બાબાસાહેબ આંબેડકર રચિત બંધારણે કેવી રીતે હિન્દૂ રાષ્ટ્રનો ગરાશ લૂંટી લીધો છે?
હિન્દૂ રાષ્ટ્ર એટલે હિન્દૂ ધર્મ આધારિત રાજ્ય અને સમાજ વ્યવસ્થા. હિન્દૂ ધર્મ એટલે ચાર વર્ણમાં તમામ માનવ માપદંડોથી અસમાન રીતે વહેંચાઈ ગયેલો હિન્દૂ સમાજ અને તેના રોજબરોજના વ્યવહારો! આ ચાર વર્ણ વ્યવસ્થાને શ્રી કૃષ્ણ પ્રેરિત ભગવદ ગીતાનો અબાધિત બિનશરતી અનુમોદન છે.ગીતાના તે બધા ઉપદેશોને ઈશ્વરી ટેકો છે. માટે પૂર્વજન્મ-વતર્માન જન્મ અને પુનર્જન્મ ઉપરાંત આત્માનું અસ્તિત્વ( ન છેઃદાનતી, વી ના વિશેષણોથી આભુષિત),જગત મિથ્યા બ્રહ્મ સત્ય,કર્મનો સિદ્ધાંત,નિષ્કામ કર્મ વિ મોટામોટા પૂરાવાવિહન ગપગોળા !
આની સામે દેશના બંધારણમાં આમેજ માનવકેન્દ્રી આ જીવનમાં કલ્યાણ માટેના મૂલ્યો. માનવ ઈશ્વરી સર્જન નથી. દેશના તમામ નાગરિકો એક જ છે. કોઈ જન્મથી કે સંપત્તિ થી અસમાન નથી. ભારત એક પ્રજાતાંત્રિક સમાજવાદી ધર્મનિરપક્ષ લોકશાહી દેશ છે. સામાજિક,આર્થિક અને રાજકીય ન્યાય વ્યવસ્થાની રચના કરવી અને તેનો અમલ કરાવવો તે સરકાર સંચાલનનો ઉદ્દેશ રહેશે. બંધારણીય નૈતિકતા દેશના નાગરિકોના સમાન અને સર્વાંગી વિકાસ માટે છે.ધાર્મિક નૈતિકતા માનવી અને મૃત્યુ પછીના જીવન માટે જરૂરી છે તેવી માન્યતાને લેશ માત્ર ટેકો બંધારણ અને ન્યાયતંત્રનો હોઈ શકે નહીં.
સને 1950માં 26મી જાન્યુઆરીના દિવસે દેશના નાગરિકોએ હિન્દૂ વર્ણવ્યવસ્થાએ સદીઓથી જે દલિતો,આદિવાસીઓ, તમામ હિન્દૂ સ્ત્રીઓ સહિત તમામ મિલ્કીત વિહીન બહુમતી પ્રજાને આ ધર્મના અહિંસક હથિયારની(જે વધારે શક્તિશાળી સાબિત થયેલું છે) મદદથી પશુ કરતાં બદ્તર સ્થિતિમાં જીવવા મજબુર કરી હતી તેમાંથી કાયમી મુક્તિ મેળવવાનો પરવાનો પ્રાપ્ત કરેલ છે.
લોકસભાની ચૂંટણીના બે તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું છે. હજુ બીજા પાંચ તબક્કા બાકી છે.એક બાજુ પેલા અયોઘ્યામાંથી રામની પ્રાણ પ્રતિષ્ઠા કરીને હિન્દુ રાષ્ટ સ્થાપવા 400 પાર સીટો જીતવા મેદાને પડેલા છે. બીજીબાજુએ બાબાસાહેબ આંબેડકરે દેશના દરેક નાગરિકની વર્તમાન સ્થિતિ બદલવા માટેની આશા નું પ્રતીક સમા બંધારણના સંરક્ષણ માટે ચૂંટણી લડવાની માટેની તમામ સાધનોની કમીવાળો ભારતીય સંયુક્ત મોરચો ( ઇન્ડીયા એલાયન્સ) છે.
તારીખ 6ઠ્ઠી મે ને દિવસે,ગુજરાત મતદારો પાસે બે માંથી એક જ પસંદગી છે.કાં તો ગુજરાતના પનોતા પુત્ર ગાંધીને મારનારા ગોડસે અને સાવરકરના વારસદારોને વારંવાર ચૂંટીને મોકલો છો તેમ મોકલવાનું ચાલુ રાખીને હિન્દૂ રાષ્ટ્ર સ્થાપવાનો માર્ગ મોદીજીનો સરળ કરી આપવો ! અથવા પછી બાબાસાહેબ આંબેડકર રચિત બંધારણના સંરક્ષણ માટે રાહુલ ગાંધીના નેતૃત્વ વાળા "ઈન્ડયા એલાયન્સ"ને મત આપવો .જોઈએ! હવે ! ગુજરાતના મતદારો !આ નિર્ણાયક ઘડીએ પોતાની વિવેકશક્તિનો કેવો ઉપયોગ કરે છે?