીક અભિગમ કેવી રીતે વિકસાવી શકાય!. વક્તા– પ્રો. –ડો. મિહિર દવે, જી. ડી. મોદી આર્ટસ કોલેજ પાલનપુર.
(૩) તા.૨૭–૨૮ નવેંબર. શનિ–રવી વિષયો– (અ) માનવવાદ અને માનવતા વચ્ચે પાયાના તફાવતો, (બ) માનવવાદ અને ફાસીવાદ. વક્તા– મનીષીભાઇ જાની માર્ગદર્શક, ગુ મુ રે એસો.
સયોજક– બીપીન શ્રોફ. 97246 88733.