મોરબી દુર્ઘટનાનું હું બે રીતે મુલ્યાંકન કરવા પ્રયત્ન કરૂ છું.
આ કરૂણ પ્રસંગ વિશે ઘણું લખાઇ ગયું છે. તેમાં કોઇ ઉમેરો કરવાનો હેતુ નથી. પણ મારા મુલ્યાંકનનો પ્રયત્ન કેટલીક આ પ્રસંગો સંબંધીત હકીકતો પર આધારીત છે. તેને આપની સમક્ષ લાવવાનો હેતુ છે.જે મીડીયા સમક્ષ આવી નથી.તેને હું બે વિભાગમાં રજુ કરૂ છું.
(૧) મોરબી નગરપાલીકા એક કાયદામુજબ અસ્તીત્વ ધરાવતી સંસ્થા( Legal Person) છે. તે સંસ્થા માટે કામ કરવાના, સંચાલન વી ની સત્તાઓ અને ફરજો પણ S O P = Standard Operating Procedure મુજબ પુર્વનીર્ણીત અસ્તીત્વમાં આવેલ છે. તેમાં નગરની પ્રજાના સુખાકરીના કામો કરવા કાયદામુજબ ચુંટાયેલા લોકપ્રતીનીધીઓ જુદી જુદી કમીટીઓના સભ્યોની નીમણુક કરવામાં આવે છે. મોરબી નગરપાલીકામાં પણ આ ઝુલતો પુલ જે વીધીસર રીતે જુના મહારાજા પાસેથી મીલકત તરીકે હસ્તાંતર(Transfer of Property) કરી– કરાવીને અને સંપુર્ણ દેખરેખ– વહીવટ નીચે સોંપવામાં આવેલ હતો. તેના દેખરેખ– સારસંભાળ માટેની કમીટીના સભ્યો કાયદા મુજબ અસ્તીત્વમાં હોવા જોઇએ! મોરબી નગર પાલીકાનો છેલ્લા ૪૦ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો જડબેસલાક વહીવટ છે કે જેમાં અન્ય વીરોધપક્ષનો કોઇ એક પણ સભ્ય ચુંટાયેલો નથી.
(૨) સદર ઝુલતાપુલ સંચાલન સમીતી જે કોઇ સ્વરૂપની હોય( ચીફ ઓફીસરને સત્તા આપી હોય!) તેણે મોરબી નગરપાલીકાની સામાન્ય સભા પાસે, પુલની દુરસ્તી માટેની ટેકનીકલ વીગતો સ્થળપરની સ્થીતીને ધ્યાનમાં રાખીને નાણાંકીય– બજેટ વિ રજુ કરીને મંજુર કરાવ્યું હશે!. કુલ અંદાજી કેટલો ખર્ચ, કેટલા સમયમાં પુરૂ કરવાનું, કામના તબક્કા વાર ઉત્તરોતર સુપુરવીઝન, બીનવાંધાજનક પ્રમાણપત્ર રજુ કરવાનું વી, શરતો પણ તેમાં આમેજ કરેલી હશે? નીયમ મુજબ ખર્ચની અંદાજી રકમનો આંકડો મોરબી નગરપાલીકાની મંજુર કરવાની કાયદાપાત્ર સત્તા કરતાં વધારે હશે તો કલેકટર કે અન્ય સક્ષમ સંસ્થાની મંજુરી પણ લેખીત આગોતરી મેળવી હશે. અને કામપુરૂ થયાબાદ નીયમ મુજબ બીનવાંધાપ્રમાણપત્ર(NO OBJECTION CERTIFICATE) પેલા કોન્ટ્રક્ટર પાસેથી લઇને sop મુજબ પ્રથમ મોરબી નગરપાલીકા ઝુલતાપુલ સમીતી, ત્યારબાદ સંસ્થાની ચુંટાયેલા સભ્યોની સામાન્ય સભા, અને બીલની રકમ જ્યારે લાખોમાં હોય ત્યારે કલેકટર કે તેવી કોઇ સંસ્થાની મંજુરી પણ લીધી હશે? ત્યારબાદ નાણાંની ચુકવણી થાય!
(૩) સદર ઝુલતો પુલ તા. ૨૬મી ઓકટોબરે મુલાકાતીઓ માટે ખુલ્લો કરવામાં આવ્યો અને તા. ૩૦મી ઓકટોબરના રોજ તે પુલ તુટી પડયો. આશરે ૧૩૫માણસો ૫૩ બાળકો સહીત દુ:ખદ હોનારતમાં મૃત્યુ પામ્યા છે.
(૪) મીત્રો, ઉપરની ચર્ચાને આધારે આ માનવીય હોનારત કોની બેજવાબદારીને કારણે થઇ છે તે માટે કોઇ વિશેષ બુધ્ધી જરૂર છે ખરી?
(૫) પેલી અંધેરી નગરી અને ગંડુ રાજા માં ન્યાય નક્કી કરવા માટે અથવા ગુનેગાર નક્કી કરવા માટે જે નીયમો બતાવાયા છે તેમ સદર પુલ હોનારાતમાં પેલા ટીકીટ ઇસ્યુ કરનાર બુકીંગ ક્લાર્ક, પેટા કુંપનીના કર્મચારીઓ વી. ને અટકાયતમાં લેવામાં આવ્યા છે. છેલ્લી માહિતી મુજબ કલેકટરે મોરબી નગરપાલીકાના ચીફ ઓફિસરને સસપેંડ કરેલ છે. સદર સંસ્થામાં ચુંટાયેલા પ્રતીનીધીઓની કોઇ કાયદામુજબ જવાબદારી છે કે કેમ તે કોણ નક્કી કરશે?
લેખનો ભાગ– ૨.
આવો જ એક કીસ્સો તા. ૩૧મી માર્ચ ૨૦૧૬માં કોલકત્તામાં સ્વામી વીવેકાનંદ બ્રીજનો એક ભાગ તુટી ગયો હતો. આશરે ૨૭ મજુરો મૃત્યુ પામ્યા હતા. તે સમયે પશ્ચીમ બંગાળની વીધાનસભાની ચુંટણી નજીકમાં થવાની હતી. અત્યારે સને ૨૦૨૨ની ગુજરાતની વીધાનસભાની ચુંટણી તા. ૧લી અને ૫મી ડીસેમ્બરના રોજ થવાની છે તેમ. ત્રીનમુલ કોગ્રેંસના પ્રમુખ તરીકે મમતા બેનરજી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ નીચે મુજબની શ્રધ્ધાંજલી આપી હતી.
(૭) કોલકત્તાના પુલના સંદર્ભમાં મોદીજી ઉવાચ;– " પુલ તુટી પડયો છે. આ કોઇ દૈવી કે ઇશ્વરી ઘટના નથી. સરકારી ભષ્ટ્રાચારનું પરીણામ છે. તેમ છતાં તે ઇશ્વરી ઘટના એટલા માટે છે કે તે ચુંટણી દરમ્યાન બની છે. તમે ! બંગાળના મતદારો સમજો કે તમે બધા કેવી સરકાર ચલાવો છો? ભગવાને સંદેશો મોકલ્યો છે, (જે ફક્ત નમો ને જ સંભળાયો છે તે સીવાય દેશના કોઇપણ રાજકીય નેતાઓને સંભળાયો નથી!) કે આજે બ્રીજ તુટ્ટયો છે આવતી કાલે મમતા બેનરજી આખું રાજ્ય તોડી નાંખશે. જમીનદોસ્ત કરી નાંખશે. મારા દ્રારા ઇશ્વરે સંદેશો મોકલ્યો છે કે પશ્રીમ બંગાળની પ્રજાને મમતા દીદીના ગેરવહીવટમાંથી બચાવી લે!.
હે! બંગાળના મતદારો મોદીના પક્ષ બીજેપીને બંગાળના રાજ્યની ધુરા સંભાળવા માટેની તક આપો. નીચેની અંગ્રેજી મેટરનો ભાવાનુવાદ કરેલ છે.("The bridge has fallen. This is not an act of God but an act of fraud. It is certainly an act of God to the extent that the people have come to know during the election about the kind of government you have been running. God has conveyed a message to the people that today this bridge has fallen and tomorrow she will finish off the whole state. God has sent this message to " the people of Bengal" is to save Bengal--- said Modi appealing to the people of Bengal to give a chance to BJP in the state election.")
(૮) વડાપ્રધાન તરીકે જે તે દિવસે કોલકત્તાના બ્રીજ હોનારાતમાં શું બોલેલા તેમના જ શબ્દો તેમના પોતાના અવાજમાં ' યુ ટયુબ' તેમજ તેમના ટ્ટવીટર એકાઉન્ટના ફોટા પરથી અત્રે રજુ કરેલ છે. આ ઉપરાંત મોરબી સીવીલ હોસ્પીટલના એક દર્દીને નવી નક્ક્રોર ચાદર, ફક્ત સ્હેજ ઘસરડો પડેલ દર્દીને એક પગે જાણે ઓપરેશન કર્યું હોય તેમ પ્લાસ્ટર વાળો ફોટો તથા વોર્ડની દીવાલોપર નવાનક્કોર તાજા ફોટા મુકેલા દેખાય છે. કોણ કોને છે છેતરે છેં? રાજ્ય આરોગ્ય ખાતુ સાહેબ ને છેતરે છે કે પછી સાહેબ ગુજરાતની પ્રજાને છેતરે છે?
(૯) હાલમાં મોરબી દુર્ઘટના સમયે દેશના વડાપ્રધાન મોદીજી સીવાય, રાહુલ ગાંધી, મમતા બેનરજી વી. કેવી પ્રસંગને અનુરૂપ શ્રધ્ધાંજલી અર્પીત કરી છે તે પણ અત્રે રજુ કરેલ છે. રાહુલ ગાંધીએ પોતાની ભારત જોડો યાત્રામાં આંધપ્રદેશ તેલંગાનામાં પોતાની પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આવા દુ:ખદ સમાચાર અંગે હું આ મુદ્દાને ' રાજકીય સ્વરૂપ' આપવા માંગતો નથી. કારણકે તેનાથી પેલા મૃતજનનો મોતનો મલાજો જ ન જળવાય! મમતા બેનરજીએ મોરબી દુર્ઘટનામાં મૃતકોને પોતાની શ્રધ્ધાંજલી આપી હતી.અને ઘાયલો સત્વરે સાજા થઇ જાય માટે પ્રાર્થના કરી હતી. અરવીંદ કેજરીવાલે પણ પ્રસંગને યથાર્થ પોતાની શ્રધ્ધાંજલી આપી હતી.