Wednesday, March 20, 2024

તમારા ભ્રષ્ટ્રાચારની ગંગોત્રી “ ઈલેક્શન બોન્ડ્સ “દ્વારા દિલ્હીમાંની જમનાજીમાંથી નીકળી

 મોદીજી ! 

તમારા ભ્રષ્ટ્રાચારની ગંગોત્રી  " ઈલેક્શન બોન્ડ્સ "દ્વારા  દિલ્હીમાંની જમનાજીમાંથી નીકળી અમદાવાદ આવીને સાબરમતીના સંગમમાં ભળી ગઈ. 

દેશની સર્વોચ્ચ અદાલતે "મોદી સરકારે"સંસદમાં પસાર કરેલા " ઈલેક્શન બોન્ડ્સ"ને ગેરબંધારણીય ગણીને અવૈધ જાહેર કરેલ છે. "સ્ટેટબેંક ઓફ ઈંડિયા"ને  સને 2019થી આજદિન સુધીમાં ઈલેક્શન બોન્ડ ખરીદનાર-અને લેનારની સંપૂર્ણ વિગતો દેશના ચૂંટણી કમિશ્નરને સુપરત કરવા તેમજ સદર સંસ્થાને તેની વેબસાઈટ પર તે બધી વિગતો નક્કી કરેલ સમય મર્યાદામાં જાહેર કરવા હુકમ કરેલ છે.લોકશાહી રાજ્યપ્રથાનો કોઈ આધાર સ્તંભ હોય તો તે મુક્ત અને પ્રામાણિક ચૂંટણી પ્રથા છે.

    આ કેસ એસોસિયેટેડ ઓફ ડેમોક્રેટિક સંસ્થા,સામ્યવાદી પક્ષ અને પબ્લિક ઇન્ટરેસ્ટ લીટીગેશન,એમ કુલ ત્રણ સંસ્થાઓએ કરેલ હતો.આ બધાને પુરાવા અને આંકડાકીય માહિતીથી સજ્જ કરવામાં " રીપોર્ટર્સ કલેક્ટીવ"ની ટીમનું બહુ મોટું પ્રદાન છે. સદર કેસમાં ફરિયાદીના એડ્વોકેટ્સ તરીકે માનનીય પ્રશાંત ભૂષણ, કપિલ સિબ્બલ વી.હતા. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયધીશ માનનીય ચંદ્રચુડ સાહેબની અગવાઈ નીચે પાંચ ન્યાયાધીશોની બેંચે સર્વાનુમત્તે ચુકાદો આપ્યો છે.

 કોર્ટ પાસે દાદ માંગી હતી કે ઈલેક્શન બોન્ડ ખરીદનાર ઉદ્યોગ કુંપનીઓ અને રાજકીય પક્ષઓની તેમાં મિલી ભગત છે. ઔધ્યોગીક ઘરનાઓ બે કારણોસર બોન્ડ્સ ખરીદી કરેલ છે. એક, દિલ્હીની મોદી સરકારે આ બધી કુંપનીઓ પર ઇન્કમટેક્સ(IT),એન્ફોર્સમેન્ટ સંસ્થા( ED) અને કેન્દ્રીય જાંચ સંસ્થાના(CBI) દરોડા પડાવીને બોન્ડ્સ ખરીદવા મજબુર કર્યા છે. " चंदा दो और धंधा करो " અને / અથવા પોતાનો સરકારી કોન્ટ્રાક્ટ આપીને બોન્ડ્સ ખરીદવા મજબૂર કર્યા છે.નામદાર કોર્ટે સરકારના કૃત્યને સમજાવવા એક લેટિનભાષા નો માર્મિક શબ્દ "  Pro Bo No"નો ઉપયોગ કર્યો છે.એટલે સરકાર પાસે થી નાણાંકીય ફાયદો લેવા પ્રથમ નાણાં આપો!

આ કાયદો ઘડવામાં અને પસાર કરવામાં મોદી સરકારની દાનતને ટૂંકમાં સમજીએ.(1) સદર બિલને મની બીલની શ્રેણીમાં મૂકીને પોતાના પક્ષની  લોકસભામાં બહુમતી હોવાથી અને રાજ્યસભામાં બહુમતી નહીં હોવાથી પસાર કરાવી લીધું. જેથી રાજ્યસભામાં પસાર કરવું ન પડે. ઇલેક્ષન બોન્ડને કોઈ સંબંધ દેશના બજેટ સાથે નથી. તેમ છતાં તે જોગવાઇનો ઉપયોગ કરીને સદર બિલ પસાર કરાવ્યું હતું.(2) ઇન્ડિયન કુંપની એક્ટમાં જૂની જોગવાઈ મુજબ ફક્ત સતત ત્રણ વર્ષથી જે કુંપની નફો કરતી હોય તે પોતાના નફામાંથી સાત ટકા નાણાં જે તે કુંપનીની સામાન્યસભાની પૂર્વમંજૂરી લઈને કોઇ રાજકીય પક્ષને ચૂંટણી લડવા નાણાંકીય મદદ કરી શકે! તેમાં ફેરફાર કરીને કોઈપણ કુંપની નફો કરતી હોય કે ખોટ, સામાન્યસભાની મંજૂરી સિવાય, ગમે તેટલી રકમ દેવું કરીને પણ ઈચ્છે તે રાજકીય પક્ષને આવા બોન્ડ્સ ખરીદીને નાણાકીય મદદ કરી શકે!(3) રિઝર્વ બેંકના કાયદામાં વિદેશી કુંપનીઓનું નાણાકીય મૂડીરોકાણ દેશની અખંડતા અને સાર્વભૌમત્વના સંરક્ષણને ધ્યાનમાં લઈને ક્યારેય ન લેવાય(કહેવાતા ભાજપી રાષ્ટ્રવાદને મજબૂત કરવા)તે જોગવાઈને પણ રદ બાતલ કરી દીધી. આધારભૂત માહિતી છે કે દુબઈની શેલ કુંપનીઓ,અને પાકિસ્તાન અને ચીનની બેનામી કુંપનીઓએ પણ ઇલેક્ક્ષન બોન્ડ્સ ખરીદી ને પોતાનું  હિત ધરાવતા રાજકીય પક્ષને નાણાં આપેલ છે.         

          

આપણા દેશના ઉધોગ જગતનું કોઈ ક્ષેત્ર બાકી નથી જેને આ  બોન્ડ્સ ખરીદીને રાજકીય પક્ષને આપ્યા  ન હોય! રોડ, બ્રિજ,માઇનિંગ, દવા ઉદ્યોગ,બાંધકામ,એનર્જી, રિયલ એસ્ટેટ,વી.  સને 2019થી શરૂ કરીને ફેબ્રુઆરી 2024 સુધીમાં જે 12156/ કરોડ ના બોન્ડ્સ સ્ટેટબેંકમાંથી ખરીદવામાં આવ્યા છે.   તેમાંથી 50% ઉપરના બોન્ડ્સ ફક્ત 20 દાતાઓએ ખરીદેલ છે.તેમાં વેદાન્તા લી,સુનિલ મિત્તલ,એ. વી. બિરલા,એસેલ માઇનિંગ,બજાજ ઓટો,ડીએલએફ,રિલાયન્સ ઉદ્યોગની પેટા કું.વિ છે. ગુજરાતની જે ઔધ્યોગિક કુંપનીઓએ બોન્ડ્સ ખરીદીને બીજેપીને આપ્યાં છે તેની યાદી લેખના અંતમાં આપી છે. બીજું ભાજપ સિવાય ત્રણમુલ કોંગ્રેસ (બંગાળ),ડીએમકે(તામિલનાડુ) અને રાષ્ટ્રીય કોંગ્રેસ વી.ને જે કુંપનીઓએ બોન્ડ્સ દ્રારા જે નાણાં આપ્યા છે અને મલ્યાં છે તેમાં સરકારી એજન્સીનો જેવી કે ઇડી,આઈ ટી, કે સીબીઆઈ નો ઉપયોગ કરીને " चंदा दो और धंधा करो "ના ઓથા નીચે મળેલ નથી.

 હવે જે કુંપનીઓને સરકારી એજન્સીનો ઉપયોગ કરીને અને  લાયસન્સ પરમીટ અને ટેન્ડર -કોન્ટ્રાક્ટ આપીને  જે બોન્ડ્સ ફક્ત ભાજપે  ભેગા કર્યા છે તેની યાદી ખુબ જ મોટી છે. તેમાંથી પસંદ કરેલી યાદી નીચે મુજબ છે.the Bharatiya Janata Party encashed bonds to the tune of Rs 6,061 crore.

  1. ફ્યુચર ગેમીંગ કુંપની ના માલિક સેંટોગો માર્ટિને 2019 થી 2024

સુધીમાં કુલ આશરે 1300 કરોડના બોન્ડ્સ ખરીદ્યા હતા.સને 2019થી અને 2જી એપ્રિલે  2022 વચ્ચે ઇડી એ 250 કરોડ અને 409 કરોડની મિલ્કતો જપ્ત કરી હતી.7મીએપ્રિલે સદર કંપનીએ 100 કરોડના બોન્ડ્સ ખરીદ્યા હતા.  

  1. એપી રાજ્યમાં હૈદરાબાદ માં આવેલ મેઘા એન્જી કુંએ આ પાંચ વર્ષના ગાળામાં 1000 કરોડના બોન્ડ્સ ખરીદ્યા હતા.ઓક્ટોબર 2019ની આઈ ટી પછી પહેલીવાર તે કુંપનીએ  પ્રથમ 50 કરોડના બોન્ડ્સ ખરીદ્યા હતા.તેના માલિકનું નામ ક્રિષ્ના રેડ્ડી છે. 

  2.  વેદાન્તા ગૃપ  ચીની નાગરિકોના ગેરકાયદેસર ઘુસાડવાના વિસા - રેકેટમાં  પક્ડાએલું હતું. કેન્દ્ર સરકારની ત્રણેય એજન્સીઓ તેની પાછળ પડી ગઈ. 2019થી 2023 સુધીમાં કુંપનીએ 376 કરોડના બોન્ડ્સ ખરીદયા  હતા.

  3. જિંદાલ સ્ટીલ કુંના માલિક પરદેશી હૂંડિયામણની હેરાફેરીમાં  પકડાયા હતા. 123 કરોડ બોન્ડ્સ ખરીદ્યા. સી આર રમેશ ટીડીપીનો ચૂંટાયેલો એમ પી, રીત્વિક પ્રોજેક્ટનો માલિક 100 કરોડના મની લોન્ડરીગમાં સંડોવાયેલો. 45 કરોડ બોન્ડ્સ ખરીદ્યા ઉપરાંત ભાજ્પ માં  જોડાઇ ગયો.( Months later, Ramesh joined the BJP.)

  4.  દેશની દવા બનાવતી(major pharma) કુંપનીઓ એકી સાથે સમૂહમાં બોન્ડ્સ 2019 થી 2023ખરીદ્યાં વચ્ચે હતા. સિપ્લા,ડૉ રેડ્ડી ,ઇપકા લેબ ભેગા મળીને 50 કરોડ,GlIn maRk 30,એલમ્બિક ફાર્મા ,એલ્કેમ લેબ,પિરામલ  20 કરોડ દરેકે લીધા.આ બધી કુંપનીઓ જીએસટી ની ચોરીમાં સંડોવાયેલી હતી.પરંતુ આખરે વિસ્મય કારણોસર તે બધા જીએસટી સામેના કેસમાં  જીતી ગયા  હતા. કારણકે જે નાણાં દેશની કચેરીમાં ટેક્ષ રૂપે જવાના હતા તે નાણાં  બીજેપીની તિજોરીમાં  બોન્ડ્સ સ્વરૂપે હસ્તાંતર  થઈ ગયા. (30 pharma and healthcare firms together bought bonds worth over `900 cr)

  5. )મમતા બેનર્જીના પક્ષને 2019 થી 2024 વચ્ચે 1609 કરોડના બોન્ડ્સ મળ્યા હતા. લોકસભા તથા રાજ્યોની વિધાનસભાઓની  ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને બોન્ડની ખરીદી અને રાજકીય પક્ષઓમાં વહેંચણી  મોટે પાયે  કરવામાં  આવી હતી. તારીખો અને રકમ બધું જ જાહેર કરવામાં આવેલ છે. રાજસ્થાન. મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને  તેલંગાણા ની ચાર રાજ્યોની ચૂંટણીઓમાં 2000 કરોડ ઉપરાંતના બોન્ડની લે વેચ કરવામાં આવેલી હતી. સને 2019ની લોકસભાની ચૂંટણીમાં બીજેપીએ રાજકીય પક્ષ તરીકે લોકસભાની એક બેઠક દીઠ 50 થી 60 કરોડ ખર્ચ કરેલા હતા. 300 સીટ વિજેતા બનતાં કુલ ખર્ચ કેટલો થયો હશે તે નાણાં ક્યાંથી આવ્યા હશે. ઉમેદવારનો જુદો!

  6. જે કુંપનીઓની ભરપાઈ થયેલી મૂડી  પાંચ કરોડ કરતા ઓછી છે  તેવી 25 કુંપનીઓએ 250 કરોડ રૂપિયાના બોન્ડ્સ ખરીદેલ છે.પોતાની ભરપાઈ થયેલી મૂડી કરતા 50 ગણા બોન્ડ્સ ખરીદ્યા છે. કોના હિતમાં?I

  7.  ગુજરાતમાં ચૂંટણી બોન્ડની ખરીદી અને વહેચણી - ટોરેન્ટ ફાર્મા ગ્રુપ એકલાએ ગુજરાતમાં 185 કરોડના બોન્ડ્સ ખરીદેલ છે.આ ઉપરાંત વૅલસ્પુન ગ્રુપ 50 કરોડ,વડોદરાની સન ફાર્મા 31 ક્રોડ, નિરમા 16 ક્રોડ.રસ્તાઓ, ટોલનાકાઓ અને ઓવરબ્રિજ બાંધનારી "રણજીત બિલ્ડ કું લી અને રણજીત ટોલ રોડ પ્રા લી  સને  2023માં 15 કરોડના બોન્ડ્સ ખરીદ્યા હતા.ગયે અઠવાડિયે , અમદાવાદ મ્યુનિ કોર્પો  રણજીત બિલ્ડ કું ને શહેરના  બીઝી ટ્રાફિક જંકશન પર ઓવરબ્રિજ બાંધવા 109 કરોડનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. બીજા 7 કરોડના બોન્ડ્સ કું ખરીદ્યા છે.  24મી જાન્યુઆરી 2024ના દિવસે આ ઉધોગીક ઘરાણાએ કુલ 10 કરોડના બોન્ડ્સ ખરીદ્યા હતા. મહેસાણામાં નોંધણી થયેલ આરબીએલ કું જેને પરસોતમ પટેલ અને રણછોડભાઈ પટેલ ભાઈઓની છે. તેઓને છેલ્લા 15 વર્ષોમાં ગુજરાત સરકાર,રાજ્યની અનેક મ્યુનિસિપાલિટીઓનો, અમદાવાદ જેવા તમામ રાજ્યના ગુજરાત શહેરીવિકાસ મંડળો અને ગુજરાત મેટ્રો રેલના હજારો કરોડો રૂપિયાના   કોન્ટ્રાક્ટર્સ મળ્યા છે. સદર કુંપની મેનેજર ગૌતમ પટેલે ઇન્ડિયન એક્સપ્રેસના સદર રિપોર્ટરને જણાવ્યું હતું કે દેશમાં તેમની કુંપની પાસે 200 બ્રિજ બાંધવાના કોન્ટ્રાક્ટર્સ છે.( Gaurav Patel, the RBL managing director, had told The Indian Express then that the firm was handling "200 bridge projects in the country" and were "experts". ) આજ કુંપની દ્વારા  સાઉથ -બોપલ માં મુમ્તાપુરા બ્રિજનો એક સ્લેબ  તૂટી પડ્યો હતો. તેમાં વપરાયેલ સ્ટીલ અને સિમેન્ટ હલકી કક્ષાનું  હતું  તેવો રિપોર્ટ "ગુજરાત લોકાયુક્ત"નો હતો. આજ કુંપની દ્વારા રાજકોટમાં " ચીમન શુક્લ " ઓવરબ્રિજ "સ્પાન તૂટતાં એક મજૂરનું મોત થયું હતું.  (Police had registered a case under Section 304 (culpable homicide not amounting to murder) and arrested two RBL employees on February 23, 2023. The sub-contractor was also arrested.) સમરથ  કો ન દોષ ગોંસાઇ.   


 



--