Wednesday, June 26, 2024

વિશ્વના તમામ ધર્મોના અસ્તિત્વ પર આવી રહેલી અપરિવર્તનશીલ સુનામી.”

" વિશ્વના તમામ ધર્મોના અસ્તિત્વ પર આવી રહેલી અપરિવર્તનશીલ સુનામી."
દુનિયાનો કોઈ ધર્મ બાકી નથી જેના ધાર્મિકો પોતાનો ધર્મ છોડીને બીજો કોઈ ધર્મ અંગીકાર કરતા નથી.ધર્મ પરિવર્તન કરતા નથી.પરંતુ પોતાનો ધર્મ ત્યજીને નિરીશ્વરવાદી,નાસ્તિક( Non Believers)બની જાય છે. અમને અમારા ધાર્મિક સત્યોમાં વિશ્વાસ નથી.ધર્મની ટેકણલાકડી સિવાય પણ માનવી તરીકે અમે અમારી જિંદગી શિક્ષિત,સમૃદ્ધ આરોગ્યમય, દીર્ઘાયુષ, શાંતિમય એકબીજાના સહકારથી વૈજ્ઞાનિક સત્યો અને શોધોને આધારે જીવી શકીયે તેમ છે.
આજે વિશ્વની કુલ વસ્તી આશરે આઠ અબજની છે.તેમાં 31%ઈસાઈ,23% મુસ્લિમ,15% હિન્દૂ,7% બૌદ્ધ,2% યહૂદી  ,6%નાના બીજા ધર્મો અને16 ટકા નિરીશ્વરવાદીઓ છે.
પુર્વ એશિયાના દેશોમાં અનુક્રમે કોરિઆના 53%,હોંગકોંગ 53%,તાઇવાન 42% જાપાનના20%,અમેરિકા 28%,નોર્વે 30% નાગરિકોએ પોતાની ધાર્મિક ઓળખને બદલે કાયદેસરની નિરીશ્વરવાદી ઓળખ સ્વીકારી લીધી છે.
ભારતમાં સને 2001ના વર્ષમાં પહેલીવાર વસ્તીગણતરીમાં"અધાર્મિક " ઓળખનું ખાનું વસ્તીગણતરીની યાદીમાં  ઉમેરવામાં આવ્યું છે. તેમાં દેશની વસ્તીમાં કુલ 7લાખ "અધાર્મિક"છે તેવું નોંધવામાં આવ્યું છે. 2011માં સદર વધીને 29લાખ નોંધવામાં આવી છે.2021ના આધારભૂત સર્વે પ્રમાણે 4કરોડ બતાવવામાં આવી છે.
વિશ્વ કક્ષાએ તમામ ધર્મોના સત્યો પરથી માનવીઓને અવિશ્વાસ આશરે 16મીસદીથી શરૂ થયેલ નવજાગૃતિની ચળવળ(Renaissence)  અને જ્ઞાનપ્રબોધન( Enlighternment age)યુગથી શરૂ થયેલ જ્ઞાન વિજ્ઞાનની અવિરત સંશોધનોને આધારે શરૂ થયો છે. છેલ્લા આશરે 500- 600વર્ષ માં  માનવજાતે રેશનલીટી(કારણની સર્વોપરિતા)વૈજ્ઞાનિક અભિગમ,માનવવાદ અને માનવજીવનના તમામ ક્ષેત્રોમાં પ્રાપ્ત કરેલ વિકાસની દેન છે.તેમાં વિશ્વના કોઈ એક દેશ કે ફક્ત પશ્ચિમી જગતની ફક્ત દેન નથી.
આશરે10000વર્ષોથી ચાલુ રહેલી કૃષિ સંસ્કૃતિને સર્જેલી જે તે ધર્મોની બેડીઓ કાયમમાં માટે ફગાવી દઈને જ્ઞાન-વિજ્ઞાન આધારિત ઔદ્યોગિક સંસ્કૃતિના વિકાસે માનવીને  માનવવાદી બનાવ્યો છે.સદર વિકાસે  માનવીને નાસ્તિક કે નિરીશ્વરવાદી બનાવનારા કુદરતી પરિબળોના નિયમોના સંચાલનની સમજ,તે બધાનો પોતાની ભૌતિક સલામતી માટે ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવાડ્યું છે.
 21મી સદીમાં વૈશ્વિક સ્તર પર તમામ દેશોમાં નિરીશ્વરવાદી વિચારસરણીની નાગરિકોની પસંદગી મક્કમ,જ્ઞાન-વિજ્ઞાન આધારિત હોવાથી આવતા બે કે ચાર દસકાઓમાં તે તમામ ધર્મો પર સુનામીની માફક ફેલાઈ જઈને તે બધા ધર્મોના ધંધાઓની દુકાનો કાયમ માટે બંધ કરાવી દેવાની છે.
આધુનિક જ્ઞાન-વિજ્ઞાન આધારિત જે પરિબળો છેલ્લા પાંચ કે છ સૈકાઓમાં માનવજીવનના જુદાજુદા પણ તમામ ક્ષેત્રોમાં કેવી રીતે વિકસ્યા છે તેની વાતો હવે પછીના લેખોમાં પણ નીચે જણાવેલ પુસ્તકને આધારે.
 " Enlightenment Now"સદર પુસ્તકના લેખક Pro . Steven Pinker અમેરિકાની સર્વોત્તમ વિશ્વવિદ્યાલય હાર્ડવર્ડ યુનિ માં Pro.of Pshchology & Cognitive Scientist & Public intellectual છે. અમેરિકાના વિશ્વ વિખ્યાત દૈનિક ન્યુયોર્ક ટાઇમ્સએ " Pro સ્ટીવન પિન્કરને જગતના 100 બેસ્ટ બૌધિકોમાંના એક ગણ્યા  છે."
 સદર પુસ્તકને બિલ ગેટ્સે પોતાની જિંદગીના બેસ્ટ પુસ્તક તરીકે પસંદ કરેલ છે.550પાનાં અને આશરે 1200રેફરન્સ બુક્સની નોંધ સાથે તૈયાર કરેલ આ પુસ્તક છે .
—-------------------------------------------------------            



--