ભાગ -1. સ્ટીવન પિંકર ના પુસ્તકને આધારે. સંકલન
જ્ઞાન પ્રકાશ યુગ(The Age of Enlightenment From 1650 to 1800)ના વિચારકોના " નાસ્તિકવાદ " અંગેના તારણો.
લોકો ઈસાઈ ધર્મને સાચો ધર્મ માનતા હતા.દાર્શનિકો તેને ખોટો ધર્મ માનતા હતા.જયારે જે તે રાજ્યના શાસકો તેને પોતાના હિતો સાચવવા "ઉપયોગી ધર્મ માનતા હતા.
શ્રધ્ધાનો અભાવ એ રેશનલ બનવાની પૂર્વશરત હતી.
ચર્ચ, યુરોપમાં સૌથી ધનાઢ્ય કોર્પોરેશનથી વિશેષ કશુંજ નથી.
નાસ્તિકવાદ, તે કોઈપણ સામાજિક વ્યવસ્થાના અસ્તિત્વ માટે ખતરારૂપ છે તેવું તમામ ધર્મના ઠેકેદારો માને છે અને તેનો પ્રચાર કરે છે ને કરાવે છે.
ઈશ્વર શ્રધ્ધાથી વધુ ભયંકર અને ખતરનાક બીજો કોઈ ખ્યાલ તે સમયમાં ન હતો.ઈશ્વર શ્રધ્ધા થી વધુ ભ્રામક બાબત ન હતી.મનુષ્યની અતૃપ્ત ઈચ્છાઓ જ તેના મૂળમાં હતી. માનવીય અસલામતી પછી તે કોઈપણ પ્રકારની હોય,તેનો સ્ત્રોત્ર કોઈપણ હોય પણ તે ધર્મના નવા નવા સ્વરૂપોને જન્મ આપે છે.
જ્યાંસુધી વિશ્વ નાસ્તિકવાદી નહીં બને ત્યાં સુધી સુખી નહીં થાય.અને ત્યાંસુધી ધર્મ સંબંધી સંઘર્ષો નો પણ અંત નહીં આવે.જો નાસ્તિકવાદ પ્રસ્થાપિત થાય તો જ મનુષ્યમાં પડેલી સર્જનાત્મક શક્તિને બહાર આવવા માટે મોકળાશ અને અવકાશ ઉભા થાય અને તો જ સાચા સુખનો અનુભવ કરી શકાય.
ધર્મ એ દમનનો ભોગ બનેલાઓનો નિશ્વાશ છે.હૃદ્યહીન વિશ્વની લાગણી છે.આત્માવિહીન સંજોગોનો આત્મા છે.ધર્મએ લોકોને પીવડાવવામાં આવતું કેફી પીણું છે….કાર્લ માર્ક્સ.
લોકોની માનસિક જરૂરિયાતોને સંતોષવાની તેની ક્ષમતા જ ધર્મના અસ્તિત્વને વ્યાજબી ઠેરવે છે.ધર્મના સમર્થનમાં આ સિવાયની બીજી કોઈપણ દલીલ દાર્શનિક કે અન્ય પ્રકારના આધારની કાયદેસરતા ન હોઈ શકે.---ફોયરબાખ -જર્મન ફિલોસોફર.
લોકોની ભૌતિક આવશ્યકતાઓ જ સામાજિક અને રાજકીય વિચારોનો પાયો હોઈ શકે.વ્યક્તિ અને તેનું દિમાગ તેના આજુબાજુના પર્યાવરણની નીપજ છે. તેની શરીરી ચેતના તેના પાંચ ઇન્દ્રિય અંગો અને બાહ્ય જગત વચ્ચેની આંતરક્રિયાનું પરિણામ છે.---ફોયરબાખ.
માણસે ઈશ્વર વિશે વાસ્તવમાં જે કહ્યું છે તે એક ગુહ્ય ભાષામાં તેની પોતાની જ વાત છે.અને તેને તે લાગુ પડે છે.આથી ઈશ્વરને માણસે જે ગુણો થી નવાજ્યો હોય તે સિવાયના ગુણો ઈશ્વરમાં કદાપિ હોઈ શકે નહીં.ખરેખરમાં આમ જે માનવીનું પોતાનું છે, તેને ઈશ્વરનું નામ આપીને,અર્પિત કરીને, જે કેવળ માનવીય અને નક્કર છે તેને માનવી કરતાં ઘણું ઉચૂં સ્થાન આપે છે.
ધર્મ જેટલે અંશે દૈવી તત્વને સમૃદ્ધ બનાવે છે તેટલે અંશે માનવીને સત્વહીન બનાવે છે. ધર્મને નામે લોહિયાળ બલિદાન તેનો ઉત્તમ નમૂનો છે.માનવી જે પોતાનામાં નથી તે ઈશ્વરમાં છે તેવું દ્રઢ પણે માને છે. તે ઉપરાંત ધર્મ એક માનવીની બીજા માનવીઓ સાથે સંવાદિતા - સહકાર સાથે રહેવાની શક્તિ જ કુંઠિત કરી નાખે છે.
ટૂંકમાં ધર્મેને ઉથલાવવો એ સાચાં માનવમૂલ્યોનો સાક્ષાત્કાર કરવા બરાબર છે.જે ક્ષણે લોકો સમજશે કે ધર્મ પ્રત્યેની આસક્તિ માનવીઓની બાળબુદ્ધિની નીપજ છે. ત્યારે તેઓ સાચા અર્થમાં માનવીય સમાજનું નિર્માણ કરી શકશે.
માનવી પોતે જ માનવીનો દેવ છે.જો માણસનું તત્વ એ જ માનવીનું પરમતત્વ હોય તો માનવીનો માનવી પ્રત્યે પ્રેમ એ પ્રથમ અને સર્વોચ્ચ નિયમ અને કાર્ય છે.
ધર્મનું સ્થાન હવે "માનવવાદ" લેવું પડશે.જે પ્રેમ અત્યાર સુધી ઈશ્વર તરફ વહેતો હતો તે હવે માનવકેન્દ્રી બનાવવો પડશે.તે રીતે માનવજાતની એકતા પુન:પ્રાપ્તિ થશે." આથી માનવજાતનો અભ્યાસ વાસ્તવિક,ભૌતિક વિશ્વમાં રહેતા વાસ્તવિક માનવીથી થવો જોઈએ.
****************************************************
--