Friday, February 9, 2024

અમે અને તમે

                        અમે અને તમે 

(અ) 21મી સદીમાં અમે અમારા ધાર્મિક સ્થળો વેચીએ  છીએ.

      21મી સદીમાં તમે જુના મંદિરોને નવાં બનાવી પ્રાણ પ્રતિષ્ઠા

         કરો છો.  

(બ) અમે તમારું યુવાન સર્વોત્તમ બુદ્ધિધન સસ્તા ભાવે વિદ્યાર્થી વિઝા આપી લઈ જઈએ છીએ.અમારા જ દેશમાં તેમની જ સસ્તી મજૂરીથી બનાવેલા લશ્કરી શસ્ત્રો તમને અબજો ડોલરમાં વેચીને અમારી સમૃદ્ધિ અને જગત જમાદારી ટકાવી રાખીએ છીએ.

(ક) 1947 પહેલાં અમે તમને તમારા દેશમાં આવીને લૂંટતા હતા.હવે તમારું યુવાધન વાજતે ગાજતે તમારી સરકારના સહકારથી લૂંટાવવા  અમારા દેશમાં વર્ષોની લાંબી લાઈનમાં ઉભા રહીને પણ આવવા તૈયાર છે.

(ડ) તમને તમારો કર્મનો સિદ્ધાંત દુન્યવી સત્ય શોધવા નિર્ણયો લેવડાવે છે .અમારા દુન્યવી સત્ય શોધવા નિર્ણયો વૈજ્ઞાનિક અભિગમો લેવડાવે છે.

(ક)અમારી ગેલોલીયો અને કોપર્નિક્સથી શરુ થયેલી ધાર્મિક સત્યોને અને તે આધારિત ધાર્મિક જીવન પદ્ધતિને પડકારીને ફગાવી દેવાની વૈજ્ઞાનિક, રેશનલ અને ભૌતિકવાદી માનસિકતાને અમે સ્વીકારી છે.

(ઈ) તમારો સમાજ છેલ્લા દશકાથી  "પુષ્પક વિમાન -માનવીના ધડ પર હાથી-પર ની પ્લાસ્ટિક ટેક્નોલોજી"ને ભજવામાં મસ્ત છે.

(ફ) અમે તમારા નેતાઓને અમારા દેશમાં લાલજાજમ બિછાવી "પિત્ઝા " ખવડાવી ચાંદીની કલ્લીઓ લઈ લેવાના કરાર પર હસ્તાક્ષરો કરાવી લઈએ છીએ. સાથે સાથે અમારા નાગરિક "પન્નુ " સામે કાવતરું કરવા-કરાવવા માટે લાલ આંખો કાઢીને અમારા બાયડન પ્રમુખ 26મી જાન્યુઆરીનું તમારું અગાઉથી નક્કી કરેલું આમંત્રણ ફગાવી દઈને  અમારે મન તમારૂ સ્થાન ફક્ત અમારી ઇકોનોમીને ટકાવવા કાચો માલ પૂરું પાડવાના સાધન સિવાય વિશેષ કાંઈ નથી તે પણ સમજાવી દે છે.

(જી) તમારી પાસે અમારી "જગતજમાદારી" સામે ઘૂંટણિયે પડ્યા સિવાયનો કોઈ ઉપાય હોય તો અમને નહીં પણ તમારા યુવા-બુદ્ધિધન ને સમજાવજો. 

(એચ) હા ઉપાય છે! પરમ દિવસની દિલ્હીમાંની સંસદની "આકાશવાણી" સાંભળી ? अबकी बार ३७० पार | પછી 2030 સુધી ફક્ત  દેશના 80કરોઃડ નાગરિકોને જ નહીં પણ દરેક ભારતવાસીને(140કરોડ) તે જીવે ત્યાંસુધી  પાંચ ટ્રિલિયાન ઇકોનોમીની ભેટ પાંચ કિલો અનાજ મફત!

 શુભેચ્છા સાથે .      



--