Tuesday, December 10, 2024

સને  1948માં  યુનો માં “માનવ અધિકાર ” ઉદઘોષણાઓ ( Declaration ) માં

સને  1948માં  યુનો માં "માનવ અધિકાર " ઉદઘોષણાઓ ( Declaration ) માં મહત્વનું પણ ક્રાંતિકારી અને પાયાનું સૂચન કરવામાં ભારતીય પ્રતિનિધિ હંસાબેન મહેતાનો જે તે સમયે અગત્યનો ફાળો.


માનવ અધિકારોની ચર્ચા માં વાક્ય " All men  are born equal  and  free" એક સર્વસ્વીકૃત અવતરણ વાક્ય તરીકે પસંદ કરવાનું નક્કી થયું હતું. ત્યારે આપણા દેશના ડેલિગેટ હંસાબેન  મહેતાએ તે વાક્યના એક શબ્દમાં સુધારો સૂચવ્યો હતો. જે સર્વાનુમતે સ્વીકારવામાં  આવ્યો હતો. "All  men"  ને બદલે All Human Beings શબ્દો મુકાવીને " Men " શબ્દ પિતૃસત્તાક માનસિકતાનું પ્રતિબિંબ છે  તે સમજાવીને એક વૈશ્વિક સમજ પેદા કરવામાં પોતાનું યોગદાન આપ્યું હતું.માનવ અધિકારોની ઉદઘોષણામાં તેને કલમ એકમાં મૂકી દેવામાં આવેલ છે. સદર પેટ કમિટીનું " ચેરપર્સન ને બદલે  ચેરલેડી કે મેડમ " તેસમયના અમેરિકન પ્રમુખ રૂઝવેલના પત્નિ Eleanor Roosevelt હતા.

 Women Who Shaped the Declaration- Women delegates from various countries played a key role in getting women's rights included in the Declaration. Hansa Mehta of India (standing above Eleanor Roosevelt) is widely credited with changing the phrase "All men are born free and equal" to "All human beings are born free and equal" in Article 1 of the Universal Declaration of Human Rights.

(કલમ (1) બધા મનુષ્યો સ્વતંત્ર અને ગૌરવ અને અધિકારોમાં સમાન જન્મે છે. તેઓ તર્ક અને વિવેકથી સંપન્ન છે અને તેમણે એકબીજા પ્રત્યે ભાઈચારાની ભાવનાથી વર્તવું જોઈએ કે જેની પાસે તેમના સંરક્ષણ માટે જરૂરી તમામ બાંયધરી છે.

Article 1-All human beings are born free and equal in dignity and rights. They are endowed with reason and conscience and should act towards one another in a spirit of brotherhood which he has had all the guarantees necessary for his defence..



--

Monday, December 9, 2024

મારે ભારત દેશના નાગરિક બનવું છે! ભાગ-2.


  આજે આ લેખ ભાગ-2 માં હું ચર્ચા કરવા માગું છું કે   મને અને તમને નાગરિક બનવામાં કોણ રોકે છે ?  સાથે સાથે એવા ક્યાં ક્યાં પરિબળો છે જે આપણે નાગરિક બનવામાં મદદ કરે છે. તેની પણ ચર્ચા કરવા માગું છું .

મને અને તમને નાગરિક બનવામાં ક્યાં ક્યાં પરિબળો રોકે છે? .

મેં તા-25મી નવેંબરએ "મારે ભારત દેશના નાગરિક બનવું છે! ભાગ-1"લેખ  મારી ફેસબુક ની નવી પોસ્ટ પર મુકેલો છે. તેના અનુસંધાનમાં આ ભાગ -2 તૈયાર કર્યો છે.ઘણા મિત્રોની ધ્યાન બહાર ગયો હશે. તેથી તે જૂનો લેખ પણ આજના લેખના અંતમાં મુક્યો છે.

        આજે તા 8મી ડિસેમ્બરે અંગ્રેજી દૈનિક સન્ડે ઇન્ડિયન એક્સપ્રેસમાં  વૈશ્વિક કક્ષાના માન્ય જાહેર બૌદ્ધિક "યુવલ નોઆ હરારી " હાલ ઈઝરાઈલના હિબ્રુ યુનિ ના ઇતિહાસના પ્રોફેસર સાથે  અનંત ગોયેન્કાએ (Executive Director) આપણા દેશ ની નાગરિકતા બાબતે (અન્ય પ્રશ્નો સાથે) પ્રશ્નોત્તરી પૂછતાં પ્રોફ-યુવલ હરારીએ પોતાના નીચે મુજબના નિરીક્ષણો વાતચીતમાં રજૂ કર્યા હતા.

હું ભારત વિશે જે વિચારું છું તેમાંથી એક એ છે કે આ દેશ મૂળભૂત સામાજિક રીતે  આપણે ખૂબ જ ઉંચનીચમાં શ્રેણીબદ્ધ રીતે વહેંચાઈ ગયેલા છે. કોઈ નાગરિક જ નથી. કર્મચારી-એમ્પ્લોયર; ગુરુ-શિષ્ય;  વૃદ્ધ -યુવાન ;  ભારતમાં હાયરાર્કી મહત્વની છે…તેની સામે  પછી અમેરિકન રીત છે, જે ખૂબ જ આકર્ષક છે અને વિશ્વની કલ્પનાને આકર્ષે છે: ત્યાં સામાજિક રીતે બધું સમાન છે. તો શું સમાનતા એ સાર્વત્રિક મૂલ્ય છે? શું અમેરિકામાં ભારત કરતાં અલગ રીતે વિચારવામાં આવે છે?

સમાનતાનો આદર્શ સમગ્ર વિશ્વમાં ખૂબ જ આકર્ષક છે કારણ કે તે ઊંડા સત્ય પર આધારિત છે. હા, બધા મનુષ્યો અનિવાર્યપણે સમાન છે, જૈવિક રીતે આપણે બધા સમાન છીએ. આપણી પાસે સમાન શરીર છે. આપણી પાસે સમાન માનસિક અને શારીરિક ક્ષમતાઓ છે. ધર્મોના આધાર પર બનેલી સંસ્કૃતિઓ  આ બધા તફાવતો બનાવે છે. ઓહ, તમે આ જૂથમાંથી છો. તમે આ જાતિના છો. તમે આ લિંગમાંથી છો. તેથી તમે ઉચ્ચ છો. પેલા  નીચા છો. આ બધું માનવીની કલ્પના છે. અલબત્ત, માનવીની કલ્પના દુનિયાને બદલી નાખે છે. અમારી કલ્પનાને કારણે, અમે કેટલાક જૂથને વધુ સારું શિક્ષણ, વધુ પૈસા, વધુ હોદ્દા આપીએ છીએ… (તેઓ) વધુ શક્તિશાળી, વધુ શિક્ષિત બને છે. આ બાયોલોજીમાંથી નથી આવતું. આ આપણી કલ્પનામાંથી આવે છે.

તા-25મી નવેંબરનો મારો લેખ-

મારે ભારત દેશના નાગરિક બનવું છે! ભાગ-1.

 મારે આ દેશના હિંદુ બનવું નથી. મુસલમાન પણ બનવું  નથી. ઈસાઈ, જૈન કે બૌદ્ધ કે શીખ પણ બનવું નથી. કેમ ભાઈ આવી વાત કરો છો ?

 શું હું એકી સાથે બે ઓળખને ન્યાય આપી શકું? હું જન્મથી મા-બાપે વારસામાં આપેલ ધાર્મિક ઓળખ અને બીજી બાજુએ  વૈજ્ઞાનિક જૈવિક ઉત્ક્રાતિ ને આધારે ભૌતિક પુરાવા આધારિત મને મળેલ જૈવિક ઓળખ( Biological identity) કે  આ વિશ્વના તમામ માનવીઓ સરખા છે સમાન છે. વિશ્વ પરના આશરે 200 દેશો કરતા વધારે દેશોમાં જીવન જીવતા તમામ માનવીઓની જીવન ટકાવી રાખવાની તમામ જરૂરિયાતો માત્ર માત્ર બિલકુલ સમાન છે એક છે !મને આ લેખ વાંચનાર બતાવી શકશે ખરો કે વિશ્વની આશરે આઠ અબજની વસ્તીમાં હિંદુ જે પ્રાણવાયુ લે છે તેનીથી તે જ દેશનો મુસ્લિમ,ઈસાઈ કે શીખ વિ પ્રાણવાયુને બદલે કાર્બન ડાયોક્સસાઈડ, હાઈડ્રોજેન કે સલ્ફર પોતાના શ્વાસમાં લે છે!  જો ખરેખર જુદા જુદા ધર્મોના ઈશ્વરો પોતાના સર્જેન કરેલા માનવ બીબાઓને તેમના જીવનના ભૌતિક સંચાલન માટે જેવાકે ખોરાક-પચનતંત્ર, શ્વાસો શ્વાસ ની ક્રિયા,પાંચેય ઇન્દ્રિયઓ ( આંખ,નાક,કાન, જીભ અને ત્વચા ),પ્રજોપ્તિ, વી જેવા તંત્રો ના કાર્યો કેમ શૂન્ય એક ટકો પણ ઈશ્વરી તાકાતથી લેશ માત્ર કેમ જુદા રાખી શકતા નથી? 

આપણે જૈવિક રીતે 100% સમાન હોઈએ તો  આપણને જુદા જુદા કૌટુંબિક,જ્ઞાતિ, જાતી, વર્ણ,પ્રદેશ, ભાષા, અને જુદા જુદા ધર્મોના લેબલો આપીને કોણ ભાગલા પડાવે છે? તેમાં હિત કોનું સધાય  છે કે કોનું ભલું થાય છે?નુકશાન કોનું થાય છે? આપણા દેશના કોઈપણ નાગરિકની બીજા અન્ય નાગરિક કરતાં મૂળભૂત જરૂરિયાતો (રોટી,કપડાં અને મકાન વી) કેવી  રીતે જુદી હોઈ શકે? આ બધી મૂળભૂત જરૂરિયાતો ને કોઈ માનવ,અન્ય માનવસર્જિત સંસ્થાઓ કે ધર્મોએ સર્જેલી દીવાલોથી  કોઈ ફેરફાર કરી શકતી નથી.

જ્યાં જ્યાં માનવ રહે છે ત્યાં ત્યાં મુળભૂત જરૂરિયાતો સમાન છે, તેના માટેનો એકબીજાનો સહકાર અને સંઘર્ષ પણ સમાન છે.માનવ તરીકે જીજીવિષા ટકાવવાના સંઘર્ષમાંથી જે માનવીય નીતિ નિયમો વિકસ્યા તે ઐહિક ( secular morality) હતા. આ પૃથ્વીપર  માનવજીવન ટકાવી રાખવા અને વિકસાવવા માટે હતા.તે તમામ ઐહિક નૈતિક વ્યવહારો  મૃત્યુ પછીના જીવન માટે સારી વર્ણમાં પુનર્જન્મ, સ્વર્ગ, મોક્ષ કે મુક્તિ (Salvation )માટે ન હતા.

માનવીય ઐહિક નૈતિકતાનો આધાર ( કયો વ્યવહાર નૈતિક અને કયો અનૈતિક )તે માનવી પોતે પોતાની તર્કવિવેક શક્તિ (rationality)નો ઉપયોગ કરીને પોતાના દુન્યવી સુખ માટે કુદરતી પરિબળોની નિયમબદ્ધતા સમજીને ક્રમશ: વિકસતો ગયો છે .

માનવીય સ્તર પર તેની જીવન ટકાવવાની જીજીવિષા (સ્વતંત્રતા)એટલે એવા તમામ સામાજિક, આર્થિક અને રાજકીય સંસ્થાઓનું સર્જેન જે કુદરતી પરિબળો સામે તેને સતત શક્તિશાળી  બનવામાં  મદદ કરે!

હવે આપણે આપણી જાતને સવાલ પૂછીએ કે ભાઈ કે બહેન ! બોલો! ધર્મ કેન્દ્રી માનવ વ્યવસ્થા અને નાગરિક કેન્દ્રી વ્યવસ્થા બે માંથી શું પસંદ કરશો? કેમ? શાથી? મારા તમારા જીવન જીવવાના અને તેને સમૃદ્ધ કરવા માટે નાગરિક જીવનના  મૂલ્યો પ્રમાણે કેવી રીતે અરસપરસના માનવીય વ્યવહાર અને સંબંધો વિકસાવશો? 

  1. માનવ માત્ર એક હોય તો હિન્દુ વર્ણવ્યવસ્થા આધારિત ચતુર્વર્ણવ્યવસ્થામાં પ્રવર્તમાન સામાજિક અસમાન વ્યવસ્થા અંગે તમારો અભિપ્રાય?

  2. बटेंगे तो कटेंगे? एक है तो सेफ है? 

  3. विधर्मी કોણ? જો બધાજ  નાગરિક હોય તો? નાગરિક તરીકે માનવીની મૂળ કે અસલી ઓળખ ( PRIMORDIAL ) કઈ ?

  4.  વધુ ચર્ચા વાંચકોના જવાબ પર આધારિત રહેશે!      




What yuval noah harari says about India & religion.One of the things that I think about India is that we are a very hierarchical place. Employee-employer; guru-shishya; old-young; hierarchy matters in India… then there's the American way, which is so attractive and captures the imagination of the world: everything is equal. So is equality a universal value? Is it thought about differently in America than in India?The ideal of equality is very attractive all over the world because it is based on a deep truth. Yes, that all humans are essentially the same, biologically we are all the same. We have the same bodies. We have the same mental and physical capabilities. Culture creates all these differences. Oh, you're from this group. You're from this caste. You're from this gender. So you are higher. You are lower. All of this is human imagination. Of course, human imagination changes the world. Because of our imagination, we give some groups better education, more money, more positions… (they) become more powerful, more educated. This is not coming from biology. This is coming from our imagination.



.









મારે ભારત દેશના નાગરિક બનવું છે! ભાગ-1.

 મારે આ દેશના હિંદુ બનવું નથી. મુસલમાન પણ બનવું  નથી. ઈસાઈ, જૈન કે બૌદ્ધ કે શીખ પણ બનવું નથી. કેમ ભાઈ આવી વાત કરો છો ?

 શું હું એકી સાથે બે ઓળખને ન્યાય આપી શકું? હું જન્મથી મા-બાપે વારસામાં આપેલ ધાર્મિક ઓળખ અને બીજી બાજુએ  વૈજ્ઞાનિક જૈવિક ઉત્ક્રાતિ ને આધારે ભૌતિક પુરાવા આધારિત મને મળેલ જૈવિક ઓળખ( Biological identity) કે  આ વિશ્વના તમામ માનવીઓ સરખા છે સમાન છે. વિશ્વ પરના આશરે 200 દેશો કરતા વધારે દેશોમાં જીવન જીવતા તમામ માનવીઓની જીવન ટકાવી રાખવાની તમામ જરૂરિયાતો માત્ર માત્ર બિલકુલ સમાન છે એક છે !મને આ લેખ વાંચનાર બતાવી શકશે ખરો કે વિશ્વની આશરે આઠ અબજની વસ્તીમાં હિંદુ જે પ્રાણવાયુ લે છે તેનીથી તે જ દેશનો મુસ્લિમ,ઈસાઈ કે શીખ વિ પ્રાણવાયુને બદલે કાર્બન ડાયોક્સસાઈડ, હાઈડ્રોજેન કે સલ્ફર પોતાના શ્વાસ માં લે છે!  જો ખરેખર જુદા જુદા ધર્મોના ઈશ્વરો પોતાના સર્જેન કરેલા માનવ બીબાઓને તેમના જીવનના ભૌતિક સંચાલન માટે જેવાકે ખોરાક-પચનતંત્ર, શ્વાસો શ્વાસ ની ક્રિયા,પાંચેય ઇન્દ્રિયઓ ( આંખ,નાક,કાન, જીભ અને ત્વચા ),પ્રજોપ્તિ, વી જેવા તંત્રો ના કાર્યો કેમ શૂન્ય એક ટકો પણ ઈશ્વરી તાકાતથી લેશ માત્ર કેમ જુદા રાખી શકતા નથી? 

આપણે જૈવિક રીતે 100% સમાન હોઈએ તો  આપણને જુદા જુદા કૌટુંબિક,જ્ઞાતિ, જાતી, વર્ણ,પ્રદેશ, ભાષા, અને જુદા જુદા ધર્મોના લેબલો આપીને કોણ ભાગલા પડાવે છે? તેમાં હિત કોનું સધાય  છે કે કોનું ભલું થાય છે?નુકશાન કોનું થાય છે? આપણા દેશના કોઈપણ નાગરિકની બીજા અન્ય નાગરિક કરતાં મૂળભૂત જરૂરિયાતો (રોટી,કપડાં અને મકાન વી) કેવી  રીતે જુદી હોઈ શકે? આ બધી મૂળભૂત જરૂરિયાતો ને કોઈ માનવ,અન્ય માનવસર્જિત સંસ્થાઓ કે ધર્મોએ સર્જેલી દીવાલોથી  કોઈ ફેરફાર કરી શકતી નથી.

જ્યાં જ્યાં માનવ રહે છે ત્યાં ત્યાં મુળભૂત જરૂરિયાતો સમાન છે, તેના માટેનો એકબીજાનો સહકાર અને સંઘર્ષ પણ સમાન છે.માનવ તરીકે જીજીવિષા ટકાવવાના સંઘર્ષમાંથી જે માનવીય નીતિ નિયમો વિકસ્યા તે ઐહિક ( secular morality) હતા. આ પૃથ્વીપર  માનવજીવન ટકાવી રાખવા અને વિકસાવવા માટે હતા.તે તમામ ઐહિક નૈતિક વ્યવહારો  મૃત્યુ પછીના જીવન માટે સારી વર્ણમાં પુનર્જન્મ, સ્વર્ગ, મોક્ષ કે મુક્તિ (Salvation )માટે ન હતા.

માનવીય ઐહિક નૈતિકતાનો આધાર ( કયો વ્યવહાર નૈતિક અને કયો અનૈતિક )તે માનવી પોતે પોતાની તર્કવિવેક શક્તિ (rationality)નો ઉપયોગ કરીને પોતાના દુન્યવી સુખ માટે કુદરતી પરિબળોની નિયમબદ્ધતા સમજીને ક્રમશ: વિકસતો ગયો છે .

માનવીય સ્તર પર તેની જીવન ટકાવવાની જીજીવિષા (સ્વતંત્રતા)એટલે એવા તમામ સામાજિક, આર્થિક અને રાજકીય સંસ્થાઓનું સર્જેન જે કુદરતી પરિબળો સામે તેને સતત શક્તિશાળી  બનવામાં  મદદ કરે!

હવે આપણે આપણી જાતને સવાલ પૂછીએ કે ભાઈ કે બહેન ! બોલો! ધર્મ કેન્દ્રી માનવ વ્યવસ્થા અને નાગરિક કેન્દ્રી વ્યવસ્થા બે માંથી શું પસંદ કરશો? કેમ? શાથી? મારા તમારા જીવન જીવવાના અને તેને સમૃદ્ધ કરવા માટે નાગરિક જીવનના  મૂલ્યો પ્રમાણે કેવી રીતે અરસપરસના માનવીય વ્યવહાર અને સંબંધો વિકસાવશો? 

  1. માનવ માત્ર એક હોય તો હિન્દુ વર્ણવ્યવસ્થા આધારિત ચતુર્વર્ણવ્યવસ્થામાં પ્રવર્તમાન સામાજિક અસમાન વ્યવસ્થા અંગે તમારો અભિપ્રાય?

  2. बटेंगे तो कटेंगे? एक है तो सेफ है? 

  3. विधर्मी કોણ? જો બધાજ  નાગરિક હોય તો? નાગરિક તરીકે માનવીની મૂળ કે અસલી ઓળખ ( PRIMORDIAL ) કઈ ?

  4.  વધુ ચર્ચા વાંચકોના જવાબ પર આધારિત રહેશે!      



--

Thursday, November 28, 2024

મારે ભારત દેશના નાગરિક બનવું છે!

મારે ભારત દેશના નાગરિક બનવું છે!

 મારે આ દેશના હિંદુ બનવું નથી. મુસલમાન પણ બનવું  નથી. ઈસાઈ, જૈન કે બૌદ્ધ કે શીખ પણ બનવું નથી. કેમ ભાઈ આવી વાત કરો છો ?

 શું હું એકી સાથે બે ઓળખને ન્યાય આપી શકું? હું જન્મથી મા-બાપે વારસામાં આપેલ ધાર્મિક ઓળખ અને બીજી બાજુએ  વૈજ્ઞાનિક જૈવિક ઉત્ક્રાતિ ને આધારે ભૌતિક પુરાવા આધારિત મને મળેલ જૈવિક ઓળખ( Biological identity) કે  આ વિશ્વના તમામ માનવીઓ સરખા છે સમાન છે. વિશ્વ પરના આશરે 200 દેશો કરતા વધારે દેશોમાં જીવન જીવતા તમામ માનવીઓની જીવન ટકાવી રાખવાની તમામ જરૂરિયાતો માત્ર માત્ર બિલકુલ સમાન છે એક છે !મને આ લેખ વાંચનાર બતાવી શકશે ખરો કે વિશ્વની આશરે આઠ અબજની વસ્તીમાં હિંદુ જે પ્રાણવાયુ લે છે તેનીથી તે જ દેશનો મુસ્લિમ,ઈસાઈ કે શીખ વિ પ્રાણવાયુને બદલે કાર્બન ડાયોક્સસાઈડ, હાઈડ્રોજેન કે સલ્ફર પોતાના શ્વાસ માં લે છે!  જો ખરેખર જુદા જુદા ધર્મોના ઈશ્વરો પોતાના સર્જેન કરેલા માનવ બીબાઓને તેમના જીવનના ભૌતિક સંચાલન માટે જેવાકે ખોરાક-પચનતંત્ર, શ્વાસો શ્વાસ ની ક્રિયા,પાંચેય ઇન્દ્રિયઓ ( આંખ,નાક,કાન, જીભ અને ત્વચા ),પ્રજોપ્તિ, વી જેવા તંત્રો ના કાર્યો કેમ શૂન્ય એક ટકો પણ ઈશ્વરી તાકાતથી લેશ માત્ર કેમ જુદા રાખી શકતા નથી? 

આપણે જૈવિક રીતે 100% સમાન હોઈએ તો  આપણને જુદા જુદા કૌટુંબિક,જ્ઞાતિ, જાતી, વર્ણ,પ્રદેશ, ભાષા, અને જુદા જુદા ધર્મોના લેબલો આપીને કોણ ભાગલા પડાવે છે? તેમાં હિત કોનું સધાય  છે કે કોનું ભલું થાય છે?નુકશાન કોનું થાય છે? આપણા દેશના કોઈપણ નાગરિકની બીજા અન્ય નાગરિક કરતાં મૂળભૂત જરૂરિયાતો (રોટી,કપડાં અને મકાન વી) કેવી  રીતે જુદી હોઈ શકે? આ બધી મૂળભૂત જરૂરિયાતો ને કોઈ માનવ,અન્ય માનવસર્જિત સંસ્થાઓ કે ધર્મોએ સર્જેલી દીવાલોથી  કોઈ ફેરફાર કરી શકતી નથી.

જ્યાં જ્યાં માનવ રહે છે ત્યાં ત્યાં મુળભૂત જરૂરિયાતો સમાન છે, તેના માટેનો એકબીજાનો સહકાર અને સંઘર્ષ પણ સમાન છે.માનવ તરીકે જીજીવિષા ટકાવવાના સંઘર્ષમાંથી જે માનવીય નીતિ નિયમો વિકસ્યા તે ઐહિક ( secular morality) હતા. આ પૃથ્વીપર  માનવજીવન ટકાવી રાખવા અને વિકસાવવા માટે હતા.તે તમામ ઐહિક નૈતિક વ્યવહારો  મૃત્યુ પછીના જીવન માટે સારી વર્ણમાં પુનર્જન્મ, સ્વર્ગ, મોક્ષ કે મુક્તિ (Salvation )માટે ન હતા.

માનવીય ઐહિક નૈતિકતાનો આધાર ( કયો વ્યવહાર નૈતિક અને કયો અનૈતિક )તે માનવી પોતે પોતાની તર્કવિવેક શક્તિ (rationality)નો ઉપયોગ કરીને પોતાના દુન્યવી સુખ માટે કુદરતી પરિબળોની નિયમબદ્ધતા સમજીને ક્રમશ: વિકસતો ગયો.

માનવીય સ્તર પર તેની જીવન ટકાવવાની જીજીવિષા (સ્વતંત્રતા)એટલે એવા તમામ સામાજિક, આર્થિક અને રાજકીય સંસ્થાઓનું સર્જેન જે કુદરતી પરિબળો સામે તેને સતત શક્તિશાળી  બનવામાં  મદદ કરે!

હવે આપણે આપણી જાતને સવાલ પૂછીએ કે ભાઈ કે બહેન ! બોલો! ધર્મ કેન્દ્રી માનવ વ્યવસ્થા અને નાગરિક કેન્દ્રી વ્યવસ્થા બે માંથી શું પસંદ કરશો? કેમ? શાથી? મારા તમારા જીવન જીવવાના અને તેને સમૃદ્ધ કરવા માટે નાગરિક જીવનના  મૂલ્યો પ્રમાણે કેવી રીતે અરસપરસના માનવીય વ્યવહાર અને સંબંધો વિકસાવશો? 

  1. માનવ માત્ર એક હોય તો હિન્દુ વર્ણવ્યવસ્થા આધારિત ચતુર્વર્ણવ્યવસ્થામાં પ્રવર્તમાન સામાજિક અસમાન વ્યવસ્થા અંગે તમારો અભિપ્રાય?

  2. बटेंगे तो कटेंगे? एक है तो सेफ है? 

  3. विधर्मी કોણ? જો બધાજ  નાગરિક હોય તો? નાગરિક તરીકે માનવીની મૂળ કે અસલી ઓળખ ( PRIMORDIAL ) કઈ ?

  4.  વધુ ચર્ચા વાંચકોના જવાબ પર આધારિત રહેશે!      


--

Monday, October 28, 2024

બા- તું બહુ બોલ બોલ કરે છે! તારી જીભ તો બાવાની લંગોટી વળે તેટલી લાંબી છે.


બા- તું  બહુ બોલ બોલ કરે છે! તારી જીભ તો  બાવાની લંગોટી વળે તેટલી લાંબી  છે.

 બાબો- બા!- તમને ખબર છે  આપણે વિશ્વ ગુરુ બનવા નીકળેલા દેશમાં  ઉત્તર,દક્ષિણ , પૂર્વ અને પચ્છિમ એમ ચારે દિશામાં જેના સામ્રાજ્યો છે  તે દરેક બાવાઓની લંગોટીઓની રજીસ્ટર્ડ પેટેન્ટ હોય છે. દરેક બાવાની લંગોટીની વિશિષ્ટતા  "घायल गत घायल जाणे   " તેવી હોય છે.  

ઉત્તર હિન્દુસ્તાનમાં એક હરિયાણવી બાબા છે . તેની પેટન્ટ લંગોટીનું માર્કેટ રામ અને રહીમ  બંને ધર્મના લોકોમાં હોલસેલ અને રિટેલમાં હતું.તેના ધંધામાં થયેલ હેરાફેરીને કારણે  બાકી રહેલી જિંદગી જેલના કારાવાસમાં  ચાલુ રાખવાનું રાજ્ય સરકારોની રહેમ નજર નીચે આ બાબાએ સહર્ષ સ્વીકારી લીધેલું છે. 

સને  1948 ના દેશના પાકિસ્તાન -હિન્દુસ્તાનના ભાગલા પડ્યા ત્યારે  પાકિસ્તાન માં થી ઘણા બધા નિરાશારામ આશારામ  બનવા ભારત આવ્યા હતા. હજારો નહીં પણ લાખોની સંખ્યામાં  નિર્વાસિતોએ  પોતે  પોતાના કુનેહ અને કાબેલિયત અને સખત પરિશ્રમ કરીને પોતે આર્થિક રીતે સમૃદ્ધ  બન્યા અને દેશને સમૃદ્ધ  બનાવ્યો છે.

   તેમાંથી એક બાબાએ નિરાશારામથી આશારામ બનવા  પોતાની લંગોટીની પેટન્ટ બનાવવા  આકાશ પાતાળ એક કર્યું. તેના કાર્યક્ષેત્રની સીમાઓ મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન સુધી લંબાઈ ગઈ. પછી આ ભાઈ ત્રણ રાજ્યોમાંથી છેલ્લે ધંધાના વિકાસની રમઝટમાં રાજસ્થાનની જેલમાંથી મર્યાદિત કામકાજ  કરવાનું  નક્કી કર્યું. તેનો દીકરો બાપની ગાદી સંભાળવામાં સવાયો થવાની હોડમાં બોમ્બે લંગોટ પેટન્ટ બિઝનેસમાં ફસાઈ ગયો.

એક દિવસ અમારી મામા-ફોઈના દીકરાઓની (ભાઈઓની) તોફાની ટોળકીએ રખડતા રખડતા  મણિનગર દક્ષિણ બાજુના રેલવે ફાટક સામે આવેલા એક મંદિર ના વિશાળ  મેદાનમાં બઘી  જાત જાતની પેટન્ટવાળા લંગોટો (અમે લંગોટિયાઓએ) પણ ભગવા રંગનાંજ પ્લાસ્ટિકની કીલ્પો ભરાવીને સૂકવવા મુકેલા જોયા. દૂરથી દેખ્યા તો જાણે બધા એક્જ  દેખાય. પણ નજીકથી જોયું તો  દરેકના ભૌગોલિક ક્ષેત્રોમાં ભારત -પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવી ચુસ્ત સીમાઓ (સરહદો) અંકિત કરેલી હતી. અને  કોઈપણ સરહદનું  ઉલ્લઘન ન થાય માટે પૂરો  ચોકી પહેરો -બંદોબસ્ત હતો.

અમારી લંગોટિયા ટોળકીને  માથે મસમોટી  લાખટન  જેવી મુસીબત  આવી ગઈ. અમારા નેતાએ એક સંશોધન ટિમ બનાવી દીધી . ચારેયને અર્થશાસ્ત્રી એડમસ્મિથના મુખ્ય સિદ્ધાંત પ્રમાણે શ્રમ -વિભાજન ( ડિવિઝન ઓફ લેબર). કામની વહેચણી કરી આપી.(1) સંશોધન નંબર એક -ભગવા લંગોટના કેન્દ્ર કે મધ્ય બિંદુમાં ચીપીયાનું  નિશાન હતું.( ભગતોના કપાળની મધ્યમાં હોય તેવું  " કેમ બા ! મારા બાપુજીના કપાળમાં  હોય છે તેવું ને !   બેસ  સાલા ! મારે તો હવે જોવડાવું પડશે કોઈ જ્યોતિષ  પાસે કે તું તો વતિપાતમાં  તો જન્મેલો નથી ને.) (2) સંશોધન -બે.  પેલા ચીપીયાવાળા લંગોટની મધ્યમાં નટબોલ્ટ (0)જેવી ગોળ નિશાની ઓળખ માટેની વધારામાં તેમાં ખાસ હતી. બાબો! બોલે તે પહેલાં બા ના હાથમાં લાકડી હતી. (3) સંશોધન ત્રણ- લંગોટના કેન્દ્રમાં કોઈએ હાથથી ઉંચકેલો પર્વત હતો. (4) સંશોધન -4 લંગોટ ઉપર ચારેય બાજુ તપાસ કરી તો કોઈ ઓળખની નિશાનીઓ  નહતી. મુક્ત બજાર - ભક્તોની શોધમાં -નજીકમાં પડેલું બોર્ડ  જોયું તો  ખેડા જિલ્લો  લખેલું  વંચાતું હતું.

      ઇતિશ્રી -બાવાની લંગોટી વળે તેટલી જીભની લાયકાત ધરાવતા  બાબાએ તે અપમાન અસહ્ય  બની જવાથી  બા  ને કહ્યું  કે આજે મારા  વિજ્ઞાન શિક્ષકે  ભણાવ્યું છે કે   

મા-બાપ ના તમામ લક્ષણો પેઢી દર પેઢી વારસાગત  તેમના દીકરા-દીકરીમાં  ઉતરી આવે છે.અને તેમાં  તારા ભગવાનજી  પણ પણ ફેરફાર કરી શકતા નથી. બોલ! બા! આપણે બંને એકબીજાની જીભ માપી લઈશું! બાબો દોટ મૂકીને ,કૂદકો મારીને ઘરની બહાર રમવા નાસી ગયો!              ,



--

Friday, July 26, 2024

“એક વિચારોત્તેજક સમાચાર”


"એક વિચારોત્તેજક સમાચાર" 

અમેરિકાના ઈલોનીસ રાજ્યના માઉન્ટવર્નોન શહેરના ફર્સ્ટ બાપ્ટિસ્ટ ચર્ચના મૃત્યુ પહેલાંની શુભેચ્છા સભા.

માઉન્ટ વર્નોન  શહેરની કુલ 14000 વસ્તીમાંથી સદર સભામાં વયોવૃદ્ધ આઠ માણસ હાજર હતા.ધર્મ ઉપદેશક પાદરીએ માનવીના મૃત્યુ પહેલાં વાંચવામાં આવતી બાઇબલની કવિતા સદર ચર્ચના કાયમ માટે બંધ થવાની ઘડી પહેલાં વાંચવા માંડી.

"આ  દુનિયામાં જન્મ લેવાની અને મૃત્યુ પામવાની ઘડી નક્કી થયેલી જ છે.આપણે ફરી મળીયે ત્યાં સુધી ઈશ્વર તારી સાથે છે. "To everything there is a season ... a time to be born, and a time to die. It Is Well With My Soul and, poignantly, God Be With You Till We Meet Again." હાજર રહેલા સભ્યોએ સર્વાનુમતે ઠરાવ કરીને સદર ચર્ચ તાત્કાલિક અમલમાં આવે તે રીતે બંધ કરવાનું નક્કી કર્યું."આ ચર્ચ આશરે 150 વર્ષ જૂનો હતો. 

પ્રો રાયન બર્જ જે અમેરિકામાં ઠેર ઠેર ખુબજ મોટી સંખ્યામાં ચર્ચ ક્યાં ક્યાં નાટ્યાત્મક  કારણોસર બંધ થવા માંડ્યા છે તેના પર સંશોધન કરે છે. તેણે નીચે જણાવેલ કારણો શોધી કાઢ્યા છે. તેના દ્વારા પ્રકાશિત પુસ્તક "Nones" એટલે જે અમેરિકન પુખ્ત ઉંમરના નાગરિકો જાહેર કરે છે કે પોતાને કોઈ ધર્મ નથી તેની કુલ વસ્તીમાં  સંખ્યા 30% થી વધારે છે તેવી નોંધ છે.દેશની કુલ વસ્તીનો આશરે 33% કે ⅓ ભાગ. (His recent book, "The Nones," talks about the estimated 30% of American adults who identify with no religious tradition.પોતે જાતે નિરીક્ષણ કરેલું છે કે રવિવારે મોટાભાગના ચર્ચમાં પાટલીઓ ખાલી હોય છે. 


અમેરિકાના દરેક ઈસાઈ ધર્મના સંપ્રદાયોમાં જેવા કે part of a cluster of so-called mainline denominations— Episcopal, Methodist, Presbyterian, Lutheran and others બધામાં રવિવારના રોજ સંખ્યા સતત ઘટતી જાય છે.ઘી સધર્ન બેપ્ટિસ્ટ કન્વેનશન ઇન્જકિલ જેવા દેશના સૌથી મોટા સંપ્રદાય માં પણ હાજરી ઘટતી જાય છે. " લાઈફ વે રિસર્ચ " જે સધર્ન બેપ્ટિસ્ટ સંસ્થા દ્વારા સંચાલિત છે તેના આંકડા પ્રમાણે સને 2019ના વર્ષમાં સમગ્ર દેશમાં થઈને પ્રોટેસ્ટન્ટ શાખાના કુલ 4500 ચર્ચ કાયમ માટે બંધ કરવામાં  આવ્યા હતા. ચર્ચ   મુખ્ય બંધ થવાના કારણોમાં ધર્મ ગુરુઓ તરફથી બાળકો અને કુંવારી છોકરીઓને જાતીય સતામણી, જુદા જુદા સંપ્રદાયોની આંતરિક હરીફાઈ, મતભેદ , બાળ -જન્મમાં સખ્ત ઘટાડો, કુટુંબોની ધર્મ તરફની વધતી જતી ઉદાસીનતા અને યુવાનોમાં કોઈપણ ધર્મ પ્રત્યએ આસ્થા નો અભાવ  વી. જવાબદાર છે. But the nonreligious are far more common today than a generation ago, in the U.S. and many other nations.

Image

આટલા મોટા ચર્ચ માં એક ડઝન માણસો પણ રવિવારે હાજર નથી. ફોટો -સૌજન્ય   Mt. Vernon, Ill., Sept. 10, 2023.

મોટાભાગના ચર્ચ ઉપદેશકોનો બિઝનેસ  પોતાના અનુયાયીઓની કુટુંબની સમસ્યાઓના ઉકેલ પર કાબુ મેળવી કેવી રીતે પૈસા ભેગા કરવા તે જ બની ગયો છે. 



"






--

મોહનભાગવતજી , અમે “યુદ્ધ વિરામ” આપણા બંનેના હિતમાં ( મોદી સરકાર અને આર એસ એસ) જાહેર કરીએ છીએ કે,


મોહનભાગવતજી , 

અમે "યુદ્ધ વિરામ" આપણા બંનેના હિતમાં ( મોદી સરકાર અને આર એસ એસ) જાહેર કરીએ છીએ કે,( The ties between the BJP and the RSS, was being seen as the party's  "positive gesture" to "call a truce"યુદ્ધ વિરામ  with its ideological parent ) . 

  1. અમારા પક્ષ પ્રમુખ જે.પી. નડ્ડાએ તાજેતરની લોકસભાની ચૂંટણીમાં"મોવડી મંડળ "ની સૂચનાથી જાહેર કરેલું કે અમે અમારા જૈવિક મા-બાપ (આરએસએસ)ની મદદ વિના ચૂંટણી લડવા પુરેપુરા સક્ષમ છે. સત્તાના કેફમાં કે કોઈ દૈવી કારણોસર  વડીલોની સામે માથું ઉંચકવાની કોશિશ કરતાં " ગુજરાત લેવા નીકળ્યા હતા પણ હવેલી ભીખ માંગીને  બચાવી છે." ભાઈ ! ગુજરાતી કહેવત છે ને છોરું કછોરું થાય પણ …..

  2. અમારી(બીજેપી પક્ષના સત્તાધીશોની) "હનુમાન કે બજરંગબલીની  ભક્તિ "ની હવે ચકાસણી ન કરશો.અમારા હ્ર્દય પરિવર્તનની નિશાની તરીકે તારીખ 9મી જુલાઈએ મોદી સરકારે જાહેર કર્યું છે કે કેન્દ્ર સરકારના તમામ કર્મચારીને પોતાના આત્માના અવાજ મુજબ ! વહેલી સવારે શાખામાં હાજરી આપવામાં વાંધો નથી.જો કે વફાદારીના પુરાવા આવકાર્ય છે.(The BJP and the RSS welcomed the government's decision, with the Sangh calling it appropriate.)

  3.   આર એસ એસ ઉપરનો પ્રતિબન્ધ સ્ને 1966,1970અને 1980થી ચાલુ હતો. દેશમાં બિનકૉંગ્રેસ્સી સરકારો મોરારજી દેસાઈ,ચૌધરી ચરણસિંગ, દેવગૌડા, ચંદ્ર શેખર અને અટલબિહારી બાજપાઈજી જેવા તમામ વડાપ્રધાનો ની સરકારો ના સમયમાં પણ આ નિયમ ચાલુ હતો. સને 2014થી 2024 સુધી તો મોદીજી હતા ને?

  4. 01-12-2014 ના રોજ સરસંચાલક ભાગવતજી ને પૂછવામાં આવ્યું કે તમે મોદી સરકારને તમારી સંસ્થા પરનો પ્રતિબંધ ઉઠાવી લેવા જણાવશો? "અમે સરકાર પાસે આ મુદ્દે કોઈ માંગ કરવાના નથી. અમે અમારું કામ કર્યા કરીશું. અમારું કામ આવા કોઈ અવરોધથી રોકાવાનું નથી!(We are not going to demand anything from the government. We are doing our work. Our work is not affected by such restrictions)."

  5. દેશ અને દુનિયા, સને 30મી જાન્યુઆરી 1948થી( મહાત્મા ગાંધીજી શહીદ દિવસથી )આર એસ એસ અને તેની માતૃ -પિતૃ અને કહેવાતી પિત્રાઈ ( પણ લોહીની સગાઈવાળી)સંસ્થાઓ અને તેમની સામાજિક અને સાંસ્કૃતિક દ્રશ્ય અને અદ્રશ્ય પ્રવૃતિઓથી કોણ અજાણ છે?

  6. મોદીકાળના રાજકીય સત્તા દશકામાં આર એસ એસનું પ્રભાવ ક્ષેત્ર દેશના ન્યાયતંત્ર થી શરૂ કરીને શિક્ષણ સુધી પહોંચતા પહેલા કેટલી યાદીઓ તૈયાર કરવી પડે?

  7. સને 1964ના નિયમ 5માં  એવી જોગવાઈ છે કે એકવાર કોઈપણ કર્મચારીએ કેન્દ્ર સરકારની નોકરી સ્વીકારે  તે રાજકારણ કે ચૂંટણીમાં  ભાગ ન લઈ શકે!"આટલી મોટી આરએસએસની સંસ્થા આપણા દેશના કોઈપણ સંસ્થાના કાયદા મુજબ નોંધણી કરતી સંસ્થા નીચે નંધાયેલી સંસ્થા જ નથી. માટે તેના સભ્ય પદ પ્રાપ્ત કરવાના કોઈ નીતિ નિયમો જ નથી.તેવું જ તેની આવક-જાવકના હિસાબોમાં  છે.( However, since the RSS does not have a system of formal membership, it is difficult to establish an individual's association with it.)

        સૌ ઇન્ડિયન એક્સપ્રેસ.23-07-24. ટૂંકાવીને કરેલો ભાવાનુવાદ.


--

Thursday, July 25, 2024

Fwd: દેશમાં કેન્દ્ર અને બીજેપી શાસિત રાજ્યોમાં સરકારો



---------- Forwarded message ---------
From: Bipin Shroff <shroffbipin@gmail.com>
Date: Wed, Jul 24, 2024 at 7:26 PM
Subject: દેશમાં કેન્દ્ર અને બીજેપી શાસિત રાજ્યોમાં સરકારો
To: Bipin Shroff <shroffbipin@gmail.com>




દેશમાં કેન્દ્ર અને બીજેપી શાસિત રાજ્યોમાં સરકારો અને તેમનું પોલીસ તંત્ર જાણે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે "હિંદુ રાષ્ટ્ર "નો ઘોષિત કે અઘોષિત એજન્ડા અમલમાં મુકવાનો હોંય તે રીતે આયોજનબદ્ધ પ્રમાણે પગલાં લેવા માંડ્યાં છે.

તાજેતરમાં ઉત્તર પ્રદેશના મુઝફરનગર શહેરના પોલીસવડાએ પોતાની સહી  સિક્કા સાથે હુકમ બહાર પાડયો ( જે કામ જે તે સ્થાનિક નગરપાલિકા વી નું છે ) "કે  સદર શહેરમાં જે રસ્તેથી 'કાવડિયા' પસાર થવાના હોય તે વિસ્તારમાં ખાન-પાણીની દુકાનો અને લારી ગલ્લાવાળાઓએ પોતે શાકાહારી કે માંસાહારી ખોરાક વેચે છે તેનું બોર્ડ લગાવવું,માલિકનું નામ નોકરોના નામ જાહેરમાં  વાંચી -જોઈ શકાય તે રીતે મુકવા." 

તરતજ બાજુના બીજેપી શાસિત  રાજ્ય ઉત્તરાખણ્ડના મુખ્યમંત્રી એ પણ તેવી જાહેરાત પોતાના રાજ્યમાં  કરી દીધી.

 વિરોધ પક્ષ તથા બીજેપી પક્ષના કેટલાક સભ્યોએ ગંભીર ચિંતા વ્યક્ત કરી કે તેનીથી જે તે રાજ્યો અને દેશની કોમી -એકતાને સંવાદિતા જોખમમાં મુકાશે.

તરતજ પ.બંગાળના  ટીએમસી પક્ષના સાંસદ મહુવા મોહિત્રા,રાજકીય નિરીક્ષક અપૂર્વાનંદ અને આકાર પટેલે સર્વોચ્ચ અદાલતમાં તાત્કાલિક જાહેર હિતની અરજી સદર પોલીસ હુકમ સામે દાખલ કરી. (The Association for Protection of Civil Rights,Trinamool Congress MP Mahua Moitra, political commentator Apoorvanand Jha and columnist Aakar Patel were among those who filed petitions challenging the  move.)

 સર્વોચ્ચ અદાલતની ડિવિઝન બેન્ચના માનનીય ન્યાયાધીશ શ્રી ઋષિકેશ રોય અને એસ વી એન ભટ્ટી સાહેબ પાસે ચુકાદા માટે આવી.માનનીય ન્યાયાધીશ સાહેબોએ કેસની સુનવણી દરમ્યાન નીચે મુજબના નિરીક્ષણો કરીને પોલીસ કે જે તે રાજ્ય સરકારોના હુંકમને રદબાતલ કર્યો. 

  1. દુકાન, હોટેલ કે ખાણી-પીણીના લારીઓ-ગલ્લાઓને લાયસન્સ જે તે નગરપાલિકાનું લેવાનું હોય! પોલીસતંત્ર કાયદાકીય જોગવાઈ સિવાય કેવી રીતે આવી સત્તા જે કાયદાકીય રીતે પોતાની લેશ માત્ર નથી તેને પચાવી પડી શકે?(The Street Vendors Act, 2014, but the powers vested on the competent authority can not be usurped by the police without any formal order supported by law.)

  2. આવી તમામ ખાણી -પીણીની દુકનો વી. શાકાહારી કે અન્ય જાતનું જમવાનું  વેંચતા હોય તે બોર્ડ મૂકીને જણાવે. તેમાં પોતાન માલિક કે નોકરોના નામો જણાવવાના ના જ હોય! (must not be forced to disclose the names/ identities of the owners or employees.")

  3. નામદાર કોર્ટે જણાવ્યું કે આપણે શું ઇચ્છીએ છીએ ? જમવાનું શાકાહારી છે કે નહીં? કાવડિયાના નામે રાજકીય હિત  ધરાવનારા એવી તો અપેક્ષા ન રાખી શકે આ રસોઈ કરનારા કઇ જાતી કે ધર્મના છે કે પછી વાનગીમાં  વપરાતું અનાજ, ચોખા-દાળ  હિન્દૂ કે મુસ્લિમ  કોના ખેતરમાં  ઉગાડેલું છે? શું કાવડિયા પહેલીવાર કાવડ લઈને યાત્રા કરવા નીકળ્યા છે? આઝાદી પહેલાંથી આ યાત્રાઓ ચાલુ છે!Justice Roy asked: "What is actually the expectation of the yatris? They hope to take only vegetarian food, right? When somebody is giving vegetarian food, or the option of vegetarian food, do the kanwariy as expect the food to be cooked by those of a certain community or category? Are the kanwariy as expecting that the food must be grown by members of a particular community?"

  4.  શું પોલીસ તંત્ર અને સરકારોમાં પોતાની વિવેકશક્તિ ( does not serve any rational objective") પુરી થી ગઈ છે.

  5. ઉગ્ર હિંદુત્વ અને હિન્દુરાષ્ટ્ર લાવવા માટે દેશના બંધારણના ચૂરેચુરા કરવા મેદાને પડેલા આ દેશને કઈ સદીમાં  પાછો લઈ જવા માંગે છે!

  6. સર્વોચ્ચ અદાલતે દેશના તમામ રાજ્ય સરકારો સામે આ કામ નહીં કરવા વચગાળાનો મનાઈ હુકમ આપ્યો છે.

  7. બીજા અગત્યના સમાચાર માટેની માહિતી આવતી કાલે-મોદી સરકારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે આર એસ એસમાં ભાગ લેવાની પરવાનગી આપી દીધી છે.

સૌ - ઇન્ડિયન એક્સપ્રેસ તા. 23-07-24.  



--


--

Friday, July 19, 2024

સમાચાર ના સથવારે!

સમાચાર ના સથવારે!

અમેરિકન સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટ સેક્રેટરી એન્થોની બ્લિકેનને દર વર્ષની જેમ આ વર્ષે વિશ્વના 200 દેશોમાં  ધાર્મિક સ્વતંત્રતાની સ્થિતિ પર પોતાનો રિપોર્ટ રજૂ કર્યો છે. તેમાં  ભારત અંગે નીચે મુજબના નિરીક્ષણો કર્યા છે.

" ભારતમાં, અમે અહિયાંથી ધર્માંતરણ વિરોધી કાયદાઓ, દ્વેષપૂર્ણ ભાષણો, લઘુમતી આસ્થાના સમુદાયોના સભ્યો માટે ઘરો અને પૂજા સ્થાનોને તોડી પાડવા અંગેના વધારા જોઈએ છીએ."- મોદી સરકારે અમેરિકન સરકારના ખુબજ અગત્યના અને ટોચનો હોદ્દો ધરાવનાર એન્થોની બિલ્કેનના  તારણોને સત્યથી વેગળા ગણાવ્યા છે. તાજેતરમાં પુરી થયેલી લોક્સભા ની ચૂંટણી દરમ્યાન મોદીજીએ લઘુમતીઓ અંગે જે ખાસ દ્વેષપૂર્ણ  વિશેષણો વાપર્યા હતા તે બધાને આપણે કઈ શ્રેણી માં ગોઠવીશું!  

એન્થોની બ્લિકેનના ફોટા નીચેના યુ ટ્યુબના લખાણ વાંચવા વિનંતી છે. 

" In India we see a concerning increase in anti-conversion laws,hate speeches, demolition of homes and places of worship for members of minority faith communities.

સૌજન્ય -

https://youtu.be/9aGz3gOn3i0?si=2VacLK9X_tVOiFip



--

Wednesday, July 17, 2024

અમેરિકન -ભારત વિદેશનીતિ ભાગ-3 અંતિમ ભાગ


વોશિંગ્ટનને મોદીના ભાજપને સમર્થન આપવાનું બંધ કરવાની જરૂર છે.
ભાગ-3.અને અંતિમ .
 વોશિંગ્ટનને મોદીના ભાજપને સમર્થન આપવાનું બંધ કરવાની જરૂર છે. ભારત સરકારે જાણવું જોઈએ કે તેના સ્થાનિક રાજકીય નિર્ણયો વોશિંગ્ટન સાથેના સંબંધોને જટિલ અને જોખમમાં મૂકવાની ક્ષમતા ધરાવે છે. ભારતીય મતદારોએ પણ તે જાણવું જોઈએ. બિડેન વહીવટીતંત્રે વધુ અહેવાલો લખવા અને પ્રકાશિત કરવા જોઈએ જે માનવ અધિકારો, સ્વતંત્રતાઓ અને લોકશાહી પ્રથાઓ પર ભારતના રેકોર્ડને સચોટ રીતે દર્શાવે છે.  
 (2) મારા દુશ્મન(ચીન)નો દુશ્મન-
અમેરિકા માટે ઘણા કિસ્સાઓમાં, ભારતને મદદ કરવાનો નિર્ણય સરળ છે. સને 2020માં  જ્યારે ચીને ભારતીય સરહદમાં ઘૂસી જઈને આક્રમણ શરૂ કર્યું, ત્યારે વોશિંગ્ટને યોગ્ય રીતે નવી દિલ્હીને તાકીદે જરૂરી ઠંડા હવામાન ગિયર અને ચાઇનીઝ સ્થાનો પર ગુપ્ત માહિતી પ્રદાન કરી હતી.આ ઉપરાંત અમેરિકાએ ખુબજ અગત્યની  સર્વેલન્સ ડ્રોનની (surveillance drones)આયોજિત ડિલિવરી ઝડપી કરી. ત્યારથી, અમેરિકી અધિકારીઓએ યોગ્ય રીતે તારણ કાઢ્યું કે તેઓ ભારતના નેતાઓ સાથે જમીન અને દરિયાઈ બંને રીતે સંરક્ષણ સહયોગ વિશે ભૂતકાળમાં કરેલ ચર્ચાઓ કરતાં વધારે સ્પષ્ટ અને નિખાલસ ચર્ચાઓ બંને દેશના હિતોમાં કરી શકે છે.અમેરિકન વિદેશ નીતિ ઘડનારાઓ આશા રાખે છે કે યુક્રેન પર રશિયાના વિનાશક આક્રમણ અને ભારત ઉપરના ચીનના ખતરાને  સાથે મળીને વોશિંગ્ટનને નિર્ણાયક રીતે મુકાબલો કરી શકે છે. ભારત પોતાનું રશિયા પરનું ભારે અવલંબન પણ ધીમે ધીમે ઓછું કરી શકે છે.
(3) લોકશાહી રાજ્યપ્રથા અને જીવનપ્રથામાંથી ભારતે પીછેહઠ કરવી ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ બની રહેશે.પરંતુ નવી દિલ્હી હજુ પણ વોશિંગ્ટન માટે અમૂલ્ય ભાગીદાર છે. વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવા ઉપરાંત, ભારત વિશ્વની પાંચમી-સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. બીજું ભારત વિશ્વની  સૌથી મોટી સૈન્ય અને ઉચ્ચ શિક્ષિત વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોની નોંધપાત્ર કેડર ધરાવે છે.તેની પાસે પરમાણુ હથિયારોનો મોટો શસ્ત્રાગાર છે. યુનાઇટેડ સ્ટેટ્સની જેમ, ભારત ચીન વિશે ઊંડી ચિંતા ધરાવે છે. જેને તે પ્રાદેશિક અને વૈશ્વિક વ્યવસ્થાને પડકારવા માટે એક ખતરનાક શક્તિના હેતુ તરીકે જુએ છે. એક રીતે, યુનાઇટેડ સ્ટેટ્સ માટે ભારતને સહકાર આપવા હવે આ શ્રેષ્ઠ ક્ષણ હોઈ શકે છે. પ્રશ્ન એ છે કે વોશિંગ્ટને ક્યાં સુધી જવું જોઈએ.રશિયન નિર્મિત લશ્કરી ગિયર પર ભારતને તેની ભારે નિર્ભરતા બદલવાની તક આપે છે.
 (4) યુ.એસ. સિસ્ટમ્સ. ચીનનો મુકાબલો કરવા માટે ભારત સાથેના યુ.એસ.ના સહયોગને ચુસ્તપણે લક્ષ્યાંકિત કરવું જોઈએ. પરંતુ વોશિંગ્ટને નવી દિલ્હી સાથે સાવચેતી પૂર્વક વ્યવહાર કરવો જોઈએ. ખાસ એ વાતે સચેત રહેવું જોઈએ કે યુનાઈટેડ સ્ટેટ્સ સાથે કામ કરવાની ભારતની ઈચ્છા સંજોગથી જન્મે છે, લોકશાહી મૂલ્યો કે પ્રતીતિથી નહીં અને જે ઝડપથી અદૃશ્ય પણ થઈ શકે છે. નવી દિલ્હીએ  છેવટે, બેઇજિંગ અને વોશિંગ્ટન વચ્ચે તેણે શું ભૂમિકા ભજવવી જોઈએ તે અંગે શીત યુદ્ધ (Cold War)પછીના મોટા ભાગના વર્ષો વિતાવ્યા, અને તે ઘણીવાર ભૂતપૂર્વની પહેલ પર સહી કરે છે.
(5) સરહદી અથડામણ પછી પણ, ચીન અને ભારતનો વેપાર લગભગ એટલો જ છે જેટલો ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ સાથેનો છે. નવી દિલ્હી હજુ પણ બેઇજિંગ દ્વારા સ્થાપિત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનનો ભાગ છે. અને ઘણા ભારતીય નીતિ નિર્માતાઓ અને વિશ્લેષકો બહુધ્રુવીય વિશ્વને વધુ પસંદ કરશે જેમાં ભારત, બેઇજિંગ અને વોશિંગ્ટન વચ્ચેના નવા શીત યુદ્ધ દ્વારા વ્યાખ્યાયિત વિશ્વમાં અન્ય મહાન શક્તિઓ સાથે લવચીક સંબંધોને નેવિગેટ કરવા માટે સ્વતંત્ર છે - એક એવી દુનિયા જેમાં નવી દિલ્હીએ આંતરરાષ્ટ્રીય સંબંધોમાં સ્પષ્ટ પક્ષ લઈ લેવો જોઈએ. નવી દિલ્હીના સૌથી મોટા ભયમાંનો એક અનિશ્ચિત સમય માટે ભૌગોલિક રાજનીતિક ચીન સામેની સમસ્યા છે.
                       લેખમાળા અહિયાં પૂર્ણ થાય છે.
—----------------------------x —-------------------------------------
--

ભાગ -2 અમેરિકન-ભારત વિદેશ



ભારતના સંદર્ભ માં અમેરિકન વિદેશ નીતિ. લેખ ભાગ-2.



  1. અમેરિકન નેતાઓ, ખાસ કરીને ઉદારવાદીઓ, લાંબા સમયથી માનતા હતા કે લોકશાહી સંસ્થાઓ એ ભારતની ઓળખનું નિર્ણાયક લક્ષણ છે-અને એ કારણ છે કે નવી દિલ્હી વોશિંગ્ટનના સમર્થનને પાત્ર છે.પરંતુ જોન. એફ.કેનેડી અને આઈઝનહોવરને આશા હતી કે ભારતની પ્રશંસા કરવાથી નવી દિલ્હી સાથી બની જશે, તો તેઓ ખૂબ જ ભૂલમાં હતા. 

  2. જાન્યુઆરી 1980માં, જ્યારે સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી રાજદૂતે અફઘાનિસ્તાન પર સોવિયેત સંઘના આક્રમણને અસરકારક રીતે સમર્થન આપ્યું, ત્યારે પ્રમુખ જિમી કાર્ટર નારાજ હતા. ભારતના આ દૃષ્ટિકોણને કારણે યુનાઇટેડ સ્ટેટ્સમાં  ભયંકર પ્રતિસાદ થયો હતો." તેમ છતાં, યુ.એસ.ના નીતિ ઘડવૈયાઓએ પછીના દાયકાઓમાં વારંવાર ભારતની પ્રશંસા કરી, અને નીતિ ઘડવૈયાઓએ એવી દલીલ કરવાનું ચાલુ રાખ્યું કે ભારતના લોકશાહી સિદ્ધાંતોએ તેને એક સારો ભાગીદાર બનાવ્યો છે.

  3. ભારતીય સંસદમાં 2010 ના ભાષણમાં, ઓબામાએ "બે મજબૂત લોકશાહી" દ્વારા વહેંચાયેલ અનન્ય બંધન પર વારંવાર ભાર મૂક્યો હતો. ત્યારબાદ તેમણે યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં કાયમી સીટ મેળવવાના ભારતના પ્રયાસને સમર્થન આપ્યું, અને સૂચવ્યું કે કાઉન્સિલમાં ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેનો સહકાર "માત્ર દેશમાં જ નહીં, પણ વિદેશમાં લોકશાહી શાસનના પાયાને મજબૂત કરશે."

પરંતુ તે જોવાનું મુશ્કેલ છે કે યુએનમાં ભારતનું પ્રદર્શન ક્યારે યુએસની અપેક્ષાઓ પર ખરૂ ઉતરશે?

(4) ઘરેલુ હિંદુ રાષ્ટ્રવાદ-

 ભારત આશરે 200 મિલિયન મુસ્લિમોનું ઘર છે-લગભગ પાકિસ્તાનની સમગ્ર વસ્તીનું કદ તે વ્યાપ છે. તે સાંપ્રદાયિક હિંસાનો વ્યાપક ઇતિહાસ ધરાવે છે. તેના લઘુમતીઓને દબાવીને, ભારત નજીકના ગાળામાં તેની નાજુક સ્થિરતાને જોખમમાં મૂકે છે અને લાંબા ગાળે હિંસા વધતી અને દેશને કમજોર કરે છે.

(5) ઘરઆંગણે ભારતનો હિંદુ રાષ્ટ્રવાદ પણ તેને વિદેશમાં ઉદાર હેતુઓને પ્રોત્સાહન આપવા તરફ દોરી જાય છે. હિંદુ રાષ્ટ્રવાદીઓ માને છે કે તેમની ટોચની વિદેશ નીતિની સિદ્ધિઓમાંની એક ભારતીય ડાયસ્પોરામાં વિદેશી આરએસએસ-સંબંધિત જૂથોને ભાજપની પહેલને સમર્થન આપવા માટે વોશિંગ્ટન સહિત અન્ય રાજધાનીઓની લોબી કરવા માટે એકત્ર કરી રહી છે. હિંદુ રાષ્ટ્રવાદીઓ એવું પણ માને છે કે ભારત એક વિસ્તરેલી, સંસ્કૃતિની શક્તિ હોવી જોઈએ, અને તેમાંના ઘણા કહે છે કે તેઓ અખંડ ભારતનું નિર્માણ કરવા માંગે છે - એક વિશાળ "અવિભાજિત ભારત" - જેમાં નવી દિલ્હી અફઘાનિસ્તાનથી વિસ્તરેલા પ્રદેશનું "સાંસ્કૃતિક સંઘ" બનાવશે. મ્યાનમાર અને શ્રીલંકા થી તિબેટ. 2022 માં, ઉદાહરણ તરીકે, આરએસએસના વડા મોહન ભાગવતે દાવો કર્યો હતો કે દસથી 15 વર્ષમાં આ વાસ્તવિકતા બની શકે છે. તેમના નિવેદનોએ હિંદુ સાંસ્કૃતિક સંઘનો વાસ્તવમાં શું અર્થ થશે તે અંગે પ્રશ્નો ઉભા કર્યા છે, અને તેઓએ ઓછામાં ઓછા કેટલાક પ્રાદેશિક ખળભળાટ પેદા કર્યો છે કે શું નેતૃત્વ માટેની ભારતની ઝુંબેશ દેશ દાવો કરે છે તેટલી શાંતિપૂર્ણ હશે?

આપખુદશાહી પ્રમોશન -

(6) મોદીની ભારતીય જનતા પાર્ટીએ ભારતનું ઉદારવાદ સાથેના પોતાના જોડાણને વધુને વધુ શંકાસ્પદ બનાવ્યું છે. ભાજપે એવી સંસ્થાઓને હોલો આઉટ કરી દીધી છે જે વડા પ્રધાનના વર્તનને ચકાસી શકે છે, જેમાં ભારતની નાગરિક અમલદારશાહીનું રાજનીતિકરણ કરીને અને તેની સંસદને પક્ષની પ્રાથમિકતાઓ માટે રબર સ્ટેમ્પમાં ફેરવવાનો સમાવેશ થાય છે. મોદી,પોતાની વિરુદ્ધની  મીડિયા, શિક્ષણવિદો કે નાગરિક સમાજની ટીકા પણ સહન કરતા નથી. સરકારે, ઉદાહરણ તરીકે, 2023ની બીબીસી ડોક્યુમેન્ટરી પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો હતો જેમાં ગુજરાતના 2002ના ઘાતક કોમી રમખાણોમાં મોદીની ભૂમિકાની વિગતો આપવામાં આવી હતી. 

(7)વિશ્વભરમાં લોકશાહીના ત્રણ સૌથી મોટા રેન્કિંગનું સંકલન કરતી સંસ્થાઓ - વી-ડેમ (લોકશાહીની જાતો) સંસ્થા, ફ્રીડમ હાઉસ અને ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટ-એ મોદીએ સત્તા સંભાળી ત્યારથી ભારતનો સ્કોર ડાઉનગ્રેડ કર્યો છે. 

(8)  બીજેપી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે ઊંડી રીતે જોડાયેલી છે, જે એક સંસ્થા છે જેનો હેતુ ભારતને એક વિશિષ્ટ હિંદુ ઓળખ આપવાનો છે (અને જેનો મોદી સાથે ગાઢ   સંબંધ છે). 1925 માં રચાયેલ, આરએસએસ ઇન્ટરવૉર યુરોપિયન ફાસીવાદી જૂથો પર આધારિત હતું અને એક સ્થાપકના શબ્દોમાં, "હિંદુઓના લશ્કરી પુનર્જન્મ" ને પ્રોત્સાહન આપવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ ધ્યેયનો મોહનદાસ ગાંધી અને નેહરુ દ્વારા સીધો વિરોધ કરવામાં આવ્યો હતો, જેમણે ધર્મની સ્વતંત્રતા, વિવિધતાની ઉજવણી અને લઘુમતી અધિકારોનું રક્ષણ કર્યું હતું. તેથી જ કટ્ટરપંથી હિંદુ રાષ્ટ્રવાદી અને આરએસએસના સભ્યએ 1948માં ગાંધીની હત્યા કરી હતી. ( That is why a radicalized Hindu nationalist and RSS member assassinated Gandhi in 1948.) 

(9) ભાજપના ઉદારવાદના સ્પષ્ટ પુરાવા હોવા છતાં, બિડેન વહીવટીતંત્રના ટોચના અધિકારીઓએ જાહેરમાં મોદી સરકારની ટીકા કરવાનું ટાળ્યું છે. તેના બદલે, તેઓએ 2021 માં બ્લિંકને કર્યું હતું તેમ, ઘોષણા કરીને ચિંતાઓને દૂર કરી દીધી છે, કે દરેક લોકશાહી એક અપૂર્ણ "પ્રગતિમાં કામ" કરે છે.જો  બિડેન માને છે કે ભારતીય નીતિઓ વિશે કોઈપણ ચિંતા વ્યક્ત કરવાથી સંબંધોને ખૂબ નુકસાન થશે. આ ભય પાયાવિહોણો નથી. મોટાભાગના દેશોની જેમ, ભારતને પણ પોતાની  ટીકા થાય તે પસંદ નથી, તેથી ફરિયાદોનું પ્રમાણિક પ્રસારણ સારું નહીં થાય. પરંતુ સદર વર્તમાન, કપટી અભિગમની લાંબાગાળે પોતાની કિંમત ચૂકવવી પડતી હોય છે. 

(10)  ભારત, તે વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ અને વૈશ્વિક દક્ષિણમાં અગ્રેસર છે. જ્યારે મોદી વોશિંગ્ટન સાથેના તેમના જોડાણનો ઉપયોગ તેમની લોકશાહી ઓળખને સળગાવવા માટે કરે છે અને હિંદુ ભારત એ "લોકશાહીની માતા" છે (જેમ કે તેમણે વોશિંગ્ટનની 2023 સમિટ ફોર ડેમોક્રેસી દરમિયાન જાહેર કર્યું હતું) તેમના સ્વ-સેવાકીય વર્ણનને મજબૂત કરવા માટે, તે દરેક જગ્યાએ ઉદારવાદને પાછું ખેંચે છે.

(11) ભારતની લોકશાહીના વખાણ કરવાથી બિડેન માટે સુરક્ષા અંગે નવી દિલ્હીને સહકાર આપવા માટે જરૂરી અમેરિકાના સ્થાનિક રાજકીય જોડાણો બાંધવાનું મુશ્કેલ બને છે. ઇવેન્જેલિકલ ક્રિશ્ચિયન જૂથો સહિત ઘણા શક્તિશાળી યુ.એસ. મત વિસ્તાર, લઘુમતીઓ સાથે ભારતના નબળા વર્તન, ધાર્મિક સ્વતંત્રતાઓ પરના બેફામ વાસ્તવિક રીતે તૂટી પડવાથી  અને પ્રેસને ( Press) દબાવી દેવા અંગે ખૂબ જ ચિંતિત છે. ધ

 ન્યૂયોર્ક ટાઈમ્સ અને ધ વોશિંગ્ટન પોસ્ટ, અન્ય ટોચના યુએસ મીડિયા આઉટલેટ્સ સાથે, આ મુદ્દાઓ પર વાર્તાઓ અને કૉલમ્સ એટલી વારંવાર ચલાવે છે કે ભાજપના નેતાઓ પ્રકાશનોને "ભારત વિરોધી" લેબલ કરવા માટે તેમના માર્ગમાંથી બહાર નીકળી ગયા છે. અને વોશિંગ્ટનમાં પ્રભાવશાળી વ્યક્તિઓ ભારતની ઉદાર નીતિઓ વિશે વધતી ચિંતા વ્યક્ત કરી રહી છે. તેમાં કશું ખોટું નથી. 

ભાવાનુવાદ્ક- બીપિન શ્રોફ .

સૌજન્ય - Foreign Affairs. https://archive.ph/W6N5D


—---------------------------------------------------------------------


 


--

Monday, July 15, 2024

“વોશિંગ્ટન અને નવી દિલ્હી પોતાના હિતો વહેંચે છે, લોકશાહી મૂલ્યો નહીં “


મોદીજી!

"વોશિંગ્ટન અને નવી દિલ્હી પોતાના હિતો વહેંચે છે,  લોકશાહી મૂલ્યો નહીં "                   'લે-ડેનિયલ માર્કી -વોશિંગટન ડી સી -પત્રકાર " ફોરેન એફેર્સ".

અમેરિકાએ તારણ કાઢી લીધું છે કે ભારત સાથે બંને લોકશાહી મૂલ્યો ધરાવતા દેશો કરતાં એકબીજાના આર્થિક અને લશ્કરી હિતો માટે જ સંબંધ  ધરાવતા દેશો છે તે સમજીને વ્યવહાર કરવો. બંને દેશના વડા જયારે એક બીજા ને મળે ત્યારે " गले लगाना -मिलना" ની ધાર્મિક વિધિ પતાવ્યા પછી અમેરિકન વડાએ શૉલોક બોલવો કે " હું વિશ્વની સૌથી મોટી લોકશાહી વસ્તી ધરાવતા દેશના વડા ને આવકારું છું" (the world's largest "democracy."). ભારત દેશના વડા એ જવાબમાં શૉલોક બોલવો કે "હું વિશ્વના સૌથી જુના લોકશાહી દેશના વડા ને આવકારું છું.("the world's oldest democracy" )  

અમેરિકાની સરકાર અને તેની પરદેશી નીતિ ઘડનારાઓને આપણે છેતરી શકીશું નહીં. તમારે રાજ્યકર્તા તરીકે એટલું તો ઐતિહાસિક સત્ય તરીકે સ્વીકારવું  પડશે કે તે દેશના આઝાદીના લડવૈયાઓએ સને 4થી જુલાઈ1776માં ઇંગ્લેન્ડ સામે બળવો કરીને સ્વતંત્રતા મેળવી હતી. આપણા દેશ કરતાં અમેરિકાએ 171 વર્ષ પહેલાં (Base year ) 1947 ગણી યે તો અને  આજ થી ગણીએ તો  (2024) 248 વર્ષ પહેલાં આઝાદી મેળવી હતી. તેને કારણે જ્ઞાન-વિજ્ઞાન અને રૅશનાલિટી નો ઉપયોગ(બાઇબલ તથા ઈસાઈ ધર્મનો બિલકુલ  નહીં) જીવન ના દરેક ક્ષેત્ર માં કેવી રીતે કરવો  અને તેમાં જગત જમાદારી કેવી રીતે ટકાવી રાખવી તે સિધ્ધ કરી લીધું છે.

  1. અમેરિકન ટોચનું રાજકીય નેતૃત્વ  આશરે સને 1940થી  સમજી ગયું છે કે કેવી રીતે ગાંધીજી સહિત આજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નેતૃત્વ લોકશાહી જીવન મૂલ્યોને નહીં પણ રાષ્ટ્રીય હિતો(nationalistic)અને હિંદુત્વવાદી જીવન મૂલ્યોને વરેલું  છે. 

  2. અમેરિકાના 32માં રાષ્ટ્રપતિ ફ્રેન્કલિન રૂઝવેલ્ટ ( 1933-1945)યુદ્ધના સમયે બાર વર્ષ હોદ્દો ભોગવનાર વડાએ ગાંધીજીને બીજા વિશ્વયુદ્ધમાં સને 1942માં પત્ર લખીને જણાવ્યું હતું કે તમે આઝાદીની ચળવળના વાસ્તવિક નેતા છો (President Franklin Roosevelt wrote to Mohandas Gandhi, then the de facto leader of India's independence movement,) તમે "હિંદ છોડો "Quit India movement" શરુ  ન કરશો. જપાનની રાજાશાહી, જર્મનીના હિટલર અને ઇટલીના મુસોલિની સરમુખત્યારશાહી સામે પશ્ચિમના લોકશાહી દેશોના યુદ્ધના ટેકામાં ભારતમાં ઔદ્યોગિક ઉત્પાદન પેદા કરી ને  મદદ કરો. ઇંગ્લેન્ડ,એક દેશ તરીકે  જર્મનીના હિટલર સામે જો બીજા વિશ્વ યુદ્ધ માં હારશે, તો તે હિટલરનું ગુલામ બનશે. તે સમયે ભારતની  ગુલામીનો  ફક્ત માલિક બદલાશે. જે હિટલર અકારણ ,પોતાના માનસિક સંતોષ ખાતર વિશ્વને પોતાની એડી નીચે ગુલામ  બનાવી  તારાજ કરવા નિકળયો છે તે શું ભારતને (ઇંગ્લેન્ડના સંસ્થાન ,વસાહત આર્થિક લૂંટના માધ્યમને)આઝાદી આપશે? "Our common interest in democracy and righteousness will enable your countrymen and mine to make common cause against a common enemy," U.S. President Franklin Roosevelt wrote to Mohandas Gandhi, then the de facto leader of India's independence movement, during World War II."

(3) વૈશ્વિક કટોકટીમાં ભારતના જે તે નેતૃત્વએ(ગાંધીજીએ) હમેશાં બીજા વિશ્વયુદ્ધ સમયે હિટલર, મુસોલિની અને આજે મોદીજીએ યુક્રેન વિરુદ્ધ રશિયાના આપખુદ પુતિનને ખુલ્લો ટેકો આપ્યો છે. બે દિવસ પહેલાં જ રશિયાની મોદીજીની મુલાકાત પછી યુનોમાં ભારતે રશિયાની તરફેણમાં મતદાનમાંથી ગેરહાજર રહીને યુક્રેન વિરુદ્ધ ટેકો આપ્યો છે. રશિયાની મુલાકાત દરમ્યાન પુતિનના લશ્કરે યુક્રેનના  બાળકોની શાળા અને હોસ્પિટલ પર હવાઈ હુમલો કરીને ખુબજ મોટી  ખુના - મરકી કરી હતી. જેનો વિરોધ મોદીજીએ ઑસ્ટ્રિયા(ઑસ્ટ્રેલિયા નહીં) ની મુલાકાત દરમ્યાન એક દિવસ રહીને કર્યો હતો.

(4) આપણા પડોશી દેશ મ્યાનમારમાં લોકમતથી ચૂંટાયેલી બહુમતી સરકારને તેના નેતા અંગ સૂકી ને જેલમાં મુકનાર લશ્કરી શાસનને મોદી સરકારે ટેકો આપ્યો છે. અને શસ્ત્રો વેચ્યા છે .  

(5) આજથી દશ વર્ષ પહેલાં જ્યારથી નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બન્યા છે, ત્યારથી લોકશાહી દેશ  તરીકે ભારત ની સ્થિતિ વધુને વધુ શંકાસ્પદ બની રહી છે. "વિશ્વની સૌથી મોટી લોકશાહી" એ તેની મુસ્લિમ લઘુમતી પર નિર્દેશિત હિંસામાં વધારો જોયો છે.  તે લાખો મુસ્લિમ રહેવાસીઓની નાગરિકતા છીનવી લેવાનો પ્રયાસ કરી રહી છે. તે વૈશ્વિક મીડિયા અને પ્રેસ (Press)ને મૂંઝવી રહ્યો છે. માર્ચ 2024 માં, મોદીની પાર્ટીએ ભારતના સૌથી અગ્રણી વિપક્ષી રાજકારણીઓને સંસદમાંથી દૂર કર્યા હતા. 

(6) યુનાઇટેડ સ્ટેટ્સ માટે, ભારત એશિયામાં એક વિશાળ, મુખ્ય શક્તિ છે જે નિર્ણાયક દરિયાઇ માર્ગો પર બેસે છે અને ચીન સાથે લાંબી, હરીફાઈ વાળી જમીન સરહદ વહેંચે છે. ભારત માટે, યુનાઇટેડ સ્ટેટ્સ અદ્યતન ટેકનોલોજી, શિક્ષણ અને રોકાણનો આકર્ષક સ્ત્રોત છે. 

(7) નવી દિલ્હી હજુ પણ મોસ્કો સાથે ગાઢ સંબંધો ધરાવે છે, પરંતુ રશિયન શસ્ત્રોની અનિશ્ચિત ગુણવત્તા અને વિશ્વસનીયતા નો અર્થ એ છે કે ભારત તેના બદલે પશ્ચિમી દેશો પાસેથી શસ્ત્રો ખરીદવા માટે પહેલા કરતાં વધુ ખુલ્લું છે.

(8)અમે-અમેરિકાએ સમજી લીધું છે કે વૈશ્વિક લોકશાહીની લડાઈમાં ભારતને સાથી ગણવાને બદલે એ જોવું જોઈએ કે ભારત અનુકૂળતાનો સાથી છે. વોશિંગ્ટનએ ગુલાબી રંગના ચશ્મા દ્વારા નવી દિલ્હીને જોવામાં દાયકાઓ વિતાવ્યા છે તે જોતાં આ પરિવર્તન સરળ નહીં હોય. પરંતુ  બંને પક્ષોને એ સમજવા માટે પ્રોત્સાહિત કરશે કે તેમનો સંબંધ આખરે વ્યવહારિક છે-અને તેમને વ્યવસાયમાં ઉતરવાની મંજૂરી આપશે. 

ભાવાનુવાદ્ક- બીપિન શ્રોફ .

સૌજન્ય - Foreign Affairs. https://archive.ph/W6N5D

ભાગ -2 અને 3 હવે પછી.







--