Monday, February 5, 2024

ગ્રીક તત્વજ્ઞાની એપિક્યુર્સના ઈશ્વર અંગેના વિચારો

Epicurus said- If we are, death is not;If death is, we are not.

ચાર્વાક(ભારત )અને એપિક્યુર્સ (ગ્રીક,Greek)ઐતિહાસિક સમય ગાળો  લગભગ એક. પરંતુ બન્નેના ભૌતીકવાદી,ઇહલોકવાદી તત્વજ્ઞાન વચ્ચે ગજબની સામ્યતા.બંને દેશો વચ્ચે હજારો માઈલોનું અંતર. તે જમાનામાં કોઈપણ સંદેશા વ્યવહારની કે જ્ઞાનની આપલેની સગવડતા શૂન્ય. પરંતુ માનવ જીજીવિષા માટેનો સંઘર્ષ અને સવાલો એક. માટે તેના ઉપાયો ના વિચારો પણ એક જ. બંને વિચારસરણીને નામશેષ કરવાનો યશ પણ સ્થાનિક ધર્મોનો !   

વૈદિક સમય પછી અને તથાગત બુદ્ધ સમય પહેલાં લોકાયન નામની ભૌતિકવાદી ચળવળ આશરે 3000થી 3500વર્ષ પહેલાં ભારતમાં શરૂ થઈ હતી. તેને  ચાર્વાક ચિંતનનો સમય ગણાય છે. એપિક્યુર્સનો જન્મ ઈ સ પૂર્વે આશરે 400 વર્ષ પહેલાં ગણાય છે.

જેમ ચાર્વાક ચિંતન અને બુદ્ધ ધર્મને ભારતમાંથી નામશેષ કરવામાં શંકરાચાર્યના બ્રાહ્મણવાદે(જગત મિથ્યા બ્રહ્મ સત્ય) પાયાનો રોલ 

ભજવ્યો હતો.તેવી જ રીતે એપિક્યુરીયન વિચારસરણીને નામશેષ કરવામાં જીસસના કેથોલિક ધર્મે પ્રતિક્રાંતિકારી ઐતિહાસિક ફરજ બનાવી હતી.એપિક્યુર્સના "ગાર્ડન કમમ્યુન"નો નાશ કરીને તે જ સ્થળ પર ( मंदिर वही बनायेंगे -अब तो बन गया) ખ્રિસ્તી ધર્મે પોતાની મોનેસ્ટ્રીઓ( Monasteries)હજારો ની  સંખ્યામાં બનાવી દઇને ઈશુના સંદેશનો ફેલાવો શરૂ કરી દીધો હતો. ભૂમધ્ય સમુદ્રના દેશોથી શરુ કરીને ગ્રીસ (Greece)દેશના પાટનગર એથેન્સ સુધી આશરે 4લાખ એપિક્યુર્સની વિચારસરણીને આધારે "ગાર્ડન ક્મયુન્સ"માં જીવન જીવતા માનવો સદીઓ સુધી હતા.

સમાજવાદી ચિંતક કાર્લ માર્ક્સએ પોતાનો પીએચડી નો  મહાનીમ્બંધ એપિક્યુર્સના તત્વજ્ઞાન  પર લખ્યો હતો. જે પુસ્તકની ફોટો કોપી લેખને અંતે  મુકેલ છે.             

આજે આપણે સૌ પ્રથમ એપિક્યુર્સના વિચારો -ચિંતનની વિગતે વાત કરીશું.અને ચાર્વાકના વિચારોને જરૃર પડે બંને  વચ્ચેની સામ્યતા કે એકરૂપતા માટે સાથે જોડીશું કે મુકીશું.

  1. આપણા દેશની માફક પશ્ચિમી સંસ્કૃતિમાં પણ માન્યતા હતી કે એપિક્યુરસ ભોગવાદી(ચાર્વાકની માફક)વિચારસરણી (Hedonism)નો પ્રચારક  હતો. " Eat now,drink now, have sex, be merry because tomorrow you will die." ખાઉ,પીઓ અને જલસા કરો આવતી કાલ કોણે જોઈ!

  2.  ચાર્વાક " यावत्जीवेत सुखम जीवेत; रुणम कृतवा धृतम् पिवेत; भस्मी भूतस्य देहस्य पुनरागमन कृत;જેટલું જીવો એટલું સુખથી જીવો! દેવું કરીને ઘી પીવો, મનુષ્ય દેહ એક વાર નાશ પામશે પછી તે પાછો આવવાનો નથી.

ઉપરના બંને વિચારકોના તારણો નીચે મુજબના ભૌતિકવાદી પુરાવા આધારિત તારણોને  નાશ કરવા માટે વિરોધીઓએ ચલણમાં  મુકેલા હતા. 

  1. એપિક્યુર્સે  પોતાની વિચારસરણીને યથાર્થવાદી (Physical Realist)સાબિત કરવા એક ગ્રીક(Greek Language)વિશેષણનો ઉપયોગ કર્યો છે. " ATARAXIA" ( peace of mind or Mental wellness).માનવ જીદંગીનો હેતુ "માનસિક શાંતિ મેળવવાનો છે. તેમાં કોઈ ભોગવાદની બદબૂ આવતી નથી.બીજું  આવી શાંતિ માનવીએ જીવતે જીવ આ જીવનમાં મેળવવાની છે એકબીજાના માનવીય સહકારથી મૃત્યુ બાદ નહીં. " Good life must be attained here in this world but not after death.આ જીવન ઈશ્વરી પરિબળો અસર કરશે  તેવા ભય નીચે પસાર કરવું  તે જ એક મોટામાં મોટો  દૈવી ત્રાસ છે.એપિક્યુરસે તર્કબદ્ધ રીતે પોતાની વિચારસરણીમાં આવી મનની શાંતિ સદહે કેવી રીતે મેળવી શકાય  તેની ચર્ચા કરી છે.

  2. એપિક્યુર્સ જાદુટોણા,જ્યોતિષ,અને ભવિષ્યવેત્તાઓનો સખ્ત વિરોધી હતો. સુખી જિંદગી કોને કહેવાય? એપિક્યુર્સના મત મુજબ જે જિંદગીમાં દુઃ;ખ ન હોય તે જિંદગી સારી કહેવાય.તેઓ આત્યન્તિક સુખના( Intense Pleasure or Extreme Hedonism)વિરોધી હતા. સત્તા અને કીર્તિ માટેની આંધળી દોટ ક્યારેય એપિક્યુરિયન જીવન પદ્ધતિનો ધ્યેય ન હોઈ શકે! એપિક્યુર્સનો સંઘર્ષ મનની શન્તિ કેવી રીતે દુન્યવી જીવન જીવતાં કેવી રીતે મેળવવી તે હતો. દુનિયાનો ત્યાગ કરીને નહીં.તેના ખ્યાલ પ્રમાણે સારી જિદંગી માટે પૂરતો આરોગ્યદાયક  ખોરાક,સારું ઘર , મહેલ નહીં, શાંતિભર્યા સંબંધો ,અને મનગમતા મિત્રો. સાદું જીવન પણ તત્વજ્ઞાનીય સંવાદથી ભર્યુંભર્યું.અસંતોષી જીવન તરફની  દોડ માનવીય સર્વ દુ;ખોનું મૂળ છે.

  3. હું બીજાને  મદદ એટલા માટે કરું છું કે મને તે મદદ કરવાથી આનંદ  મળે છે.પણ હું ભગવાનને ખુશી કરવા અન્યને મદદ કરતો નથી.તે મારો ધર્મનિરપેક્ષ નૈતિકતાનો માપદંડ છે. " I help others not to please God but to please myself."Epicurus. મોજશોખભરું જીવન ક્યારેય માનવીને શાંતિ અપાવે નહીં.

  4. એપિક્યુર્સના મત પ્રમાણે "મનની શાંતિ" માટે ચાર માર્ગદર્શકો છે.

(અ) કોઈ ઈશ્વરી શક્તિનું અસ્તિત્વ નથી જે આપણને ભય પમાડે.

(બ) મૃત્યુ પછી કોઈ જીવન નથી.

(ક)માનવી તરીકે આપણી જરૂરિયાતો સહેલાઈથી સંતોષી શકાય તેમ છે.

(ડ)દુઃખ આપણે સહન કરી શકીયે તેમ છે.તેને અન્યના સહકાર અને જ્ઞાનની મદદથી દૂર પણ કરી શકીયે તેમ છે. 

(7) ચાર્વાક શબ્દનો સંસ્કૃતમાં અર્થ ચાર એટલે સારુ અને સુંદર, વાક એટલે દર્શન. સારુ દર્શન.ચાર્વાક દર્શન એક એવું ભારતીય દર્શન છે જે વેદને ઇશ્વરી સર્જન છે તેનો સંપુર્ણ અસ્વીકાર કરે છે.તેથી ચાર્વાક દર્શન  વેદ, ઉપનિષદ, ઇશ્વર, પાપ–પુન્ય, સ્વર્ગ–નર્ક, મોક્ષ અને કર્મના સિધ્ધાંતને સ્વીકારતું નથી.

(8) "કદાચ તમે સુખી હોય તે ફક્ત અકસ્માત હોઈ શકે. પરંતુ તમે જો તત્વજ્ઞાનનો અભ્યાસ  કરશો અને તે વિષયને સમજશો તો ચોક્કસ સુખી થઈ શકશો."-એપિક્યુરુસ 

(9) ઈશ્વરની ઈચ્છા દુઃખોને દૂર કરવાની હોય  તેમ છતાં માનવજાતના દુઃખો દૂર ન કરી  શકતો હોય તો તેને સર્વશક્તિમાન (Omnipotent)ગણાય નહીં.

(10)  જો તે દુઃખો દૂર કરવા લાયક હોય પણ ખરેખર ઈચ્છા  ન ધરાવતો હોય તો  તે બીજાનું બૂરુ ઇચ્છનાર અને દુષ્ટ કહેવાય!

(11)જો તે દુઃખ  દૂર કરવાની લાયકાત ધરાવતો ન હોય અને ઇચ્છાશક્તિ પણ  ન ધરાવતો હોય તો પછી  તેને આપણે  ઇશ્વર તરીકે  શા માટે ગણવો જોઈએ ? સ્વીકારવો જોઈએ?

https://www.youtube.com/watch?v=6X2MGkiIKNM



—----------------------------------------------------

  

                   



--