લવજેહાદ, લેન્ડ જેહાદ, ફરજીયાત ધર્માંતર અને આર્થીક બહિષ્કાર(બોયકોટ)
છેલ્લા પાંચ મહિનાઓમાં, મહારાષ્ટ્રના ૩૬ જીલ્લાઓમાં ૫૦ રેલીઓનું આયોજન ' હિંદુ જન આક્રોશ મોરચા' તરફથી ઉપરના મુદ્દાઓના પ્રચાર પ્રસાર માટે કરવામાં આવ્યું છે. તમામ રેલીઓનું આયોજન એક જ સરખું હતું. દરેક શહેરના મુખ્ય બજારમાંથી સેંકડો ભગવા ઝંડાઓ અને કેસરી ટોપી પહેરેલા કાર્યકરો સુત્રો પોકારતા નીકળે અને પછી નક્કી કરેલા મંચ પર જઇને ઉપરના ચાર મુદ્દાઓના સંદર્ભમાં લઘુમતીઓ પર વૈચારીક આક્રમણ કરવામાં આવે! પોલીસ તંત્રના રેકર્ડ મુજબ ભાજપ એક પક્ષ તરીકે આ બધી રેલીઓમાં કોઇપણ સ્વરૂપે જોડાયેલો નથી. પરંતુ ઉપરની બધી જ રેલીઓમાં ભાજપ પક્ષના અગ્રણી નેતાઓ, સંસદ સભ્યો અને સ્થાનીક ધારાસભ્યો તથા કાર્યકરોની સક્રીય હાજરી મોટા પ્રમાણમાં હતી. ભાજપ તંત્ર જાહેર કરે છે કે 'સકલ હિંદુ સમાજ' સંગઠનને અમારે કોઇ સબંધ નથી.
સદર રેલીઓમાં મુખ્ય વક્તાઓમાં સસપેન્ડ કરેલ તેલંગણાના બીજેપી ધારાસભ્ય રાજાસીંગ, કાલીચરણ મહારાજ અને કાજલ હિંદુસ્તાની હતા. રાજાસીંગ અને કાલીચરણ પર મહારાષ્ટ્ર અને અન્ય સ્થળો પર દ્રેષ ઉપજાવે તેવી સ્પીચ માટે કેસો ચાલુ છે. અકોલાના નેતા અભીજીત સાવંત પણ આ બધી રેલીઓમાં હાજર હતા. મુસ્લીમ સામે એક જ રામબાણ હથીયાર છે જેમાં પોલીસ, કાયદો, સુપ્રીમ કોર્ટ અને મીડીયા કોઇ વચ્ચે આવે તેમ નથી. તે હથીયર છે " આર્થીક બહિષ્કાર".તમામ રેલીઓમાં પોલીસ હાજર હતી, તમામ રેલીઓમાં ભાષણોનું વીડીયો ટેપીંગ કરેલ છે. પણ ઠેર ઠેર આવા ઉશ્કેરણીજનક ભાષણો કરનારા પર કોઇ એફ આઇ આર દાખલ કરવામાં આવી નથી. સર્વોચ્ચ અદાલતનો ૩જી ફેબ્રુઆરી આશરે દોઢ માસ પહેલાં સ્પષ્ટ નિર્દેષ હતો કે ' હિંદુ જન આક્રોશ મોર્ચા'એ પોતાની રેલીઓમાં કોઇ ઉશ્કેરીજનક ભાષણો કરવા કરાવવા નહી. પણ તે સાબિત કરવા બિલાડીને ગળે ઘંટ કોણ બાંધશે?
આજના ઇન્ડીયન એક્ષપ્રેસના ઉપરના રીપોર્ટની સાથે નીચેની વિગતવાર નોંધ છે.
· 20-11-2022નારોજ હિંદુ જન આક્રોશ મોર્ચાની પરભણી(મહારાષ્ટ્ર)ની સભામાં શીવસેના ઉધ્ધવ બાલ ઠાકરેના ધારાસભ્ય રાહુલ પાટીલ હાજર હતા.
· ૨૯મી જાન્યુઆરી ૨૦૨૩ના રોજ મુંબઇ કામગાર મેદાનમાં જ્યાં મસ્જીદ, વક્ફ બોર્ડ અને હલાલ મીટ વિ. મુદ્દાઓ પર ઉશ્કેરણીજનક પ્રવચનો કરવામાં આવ્યા હતા.ભાજપના ધારાસભ્યો આશીષ શેલકર, પ્રવીણ દારેકર, સંસદ સભ્યો ગોપાલ શેટ્ટી અને મનોજ કોટક હાજર હતા.
· ૨૭મી ફેબ્રુઆરીના રોજ નવી મુંબઇ વશીમાં કાજલ હિંદુસ્તાની એ વક્તા તરીકે સીધા આર્થીક બાયકોટની વાત કરી હતી. ભાજપના ધારાસભ્ય ગણેશ નાઇક સદર મિટીંગમાં હાજર હતા.અન્ય સ્થળો પર ગીતા જૈન અને નીતેશ રાણે જેવા ભાજપના ધારાસભ્યો હાજર હતા.
· નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસને જ્યારે પ્રશ્ન પુછવામાં આવ્યો કે કેમ તમારા પક્ષના ધારાસભ્યો આ બધી રેલીઓમાં હાજર હોય છે? જવાબ– તે બધા પ્રથમ હિંદુ છે!.(Because they are also Hindus) ભલે મારો પક્ષીય એજન્ડા ન હોય પણ તે બધા પ્રશ્નો તો હિંદુ સમાજના છે ને? માટે આ બધા નેતાઓ તેમાં ભાગ લે તે સ્વાભિવક છે ને?અમારે તો હિંદુ ઉન્માદ પેદા કરીને તેને પછી મતોમાં રૂપાંતર કરવાનો સ્પષ્ટ એજન્ડા છે.મહારાષ્ટ્રમાં ' હિંદુ જનઆક્રોશ મોરચા' ઉપરાંત હિંદુરાષ્ટ્ર જાગૃત્તી સભા અને ગોવાના હિંદુ જનજાગૃતી સમિતિ દ્રારા પણ આવી રેલીઓ આયોજીત કરી હતી.
· છત્તીસગઢ અખિલ ભારતિય સંત સમિતિ દ્રારા સદર રાજ્યમાં એક માસની પદયાત્રા રાયપુર સંપન્ન થઇ.સંતોએ 'હિંદુ રાષ્ટ્ર' ની માંગણી હતી. સદર સંતોની પદયાત્રાને ભાજપ, વિશ્વ હિંદુ પરિષદ અને આરએસએસનો ખુલ્લો ટેકો હતો.ચુંટણી પહેલાં સદર પદયાત્રાનો ધ્યેય છત્તીસગઢ રાજ્યની વિધાનસભાની ચુંટણીમાં હિંદુ મતોનો ધ્રવીકરણ કરવાનો જ એક માત્ર હેતુ હતો.
· સંતોએ પોતાના પ્રવચનોમાં હાજર રહેલ મેદનીમાં જણાવ્યું હતું કે ' જે દિવસે હિંદુ કટ્ટર બની જશે ત્યારે તેની તરેફણમાં શાંતિ અને સમાધાનના માર્ગો ખુલ્લા થશે! હિંદુરાષ્ટ્ર સૌ પ્રથમ છત્તીસગઢમાં સ્થપાશે ને ત્યારબાદ તે ફક્ત સમગ્ર દેશમાં નહી પણ વિશ્વમાં ફેલાઇ જશે!.અમે 'ઘરવાપસી' ને પણ ઉત્તેજન આપીને ચાલુ સભાએ હિંદુધર્મમાં ઘરવાપસી કરનારાઓને બહુમાન સાથે આવકાર્યા હતા. દરેક હિંદુ માટે તે પ્રથમ હિંદુ છે.પછી તેની જ્ઞાતિ.
· આજના તા. ૨૧મી માર્ચના ઇ એક્ષ– દૈનીકના તંત્રી લેખમાં દુ:ખ સાથે સખત વિરોધ દર્શાવીને જણાવ્યું હતું કે ભાજપ " હિંદુ જન આક્રોશ મોરચા" જેવી ગેરબંધારણીય મુલ્યો વિરોધી ઉગ્ર હિંદુત્વવાદી સંસ્થાઓથી પોતાની જાતને અલગ કેવી રીતે રાખી શકશે? મહારાષ્ટ્રની પચાસ રેલીઓમાં ચાર મહિના સુધી હિંદુ જનઆક્રોશ મોરચાની રેલીઓમાં લઘુમતી કોમ વિરૂધ્ધ વક્તાઓએ ખાસ કરીને ' લવજેહાદ, લેન્ડ જેહાદ, જબરદસ્તીથી ધર્માંતર અને આર્થીક બાયકોટના ઉશ્કેરણીજનક ભાષણો બેરોક ટોક કર્યા જ કર્યાં છે. આ બધી મીટીંગોમાં મંચ પર ભાજપના સંસદસભ્યો,ધારાસભ્યો ને પક્ષના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મહારાષ્ટ્ર રાજ્યમાં ભાજપની સરકાર છે જેની પાસે ગૃહ ખાતુ છે. તે કેવી રીતે આ બધુ ચલાવી શકે? એકનાથ શીંદાના શીવસેના સામે કરેલા બળવા પછી રાજ્યની અંદર હિંદુ આક્રમક એજન્ડાને સમજ અને ગણત્રી પુર્વક આગળ વધારવામાં આવી રહ્યો છે.
· મહારાષ્ટ્ર રાજ્યવ્યાપી કિસાનોના પોષણક્ષમ ભાવ અને તેના સંલગ્ન મુદ્દાઓને શીંદે સરકાર લોકમત અને પ્રજા માનસમાંથી ઇરાદાપુર્વક હોંશીયામાં મુકી દેવા માંગે છે. ભાગલા પાડવાનું રાજકારણ લાંબેગાળે રાજ્ય અને દેશના હિતમાં બિલકુલ નથી. રાજ્યની પ્રજાને જોડનારુ નથી પણ તોડનારુ સાબિત થશે. ઉધ્ધવ ઠાકરેની શીવ સેના અને શીંદેની બીજેપી સરકારે ' હિંદુ જનઆક્રોશ મોરચા' ને તેની મર્યાદા નહી ઓળગંવા સ્પષ્ટ જણાવી દેવું જોઇએ! ( સૌ. ઇ એક્ષ. પ્રેસના સમાચારો વિ નો ટુંકમાં ભાવાનુવાદ.)