Monday, March 25, 2024

ચોર કોટવાળને દંડે !

ચોર કોટવાળને દંડે !

ગુજરાતીમાં એક કહેવત છે  કે "ચોર કોટવાળને દંડે". બીજી  કહેવત " में सबका खाऊ...... 

જે ગુનેગાર છે,જેની પાસે કરોડો રૂપિયાનો ચોરી નો  મુદ્દા માલ નીકળ્યો છે,આશરે (12000) કરોડ, દેશની સર્વોચ્ચ અદાલતે "ઈલેક્શન બોન્ડ્સ"(ચોરીનો મુદ્દામાલ)ને ગેરકાયદેસર અને ગેરબંધારણીય ગણીને રદબાતલ કરેલ છે, તે ચોર અને તે ચોરીના માલના  વહીવટકર્તા અને તેના સાગરીતો મિલીભગત થઈને વિરોધ પક્ષના નેતાઓ, મુખ્યમંત્રીઓ અને  પ્રમાણિક અને નિર્દોષ નાગરિકો( કોટવાળોને)ને જેલમાં પુરી દે છે.

દિલ્હી શરાબ ગોટાળાનો મુખ્ય આરોપી નામે 'શરત ચંદ્ર રેડ્ડી' હૈદરાબાદ સ્થિત 'ઔરબિંદો ફાર્મા' કું નો માલિક છે.તેને 'નાણાંકીય હેરાફેરીના સંદર્ભમાં તારીખ 10મી નવેંબર 2022ના રોજ મોદી સરકારના ઇડી તરફથી  ધરપકડ કરવામાં આવેલી હતી. ત્યારબાદ તારીખ 15 નવેમ્બરે બરાબર પાંચ દિવસ પછી આ 'રેડ્ડી 'સાહેબે 5 કરોડના ઈલે-બોન્ડ ખરીદીને  બીજેપીના ખાતામાં જમા કરાવ્યા.સ્ટેટબેન્કના લિસ્ટમાં તે નાણાં બીજેપીના ખાતામાં ટ્રાન્સફર થયા છે તે બતાવે છે. ત્યારબાદ 'રેડ્ડી'ને તા 28મી જાન્યુઆરી 2023ના રોજ વચગાળાના જમીન મળે છે.( આજ દિન સુધી સદર કલમ હેઠળ પકડાયેલા કોઈ ને જામીન મળેલ નથી.) પછી આ રેડ્ડી સાહેબને 8મી મે 2023 કાયમી જમીન મળે છે.તા 1લી જુન 2023 ના રોજ " તાજનો સાક્ષી " સરકારી ગવાહ બને છે. સદર કેસમાં પછી તે મુખ્ય ગુનેગાર કે આરોપી મટી  જાય છે! ત્યારબાદ 'રેડ્ડી' આમ આદમી પાર્ટીના મનીષ સીસોદીયા,સંજય સિંગ અને છેલ્લે અરવિંદ કેજરીવાલ વી.નામ આપી 200 કરોડ રૂપિયા રોકડા આપ્યા છે.તેવું પોલીસ સમક્ષ લખાવે છે. આવી કોઈ વિગત પ્રથમ ફરિયાદમાં કે એફઆઇઆરમાં નોંધેલ જ નથી. "રેડ્ડી "એ  8મી નવેંબર થી 15 નવેંબર 2023ની અંદર પાંચ દિવસમાં કુલ બીજા 55 કરોડના ઈલે- બોન્ડ્સ  ખરીદીને બીજેપીના ખાતામાં જમા કરાવે છે.

ઇડીએ આજદિન સુધી કોર્ટ સમક્ષ આપ પાર્ટીના નેતાઓ કેજરીવાલ સહિત  200 કરોડની રોકડ હેરાફેરીમાં સંડોવાયેલા છે તેવા કોઈ પુરાવા રજૂ કર્યા નથી.

ભારત દેશનો કોઈપણ નાગરિક ક્યારેય અપેક્ષા રાખી શકશે ખરો કે 'રેડ્ડી' 55 કરોડના  ઈલે- બોન્ડ્સ નાણાં ચેકથી ખરીદીને બીજેપીના ખાતામાં જમા થયેલ છે તે સત્ય  દેશના ચૂંટણી કમિશનરની  વેબસાઈટ પર 140 કરોડ લોકો  જોઈ શકે છે તેમ છતાં "રેડ્ડી "ની ધરપકડ થશે ? બીજેપીના ખાતા જપ્ત થશે ? બીજેપીના પક્ષના  પ્રમુખ જે.પી. નડ્ડા ઇડી  " ' મની લોન્ડ્રી 'ના  કેસમાં ધરપકડ કરીને જેલમાં  પુરી દેશે? 'રેડ્ડી 'પાસે એવી  ગવાહી કોર્ટ સમક્ષ લેવડાવી શકાશે ખરી કે મારો  કેસ  માંડી વાળવા, ભય અને બીકથી  " મેં  55 કરોડ  રૂપિયા  દેશના ગૃહમંત્રી અમિત શાહ કે વડાપ્રધાન  મોદી સાહેબના કહેવાથી આપ્યા હતા?"  દેશની Supreme Court " Suo motu"  આ બાબતમાં  કોઈ કાર્યવાહી કરી શકશે તેવી અપેક્ષા રાખી  શકાય?              

           હૈ! અયોધ્યામાં બિરાજમાન રામજી! તમારા દેશના શિર પરથી આવા નેતાઓને ક્યારે નીચે ઉતારશો ? દરરોજ સવારે હસ્તિનાપુરમાંથી દેશના નાગરિકોને  છેતરવા નવું જુઠ્ઠ્ઠાણું બહાર પાડવામાં આવે છે.દશરથ પુત્રના રામરાજ્યમાં લોકો એટલા ભયમુક્ત હતા કે પોતાના ઘરબાર ખુલ્લાં મૂકીને રાત્રે  નિરાંતે નીંદર માનતા હતા. હાલમાં તો સાહેબના રાજ્ય માં ક્યારે કોના ઘરે બારણે ટકોરા પાડવા ઇડી,આઇટી કે સીબીઆઈ આવશે  તેના ભયે અમારી બધાની નિંદર  જ હરામ કરી દીધી છે. ગીતામાં કહ્યું છે કે " संभवामि  युगे युगे "-  कितनी  देर है |       



--