ગુજરાત શું નશીલી દવાઓની હેરાફેરીનું વૈશ્વીક હબ બની ગયું છે?
ગુજરાતમાં છેલ્લા ૨૫ વર્ષો કરતાં વધારે સમયથી કોની સરકારછે?
(1) ખેડાજીલ્લાના વીરસદ ગામની પોલીસ ચોકીમાંથી ૧૪૪કીલો ગાંજાની ચોરી થઇ.
(2) ગુજરાતમાં વાર્ષીક ૨૧૦૦૦ કરોડનું નશીલી દવાઓનું બજાર છે. અમીતશાહની હાજરીમાં ગાંધીનગરમાં તાજેતરમાં નશીલી દવાઓના મુદ્દે( Narcotics Buraeu) ખાસ બેઠકમાં ચર્ચા થઇ. તેઓની ઓનલાઇન હાજરીમાં અંકેલેશ્વર ને દીલ્હી મુકામે હજારો કીલો નશીલી ડ્રગ્સનો જથ્થો અંદાજી કીંમત ફક્ત ૬૩૨ કરોડ થાય છે: જેને સળગાવી દેવામાં આવ્યો છે.
(3) આ ઉપરાંત ચંઢીગઢ( અમીત શાહની હાજરીમાં)અને ગોહાત્તીમાં અનુક્રમે ૩૦,૦૦૦અને ૪૦,૦૦૦ કીલો નશીલી દવાઓનો પકડાયેલો પુરવઠાનો નાશ કરવામાં આવ્યો હતો. હરીયાણા અને આસામમાં ભાજપની સરકારો છે.
(4) તા. ૨૧મી સપ્ટેમ્બરનારોજ ૨૧૦૦૦ કરોડ રૂપીયાની નશીલી દવાઓ( હેરોઇન)કચ્છના મુદ્રા બંદરેથી પકડવામાં આવી હતી. સદર બંદરનું સંચાલન અદાણી જુથનું છે.અદાણી જુથ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે તેમનો ઉધ્યોગ ફક્ત બંદરનું સંચાલન કરે છે. પણ બહાર દરીયાઇ માર્ગે આવતા કન્ટેનયરમાં શેની ફેરાફેરી થાય છે તે જોવાની સત્તા નથી. જો પ્રધાન મંત્રી મોદી હિંદુ ધાર્મીક મંદીરોની મુલાકાત માટે જાય તો સતત ટીવી કવરેજ આવે પણ આટલો મોટો નશીલી દવાઓનો જથ્થો તેમની ડબલ એન્જીનવાળી ગુજરાત સરકારના વહીવટમાં પકડાય તો તે સમાચાર દેશની ન્યુઝ ચેનલમાંથી કેમ ગાયબ થઇ જાય છે? ન કોઇ ડીબેટ– ન કોઇ પત્રકારોની ચર્ચા ! આ સંદર્ભમાં એન આઇ એ ત્રણ રાજ્યોમાં દરોડા પાડયા અને બે ત્રણ માણસોની ધરપકડ કરી. બસ.
(5) ગુજરાતમાં કેવી રીતે આટલા મોટાપ્રમાણમાં નશીલી દવાઓનું રાજ્યવ્યાપી આર્થીક નેટવર્ક પેદા થઇ ગયું છે? ગુજરાતમાં, દરીયાઇ માર્ગે આવતા નશીલી દવાના કાચામાલને હેરોઇનમાં રૂપાંતર કરવાની ફેકટરીઓ રાતોરાત અળશીયાની માફક ફુટી નીકળી છે.આવી ફેકટરીઓ અંકલેશ્વર, વડોદરા, ઉંઝા અને અમૃતસર સુધી ફેલાઇ ગઇ છે તેવો રિપોર્ટ ' વાયર ન્યુઝ મીડીયાં નો છે. વડોદરા જીલ્લાના સાવલી તાલુકાના એક છેવાડા ગામડા 'મોક્સી'માં એક રાસાયણીક ફેકટરી દરીયાઇ માર્ગે આવેલા નશીલા માલમાંથી શુધ્ધ કરીને ' મેસેડ્રોન હેરોઇન' બનાવતી હતી. તેના પર દરોડો પાડતાં તે પકડાયેલ જથ્થાની કીંમત આશરે ૧૧૦૦ કરોડ કરતાં પણ વધારે હતી.
(6) ૨૭ વર્ષથી ગુજરાતમાં સર્વેસર્વા વર્તમાન વડાપ્રધાન મોદીના હીસાબે ભાજપની સરકારોનો વહીવટ 'પ્રાઇમ મીનીસ્ટર ઓફીસ' (PMO) થી કરવામાં આવે છે તે કોને ખબર નથી? ગુજરાતમાં પ્રજામતથી ચુંટાયેલી સરકારો કોના તરંગો પ્રમાણે સત્તા મેળવે છે અને ગુમાવે છે? આ બધી સરકારોને કઠપુતલીની માફક નચાવનાર કોણ છે?
(7) આ નશીલી દવાઓનો વેપલો ફક્ત ગુજરાતની સરકાર કે રાજ્યના વહીવટનો જ ગંભીર ચીંતાજનક પ્રશ્ન નથી. આપણા રાજ્ય અને દેશના યુવાનોની સંપુર્ણ બરબાદીનો પ્રશ્ન છે. આ ગંભીર સમસ્યા તે દીશામાં દોરી જતા દરેકે દરેક મા–બાપ અને કુટુંબોની સમસ્યા મોડીવહેલી બની જવાની છે તેની લેશમાત્ર શંકા નથી! કોઇપણ રાજ્ય અને દેશમાં કાળાબજારના ધંધા સત્તાધારી રાજકારણીઓ સીવાય કોની છત્રછાયા નીચે ચાલતા હોય છે?
(8) થોડાસમય પહેલાં પશ્ચીમબંગાળની વીધનસભાની ચુંટણીમાં એક રાજકીયપક્ષે આશરે એકલાખ કરોડ કરતાં વધારે રૂપીયાનું મુડીરોકાણ કરીને સત્તા મેળવવાનો નીષ્ફળ પ્રયાસ કર્યો હતો. આ રિપોર્ટ કોલકત્તાના દૈનીકનો હતો. ગુજરાતની આગામી તા ૧અને ૫મી ડીસેમ્બરની વીધાનસભાની ચુંટણીમાં ગુજરાતની સ્ટેટબેંકોમાંથી ૧૦૦૦૦ કરોડનાં ચુંટણી બોન્ડ ખરીદવામાં આવ્યા તેવો અખબારી રીપોર્ટ છે. તેમાં સદર ચુંટણી બોન્ડ ખરીદનારનું નામ ક્યારેય ખબર ન પડે તેવી કાયદાકીય જોગવાઇ કરવામાં આવી છે. વીધાનસભાની ૧૮૨ સીટ પ્રમાણે સીટ દીઠ ફક્ત આશરે ઓછામાં ઓછા ૫૫ કરોડ ખર્ચવામાં આવશે!. મારા તમારા મતોથી ચુંટાયેલા પ્રતીનીધીઓ કોના હીતમાં કોની વફાદારી માટે કામ કરશે?
સૌ. રવીશકુમાર. એનડીટીવી. ન્યુઝ ચેનલ. ભાવાનુવાદ.