Sunday, April 20, 2025

અમારી બીજેપી અને આર એસ એસસામે લડાઇ વિચારધારાની છે

અમારી બીજેપી અને આર એસ એસ સામે લડાઇ વિચારધારાની છે. નફરતી ભારતને બદલે મહોબત્તી હિન્દુસ્તાન બનાવવાની છે. રાહુલ ગાંધી–

અમદાવાદમાં તાજેતરમાં સંપન્ન થયેલ રાષ્ટ્રીય કોંગ્રસ કારોબારીમાં રાહુલજી ગાંધીએ રજુ કરેલા વિચારોનું દોહન–

આ વિચારધારાની લડાઇ છે.અમારી વિચારધારાના સર્જકો ગાંધી બાપુ, સરદાર પટેલજી,નહેરુજી, આંબેડકરજી વિ હતા. અમારી વિચારધારા દેશના તમામ નાગરિકોને "ઇન્સાન" "માનવ" ગણે છે. અમારા પક્ષની વિચારસરણી પ્રમાણે ઇન્સાન ઇન્સાન વચ્ચે મહોબત્ત જ હોય, નફરત કદાપી હોઇ જ ન શકે.

 રાહુલજીએ હાથમાં બંધારણ રાખી સભા સમક્ષ બતાવતાં બંધારણના આમુખના પ્રથમ શબ્દો "અમે ભારતના લોકો" છે તેવું જણાવ્યું હતું. .બંધારણમાં આમેજ કરેલા મુલ્યો પ્રમાણે આપણે બધા સૌ પ્રથમ દેશના નાગરિકો છીએ. આપણો દેશ લોકશાહી પ્રજાસત્તાક ધર્મનિરપેક્ષ, સમાજવાદી સાર્વભૌમ રાષ્ટ્ર છે. દેશમાં આખરી અને સાર્વભૌમ સત્તા કોઇની હોય તો  દેશની પ્રજાની છે. બધાંરણીય મુલ્યો પ્રમાણે રાષ્ટ્રની સત્તા કોઇ પક્ષ, નેતા, ધર્મ,કે મજહબની નથી જ. બંધારણના આમુખ મુજબ કાયદાની શાસન પ્રથા( Rule of Law not rule of man) છે.

બીજેપી અને આરએસએસની વિચારધારા દેશના નાગરીકોને જુદા જુદા ધર્મોને આધારે ઓળખ ઉભી કરી એક બીજા પ્રત્યે નફરત અને ધિક્કાર પેદા કરી સામાજીક, રાજકીય અને આર્થીક ધ્રુવીકરણ કરી દેશની એકતા અને અખંડતાને જોખમ પેદા કરવાની છે. સદર વિચારધારાએ એક ધર્મના લોકોને અન્ય ધર્મના લોકો સામે ફક્ત નફરત અને ધિક્કાર પેદા કર્યો નથી.પણ હિન્દુધર્મને વર્ણવ્યવસ્થા આધારીત સામાજીક અસમાનતામાં વહેંચી નાખ્યો છે એટલું નહી પણ ઉભો અને આડો વહેરી નાંખ્યો છે.

અમાદાવાદમાં ચાલુ પ્રવચને રાહુલજીએ પોતાના પક્ષના રાજસ્થાનની વર્તમાન વિધાનસભાના વિરોધપક્ષના નેતા ત્રિકારામ જુલીને મંચ પર આવવા વિનંતી કરી. રાહુલજીના રાજસ્થાનમાં નક્કી કરેલ આગોતરા કાર્યક્રમની જવાબદારીને કારણે તે જયપુર જવા નીકળી ગયા હતા. પરંતુ બીજેપીના રાજસ્થાનની વિધાનસભાના હવે સસપેન્ડેડ નેતા જ્ઞાનદેવ આહુજાએ કરેલ કહેવાતા ધર્મપ્રેમી કાર્યનો "ત્રિકારામ જુલીના મોઢેથી રાહુલજી બોલાવવા માંગતા હતા." ત્રિકારામ જુલીએ રાજસ્થાનના જે મંદિરમાં દર્શન–પુજા–અર્ચના કરીને બહાર નીકળ્યા પછી તે મંદિરને ચારેય બાજુથી પવિત્ર કરવા માટે જ્ઞાનદેવ કે અજ્ઞાનદેવ આહુજાએ ખાસ સુચના આપી ધોવડાવ્યું હતું. કેમ? કારણકે હિન્દુત્વવાળી બીજેપી –આરએસએસની વિચારસરણીમાં વર્ણવ્યવસ્થામાં છેલ્લી અને ચોથી વર્ણ દલિત કે શુદ્ર સમાજનું સ્થાન ક્યાં હોય? કોણ કહે છે સને ૨૦૧૪ પછી જ્યાં બીજેપી–આરએસએસ અબાધિત સત્તા હોય ત્યાં અસ્પૃશ્યતા કેવી?

 હા! અમારા કેન્દ્ર અને રાજ્યો શાસિત સરકારોમાં વર્ણવ્યવસ્થા આધારિત ભલે ઉંચનીચના સામાજીક ભેદભાવવાળી જ્ઞાતિપ્રથા છે, પણ અસ્પૃશ્યતા નથી.(!) તે "ધુલકા ફુલ" ના મા–બાપના બી–બિયારણો હવે અમારી શાખામાં સર્જન કરવાનાં બંધ કરેલ છે! જો કે અમારી કથની અને કહેની એક ક્યારેય હોય જ નહી તેવો વારસો તો અમને અમારા આધ્યપુરુષ વિનાયક દામોદર સાવરકર રંગચંગે આપીને ગયા છે.

 રાહુલજીએ બીજા ખુબજ ગંભીર મુદ્દાની વિગતે ચર્ચા કરી હતી. કોંગ્રેસ પક્ષ સંચાલિત તેલગણા રાજ્યમાં જ્ઞાતિ આધારીત વિગતે સર્વે કરવામાં આવ્યો છે. તેમાં તે રાજ્યમાં સર્વે પ્રમાણે ૯૦ ટકા પ્રજા આર્થિક ઉપરાંત પછાતપણાના તમામ માપદંડો પ્રમાણે પછાત છે. આજ સ્થિતિ બાજુના કર્ણાટક અને બિહારના પણ જન –જાતિ સર્વેમાં લેશમાત્ર જુદી નથી.

તેલગણા રાજ્યમાં કોઇપણ જાહેર કે ખાનગી ઉધ્યોગમાં વહીવટી કક્ષાએ ટોચના પદ પર પેલી ૯૦ ટકા પછાત વસ્તીમાંથી કોઇ નથી. યુની,ના કુલપતિ–ઉપકુલપતી, કલેકટર, જીલ્લાપોલીસ અધિકારી, ન્યાયતંત્ર, વિ. તંત્રોમાં પણ નથી. દેશના જાહેરક્ષેત્રના મોટાભાગના ઉધ્યોગો ખાનગી ક્ષેત્રોને કોડીયોના ભાવે વેચી દીધા છે. તેથી અનામત આધારિત આ લોકો માટે જાહેર ક્ષેત્રોમાં નોકરી કરવાના તમામ દરવાજા કાયમ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. ખાનગી ક્ષેત્રમાં તો બધુ ખાનગીમાં જ થતું હોય તેમાં આ ૯૦ ટકા પ્રજા કિસ ગિનતી મેં.

વધુ આવતા અંકે– બીજેપી–આરએસએસની વિચારધારાના પાયાના મુલ્યો અને વ્યવહારો અને પછીના અંકમાં કોંગ્રેસની વિચારસરણીના પાયાના મુલ્યો અને વ્યવહારો..

––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––

 

    

 

 

  આર એસ એસની વિચારધારા શું છે?

 

 

 

 દેશનું બંધારણ અમારી વિચારધારા છે. હજારો સાલની ભારતીય માનવ મુલ્યોમાંથી બનેલું બંધારણ છે.આજે આ બંધારણ પર આક્રમણ થઇ રહ્યું છે.રાજ્ય સંચાલનની તમામ કેન્દ્રીય અને પ્રાદેશીક સંસ્થોનું ભગવાકરણ કરી નાંખવામાં આવ્યું છે. દેશની યુની.ઓમાં વાઇસચાન્સેલરો તમામ આરએસએસ માન્ય પસંદ કરવામાં આવેલા છે.રાજ્યોના ગવર્નરો, ન્યાયતંત્ર અધિકારીઓ,વિ. ભગવાકરણનું પ્રત્યક્ષ કે પરોક્ષ સર્જન છે. તેમના કાર્યો અને નિર્ણયોમાં ઠેરઠેર ઉગ્રહિંદુત્વના રાતદિવસ પડઘા પડે છે.

રણયો  ર્સ્થાઓ પર આકર્મણ કરવામાં આવી રહ્યં છે.દરેક યુની ના વીસી –આર એસ એસ. એક ભાષા, એક રાષ્ટ્ર–વિ– કોંગ્રેસ પાર્ટી જ પોતાની વિચારસરણીથી બીજેપી –આર એસ–એસની વાચારસરણી સામે લડી શકે તેમ છે.  જે રાજકીય પક્ષ પાસે વિચારધારાનથી, વૈચારીક સ્પ્ષ્ટતા નથી તે બીજેપી–આર એસ એસ સામે લડી શકશે નહી. મુકાબલો કોણ કરી શકે?અમારા કાર્ય કરતા દેશના નાગરિકની ઇજ્જ્ત કરે છે. ભલે તેનો ધર્મ, જાતિ, ભાષા, પ્રદેશ જુદો હોય, હમારે લિયે સબ લોગ ઇન્સાન હૈ.

પાર્ટીના જીલલા પ્રમુખ પાર્ટી ઇમારતનો પાયો. નીવ કી ઇંટ બનાના ચાહતે હૈ..

 


--