સેમ પિત્રોડા– રાજદીપ દેસાઇ –બરખા દત્ત ઇન્ટરવ્યુ.
બંને ઇન્ટરવ્યુની માહિતિ એકત્ર કરીને અત્રે રજુ કરેલ છે.
રાહુલ ગાંધીની લંડનની મુલાકાત દરમ્યાન સેમ પિત્રોડા ' ઇન્ડીયન ઓવરસીઝ કોંગ્રેસ'ના પ્રમુખ તરીકે લગભગ કેમ્બ્રીજ યુની.માંના પ્રવચન સિવાય ત્રણ દિવસ રાહુલ ગાંધી સાથે જ હતા. ઇન્ડીયા ટુ ડે' ચેનલના ઉપક્રમે ટીવી એન્કર રાજદીપ દેસાઇ તથા બરખા દત્તની ' મોજો– બોટમ લાઇન, ટીવી ચેનલે' સેમ પિત્રોડાનો આ સંદર્ભમાં ટીવી ઇન્ટરવ્યુ લીધો છે. જે બંને ઇન્ટરવ્યુ અંગ્રેજીમાં હોવાથી તેનો મહત્વનો ભાવાનુવાદ અત્રે રજુ કરેલ છે.
રાજ/ બરખા– સેમ પિત્રોડા, ખાસ કરીને દેશના સત્તાપક્ષ ભાજપ, તેના નેતા મોદી તથા તેના પ્રધાન મંડળના અગત્યના પ્રધાનો સહિત મીડીયા વિ.એ રાહુલ ગાંધીના કેમ્બીજ યુની અને લંડનમાંના અન્ય સ્થળો પરના પ્રવચનોમાં ખાસ કરીને ભારતની લોકશાહી અંગે જે વિચારો પ્રદર્શીત કર્યા છે તેનો સખત વિરોધ કર્યો છે. રાહુલ ગાંધીને માફી માંગવાની જોરદાર દલીલો સંસદમાં અને સંસદ બહાર કરે છે. સેમ, તમે તો રાહુલના પ્રવાસ દરમ્યાન સાથે જ હતા. સત્તા પક્ષની ટીકાઓ સામે તમારો શું મત છે?
સેમ પિત્રોડા– રાહુલ ગાંધી એવું લેશમાત્ર બોલ્યા નથી કે જેને કારણે તેઓને માફી માંગવી પડે! ભારત જેવા લોકશાહી દેશમાં જો કોઇને પણ દેશની સરકાત દ્રારા જે કાંઇ ખોટું થઇ રહ્યું હોય તે અંગે પોતાના વિચારો રજુ કરવાનો દેશ– વિદેશમાં અબાધિત અધિકાર છે. ખરેખર રાહુલ ગાંધી તરફથી જે વિચારો રજુ કરવામાં આવ્યા છે તેને તોડમરોડ કરીને એક જુઠ્ઠાણા તરીકે દેશ સમક્ષ મુકવામાં આવ્યા છે.(Lies have been propagated & misinformation is in its main demand. This has become a way of life in India.)કમનસીબે રાહુલ ગાંધી માટે આવું ભાજપે એક સત્તાપક્ષ તરીકે વારંવાર કર્યુ છે. હું આવા ઇરાદાપુર્વકના દુષપ્રચાર સામે એટલા માટે નિસ્બત ધરાવું છે કે રાહુલે તેવું કશું આ પ્રવાસ દરમ્યાન કહ્યુ નથી.
હા! એ હકીકત છે કે રાહુલ ગાંધી બોલ્યા હતા કે " આપણા દેશની લોકશાહી તેના અસ્ત્તીત્વ ટકાવી રાખવાના ભયંકર પડકાર માંથી પસાર થઇ રહી છે." તેઓના તે તારણમાં કશું ખોટું નથી. હું તેઓના એ નિવેદન સાથે ૧૦૦ ટકા પુરેપુરો સંમત છું. વધુમાં આપણા દેશની લોકશાહીનું ભાંગી પડવું સમગ્ર વૈશ્વીક માનવજાત માટે એક શાપરૂપ બની જશે. માટે તે એક વૈશ્વીક નિસ્બત છે.
કારણે કે તમે આપણી તમામ લોકશાહી સંસ્થાઓની સ્વાયત્તા અંગે શુ કહેશો? 24x7 – અઠવાડીયાના સાતેય દિવસો અને ચોવીસ કલાક આપણા દેશની રાજ્યપુરસ્કૃત મીડીયા ચેનોલો કેવું ઝેર ભારતીય સમાજ છિન્નભિન્ન થઇ જાય સિવાયનું કેમ લોકો સમક્ષ રજુ કરતા નથી? બીજા કયા સમાચારો અને વાતો પ્રજા સમક્ષ મુકી રહ્યા છે? રાહુલ ગાંધી સામે આ મીડીયા દ્રારા વ્યક્તિગત ધોરણે જે કાદવ ઉછાળવામાં આવે છે તે કોઇપણ માનવીય માપદંડોથી માપશો તો તેમાં સૌજન્યશીલ, સમપ્રમાણતા,(Out of proportion)જોજન દુર છે.The entire national media "ganged up" ( To join together in a group to hurt, frighten or oppose someone on issues which are just trivial.) જ્યારે દેશમાં મોં ફાડીને ચિત્કાર કરતી સમસ્યાઓ જેવી કે બેકારી, ફુગાવો, આરોગ્ય, શિક્ષણ વિ .ને પાતાળમાં નાંખી દેવામાં આવે છે. સરકારે આ બધા પ્રશ્નોને ઉકેલવા ચુંટણી સમયે મોદીજી અને તેમના પક્ષે વચનો આપ્યા હતા તે કેટલા પ્રમાણમાં સિધ્ધ થયા છે. આ બધા અંગે લોકશાહીમાં સંવાદ, ચર્ચા અને પ્રશ્નો પુછવાથી તમે દેશદ્રોહી, આતંકવાદી અને અર્બનનક્ષલ બની જાવ છો? "But the whole nation was upset for three days on what Rahul Gandhi did not say." રાહુલ ગાંધીએ, યુકેની ટુર દરમ્યાન ક્યારેય કોઇ પરદેશી દેશને આમંત્રણ આપ્યું નથી કે તમે અમારા દેશમાં આવીને અમારી લોકશાહી ને બચાવો.' આવા જુઠ્ઠાણા ફેલાવા અને પછી તેને આધારે માફી મંગાવવાની વાતો કરવી– તે બધાનોશું અર્થ છે? મને તો સત્તાપક્ષની આવી નીતિ–રીતીઓની પાછળનો શું તર્ક, શાણપણ અને પરિપક્વતા છે તે જ સમજણ પડતી નથી?
રાજ/બરખા– સેમ! ક્ષમા કરજો! મને બે મિનિટ માટે રાહુલની ' ઇન્ડીયન ડાયસપોરા'(યુકેના ભારતીય સમાજ સમક્ષ)ની મિટિંગમાં જે ઉચ્ચારણો " Foreign Intervention"ના મુદ્દે તેઓએ કરેલા હતા તે આ પ્રમાણે હતા.સદર ઉચ્ચારણોને કારણે આ ઉહાપોહ સત્તા પક્ષે દેશમાં પેદા કર્યો છે.પ્રથમ અંગ્રેજીમાં "The surprising thing is that so called the defenders of democracy like the United States & European countries seem to be oblivious that you chunks on the democratic model in India have undone which is the real problem. But the opposition is fighting that battle....The battle is used for the democratic people & the opposition has placed its vision on the table." This is interpreted by BJP as the invitation for intervention by Rahul Gandhi.
સેમ– પ્રથમદ્રષ્ટીએ ઉપરના અંગ્રેજી વાક્યનું ખોટું અર્થઘટન છે.મને લાગે વળગે છે ત્યાં સુધી ભારતીય લોકશાહી એક વૈશ્વીક કક્ષાએ પણ જાહેરસુખાકારી(It's a global public good)છે. માટે ભારતીય લોકશાહીએ બધા માટે નિસ્બત ધરાવતી રાજ્યવ્યવસ્થા છે. જો ભારતમાં લોકશાહી રાજ્યસંચાલનનો પ્રયોગ નિષ્ફળ જશે તો તેની અસરો વૈશ્વીક અને ભયાનક હશે.This is not about India, not about Hindutav હિંદુત્વ but about total Humanity માનવતા. ઉપરના સંદર્ભમાં હું વૈશ્વીક નિસ્બત ધરાવું છું. I am more concerned about people & planet ( વિશ્વ), then (political) power and (economic) profit. મારા મત મુજબ આપણે ઐતીહાસીક રીતે વૈશ્વીક કક્ષાએ ત્રિભેટે આવીને ઉભા છીએ.
રાજ/બરખા– રાહુલે પોતાની સ્પીચમાં એવું ન કહેવું જોઇએ કે ભારતમાં શીખ સમાજ પણ બીજી કક્ષાનો નાગરીક થઇ ગયો છે. તેઓની રીમાર્ક થોડી સૌમ્ય હોવી જોઇએ!
સેમ– મારા મત મુજબ' It is okay'.Raj! What is the problem? It is the democratic country. If one feels that way it is perfectly normal. You can disagree with him.
રાજ/બરખા– પરદેશની ભુમી પર આવા ઉચ્ચારણોથી દેશની આબરૂને લાંછન લાગે!
સેમ– તમારા બંનેનો શું ખ્યાલ છે? કેમ ભારત વિરૂધ્ધ પરદેશની ભુમીપર બોલાવાથી કયો મારો– તમારો નાગરિક તરીકે ગરાશ લુંટાઇ જવાનો છે? વાસ્તવિક સત્યો પર ઢાંક પિછોડો કરવાથી વર્તમાન સત્તાધીશો કેવી રીતે ને ક્યાંસુધી છટકી શકવાના છે? વસુદેવ કુટુંમ્બકની પોપટની જેમ વાતો કરનારાને કહો કે આ વીશ્વ બધાનું છે.તેથી તેની તમામ પ્રકારની ચિંતા મારી તમારી બધાની છે.શું તમે પરદેશની ભુમી પર જઇને પોતાના દેશ વિષે તમને યોગ્ય લાગે તે કેમ કહી ન શકો? દેશના સત્તાધીશોને પુછો તો ખરા કે તમારા સિવાય દેશના નાગરીકોને લોકશાહી ઢબે પોતાના વિચારો રજુ કરવાની સ્વતંત્રતા છે કે નહી? સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વના તમારા ખ્યાલો બંધારણીય છે કે મનુસ્મૃતિ આધારીત છે?
રાજ/ બરખા– કોઇ કહે કે " મારા દેશમાં લોકશાહીના માળખા પર હુમલા થઇ રહ્યા છે, લોકશાહીનો એકરાજ્યપ્રથા તરીકે અંત આવી ગયો છે." હું પોતે તમારી સમક્ષ કહું છું કે મારા દેશમાં ખુબજ પધ્ધતિસર, વ્યવસ્થિત અને સંગઠીત રીતે લોકશાહી મુલ્યો પર હુમલા થઇ રહ્યા છે.તેથી કયું આભ ફાટી જવાનું છે? અને ખરેખર તે હકીકત હોય તેને દુરસ્ત કરવા પ્રયત્નો કરો! બહુ બહુ તો એમ કહો કે ભાઇ! હું તમારા આવા ઉચ્ચારણો કે તારણો સામે સંમત નથી.સંસદના મુખે તાળા મારવાથી તમે કેવી રીતે લોકશાહી પ્રથાને બચાવી શકવાના છો?.Raj! I do not get your point! What is your logic behind it? Attack after attack on the organized way with media support that is what I am concerned about? Let us be reasonable! Let us be civilised ! તમારી પાસે રાહુલ લંડનમાં જઇને શું બોલ્યો, કોની સમક્ષ બોલ્યો, કેવા ટોનમાં બોલ્યો, ત્યાંની સંસદમાં જઇને કેમ બોલ્યો? You know, Rahul has same freedom what you and I enjoyed! He is the key leader of the prominent opposition party of the country. How many of you respect Rahul like that? At the end of the day we are all human beings.
સેમ– હું અમેરીકામાં રહીને ભારતના લોકોના વિકાસ માટે મને જે અયોગ્ય લાગે તેનો વિરોધ કરૂ છું. તેની વિરૂધ્ધ બોલું છું. તેનો અર્થ એવો નથી કે હું એન્ટીનેશનલ છું. રાહુલે જે વાતો યુકેમાં કરી છે તે આપણા દેશ વિરૂધ્ધની લેશ માત્ર નથી. પણ મોદી સરકારના વહિવટ વિરૂધ્ધ ચોક્કસ છે. અને તેવી હોય તેમાં શા માટે કોઇના પેટમાં દુ;ખે! આ સિવાય રાજકીય સત્તાધીશો પાસે દેશ સમક્ષના ખુબજ અગત્યના કોઇ મુદ્દાઓ ચર્ચાના બાકી રહ્યા જ નથી? અદાણી, હીડેનબર્ગ,પેલી બીબીસીની ડોક્યુમેન્ટરી, બેકારી, ભાવવધારો, જીડીપીના આંકડાઓ સાથે ખીલવાડ આના વિષે સત્તા પક્ષે શું કહેવાનું છે?
સેમ– હું અમેરીકામાં રહીને તેની સરકારી અને અન્ય નીતીઓની વિરૂધ્ધમાં ઘણું બોલું છુ, તેનો અર્થ એ નથીકે હું 'એન્ટીઅમેરીકન' થઇ ગયો! I have spoken lots of negative things about USA. Nobody has ever asked me or question me ever in USA. After all I first and for most HUMAN BEING. I am more concerned about the humanity first then about nationality. દોસ્તો હું પ્રથમ માનવવાદી છું. પછી રાષ્ટ્રવાદી. જો મારા દેશની સરકાર માનવ માનવ વચ્ચે અસમાનતા અને વેરઝેરના બીજ વાવનારી હોય તો તેવી સરકારના રાષ્ટ્રવાદના ખ્યાલનો મારા જાનના જોખમે પણ વિરોધ કરીશ અને તે માટે પ્રજામત કેળવવા હું સર્વસ્વને દાવ પર મુકવા તૈયાર છું.
રાજ / બરખા – રાહુલે કોંગ્રેસની હકારાત્મક નીતીઓની વાતો કરવાને બદલે નરેન્દ્ર મોદી સામે સતત( NAMO Bashing) ટીકા કરવાનું શા માટે?
સેમ– ફરી તમને જણાવું છું કે રાહુલે શું બોલવું ને ક્યાં જઇને બોલવું તે આપણે નક્કી કરવાનું નથી. જે બધા રાહુલના અભીવ્યક્તીના સ્વાતંત્રયનો બલી ચઢાવવા મેદાને પડયા છે તે બધાને ખબર નથી કે જે દિવસે રાહુલના મોઢે તાળુ મારી દેવામાં આવશે તે દિવસે દેશના બીજા નાગરીકોના મોઢા પર પહેલાં તાળાવાસી ગયા હશે! તેની ઉજવણી ફક્ત ટોળાં જ કરતાં હશે!
સેમ– નાગરિક સંવાદના ભાગે કશું નહી! Let us have a civil discourse! આ દેશના વડાપ્રધાન તે સમગ્ર દેશના વડાપ્રધાન છે. માટે દેશના દરેક નાગરીકને તેઓની નીતીઓની ટીકા તથા મુલ્યાંકન કરવાના અધિકાર પર લેશ માત્ર નિયંત્રણ ન ચાલે! તેઓ સમગ્ર દેશના વડાપ્રધાન છે. કોઇ પક્ષના, જુથના કે કોઇ ટોળાના પ્રતિનિધી બિલકુલ નથી. મને અંગત રીતે બિલકુલ ગેરવ્યાજબી લાગે છે કે મારા દેશના વડાપ્રધાન અંગત રીતે પોતાના પ્રવચનમાં કોઇ એક વ્યક્તિ વિશેષને ધ્યાનમાં રાખીને ટીકાત્મક રીતે બોલે છે. મને ને તમને દેશના નાગરિક તરીકે વડાપ્રધાનની ટીકા કરવાનો અધિકાર છે. પણ કોઇપણ નાગરિક પર અંગતરીતે ટીકા કરવાનો વડાપ્રધાનને અધીકાર બિલકુલ નથી નથી જ. વડાપ્રધાનના ખભા( Shoulders) ખુબજ મોટા હોવા જોઇએ કે જેના પર ચારેય બાજુથી આવતા ટીકાઓના હુમલાઓ સહન કરી શકે. મારો વડોપ્રધાન ' તુ તુ મેં મેં'ની દલીલબાજુનો શિકાર બનવો ન જોઇએ……………….ચર્ચા સંપુર્ણ. આભાર સૌ નો.