Tuesday, April 8, 2025

અમને અડશો મા!––‘Hands Off!’

અમને અડશો મા!––'Hands Off!'

1.     અમેરીકમાં શનિવારે ૫૦ રાજ્યોના ૧૪૦૦ શહેરોમાં જુદા જુદા સ્થળો પર  એકીસાથે ૧૦,૦૦૦,૦૦ (દસલાખ) જવાબદાર નાગરિકોઓ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેના આર્થીક સલાહકાર ઇલોન મસ્કની વિરુધ્ધમાં દેશવ્યાપી  શાંતિપુર્વક  પ્રદર્શનો કર્યા. આ રાજકીય રેલી ' દેશમાં લોકશાહી બચાવો' ના ભાગરુપે સંગઠિત રીતે આયોજિત્ કરવામાં આવી હતી. સદર વિરોધ રેલી રાજ્યના પાટનગરો, કેન્દ્ર સરકારના મકાનો સામે, વિધાનસભાકે સચિવાલયોના મકાનો સામે, સોસીઅલ સીકિયોરિટિના મુખ્ય મથકો સામે, જાહેર બગીચાઓ અને શહરોના નગર સભાગૃહોમાં આયોજિત કરવામાં આવી હતી.

2.      સરમુખત્યાર કે આપખુદ પ્રમુખ અને તેના અબજોપતિ સાથીદારથી દેશને મુક્ત કરવા આયોજીત કરવામાં આવી હતી.

3.     સમગ્ર અમેરકા ઉપરાંત યુરોપના ઇગ્લેંડના લંડન અને ફ્રાંસના પેરીસ ઉપરાંત  વિ દેશોના શહેરોમાં "–'Hands Off!' રેલીઓ,સરઘસો નીકળ્યા હતા. આ વિરોધ રેલીમાં ભાગ લેનારા નાગરીક અધિકાર સંગઠનો,નિવૃત્ત લશ્કરીના અધિકારીઓ, ગર્ભપાત વિરોધનો પ્રતિકાર કરતા તમામ મહીલા હક્ક સંગઠનો, કામદાર યુનિયનો, LGBT Collectives, એડવોકેટસ વિ. મોટી સંખ્યામાં જોડાયા હતા.

4.     અમેરીકન ન્યુઝ સંસ્થા CNN ના રિપોર્ટ પ્રમાણે અમેરીકના એક કિનારેથી બીજા કિનારા સુધીમાં લાખો લોકોએ આ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો તેવું રેલીના આયોજકોનો મત હતો. (CNN has not been able to independently verify how many people attended Saturday's demonstrations, but "Hands Off!" organizers say that "millions" of people turned up from coast to coast.

5.     પ્રદર્શનકારોની ત્રણ મુખ્ય માંગણીઓ હતી.

(અ) વોશિંગ્ટનમાં આવેલી રાષ્ટ્રીય વડી કચેરી " વાહ્ઇેટ હાઉસ" ને અબજોપતિની જંજીરોમાંથી મુક્ત કરો.

(બ) ટ્રમ્પ સરકારમાં પ્રવર્તમાન કાબુ બહારના, અનિયંત્રિત ભ્રષ્ટાચારનો તાત્કાલિક અંત લાવો,

(ક) સામાજીક સલામતિ (સોશીઅલસીક્યોરીટી)ના પ્રતિમાસે મળતાં નાણા, મેડીકેડ (દવાખાનાની સગવડો) અને ઔધ્યોગીક કામદારોને મળતી સગવડોમાં તમામ પ્રકારની સુવિધાઓ પરની કપાત બંધ કરો.

(ડ) આ ઉપરાંત પરદેશી ઇમીગ્રન્ટ પર હુમલાઓ, ત્રીજી જાતી (ટ્રાન્સજેન્ડર) અને અન્ય સામાજીક લઘુમતીઓ પરના રાજકીય સત્તાપક્ષ પ્રેરીત હુમલાઓ બંધ કરો.  રેલીમાં આયોજકો અને તેના સ્પીકર્સની માંગ હતી કે હીટલર અને મુસોલીનીના રાજકારણથી દેશને વહેલી તકે બચાવો.

(ઇ)આપણા દેશના બંધારણના ઘડવૈયાઓએ બંધારણના આમુખના પ્રથમ શબ્દો "અમે અમેરીકન લોકો" છે. "અમે સરમુખ્તયારો નથી". "Our founders wrote a Constitution that does not begin with 'We the dictators,' the preamble says 'We the people,' આપણા દેશના કોઇપણ નૈતીકતાને વરેલા નાગરીકો દેશના અર્થતંત્રને ભાંગીને ભુકકો બનાવી દેતા સરમુખત્યારથી બચાવવા માંગે છે. જે માણસ તેના નિર્ણયને બજારભાવ અને કિંમતથી તોલવા માંગે છે. તેને પાયાની વાત જ ખબર નથી કે અર્થતંત્ર અને માનવ સમાજ તેના મુળભુત મુલ્યોથી ગતિશીલ હોય છે. "No moral person wants an economy-crashing dictator who knows the price of everything and the value of nothing." દેશના બંધારણને તગલઘી તુક્કેબાજના વહીવટી નિર્ણયોથી બચાવો. નાગરીક અધિકારોને છંછેડશો નહી. સુરક્ષીત રાખો."Protect our Constitution" and "Hands off our rights."

(ફ)અમેરીકન નાગરીકો! આપણે જાણીએ છીએ ખરા કે દેશના કુલ ઘરેલુ ઉત્પાદનના ( Gross Domestic Production) 120%  દેવું છે. દરેક અમેરીકન નાગરીકનું માથાદીઠ દેવું $ 1,00,000/ છે. આ દેવું ફેડરલ રીઝર્વમાંથી આપવું પડે. It is $ 33 Trillion US Dollars. સને ૨૦૦૧થી ૨૦૨૫ સુધીનું ફેડરલ સરકાર ( કેન્દ્રસરકારનું) એક પણ બજેટ વું નથી કે જેમાં નફો વધારે હોય ને ખાધ ઓછી હોય!  તઘલઘી રાષ્ટ્રપ્રમુખની ટેરીફ નીતીને કારણે ચીન, જપાન અને સાઉદી એરેબીયા ( મક્કા– મદીના વાળા દેશે)એ ડોલર વેચીને સોનું છેલ્લા ચાર દિવસોથી ખરીદવા માંડયું છે. જેનોઅઢી તોલાનો ભાવ)Gold was  at $3,026/ per ounce.)Its price is record high reached last week amid the market tumult. Gold is seen as a safe-haven during turbulent times.

(જી) દેવાનો ભાર ઓછો કરવા ટ્રપ્મ સાહેબે ડોલર્સનો જથ્થા બજારમાં વધારવા નોટો છાપવાનું નક્કી કર્યુ છે. કોઇપણ દેશના અર્થતંત્રમાં જો ઉત્પાદન ન વધે અને નાણાંનો પુરવઠો વધે તો એટલે કે નાણાંનો ફુગાવો વધે તો શું થાય?

(એચ)અમેરીકન શેર બજારના તમામ ઇન્ડેક્ષ તુટી ગયા છે. અમેરીકન ઇકોનોમી અને શેર બજાર તમામ માપદંડોથી મુલ્યાંકન કરતાં મંદીના આર્થીક ઝોનમાં પ્રવેશી ચુક્યું છે. The S&P 500 on Friday posted its biggest one-day loss since March 2020, the start of the COVID-19 pandemic, and Black Monday morning tumbled into a bear market. A bear market is defined as at least 20% below its recent peak. The tech-heavy Nasdaq was already in a bear market."

. તેમ છતાં આજે સવારે ટ્રમ્પ સાહેબે ભવિષ્યવાણી આ પ્રમાણે ઉચ્ચારી હતી.

" ""Don't be Weak! Don't be Stupid! Don't be a PANICAN (A new party based on Weak and Stupid people!)," Trump said. "Be Strong, Courageous, and Patient, and GREATNESS will be the result!"

 

 

 


--