તમે અમને સાચા સ્વરૂપે ન ઓળખો તો– ગુ. વીધાનસભામાં ૧૮૨માંથી ૧૫૬ સીટ આપી હવે ૧૮૨માંથી ૧૮૨ જ અમારી લાયકાત મુજબ મળવી જોઇએ!.
(૧)અખબારી સમાચાર નંબર એક– ગુજરાત સરકારે વિધાન સભામાં આપેલ જવાબ– સમગ્ર અમદાવાદ જીલ્લામાં સને ૨૦૨૨–૨૩માં પ્રધાનમંત્રી આવાસ(ગ્રામીણ)યોજના હેઠળ એકપણ ઘર બાંધવામાં આવેલ નથી.૬૮૫ ઘરો બાંધવાનો લક્ષ્યાંક હતો. તેમાં ૬૬૨ આવાસો મંજુર કરવામાં આવેલા હતા.(The government admitted that no work in constructing these houses is in progress and not a single house was built during the year 2022-'23, as on January 31, 2023. ઇન્ડીયન એક્ષપ્રેસ ન્યુઝ સર્વીસ(ENS.)
(૨) દેવભૂમી દ્રારકામાં દરિયા કિનારે બંધાયેલ ગેરકાયદેસર ઝુપડપટ્ટી પર બુલડોઝર એટલા માટે ફેરવી દીધું કે તેમાં રહેનારા ભૂમીહીનો, વંચીતો, અભણ લોકો નશીલી દવાઓની હેરાફેરીમાં સંડોવાયેલા હતા.( ઇન્યુઝ તા. ૨૨–૦૩– ૨૩.) ભાવાનુવાદકની ટીપ્પણી–પણ તે બધાને ગૌતમ અડાણીના કચ્છના મુદ્રા બંદરેથી થતી અબજો ડોલરની–(રૂપિયાની નહી,) પરદેશથી ગેરકાયદેસર આયાતી નશીલી દવાઓ સાથે કોઇ સંબંધ ન હતો.
(૩) ગુજરાતની બીલ્ડર્સ લોબીના પ્રભુત્વ નીચે તમામ શહેરી વિકાસ સત્તામંડળોમાં થયેલ ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર્સ ફેરવવાને બદલે મામુલી ફી લઇને નિયમીત કરવાની કાયદેસર મંજુરી આપવામાં આવી છે.
(૪) વિશ્વગુરૂ નીકળેલા ભારત દેશની રાજધાની દિલ્હીમાં ૧૦ મી માર્ચે મોડી રાત્રે નિગમબોધ સ્મશાન ઘાટને અડકીને અસ્તીત્વમાં આવેલ ઝુપડપટ્ટીને બુલડોઝર્સ ફેરવીને નામશેષ કરી નાંખી. કેમ? કારણકે અમારે અમેરીકાના પ્રમુખ ટ્રમ્પ સાહેબ અમદાવાદ આવ્યા ત્યારે શહેરના સૌંદર્યની આબરૂ બચાવવાનો ગંભીર પ્રશ્ન ઉભો થઇ ગયો હતો– અમદાવાદ મ્યુની. ને રાતોરાત શહેરના એરોડ્રામ ની નજીકમાં આવેલ ઝુંપડપટ્ટીને અમેરીકન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પની વેધક કાળી અપશુકન નજર() ન લાગે! જી–૨૦ ના નિયમ મુજબ,રૂટીન યંત્રવત મળેલા દેશના પ્રમુખ પદનો અંત આવે છે. તેની વાર્ષીક મીટીંગ આ વર્ષના અંતમાં દિલ્હીમાં મળવાની છે. તે સમયે પેલા બધા મહેમાનોની નજરમાં દિલ્હીની ઝુંપડપટ્ટી દેખાઇ જાય તો?( What appears more than likely is that the homeless shelters were demolished to implement a grandiose plan to "beautify" the national capital for heads of G20 countries who will assemble in Delhi later this year.)
હર્ષ મંદર નામના સન્માનીય વંચીતોના કર્મનીષ્ઠે તા. ૧૮મી માર્ચના 'Demolition in the dead of night' નામના ઇ.એક્ષ.ના લેખમાં પોતાની અસહ્ય માનવીય અનુકંપા વ્યક્ત કરતાં સરકારી કૃત્ય ને માટે આપ્રમાણે શબ્દો વાપર્યા છે. "This extraordinary official cruelty to the most impoverished residents of the national capital led to be wilderment, fear and grief. The shelters that had been their only home for more than a decade were reduced to rubble in minutes."
વધુમાં ખુબજ દુ:ખ સાથે લખ્યું છે તેઓએ પોતાના બચાવમાં સુપ્રીમ કોર્ટના એક ચુકાદાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું છે, કે રાજ્યની બંધારણીય ફરજ છે કે તમામ ઘરવિહોણા લોકોને માનવીય વસાહત જીવવા માટે મલે!. "the Court ruled that it was the state's constitutional duty to ensure decent shelters for all homeless people." આરાજ્યે તો સ્મશાનમાં મૃતશરીરમાંથી સતત ભયંકર અગ્નીજ્વાળામાંથી નીકળતી ઝેરી ગેસવાળી ભારે હવા સાથે મજબુરીથી જીવતા હતા તેવા અમાનવીય આશ્રયસ્થાનને અડધી રાત્રે બુલડોઝર્સ સંસ્કૃતીએ નામશેષ કરી નાંખ્યું. સૌ. ઇન્ડીયન એકપ્રેસના સમાચારોનો ભાવનુવાદ.