Thursday, November 17, 2022

રેશનાલીસ્ટ દ્રષ્ટીએમૃત્યુના ખ્યાલની ચર્ચા.

રેશનાલીસ્ટ દ્રષ્ટીએ મૃત્યુના ખ્યાલની ચર્ચા.

ગુજરાત મુંબઇ રેશનાલીસ્ટ એસો ના પ્રમુખ શ્રી ડૉ સુજાત વલી દ્રારા સંચાલીત તા. ૧૬મી નવેંબરના રોજ આયોજીત વેબીનારમાં ' મૃત્યુ' સૈધ્ધાંતીક રીતે કોને કહેવાય તેની ચર્ચા હતી. ડૉ વલીએ સૌ પ્રથમ મેડીકલ અને વૈજ્ઞાનીક જ્ઞાન આધારીત મૃત્યુના ખ્યાલને વાસ્તવીક રીતે સમજવતાં કહ્યુ હતું કે મૃત્યુ એટલે શરીરના અંગોનું કાયમી ધોરણે કામ કરતું બંધ થઇ જવું. અંગ્રેજીમાં તેમણે ખુબજ સરસ અને સહેલો શબ્દ વાપર્યો હતો."IrreversiblePermanent loss of functions.". શરીરના જે અંગો(Body Organs) કાયમ માટે ફરી કામ કરી શકે નહી તેવી સ્થિતી એટલે મૃત્યુ. વધુમાં તેઓએ શરીરના ચાર અગત્યના અંગોની કામ કરવાની પધ્ધતી સમજાવી હતી. હ્રદય, મગજ, ફેફસાં અને કીડની. ખાસ કરીને એકાએક હાર્ટ–ફેઇલયોર્સમાં તાત્કાલીક આશરે ચાર મીનીટની અંદર સીધુ હ્રદયના મસલ્સમાં ખાસ પ્રકારનું ઇજ્કેશન આપવામાં આવે તો હ્રદય સ્વયંસંચાલીત અંગ હોવાથી ચાલુ થઇ શકે છે તેવો દાવો મેડીકલ વીજ્ઞાનનો છે. જે ખોટો નથી.

(1)    ચર્ચા આગળ ચાલતાં બીપીન શ્રોફ તરફથી પ્રશ્ન પુછવામાં આવ્યો હતો કે હીંદુ માન્યતા પ્રમાણે જીવનભરના કર્મો (દુન્યવી નૈતીકતા કે વ્યવહાર) સાથે મૃત્યને કોઇ સંબંધ હોય છે કેમ? જવાબ. ડૉ વલીનો જવાબ હતો  બીલકુલ ના. શરીરના તમામ અંગોના સંચાલનમાં તેના પોતાના ભૌતીક નીયમો હોય છે. જેને શરીરની બાહ્ય વ્યક્તીગત કે સામાજીક પ્રવૃત્તીઓ સાથે કોઇ સંબંધ હોતો નથી.

(2)    શું કોઇ ઇશ્વરી કે આધ્યાત્મિક,કે અશરીર પરીબળો માનવ અંગોના સંચાલનમાં તે બધાની પુજા– અર્ચના, પ્રાર્થના, ભક્તિ ,કાકલુદી કરવાથી કે સોનાચાંદીની ભેટ ધરાવવાથી  માનવ અંગોના રોગો અટકાવી શકે? જ. ના.

(3)    શરીરમાં આત્માનું અસ્તીત્વ છે? હોય તો શરીરમાં તેનું ભૌતીક રીતે રહેવાનું અંગ કયું? શરીરમાં આત્મા ક્યારે પ્રવેશ પામે છે અને ક્યારે તે શરીરની બહાર નીકળી જાય છે? જવાબ. આત્માનું કોઇ અસ્તીત્વ નથી.પૃથ્વી પરના તમામ સજીવો માત્ર ને માત્ર ભૌતીક એકમો છે. ભૌતીક પદાર્થોના જ બનેલા છે.

(4)    મનીષીભાઇ જાની– હીંદુ ધર્મના પાયા પુસ્તક ગીતામાં તો એક શ્લોકમાં સ્પષ્ટ ઉપદેશ આપવામાં આવ્યો છે કે શરીર નાશવંત છે. આત્મા અમર છે,અવિનાશી છે. તે પાણીમાં ડુબતો નથી,અગ્ની તેને બાળી શકતો નથી.વી.જે તે શરીરના મૃત્યુ પછી તે ખોળીયુ બદલી(જુના શરીરમાંથી નીકળી) નવા શરીરમાં હીંદુ ચાર વર્ણવ્યસ્થા(જેને ગીતાના ઉપદેશ મુજબ શ્રી કૃષ્ણે બનાવી છે)પ્રમાણે તેના ભુતકાળના જીવનના કર્મો પ્રમાણેના વર્ણમાં જન્મ લે છે. જવાબ– દરેક ધર્મોમાં મૃત્યુ પછીના જીવનની માન્યતાઓ જેવીકે સ્વર્ગ– નર્ક, જન્નત– જહનમ, કયામતનો દિવસ, સાલવેશન, ચોરાસીલાખ યોનીનો ખ્યાલ વી, પુરાવા વીહીન ધાર્મીક અંધશ્રધ્ધાઓ છે.જેને માનવ પ્રત્યક્ષ જ્ઞાન અને સમજશક્તીથી સમજાવી શકાય નહી.

(5)     બીપીન શ્રોફ–  તો પછી સજીવ એટલે શું? આત્મા સીવાય શરીર સજીવ કેવી રીતે કામ કરતું થાય છે? સ્રી બીજ અને પુરૂષ વીર્યના સંયોજનમાંથી સજીવતા( જીવન-Life) કેવી રીતે ઉત્પન્ન થાય છે? શું કાળામાથાનો માનવી બે નીર્જીવ પદાર્થોમાંથી એક સજીવ કોષ બનાવી શકે છે?

(6)    જવાબ– તા. ૨૨મી નવેંબર સુધી આપને ઇંતેજાર કરવો પડશે! સોરી ફોર ધી ઇન્ટરપ્શન. વેબીનારનું પ્રતી બુધવારે ઇન્ડીયન ટાઇમ પ્રમાણે રાત્રીના ૯–૦૦ વાગે એક કલાક માટે આયોજન કરવામાં આવેલ છે. ત્યાંસુધી ઉપરની ચર્ચાને આધારે ફેસુબક સજ્જન અને સૌમ્ય ચર્ચાને આવકારીએ છીએ. 


--

Tuesday, November 15, 2022

ગુજરાત શું નશીલી દવાઓનીહેરાફેરીનું વૈશ્વીક હબ બની ગયું છે?


ગુજરાત શું નશીલી દવાઓની હેરાફેરીનું વૈશ્વીક હબ બની ગયું છે?

ગુજરાતમાં છેલ્લા ૨૫ વર્ષો કરતાં વધારે સમયથી કોની સરકારછે?

(1)    ખેડાજીલ્લાના વીરસદ ગામની પોલીસ ચોકીમાંથી ૧૪૪કીલો ગાંજાની ચોરી થઇ.

(2)    ગુજરાતમાં વાર્ષીક ૨૧૦૦૦ કરોડનું નશીલી દવાઓનું બજાર છે. અમીતશાહની હાજરીમાં ગાંધીનગરમાં તાજેતરમાં નશીલી દવાઓના મુદ્દે( Narcotics Buraeu) ખાસ બેઠકમાં ચર્ચા થઇ. તેઓની ઓનલાઇન હાજરીમાં અંકેલેશ્વર ને દીલ્હી મુકામે હજારો કીલો નશીલી ડ્રગ્સનો જથ્થો અંદાજી કીંમત ફક્ત ૬૩૨ કરોડ થાય છે: જેને સળગાવી દેવામાં આવ્યો છે.

(3)    આ ઉપરાંત ચંઢીગઢ( અમીત શાહની હાજરીમાં)અને ગોહાત્તીમાં અનુક્રમે ૩૦,૦૦૦અને ૪૦,૦૦૦ કીલો નશીલી દવાઓનો પકડાયેલો પુરવઠાનો નાશ કરવામાં આવ્યો હતો. હરીયાણા અને આસામમાં ભાજપની સરકારો છે.

(4)    તા. ૨૧મી સપ્ટેમ્બરનારોજ ૨૧૦૦૦ કરોડ રૂપીયાની નશીલી દવાઓ( હેરોઇન)કચ્છના મુદ્રા બંદરેથી પકડવામાં આવી હતી. સદર બંદરનું સંચાલન અદાણી જુથનું છે.અદાણી જુથ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે તેમનો ઉધ્યોગ ફક્ત બંદરનું સંચાલન કરે છે. પણ બહાર દરીયાઇ માર્ગે આવતા કન્ટેનયરમાં શેની ફેરાફેરી થાય છે તે જોવાની સત્તા નથી.  જો પ્રધાન મંત્રી મોદી હિંદુ ધાર્મીક મંદીરોની મુલાકાત માટે જાય તો સતત ટીવી કવરેજ આવે પણ આટલો મોટો નશીલી દવાઓનો જથ્થો તેમની ડબલ એન્જીનવાળી ગુજરાત સરકારના વહીવટમાં પકડાય તો તે સમાચાર દેશની ન્યુઝ ચેનલમાંથી કેમ ગાયબ થઇ જાય છે? ન કોઇ ડીબેટ– ન કોઇ પત્રકારોની ચર્ચા ! આ સંદર્ભમાં એન આઇ એ ત્રણ રાજ્યોમાં દરોડા પાડયા અને બે ત્રણ માણસોની ધરપકડ કરી. બસ.

(5)     ગુજરાતમાં કેવી રીતે આટલા મોટાપ્રમાણમાં નશીલી દવાઓનું રાજ્યવ્યાપી આર્થીક નેટવર્ક પેદા થઇ ગયું છે? ગુજરાતમાં, દરીયાઇ માર્ગે આવતા નશીલી દવાના કાચામાલને હેરોઇનમાં રૂપાંતર કરવાની ફેકટરીઓ રાતોરાત અળશીયાની માફક ફુટી નીકળી છે.આવી ફેકટરીઓ અંકલેશ્વર, વડોદરા, ઉંઝા અને અમૃતસર સુધી  ફેલાઇ ગઇ છે તેવો રિપોર્ટ ' વાયર ન્યુઝ મીડીયાં નો છે. વડોદરા જીલ્લાના સાવલી તાલુકાના એક છેવાડા ગામડા 'મોક્સી'માં એક રાસાયણીક ફેકટરી  દરીયાઇ માર્ગે આવેલા નશીલા માલમાંથી શુધ્ધ કરીને ' મેસેડ્રોન હેરોઇન' બનાવતી હતી. તેના પર દરોડો પાડતાં તે પકડાયેલ જથ્થાની કીંમત આશરે ૧૧૦૦ કરોડ કરતાં પણ વધારે હતી.

(6)    ૨૭ વર્ષથી ગુજરાતમાં સર્વેસર્વા વર્તમાન વડાપ્રધાન મોદીના હીસાબે ભાજપની સરકારોનો વહીવટ 'પ્રાઇમ મીનીસ્ટર ઓફીસ' (PMO) થી કરવામાં આવે છે તે કોને ખબર નથી? ગુજરાતમાં પ્રજામતથી ચુંટાયેલી સરકારો કોના તરંગો પ્રમાણે સત્તા મેળવે છે અને ગુમાવે છે? આ બધી સરકારોને કઠપુતલીની માફક નચાવનાર કોણ છે?

(7)    આ નશીલી દવાઓનો વેપલો ફક્ત ગુજરાતની સરકાર કે રાજ્યના વહીવટનો જ ગંભીર ચીંતાજનક પ્રશ્ન નથી. આપણા રાજ્ય અને દેશના યુવાનોની સંપુર્ણ બરબાદીનો પ્રશ્ન છે. આ ગંભીર સમસ્યા તે દીશામાં દોરી જતા દરેકે દરેક મા–બાપ અને કુટુંબોની સમસ્યા મોડીવહેલી બની જવાની છે તેની લેશમાત્ર શંકા નથી! કોઇપણ રાજ્ય અને દેશમાં કાળાબજારના ધંધા સત્તાધારી રાજકારણીઓ સીવાય કોની છત્રછાયા નીચે ચાલતા હોય છે?

(8)     થોડાસમય પહેલાં પશ્ચીમબંગાળની વીધનસભાની ચુંટણીમાં એક રાજકીયપક્ષે આશરે એકલાખ કરોડ કરતાં વધારે રૂપીયાનું મુડીરોકાણ કરીને સત્તા મેળવવાનો નીષ્ફળ પ્રયાસ કર્યો હતો. આ રિપોર્ટ કોલકત્તાના દૈનીકનો હતો. ગુજરાતની આગામી તા ૧અને ૫મી ડીસેમ્બરની વીધાનસભાની ચુંટણીમાં ગુજરાતની સ્ટેટબેંકોમાંથી ૧૦૦૦૦ કરોડનાં ચુંટણી બોન્ડ ખરીદવામાં આવ્યા તેવો અખબારી રીપોર્ટ છે. તેમાં સદર ચુંટણી બોન્ડ ખરીદનારનું નામ ક્યારેય ખબર ન પડે તેવી કાયદાકીય જોગવાઇ કરવામાં આવી છે. વીધાનસભાની ૧૮૨ સીટ પ્રમાણે સીટ દીઠ ફક્ત આશરે ઓછામાં ઓછા ૫૫ કરોડ ખર્ચવામાં આવશે!. મારા તમારા મતોથી ચુંટાયેલા પ્રતીનીધીઓ કોના હીતમાં કોની વફાદારી માટે કામ કરશે?

સૌ. રવીશકુમાર. એનડીટીવી. ન્યુઝ ચેનલ. ભાવાનુવાદ.

 

 

 

--

Saturday, November 12, 2022

હવે મારે તમારી જરૂર નથી


હવે મારે તમારી જરૂર નથી.

હું મારી રાજકીય સત્તાનો પીરામીડ દર ચુંટણીના પહેલાંના પાંચ વર્ષ દરમ્યાન તમારા બધાની મારા પ્રત્યેની સંપુર્ણ શરણાગતી– વફાદારી – શહીદીથી તેનો પાયો મજબુત બનાવતો આવ્યો છું. પછી " તમે બધા મારી રાજકીય સત્તાના પીરામીડની લંબાઇ– પહોળાઇમાં(તેની પતલી ને ધારદાર થતી ટોચની ચીંતા ક્યારેય તમારે ભુલેચુકે ન કરવી) સતત વધતી જતી દીવાલની ઇંટો તરીકે સુશોભન પામીને ઘેનમાં સુઇ રહો તેમાં જ આપણા બધાનું હીત સમાયેલું છે." તમને બધાને તો ગૌરવ થવું જોઇએ કે તમારી આગળ–પાછળ અને ઉપર– નીચે કેવી કેવી જુદા જુદા સમયની અનેક દાયકાઓથી સંઘર્ષ કરતા ' અપનેવાલાઓની નામી– અનામી હસ્તીઓ' આ ઇમારતમાં કાયમી નીંદરમાં પોઢી ગઇ છે. તમામ પ્રકારની ભુખ– તાપ– ટાઢ– વરસાદ–વી. નો ત્યાગ કરીને કોને મજબુત કરવા ' યા હોમ કરીને નીકળી પડેલાઓને" મેં મારા સત્તાના પીરામીડની વીશાળ દીવાલોમાં ક્યારેય બહાર ન નીકળે તે રીતે ચણી લીધા છે. તે બધાને પેલા પીરામીડ તરફ લઇ જવા મેં જ્યારે તેમના ખભાપર હાથ મુક્યો હતો ત્યારે તેમને મારા સહવાસમાં કોઇ દીવ્ય અનુભૂતી(!)નો આનંદ થતો હોય તેવું તે બધાને લાગ્યું હતું. પણ ખરેખર મારે મન તેમનું મહત્વ " કુરબાની માટે ખવડાવી– પીવડાવીને અલમસ્ત બનાવેલા રંગે– ચંગે, તથા ફુલહારથી શણગારેલા પવિત્ર જાનવરથી વધારે નહતું."

  આપણે તા ૧લી અને ૫મી ડીસેમ્બરના રોજ આયોજીત ગુજરાતની વીધાનસભાની ચુંટણીમાં જે ગઇકાલ સુધી રાજકીય સત્તા માટે મોંઘેરીલાલના સ્વપ્નાં સેવનારાઓ હતા. અને હવે આ લોકો જે મારી સત્તાના પીરામીડની દીવાલમાં શહીદ થવા પ્રયાણ કરવા નીકળી પડેલાઓના અંતરઆત્માના અવાજને ઓળખીએ!.

(૧) સને ૨૦૧૭થી ૨૦૨૨ સુધીમાં છેલ્લા પાંચ વર્ષોમાં ગુજરાતમાં મારી લગભગ બે દાયકોથી ચાલી આવતી રાજકીય સત્તાની ગાદીના ત્રણ સુબાઓને મેં બદલ્યા છે. દરેકના ખભે હાથ મુકીને મેં તેમનો રાજ્યાભીષેક કર્યો હતો. તે બધાને સને ૨૦૧૭માં ટીકીટ આપીને વીધાનસભામાં પસંદ કરીને હું જ તેમને ચુંટી લાવ્યો હતો.

(૨) આગામી વીધાનસભાની ચુંટણીમાં મેં મારા જ પસંદ કરેલા ગઇ વીધાનસભાના ૩૮સભ્યોને ટીકીટ આપી નથી.કેમ? જે કોઇ પ્રશ્ન પુછે તેને, પેલા મારા ભવ્ય લાંબા પહોળા સત્તાના પીરામીડની લાંબી પહોળી દિવાલ બતાવી લેજો.

(૩) દાયકાઓથી મારા સત્તાને મજબુત કરનારા ૬ દીગ્ગજ નેતાઓને મેં મારી ઇમારતની ઇંટ બનવા પસંદ કર્યા છે. મારા આવા તેમની સુખાકારી માટે નીર્ણયથી તે બધાએ જે આનંદ વ્યક્ત કર્યો છે તે આજના ઇન્ડીયન એકપ્રેસે આ પ્રમાણે નોંધ્યો છે. ગુજરાતના માજી મુખ્યમંત્રી વીજય રૂપાણી, ભુતપુર્વ નાયબ મુખ્યમંત્રી, નીતીન પટેલ, કેબીનેટ મંત્રીઓ જેવા કે પ્રદીપ જાડેજા, ભુપેન્દ્ર્ ચુડાસમા, આર સી ફળદુ,અને કૌશીક્ પટેલ, સદર ચુંટણીના ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર થાય તેના એક દીવસ પહેલાં દીલ્હીના તાજને જણાવી દીધું છે કે અમને સદર ચુંટણી લડવા કરતાં આપના પીરામીડની ઇંટો બનાવમાં રસ છે એમ અમે સ્પષ્ટ જણાવીએ છે.(A day before the list was announced, the way was cleared when seniors such as Rupani, his deputy CM Nitin Patel and at least four other ministers from his Cabinet (Pradeepsinh Jadeja, Bhupendrasinh Chudasama, R  C Faldu and Kaushik Patel), announced that they had opted out of the contest. ) ભાજપ પક્ષ પ્રમુખ પાટીલે નીખાલસતાથી જણાવ્યું છે કે હવે તે બધા વડીલીએ પક્ષીય સંગઠન માટે કામ કરવાનું નક્કી કર્યું છે.એટલે પેલા પીરામીડની ઇંટ બનવાનું.( So now they want to work for the organisation.")

(૪) દેશ અને દુનીયા સમક્ષ મેં ઘણી જુમલે બાજી કરી છે.'ગુજરાત મોડેલ, સબકા સાથ સબકા વીકાસ, દરેક નાગરીકના ખાતામાં ૧૫ લાખ રૂપીયા જમા થશે, ગુજરાત મારી પ્રયોગશાળા જેમાં બીલકીસબાનુ , વડોદરાની બેસ્ટ બેકરી, નરોડા પાટીયા, નરોડાગામ–' પેલા મોઢામાથા વીનાના બે દાયકાઓથી ચાલતા એમઓયુના લીસ્ટ ઝીરો પરીણામ, છ વર્ષ પહેલાં અમલમાં મુકેલી નોટબંધી વી. આ બધી મારી ઐતીહાસીક સીધ્ધીઓ છતાં મારે ગુજરાતની આગામી ચુંટણી માટે કોગ્રેંસના પક્ષપલ્ટુઓ સીવાય ચાલે તેમ નથી! આગામી ચુંટણીમાં મેં ૧૭ ટીકીટો કોંગ્રેસ પક્ષમાંથી ખાસ બોલાવેલા પક્ષપલટુઓને ટીકીટ આપી છે. તેમાંથી ૯ કોંગ્રેસી પક્ષપલ્ટુઓ એવા છે જે ૨૦૧૭માં અમારી સામે ચુંટણી જીતીને આવ્યા હતા.( At least 17 are Congress MLAs who defected to the BJP over the past five years, nine of them having won on Congress tickets in 2017. )

(૫) મારી સત્તાની સોદાગીરીમાં નીર્ણય કરવાની રીત વીધ્યુતવેગી છે. પંચમહાલ આદીવાસી વિસ્તારના બાપ– બેટા મોહનસીંહ રાઠવા અને પુત્ર રાજેન્દ્રસીંહ રાઠવા બે દિવસ પહેલાં જ કોંગ્રેસમાંથી આવ્યા છે તેને મેં ટીકીટો માટે યોગ્ય ગણ્યા છે. ગઇકાલે ગુરૂવારે ઝાલોદનો ધારાસભ્ય ભાવેશ કટારીઆ કોંગ્રેસમાંથી આવ્યો અને તેને સાહેબે ટીકીટ આપી દીધી.આ કટારીઆની લાયકાત એવી છે કે સને ૨૦૧૭માં ભાજપે ટીકીટ માટે અયોગ્ય ગણીને પક્ષમાંથી કાઢી મુક્યો હતો. પણ કટારીયા કોંગ્રેસેમાંથી ભાજપ સામે ચુંટાઇ આવ્યો હતો. સને ૨૦૨૨માં સાહેબના નીર્ણયથી ૨૪ કલાકમાં જ તેની ઘરવાપસી થઇ છે.

(૬) મારો પ્રશ્ન ગુજરાતના શહેરી શીક્ષીત યુવાનો અને અન્ય મતાદારોને એટલો જ છે કે  જે નેતાના આશ્રય નીચે આશરે ૨૩ વર્ષથી આપણા રાજ્યમાં સત્તાની ધુરા હોય , તેણે ખરેખર ઉપર મુજબના કાવાદાવા શા માટે કરવા પડે? રાજ્યની પ્રજાના શીક્ષણ, આરોગ્ય સુખાકરી વિ. અનેક બાબતો પર શું તમારે મતદારો સમક્ષ બતાવવાની કોઇ લાયકાત જ બાકી રહી નથી?

(૭) દોસ્તો ! શક્ય હોય તો ઇતીહાસની ભુલોનું પુનરાર્વતન ન કરશો. તેવી વિનંતી છે.

 

--

Tuesday, November 8, 2022

ચલો! સિક્કાની બીજી બાજુનેઓળખીએ!


ચલો! સિક્કાની બીજી બાજુને ઓળખીએ!

હીમાચલ પ્રદેશમાં સોલન મુકામે ચુંટણી સભામાં મોદીજી ઉવાચ:–

કમળને વોટ એટલે મોદીને વોટ.( Vote for lotus is vote for Modi: PM ) વધુમાં જણાવ્યું હતું કે " તમારે મતદાન કરતા સમયે બીજેપીનો કોણ ઉમેદવાર છે તે બીલકુલ જોવાનું નથી. અરે! તે યાદ કરવાની પણ જરૂર નથી! તમારો કમળને આપેલો દરેક મત સીધોજ મોદીના શુભેચ્છા ખાતામાં આવી જશે.(Your every vote for 'kamal ka phool' will come directly to Modi's account as a blessing,") દીલ્હીમાં મોદી મજબુત છે તો પછી અહીયાં હીમાચલ પ્રદેશમાં મોદી મજબુત બનવા જોઇએ કે નહી? (હાજર રહેલ સભાજનોને સાહેબ પ્રશ્ન પુછે છે?)

કોઇપણ લોકપ્રતીનીધી વાળી ચુંટણી પ્રથામાં સર્વોપરીતા કોની?ચુંટાયેલા પ્રતીનીધીની વફાદારી કોની? મતદારોની? પક્ષની? કે સર્વોપરી પક્ષના નેતાની? લોકશાહીમાં એક જ નેતાના હાથમાં તમામ સ્થાનીક, પ્રાદેશીક અને કેન્દ્રીય સત્તાનું કેન્દ્રીકરણ હોય તો તેને કઇ રાજ્યપ્રથા તરીકે આપણે ઓળખીશું?

   ભારતના નજીકના જ ઇતીહાસમાં હીંદુ ને મુસ્લીમ રાજાઓ પોતાની બાદશાહી સલામત રહે માટે દીવાનો,વજીરો અને સ્થાનીક કક્ષાએ સુબાઓની નીમણુક કરતા હતા.રાજાના તરંગો પ્રમાણે તે બધામાં ફેરફાર થતા હતા. જેવાકે ગુજરાતમાંએક સમયના મુખ્યમંત્રી વિજય રૂપાણીની જ નહી પણ તેઓની સાથે પ્રધાનમંડળના બધા જ પ્રધાનોની તમામ સત્તાઓ દીલ્હીના નવાબે એક રાતમાંજ લઇ લીધી હતી.તેનો સહેજ પણ રંજ પેલા ગુજરાતના સત્તા વીહીન બનેલા કોઇ સુબા,દીવાન કે વજીર ને નથી!

    ગુજરાતના તા. ૧લી અને ૫મી ડીસેમ્બરે મતદાન કરતા તમામ મતદારોને કોઇ પુછશે ખરૂ કે પાંચ વર્ષ માટે તમારે પ્રજાના પ્રતીનીધી તરીકે ગુજરાતમાં દિલ્હીની નવાબી સત્તામાંથી મુક્તી જોઇએ છીએ કે તે ગુલામી ચાલુ રાખવી છે? દિલ્હીના નવાબે ખુબજ સ્પષ્ટ રીતે હીમાચલ પ્રદેશમાં ચુંટણી પ્રચારમાં પોતાની " મન કી બાત' ખુલ્લી બતાવી દીધી છે!

 ઇગ્લેંડના એક જમાનાના મહાન ન્યાયવીદ્ લોર્ડ એકટનનું એક સુપ્રસીધ્ધ ને આંખ ખોલનારુ વાક્ય છે. "સત્તા ભ્રષ્ટાચારી હોય છે. સંપુર્ણ સત્તા સંપુર્ણ ભ્રષ્ટાચારી હોય છે.(Power corrupts: absolute power corrupts absolutely.)

 ઇતીહાસ સાક્ષી છે કે કોઇ બહુમતી પ્રજાએ ગધેડાનું પુછડું પકડયું હોય તો ગમે તેટલી લાતો ખાય તો પણ તે લાતો ખાવાના આનંદથી તે ટેવાઇ ગઇ હોય છે. સ્વપીડા ને પરપીડા બંને એક બીજાના સહોદર હોય છે તેવું તારણ મહાન મનોવૈજ્ઞાનીક સીગમંડ ફ્રોઇડનું છે.

 

 

--

Monday, November 7, 2022

મોરબી દુર્ઘટનાનું હું બેરીતે મુલ્યાંકન કરવા પ્રયત્ન કરૂ છું.

 

 

 

મોરબી દુર્ઘટનાનું હું બે રીતે મુલ્યાંકન કરવા પ્રયત્ન કરૂ છું.

આ કરૂણ પ્રસંગ વિશે ઘણું લખાઇ ગયું છે. તેમાં કોઇ ઉમેરો કરવાનો હેતુ નથી. પણ મારા મુલ્યાંકનનો પ્રયત્ન કેટલીક આ પ્રસંગો સંબંધીત હકીકતો પર આધારીત છે. તેને આપની સમક્ષ લાવવાનો હેતુ છે.જે મીડીયા સમક્ષ આવી નથી.તેને હું બે વિભાગમાં રજુ કરૂ છું.

(૧) મોરબી નગરપાલીકા એક કાયદામુજબ અસ્તીત્વ ધરાવતી સંસ્થા( Legal Person) છે. તે સંસ્થા માટે કામ કરવાના, સંચાલન વી ની સત્તાઓ અને ફરજો પણ S O P = Standard Operating Procedure મુજબ પુર્વનીર્ણીત અસ્તીત્વમાં આવેલ છે. તેમાં નગરની પ્રજાના સુખાકરીના કામો કરવા કાયદામુજબ ચુંટાયેલા લોકપ્રતીનીધીઓ જુદી જુદી કમીટીઓના સભ્યોની નીમણુક કરવામાં આવે છે. મોરબી નગરપાલીકામાં પણ આ ઝુલતો પુલ જે વીધીસર રીતે જુના મહારાજા પાસેથી મીલકત તરીકે હસ્તાંતર(Transfer of Property) કરી– કરાવીને અને સંપુર્ણ દેખરેખ– વહીવટ નીચે સોંપવામાં આવેલ હતો. તેના દેખરેખ– સારસંભાળ માટેની કમીટીના સભ્યો કાયદા મુજબ અસ્તીત્વમાં હોવા જોઇએ! મોરબી નગર પાલીકાનો છેલ્લા ૪૦ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો જડબેસલાક વહીવટ છે કે જેમાં અન્ય વીરોધપક્ષનો કોઇ એક પણ સભ્ય ચુંટાયેલો નથી.

(૨)  સદર ઝુલતાપુલ સંચાલન સમીતી જે કોઇ સ્વરૂપની હોય( ચીફ ઓફીસરને સત્તા આપી હોય!) તેણે મોરબી નગરપાલીકાની સામાન્ય સભા પાસે, પુલની દુરસ્તી માટેની ટેકનીકલ વીગતો સ્થળપરની સ્થીતીને ધ્યાનમાં રાખીને નાણાંકીય– બજેટ વિ રજુ કરીને મંજુર કરાવ્યું હશે!. કુલ અંદાજી કેટલો ખર્ચ, કેટલા સમયમાં પુરૂ કરવાનું, કામના તબક્કા વાર ઉત્તરોતર સુપુરવીઝન, બીનવાંધાજનક પ્રમાણપત્ર રજુ કરવાનું વી, શરતો પણ તેમાં આમેજ કરેલી હશે? નીયમ મુજબ ખર્ચની અંદાજી રકમનો આંકડો મોરબી નગરપાલીકાની મંજુર કરવાની કાયદાપાત્ર સત્તા કરતાં વધારે હશે તો કલેકટર કે અન્ય સક્ષમ સંસ્થાની મંજુરી પણ લેખીત આગોતરી મેળવી હશે. અને કામપુરૂ થયાબાદ નીયમ મુજબ બીનવાંધાપ્રમાણપત્ર(NO OBJECTION CERTIFICATE) પેલા કોન્ટ્રક્ટર પાસેથી  લઇને sop  મુજબ પ્રથમ  મોરબી નગરપાલીકા ઝુલતાપુલ સમીતી, ત્યારબાદ સંસ્થાની ચુંટાયેલા સભ્યોની સામાન્ય સભા, અને બીલની રકમ જ્યારે લાખોમાં હોય ત્યારે કલેકટર કે તેવી કોઇ સંસ્થાની મંજુરી પણ લીધી  હશે? ત્યારબાદ નાણાંની ચુકવણી થાય!

(૩) સદર ઝુલતો પુલ તા. ૨૬મી ઓકટોબરે મુલાકાતીઓ માટે ખુલ્લો કરવામાં આવ્યો અને તા. ૩૦મી ઓકટોબરના રોજ તે પુલ તુટી પડયો. આશરે ૧૩૫માણસો ૫૩ બાળકો સહીત દુ:ખદ હોનારતમાં મૃત્યુ પામ્યા છે.

(૪) મીત્રો, ઉપરની ચર્ચાને આધારે આ માનવીય હોનારત કોની બેજવાબદારીને કારણે થઇ છે તે માટે કોઇ વિશેષ બુધ્ધી જરૂર છે ખરી?

(૫) પેલી અંધેરી નગરી અને ગંડુ રાજા માં ન્યાય નક્કી કરવા માટે અથવા ગુનેગાર નક્કી કરવા માટે જે નીયમો બતાવાયા છે તેમ સદર પુલ હોનારાતમાં પેલા ટીકીટ ઇસ્યુ કરનાર બુકીંગ ક્લાર્ક, પેટા કુંપનીના કર્મચારીઓ વી. ને અટકાયતમાં લેવામાં આવ્યા છે. છેલ્લી માહિતી મુજબ કલેકટરે મોરબી નગરપાલીકાના ચીફ ઓફિસરને સસપેંડ કરેલ છે. સદર સંસ્થામાં ચુંટાયેલા પ્રતીનીધીઓની કોઇ કાયદામુજબ જવાબદારી છે કે કેમ તે કોણ નક્કી કરશે?

 લેખનો ભાગ– ૨.

આવો જ એક કીસ્સો તા. ૩૧મી માર્ચ ૨૦૧૬માં કોલકત્તામાં સ્વામી વીવેકાનંદ બ્રીજનો એક ભાગ તુટી ગયો હતો. આશરે ૨૭ મજુરો મૃત્યુ પામ્યા હતા. તે સમયે પશ્ચીમ બંગાળની વીધાનસભાની ચુંટણી નજીકમાં થવાની હતી. અત્યારે સને ૨૦૨૨ની ગુજરાતની વીધાનસભાની ચુંટણી તા. ૧લી અને ૫મી ડીસેમ્બરના રોજ થવાની છે તેમ. ત્રીનમુલ કોગ્રેંસના પ્રમુખ તરીકે મમતા બેનરજી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ નીચે મુજબની શ્રધ્ધાંજલી આપી હતી.

(૭) કોલકત્તાના પુલના સંદર્ભમાં મોદીજી ઉવાચ;– " પુલ તુટી પડયો છે. આ કોઇ દૈવી કે ઇશ્વરી ઘટના નથી. સરકારી ભષ્ટ્રાચારનું પરીણામ છે. તેમ છતાં તે ઇશ્વરી ઘટના એટલા માટે છે કે તે ચુંટણી દરમ્યાન બની છે. તમે ! બંગાળના મતદારો સમજો કે તમે બધા કેવી સરકાર ચલાવો છો? ભગવાને સંદેશો મોકલ્યો છે, (જે ફક્ત નમો ને જ સંભળાયો છે તે સીવાય દેશના કોઇપણ રાજકીય નેતાઓને સંભળાયો નથી!) કે આજે બ્રીજ તુટ્ટયો છે આવતી કાલે મમતા બેનરજી આખું રાજ્ય તોડી નાંખશે. જમીનદોસ્ત કરી નાંખશે. મારા દ્રારા ઇશ્વરે સંદેશો મોકલ્યો છે કે પશ્રીમ બંગાળની પ્રજાને મમતા દીદીના ગેરવહીવટમાંથી બચાવી લે!.

હે! બંગાળના મતદારો મોદીના પક્ષ બીજેપીને બંગાળના રાજ્યની ધુરા સંભાળવા માટેની તક આપો. નીચેની અંગ્રેજી મેટરનો ભાવાનુવાદ કરેલ છે.("The bridge has fallen. This is not an act of God but an act of fraud. It is certainly an act of God to the extent that the people have come to know during the election about the kind of government you have been running. God has conveyed a message to the people that today this bridge has fallen and tomorrow she will finish off the whole state. God has sent this message to  " the people of Bengal"  is to save Bengal--- said Modi appealing to the people of Bengal to give a chance to BJP in the state election.")

(૮) વડાપ્રધાન તરીકે  જે તે દિવસે કોલકત્તાના બ્રીજ હોનારાતમાં શું બોલેલા તેમના જ શબ્દો તેમના પોતાના અવાજમાં ' યુ ટયુબ' તેમજ તેમના ટ્ટવીટર એકાઉન્ટના ફોટા પરથી અત્રે રજુ કરેલ છે. આ ઉપરાંત મોરબી સીવીલ હોસ્પીટલના એક દર્દીને નવી નક્ક્રોર ચાદર, ફક્ત સ્હેજ ઘસરડો પડેલ દર્દીને એક પગે જાણે ઓપરેશન કર્યું હોય તેમ પ્લાસ્ટર વાળો ફોટો તથા વોર્ડની દીવાલોપર નવાનક્કોર તાજા ફોટા મુકેલા દેખાય છે. કોણ કોને છે છેતરે છેં? રાજ્ય આરોગ્ય ખાતુ સાહેબ ને છેતરે છે કે પછી સાહેબ ગુજરાતની પ્રજાને છેતરે છે?

(૯) હાલમાં મોરબી દુર્ઘટના સમયે દેશના વડાપ્રધાન મોદીજી સીવાય, રાહુલ ગાંધી, મમતા બેનરજી વી. કેવી પ્રસંગને અનુરૂપ શ્રધ્ધાંજલી અર્પીત કરી છે તે પણ અત્રે રજુ કરેલ છે. રાહુલ ગાંધીએ પોતાની ભારત જોડો યાત્રામાં આંધપ્રદેશ તેલંગાનામાં પોતાની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે  આવા દુ:ખદ સમાચાર અંગે હું આ મુદ્દાને ' રાજકીય સ્વરૂપ' આપવા માંગતો નથી. કારણકે તેનાથી પેલા મૃતજનનો મોતનો મલાજો જ ન જળવાય! મમતા બેનરજીએ મોરબી દુર્ઘટનામાં મૃતકોને પોતાની શ્રધ્ધાંજલી આપી હતી.અને ઘાયલો સત્વરે સાજા થઇ જાય માટે પ્રાર્થના કરી હતી. અરવીંદ કેજરીવાલે પણ પ્રસંગને યથાર્થ પોતાની શ્રધ્ધાંજલી આપી હતી.

 

 


--