તમે અમને કેવી રીતે ઓળખશો?
અમે અમારા હિતો–જરુરીયાતો પ્રમાણે અમારા રંગો બદલતા રહીએ છીએ? સ્વાર્થી હિતો માટે રંગ બદલવાની રમતમાં અમે પેલા "કાચીંડા" કરતાં પણ અનેક ઘણા ચઢીયાતા છે.બીજેપીના બે સીનીયર સંસદ સભ્યો નીશીકાન્ત દુબે(૨૦ વર્ષોથી ઝારખંડમાંથી ચુંટાઇ આવે છે)અને દિનેશ શર્માએ સર્વોચ્ચ અદાલતના સૌથી વડા ન્યાયધીશ માનનીય સંજીવ ખન્ના માટે નીચે મુજબના બેજવાબદાર અને માનહાની સ્વરુપના આક્ષેપો કર્યા છે. આ પહેલાં દેશના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના ચેરમેન જગદીપ ધનકરે પણ સંજીવ ખન્ના સાહેબ સામે અને સર્વોચ્ચ અદાલતો નિર્ણયો સામે પેલા બે સંસદ સભ્યોથી લેશમાત્ર હલકી નહી એવી ટીકઓ કરી હતી.
સર્વોચ્ચ અદાલત સમક્ષ વિવાદનો મુદ્દો એ હતો કે રાજ્યોની વિધાનસભાએ બહુમતીથી પસાર કરેલા બિલોને જે તે રાજ્યનો ગવર્નર(કે પછી રાષ્ટ્રપતિ) જેની નિમણુક કેન્દ્ર સરકારે કરી હોય તે ક્યાંસુધી મંજુરીની મહોરનો સીકકો માર્યા વિના પોતાની પાસે રાખી મુકે? આ ઉપરાંત તાજેતરમાં કેન્દ્ર સરકારના નિર્ણયો વિરુધ્ધ અભિવ્યક્તિનું સ્વાતંત્રય અને વક્ફ બોર્ડ અંગે બહુમતીના જોરે સંસદમાં બીજેપી સરકારે જે કાયદો પસાર કર્યો તેની સામે મનાઇ હુકમ લગાવતાં આ લોકો(બીજેપીના નૈતીક પોલીસો–રખેવાળો) " જે હૈયે છે તે હોઠો પર લાવતાં સહેજ પણ અયોગ્ય, બેરહમ અને મનસ્વી ટીકા કરતાં અચકાતા નથી." દેશના ઉપપ્રમુખ ધનકર અને બીજેપીના સીનીયર સભ્યોની ટીકાઓ કેવી છે અને પછી તેના સાચા સ્વરુપે મુલ્યાંકન કરીએ.
(૧) રાષ્ટ્રના ઉપપ્રમુખ જગદીશ ધનકર–જેનો હોદ્દો કાયદાકીય સત્તા વિનાનો ઔપચારિક( Ceremonial Office) શોભાના ગાંઠીયા જેવો જ છે. ઉવાચ– પશ્ચીમ બંગાળમાં ગવર્નર હતા ત્યારથી ધનકર, મમતાદીદીની સરકાર સામે બિલકુલ બેબુનિયાદ અને વાહિયાત દખલગીરી કરવા માટે ભારતભરમાં જાણીતા હતા. પરંતુ આજે તો જાણે તે ગાય કરતાંપણ મોદી સરકારનું પ્રીય પ્યાદુ છે તેવી લાયકાત બતાવી દીધી છે.(અ) 'દેશની સર્વોચ્ચ અદાલતને સંસદ કરતાં પણ વધુ સત્તાધીશ સંસદ(Super Parliament) તરીકે ઓળખાવી દીધી છે.(બ)તેનાથી વધારે તો આ માણસે જે બકવાસ કર્યો છે. તે નીચે મુજબ છે. " સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોને કોઇ જવાબદેહી કે ઉત્તરદાયીત્વ જ નથી. કારણકે તેઓને દેશનો કોઇ કાયદો લાગુ પડતો નથી."( He said judges have "absolutely no accountability because the law of the land does not apply to them".) (ક) બંધારણની કલમ ૧૪૨મુજબ મળેલ સત્તા પ્રમાણે ચીફ જસ્ટીસ ખન્ના સાહેબની ડીવિઝન બેંચે સર્વાનુમતે નિર્ણય કર્યો કે જે તે રાજ્યના ગવર્નરો અને રાષ્ટ્રપતિએ પોતાની પાસે વિધાનસભા અને લોકસભાએ પસાર કરેલા બીલો ત્રણમાસમાં સહી કરીને પરત મોકલી દેવા. રાજ્ય અને દેશ વિધાનસભા અને લોકસભાના નિર્ણયોથી ચાલે છે. ધનકર જેવા કાયદાકીય બંધારણીય હોદ્દો ધરાવનારાઓથી તો નહી જ.બંધારણની કલમ ૧૪૨ હેઠળ આ ભાઇએ સર્વોચ્ચ અદાલતને મળેલ સત્તાને લોકશાહી પરિબળો વિરુધ્ધ મળેલ "ન્યુક્લિયર મીસાઇ૯સ" તે પણ ૨૪કલાક અને ૭ દિવસ હરપળ અને હરસમય વાપરવાના હથીયાર તરીકે ઓળખાવ્યું છે. આ માણસ એમ સમજે છે કે આવી ચાપલુસી કરવાથી જ્યારે વર્તમાન રાષ્ટ્રપતિ શ્રીમતી મુર્મુ નિવૃત્ત સને ૨૦૨૭માં થશે ત્યારે સદર મોદી ભક્તિ તેમને રાષ્ટ્રપતિનો હોદ્દો પ્રાપ્ત કરવામાં ચોક્કસ ફળશે.
ઝારખંડ રાજ્યમાંથી છેલ્લા વીસવર્ષોથી સંસદ સભ્ય તરીકે ચુંટાઇ આવતા બીજેપીના નિશિકાન્ત દુબેએ ચીફ જસ્ટીસ ઓફ ઇંડીયા શ્રી સંજીવ ખન્ના સાહેબ પર એવો આક્ષેપ કર્યો કે " દેશમાં જેટલા ગૃહયુધ્ધો ચાલે છે તે માટે તેમના નિર્ણયો જવાબદાર છે." इस देश में जितने गृह युद्ध हो रहे है उनके जीमेदार केवल यहा के चीफ जस्टिस ऑफ इडीय़ा संजीव खनना साब है ।(BJP MP Nishikant Dubey launched a strong attack on the Supreme Court, saying Chief Justice of India Sanjiv Khanna was responsible for "all civil wars in the country) જો આ દેશમાં કાયદો ઘડવાનું કે બનાવવાનું કામ દેશની સર્વોચ્ચ અદાલતે કરવાનુ હોય તો અમારી સંસદ ને તાળાં મારી દો! "Kanoon yadi Supreme Court hi banayega to Sansad Bhavan bandh kar dena chahiye . વધુમાં દુબેએ આવા પણ વિચારો વ્યક્ત કર્યા.દેશની સર્વોચ્ચ અદાલતમાં દલિત, આદીવાસી,આર્થીક પછાત વર્ગોના ન્યાયાધીશો બિલકુલ નથી.મોટાભાગના ન્યાયાધીશો સવર્ણ વર્ગ માંથી આવે છે. બીજેપી પક્ષના વડા જે.પી. નડ્ડા સાહેબે એક લીટીમાં જણાવી દિધુ છે કે " આ બધા વિચારો દુબેજીના અંગત વિચારો છે. મારા પક્ષના નથી. અમે તો સર્વૌચ્ચ અદાલતના ગૌરવમાં માનીએ છીએ. દુબેજીએ પોતાના બચાવમાં કહી દીધું છે કે હું તો મારાપક્ષ અને તેની નીતિઓને વફાદાર છું.