ભાગ–૨
રાહુલ ગાંધીની કેમ્બ્રીજ યુનીર્વસીટી તથા અન્ય સ્થળો પર ભારતીય લોકશાહી પર રજુ કરેલા વિચારો- જે તે ભાવાનુવાદ કરીને ટુંકમાં પસંદ કરીને અત્રે રજુ કરવામાં આવ્યો છે.
સૌ પ્રથમ, આ વિષયમાં રસ ધરાવતા અભ્યાસુઓ માટે શ્રી રાહુલ ગાંધીની ઇગ્લેંડની મુલાકાત દરમ્યાન રજુ કરેલા વિચારોની યુ–ટયુબ લીંક તથા તે અંગે ઇરાદાપુર્વક ઉભા કરવામાં આવેલા વિવાદના જ્ઞાન આધારીત જવાબો ટેકનોક્રેટ સેમ પિત્રોડાએ રજુ કરેલા છે તે વિચારોની યુ ટયુબની લીંક અત્રે મુકી છે.
(1) Complete Speech of Rahul Gandhi: Lecture at Cambridge University- – https://www.youtube.com/watch?v=IW9UgWl_BTE
(2) Rahul Gandhi LIVE: India's changing role in the world | Chatham House, London |
https://www.youtube.com/watch?v=b9tXOMWYK88&t=300s
(3) Sam Sir's Interview with Ms. Barkha Dutt, here is the link - https://youtu.be/K8rG4J-8PcY
United India March- ભારત જોડો યાત્રા કેમ? શા માટે?
(1) સને ૨૦૦૪–૫માં જ્યારે હું રાજકારણમાં જોડાયો ત્યારે મને સહેજ પણ ખ્યાલ ન હતો કે સત્તાકીય રાજકારણ જે ફક્ત રાજકીય પક્ષો વચ્ચેની હરિફાઇ છે તે સંપુર્ણ બદલાઇ જશે. મને તે સમયે કોઇએ એવી વાત કરી હોત કે " સત્તાલક્ષી રાજકારણ સંપુર્ણ બદલાઇ જઇને એક બહુમતી ધર્મના આધિપત્યવાળુ, આઝાદીના સંઘર્ષની વિચારસરણી અને બંધારણીય મુલ્યોની પુરેપુરી અવગણના કરતું બની જશે" તો તે વાત ને મેં હસી કાઢી હોત!
(2) વર્તમાનમાં એ સ્થિતિ મારા દેશની થઇ ગઇ છે કે એક સંસ્થા જેનું નામ છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર એસ એસ) છે, તેણે દેશની રાષ્ટ્રનિર્માણ કરતી લોકશાહી માર્ગે સંચાલન કરતી લગભગ તમામ સંસ્થાઓનો કબજો લઇ લીધો છે.આર એસ એસ એક ફાસીવાદી અને ઉગ્રધર્માંધ (Fundamentalist) સંસ્થા છે. તે કાયદા મુજબ અસ્તિત્વમાં આવેલ રજીસ્ટર્ડ સંસ્થા નથી. તેનું તમામ સંચાલન બિનલોકશાહી માર્ગે થાય છે." You can call it a secret society. It is built on the line of Muslim Brotherhood. Its main idea is to use the democratic context to come to power and once acquiring the political power then subvert the democratic context. "
(3) જે રીતે મારા દેશની મોટાભાગની લોકશાહી સંસ્થાઓને સફળતાપુર્વક કબજે કરીને તે બધાનું પોતાના ધર્માંધ ફાસીવાદી હેતુઓ સિધ્ધ કરવા ઉપયોગ કરવા માંડયો છે તેણે મને સખત માનસીક આધાત પહોંચાડયો છે. દેશની સ્વતંત્ર પ્રેસ, સંસદ, ન્યાયતંત્ર, ઇલેકશન કમીશન, વિ. સંસ્થાઓને પોતાની એડી તળીયે લાવીને સતત ભય ને દબાણ નીચે કામ કરતી કરી દિધી છે. આઝાદ દેશમાં જે મુક્ત અવાજ હતો, સ્વતંત્ર ડીબેટ કે સંવાદનું વાતાવરણ હતું તેને નામશેષ કરી નાંખવામાં આવ્યું છે. સંસદની અંદર અમને દેશના હિતમાં નોટબંધી, કિસાન કાયદા, જીએસટી વિ. બીલો રજુ કર્યા પછી વિરોધ પક્ષોને સંગઠિત રીતે યુક્તિ–પ્રયુક્તિ કરીને ચર્ચા જ કરવા દેવામાં આવતા નથી.( આજે આ લેખ હું તૈયાર કરી રહ્યો છું ત્યારેસંસદમા સ્પીકરે ૨૧મીનીટ સુધી માઇક જ બંધ કરી દીધું છે. તેવા સમાચાર છે.)
(4) આર એસ એસ સંચાલિત બીજેપી તરફથી ચર્ચાના તમામ સ્રોત્રો બંધ કરી દેવામાં આવે ત્યારે વિરોધ પક્ષ તરીકે અમારે લોકોના પ્રશ્નો ઉકેલવા અને માહિતિ પુરી પાડવા કયા કયા લોકશાહી, શાંતિમય ને અહિંસક સાધનોનો ઉપયોગ કરવો? આ અમારો સતત મુઝવતો ને ગૂંચવતો પ્રશ્ન હતો. અમારા પક્ષે કોંગ્રેસ પાર્ટીંમાં સઘન ચર્ચા પછી કન્યાકુમારીથી કાશ્મીર સુધીની આશરે ૪૦૦૦ કી. મી.ની પદયાત્રા કરવાનો નિર્ણય કર્યો. આ યાત્રામાંથી અમને દેશની તદ્દન નવીજ તાસિર મળી છે.
(5) મારા માટે આટલા મોટા દેશવ્યાપી ફલક પર હજારો, લાખો લોકોને શાંતી સાંભળવાની કળા વિકસાવી તે ઘણી મોટી સફળતા હતી. રાજકારણી તરીકે મારી એવી ટેવ હતી કે હું શાંતીથી લોકોને સાંભળતો જ ન હતો. મારી રાજકારણી તરીકેની તે સહજવૃત્તી( Instinct) જ યાત્રાથી સંપુર્ણ નાબુદ થઇ ગઇ.
(6) એન્કર– રાહુલજી, આ યાત્રાની ફલશ્રુતી એક રાજકીય નેતા અને કોંગ્રેસપક્ષના વડા તરીકે તમને કેવી લાગે છે? સૌ પ્રથમ સદર યાત્રાએ અમારા પક્ષના કાર્યકરોમાં ખુબજ નવું જોમ અને શક્તિ પેદા કરી છે. અમારા પક્ષનું લગભગ નવસર્જન થાય તેવી ઉર્જા મારી યાત્રાએ પેદા કરી છે
(7) અમે ખાસ ધ્યાન યાત્રા દરમ્યાન રાખ્યું હતું કે દરેક મુલાકતીને માટે તેની મુલાકાત લેશ માત્ર રાજકીય ન લાગે પણ કૌટુંબીક, અંગત ને લાગણીસભર માનસિકતા સાથે છુટો પડે તેવો સરળ અહેસાસ કરાવવાની જવાબદારી સૌ યાત્રિકોની છે તે અમે બધા સમજી ગયા હતા. શીખી ગયા હતા. ૨૧મી સદીમાં ફેસબુક,વોટ્ટસઅપ કે ટવીટરથી પણ વધારે અંગત રેપોર્ટ અમે લાખો મુલાકાતીઓ સાથે સાધી શક્યા હતા.
(8) એન્કર– શું તમને લાગે છે કે તમારા દેશમાં લોકશાહીનો ખતરો એક વૈશ્વીક સ્તર પર લોકશાહી રાજ્ય વ્યવસ્થા સામે અસ્તિત્વ ટકાવી રાખવાનું જોખમ પેદા થયું છે તેનો એક ભાગ છે? જવાબ–દરેક દેશની લોકશાહી સમસ્યા તેના પોતાના ઇતિહાસ, રૂઢીરિવાજો, વિચારસરણી વિ. અંગે કેવી રીતે વિચારે છે તેના પર આધારિત છે.
મારી દ્ર્ષ્ટી પ્રમાણે આજે વિશ્વ વૈચારીક રીતે બે ભાગમાં વહેંચાઇ ગયું છે. એક મુક્ત, ખુલ્લો,લોકશાહી સમાજ( પશ્ચીમી જગત) અને બીજો સંપુર્ણ નિયંત્રિત સમાજ(ચીન અને રશિયા).
(9) અમારા દેશમાં લોકશાહીનું જોખમ રાજકીય પક્ષો વચ્ચે નથી પણ બે વિચારસરણીઓ વચ્ચેનું છે.બંને વિચારસરણીઓનું દ્ર્ષ્ટિબીદું એકબીજાથી મુળભુત રીતે સામસામી છે. વિરોધાભાસી છે. એક વિચારસરણીનું મોડેલ આર એસ એસ- બીજેપીનું છે. બીજુ અમારું છે. આ ઉપરાંત અમારા બહુમતી સમાજનું માળખું જ્ઞાતિ આધારીત ઉંચનીંચની સામાજીક અસમાનતામાં વહેંચાયેલું છે. જે પશ્ચીમી સમાજમાં નથી.પણ અમારી લોકશાહીનો પડકાર, અમારા દેશનો છે. અને અમે તે પડકારને પહોંચી વળીશું.
(11) યાત્રા દરમ્યાન અમારી પાસે ચાર સમસ્યાઓ જેવી કે બેરોજગારી, ભાવવધારો, અસમાનતા અને સ્રીઓ સામે હિંસા અંગે વારંવાર રજુઆત કરવામાં આવી હતી. અમારા દેશમાં ખુબજ ઝડપથી ગ્રામીણ જીવનમાંથી મોટા પાયે શહેરીજીવન તરફ વસ્તીનું સ્થળાંતર થવા માંડયું છે. આ પ્રકારના ઉભરાતા સમાજકરણે ભાજપને અમારા પક્ષની સરખામણીમાં શહેરીવિસ્તારમાં વધારે સંગઠિત ને મજબુત બનાવ્યો છે. રાજકીય રીતે અમારો પક્ષીય પાયો ગ્રામીણ ભારતમાં હજુ મજબુત અને સંગઠિત છે. પણ આ બધા સાથે તમે દેશમાં પ્રવાસ કરશો તો ખબર પડશે કે મારે બહુસંખ્યકવાદના લોકો તરફથી દલિત,આદીવાસી ને લઘુમતી સાથેનો વ્યવહાર કેવો છે? આ બધા મુદ્દાઓના સંદર્ભમાં ભારતીય લોકશાહી ઉપર ખતરો છે તેવા ઘણા બધા લેખો પરદેશોની પ્રેસમાં આવે છે.
(12) વિરોધ પક્ષોના તમામ નેતાઓને સારી રીતે ખબર છે કે બીજેપી તરફથી તેમના ફોનથી માંડીને અનેક પ્રવૃત્તીઓ પર કેવી જાસુસી નજર રખાય છે. અને તપાસ એજન્સીઓનો ઉપયોગ વિરોધના અવાજને દબાવી દેવામાં કરવામાં આવે છે. સદીઓથી અમારા દેશની ૧૪૦ કરોડની વસ્તી વચ્ચે જે સામાજીક તાનાબાના જોડાયેલા હતા, જે સંવાદિતા હતી તેને ખતમ કરવાનું કામ આર એસ એસ અને બીજેપીએ તમામ સત્તાકીય મશીનરી અને સંસ્થaઓનો ઉપયોગ કરીને આયોજનબધ્ધ રીતે શરૂ કરી દીધેલ છે. તમામ આધુનીક સંસ્થાઓની સ્વાયત્તા આ સરકારે તોડી નાંખી છે. જે મારા અભિપ્રાય પ્રમાણે ખુબજ જોખમકારક સ્થિતી છે. મારો દેશ કાયદાના શાસનમાંથી એકજ માણસના મનસ્વી શાસનમાં ઝડપથી રૂપાંતરીત થઇ ગયો છે. My country is not governed by the rule of law but by the thumb of the one man. વડાપ્રધાનના કાર્યાલયની સત્તાના અસહ્ય કેન્દ્રીકરણે દેશની આર્થીક સંપત્તીને બે કે ત્રણ માણસને વહેંચી આપી છે.(Massive concentration of wealth and power).મારા મત મુજબ આટલી મોટી વસ્તી અને કુદરતી સાધન સંપત્તી ધરાવતા દેશને રાજકીય અને આર્થીક સત્તાના કેન્દ્રીકરણના કારોબારથી બિલકુલ સંચાલન કરી શકાય નહી. શુસાશનનું સંચાલન સંપુર્ણ વિકેન્દ્રીત ને લોકભાગાદારીવાળુ જ જોઇએ. નહિતો લાંબેગાળે રાજ્ય સંચાલન જ લકવાગ્રસ્ત બની જશે!.
એન્કર– ભારત ચીનના સંબંધો અંગે તમારો શું અભિપ્રાય છે? અમારો ૨૦૦૦ કી મી ના પ્રદેશ ચીનને કબજો કરી દીધેલ છે. વડાપ્રધાન વિરોધ પક્ષ સાથેની મીટીંગમાં જાહેર કરે છે ચીને એક તસુ જમીન પર કબજો કરેલ નથી. અમારુ લશ્કર ચીનની આ ઘુસણખોરીની હકીકતથી પુરું વાકેફ છે. સદર મિટીંગમાં હું હાજર હતો. પછી ચીને તો જે કબજે કરી લીધું છે તેને પોતાની સરહદનો એક ભાગ ગણીને જ આગળ વધ્યા જ કરવાનું ને!
તમે જો સંવાદ, ચર્ચા અને વિચારોના આદાનપ્રદાનના તમામ માર્ગો બંધ કરી દેશો તો દેશ ક્યારે એક અંધારી ખીણમાં ગરકાવ થઇ જશે તે જ ખબર નહી પડે. ...........
ભાગ–૩ ટેકનોક્રેટ સેમ પિત્રોડાના વિચારો.