Friday, March 29, 2024

ડોનાલ્ડ ટ્રમ્પે ઈસાઈ ધર્મનું પુસ્તક “બાયબલ”પ્રતિ કોપી 60$ (સાઈઠ ડોલર)માં વેચવાની ઝુંબેશ શરૂ કરેલ છે.


ડોનાલ્ડ ટ્રમ્પે ઈસાઈ ધર્મનું પુસ્તક "બાયબલ"પ્રતિ કોપી  60$ (સાઈઠ ડોલર)માં વેચવાની ઝુંબેશ શરૂ કરેલ છે.

અમેરિકાના ભૂતપર્વ પ્રમુખ અને વર્તમાન રિપબ્લિકન પક્ષના દેશની આગામી ચૂંટણીમાં રાષ્ટ્રપતિ તરીકે ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે ઈસાઈ ધર્મનું પુસ્તક "બાયબલ"પ્રતિ કોપી  60$ (સાઈઠ ડોલર)માં વેચવાનું કેમપેઇન શરૂ કરેલ છે.કેમ? ટ્રમ્પ પોતાની તરંગી અને તઘલધી તુક્કાઓ માટે જગજાહેર છે.ટ્રમ્પની લાયકાત કહો કે ગેરલાયકાત છે કે તેના ઉપર ક્રિમિનલ અને સિવિલ કેસોના ચુકાદા આવી ગયા છે, દંડ અને સજાઓ થઈ છે અને હજુ  કેટલા  ચુકાદાઓ આવવાના બાકી છે તે સંશોધનનો વિષય છે!નાદારીમાંથી બચવા 60$માં  બાયબલ વેચવાની ઝુંબેશ શરૂ કરી છે.

  1. ન્યુયોર્કની કોર્ટે 355મિલિયન ડોલર્સ+વ્યાજસહિત દંડ અને કાયમ માટે ન્યુયોર્ક રાજ્યમાં  તમામ પ્રકારની આર્થિક અને ઉધોગીક પ્રવૃત્તિ કરવા પ્રતિબંધ. 

  2. 83મિલિયન$ ઈ.જે.કેરોલના કેસમાં  સ્ત્રી-જાતીય સતામણી અને બદનક્ષી માટે દંડ. 

  3. 100 મિલિયન$ કુલ વ્યાજ.

  4. બાઈબલના વેચાણમાંથી 135 મિલિયન$ પાર્ટ પેમેન્ટ ભરવાનું આયોજન છે. 


60$ (સાઈઠ ડોલર)માં વેચવા માટે ખાસ બાયબલ તૈયાર કરાવ્યું છે.જેમાં બાયબલ(Religious) ઉપરાંત અમેરિકાનું બંધારણ( Secular) પણ આમેજ કરેલ છે.બંનેના મૂલ્યો તો આમને સામને છે.તથા દરેક નાગરિકની દેશ પ્રત્યે વફાદારી માટેની સોગંદ વિધિનું લખાણ (Allegiance of Pledge)પણ સમાવેલ છે.

   


--

Wednesday, March 27, 2024

તારીખ 31મી માર્ચ ના રોજ “અવાજ “

તારીખ 31મી માર્ચ ના રોજ "અવાજ " સંસ્થા ના સાનિધ્યમાં અમદાવાદ મુકામે યુવા શિબિરનું આયોજન .રસ ધરાવતા મિત્રોને આમંત્રણ. સદર શિબિરનું આયોજન ગુજ મુંબઈ રેશનાલિસ્ટ એસો , બ.કાં અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ પાલનપુર અને અવાજ સંસ્થા ત્રણેય ના  સંયુક્ત ઉપક્રમે રાખેલ છે. શિબિર નો સમય- રવિવારે -સવારના 10-00 થી સાંજના 5-00 સધી. સ્થળ - "અવાજ " ભુદરપુરા શ્રેયસ રેલવે ક્રોસિંગ -અમદાવાદ.

 નામ નોંધણી માટે સંપર્ક-94266 63821, 99744 42081. 

 શિબિર  માટેના મારાં સૂચનો -

 અવાજ, ગુજરાત મુંબઈ રેશનાલિસ્ટ એસો.અને  બ.કાં જિલ્લા અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના તમામ હોદ્દેદારો,આયોજકો, અને   મુખ્ય  મહેમાનો, યશવંતભાઈ  મહેતા, પ્રકાશભાઈ શાહ, રામનાથ ગોયેન્કા એવોર્ડ વિજેતા ભાઈ તેજસ વૈદ અને આમંત્રિત સાથીઓ ,

આજની આપણી મીટીંગનો હેતુ પ્રકાશિત પત્રિકા માં " ચર્ચાના ચયન" માંથી ભાવિ કાર્યક્ર્મોનો એજન્ડા નક્કી કરવાનો છે. મારુ અંગત મંતવ્ય  છે કે જેમ દર્દીના રોગનું નિદાન ડોક્ટર, દર્દીના શરીરના રોગના વર્તમાન ચિન્હો અને ભૂતકાળની કેસ વિગત જોઈને નક્કી કરે છે. તેવી જ રીતે ગુજરાત અને  દેશનો ધાર્મિક ભૂતકાળનો  સાંસ્કૃતિક વારસો અને તેમાંથી પેદા થયેલી વર્તમાન ઉગ્ર હિન્દુત્વવાદી સામાજિક,રાજકીય અને ધાર્મિક ધૃવિકર્ણવાળી એકહથ્થુ રાજકીય સત્તા છે. રેશનાલિસ્ટ ચળવળના સભ્યો તરીકે આપણે  હિન્દુ વિચારપદ્ધતિ( હિન્દુ રિલિજિયસ મોડ ઓફ થોટ)એ જે હિન્દુ વર્ણ -વ્યવસ્થા આધારિત સમાજ પેદા કર્યો છે તેના લોકશાહી મૂલ્યો વિરોધી પરિણામો તે  આપણા દેશના રોગના ચિન્હો છે. તે આપણો વારસો બની ગયો છે. મિલ્કત બની ગયો છે. તેને બચાવવા હિન્દૂ સમાજના હિત ધરાવતા તમામ પરિબળો અખૂટ સાધન સંપત્તિ સાથે સંગઠિત થઈ ગયા છે. પણ મજબૂરીથી સ્વીકારવું  પડશે કે તે ભૂતકાળનો વારસો છે.માટે તે મૃતપાય થઇ ગયેલ છે. તેથી તે સજીવન થઈ શકે તેમ નથી. મરણ પામેલ  શરીરનો નિયમ છે કે જેટલું વધારે  તેને રાખી મુકવામાં આવે તેટલું  વધારે ગંધાય ,ચેપ ફેલાવે અને જીવતા સગાવ્હાલાના જાન પણ જોખમમાં  મૂકે!   

વિશ્વના તમામ ભૌગોલિક પ્રદેશોમાં એક સમયે લગભગ આવીજ માનવ સંસ્કૃતિ વિકસી હતી. જેને કૃષિ સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે.સદર સંસ્કૃતિને ટકાવી રાખવા,વિકસાવવા અને નૈતિક રીતે યોગ્ય ઠેરવવા જે સમાજ, ધાર્મિક,રાજકીય,આર્થિક અને કાયદાકીય વ્યવસ્થા અસ્તિત્વમાં આવી તે સમૂહ કેન્દ્રી હતી. વ્યક્તિ કેન્દ્રી ન હતી. વ્યક્તિના ભોગે સમષ્ટિનું કલ્યાણ તેનું ચાલક બળ હતું.

પંદરમી સદીથી શરૂ થયેલા નવજાગૃતિના ( રેનેશાં) યુગે જ્ઞાન-વિજ્ઞાનની શોધોની મદદથી  "આધુનિક યુગ" 'માનવ કેન્દ્રી' યુગનો પાયો બનાવ્યો છે.  10000 વર્ષથી ચાલુ રહેલી કૃષિ સંસ્કૃતિએ પેદા કરેલ તમામ સંસ્થાઓ,તેના ટેકામાં અસ્તિત્વમાં આવેલ તમામ વિચારસરણીની અપ્રસ્તુતાઓ ખુલ્લી કરી દીધી. તે બધાની  બિનઉપયોગીયતાઓ સાબિત કરી દીધી છે. જૂના ઈશ્વર કેન્દ્રી સમાજ વ્યવસ્થાને બદલે માનવ કેન્દ્રી  સમાજ વ્યવસ્થાના ચાલક બળો  તેણે શોધી કાઢયાં .માપદંડો (Measuring Rods) શોધી કાઢ્યા. તે સ્વતંત્રતા(Freedom),તર્કવિવેકશક્તિ( Rationality)અને ધર્મના આધાર સિવાયની નૈતિકતા( Secular Morality) છે. આ ત્રણ માનવમૂલ્યો છે.તેથી  તે જ્યાં જ્યાં માનવ રહે છે ત્યાં ત્યાં સદર મૂલ્યો તેની તમામ દુન્યવી સમસ્યાઓ ઉકેલવાના "ધ્રુવતારકો- માર્ગદર્શકો -દીવાદાંડી બની ગયા છે. આ  બધા મૂલ્યો વૈશ્વિક છે. તમામ રાષ્ટ્રીય અને સંકુચિત વિચારસરણીઓ અને વર્તનોથી પર છે.

     સર આઇઝેક ન્યુટને  શોધેલા કુદરતના  સંચાલનના ભૌતિક નીયમો (The universe is law governed) અને ચાર્લ્સ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના નિયમોએ માનવીને " ઈશ્વર અને તેના દલાલો "ના સકંજામાંથી કાયમ માટે  મુક્ત બનાવી દીધો છે. શું આ હકીકત ખરેખર સાચી  છે? શા માટે હું હિન્દૂ, મુસ્લિમ કે ઈસાઈ નથી ? ક્યાં કારણોસર હું રાષ્ટ્રવાદી નથી અને ખાસ કરીને હિન્દૂ રાષ્ટ્રવાદી તો નથી જ?મુખ્ય ત્રણ ધર્મોમાં ઈરેશનાલિટીનો અભ્યાસ કરવો જોઈએ તેવું તમને રેશનલી અનુભવ કરાયું છે ખરું? તે બધું સમજવા માટે ઉપલબ્ધ સાધનો છે? ગાંધીવાદ,સામ્યવાદ અને સંસદીય લોકશાહી વિચારસરણી માનવ કેન્દ્રી કેમ નથી? આ બધી વિચારસરણીઓ માનવી માટે છે કે માનવી તેમના ધ્યેયો સિદ્ધ કરવાના માત્રનું  સાધન છે?

મારી ઉપર મુજબની રજૂઆતને આધારે અત્રે હાજર રહેલ સૌ  રેશનાલિસ્ટ સાથીઓને પોતાનું નિજી જીવન " માનવ મૂલ્યો " આધારિત સુસજ્જ બનાવવા અને  તે પ્રમાણે પોતાની પ્રવૃત્તિઓ  "સર આઇઝેક પહેલાંના " ( Pre-Newtonian Society) ભારતીય સમાજ સામે સંઘર્ષ કરી  માનવમૂલ્યો કેન્દ્રી સમાજવ્યવસ્થા બનાવવા માટે નીચે મુજબના વિષયો પર જ્ઞાન આધારિત બૌદ્ધિક સજ્જતા -નિપુણતા મેળવવી કે કેળવવી અનિવાર્ય છે.

  1. ચાર્લ્સ ડાર્વિનનો  ઉત્ક્રાંતિવાદ કેવી રીતે સાબિત કરે છે કે વિશ્વ પરના માનવ સહિત તમામ સજીવોનું ઉત્કારતીવાદના સિદ્ધાંતોનું પરિણામ છે.ઈશ્વરી સર્જન નથી.

  2.   માનવીનો જીજીવિષા  ટકાવી રાખવાનો સંઘર્ષ માનવીય સ્તર પર સ્વતંત્રતા માટેનો સંઘર્ષ છે.

  3. સર આઇઝેક ન્યુટને કાયમ માટે સાબિત કરી દીધું છે કે  સમગ્ર બ્રહ્યમાંડ જ ભૌતિક( Physical Reality not illusion)વાસ્તવિકતા છે. માયા નથી. માનવી તેનો એક ભાગ છે. માટે તે પણ એક ભૌતિક એકમ છે. શરીરમાં નથી આત્મા કે વિશ્વમાં પરમાત્મા. સમજાવશો  કઈ રીતે? બ્રહ્યમાંડ નિયમબધ્ધ હોય (ઈશ્વર સંચાલિત ન હોય) અને માનવી તેનો એક ભાગ હોય તો તેનું સંચાલન પણ નિયમબધ્ધ છે?

  4. કુદરતી નિયમબધ્ધતાએ માનવીને કેવી રીતે રેશનલ બનાવ્યો? જ્ઞાનનો આધાર ઇન્દ્રિયજન્ય અનુભવ અને તેના મગજમાં જ્ઞાનબોધ કે સમજશક્તિ દ્વારા સંકલન કરી નિર્ણય( cognition) કરવાની પ્રક્રિયા છે. 

  5.  માનવીય નૈતિકતા એટલે શું?  ધાર્મિક નૈતિકતા અને માનવીય નૈતિકતા બંને  વચ્ચેનો  તફાવત સમજાવો. ઈશ્વર, ધર્મ, ભય ,બીક,રાજ્યસત્તાનો ભય સિવાય માનવી નૈતિક વ્યવહાર કે વર્તન કરી શકે? ભય કે દંડ પ્રેરિત નૈતિક વર્તનને આપણે નૈતિક વર્તન કહી શકીશું ખરા?

  6. ચમત્કારોના પર્દાફાર્શ એ રેશનાલીઝમ બિલકુલ નથી. કેમ? કેવી રીતે? રેશનાલીઝમ ધર્મ અને ઈશ્વરના આધાર સિવાય માનવી પોતાનું અસ્તિત્વ કેવી રીતે ટકાવી શકે વિકસાવી શકે, માટે તે સત્ય શોધવાનો વિકલ્પ છે. તે માટેનું એક સાધન છે.ચમત્કારોના પર્દાફાર્શ ક્યારેય આપણો ધેયય  ન હોઈ શકે. રેશનલપઘ્ધતિ  માનવ પ્રયત્નો અને અન્ય માનવીઓના સહકારથી  માનવ સુખાકારી માટેની નિરંતર ચાલતી સત્યશોધક પ્રવૃત્તિ છે. ઈશ્વર અને તેના ધર્મોમાં શ્રદ્ધા માનવીને તે બધાનો પરોપજીવી બનાવે છે. રેશનલ વિચાર પદ્ધતિ માનવીને બૌદ્ધિક રીતે સ્વાવલંબી ( Self reliance) બનાવવાની વૈશ્વિક પદ્ધતિ છે.   

  7. આ બધા પાયાના વિષયો છે.તેમાં પ્રાપ્ત કરેલી સજજ્તા આપણને કુટુંબ,સમાજ,ધર્મ, રાજ્ય-રાષ્ટ્ર વિ.ની સમસ્ટ્યાઓ ઉકેલવામાં મદદરૂપ થશે.

  8. આપણી સંસ્થાઓ તરફથી રાજ્યના જિલ્લા કેન્દ્રોમાં  તેના કેન્દ્રો બનાવી, અભ્યાસ શિબિરોનું આયોજન કરીને માનવવાદી નેતૃત્વ  તૈયાર કરવું પડશે.તે માટેની માનવ અને ભૌતિક સાધન સંપત્તિનું સર્જન અને આયોજન સમયબદ્ધ રીતે કરવું પડશે. મારી સંપૂર્ણ પ્રતિબદ્ધતા તે માટેના સહકારની છે. હું ખુબ જ ટૂંક સમયમાં  ઇન્ડિયા આવું છું .   

  9. આજના કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છા છે . તા. 31- 03-24.   

               



--

Monday, March 25, 2024

ચોર કોટવાળને દંડે !

ચોર કોટવાળને દંડે !

ગુજરાતીમાં એક કહેવત છે  કે "ચોર કોટવાળને દંડે". બીજી  કહેવત " में सबका खाऊ...... 

જે ગુનેગાર છે,જેની પાસે કરોડો રૂપિયાનો ચોરી નો  મુદ્દા માલ નીકળ્યો છે,આશરે (12000) કરોડ, દેશની સર્વોચ્ચ અદાલતે "ઈલેક્શન બોન્ડ્સ"(ચોરીનો મુદ્દામાલ)ને ગેરકાયદેસર અને ગેરબંધારણીય ગણીને રદબાતલ કરેલ છે, તે ચોર અને તે ચોરીના માલના  વહીવટકર્તા અને તેના સાગરીતો મિલીભગત થઈને વિરોધ પક્ષના નેતાઓ, મુખ્યમંત્રીઓ અને  પ્રમાણિક અને નિર્દોષ નાગરિકો( કોટવાળોને)ને જેલમાં પુરી દે છે.

દિલ્હી શરાબ ગોટાળાનો મુખ્ય આરોપી નામે 'શરત ચંદ્ર રેડ્ડી' હૈદરાબાદ સ્થિત 'ઔરબિંદો ફાર્મા' કું નો માલિક છે.તેને 'નાણાંકીય હેરાફેરીના સંદર્ભમાં તારીખ 10મી નવેંબર 2022ના રોજ મોદી સરકારના ઇડી તરફથી  ધરપકડ કરવામાં આવેલી હતી. ત્યારબાદ તારીખ 15 નવેમ્બરે બરાબર પાંચ દિવસ પછી આ 'રેડ્ડી 'સાહેબે 5 કરોડના ઈલે-બોન્ડ ખરીદીને  બીજેપીના ખાતામાં જમા કરાવ્યા.સ્ટેટબેન્કના લિસ્ટમાં તે નાણાં બીજેપીના ખાતામાં ટ્રાન્સફર થયા છે તે બતાવે છે. ત્યારબાદ 'રેડ્ડી'ને તા 28મી જાન્યુઆરી 2023ના રોજ વચગાળાના જમીન મળે છે.( આજ દિન સુધી સદર કલમ હેઠળ પકડાયેલા કોઈ ને જામીન મળેલ નથી.) પછી આ રેડ્ડી સાહેબને 8મી મે 2023 કાયમી જમીન મળે છે.તા 1લી જુન 2023 ના રોજ " તાજનો સાક્ષી " સરકારી ગવાહ બને છે. સદર કેસમાં પછી તે મુખ્ય ગુનેગાર કે આરોપી મટી  જાય છે! ત્યારબાદ 'રેડ્ડી' આમ આદમી પાર્ટીના મનીષ સીસોદીયા,સંજય સિંગ અને છેલ્લે અરવિંદ કેજરીવાલ વી.નામ આપી 200 કરોડ રૂપિયા રોકડા આપ્યા છે.તેવું પોલીસ સમક્ષ લખાવે છે. આવી કોઈ વિગત પ્રથમ ફરિયાદમાં કે એફઆઇઆરમાં નોંધેલ જ નથી. "રેડ્ડી "એ  8મી નવેંબર થી 15 નવેંબર 2023ની અંદર પાંચ દિવસમાં કુલ બીજા 55 કરોડના ઈલે- બોન્ડ્સ  ખરીદીને બીજેપીના ખાતામાં જમા કરાવે છે.

ઇડીએ આજદિન સુધી કોર્ટ સમક્ષ આપ પાર્ટીના નેતાઓ કેજરીવાલ સહિત  200 કરોડની રોકડ હેરાફેરીમાં સંડોવાયેલા છે તેવા કોઈ પુરાવા રજૂ કર્યા નથી.

ભારત દેશનો કોઈપણ નાગરિક ક્યારેય અપેક્ષા રાખી શકશે ખરો કે 'રેડ્ડી' 55 કરોડના  ઈલે- બોન્ડ્સ નાણાં ચેકથી ખરીદીને બીજેપીના ખાતામાં જમા થયેલ છે તે સત્ય  દેશના ચૂંટણી કમિશનરની  વેબસાઈટ પર 140 કરોડ લોકો  જોઈ શકે છે તેમ છતાં "રેડ્ડી "ની ધરપકડ થશે ? બીજેપીના ખાતા જપ્ત થશે ? બીજેપીના પક્ષના  પ્રમુખ જે.પી. નડ્ડા ઇડી  " ' મની લોન્ડ્રી 'ના  કેસમાં ધરપકડ કરીને જેલમાં  પુરી દેશે? 'રેડ્ડી 'પાસે એવી  ગવાહી કોર્ટ સમક્ષ લેવડાવી શકાશે ખરી કે મારો  કેસ  માંડી વાળવા, ભય અને બીકથી  " મેં  55 કરોડ  રૂપિયા  દેશના ગૃહમંત્રી અમિત શાહ કે વડાપ્રધાન  મોદી સાહેબના કહેવાથી આપ્યા હતા?"  દેશની Supreme Court " Suo motu"  આ બાબતમાં  કોઈ કાર્યવાહી કરી શકશે તેવી અપેક્ષા રાખી  શકાય?              

           હૈ! અયોધ્યામાં બિરાજમાન રામજી! તમારા દેશના શિર પરથી આવા નેતાઓને ક્યારે નીચે ઉતારશો ? દરરોજ સવારે હસ્તિનાપુરમાંથી દેશના નાગરિકોને  છેતરવા નવું જુઠ્ઠ્ઠાણું બહાર પાડવામાં આવે છે.દશરથ પુત્રના રામરાજ્યમાં લોકો એટલા ભયમુક્ત હતા કે પોતાના ઘરબાર ખુલ્લાં મૂકીને રાત્રે  નિરાંતે નીંદર માનતા હતા. હાલમાં તો સાહેબના રાજ્ય માં ક્યારે કોના ઘરે બારણે ટકોરા પાડવા ઇડી,આઇટી કે સીબીઆઈ આવશે  તેના ભયે અમારી બધાની નિંદર  જ હરામ કરી દીધી છે. ગીતામાં કહ્યું છે કે " संभवामि  युगे युगे "-  कितनी  देर है |       



--

Wednesday, March 20, 2024

તમારા ભ્રષ્ટ્રાચારની ગંગોત્રી “ ઈલેક્શન બોન્ડ્સ “દ્વારા દિલ્હીમાંની જમનાજીમાંથી નીકળી

 મોદીજી ! 

તમારા ભ્રષ્ટ્રાચારની ગંગોત્રી  " ઈલેક્શન બોન્ડ્સ "દ્વારા  દિલ્હીમાંની જમનાજીમાંથી નીકળી અમદાવાદ આવીને સાબરમતીના સંગમમાં ભળી ગઈ. 

દેશની સર્વોચ્ચ અદાલતે "મોદી સરકારે"સંસદમાં પસાર કરેલા " ઈલેક્શન બોન્ડ્સ"ને ગેરબંધારણીય ગણીને અવૈધ જાહેર કરેલ છે. "સ્ટેટબેંક ઓફ ઈંડિયા"ને  સને 2019થી આજદિન સુધીમાં ઈલેક્શન બોન્ડ ખરીદનાર-અને લેનારની સંપૂર્ણ વિગતો દેશના ચૂંટણી કમિશ્નરને સુપરત કરવા તેમજ સદર સંસ્થાને તેની વેબસાઈટ પર તે બધી વિગતો નક્કી કરેલ સમય મર્યાદામાં જાહેર કરવા હુકમ કરેલ છે.લોકશાહી રાજ્યપ્રથાનો કોઈ આધાર સ્તંભ હોય તો તે મુક્ત અને પ્રામાણિક ચૂંટણી પ્રથા છે.

    આ કેસ એસોસિયેટેડ ઓફ ડેમોક્રેટિક સંસ્થા,સામ્યવાદી પક્ષ અને પબ્લિક ઇન્ટરેસ્ટ લીટીગેશન,એમ કુલ ત્રણ સંસ્થાઓએ કરેલ હતો.આ બધાને પુરાવા અને આંકડાકીય માહિતીથી સજ્જ કરવામાં " રીપોર્ટર્સ કલેક્ટીવ"ની ટીમનું બહુ મોટું પ્રદાન છે. સદર કેસમાં ફરિયાદીના એડ્વોકેટ્સ તરીકે માનનીય પ્રશાંત ભૂષણ, કપિલ સિબ્બલ વી.હતા. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયધીશ માનનીય ચંદ્રચુડ સાહેબની અગવાઈ નીચે પાંચ ન્યાયાધીશોની બેંચે સર્વાનુમત્તે ચુકાદો આપ્યો છે.

 કોર્ટ પાસે દાદ માંગી હતી કે ઈલેક્શન બોન્ડ ખરીદનાર ઉદ્યોગ કુંપનીઓ અને રાજકીય પક્ષઓની તેમાં મિલી ભગત છે. ઔધ્યોગીક ઘરનાઓ બે કારણોસર બોન્ડ્સ ખરીદી કરેલ છે. એક, દિલ્હીની મોદી સરકારે આ બધી કુંપનીઓ પર ઇન્કમટેક્સ(IT),એન્ફોર્સમેન્ટ સંસ્થા( ED) અને કેન્દ્રીય જાંચ સંસ્થાના(CBI) દરોડા પડાવીને બોન્ડ્સ ખરીદવા મજબુર કર્યા છે. " चंदा दो और धंधा करो " અને / અથવા પોતાનો સરકારી કોન્ટ્રાક્ટ આપીને બોન્ડ્સ ખરીદવા મજબૂર કર્યા છે.નામદાર કોર્ટે સરકારના કૃત્યને સમજાવવા એક લેટિનભાષા નો માર્મિક શબ્દ "  Pro Bo No"નો ઉપયોગ કર્યો છે.એટલે સરકાર પાસે થી નાણાંકીય ફાયદો લેવા પ્રથમ નાણાં આપો!

આ કાયદો ઘડવામાં અને પસાર કરવામાં મોદી સરકારની દાનતને ટૂંકમાં સમજીએ.(1) સદર બિલને મની બીલની શ્રેણીમાં મૂકીને પોતાના પક્ષની  લોકસભામાં બહુમતી હોવાથી અને રાજ્યસભામાં બહુમતી નહીં હોવાથી પસાર કરાવી લીધું. જેથી રાજ્યસભામાં પસાર કરવું ન પડે. ઇલેક્ષન બોન્ડને કોઈ સંબંધ દેશના બજેટ સાથે નથી. તેમ છતાં તે જોગવાઇનો ઉપયોગ કરીને સદર બિલ પસાર કરાવ્યું હતું.(2) ઇન્ડિયન કુંપની એક્ટમાં જૂની જોગવાઈ મુજબ ફક્ત સતત ત્રણ વર્ષથી જે કુંપની નફો કરતી હોય તે પોતાના નફામાંથી સાત ટકા નાણાં જે તે કુંપનીની સામાન્યસભાની પૂર્વમંજૂરી લઈને કોઇ રાજકીય પક્ષને ચૂંટણી લડવા નાણાંકીય મદદ કરી શકે! તેમાં ફેરફાર કરીને કોઈપણ કુંપની નફો કરતી હોય કે ખોટ, સામાન્યસભાની મંજૂરી સિવાય, ગમે તેટલી રકમ દેવું કરીને પણ ઈચ્છે તે રાજકીય પક્ષને આવા બોન્ડ્સ ખરીદીને નાણાકીય મદદ કરી શકે!(3) રિઝર્વ બેંકના કાયદામાં વિદેશી કુંપનીઓનું નાણાકીય મૂડીરોકાણ દેશની અખંડતા અને સાર્વભૌમત્વના સંરક્ષણને ધ્યાનમાં લઈને ક્યારેય ન લેવાય(કહેવાતા ભાજપી રાષ્ટ્રવાદને મજબૂત કરવા)તે જોગવાઈને પણ રદ બાતલ કરી દીધી. આધારભૂત માહિતી છે કે દુબઈની શેલ કુંપનીઓ,અને પાકિસ્તાન અને ચીનની બેનામી કુંપનીઓએ પણ ઇલેક્ક્ષન બોન્ડ્સ ખરીદી ને પોતાનું  હિત ધરાવતા રાજકીય પક્ષને નાણાં આપેલ છે.         

          

આપણા દેશના ઉધોગ જગતનું કોઈ ક્ષેત્ર બાકી નથી જેને આ  બોન્ડ્સ ખરીદીને રાજકીય પક્ષને આપ્યા  ન હોય! રોડ, બ્રિજ,માઇનિંગ, દવા ઉદ્યોગ,બાંધકામ,એનર્જી, રિયલ એસ્ટેટ,વી.  સને 2019થી શરૂ કરીને ફેબ્રુઆરી 2024 સુધીમાં જે 12156/ કરોડ ના બોન્ડ્સ સ્ટેટબેંકમાંથી ખરીદવામાં આવ્યા છે.   તેમાંથી 50% ઉપરના બોન્ડ્સ ફક્ત 20 દાતાઓએ ખરીદેલ છે.તેમાં વેદાન્તા લી,સુનિલ મિત્તલ,એ. વી. બિરલા,એસેલ માઇનિંગ,બજાજ ઓટો,ડીએલએફ,રિલાયન્સ ઉદ્યોગની પેટા કું.વિ છે. ગુજરાતની જે ઔધ્યોગિક કુંપનીઓએ બોન્ડ્સ ખરીદીને બીજેપીને આપ્યાં છે તેની યાદી લેખના અંતમાં આપી છે. બીજું ભાજપ સિવાય ત્રણમુલ કોંગ્રેસ (બંગાળ),ડીએમકે(તામિલનાડુ) અને રાષ્ટ્રીય કોંગ્રેસ વી.ને જે કુંપનીઓએ બોન્ડ્સ દ્રારા જે નાણાં આપ્યા છે અને મલ્યાં છે તેમાં સરકારી એજન્સીનો જેવી કે ઇડી,આઈ ટી, કે સીબીઆઈ નો ઉપયોગ કરીને " चंदा दो और धंधा करो "ના ઓથા નીચે મળેલ નથી.

 હવે જે કુંપનીઓને સરકારી એજન્સીનો ઉપયોગ કરીને અને  લાયસન્સ પરમીટ અને ટેન્ડર -કોન્ટ્રાક્ટ આપીને  જે બોન્ડ્સ ફક્ત ભાજપે  ભેગા કર્યા છે તેની યાદી ખુબ જ મોટી છે. તેમાંથી પસંદ કરેલી યાદી નીચે મુજબ છે.the Bharatiya Janata Party encashed bonds to the tune of Rs 6,061 crore.

  1. ફ્યુચર ગેમીંગ કુંપની ના માલિક સેંટોગો માર્ટિને 2019 થી 2024

સુધીમાં કુલ આશરે 1300 કરોડના બોન્ડ્સ ખરીદ્યા હતા.સને 2019થી અને 2જી એપ્રિલે  2022 વચ્ચે ઇડી એ 250 કરોડ અને 409 કરોડની મિલ્કતો જપ્ત કરી હતી.7મીએપ્રિલે સદર કંપનીએ 100 કરોડના બોન્ડ્સ ખરીદ્યા હતા.  

  1. એપી રાજ્યમાં હૈદરાબાદ માં આવેલ મેઘા એન્જી કુંએ આ પાંચ વર્ષના ગાળામાં 1000 કરોડના બોન્ડ્સ ખરીદ્યા હતા.ઓક્ટોબર 2019ની આઈ ટી પછી પહેલીવાર તે કુંપનીએ  પ્રથમ 50 કરોડના બોન્ડ્સ ખરીદ્યા હતા.તેના માલિકનું નામ ક્રિષ્ના રેડ્ડી છે. 

  2.  વેદાન્તા ગૃપ  ચીની નાગરિકોના ગેરકાયદેસર ઘુસાડવાના વિસા - રેકેટમાં  પક્ડાએલું હતું. કેન્દ્ર સરકારની ત્રણેય એજન્સીઓ તેની પાછળ પડી ગઈ. 2019થી 2023 સુધીમાં કુંપનીએ 376 કરોડના બોન્ડ્સ ખરીદયા  હતા.

  3. જિંદાલ સ્ટીલ કુંના માલિક પરદેશી હૂંડિયામણની હેરાફેરીમાં  પકડાયા હતા. 123 કરોડ બોન્ડ્સ ખરીદ્યા. સી આર રમેશ ટીડીપીનો ચૂંટાયેલો એમ પી, રીત્વિક પ્રોજેક્ટનો માલિક 100 કરોડના મની લોન્ડરીગમાં સંડોવાયેલો. 45 કરોડ બોન્ડ્સ ખરીદ્યા ઉપરાંત ભાજ્પ માં  જોડાઇ ગયો.( Months later, Ramesh joined the BJP.)

  4.  દેશની દવા બનાવતી(major pharma) કુંપનીઓ એકી સાથે સમૂહમાં બોન્ડ્સ 2019 થી 2023ખરીદ્યાં વચ્ચે હતા. સિપ્લા,ડૉ રેડ્ડી ,ઇપકા લેબ ભેગા મળીને 50 કરોડ,GlIn maRk 30,એલમ્બિક ફાર્મા ,એલ્કેમ લેબ,પિરામલ  20 કરોડ દરેકે લીધા.આ બધી કુંપનીઓ જીએસટી ની ચોરીમાં સંડોવાયેલી હતી.પરંતુ આખરે વિસ્મય કારણોસર તે બધા જીએસટી સામેના કેસમાં  જીતી ગયા  હતા. કારણકે જે નાણાં દેશની કચેરીમાં ટેક્ષ રૂપે જવાના હતા તે નાણાં  બીજેપીની તિજોરીમાં  બોન્ડ્સ સ્વરૂપે હસ્તાંતર  થઈ ગયા. (30 pharma and healthcare firms together bought bonds worth over `900 cr)

  5. )મમતા બેનર્જીના પક્ષને 2019 થી 2024 વચ્ચે 1609 કરોડના બોન્ડ્સ મળ્યા હતા. લોકસભા તથા રાજ્યોની વિધાનસભાઓની  ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને બોન્ડની ખરીદી અને રાજકીય પક્ષઓમાં વહેંચણી  મોટે પાયે  કરવામાં  આવી હતી. તારીખો અને રકમ બધું જ જાહેર કરવામાં આવેલ છે. રાજસ્થાન. મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને  તેલંગાણા ની ચાર રાજ્યોની ચૂંટણીઓમાં 2000 કરોડ ઉપરાંતના બોન્ડની લે વેચ કરવામાં આવેલી હતી. સને 2019ની લોકસભાની ચૂંટણીમાં બીજેપીએ રાજકીય પક્ષ તરીકે લોકસભાની એક બેઠક દીઠ 50 થી 60 કરોડ ખર્ચ કરેલા હતા. 300 સીટ વિજેતા બનતાં કુલ ખર્ચ કેટલો થયો હશે તે નાણાં ક્યાંથી આવ્યા હશે. ઉમેદવારનો જુદો!

  6. જે કુંપનીઓની ભરપાઈ થયેલી મૂડી  પાંચ કરોડ કરતા ઓછી છે  તેવી 25 કુંપનીઓએ 250 કરોડ રૂપિયાના બોન્ડ્સ ખરીદેલ છે.પોતાની ભરપાઈ થયેલી મૂડી કરતા 50 ગણા બોન્ડ્સ ખરીદ્યા છે. કોના હિતમાં?I

  7.  ગુજરાતમાં ચૂંટણી બોન્ડની ખરીદી અને વહેચણી - ટોરેન્ટ ફાર્મા ગ્રુપ એકલાએ ગુજરાતમાં 185 કરોડના બોન્ડ્સ ખરીદેલ છે.આ ઉપરાંત વૅલસ્પુન ગ્રુપ 50 કરોડ,વડોદરાની સન ફાર્મા 31 ક્રોડ, નિરમા 16 ક્રોડ.રસ્તાઓ, ટોલનાકાઓ અને ઓવરબ્રિજ બાંધનારી "રણજીત બિલ્ડ કું લી અને રણજીત ટોલ રોડ પ્રા લી  સને  2023માં 15 કરોડના બોન્ડ્સ ખરીદ્યા હતા.ગયે અઠવાડિયે , અમદાવાદ મ્યુનિ કોર્પો  રણજીત બિલ્ડ કું ને શહેરના  બીઝી ટ્રાફિક જંકશન પર ઓવરબ્રિજ બાંધવા 109 કરોડનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. બીજા 7 કરોડના બોન્ડ્સ કું ખરીદ્યા છે.  24મી જાન્યુઆરી 2024ના દિવસે આ ઉધોગીક ઘરાણાએ કુલ 10 કરોડના બોન્ડ્સ ખરીદ્યા હતા. મહેસાણામાં નોંધણી થયેલ આરબીએલ કું જેને પરસોતમ પટેલ અને રણછોડભાઈ પટેલ ભાઈઓની છે. તેઓને છેલ્લા 15 વર્ષોમાં ગુજરાત સરકાર,રાજ્યની અનેક મ્યુનિસિપાલિટીઓનો, અમદાવાદ જેવા તમામ રાજ્યના ગુજરાત શહેરીવિકાસ મંડળો અને ગુજરાત મેટ્રો રેલના હજારો કરોડો રૂપિયાના   કોન્ટ્રાક્ટર્સ મળ્યા છે. સદર કુંપની મેનેજર ગૌતમ પટેલે ઇન્ડિયન એક્સપ્રેસના સદર રિપોર્ટરને જણાવ્યું હતું કે દેશમાં તેમની કુંપની પાસે 200 બ્રિજ બાંધવાના કોન્ટ્રાક્ટર્સ છે.( Gaurav Patel, the RBL managing director, had told The Indian Express then that the firm was handling "200 bridge projects in the country" and were "experts". ) આજ કુંપની દ્વારા  સાઉથ -બોપલ માં મુમ્તાપુરા બ્રિજનો એક સ્લેબ  તૂટી પડ્યો હતો. તેમાં વપરાયેલ સ્ટીલ અને સિમેન્ટ હલકી કક્ષાનું  હતું  તેવો રિપોર્ટ "ગુજરાત લોકાયુક્ત"નો હતો. આજ કુંપની દ્વારા રાજકોટમાં " ચીમન શુક્લ " ઓવરબ્રિજ "સ્પાન તૂટતાં એક મજૂરનું મોત થયું હતું.  (Police had registered a case under Section 304 (culpable homicide not amounting to murder) and arrested two RBL employees on February 23, 2023. The sub-contractor was also arrested.) સમરથ  કો ન દોષ ગોંસાઇ.   


 



--

Wednesday, March 13, 2024

8 મી માર્ચ -વિશ્વ મહિલા દીવસ નીમિત્તે- જે તે મુસ્લિમ દેશોએ પોતાની મહિલાઓને આપેલો તોફો!


Posts

Filters
Manage posts


8 મી માર્ચ -વિશ્વ મહિલા દીવસ નીમિત્તે- જે તે મુસ્લિમ દેશોએ પોતાની મહિલાઓને આપેલો તોફો!
( Today is International Women's Day but recently we've seen religious threats to women's rights across the globe.)
(1) આફ્રિકા ખંડના પશ્ચિમ -ઉત્તર દિશામાં એટલાન્ટિક મહાસાગરને કિનારે આવેલ દેશ ગેમ્બિયા એક મુસ્લિમ દેશ છે. આજ દિવસે તેની સંસદે કુંવારી બાળકીઓના જનીનેન્દ્રિયના અગત્યના અંગ Clotri ને અંગછેદન (to legalise female genital mutilation)ને કાયદેસર માન્યતા આપી દીધી છે. તબીબી વિજ્ઞાન પ્રમાણે સદર અંગ સ્ત્રીને જાતીયસુખની પરાકાષ્ટાઃ પ્રાપ્ત કરવા માટેનું પ્રથમ સોપાન છે. જે ઇસ્લામે વર્જ્ય ગણેલ હોવાથી તે અંગછેદનને ધાર્મિક રૂઢિ ગણી "સુન્નત" માફક અમલ કરવામાં આવે છે. પશ્ચિમના દેશોમાં વર્ષોથી નાગરિક બનેલા મુસ્લિમ ધર્મીઓ પોતાની કુંવારી દસ-બાર વર્ષની દીકરીઓને સદર દેશોમાં જનીનેન્દ્રિય અંગછેદન ફોજદારી ગુનો થતો હોવાથી પોતાના મૂળ દેશમાં દીકરીઓને લઈ જઈને આ અમાનુષી કૃત્ય પણ ધાર્મિક ઓળખ માટેની જરૂરી હોય માટે કરવાનો આનંદ લે છે.
(2) ઈરાન દેશની નૈતિક પોલીસે (The Iranian 'morality police' ) "હિજાબ " ફરજીયાત પહેરવા માટે જાહેર રસ્તા ઉપર જાસૂસી કેમેરા(Surveillance cameras)તપાસ માટે મૂકી દીધા છે. પોતાની મોટરમાં બેઠેલી સ્ત્રીઓ "ધાર્મિક શીલ મર્યાદા નિયમ"(the religious 'modesty' code)નું પાલન કરે છે કે નહીં તે જાણવા માટે અને પછી સખ્ત શિક્ષા કરવા માટે. સદર કાયદાના ઉલંઘન માટે લાખો સ્ત્રીઓએ આ ધાર્મિક કાયદા ઉલ્લઘન માટે પોતાની મોટરોને કાયદેસર રીતે કબ્જે કરી લીધી છે તેવી ફરિયાદો કરેલ છે. (Hundreds of thousands of women have reportedly had their cars impounded after falling foul of the law.)
(3) અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે ટીવી પર મહિલા સ્ત્રી ન્યૂઝરીડર પોતાનો ચહેરો સંપૂર્ણ ઢાંકી ને જ સમાચાર આપવા આવવાનું કાયદેસર બનાવી દીધેલ છે. (the Taliban has banned women )
(4) પાકિસ્તાનમાં જે સ્ત્રીઓએ પોતાના ડ્રેસ (wearing a dress) ઉપર એરેબિક સુંદર શબ્દો ચિતરાવ્યા હોય તેને કુરાનની ઇસ્લામ વિરુદ્ધની આયાતો (પધ્ય)ગણીને ધાર્મિક અવમાનના (blasphemy)ના ગુણ હેઠળ ઇસ્લામી ઉગ્રવાદીઓએ કાયદો હાથમાં લઈને ખૂની હુમલા કરવા માંડ્યા છે.ટોળાએ તેમનો શિરચ્છેદ કરવાના સૂત્રો (amid chants to behead blasphemers)પોકારવા માંડ્યા છે. દેશની પોલીસે તપાસ કરતાં ખબર પડી હતી કે આ શબ્દોમાં ઇસ્લામ, ખુદા કે કુરાન અંગે કે તે વિરુદ્ધનું કશું હતું જ નહીં. ટોળામાં બુધ્ધિ નથી હોતી જે હકીકત છે. પણ ટોળાનો ઉપયોગ કરનારાઓમાં અસામાજિક બુદ્ધિનો ખજાનો ભરેલો હોય છે.
(5) ભારત દેશમાં વર્તમાન સરકારની આગેવાની નીચે મહિલા-પહેલવાનોના શરીરો સાથે જે છેડછાડ થઈ રહી છે તે માટે ઓલમ્પિક વિજેતા મહિલા કુસ્તી વિજેતાઓ સાથે મોદી સરકારના સાંસદ બ્રિજ બિશનસિંગ સામેની ફરિયાદો ને કઈ શ્રેણીમાં મુકીશું? પોતાના બાપના રાજીનામાં પછી બ્રિજ બિશનસિંગના પરિવારના મોટા દીકરાએ જાહેર કર્યું છે કે " ઇન્ડિયન ઓલમ્પિક એસોસીયસન" મારા કુટુંબની માલિકી હતી, છે અને ભવિષ્યમાં રહેશે.
(સૌ .નેશનલ સેકયુલર સોસાયટી - બ્રિટન ન્યુઝ લેટરનો ભાવાનુવાદ.)
--

Friday, March 1, 2024

અમારા દેશમાં સજાતીય લગ્નને કાયદાકીય સમર્થન આપ્યા પછીનો સમાજ -

અમારા દેશમાં સજાતીય લગ્નને કાયદાકીય સમર્થન આપ્યા પછીનો સમાજ -

બ્રિટનમાં સને  2013માં તેની સંસદના બંને ગૃહોએ સજાતીય લગ્નને કાયદાકીય માન્યતા આપી દીધી હતી. જે દિવસે સજાતીય લગ્નને કાયદાકીય માન્યતા આપ્યા પછીના 48 કલાકમાં 95 સજાતીય લગ્ન રજિસ્ર્ટર્ડ થયા હતા.આજે તે આંકડો 2,00000(બે લાખ)ઉપર પહોંચ્યો  છે.(A decade after the Marriage (Same Sex Couples) Act became law, more than 200,000 people in England and Wales now live in legally formalized same-sex relationships.)  

 હવે સદર સમાજે લગ્ન એટલે બાઈબલના કહેવા પ્રમાણે સ્ત્રી -પુરુષ વચ્ચે લગ્નની જે માનસિકતા સદીઓથી પચાવી લીધેલી તેમાંથી નવી માનસિકતા એટલે કે સજાતીય લગ્ન(Same sex marriage)વિકસાવતા પહેલાં લંડનની થેમ્સ નદીમાં કેટલા પાણી વહી ગયા તે સમજીએ.

આજથી દશ વર્ષ પહેલાં સજાતીય લગ્ન કરેલા યુગલોના કેટલાક વ્યક્તિગત અનુભવો.

(1)  સોનાચાંદી સ્ટોરનો અનુભવ - સજાતીય કપલના એક પાત્રનો અનુભવ- મને મારી ફિયાન્સી માટે પ્રપોઝલ રિંગ ખરીદવી છે! દુકાનનો મલિક ટીકી ટીકીને (સ્ટેરીંગ) પેલી સ્ત્રી સામે જોઈ રહે છે! Where is your lover? It's me! But u r a young lady!

(2) ફુલવાળાની દુકાને- મારે રિંગ પ્રપોઝલ સેરિમની માટે બુકે જોઇએ ? દુકાન માલિક પોતાના કર્મચારીને પોતાની ઉંમરને કારણે  ગ્રાહકને જોવામાં ભૂલ તો નથી ને પુછે કે " આ લેડી કેમ બુકે માંગે છે?" મેં તે બધાને સંભળાવી દીધુ કે હવે તમારે આવું પણ સાંભળવું પડશે.

"My fiancée is a woman."

(3) સજાતીય કપલ મા-બાપ બને પછી-પોતાના બાળકને જન્મ આપનાર માતા કોઈ કારણસર બીઝી હશે તેથી પેલા કે પેલી પાર્ટનરને સ્કુલે બાળકને લેવા મોકલે છે. બાળક પોતાના પાલક ડેડી જૈવિક પિતાને જોઈને તેને વળગી પડે છે. ઘરે તો  તે પણ મમ્મી જેટલો જ પ્રેમ કે હૂંફ આપતો જ હોય છે ને? શાળાના આચાર્ય તો  જાણે કોઈ બાઈ બાળકને કિડનેપ કરવા આવી છે તેમ સમજીને 991ફોન કરી પોલીસને બોલાવે છે!.

કોઈપણ સમાજમાં સજાતીય લગ્ન આધારિત સંસ્કૃતિ -સામાજિક વ્યવહારોની "Blue Print " વિકસી ન હોય તો બીજું શું થાય! આવા લગ્નોને કાયદેસરતા મળી ગઈ એટલે આત્મસંતોષ નો ઓડકાર લેવાય નહીં. આજે પણ વિશ્વના તમામ દેશોમાં સર્વવ્યાપક લગ્ન પ્રથા તો સ્ત્રી-પુરુષ વચ્ચેની જ છે.    

અમારા દેશમાં અમે લગ્નને એક જવાબદારીપૂર્વકનું ગંભીર જોડાણ ગણીએ છીએ. પરંતુ તે કાયમી કે આખરી જોડાણ છે તે અમને માન્ય નથી.(Not a lot that we expect to be or do forever.In the UK, we change jobs on average every five years.) મારા આ લગ્ન પહેલાં હું 13 ઘરમાં રહી ચુક્યો છું . અમારે ત્યાં સામાન્ય રીતે આખી જિંદગીમાં ઘણા બધા જાતીય સંબંધો સ્ત્રી-પુરુષોને હોય છે.પણ અમારે મન લગ્ન એક સતત પરિવર્તન પામતા જીવનની નૌકામાં એક લંગર (anchor)છે. જે અમને સ્થિરતા બક્ષે છે.(Marriage has long been designed to provide security to its participants.)

મારો પતિ સતત મારી કારકીર્દીના સશક્તિકરણ માટે સતત પ્રેરણાનો સ્ત્રોત છે.અમે બંને પેલા સમાજના સ્ત્રી-પુરુષો કરતાં લેશમાત્ર ઓછો સમય અમારા બાળકોની સંભાળમાં આપતા નથી.શા માટે વરરાજા અને પતિઓએ ફકત પરંપરાગત કે રૂઢિચુસ્ત પુરુષ સમાજે પૂર્વનિર્ણિત નક્કી કરેલ કામો જ કરવા જોઈએ? (Why should grooms and husbands be forced into roles defined and predestined for them? It is time to let go of the baggage and the narrow expectations that can come with the designation "bride" or "groom", "wife" or "husband".)

   લગ્નપ્રથાનો  માનવ સંસ્કૃતિના વિકાસ સાથે નિરક્ષણ કરતાં  સહેલાઈથી તારણ નીકળશે કે "આપણે જે લગ્નપ્રથા પસંદ કરી હોય તે જ સ્વીકૃત બને છે." 

જો વિજાતીય લગ્ન પ્રથા ને ' વાજતે ગાજતે' જાહેર પ્રજા સમક્ષ સ્વીકૃતિ મળતી હોય તો અમારા લગ્નને 'વાજતેગાજતે' જાહેર સ્વીકૃતિ કેમ નહીં? હવે સજાતીય લગ્નને કાયદેસરની સ્વીકૃતિ મળ્યા પછી કેમ નહીં? અમને જોવાનો તમારા ચશ્મા અને દૃષ્ટિ ક્યારે બદલશો? બહુ રાહ જોવડાવી!

બીજો એક ગંભીર મુદ્દો છે. વિશ્વભરમાં અમે ગોરી હકુમતે જેટલા દેશોમાં રાજ્ય કર્યું  તે બધા દેશોમાં અમે અમારો ઈસાઈ ધર્મ પણ લઈ ગયા હતા. ત્યાં પણ બાઈબલના ઉપદેશ પ્રમાણે સજાતીય લગ્નને અધાર્મિક, અનૈતિક અને કાયદા વિરુદ્ધ પ્રથા તરીકે સ્વીકારી હતી. આજે તેમાંથી ભારત જેવા 75 દેશોમાં હજુ સજાતીય લગ્ન પ્રથાને કાયદાનું રક્ષણ મળેલ નથી. અમારા દેશે(યુકે)તે અમાનવીય રસોળી અમારા સમાજના શરીર પરથી " વાઢ -કાપ" (Dissection)કરીને નામશેષ સાલ 2013 કરી દીધી છે. આઝાદ થયેલા દેશો પોતાના દેશોમાં શહેરોના "ગુલામી સમયના" નામો બદલીને એકબીજાના ખભા થાબડે છે. સજાતિય લગ્નપ્રથા વિરુદ્ધની માનસિકતા  ભલે ગુલામીનો વારસો હોય પણ અમારી હિંદુ ધર્મપ્રથાનો પણ વારસો છે ને તે રખે ભુલતાં! પછી તેને કાયદાનું સ્વરૂપ કેવી રીતે અપાય?  

બ્રિટનના  નાગરિક તરીકે ભલે અમે સજાતીય યુગલો એવી માનસિકતા સાથે મોટા થયા કે લગ્ન એટલે સ્ત્રી-પુરુષ સાથે જ લગ્ન. પણ મને કહેવા દો કે મારા બાળકોને ખબર છે કે તે ફક્ત લગ્નનો ખ્યાલ  નથી. I grew up believing that marriage was something between a man and a woman. My children grow up knowing better.


સૌ અને ભાવાનુવાદ-This article is from New Humanist's winter 2023 issue. 

    


        



--