હવે મારે તમારી જરૂર નથી.
હું મારી રાજકીય સત્તાનો પીરામીડ દર ચુંટણીના પહેલાંના પાંચ વર્ષ દરમ્યાન તમારા બધાની મારા પ્રત્યેની સંપુર્ણ શરણાગતી– વફાદારી – શહીદીથી તેનો પાયો મજબુત બનાવતો આવ્યો છું. પછી " તમે બધા મારી રાજકીય સત્તાના પીરામીડની લંબાઇ– પહોળાઇમાં(તેની પતલી ને ધારદાર થતી ટોચની ચીંતા ક્યારેય તમારે ભુલેચુકે ન કરવી) સતત વધતી જતી દીવાલની ઇંટો તરીકે સુશોભન પામીને ઘેનમાં સુઇ રહો તેમાં જ આપણા બધાનું હીત સમાયેલું છે." તમને બધાને તો ગૌરવ થવું જોઇએ કે તમારી આગળ–પાછળ અને ઉપર– નીચે કેવી કેવી જુદા જુદા સમયની અનેક દાયકાઓથી સંઘર્ષ કરતા ' અપનેવાલાઓની નામી– અનામી હસ્તીઓ' આ ઇમારતમાં કાયમી નીંદરમાં પોઢી ગઇ છે. તમામ પ્રકારની ભુખ– તાપ– ટાઢ– વરસાદ–વી. નો ત્યાગ કરીને કોને મજબુત કરવા ' યા હોમ કરીને નીકળી પડેલાઓને" મેં મારા સત્તાના પીરામીડની વીશાળ દીવાલોમાં ક્યારેય બહાર ન નીકળે તે રીતે ચણી લીધા છે. તે બધાને પેલા પીરામીડ તરફ લઇ જવા મેં જ્યારે તેમના ખભાપર હાથ મુક્યો હતો ત્યારે તેમને મારા સહવાસમાં કોઇ દીવ્ય અનુભૂતી(!)નો આનંદ થતો હોય તેવું તે બધાને લાગ્યું હતું. પણ ખરેખર મારે મન તેમનું મહત્વ " કુરબાની માટે ખવડાવી– પીવડાવીને અલમસ્ત બનાવેલા રંગે– ચંગે, તથા ફુલહારથી શણગારેલા પવિત્ર જાનવરથી વધારે નહતું."
આપણે તા ૧લી અને ૫મી ડીસેમ્બરના રોજ આયોજીત ગુજરાતની વીધાનસભાની ચુંટણીમાં જે ગઇકાલ સુધી રાજકીય સત્તા માટે મોંઘેરીલાલના સ્વપ્નાં સેવનારાઓ હતા. અને હવે આ લોકો જે મારી સત્તાના પીરામીડની દીવાલમાં શહીદ થવા પ્રયાણ કરવા નીકળી પડેલાઓના અંતરઆત્માના અવાજને ઓળખીએ!.
(૧) સને ૨૦૧૭થી ૨૦૨૨ સુધીમાં છેલ્લા પાંચ વર્ષોમાં ગુજરાતમાં મારી લગભગ બે દાયકોથી ચાલી આવતી રાજકીય સત્તાની ગાદીના ત્રણ સુબાઓને મેં બદલ્યા છે. દરેકના ખભે હાથ મુકીને મેં તેમનો રાજ્યાભીષેક કર્યો હતો. તે બધાને સને ૨૦૧૭માં ટીકીટ આપીને વીધાનસભામાં પસંદ કરીને હું જ તેમને ચુંટી લાવ્યો હતો.
(૨) આગામી વીધાનસભાની ચુંટણીમાં મેં મારા જ પસંદ કરેલા ગઇ વીધાનસભાના ૩૮સભ્યોને ટીકીટ આપી નથી.કેમ? જે કોઇ પ્રશ્ન પુછે તેને, પેલા મારા ભવ્ય લાંબા પહોળા સત્તાના પીરામીડની લાંબી પહોળી દિવાલ બતાવી લેજો.
(૩) દાયકાઓથી મારા સત્તાને મજબુત કરનારા ૬ દીગ્ગજ નેતાઓને મેં મારી ઇમારતની ઇંટ બનવા પસંદ કર્યા છે. મારા આવા તેમની સુખાકારી માટે નીર્ણયથી તે બધાએ જે આનંદ વ્યક્ત કર્યો છે તે આજના ઇન્ડીયન એકપ્રેસે આ પ્રમાણે નોંધ્યો છે. ગુજરાતના માજી મુખ્યમંત્રી વીજય રૂપાણી, ભુતપુર્વ નાયબ મુખ્યમંત્રી, નીતીન પટેલ, કેબીનેટ મંત્રીઓ જેવા કે પ્રદીપ જાડેજા, ભુપેન્દ્ર્ ચુડાસમા, આર સી ફળદુ,અને કૌશીક્ પટેલ, સદર ચુંટણીના ઉમેદવારોની સત્તાવાર યાદી જાહેર થાય તેના એક દીવસ પહેલાં દીલ્હીના તાજને જણાવી દીધું છે કે અમને સદર ચુંટણી લડવા કરતાં આપના પીરામીડની ઇંટો બનાવમાં રસ છે એમ અમે સ્પષ્ટ જણાવીએ છે.(A day before the list was announced, the way was cleared when seniors such as Rupani, his deputy CM Nitin Patel and at least four other ministers from his Cabinet (Pradeepsinh Jadeja, Bhupendrasinh Chudasama, R C Faldu and Kaushik Patel), announced that they had opted out of the contest. ) ભાજપ પક્ષ પ્રમુખ પાટીલે નીખાલસતાથી જણાવ્યું છે કે હવે તે બધા વડીલીએ પક્ષીય સંગઠન માટે કામ કરવાનું નક્કી કર્યું છે.એટલે પેલા પીરામીડની ઇંટ બનવાનું.( So now they want to work for the organisation.")
(૪) દેશ અને દુનીયા સમક્ષ મેં ઘણી જુમલે બાજી કરી છે.'ગુજરાત મોડેલ, સબકા સાથ સબકા વીકાસ, દરેક નાગરીકના ખાતામાં ૧૫ લાખ રૂપીયા જમા થશે, ગુજરાત મારી પ્રયોગશાળા જેમાં બીલકીસબાનુ , વડોદરાની બેસ્ટ બેકરી, નરોડા પાટીયા, નરોડાગામ–' પેલા મોઢામાથા વીનાના બે દાયકાઓથી ચાલતા એમઓયુના લીસ્ટ ઝીરો પરીણામ, છ વર્ષ પહેલાં અમલમાં મુકેલી નોટબંધી વી. આ બધી મારી ઐતીહાસીક સીધ્ધીઓ છતાં મારે ગુજરાતની આગામી ચુંટણી માટે કોગ્રેંસના પક્ષપલ્ટુઓ સીવાય ચાલે તેમ નથી! આગામી ચુંટણીમાં મેં ૧૭ ટીકીટો કોંગ્રેસ પક્ષમાંથી ખાસ બોલાવેલા પક્ષપલટુઓને ટીકીટ આપી છે. તેમાંથી ૯ કોંગ્રેસી પક્ષપલ્ટુઓ એવા છે જે ૨૦૧૭માં અમારી સામે ચુંટણી જીતીને આવ્યા હતા.( At least 17 are Congress MLAs who defected to the BJP over the past five years, nine of them having won on Congress tickets in 2017. )
(૫) મારી સત્તાની સોદાગીરીમાં નીર્ણય કરવાની રીત વીધ્યુતવેગી છે. પંચમહાલ આદીવાસી વિસ્તારના બાપ– બેટા મોહનસીંહ રાઠવા અને પુત્ર રાજેન્દ્રસીંહ રાઠવા બે દિવસ પહેલાં જ કોંગ્રેસમાંથી આવ્યા છે તેને મેં ટીકીટો માટે યોગ્ય ગણ્યા છે. ગઇકાલે ગુરૂવારે ઝાલોદનો ધારાસભ્ય ભાવેશ કટારીઆ કોંગ્રેસમાંથી આવ્યો અને તેને સાહેબે ટીકીટ આપી દીધી.આ કટારીઆની લાયકાત એવી છે કે સને ૨૦૧૭માં ભાજપે ટીકીટ માટે અયોગ્ય ગણીને પક્ષમાંથી કાઢી મુક્યો હતો. પણ કટારીયા કોંગ્રેસેમાંથી ભાજપ સામે ચુંટાઇ આવ્યો હતો. સને ૨૦૨૨માં સાહેબના નીર્ણયથી ૨૪ કલાકમાં જ તેની ઘરવાપસી થઇ છે.
(૬) મારો પ્રશ્ન ગુજરાતના શહેરી શીક્ષીત યુવાનો અને અન્ય મતાદારોને એટલો જ છે કે જે નેતાના આશ્રય નીચે આશરે ૨૩ વર્ષથી આપણા રાજ્યમાં સત્તાની ધુરા હોય , તેણે ખરેખર ઉપર મુજબના કાવાદાવા શા માટે કરવા પડે? રાજ્યની પ્રજાના શીક્ષણ, આરોગ્ય સુખાકરી વિ. અનેક બાબતો પર શું તમારે મતદારો સમક્ષ બતાવવાની કોઇ લાયકાત જ બાકી રહી નથી?
(૭) દોસ્તો ! શક્ય હોય તો ઇતીહાસની ભુલોનું પુનરાર્વતન ન કરશો. તેવી વિનંતી છે.